સાજીશ - 14 Tarun Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાજીશ - 14

સાજીશ

(ભાગ-૧૪)

અત્યાર સુધી .....

(આદર્શ અને સ્નેહા ના લગ્ન થાય છે, અને ત્યારબાદ હનીમૂન માટે શિમલા જવા નીકળે છે. આ તરફ બોસ મૌલિક ને મળવા આવે છે અને ગુજરાત માં બોંબ બ્લાસ્ટ ની સાજીશ વિશે વાત કરે છે, અને RDX ના કન્ટેનર ને કંડલા થી મેળવી લેવા નું કહે છે. મૌલિક RDX ના કન્ટેનર ને કંડલા નજીક ગોડાઉન માં છુપાવી ને સાજીશ માટે પ્લાન વિચારે છે ત્યાં જ અચાનક કચ્છના રણોત્સવ માં થનારી સી.એમ. અને પોલીસ કમિશ્નર ની મીટીંગ વિશે ખબર પડે છે, સાજીશ માટે માણસો શોધે છે, અને પાંચ માણસો ને સિલેક્ટ કરે છે પાંચ માંથી એક ને કમિશ્નર ના બદલે મોકલવાનું નક્કી કરે છે, આ તરફ પોલીસનો એક ખબરી મૌલિક ના માણસો ની સાજીશ વિશે વાત કરતા સાંભળી ને પોલીસ ને જાણ કરે છે,અને કેસ ATS ને સોંપવામાં આવે છે, આદર્શ જાણ થતા બીજાજ દિવસે શિમલા થી રાજકોટ આવી જાય છે. મૌલિક ના ગુંડાઓ ની પૂછપરછ કરી કંડલા જવા નીકળે છે. કંડલા નજીક મૌલિક ના માણસો ની ધરપકડ કરી ને સાજીશ વિશે જાણે છે, અને કંડલા થી ભુજ તરફ જાય છે, રણોત્સવ નજીક એક રીશોર્ટ માં રોકાય છે. .....)

હવે આગળ…

બસ હવે માત્ર એક જ રાત બાકી હતી, આવતી કાલ નો સૂરજ કોના પક્ષ માં ઉગવાનો હતો એ બધું સમય પર નિર્ધારિત હતું, મૌલિક તો નિશ્ચિંત થઇ ને કાલ ની ખુશખબર સાંભળવા માટે બેચેન હતો તો આદર્શ કઈ રીતે કોઈ ને પણ જાણ ના થાય એ રીતે કેમ આ સાજીશ ને રોકવી એના વિચાર માં ખોવાયેલો હતો, એક જરાક સરખી ઉતાવળ પણ આદર્શ ને એની સફળતા થી દૂર કરી શકે એમ હતી, કેમ કે જો કોઈને જરા પણ ખ્યાલ આવે કે આદર્શ અને એના બંને ઓફિસરો આ સાજીશ ને રોકવા માટે આવ્યા છે અને કોઈ માણસ એ સ્લીપર સેલ સાથે ભળેલો હોય અને એને જાણ થાય તો એ આવતી કાલ ની મીટીંગ પહેલા જ કોઈ પણ જગ્યાએ બોંબ બ્લાસ્ટ કરી શકે એમ હતો, અને જો એ બ્લાસ્ટ થાય તો એ મૌલિક ની જીત ગણાય. અને ગુજરાત સરકાર ની સુરક્ષા વ્યવસ્થા પર એક મોટો સવાલ ઉભો થાય. આથી કોઈ પણ રીતે એમ થતું રોકવું જરૂરી હતું. આથી આદર્શ ની આખો માં ઉંઘ નહોતી.

અચાનક આદર્શ ના દિમાગ માં એક ઝબકારો થયો અને ફટાફટ ઉભો થઇ ને એના સીનીયર ને ફોન લગાવ્યો.

“હલ્લો સર ડીસ્ટર્બ તો નથી કર્યા ને ?”

“ના....ના આદર્શ બોલ મને ખબર હતી તું હજી આ સાજીશ ની પ્લાનીંગ વિશે જ વિચારતો હોઈશ. બોલ કેમ ફોન કર્યો? ”

“સર જેમ મે તમને પહેલા પણ કહ્યું કે આ સાજીશ માં કોઈ ને કોઈ ઓફિસર તો હેલ્પ કરે જ છે, અને મીટીંગ વખતે જ બ્લાસ્ટ નો પ્લાન છે આથી એવું બની શકે કે એ ઓફિસર પોતાનો જીવ તો જોખમ માં ના મુકે અને એ ઓફિસરે પોતે જ પોતાની જગ્યાએ એ સ્લીપર સેલ ને મોકલ્યો હોય, આથી મારે સવાર સુધી કોઈ પણ રીતે રણોત્સવ માં મીટીંગ માં આવવાવાળા બધા મહેમાનો અને ઓફિસરો ની લીસ્ટ મારે જોઈએ છે, એ પણ કોઈને જાણ થયા વગર.”

“ઠીક છે આદર્શ તું સવારે રણોત્સવ માં પહોચીસ ત્યાં એક માણસ વ્યવસ્થાપક ની ઓફીસ પાસે તારી રાહ જોતો હશે અને એ તારી દરેક મદદ કરશે.”

“ઓકે સર... તો કાલે મળીયે એ સ્લીપર સેલ સાથે રાજકોટ માં...” કહી ને આદર્શે ફોન રાખ્યો અને હવે થોડી ચિંતા હળવી થઇ હતી જાણે કાલે આદર્શ ની જ જીત થવા ની હતી એવો આત્મવિશ્વાસ આદર્શ ના ચહેરા પર છલકતો જોવા મળી રહ્યો હતો.

***

સવારે આદર્શ ની આંખ ખૂલી, શિયાળાનો સમય હતો એટલે વાતાવરણ માં ઠંડક હતી, આદર્શે જોયું ઘડિયાળ માં ૬ વાગ્યા હતા, ઉઠી ને આદર્શ રૂમ ની બાલ્કની માં આવે છે, વાતાવરણ માં એક તાજગી હતી, અને એક ખુબજ ભીનીભીની સુગંધ વાતાવરણ માં મહેસૂસ થઇ રહી હતી, શહેર થી દૂર હોવાથી એકદમ શાંતિનો અનુભવ થઇ રહ્યો હતો. આદર્શ કોફી ઓર્ડર કરે છે અને ફ્રેશ થવા જાય છે, થોડી અવર માં જ વેઈટર આવી ને ગરમા ગરમ કોફી મૂકી જાય છે, આદર્શ બાલ્કની માં જ ઉભા રહી ને કોફી ની ચુસ્કી લે છે, હવે આદર્શ ના ચહેરા પર થી ચિંતા ના વાદળો હટી ગયા હતા, બધો પ્લાન આદર્શે એના મગજ માં ગોઠવી લીધો હતો.

થોડી વાર માં આદર્શ ના બંને સાથી ઓફિસરો પણ તૈયાર થઇ જાય ને ૮ વાગ્યે બધા ત્યાંથી થોડે જ દૂર આવેલા રણોત્સવ જવા માટે નીકળે છે.૮.૩૦ સુધી બધા રણોત્સવ માં પહોચે છે, આગળ વિશાળ પાર્કિંગ ની વ્યવસ્થા હતી, ત્યાં થી આગળ એક મોટો ગેટ બનાવેલો હતો જ્યાંથી ટેન્ટ સીટી માં જવાતું હતું, ગેટ નું શુશોભન એક્દમ રજવાડી કારીગરી થી કરેલું હતું, ગેટ બહાર અંગ્રેજી માં મોટા અક્ષર માં ખુબજ સુંદર ડીઝાઇન થી રણોત્સવ લખેલું હતું. પાર્કિંગ થી જમણી તરફ એક નાનો ગેટ હતો અને ત્યાં અંદર કચ્છી ડીઝાઇન ની બહાર થી ઝુપડી લગતી પણ અંદર થી POP ની છત કરેલી રૂમ હતી જેમાં બહાર વ્યવસ્થાપક નો બોર્ડ લગાવેલો હતો, રણોત્સ્વ માં આવવાવાળા પ્રવાસીઓ માટે અહી થી વિઝીટ પાસ અને ટેન્ટ સીટી માં રહેવા માટેનું બુકિંગ કરી આપવામાં આવતું હતું.

આદર્શ અને એના બે સાથીઓ જલ્દીથી ગાડી પાર્કિંગ માં ગોઠવી ને વ્યવસ્થાપક ની ઓફીસ તરફ આગળ વધે છે, નાના દરવાજા ની અંદર દાખલ થતા જ એક વ્યક્તિ એ ઓફીસ માં બેઠો હોય છે, આદર્શ ને જોઈ ને એ ખુરશી માંથી ઉભો થઇ ને હાથ મિલાવે છે.

“આવો મી. આદર્શ. બેસો.”

આદર્શ એની સામે રાખેલી ખુરશી માં બેસે છે, અને બંને ઓફિસરો આદર્શ ની પાછળ ઉભા રહે છે. વ્યવસ્થાપક ચા નો ઓર્ડર કરે છે.

“મને ખાસ તમારી હેલ્પ કરવા માટે કહેવામાં આવ્યું છે, બોલો શું મદદ કરી શકું તમારી?”

આદર્શ સાજીશ વિશે ની આખી વાત કરે છે.

“આથી મારે તમારી હેલ્પ ની જરૂર છે, મને સૌથી પહેલા અહી રોકાયેલા અને મીટીંગ માં આવવાવાળા મહેમાનો તથા દરેક વ્યક્તિ એ ભલે સામાન્ય હોય કે તમારા સ્ટાફ માં હોય કે સી.એમ ના સાથે ના રાજકારણીઓ હોય, દરેક ના નામ અને એમના અહી થયેલા બુકિંગ નું રજીસ્ટર જોઈએ છે. અને સાથોસાથ અહી લગાવેલા ટેન્ટ સીટી ના CCTV નું રેકોર્ડીંગ પણ જોઈએ છે.”

“ઠીક છે તમે નિરાંતે બેસો, અને ચા પાણી પીયો ત્યાં સુધી હું બધું અહી જ અરેંજ કરાવી ને લઇ આવું છુ.” કહી ને વ્યવસ્થાપક રૂમ ની બહાર જાય છે. એક વ્યક્તિ ચા લઇ ને આવે છે અને આદર્શ અને એના બંને સાથી ઓફિસરો બેસી ને ચા પીવે છે. થોડી જ વાર માં વ્યવસ્થાપક રૂમ માં આવે છે અને એમના હાથ માં બે રજીસ્ટર અને એક લીસ્ટ તથા લેપટોપ હતું. આદર્શ રજીસ્ટર ચેક કરે છે અને બંને ઓફિસરો ને CCTV નું રેકોર્ડીંગ જોવાનું કહે છે. એક રજીસ્ટર માં રણોત્સવ માં રોકાયેલા તથા બુકિંગ થયેલા ટેન્ટ નું લીસ્ટ હતું, બીજા રજીસ્ટર માં રણોત્સવ માં સ્ટાફ નું લીસ્ટ હતું જેમાં એમની હાજરી ની નોંધ થતી જયારે એક લીસ્ટ માં આજે સી.એમ. અને એમના સાથે આવવાવાળા સ્ટાફ તથા મંત્રીઓ ના નામ હતા.

ક્રમશ ........

આદર્શ કઈ રીતે આ સાજીશ ને નાકામિયાબ બનાવે છે જાણવા માટે વાંચતા રહો સાજીશ....

ફ્રેન્ડસ જો તમને આ સ્ટોરી ગમે તો તમારા રીવ્યુ જરૂર થી આપશો......

તરુણ વ્યાસ.

Whatsapp. 9033390507

mail. vyas.tarun@yahoo.com