Safal Swapnashilpio - 4 Kishorbhai Khambhayata Natvar Ahalpara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

Safal Swapnashilpio - 4 Kishorbhai Khambhayata

સફળ સ્વપ્નશિલ્પીઓ

(પ્રેરણાદાયી વ્યક્તિચિત્રો)

નટવર આહલપરા

• પ્રકાશક •

ગુજરાતી પ્રાઇડ



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


SAFAL SWAPNASHILPIO

By

Natvar Ahalpara


સફળ સ્વપ્નશિલ્પીઓ

(પ્રેરણાદાયી વ્યક્તિચિત્રો)

નટવર આહલપરા


© Gujarati Pride



પ્રથમ આવૃત્તિ : ૨૦૧૪

પ્રકાશક : ગુજરાતી પ્રાઇડ

અ...ર્પ...ણ

જાત ઘસીને રાષ્ટ્રની સંસ્કૃતિનું

રક્ષણ કરનાર સૌને.

‘સફળ સ્વપ્નશિલ્પીઓ’ પુસ્તકના લેખકનો પરિચય

નટવર આહલપરા

સ્વ. નર્મદાબેન તથા સ્વ. પુરુષોત્તમભાઈના સુપુત્ર નટવર આહલપરા મૂળ ભાવનગરના પણ ૨૮ વર્ષથી રાજકોટનો કર્મભૂમિ બનાવી છે. સામાજિક, સાહિત્યિક, સાંસ્કૃતિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે તેમનું પ્રદાન ઘણું છે. આહલપરા મિલનસાર, હસમુખા, પરગજુપણાની ભાવના ધરાવતા સાહિત્યકાર, ઉમદા શિક્ષક, ઉદ્‌ઘોષક છે. પ્રતિષ્ઠિત સામયિકોનું સંપાદન પણ કરી રહ્યાં છે. ‘ગાંધીનગર સમાચાર’માં દર મંગળવારે ‘મોંઘેરા મોતી’, ‘જયહિન્દ’ દૈનિકની રવિપૂર્તિમાં લઘુકથા કૉલમ લખે છે.

‘શ્વાસ’, ‘કોરોકેનવાસ’ (નવલિકા), ‘હથેળીમાં નક્ષત્ર’, ‘ફણગો’, ‘ક્ષણે ક્ષણે સૂર્યોદય’ (લઘુકથા), ‘નિબંધ વિહાર’ (નિબંધ) અને ‘ખિલખિલાટ’માં (શિશુકથાઓ), ‘આપણે છીએ તો પરીક્ષા છે’ (નિબંધો), ‘અક્ષરોમાં આબ્લમ‘માં વ્યક્તિચિત્રોના પુસ્તકો પ્રકાશિત થયા છે. ચાર પુસ્તકો હવે પ્રગટ થશે. ચાર દાયકાથી પ્રતિષ્ઠિત સામયિકો, અખબારોમાં તેમની કૃતિઓ પ્રકાશિત ાય છે. ૧૫ નાટકોમાં અભિનય, ત્રણ નાટકોમાં દિગ્દર્શન કર્યું છે.

કલા, સાહિત્ય, શિક્ષણ, સંગીત, સામાજિક તેમજ સરકારશ્રીના કાર્યક્રમોમાં ‘પ્રવક્તા’ તરીકે સેવા આપનાર શ્રી આહલપરા આકાશવાણી-દૂરદર્શનના કલાકાર પણ છે. બી.એડ્‌.ની તાલીમ વિના ભાવનગર અને રાજકોટમાં ધો. ૧૦, ૧૨ તથા ય્.ઁ.જી.ઈ., ેં.ઁ.જી.ઈ. ના હજારો વિદ્યાર્થીઓનું માતૃભાષાથી ઘડતર કર્યું છે. આજે પણ ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ભણાવે છે. ગુજરાત સરકારના નર્મદા અને કલ્પસર વિભાગમાંથી ૨૦૦૮માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. હાલ રાજકોટમાં શૈક્ષણિક વક્તા અને કાઉન્સિલર સેવાઓ આપે છે. તેમનો મોબાઈલ નં. ૯૯૭૪૦ ૦૯૦૪૨ છે.

- મહેન્દ્ર શર્મા

ગુજરાતી પ્રાઇડ,

અમદાવાદ

નિવેદન

સ્ફૂર્તિ, ખુમારી અને ગરિમાથી જીવનસંઘર્ષો સામે ઝઝૂમી સફળ

થયેલા સ્વપ્નશિલ્પીઓ

અહીં પ્રેરણાદાયી જીવનચરિત્રો રજૂ કર્યાં છે. સ્ફૂર્તિ, ખુમારી અને ગરિમાથી જીવનસંઘર્ષો સામે ઝઝૂમી ટોચ ઉપર પહોંચેલા સફળ સ્વપ્નશિલ્પીઓ છે. શિક્ષણ પાઠશાળામાં ક્યાંક ઓછું ભણેલા પણ જીવન પાઠશાળામાં વધુ ભણેલા શિલ્પીઓ છે; તો ભણતર અને ગણતરથી સફળતાના શિખર સુધી પહોંચનારા પણ છે. સંસ્કૃતિની અને રાષ્ટ્રની ધરોહર સમી આ પ્રતિભાઓ યુવા ઉદ્યોગકારોને, વિદ્યાર્થીઓને માટે પાઠ્યપુસ્તક બની માર્ગદર્શક બની રહેશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. આજે ફાસ્ટ યુગ છે. સમય નથી. ઓછા સમયમાં લાંબું લાંબું નહીં પણ સંક્ષિપ્તમાં ઘણાં સંદેશ આપી જાય તેવા પાત્રો પ્રસ્તુત કર્યા છે. આશા છે કે તે સૌ આપના રાહબર અવશ્ય બનશે. અમદાવાદ પ્રેમ સાથે સંકળાયેલા મારા અને મહેન્દ્રભાઈના મિત્ર સુરેશભાઈ ઠક્કરનો વિચાર સાકાર થયો તેથી તેમનો પણ હૃદયથી આભારી છું. મને અને મહેન્દ્રભાઈ શર્માને સહકાર આપનાર સ્વપ્નશિલ્પીઓનો આભાર માનું છું.

- નટવર આહલપરા

તા. ૨૦-૦૯-૨૦૧૪

‘શ્રી પવનતનય’ ૩, વિમલનગર,

યુનિવર્સિટી રોડ, રાજકોટ-૫

મો. ૯૯૭૪૦ ૦૯૦૪૨

ક્ષણે ક્ષણે નવું સંશોધન, સ્ટેનલેસ હાર્ડવેર વિશ્વમાં નવી- નવી

શોધ કરતા રહેતા

ઉદ્યોગકાર કિશોરભાઈ ખંભાયતા

કિશોરભાઈ કહે છે કે, “ડુનેક્ષ’માં વર્કસ કરતાં એન્જિનિયર, ડિઝાઇનર, મશીનિસ્ટ, મેનેજર, ક્લાર્ક, ચોકીદાર વગેરે મળીને મારા બસો હાથ છે. ઝાડ પાંદડાંથી શોભે છે. પાન ન હોય તો ઠૂંઠું લાગે છે. સૌને બારેમાસ રોજીરોટી મળતી રહે તે માટે હું સતત ધ્યાન રાખું છું.’

તેમને નાની ઉંમરે ૧૯૯૧માં કેનિયાનો ઇન્ટરનેશનલ એરપોર્ટ ડ્યૂટી ફ્રી શોપ કોન્ટ્રેક્ટ મળ્યો હતો. પછી તો પ્રગતિના પગથિયાં ચઢતા કિશોરભાઈને દુબઈમાં સૌથી મોટો ગ્રુપ અલઝુરે દ્વારા ડ્યૂટી ફ્રી શોપ બનાવવા માટેનો આશરે સાઇઠ લાખ ડૉલરનો કોન્ટ્રેક્ટ પણ હાંસલ થયો હતો.

ડુનેક્ષ એટલે કંઈક નવું કરો. શ્રી કિશોરભાઈએ ભવિષ્ય માટે વિચાર્યું છે કે, ‘હાર્ડવેરની રેંજ દુનિયામાં મોટી છે. લક્ઝરિયસ માણસોને તેની જરૂર પડે જ છે. વરસાદની રાહ જોવી પડે તેમ મારા આ ધંધામાં રાહ નહીં જોવી પડે.’ તેમણે સ્ટેનલેસ સ્ટીલ હાર્ડવેરમાં એવી-એવી શોધ કરી છે. તેના કૉપીરાઇટ પોતાની પાસે રાખ્યા નથી. ભલે બધા મારી ટેકનિકનો લાભ મેળવે. ખરેખર, આ વિશાળ દૃષ્ટિને ફરી વાર અભિનંદન.

કિશોરભાઈને અંધશ્રદ્ધા બાબતે બહુ જ દુઃખ છે. અંધશ્રદ્ધાથી લૂંટાતા લોકોને જાગૃત થવા તેઓ હાંકલ કરે છે. અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા છે. વ્યવહાર અને વ્યવસાયમાં છેતરાઈએ નહીં તેથી દરેક વ્યક્તિએ અંગ્રેજી શીખવું જ જોઈએ.

કિશોરભાઈને અંધશ્રદ્ધા બાબતે બહુ જ દુઃખ છે. અંધશ્રદ્ધાથી લૂંટાતા લોકોને જાગૃત થવા તેઓ હાંકલ કરે છે. અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા છે. વ્યવહાર અને વ્યવસાયમાં છેતરાઈએ નહીં તેથી દરેક વ્યક્તિએ અંગ્રેજી શીખવું જ જોઈએ.

શિક્ષણ તેમનો પ્રિય વિષય છે. આવનારી પેઢી શિક્ષિત બને તે માટે તેઓ ચિંતિત છે. જ્યાં શિક્ષણની જરૂરિયાત ઊભી થાય છે ત્યાં તેઓ તત્પર રહે છે.

કિશોરભાઈમાં નાનપણથી જ કંઈક કશુંક કરી દેખાડવાની તમન્ના હતી. એટલે તેઓ ૧૯૭૪માં નોકરી-ધંધા અર્થે મુંબઈ ગયા. સાહસ અને પરિશ્રમયાત્રા શરૂ થઈ. ઑગસ્ટ ૧૯૭૫નો સમય હતો અને તેઓ સ્ટીમ્બર દ્વારા દુબઈ ગયેલા. માત્ર બારસો રૂપિયાની નોકરીથી કઠિન દિવસોમાં શ્રીગણેશ કર્યાં, પણ પાછા ન પડ્યા.

નાની વયે તેઓએ ૧૯૮૨માં દુબઈ ખાતે ટીકવુડ ઇન્ટીરિયર નામની પોતાની કંપનીનો પ્રારંભ કર્યો.

જોકે આજે કિશોરભાઈના પુત્ર કેતનભાઈ તેમની સાથે વ્યવસાયમાં ખભેખભા મિલાવી રહ્યા છે. કેતનભાઈ સાથે વાત કરતા તેમના વિચારો જાણ્યા, એ અહીં પ્રસ્તુત છે :

‘ભારતમાં મોંઘવારી ઘટે તો પરદેશમાં નોકરી કરવા કરતાં ભારતમાં વધુ તક મળે તેમ છે. આજે ભારતના યુવાનો યુ.એસ. જવા ખૂબ રાજી હોય છે પણ ત્યાં ગયા પછી કેટલાકને ટોયલેટ સાફ કરી ગુજરાન ચલાવવું પડે છે. પોતાનું કામ ભારતમાં કરવા માટે સૂગ ઉપજે છે. લોકોને ભારતની પ્રોડક્ટ ખરીદવાને બદલે પરદેશની પ્રોડક્ટ વાપરવાનું ઘેલું લાગ્યું છે તે પાગલપણું છે. અહીં વસ્તુ હોય ત્યારે કિંમત થતી નથી, ન હોય ત્યારે કિંમત થાય છે. યુવાનોમાં દેશભાવના જાગે તે જરૂરી છે. યુવાનો પાસે માહિતી માટે ઇન્ટરનેટ, ફેસબુકના માધ્યમો છે પણ તેનો દુરુપયોગ ન થવો જોઈએ. પરદેશમાં રેસ્ટોરન્ટ ખાલી હોય છે જ્યારે ભારતમાં વાસી ખાવા માટે લોકો લાઈનમાં ઊભા રહે છે. લોકો ફાલતુ વાતચીતમાં બહુ રસ લે છે અને સમય બગાડે છે. અકસ્માત થયા પચી માણસને બચાવવાને બદલે ૧૦૮ બોલાવવા કરતાં તમાશો જુએ છે.’

ઉદ્યોગ વિશેના કેતનભાઈ ખંભાયતાના વધુ વિચારો જાણીએ તો :

‘ઓવરઑલ માર્કેટમાં આજે સ્ટેનલેસ સ્ટીલ હેન્ડલની લગભગ હજારો ડિઝાઈન બનતી હશે પણ ડુનેક્ષમાં અમે કસ્ટમરને ગુણવત્તાપૂર્ણ ઉત્પાદન સમયસર આપીએ છીએ. જે ડિઝાઈન ચાલતી ન હોય તેને ડિસકન્ટિન્યૂ કરીએ છીએ અને રનિંગ ડિઝાઈન આપીએ છીએ. ફેબ્રિકેશનમાં રેલિંગ, સ્ટેરકેસમાં અમે અત્યારે વધારે ધ્યાન આપી મોટા પ્રોજેક્ટ લઈએ છીએ. તેમાં ફાઈવસ્ટાર હૉટલ, મૅગા મોલ અને લક્ઝરિયસ એપાર્ટમેન્ટ મુખ્ય હોય છે. જર્મન તથા અમેરિકન કંપની સાથે પણ કામ કરીએ છીએ. ડુનેક્ષમાં યુ.પી., બિહાર, નેપાળ અને ગુજરાતના લોકો કામ કરે છે. સમગ્ર એશિયામાં મોડ્યુલર સ્ટેરકેસ અમારા સિવાય બીજા કોઈ બનાવતા નથી. યુરોપ, યુ.એસ. તેમજ મીડલઇસ્ટ કન્ટ્રીમાં અમારા ઘણા કસ્ટમર છે. અમે રજાઓમાં પણ કામ કરીએ છીએ. કામ ખૂબ છે.’

કેતનભાઈ અંગ્રેજી માધ્યમમાં ભણ્યા છે. બી.કોમ.નું પહેલું વર્ષ કર્યું છે. શાંત, ઓછાબોલા છે પણ તેમના અંદરનો તરવરાટ ઘણો સકારાત્મક છે. તેઓ ક્ષણેક્ષણે નવું વિચારે છે. ઓટોમાઇઝેશનનો વ્યવસાય કરવા વિચારે છે.

‘ડુનેક્ષ’ મેટલ્સને ઉદ્યોગક્ષેત્રમાં ઉત્તમ કારીગરી અને ઉત્પાદન માટે રાષ્ટ્રીય ઍવોડ્‌ર્ઝ મળ્યા છે. ઔદ્યોગિક ક્ષેત્રે કંઈક નવીનતા દર્શાવવા માટે જર્મનીનો ‘રેડડોટ’ ઍવોર્ડ મેળવવા ઘણી મોટી આંતરરાષ્ટ્રીય કંપનીઓ સ્પર્ધામાં હોય છે. પરંતુ તાજેતરમાં જ કિશોરભાઈના સુપુત્ર કેતનભાઈ ‘ડુનેક્ષ’ મેટલ્સને ઉત્પાદન-ગુણવત્તા તથા નવીનતા માટે જર્મનીનો ઍવોર્ડ અપાયો છે. હાર્ડવેર માટે ભારતને મળનારો આ પહેલો ઍવોર્ડે દેશના ગૌરવ શિખરને વધુ ઊંચું કર્યું છે.

રાજકોટના પાદરે નેશનલ હાઈવેથી બહુ નજીક ડુનેક્ષ મેટલ્સ નામનું ઉદ્યોગ સંકુલ ૪ એકરમાં આવેલું છે. આ સંકુલ રમણીય બગીચામાં છે. પર્યાવરણરક્ષક, પંખીપ્રેમી, વૃક્ષને ઉછેરવામાં, જતન કરવામાં જેને બહુ જ આનંદ આવે છે એવા સાહસિક, મહેનતુ અને નિખાલસ દિલના માલિક કિશોરભાઈ ખંભાયતા સાથે હમણાં હમણાં બે-ત્રણ વાર તેમના પરિચય અર્થે મળવાનું થયું, જે મુલાકાત હજારો યુવાનો માટે પ્રેરક બની રહેશે.

કિશોરભાઈ કહે છે કે, ‘મારી ફેક્ટરીમાં બગીચો નહીં, પણ બગીચામાં ફેક્ટરી છે. જુઓ, આ જગ્યામાં મેં જમરૂખડી, ચીકુડી, અંજીર, શેતુર, સીતાફળી, આંબો, મીઠી આંબલી, રાવણાનાં વૃક્ષો વાવ્યાં છે. વૃક્ષોનું બરાબર ધ્યાન રાખું છું. પાણી, ખાતર અપાય છે. મારે ધંધાર્થે વારંવાર દુબઈ જવાનું થાય છે, પણ ભલે થાય. બે માણસોને વૃક્ષો માટે રાખશું. જુઓ, આ ભરઉનાળે પતંગિયાં ઊડે છે ને ! દેવચકલી, કાબર, ખિસકોલી, કબૂતરો માળો કરીને બેઠા છે ને ? પંખીના માળા વીંખાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખીએ છીએ. હું પંખીને ચણ નાખતો નથી. કારણ આજે ચણ નાખું ને કાલે હું દુબઈ હોઉં, પંખી નિસાસા નાખી ચાલ્યા જાય. તેના કરતાં તેને બારેમાસ ખોરાક મળી રહે તેથી બગીચામાં ફળઝાડ ઉછેર્યાં છે. ખાટી આમલી વાવવી છે, જેનું આયુષ્ય બસો વર્ષનું હોય છે. મારી ગેરહાજરીમાં પણ આ બધું ટકી રહે.’ કેવી દૃષ્ટિ !

‘ડુનેક્ષ મેટલ્સની આ જગ્યા મેં લીધી ત્યારે બે કાળિયા કૂતરા સાથે આવ્યા છે, જેણે આજે પણ મારી જગ્યા છોડી નથી. હું પણ તેનું ખાસ ધ્યાન રાખું છું. ઉનાળામાં તેના માટે ઠંડક મળે તેવી ખાસ બખોલ કરી છે. ચોકીદારના પત્ની કૂતરા માટે રોજ સાંજે દૂધ, રોટલા બનાવીને ખવડાવે છે.’

વૃક્ષો પ્રત્યે કિશોરભાઈને ભારે પ્રેમ છે, તેનું ઉદાહરણ આ પ્રમાણે છે. કારખાનામાં પ્રવેશ કરતા ડાબી બાજુની દીવાલે થોડે દૂર જાંબુડો ઊભો છે. દોઢ ફૂટ જગ્યા બાજુના કારખાનેદાર પાસે શરતચૂકથી વહી ગઈ છે. વાડોશી કારખાનેદારે જાંબુડો કાપવાની વાત કરી ત્યારે કિશોરભાઈએ તેમને સમજાવ્યા : ‘જો ભાઈ, દોઢ ફૂટ જગ્યા મારી ગઈ છે, છતાં મારે તમારી સાથે કાયદાકીય તકરાર કરવી નથી. પણ તમને એટલું જ કહેવું છે કે જાંબુડો કાપવાનો નથી. તમારા કારખાનામાં પાંદડાં ખરે છે, એટલું જ ને ? તેને વાળી લેવાના. જાંબુડો છાંયો આપે છે, ઉનાળામાં એરકંડિશન જેવી ઠંડક આપે છે, એ ગુણો જુઓને !’ બંનેની સમજૂતી પછી આજે પણ જાંબુડો એમ ને એમ અકબંધ ઊભો છે. કહેવાનું મન થાય કે, ‘વૃક્ષ જતન, આબાદ વતન’ એમ કહેવું જ પડે.

રવીન્દ્રનાથ ટાગોરની પંક્તિ મને અહીં યાદ આવે છે : ‘મેં વૃક્ષને કહ્યું : મને ભગવાન વિશે શું કહેશો ? અને વૃક્ષ ખીલી ઊઠ્યું !’

કિશોરભાઈએ પ્રાથમિક શિક્ષણ રાજકોટની કસ્તૂરબા વિદ્યાલયમાં અને માધ્યમિક ટૅકનિકલ વિષયો સાથે આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં લીધું છે.

પિતાએ આપેલા હૃદયસ્પર્શી પ્રેરક પ્રસંગને વર્ણવતા તેઓ કહે છે, ‘મારા પિતા ૧૯૪૬માં એક-બે ઓરડાની નિશાળો બંધાતી તેના છાપરા બાંધવાનું કામ કરતા. ત્યારે તેમણે મને કહેલું - ‘જો ભાઈ, વણિક લોકોને ધંધો કરવામાં ખૂબ ભણવું પડે પણ આપણી પાસે તો સો રૂપિયાના લોઢા (હથિયાર) હોય એટલે આપણે કારીગર, મિસ્ત્રી કે કંટ્રાટી બની જઈએ.’ પિતાની સોના જેવી આ શીખ કિશોરભાઈ માટે આજે શિખર સમાન પુરવાર થઈ છે. તેઓ હજુ વધુ ને વધુ ઊંચાઈ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા.

મોબાઈલ નં. ૯૮૯૮૩ ૬૬૨૦૦

Email : info@dunexmetal.com

સંદેશ :

કિશોરભાઈ સંદેશ આપતાં કહે છે કે, “ડુનેક્ષ’માં વર્કસ કરતાં એન્જિનિયર, ડિઝાઈનર, મશીનિસ્ટ, મેનેજર, ક્લાર્ક, ચોકીદાર વગેરે મળીને મારા બસો હાથ છે. પાંદડાં વિનાનું વૃક્ષ ઠૂંઠું લાગે છે તેમ મારા વર્કર્સ વિના હું પણ કેવો લાગું ?’