Safal Swapnashilpio - 6 Bharatbhai Gajipara books and stories free download online pdf in Gujarati

Safal Swapnashilpio - 6 Bharatbhai Gajipara

સફળ સ્વપ્નશિલ્પીઓ

(પ્રેરણાદાયી વ્યક્તિચિત્રો)

નટવર આહલપરા

• પ્રકાશક •

ગુજરાતી પ્રાઇડ



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


SAFAL SWAPNASHILPIO

By

Natvar Ahalpara


સફળ સ્વપ્નશિલ્પીઓ

(પ્રેરણાદાયી વ્યક્તિચિત્રો)

નટવર આહલપરા

© Gujarati Pride



પ્રથમ આવૃત્તિ : ૨૦૧૪

પ્રકાશક : ગુજરાતી પ્રાઇડ

અ...ર્પ...ણ

જાત ઘસીને રાષ્ટ્રની સંસ્કૃતિનું

રક્ષણ કરનાર સૌને.

‘સફળ સ્વપ્નશિલ્પીઓ’ પુસ્તકના લેખકનો પરિચય

નટવર આહલપરા

સ્વ. નર્મદાબેન તથા સ્વ. પુરુષોત્તમભાઈના સુપુત્ર નટવર આહલપરા મૂળ ભાવનગરના પણ ૨૮ વર્ષથી રાજકોટનો કર્મભૂમિ બનાવી છે. સામાજિક, સાહિત્યિક, સાંસ્કૃતિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે તેમનું પ્રદાન ઘણું છે. આહલપરા મિલનસાર, હસમુખા, પરગજુપણાની ભાવના ધરાવતા સાહિત્યકાર, ઉમદા શિક્ષક, ઉદ્‌ઘોષક છે. પ્રતિષ્ઠિત સામયિકોનું સંપાદન પણ કરી રહ્યાં છે. ‘ગાંધીનગર સમાચાર’માં દર મંગળવારે ‘મોંઘેરા મોતી’, ‘જયહિન્દ’ દૈનિકની રવિપૂર્તિમાં લઘુકથા કૉલમ લખે છે.

‘શ્વાસ’, ‘કોરોકેનવાસ’ (નવલિકા), ‘હથેળીમાં નક્ષત્ર’, ‘ફણગો’, ‘ક્ષણે ક્ષણે સૂર્યોદય’ (લઘુકથા), ‘નિબંધ વિહાર’ (નિબંધ) અને ‘ખિલખિલાટ’માં (શિશુકથાઓ), ‘આપણે છીએ તો પરીક્ષા છે’ (નિબંધો), ‘અક્ષરોમાં આબ્લમ‘માં વ્યક્તિચિત્રોના પુસ્તકો પ્રકાશિત થયા છે. ચાર પુસ્તકો હવે પ્રગટ થશે. ચાર દાયકાથી પ્રતિષ્ઠિત સામયિકો, અખબારોમાં તેમની કૃતિઓ પ્રકાશિત ાય છે. ૧૫ નાટકોમાં અભિનય, ત્રણ નાટકોમાં દિગ્દર્શન કર્યું છે.

કલા, સાહિત્ય, શિક્ષણ, સંગીત, સામાજિક તેમજ સરકારશ્રીના કાર્યક્રમોમાં ‘પ્રવક્તા’ તરીકે સેવા આપનાર શ્રી આહલપરા આકાશવાણી-દૂરદર્શનના કલાકાર પણ છે. બી.એડ્‌.ની તાલીમ વિના ભાવનગર અને રાજકોટમાં ધો. ૧૦, ૧૨ તથા ય્.ઁ.જી.ઈ., ેં.ઁ.જી.ઈ. ના હજારો વિદ્યાર્થીઓનું માતૃભાષાથી ઘડતર કર્યું છે. આજે પણ ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ભણાવે છે. ગુજરાત સરકારના નર્મદા અને કલ્પસર વિભાગમાંથી ૨૦૦૮માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. હાલ રાજકોટમાં શૈક્ષણિક વક્તા અને કાઉન્સિલર સેવાઓ આપે છે. તેમનો મોબાઈલ નં. ૯૯૭૪૦ ૦૯૦૪૨ છે.

- મહેન્દ્ર શર્મા

ગુજરાતી પ્રાઇડ,

અમદાવાદ

નિવેદન

સ્ફૂર્તિ, ખુમારી અને ગરિમાથી જીવનસંઘર્ષો સામે ઝઝૂમી સફળ

થયેલા સ્વપ્નશિલ્પીઓ

અહીં પ્રેરણાદાયી જીવનચરિત્રો રજૂ કર્યાં છે. સ્ફૂર્તિ, ખુમારી અને ગરિમાથી જીવનસંઘર્ષો સામે ઝઝૂમી ટોચ ઉપર પહોંચેલા સફળ સ્વપ્નશિલ્પીઓ છે. શિક્ષણ પાઠશાળામાં ક્યાંક ઓછું ભણેલા પણ જીવન પાઠશાળામાં વધુ ભણેલા શિલ્પીઓ છે; તો ભણતર અને ગણતરથી સફળતાના શિખર સુધી પહોંચનારા પણ છે. સંસ્કૃતિની અને રાષ્ટ્રની ધરોહર સમી આ પ્રતિભાઓ યુવા ઉદ્યોગકારોને, વિદ્યાર્થીઓને માટે પાઠ્યપુસ્તક બની માર્ગદર્શક બની રહેશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. આજે ફાસ્ટ યુગ છે. સમય નથી. ઓછા સમયમાં લાંબું લાંબું નહીં પણ સંક્ષિપ્તમાં ઘણાં સંદેશ આપી જાય તેવા પાત્રો પ્રસ્તુત કર્યા છે. આશા છે કે તે સૌ આપના રાહબર અવશ્ય બનશે. અમદાવાદ પ્રેમ સાથે સંકળાયેલા મારા અને મહેન્દ્રભાઈના મિત્ર સુરેશભાઈ ઠક્કરનો વિચાર સાકાર થયો તેથી તેમનો પણ હૃદયથી આભારી છું. મને અને મહેન્દ્રભાઈ શર્માને સહકાર આપનાર સ્વપ્નશિલ્પીઓનો આભાર માનું છું.

- નટવર આહલપરા

તા. ૨૦-૦૯-૨૦૧૪

‘શ્રી પવનતનય’ ૩, વિમલનગર,

યુનિવર્સિટી રોડ, રાજકોટ-૫

મો. ૯૯૭૪૦ ૦૯૦૪૨

શ્રેષ્ઠ નાગરિકોના ઘડતર માટે બીજ રોપતી સર્વોદય સ્કૂલ્સ

અને કૉલેજના સફળ

સંચાલક ભરતભાઈ ગાજીપરા

એક ક્ષણથી બીજી ક્ષણ સુધીની જાગ્રત સફર એટલે જ શિક્ષણ !

- જે કૃષ્ણમૂર્તિ

પ્રકૃતિના ચાહક ભરતભાઈ કુદરતના ખોળે ખૂબ રખડ્યાં છે, ફર્યાં છે, પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા સ્થળે તેઓએ નદી, નાળાં, પર્વતો, દરયો અને અફાટ કુદરતનાં નજરાણાને મન ભરીને માણ્યા છે. પાણી, ગીર ગાય, ગાય આધારિત કૃષિનું કાર્ય કરતી જળ ક્રાંતિ ટ્રસ્ટ સંસ્થામાં તેઓ સેવક તરીકે જોડાયા છે. તેમનાં સ્મરણ સામે યાગદાર અકસ્માતો ‘કહેવાતા ધર્મગુરૂ સાથે ચર્ચા દરમિયાન શ્રદ્ધા-અંધશ્રદ્ધા માટે ભયંકર અકસ્માત તાજો છે અને તેથી જ જગતની વિશાળ સૃષ્ટિનું નિર્માણ કરનાર શક્તિને હું શ્રદ્ધાથી નમું છું. અશિક્ષિત માણસોને છેતરવાની વાત, ધાર્મિકવેડા, અંધશ્રદ્ધા, શોષણ આ બધી વાતોથી નફરત હતી. આમાથી બહાર કેમ આવવું તે પ્રશ્નોની ગડમથલ હંમેશાં મારી અંદર ચાલ્યા જ કરતી. શિક્ષિત થવું છે, એટલો ખ્યાલ તો નિશ્ચિત થયેલો. પણ આગળ કંઈ સમજી કે વિચારી નહોતો શકતો.

આ જ સમયે કોણ જાણે કેમ સ્વામી સચ્ચિદાનંદ અને ગુણવંત શાહનાં પુસ્તકો તેમના હાથે ચડ્યા. પુસ્તકો રસ લઈ વાંચવાનું શરૂ કર્યું. અધ્યયન કરવાથી ખોટી માન્યતાઓના વિરોધ માટેના તેમના વિચારોને ખૂબ જ દૃઢ પોષણ મળ્યું. ભરતભાઈ વધારે આત્મવિશ્વાસથી જીવવા લાગ્યા. તેમની શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પણ અંધશ્રદ્ધાની દૂર રાખી મૂલ્યલક્ષી શિક્ષણ અપાય તેવી વ્યવસ્થા કરી છે અને નિત્ય પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા મૂલ્યલક્ષી શિક્ષણ પૂરું પડાય છે.

આર્થિક રીતે એક ગરીબ દીકરીને પાયલોટ થવાની ઉત્કંઠા હતી ત્યારે તેઓએ તેમના ગ્રુપ દ્વારા આર્થિક રીતે મદદ કરી હતી.

ઘણીવાર ગામના પાળિયા પૂજવાને બદલે બીજાના ગામના પાળિયા પૂજવા એ ક્યાંનો ન્યાય ? પરંતુ આ વૃત્તિ ભરતભાઈમાં નથી. તેઓએ તેમનાં ગામ ગઢાળી પ્રત્યે અપાર સ્નેહ છે. મૂકસેવક બની તેમણે ગામની શાળાનું સમારકામ કરાવ્યું છે. ગામના લોકોના શ્રમથી અને ફંડથી ગામની નદી ઉપર ચેકડેમો બનાવ્યા છે. કપડાં ધોવા તથા નહાવા માટે એક ઘાટ, પંખીઓ માટે ચબૂતરો, ઢોરને પાણી પીવા માટે અવેડો બનાવડાવ્યો છે. ગામને વધુ હરિયાળું બનાવવા વૃક્ષો વાવ્યાં છે. સમાજ સંપીને ખભે-ખભા મિલાવીને કામ કરે એવી લાગણીને વહેતી કરે છે. પોતે ઘસાઈને બીજાને ઊજળા કરી બતાવવામાં ભરતભાઈને આનંદ અને સંતોષ થાય છે.

જેનામાં વિદ્યા નથી, તપ નથી, દાન

નથી, જ્ઞાન નથી, શીલ નથી, ગુણ નથી

અને ધર્મ નથી, તે શીંગડાં વિનાના પશુ

જેવો માનવી આ પૃથ્વી પર ભારરૂપ છે.

ઉપરોક્ત સુભાષિતના વિચારોને જેમણે પોતાનાં જીવનમાં ઉતાર્યા છે એવા પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વનું નામ છે : ભરતભાઈ ગાજીપરા.

‘સંસ્થા સ્થાપવાનો ધ્યેય એવા નાગરિકોનું ઘડતર કરવાનો છે કે, જે અભ્યાસ પૂર્ણ કર્યે પોતાના કુટુંબ, સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી બની ગૌરવ અપાવે.’

ઉપરોક્ત હકારાત્મક વિચારોના માલિક ભરતભાઈ કહે છે કે, ‘શિક્ષણ સેવાયાત્રા પથ ઉપર ચાલતા-ચાલતા આજના યુગમાં વદ્યાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ આપી રહ્યો છું. કેમ કે મારા અભ્યાસકાળ દરમિયાન પડેલી મુશ્કેલીઓથી હું વાકેફ હતો જ. આજે આધુનિક સુવિધાથી સજ્જ ડિજીટલ વર્ગખંડો સાથેના શાળા-ભવનો ધમધમી રહ્યાં છે. મારું સ્વપ્ન એક એવી શાળા સ્થાપવાનું હતું કે જ્યાં એક એવા ગુણવત્તા સભર નાગરિકનું ઘડતર થઈ શકે કે, જે પોતાની આજીવિકા મેળવવા તો સક્ષમ બને જ. પરંતુ સાથે-સાથે તે પોતાના પરિવાર, સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી નાગરિક બને. સ્થાપનાના ૧૯ વર્ષ પછી સર્વોદય શાળા ‘સર્વોદય એજ્યુકેશનલ નેટવર્ક’ના રૂપમાં એક વિશાળ ‘વટવૃક્ષ’માં પરિણી છે. આજે સર્વોદય શાળાઓમાં વિદ્યાર્થીઓને માતૃભાષા સાથે શ્રેષ્ઠ અંગ્રેજી અભિગમ સાથે શિક્ષણ અપાય છે. મારું એ પણ સ્વપ્ન હતું કે, જ્યાં વિદ્યાર્થી ભાર વિના ભણતર મેળવી શકે. તે પૂર્ણ દેખાઈ રહ્યું છે.’

જરૂર પડે ત્યાં દાનની સાથે ધ્યાનથી સરવાણી વહાવતા ભરતભાઈ ગાજીપરા ગરવા ગીરનાં ગઢાળી ગામે તા. ૨૯-૧૦-૧૯૬૫ના જન્મ્યા. પિતા મોહનભાઈ અને માતા શાંતાબહેનની અમૂલ્ય પાઠશાળામાંથી સંસ્કાર સિંચન પામેલા, તેઓ ગણિત વિષયમાં સ્.જીષ્ઠ. થયા અને મ્.ઈઙ્ઘ. ની ઉપાધિ મેળવી છે.

ભર્યાં-ભર્યાં વ્યક્તિત્વના આ માલિક રાજકોટમાં પોતાના સ્વપ્નની સર્વોદય સ્કૂલમાં ચેરમેન પદ શોભાવી, શિક્ષણ સરિતાને વહાવી રહ્યા ચે. રથના બંને પૈડાં સરખા હોય તો જ રથ બરાબર ચાલે. ભરતભાઈએ તા. ૦૮-૦૫-૧૯૯૦ના રોજ ગીરના ધાવા ગામના વતની એવા સુશ્રી ગીતાબહેન સાથે સંસાર જોડ્યો. ગીતાબહેન મ્.છ. ની ઉપાધિ મેળવી શિક્ષિત છે, વ્યવહારુ અને પ્રેમાળ પણ છે. ભરતભાઈના સસરા કરશનભાઈ ડૉક્ટર છે. તેમનાં વાંચના શોખને કારણે ગીતાબહેનમાં આ વારસો ઊતર્યો છે. તેમજ સગાઈ-સંબંધ સમયે ભરતભાઈના સસરાએ પ્રથમ ભેટ તરીકે પચીસ પુસ્તકો આપ્યાં હતાં. ગીતાબહેન પતિ ભરતભાઈની શિક્ષણ સેવાયાત્રામાં સહપ્રવાસી તરીકે સહાયભૂત થાય છે. ગીતાબહેન માત્ર ઘર નહીં પરંતુ સમગ્ર શાળાઓની પ્રબંધન વ્યવસ્થા જુએ છે અને સાથે-સાથે સામાજિક કાર્યોને પણ સંપૂર્ણ ન્યાય આપે છે. બે સંતાનોના આ માબાપ સંતાનોની પ્રગતમાં હંમેશાં સકારાત્મક વલણ અપનાવે છે અને એ પણ શિસ્તબદ્ધ રીતે અને સ્નેહપૂર્વક.

આજે બાળકો શાળાએ જતાં હોય, ત્યારે કોઈ મજૂર બોજો ઉપાડીને જતો હોય તેવું લાગે છે. ભરતભાઈએ અભિનવ પ્રયોગ કર્યો કે, બાળકો શાળાએ નોટુકના સ્થાને એક પ્લાસ્ટિક ફાઈલમાં માત્ર ૨૦-૨૫ જેટલા કાગળો લઈને આવે અને જે-તે વિષયનું લેખન કાર્ય કર્યા પછી ઘેર રાખેલ વિષય ફાઈલમાં ક્રમાનુસાર કે કાગળો ગોઠવી દે. આજે તેમની શાળાઓના બાળકો હળવાફૂલ થઈને શાળાએ આવે છે અને હસતાં-રમતાં બોજા વગરની સ્કૂલબેગ લઈ વણથાક્યે ઘેર પહોંચે છે.

તેઓ કહે છે કે, ‘હું’ બાળકોના ખભેથી પુસ્તકો અને નોટબુક્સનો ભાર હળવો કરી શક્યો એનો મને ખૂબ જ આનંદ છે. વાલીશ્રીઓ પણ ખૂબ જ સંતોષ અનુભવે છે. કે, તેમનાં બાળકોને બોજો ઉપાડવો પડતો નથી.’

ભરતભાઈ સકારાત્મક વિચારોની પુષ્ટિ કરતાં કહે છે કે ‘આજનો યુગ ૨૪ ટ ૭ છે. એટલે કે, ૨૪ કલાક અને ૭ દિવસ કામ કરવું. પરંતુ જો તેમાં પાછળ રહીએ, તો વિકાસ રુંધાય છે. સાથો-સાથ પ્રોફેશન, નોકરી કે વ્યવસાય, ગમે તે ક્ષેત્ર વૈશ્વિક બન્યું છે. અને તે સ્તર કાયમ રાખવા માટે એક સર્વ સામાન્ય ભાષા અંગ્રેજી છે. આજે સર્વોદય સ્કૂલમાં ધો. ૧થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓને અંગ્રેજીનું સીધું અને સચોટ શિક્ષણ અપાય છે. પરંતુ સાથે અંગ્રેજી ભાષા પણ સરળતાથી શીખે તે પણ તેટલું જ અગત્યનું છે.

ખરા અર્થમાં સર્વોદય એજ્યુકેશનલ નેટવર્ક સર્વાંગી વિકાસ થાય તેવું શિક્ષણ આપતી સંસ્થા છે. રાજકોટ નજીક ડોલરા ગામમાં ભરભાઈ અને ગીતાબહેનનું પર્યાવરણ, પ્રકૃત્તિ, પક્ષી, વિદ્યાર્થી, પરિવાર માટે હૈયું ઠરી જાય તેવું મનભાવન ફાર્મ હાઉસ છે. ખરા અર્થમાં આ દંપતી ગૌ ભક્ત પણ છે. વેદિક રીતે તેઓ ગાયોનું પૂજન અને જતન કરે છે.

દૃઢ સંકલ્પ, સાચી દિશા, કુશાગ્ર બુદ્ધિ, સખત પરિશ્રમ એ જ જીવનની સફળતા, આનંદ અને સુખ માટે જીવન છે. તેથી કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર માટે તેમજ સગા-સ્નેહી, મિત્રો માટે સમય મળી રહે તેટલું જ ધંધાકીય કાર્ય કરવું તેવો દૃઢ નિર્ધાર ધરાવતા શ્રી ભરતભાઈ જીવનની ફલશ્રુતિ આ પ્રમાણે વર્ણવે છે. ‘ધરતી પર જીવવા માટે પર્યાવરણની શુદ્ધતા ખૂબ જ જરૂરી છે. તેની જાળવણી માટે યથાયોગ્ય પ્રયત્નો કરી અને સમાજ જાગૃતિ લાવવી.’

ખરેખર, જીવનની ક્ષણે-ક્ષણને માણી રહેલા માનવ અને પ્રકૃતિપ્રેમી, રાષ્ટ્રભક્ત, શિક્ષણવિદ ભરતભાઈને શુભેચ્છા. તેમના સુંદર વિચારો, કલ્પનાઓ અને સંવેદના વધુ ને વધુ સાકાર થાય અને રાષ્ટ્રના સીમાડા સુધી પહોંચે તેવી પુનઃ શુભકામનાઓ આપતા કહીએ,

‘સારા વિચાર રાખવા એ આંતરિક સુંદરતાની નિશાની છે.’

અને રોબર્ટ ગ્રીન એમ કહે કે,

‘નાના બાળકના સ્મિત જેટલું પુણ્ય સ્વરૂપ બીજું કશુંય નથી.’

સર્વોદય સ્કૂલ, પી.ડી.એમ. કૉલેજ પાછળ, ગોંડલ રોડ, રાજકોટ

મો. : ૯૯૨૫૦ ૯૯૧૯૯,

Email : sarvodaya.school@yahoo.com.in

સંદેશ :

ભરતભાઈ ગાજીપરા સંદેશ આપતા કહે છે કે : ‘મારું સ્વપ્ન એક એવી શાળા સ્થાપવાનું હતું કે, જ્યાં ગુણવત્તાસભર નાગરિકનું ઘડતર થઈ શકે કે, જેઓ પોતાની આજીવિકા મેળવવા તો સક્ષમ બને પરંતુ સાથેસાથે તે પોતના પરિવાર, સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી નાગરિક બને.’

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED