Safal Swapnashilpio - 2 - Sunilbhai Sinroja Natvar Ahalpara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Safal Swapnashilpio - 2 - Sunilbhai Sinroja

સફળ સ્વપ્નશિલ્પીઓ

(પ્રેરણાદાયી વ્યક્તિચિત્રો)

નટવર આહલપરા

• પ્રકાશક •

ગુજરાતી પ્રાઇડ




© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


SAFAL SWAPNASHILPIO

By

Natvar Ahalpara


સફળ સ્વપ્નશિલ્પીઓ

(પ્રેરણાદાયી વ્યક્તિચિત્રો)

નટવર આહલપરા


© Gujarati Pride



પ્રથમ આવૃત્તિ : ૨૦૧૪

પ્રકાશક : ગુજરાતી પ્રાઇડ

અ...ર્પ...ણ

જાત ઘસીને રાષ્ટ્રની સંસ્કૃતિનું

રક્ષણ કરનાર સૌને.

‘સફળ સ્વપ્નશિલ્પીઓ’ પુસ્તકના લેખકનો પરિચય

નટવર આહલપરા

સ્વ. નર્મદાબેન તથા સ્વ. પુરુષોત્તમભાઈના સુપુત્ર નટવર આહલપરા મૂળ ભાવનગરના પણ ૨૮ વર્ષથી રાજકોટનો કર્મભૂમિ બનાવી છે. સામાજિક, સાહિત્યિક, સાંસ્કૃતિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે તેમનું પ્રદાન ઘણું છે. આહલપરા મિલનસાર, હસમુખા, પરગજુપણાની ભાવના ધરાવતા સાહિત્યકાર, ઉમદા શિક્ષક, ઉદ્‌ઘોષક છે. પ્રતિષ્ઠિત સામયિકોનું સંપાદન પણ કરી રહ્યાં છે. ‘ગાંધીનગર સમાચાર’માં દર મંગળવારે ‘મોંઘેરા મોતી’, ‘જયહિન્દ’ દૈનિકની રવિપૂર્તિમાં લઘુકથા કૉલમ લખે છે.

‘શ્વાસ’, ‘કોરોકેનવાસ’ (નવલિકા), ‘હથેળીમાં નક્ષત્ર’, ‘ફણગો’, ‘ક્ષણે ક્ષણે સૂર્યોદય’ (લઘુકથા), ‘નિબંધ વિહાર’ (નિબંધ) અને ‘ખિલખિલાટ’માં (શિશુકથાઓ), ‘આપણે છીએ તો પરીક્ષા છે’ (નિબંધો), ‘અક્ષરોમાં આબ્લમ‘માં વ્યક્તિચિત્રોના પુસ્તકો પ્રકાશિત થયા છે. ચાર પુસ્તકો હવે પ્રગટ થશે. ચાર દાયકાથી પ્રતિષ્ઠિત સામયિકો, અખબારોમાં તેમની કૃતિઓ પ્રકાશિત ાય છે. ૧૫ નાટકોમાં અભિનય, ત્રણ નાટકોમાં દિગ્દર્શન કર્યું છે.

કલા, સાહિત્ય, શિક્ષણ, સંગીત, સામાજિક તેમજ સરકારશ્રીના કાર્યક્રમોમાં ‘પ્રવક્તા’ તરીકે સેવા આપનાર શ્રી આહલપરા આકાશવાણી-દૂરદર્શનના કલાકાર પણ છે. બી.એડ્‌.ની તાલીમ વિના ભાવનગર અને રાજકોટમાં ધો. ૧૦, ૧૨ તથા ય્.ઁ.જી.ઈ., ેં.ઁ.જી.ઈ. ના હજારો વિદ્યાર્થીઓનું માતૃભાષાથી ઘડતર કર્યું છે. આજે પણ ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ભણાવે છે. ગુજરાત સરકારના નર્મદા અને કલ્પસર વિભાગમાંથી ૨૦૦૮માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. હાલ રાજકોટમાં શૈક્ષણિક વક્તા અને કાઉન્સિલર સેવાઓ આપે છે. તેમનો મોબાઈલ નં. ૯૯૭૪૦ ૦૯૦૪૨ છે.

- મહેન્દ્ર શર્મા

ગુજરાતી પ્રાઇડ,

અમદાવાદ

નિવેદન

સ્ફૂર્તિ, ખુમારી અને ગરિમાથી જીવનસંઘર્ષો સામે ઝઝૂમી સફળ

થયેલા સ્વપ્નશિલ્પીઓ

અહીં પ્રેરણાદાયી જીવનચરિત્રો રજૂ કર્યાં છે. સ્ફૂર્તિ, ખુમારી અને ગરિમાથી જીવનસંઘર્ષો સામે ઝઝૂમી ટોચ ઉપર પહોંચેલા સફળ સ્વપ્નશિલ્પીઓ છે. શિક્ષણ પાઠશાળામાં ક્યાંક ઓછું ભણેલા પણ જીવન પાઠશાળામાં વધુ ભણેલા શિલ્પીઓ છે; તો ભણતર અને ગણતરથી સફળતાના શિખર સુધી પહોંચનારા પણ છે. સંસ્કૃતિની અને રાષ્ટ્રની ધરોહર સમી આ પ્રતિભાઓ યુવા ઉદ્યોગકારોને, વિદ્યાર્થીઓને માટે પાઠ્યપુસ્તક બની માર્ગદર્શક બની રહેશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. આજે ફાસ્ટ યુગ છે. સમય નથી. ઓછા સમયમાં લાંબું લાંબું નહીં પણ સંક્ષિપ્તમાં ઘણાં સંદેશ આપી જાય તેવા પાત્રો પ્રસ્તુત કર્યા છે. આશા છે કે તે સૌ આપના રાહબર અવશ્ય બનશે. અમદાવાદ પ્રેમ સાથે સંકળાયેલા મારા અને મહેન્દ્રભાઈના મિત્ર સુરેશભાઈ ઠક્કરનો વિચાર સાકાર થયો તેથી તેમનો પણ હૃદયથી આભારી છું. મને અને મહેન્દ્રભાઈ શર્માને સહકાર આપનાર સ્વપ્નશિલ્પીઓનો આભાર માનું છું.

- નટવર આહલપરા

તા. ૨૦-૦૯-૨૦૧૪

‘શ્રી પવનતનય’ ૩, વિમલનગર,

યુનિવર્સિટી રોડ, રાજકોટ-૫

મો. ૯૯૭૪૦ ૦૯૦૪૨

પૂજા કે કોઈ ધાર્મિક વિધિ નહીં, પણ ‘કામ એ જ પૂજા’

સૂત્રને અનુસરતા

ઉદ્યોગપતિ સુનિલભાઈ સિનરોજા

સુનિલ સિનરોજા ગાંધીજીનું સૂત્ર સંદેશરૂપે આપતાં કહે છે કે, ‘હાસ્ય વગરની ગંભીરતા અને ગંભીરતા વગરનું હાસ્ય બંને એકબીજાથી ભિન્ન છે.’ આવી દીર્ઘદૃષ્ટિ ધરાવતા સુનિલ સિનરોજા પોતાના વ્યવસાયમાં ક્રાંતિ કરે અને સમાજને અને રાષ્ટ્રને ઉપયોગી થાય તેવી શુભકામના અને અભિનંદન એમને પહેલાં જ આપી દઈએ.

યુવાનોને પ્રગતિ હાંસલ કરવા માટે ટિપ્સ આપતાં સુનિલ સિનરોજા કહે છે, “્‌ટ્ઠઙ્મીહંજ ુૈઙ્મઙ્મ ંટ્ઠાીર્ હી ર્ં રૈખ્તર ર્જૈર્ૈંહ. મ્ેં ર્હહ્વટ્ઠઙ્મ ંર્રેખ્તરંજ ટ્ઠહઙ્ઘ રેદ્બહ્વઙ્મી હ્વીરટ્ઠર્દૃૈેિ ષ્ઠટ્ઠહ રીઙ્મર્ હી ર્ં દ્બટ્ઠૈહંટ્ઠૈહ રૈખ્તર ર્જૈર્ૈંહ.”

અર્થાત્‌ તમારી કળાથી તમે એક ઊંચું સ્તર મેળવી શકો છો. પરંતુ ઉમદા વિચાર અને હૃદયપૂર્વકનું વર્તન તમને એ સ્તર ઉપર કાયમ રાખવા જરૂર મદદ કરશે. દરેક માણસની અંદર જ ભગવાન છે માટે મંદિરમાં ન જતાં માનવીને પણ તમે હૃદયપૂર્વક માન આપો.

‘આપણાં જીવનમાં મિત્રો એવા રાખવા કે જેનામાં એક સંપૂર્ણ ગુણ હોય, તે જ માત્ર એક ગુણ અપનાવી તેને અનુસરો. તેમ કરતાં-કરતાં તમે સર્વગુણસંપન્ન થવા તરફ આગળ વધતા જશો. જેમ કે કોઈની ઉદારતા, કામની એકાગ્રતા, ડ્રેસિંગ સ્ટાઇલ, હેરસ્ટાઇલ, વાતચીત કરવાની કળા, નમ્રતા, ગુસ્સો વગેરે.

લક્ષ સિદ્ધ કરવા જો હકારાત્મક દૃષ્ટિ હોય તો અવશ્ય લક્ષ સુધી પહોંચી શકાય છે એવો ભાવાર્થ એકવીસમી સદીના પાણીદાર, યુવાન સુનિલ સિનરોજાના પરિચય દ્વારા મળ્યો. તેમનો જન્મ તા. ૯-૧૧-૧૯૭૩ના રોજ મુંબઈ મુકામે થયો. વતન રાજકોટનું મવડી ગામ. પિતા કનુભાઈ અને માતા ભારતીબહેનનો અભ્યાસ ધો. ૧૨ સુધી રહ્યો. મિકેનિકલ ક્ષેત્રમાં ખૂબ જ દૃષ્ટિવાન, અનુભવી, સખત પરિશ્રમી એવા પિતા કનુભાઈ પાસેથી ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ સુનિલભાઈને મળ્યા છે. તેમના પત્ની વિશાખાનો અભ્યાસ ધો. ૧૨ સુધીનો છે. સંતાનમાં એક પુત્રી કૃપલ છે, જે અંગ્રેજી માધ્યમમાં કેમ્બ્રિજ યુનિ.માં દસમા ધોરણમાં અભ્યાસ કરે છે.

સંયોગોના દબાણમાં પહેલો પહેલો પ્રતિભાવ રૂદન કે ક્રોધ ? એવો પ્રશ્ન મેં કર્યો ત્યારે મને જવાબ મળ્યો રૂદન. સુનિલભાઈ કમ્પ્યૂટર યુગ વિશે પોતાનું મંતવ્ય આપતાં કહે છે કે - કમ્પ્યૂટર યુગને હું ક્રાંતિકારી યુગ કહીશ.

ફાસ્ટ યુગમાં વાચન માટે થોડો વખત બચાવવા આ યુવાનને ટીવી સિરિયલમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ જોવી ગમે છે. બાધા, આખડી, માનતામાં જરા પણ આસ્થા ન ધરાવતા સુનિલભાઈ પાઠ-પૂજા કે ધાર્મિક વિધિને બદલે પોતાનું કામ એ પોતાની પૂજા ગણે છે. તેઓ રીનોલ્ડ ડસ્ટર વાહનમાં આવ-જા કરે છે. તેમણે ભારત દેશમાં-વિદેશમાં ખૂબ જ પ્રવાસ ખેડ્યા છે.

યાદગાર અકસ્માત કોઈપણ મનુષ્યને વધુ ને વધુ જીવંત રાખે છે, તે રીતે સુનિલભાઈના નાનપણમાં રમતાં-રમતાં તેમની આંખમાં ઈજા થઈ હતી પણ કુદરતી રીતે બચી ગઈ હતી.

બચપણ હો કે યૌવન યાદ આવી જાય. એક પ્રેરક વિચારવિસ્તાર.

‘ગમે ના શૈશવે ખેલ, યૌવને ના પરાક્રમ,

સાધુતા નહીં વાર્ધક્યે, વ્યર્થ તો જિંદગીક્રમ.’

શૈશવ અને યૌવનની પરખ કરી ચૂકેલા સુનિલભાઈને વિદ્યાકાળ, યુવાકાળ દરમિયાન ખાટાં-મીઠાં અનુભવો થયાં છે. છતાં તેમને ઈશ્વરીય શક્તિ ઉપર વિશ્વાસ છે. માતા-પિતા તેમના ગુરુ છે. પ્રતિષ્ઠા, પ્રદર્શન કે સામાજિક કુરૂઢિના ખંડનમાં તેમનો હકારાત્મક જવાબ એ છે કે, લૌકિક વ્યવહારથી દૂર રહેવું ગમે છે. જીવનમાં ઉછેર સારો થાય, ઉચ્ચ સંસ્કાર અને ગુણથી જીવન ભરેલું હોય, પછી પ્રસન્નતા જ હોય ને ? તેઓ જાહેર નહીં, ગુપ્તદાનમાં રસ ધરાવે છે. ‘ગુજરાત સમાચાર’ તેમજ ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ અખબારો વાંચવા ગમે છે. યુવાનો માટે પ્રેરક અવતરણ આપતાં તેમણએ મુલાકાતમાં જણાવ્યું કે, ‘કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ જગ્યાએ સમજણપૂર્વકના સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.’ તેમની એવી ઇચ્છા છે કે, ભાવિ જગત મારું આદર્શ વ્યક્તિ તરીકે સ્મરણ કરે.

તેઓ ૨૧ વર્ષ પૂર્વની પોતાની પરિવારની સ્થિતિ યાદ કરતાં ગળગળા થઈ ગયેલા. ‘૧૯૮૫-૮૬માં નાનું એવું અમારું ઘર અને કારખાનું સાથે હતું. મારા માતુશ્રી ભારતીબહેન સ્વમાનપૂર્વક મારા પિતાશ્રીના પડખે ઊભા રહી, કારખાનામાં ઑફિસનું કામ સંભાળી મદદરૂપ થતાં. આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં તેમના ચહેરા ઉપર દુઃખ જોવા મળતું નહીં.’

તેમના પિતા કનુભાઈના અનેક ગુણોની મૂડી આજે તેમનામાં અકબંધ છે. પિતા કનુભાઈ ૧૨ વર્ષના હતા ત્યારે સુનિલભાઈના દાદાશ્રી મોહનભાઈએ એલ. એન્ડ ટી.ના ડાયરેક્ટર મિ. દેસાઈ મુંબઈથી રાજકોટ આવેલાં તેમની સરભરા, સ્વાગતની જવાબદારી કનુભાઈને સોંપવામાં આવી. બાર વર્ષના કનુભાઈની પ્રતિભાથી અંજાઈ દેસાઈએ મોહનભાઈને કહેલું, ‘આ બાળક મને સોંપી દો.’

ઉત્તમ મોતીને પાછાં અમે વીણતા હતા ત્યાં ઉમેર્યું : મારા પિતાજી હંમેશાં કહેતાં - જો ભાઈ, જ્ઞાન વહેંચવા માટે છે, વેંચવા માટે નહીં.

કેવી મજાની શીખ ! ગળે ઊતરી જાય તેવી. એમ થાય કે, વિદ્યા અને ધન પણ કબજામાં હોય અને ખરે સમયે કામ ન આવે તો શું કામના ? કનુભાઈ જિજ્ઞાસુ, કોઈ વિષયમાં અજ્ઞાત હોય, તો પણ પ્રશ્નોત્તરી તો કરે જ. ક્યારેક થાક્યા હોય તેવું તેમને ક્યારેય પણ લાગેલું નહીં. પણ જાણે શું થયું ? ૧૯૮૯ની એટલે કે ૧૦ વર્ષ પૂર્વેની ઘટના : પિતા કનુભાઈ, સુનિલભાઈને લઈ મુંબઈ ડાઇઝ એન્ડ મોલ્ડના કારખાનામાં મૂકવા માટે ગયેલા ત્યારે કનુભાઈએ કહેલું : ‘બેટા સુનિલ, આજે મને થાક લાગે છે. કૉફી પીવી પડશે. મારા શરીરમાં કોઈ ફેરફાર દેખાય છે, તું હવે તૈયારી કરી લે. આપણે રાજકોટ ભેગા થઈ જઈએ.’

કનુભાઈને કિડનીમાં કૅન્સર થઈ ગયું, છતાં બે વર્ષ તેઓ હિંમતપૂર્વક ઝઝૂમ્યાં અને ૪ માર્ચ, ૨૦૦૦માં તેમનું અવસાન થયું. તેમના સીંચેલા સંસ્કારોની પ્રતીતિ થઈ. સુનિલભાઈએ રામાયણ વિશે એમ કહ્યું કે, ‘રામાયણ કૌટુંબિક જીવન શીખવાડે છે, જ્યારે ગીતા સમાજમાં જીવતા શીખવાડે છે.’

રાજકોટના ધમધમતાં ઔદ્યોગિક કોઠારીયા વિસ્તારમાં સુનિલભાઈ અને જિજ્ઞેશ ભાગીદારીમાં ઇનોવેટિવ મોલ્ડનું ઉદ્યોગ સંકુલ તેર વર્ષથી સંભાળે છે. ઇનોવેટિવની પ્રગતિમાં જિજ્ઞેશ સંચાણિયાનો ફાળો ઘણો જ મહત્ત્વનો છે. બંને વચ્ચે પ્રકૃતિભેદ હોવા છતાં લક્ષ સિદ્ધ કરવાનો નિર્ણય હંમેશાં એક જ હોય છે. મેન્યુફેક્ચરિંગમાં ડાયસ, પેટન્ટ અને ફિનીશ કમ્પોનન્ટ દેશ-વિદેશમાં સપ્લાય કરવામાં આવે છે.

સુનિલ સિનરોજા ૨૦૦૮માં ચાઈનામાં ઉદ્યોગપ્રવાસે ગયા હતા ત્યારે તેમણે એક ટૂલરૂમની મુલાકાત લીધી. એક અલગ પદ્ધતિની ડાયસ જોયેલી, આવી ડાયસની પ્રોસેસ ભારતમાં બે જ કંપની કરી હતી અને તે પ્રોસેસની ડાયસ ચાઈનાથી ઇમ્પોર્ટ કરવામાં આવતી હતી. ચાઈનાની આ કંપનીનો સંપર્ક સાધીને એ કંપની માટે અને વિદેશની અન્ય કંપનીમાં પણ ઇનોવેટિવ નંબર વન પોઝિશન પર રહીને સપ્લાય આપે છે.

૨૦૦૯માં તેઓ જર્મનીના ઉદ્યોગપ્રવાસે ગયેલા ત્યારે પણ એક નવી અને ખૂબ જ ગતિમાન પદ્ધતિ શીખ્યા હતા. આ પદ્ધતિ ઉપર ઓછા સમયમાં લોકો કામ કરી શકે છે અને આ પદ્ધતિથી આજે ઇનોવેટિવ સપ્લાય નવી દિશામાં દેશ-વિદેશમાં પ્રોડક્શન લેવલે સપ્લાય આપી રહ્યા છે તે બાબત અભિનંદનને પાત્ર છે.

વર્ષ ૨૦૧૨ સુધીમાં એક અદ્યતન મશીન શોપ તથા પ્રોડક્શન યુનિટની સ્થાપના વર્ષ ૨૦૧૪ સુધીમાં પોતાની એક ફાઉન્ડ્રી અને ઇનહાઉસ ફેસિલિટી જેમાં કાસ્ટિંગથી લઈને ઇન્સ્પેક્શન તથા ફિનિશ કમ્પોનેન્ટને પ્રોડક્શન લેવલે સપ્લાય કરવું એવું સ્પષ્ટ વિઝન તેમની પાસે છે. વર્ષ ૨૦૧૬-૧૭ સુધીમાં પોતાની પ્રોડક્ટ લઈ આંતરરાષ્ટ્રીય માર્કેટ તથા એક્ઝિબિશનમાં ઇનેવેટિવ મોલ્ડ વર્કસને પ્રસ્થાપિત કરવું અને યુરોપ, યુ.એસ.એ. અને મધ્યએશિયા જેવા પ્રગતિશીલ રાષ્ટ્રો સામે ભારતને આગળ અને ઉચ્ચ સ્થાને લાવવું એ તેમનું ધ્યેય છે જે ખરેખર ધન્યતાને પાત્ર છે.

ઇનોવેટિવ મોલ્ડની નવી ફેક્ટરીનું બાંધકામ અને કોર્પોરેટ સ્ટ્રક્ચરનું મિશ્રણ કે જે બેઝિક ઇન્ડસ્ટ્રિઝ લેવલ કરતાં ઘણું ઊંચું અને પડકારજનક હોય છે, છતાં ઇનોવેટિવને ડાયસ અને પેટર્નમેકર લેવલે ઇન્ટરનેશનલ કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે. સુનિલભાઈ અને જિજ્ઞેશભાઈ ઇકોનોમિકલી, ડેવલપમેન્ટ અને સ્યોર રિઝલ્ટ માટે સતત જાગૃત હોય છે. આ બંને યુવાન ઉદ્યોગકારોએ તો ૨૦૧૩થી ૨૦૧૮ સુધીના પ્રોજેક્શન માટેનો વિચાર પણ અત્યારથી જ કરી રાખ્યો છે. ઉમદા વિચાર ઇનોવેટિવનાં આંતરરાષ્ટ્રીય પ્રગતિના શ્રીગણેશ કહી શકાય.

વર્ષ ૨૦૧૧ પ્રગતિના ગ્રાફમાં બે વી.એમ.સી. મશીન સાથે ટર્નિંગ સેન્ટર સાથે યુનિટ-૨ પ્રોડેક્શનનું નિર્માણ થયું હતું જેમાં આજે કાસ્ટિંગ કોમ્પોનન્ટનું એક્સપોર્ટ ડિવિઝન કાર્યરત છે. ફુલ્લી મશીન્ડ કમ્પોનન્ટનું એક્સપોર્ટ કરવાનું ગૌરવ આ યુનિટને ફાળે જાય છે. જે પ્રોડક્શન થઈ રહ્યું છે તેનાથી સંતોષ માનીને ન બેસી રહેનારા આ યુવાનો પાસે આવનારા દસ વર્ષ માટેનું નક્કર આયોજન છે. ઇનોવેટિવ વર્ષ ૨૦૧૪ પ્રા.લિ. કંપની બનશે. ઉપરાંત આ સમયગાળામાં જ વિદેશ ખાતે આયોજન પામતા એક્ઝિબિશનમાં સ્ટોલના પ્રદર્શન સાથે આગળ વધવાની પૂર્વતૈયારી છે. ઑક્ટોબર ૨૦૧૩માં બેલગામમાં (કર્ણાટક) યુનિટ-૩ની સ્થાપનાકરીને પેટર્ન અને ડાયમેકિંગ લેવલે બ્રાંચનો કન્સેપ્ટ ભારતમાં પ્રથમ વાર રજૂ કર્યો છે. ૨૦૨૦ સુધીમાં એક્સપોર્ટનું ખૂબ મોટું આયોજન થઈ શકે તે માટેના શ્રીગણેશ થઈ ચૂક્યાં છે અને એક ફાઉન્ડ્રી સાથે ટાયઅપ કરવામાં આવ્યું છે જે માત્ર ઇનોવેટિવનું જ કાસ્ટિંગ કરે છે. વર્ષ ૨૦૧૫ સુધીમાં યુનિટ-૪નું નિર્માણ થશે, જે રાજકોટમાં ઉદ્યોગમાં મોટા યુનિટ તરીકે પ્રકાશમાં આવશે. આઈ.એસ.એ. (ૈં.જીર્.ં.), ડ્ઢ.ેંદ્ગજી, સમેરા સંસ્થાઓના પ્રમાણપત્રો ધરાવતા આ સંકુલના સૂત્રધારો રાજકોટ, એન્જિનિયરિંગ એસોસિયેશન અને આઈ.આઈ.એફ. (રાજકોટ ચેપ્ટર) સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. સુનિલભાઈને પુનઃ અભિનંદન, શુભેચ્છા.

તેમનો મોબાઈલ નં. ૯૮૨૪૨૧૦૯૧૦ છે.

Email : sunil@mould.co.in

સંદેશ :

આપણાં જીવનમાં મિત્રો એવા રાખવા કે જેનામાં ગુણો હોય. કોઈની ઉદારતા, કામની એકાગ્રતા, ડ્રેસિંગ સ્ટાઇલ, હેરસ્ટાઇલ, વાતચીત કરવાની કળા, નમ્રતા વગેરેથી લક્ષ સિદ્ધ થઈ શકે છે.