Safal Swapnashilpio - 9 Vasantbhai Pathak books and stories free download online pdf in Gujarati

Safal Swapnashilpio - 9 Vasantbhai Pathak

સફળ સ્વપ્નશિલ્પીઓ

(પ્રેરણાદાયી વ્યક્તિચિત્રો)

નટવર આહલપરા

• પ્રકાશક •

ગુજરાતી પ્રાઇડ



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


SAFAL SWAPNASHILPIO

By

Natvar Ahalpara


સફળ સ્વપ્નશિલ્પીઓ

(પ્રેરણાદાયી વ્યક્તિચિત્રો)

નટવર આહલપરા


© Gujarati Pride



પ્રથમ આવૃત્તિ : ૨૦૧૪

પ્રકાશક : ગુજરાતી પ્રાઇડ

અ...ર્પ...ણ

જાત ઘસીને રાષ્ટ્રની સંસ્કૃતિનું

રક્ષણ કરનાર સૌને.

‘સફળ સ્વપ્નશિલ્પીઓ’ પુસ્તકના લેખકનો પરિચય

નટવર આહલપરા

સ્વ. નર્મદાબેન તથા સ્વ. પુરુષોત્તમભાઈના સુપુત્ર નટવર આહલપરા મૂળ ભાવનગરના પણ ૨૮ વર્ષથી રાજકોટનો કર્મભૂમિ બનાવી છે. સામાજિક, સાહિત્યિક, સાંસ્કૃતિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે તેમનું પ્રદાન ઘણું છે. આહલપરા મિલનસાર, હસમુખા, પરગજુપણાની ભાવના ધરાવતા સાહિત્યકાર, ઉમદા શિક્ષક, ઉદ્‌ઘોષક છે. પ્રતિષ્ઠિત સામયિકોનું સંપાદન પણ કરી રહ્યાં છે. ‘ગાંધીનગર સમાચાર’માં દર મંગળવારે ‘મોંઘેરા મોતી’, ‘જયહિન્દ’ દૈનિકની રવિપૂર્તિમાં લઘુકથા કૉલમ લખે છે.

‘શ્વાસ’, ‘કોરોકેનવાસ’ (નવલિકા), ‘હથેળીમાં નક્ષત્ર’, ‘ફણગો’, ‘ક્ષણે ક્ષણે સૂર્યોદય’ (લઘુકથા), ‘નિબંધ વિહાર’ (નિબંધ) અને ‘ખિલખિલાટ’માં (શિશુકથાઓ), ‘આપણે છીએ તો પરીક્ષા છે’ (નિબંધો), ‘અક્ષરોમાં આબ્લમ‘માં વ્યક્તિચિત્રોના પુસ્તકો પ્રકાશિત થયા છે. ચાર પુસ્તકો હવે પ્રગટ થશે. ચાર દાયકાથી પ્રતિષ્ઠિત સામયિકો, અખબારોમાં તેમની કૃતિઓ પ્રકાશિત ાય છે. ૧૫ નાટકોમાં અભિનય, ત્રણ નાટકોમાં દિગ્દર્શન કર્યું છે.

કલા, સાહિત્ય, શિક્ષણ, સંગીત, સામાજિક તેમજ સરકારશ્રીના કાર્યક્રમોમાં ‘પ્રવક્તા’ તરીકે સેવા આપનાર શ્રી આહલપરા આકાશવાણી-દૂરદર્શનના કલાકાર પણ છે. બી.એડ્‌.ની તાલીમ વિના ભાવનગર અને રાજકોટમાં ધો. ૧૦, ૧૨ તથા ય્.ઁ.જી.ઈ., ેં.ઁ.જી.ઈ. ના હજારો વિદ્યાર્થીઓનું માતૃભાષાથી ઘડતર કર્યું છે. આજે પણ ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ભણાવે છે. ગુજરાત સરકારના નર્મદા અને કલ્પસર વિભાગમાંથી ૨૦૦૮માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. હાલ રાજકોટમાં શૈક્ષણિક વક્તા અને કાઉન્સિલર સેવાઓ આપે છે. તેમનો મોબાઈલ નં. ૯૯૭૪૦ ૦૯૦૪૨ છે.

- મહેન્દ્ર શર્મા

ગુજરાતી પ્રાઇડ,

અમદાવાદ

નિવેદન

સ્ફૂર્તિ, ખુમારી અને ગરિમાથી જીવનસંઘર્ષો સામે ઝઝૂમી સફળ

થયેલા સ્વપ્નશિલ્પીઓ

અહીં પ્રેરણાદાયી જીવનચરિત્રો રજૂ કર્યાં છે. સ્ફૂર્તિ, ખુમારી અને ગરિમાથી જીવનસંઘર્ષો સામે ઝઝૂમી ટોચ ઉપર પહોંચેલા સફળ સ્વપ્નશિલ્પીઓ છે. શિક્ષણ પાઠશાળામાં ક્યાંક ઓછું ભણેલા પણ જીવન પાઠશાળામાં વધુ ભણેલા શિલ્પીઓ છે; તો ભણતર અને ગણતરથી સફળતાના શિખર સુધી પહોંચનારા પણ છે. સંસ્કૃતિની અને રાષ્ટ્રની ધરોહર સમી આ પ્રતિભાઓ યુવા ઉદ્યોગકારોને, વિદ્યાર્થીઓને માટે પાઠ્યપુસ્તક બની માર્ગદર્શક બની રહેશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. આજે ફાસ્ટ યુગ છે. સમય નથી. ઓછા સમયમાં લાંબું લાંબું નહીં પણ સંક્ષિપ્તમાં ઘણાં સંદેશ આપી જાય તેવા પાત્રો પ્રસ્તુત કર્યા છે. આશા છે કે તે સૌ આપના રાહબર અવશ્ય બનશે. અમદાવાદ પ્રેમ સાથે સંકળાયેલા મારા અને મહેન્દ્રભાઈના મિત્ર સુરેશભાઈ ઠક્કરનો વિચાર સાકાર થયો તેથી તેમનો પણ હૃદયથી આભારી છું. મને અને મહેન્દ્રભાઈ શર્માને સહકાર આપનાર સ્વપ્નશિલ્પીઓનો આભાર માનું છું.

- નટવર આહલપરા

તા. ૨૦-૦૯-૨૦૧૪

‘શ્રી પવનતનય’ ૩, વિમલનગર,

યુનિવર્સિટી રોડ, રાજકોટ-૫

મો. ૯૯૭૪૦ ૦૯૦૪૨

ઉમદા શિક્ષક, ઉત્તમ શાળા સંચાલક, ઋજુ હૃદયના માણસ,

પાઠક સ્કૂલના

સૂત્રધાર વસંતભાઈ પાઠક

કેવું સરસ સુવાક્ય છે !

‘નમ્રતાની ઊંચાઈનું કોઈ માપ નથી !’

કાર્યક્રમ, સમારોહ કે પ્રસંગોમાં સ્ટેજ પર બેસવાનો મોહ ન રાખતા વસંતભાઈએ ઘરમાં લાજની પ્રથા બંધ કરાવી છે. મુહૂર્ત કે ચોઘડિયા જોવાના, જન્માક્ષર મેળવવા જેવી બાબતોમાં મહત્ત્વ આપતા નથી.

સૌએ નોંધ લેવા જેવી વૈજ્ઞાનિક બાબત તો એ છે કે, વસંતભાઈ દક્ષિણ બારના મકાનમાં વર્ષોથી રહે છે.

ઋજુ હૃદયના તેઓ દર વર્ષે અનેક વિદ્યાર્થીઓને પોતાની શાળામાં ફી ભરવામાં રાહત કરી આપે છે. ઉપરાંત ભૂકંપ, પૂર, વાવાઝોડું, સુનામી જેવી કુદરતી આપત્તિઓમાં રામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં માનવતાપૂર્ણ દાન તો કરે છે અને પોતાની જ્ઞાતિનાં મંડલમાં પણ દાન આપવાનું ભૂલતા નથી. ગજરાતી સાહિત્યના ઉત્તેજન અર્થે તેઓ હંમેશાં આગળ હોય છે.

એક પ્રેરક છતાં ઉમદા અવતરણમાં કહી શકાય કે,

ફૂલને જોઈ તમે ગાંડા થનારા,

કરો એવું કે, ફૂલ તમને જોઈ થાય ગાંડું.

એમનાં જીવનની ફલશ્રુતિ એ છે કે, સાહિત્ય અને સદ્‌ભાવનો પ્રચાર પ્રસાર કરવો. ધરતી ઉપર સ્વર્ગ બને અને આ સ્વર્ગ ઉપર આદમી બનીને નગરે-નગરે માનવ પ્રેમની લાગણીનું નિર્માણ કરવું છે.

રાજકોટ, પાઠક સ્કૂલમાં જુલીબહેને ફરજ બજાવી હતી. તેઓના શબ્દોમાં કહીએ તો ‘આજના સમજમાં વસંતભાઈ પાઠક જેવા પ્રમાણિક, પ્રેમાળ અને ઉમદા સ્વભાવના સંચાલક ઓછા મળે. વિદ્યાર્થીઓની ફી માફી કર્યા પચી વિદ્યાર્થીની તપાસ કરવા શાળાના સ્ટાફને ક્યારેય ન મોકલે.

વસંતભાઈની અમરેલીમાં પણ વિદ્યા સેવા કાર્યરત છે. બાલમંદિરથી ધો. ૧૨ વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહમાં પાઠક સ્કૂલે પહેલાં જ વર્ષે ૧૦૦ ટકા પરિણામે મેળવ્યું છે. તે ઘટના નાનીસૂની નથી. વસંતભાઈ વિદ્યાર્થીઓને ભણાવતા-ભણાવતા પોતે પણ ભણતા રહ્યા છે. ‘વિદ્યાર્થીની ગણિત ક્ષમતા વિકસે’ તે વિષય ઉપર પીએચ.ડી. કર્યું છે.

પર્યટનો, પ્રવાસ કે તીર્થાટનોમાં તેઓ વિદેશના પ્રવાસે ગયા નથી. પણ ગુજરાતમાં તેમજ ભારતભરમાં ફર્યાં છે. પોતાની જ્ઞાતિ સંસ્થામાં સેવા અદા કરે છે અને પાઠક વિદ્યામંદિરના મૅનેજિંગ ટ્રસ્ટમાં ડાયરેક્ટર છે.

વસંતભાઈનાં સ્મરણમાં એક યાગદાર પ્રસંગ આજે પણ તાદૃશ છે. તેઓ પ્રસંગને તાજો કરતા કહે છે કે, ‘હરદ્વારના પ્રવાસ વખતે પરિવાર સાથે રિક્ષામાં હતા. અચાનક જ ટાટા-સુમો રીક્ષા અથડાઈ અને મારી દીકરીઓ સિવાય મારા પત્ની, બહેન, બા-બાપુજીને નાની મોટી ઈજા થઈ. પણ અમે બધા આબાદ બચી ગયા હતાં.’

તેઓએ કોઈ ગુરુ દારણ કર્યાં નથી. પણ શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા પર અપાર વિશ્વાસ ધરાવે છે.

જેમની સૌમ્યતા, પ્રસન્નતા, સરળતા સૌનાં હૃદયને સ્પર્શી જાય છે તેવા ઉત્તમ ઋતુ વસંતની જેમ શિક્ષણક્ષેત્રમાં ખિલેલા શિક્ષણદૃષ્ટા વસંતભાઈ પાઠકને મળવાનો પણ એક આનંદ હોય છે.

અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામમાં તા. ૧૬-૦૪- ૧૯૬૪ના રોજ જન્મેલા વસંતભાઈના માતા શારદાબહેન અને પિતા કાંતિલાલ. અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાનું માત્ર એક હજાર વસતિ ધરાવતું ગામ નવું અનીડા વસંતભાઈનું મૂળ વતન છે.

એમ.એસસી.માં ગણિત વિષયને તેઓ વર્યા છે. પ્રથમ વર્ગ પણ ખરો. બી.એડ્‌.માં સમગ્ર યુનિ.માં ડિસ્ટીંક્શન મેળવી ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

વલ્લભ કન્યા વિદ્યાલય રાજકોટ કાતે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સતત પંદર વર્ષ સુધી ગણિત વિષયના શિક્ષક તરીકે ફરજ અદા કર્યા બાદ હાલ વસંતભાઈ પાઠક છેલ્લા દસ વર્ષથી રાજકોટમાં પાઠક વિદ્યાલયનું સંચાલન તેમજ વિદ્યાર્થીઓને ગણિત વિષયનું શિક્ષણ આપવાનું કાર્ય પરણ કરી રહ્યા છે. તેમના ધર્મપત્ની વર્ષાબહેન સ્.ર્ઝ્રદ્બ., મ્.ઈઙ્ઘ., ન્ન્.મ્. ની ઉપાધિથી સજ્જ છે. તેઓ તેમના વિશાળ પરિવારની દેખરેખ રાખવા ઉપરાંત શાળા સંચાલનમાં પણ મદદ કરે છે. પાઠક દંપતીની મોટી પુત્રી દિશાએ ૈં.ૈં.્‌.ઈ. ગાંધીનગરમાં અભ્યાસ કર્યો છે. પ્રથમથી જ શિક્ષક બનવાના ધ્યેયતી પિતા વસંદભાઈને રોલ-મોડેલ તરીકે સ્વીકારી ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ૬૩% માર્કસ સાથે સ્.જીષ્ઠ., સ્.ઈઙ્ઘ.ના ઇન્ટીગ્રેટેડ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો છે. નાની પુત્રી સંસ્કૃતિ ઉચ્ચ એ અભ્યાસ કરી પ્રતિભા વિકસાવી છે.

વસંતભાઈએ ૪૬ વર્ષની ઉંમરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણશાસ્ત્ર ભવનમાં સ્.ઈઙ્ઘ. માં પ્રવેશ લીધો અને હાજરીમાં નિયમિત રહી એક સામાન્ય વિદ્યાર્થીની જેમ જ અભ્યાસ કરી ૭૨% માર્કસ સાથે અભ્યાસમાં ફતેહ મેળવી. તેમનું ધ્યેય એજ્યુકેશનમાં ડૉક્ટરેટની ડિગ્રી મેળવવાનું હતું. જે ઁર.ડ્ઢ. ની પ્રવેશ પરીક્ષા પસાર કરી તેઓ શિક્ષણ સંશોધનનું કાર્ય કરી મેળવી છે.

વસંતભાઈ પાઠકના વ્યક્તિત્વને વદુ નજીકથી ઓળખવા કહી શકાય કે,

‘વિવેકી અને ધીરજવાન લોકો સંજોગોને દોષ નથી આપતા એ એનું ચિંતન કરે છે અને સીધા કામે લાગી જાય છે.’

વસંતભાઈ કમ્પ્યૂટર યુગને આવકારતા કહે છે કે, ‘કમ્પ્યૂટરથી વ્યક્તિની વ્યાવસાયિક સજ્જતા વધી છે અને કામો પણ સરળ થયા છે. જો કે ઇન્ટરનેટથી માહિતીનો ધોદ છૂટે છે. પણ માત્ર કોરી માહિતી (સાહિત્યિક ટચ વગરની) જે માણસને શુષ્ક બનાવે છે.’

સમય નથી એવો જો ડોળ કરીએ તો જીવનનો સહજ આનંદ લૂંટી ન શકાય. વાંચન મનુષ્યના આત્માનો ખોરાક છે. વસંતભાઈ વ્યસ્તતા વચ્ચેય દરરોજ એકાદ કલાક વાંચન માટે સમય બચાવી લે છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ જેવી તંદુરસ્ત હાસ્ય પીરસતી ટી.વી. સિરિયલ જોઈ લેતા વસંતભાઈ પાઠક ભગવાનમાં શ્રદ્ધા રાખે છે અને માને છે કે, ‘વિશ્વમાં ફેલાયેલી સારી ચેતના, સારા કામો પાર પાડવામાં ઈશ્વર શ્રદ્ધા ચોક્કસ મદદ કરે છે એવો મારો સ્પષ્ટ અભિપ્રાય છે.’

બાધા, આખડી, માનતા, આસ્થા, ઉપવાસ, વ્રત, એકટાણાં વિશેની તેમની શ્રદ્ધામાં તેઓ ધો. ૧૧માં અભ્યાસ કરતાં ત્યારથી સોમવાર, લગભગ ૨૮ વર્ષથી અગિયારસ, શ્રાવણ માસ અને નવરાત્રીના એકટાણાં કરે છે. કબીર વસ્ત્રો વણતાં-વણતાં પણ હરિભજન કરી લેતાં તે વાતને યાદગ કરીને વસંતભાઈએ જણાવ્યું હતું કે, ‘નિત્ય પાઠ કામ હોય કે ડ્રાઈવીંગ હોય, પણ ઈશ્વરસ્મરણ કરી લઉં છું.’

રાજકોટમાં ઈન્ત્રપ્રસ્થનગર, બાલાજી હૉલ પાસે, કાલાવડ રોડ, મેટોડા ખાતે પાઠક સ્કૂલ સંકૂલો તેમના નેતૃત્વમાં સુંદર રીતે કાર્યરત છે.

નામ જેવા જ ગુણ ધરાવતા શિક્ષણદૃષ્ટા વસંતભાઈ પાઠક વધુ ને વધુ વદ્યાર્થીનાં ઘડતર કરવા માટે ઉમદા શિલ્પી પુરવાર થાય તે માટે શુભકામના છે.

પાઠક સ્કૂલ્સ, બાલાજી હૉલ પાસે,

દોઢસો ફૂટ રીંગ રોડ, રાજકોટ.

મો. : ૯૮૨૫૩ ૯૯૨૨૬

Email : pathakschools@hotmail.com

Email : hspathak@hotmail.com

સંદેશ :

‘કમ્પ્યૂટરથી વ્યક્તિની વ્યાવસાયિક સજ્જતા વધી છે અને કામો પણ સરળ થયા છે. જો કે ઇન્ટરનેટથી માહિતીનો ધોધ છૂટે છે. પણ માત્ર કોરી (સાહિત્યિક ટચ વિનાની) માહિતી જે માણસને શુષ્ક બનાવે છે. ત્યારે ગુજરાત પ્રાઈડે સારું બીજું ઝડપ્યું છે.’

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED