સફળ સ્વપ્નશિલ્પીઓ
(પ્રેરણાદાયી વ્યક્તિચિત્રો)
નટવર આહલપરા
• પ્રકાશક •
ગુજરાતી પ્રાઇડ
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
SAFAL SWAPNASHILPIO
By
Natvar Ahalpara
સફળ સ્વપ્નશિલ્પીઓ
(પ્રેરણાદાયી વ્યક્તિચિત્રો)
નટવર આહલપરા
© Gujarati Pride
પ્રથમ આવૃત્તિ : ૨૦૧૪
પ્રકાશક : ગુજરાતી પ્રાઇડ
અ...ર્પ...ણ
જાત ઘસીને રાષ્ટ્રની સંસ્કૃતિનું
રક્ષણ કરનાર સૌને.
‘સફળ સ્વપ્નશિલ્પીઓ’ પુસ્તકના લેખકનો પરિચય
નટવર આહલપરા
સ્વ. નર્મદાબેન તથા સ્વ. પુરુષોત્તમભાઈના સુપુત્ર નટવર આહલપરા મૂળ ભાવનગરના પણ ૨૮ વર્ષથી રાજકોટનો કર્મભૂમિ બનાવી છે. સામાજિક, સાહિત્યિક, સાંસ્કૃતિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે તેમનું પ્રદાન ઘણું છે. આહલપરા મિલનસાર, હસમુખા, પરગજુપણાની ભાવના ધરાવતા સાહિત્યકાર, ઉમદા શિક્ષક, ઉદ્ઘોષક છે. પ્રતિષ્ઠિત સામયિકોનું સંપાદન પણ કરી રહ્યાં છે. ‘ગાંધીનગર સમાચાર’માં દર મંગળવારે ‘મોંઘેરા મોતી’, ‘જયહિન્દ’ દૈનિકની રવિપૂર્તિમાં લઘુકથા કૉલમ લખે છે.
‘શ્વાસ’, ‘કોરોકેનવાસ’ (નવલિકા), ‘હથેળીમાં નક્ષત્ર’, ‘ફણગો’, ‘ક્ષણે ક્ષણે સૂર્યોદય’ (લઘુકથા), ‘નિબંધ વિહાર’ (નિબંધ) અને ‘ખિલખિલાટ’માં (શિશુકથાઓ), ‘આપણે છીએ તો પરીક્ષા છે’ (નિબંધો), ‘અક્ષરોમાં આબ્લમ‘માં વ્યક્તિચિત્રોના પુસ્તકો પ્રકાશિત થયા છે. ચાર પુસ્તકો હવે પ્રગટ થશે. ચાર દાયકાથી પ્રતિષ્ઠિત સામયિકો, અખબારોમાં તેમની કૃતિઓ પ્રકાશિત ાય છે. ૧૫ નાટકોમાં અભિનય, ત્રણ નાટકોમાં દિગ્દર્શન કર્યું છે.
કલા, સાહિત્ય, શિક્ષણ, સંગીત, સામાજિક તેમજ સરકારશ્રીના કાર્યક્રમોમાં ‘પ્રવક્તા’ તરીકે સેવા આપનાર શ્રી આહલપરા આકાશવાણી-દૂરદર્શનના કલાકાર પણ છે. બી.એડ્.ની તાલીમ વિના ભાવનગર અને રાજકોટમાં ધો. ૧૦, ૧૨ તથા ય્.ઁ.જી.ઈ., ેં.ઁ.જી.ઈ. ના હજારો વિદ્યાર્થીઓનું માતૃભાષાથી ઘડતર કર્યું છે. આજે પણ ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ભણાવે છે. ગુજરાત સરકારના નર્મદા અને કલ્પસર વિભાગમાંથી ૨૦૦૮માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. હાલ રાજકોટમાં શૈક્ષણિક વક્તા અને કાઉન્સિલર સેવાઓ આપે છે. તેમનો મોબાઈલ નં. ૯૯૭૪૦ ૦૯૦૪૨ છે.
- મહેન્દ્ર શર્મા
ગુજરાતી પ્રાઇડ,
અમદાવાદ
નિવેદન
સ્ફૂર્તિ, ખુમારી અને ગરિમાથી જીવનસંઘર્ષો સામે ઝઝૂમી સફળ
થયેલા સ્વપ્નશિલ્પીઓ
અહીં પ્રેરણાદાયી જીવનચરિત્રો રજૂ કર્યાં છે. સ્ફૂર્તિ, ખુમારી અને ગરિમાથી જીવનસંઘર્ષો સામે ઝઝૂમી ટોચ ઉપર પહોંચેલા સફળ સ્વપ્નશિલ્પીઓ છે. શિક્ષણ પાઠશાળામાં ક્યાંક ઓછું ભણેલા પણ જીવન પાઠશાળામાં વધુ ભણેલા શિલ્પીઓ છે; તો ભણતર અને ગણતરથી સફળતાના શિખર સુધી પહોંચનારા પણ છે. સંસ્કૃતિની અને રાષ્ટ્રની ધરોહર સમી આ પ્રતિભાઓ યુવા ઉદ્યોગકારોને, વિદ્યાર્થીઓને માટે પાઠ્યપુસ્તક બની માર્ગદર્શક બની રહેશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. આજે ફાસ્ટ યુગ છે. સમય નથી. ઓછા સમયમાં લાંબું લાંબું નહીં પણ સંક્ષિપ્તમાં ઘણાં સંદેશ આપી જાય તેવા પાત્રો પ્રસ્તુત કર્યા છે. આશા છે કે તે સૌ આપના રાહબર અવશ્ય બનશે. અમદાવાદ પ્રેમ સાથે સંકળાયેલા મારા અને મહેન્દ્રભાઈના મિત્ર સુરેશભાઈ ઠક્કરનો વિચાર સાકાર થયો તેથી તેમનો પણ હૃદયથી આભારી છું. મને અને મહેન્દ્રભાઈ શર્માને સહકાર આપનાર સ્વપ્નશિલ્પીઓનો આભાર માનું છું.
- નટવર આહલપરા
તા. ૨૦-૦૯-૨૦૧૪
‘શ્રી પવનતનય’ ૩, વિમલનગર,
યુનિવર્સિટી રોડ, રાજકોટ-૫
મો. ૯૯૭૪૦ ૦૯૦૪૨
૮
‘સાંપ્રત સમય હરીફાઈનો છે. દરેકે કામ તો કરવું જ પડશે.’
આ બુલંદ શબ્દો છે
ઉદ્યોગકાર મુકેશભાઈ પંચાસરાના.
એક સુભાષિતથી મુકેશભાઈનો પરિચય કરીએ :
‘આળસ, અજ્ઞાન અને અશ્રદ્ધા - આ ત્રણ ‘મહારિપુ’ છે.’
જો વ્યક્તિમાં ભણતર ઓછું હોય અથવા ન હોય, માત્ર અહમ, જડતા અને કામ કરવાની ભાવના જ ન હોય, કોઈની કદર કરવાને બદલે પોતાની લીટી મોટી કરી બીજાની લીટી ટૂંકી કરવામાં જ જેમને મજા આવે છે તેવા લોકોએ સમજી લેવું જોઈએ કે, પોતાનો વિકાસ તો નહીં થાય, આવનારી પેઢીનો પણ વિકાસ અટકી જશે !
આવા અવગુણો, સ્વભાવ સુધારવાને બદલે આપણે પતૃદોષ જોઈએ કે, ‘અમને પિતૃ નડે છે, એટલે અમારી ત્રીજી પેઢીનો વિકાસ અટકી ગયો છે.’ સાંપ્રત સમયમાં હરીફાઈ છે. કામ તો કરવું જ પડે. માત્ર વ્હાઈટ કોલર જોબ અને પગાર મેળવી લેવાથી જ વિકાસ નહીં થાય. આવા સમયે આપમે જ આપણને નડતા હોઈએ છીએ. મંદિરોના જીર્ણોદ્ધાર કરતા આપણો જીર્ણોદ્ધાર જરૂરી છે. પિતૃ ક્યારેય નડતા નથી. મૂર્ખ, કામચોર, બોદા અને નબલા મના લોકોને લૂંટનારા ઓછા નથી !
આજે પ્રોફેશનલ થવું જ પડશે. આવો મિત્રો, ત્રીજી પેઢીએ જ્યાં સંસ્કાર, શિક્ષણ, સંપ, સ્નેહ અને વિકાસ જળવાઈ રહ્યો છે તેવા ઉદ્યોગકાર શ્રી મુકેશભાઈ ત્રિભુવનભાઈ પંચાસરાને નજીકથી ઓળખીએ. મુકેશભાઈના દાદા સ્વ. કાનજીભાઈ ફર્નિચરનું કામ કરતા હતા. છતાં કેળવણીના વિકાસમાં તેમને ઊંડો રસ હતો. શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળના શ્રી ગણેશ સમયે એક-એક રૂપિયો બેગો કરવામાં તેઓ મોખરે હતા. પિતા સ્વ. ત્રિભુવનભાઈ ઇજનેર હતા. ત્રીસ વર્ષ પહેલાં પેટ્રોલીયમ ટેન્કરમાં ભચયંકર અકસ્માતો થતા. ટેન્કર સળગતા ધડાકા થતા. આ સમયે ત્રિભુવનભાઈએ અકસ્માત નિવારવાના નિયમો ઘડ્આ. જે આજે પણ આશીર્વાદરૂપ બન્યા છે.
મુકેશભાઈ સ્વીકારે છે કે, ‘મારા પિતા વ્યવસાય કરતા ઉદ્યોગ લાઈસન્સ કઢાવવામાં ખૂબ મુશ્કેલી નડતી. મશીનરીના ટૅક્ષ, એક્સાઈઝડ્યૂટી ભરવાની અને જર્મનીથી મશીનરી મંગાવવી પડતી. જ્યારે આજે આ બધાં કામો ઘણા જ સફળ થઈ ગયા છે.’ શ્રી મુકેશભાઈનો સંદર સંદેશ છે કે, ‘સમાજના યુવાનો સ્કીલ્ડ, એન્જિનીયર બને. મેકાટ્રોનિક્સ, સિવિલ મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ વ્યવસાય ક્ષેત્રોમાં ડિમાન્ડ વિશાળ છે. દીકરાઓ પચાસ ટકા તો એન્જિનીયર હોય જ ચે. માત્ર ડીપ્લોમા એન્જિનીયર થાય તો અત્યારે એ ડિગ્રી એન્જિનીયર બરાબર છે.’
- વિનોબાજીની વાત અહીં સમર્થન આપે છે કે, ‘માર્ગ મળી ગયા પછી પણ માણસ જો એના પર ન ચાલે તો પછી એનામાં અને માર્ગવિહોણામ ાં શું ફેર ?’
મુકેશભાઈ યુવાનોના મોટીવેશન માટે મા-બાપે પણ મોટીવેટ થવું જોઈએ તેમ સ્પષ્ટ માને છે.
મુકેશભાઈને પૂર્વ ભારત સિવાય ભારતમાં પ્રવાસો કર્યાં છે, તો યુરોપ તથા ઇંગ્લૅન્ડના પ્રવાસે અનેકવાર ગયા છે. રાજકોટ રોટરી ક્લબ, લોધિકા, જી.આઈ.ડી.સી. વ. સંસ્થાઓ સાથે સંકળાયેલા મુકેશભાઈ યુવા પેઢીને પ્રેરક સંદેશ આપતા કહે છે કે, “હાલમાં કમ્પ્યૂટર, મોબાઈલ, ઇન્ટરનેટ જેવા સાધનોનો ગેરઉપયોગ થઈ રહ્યો છે. તેનો હું જાહેર વિરોધ કરું છું.’ રોટરી ગ્રેટર ક્લબ, ગુર્જર સુતાર જ્ઞાતિ, ઔદ્યોગિક સંસ્થાઓમાં જમણા હાથે દાન કર્યું હોય, તો ડાબા હાથને ખબર ન પડે તેમ તેઓ સદ્કાર્યો કરી રહ્યાં છે.
પિતા ત્રિભુવનભાઈ અને માતા પુષ્પાબહેન પાસેથી સંસ્કાર, પરિશ્રમ, ધર્મના પાઠ શીખેલા મુકેશભાઈ સ્વસ્થ, પ્રસન્ન રહી પોતાના વ્યવસાયમાં તલ્લીન રહે છે. રાજકોટ નજીકના મેટોડા ઔદ્યોગિક વિસ્તારમાં તેમનું રૂપકલા એન્જિનીયર પ્રા.. લિ. સંકલ છે. તેઓ હાઈપ્રીશીઝન ગીયરનું ઉત્પાદન કરી રહ્યાં છે. તેમનું ઉત્પાદન ભારતમાં તેમજ વિદેશ સુધી પહોંચે છે.
મુકેશભાઈને વાંચનનો અનહદ શોખ છે. તા. ૫-૩-૧૯૫૮ના રોજ મૂળ વત રાજકોટ જન્મેલા મુકેશભાઈએ ડી.એમ.ઈ. તેમજ પી.ડી.આઈ.સી.નો અભ્યાસ કર્યો છે. તેઓએ તા. ૪-૫-૧૯૮૩માં અમદાવાદ ખાતે શ્રીમતી મીનાબહેન સાથે લગ્ન કર્યાં છે. મુકેશભાઈ અને મીનાબહેનને સંતાનોમાં બે સુપુત્રી અને એક સુપુત્ર છે.
આજના ઝડપી સમયમાં કમ્પ્યૂટર યુગ વિશે મુકેશભાઈ એમ કહે છે કે, “કોઈપણ કાર્ય કરવા માટે ખૂબ જ ઉપયોગી સાધન છે.” મુકેશભાઈના અનેક સુંદર પાસાઓ છે. પણ તેને વાંચવાનો અનન્ય શોખ છે. તેનુ ંપાસું અન્ય લોકો માટે પ્રેરણાદાયી છે. ખોટી વ્યસ્તતાનો ડોળ કરનારા હંમેશાં કહેતા હોય છે કે, “મારી પાસે સમય જ ક્યાં ?” પણ, આ દંભ છે. જે માણશ પોતાનાં મનનાં આનંદ માટે જો સમય ન કાઢી શકે, તો તે માણસ નહીં, મશીન છે. એમ કહેવામાં અતિશ્યોક્તિ નથી.
ભલે વ્યવહાર, વ્યવસાય અને પરિવાર હોય, પણ મુકેશભાઈનો પુસ્તક સાથે રહેવાનો નાતો અલગ જ છે. બધા, આખડી, માનતામાં જરાપણ વિશ્વાસ ન રાખનારા તેઓ સ્વાસ્થ્ય જાળવવા સોમવારે એકટાણું કરે છે. સવારે ભગવાનનાં દર્શન કરી પછી ફેક્ટરીએ જાય છે. અહીં, ઓસ્કાર વાઈલ્ડનું સુભાષિત ઉતારવાનું ગમે જ.
“કુદરત બધાને સુખી થવાનો અવસર આપે છે,
સવાલ છે, તે માટે પોતાનું યોગદાન આપવાનો.’’
સતત, અવિરત જાગૃત રહી સફળતાની મંજિલ તરફ આગળ વધી રહેલા મુકેશભાઈ પંચાસરા ક્રિકેટમાં રસ ધરાવે છે. વિવિધ ક્ષેત્રમાં રૂચિ ધરાવતા મુકેશભાઈ સમાજ, પરિવાર, કલા-સાહિત્યની વધુમાં વધુ સેવા કરે. વ્યવસાયમાં અગ્રેસર રહે તેવી શુભેચ્છા-પ્રસિદ્ધ વિચારથોરોનું સુંદર સુભાષિત મુકેશભાઈને ગમે તેવું ભેટ આપીએ.
“પુસ્તક પ્રેમી સૌથી વધુ શ્રીમંત અને સુખી છે.”
તેમના મોબાઈલ નંબર છે : ૯૮૨૪૨ ૧૦૭૯૪.
Email : mukesh.rupkala@hotmail.com
સંદેશ :
મુકેશભાઈ સંદેશ આપતા કહે છે કે, ‘જે માણસ પોતાનાં મનનાં આનંદ માટે જો સમય ન કાઢી શકે, તો તે માણસ નહીં, મશીન છે એમ કહેવામાં અતિશ્યોક્તિ નથી.’