તારા આવવાનો આભાસ Dr.Shivangi Mandviya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

તારા આવવાનો આભાસ

તારા આવવાનો આભાસ ... ૭

વાચકમિત્રોને આગળના ભાગો વાચી જવા વિનંતી...

દિવસો જતા હતા અને ઘરમાં ચહેલપહેલ પણ વધતી જતી હતી. લગ્ન વાળા ઘરમાં છેલી ઘડી સુધી તૈયારીઓ ચાલુ જ હોઈ છે ,એમાં પણ દીકરીના લગ્ન એટલે બેવડી જવાબદારી , માંડવા વાળા અને જાન વાળા બંનેને સાચવવાના અને દીકરીની વિદાય થાય ત્યાર પછી પણ ઘરને સમેટવાનું...જાણે ઘરના આંગણાના વ્રુક્ષ પર માળો બનાવીને કલરવ કરતુ પંખી અચાનક ચાલી જાય અને પછી સંભળાતા સન્નાટાનો અનુભવ જે હોઈ એવો જ અનુભવ થાય...અને આ સૂનકારને સંભાળવા મહિનાઓથી તૈયારીઓ થતી હોઈ છે. કંકોતરીઓ મોકલાય રહી હતી , અને ફરીથી નિષ્ઠાના મમ્મીને શાશ્વત યાદ આવ્યો અને નિષ્ઠાને પૂછ્યું. હવે નિષ્ઠાને ગુસ્સો આવ્યો કારણકે, શાશ્વતનો હજુ સુધી કોઈ પણ જવાબ આવ્યો નહોતો. પણ આ ક્ષણીક જ હતો. એ શાશ્વતની હાલતથી બેખબર તો નહોતી જ . એટલે પોતે જ તેના મમ્મીને કહી દીધું કે , “ હા, મારે વાત થઇ ગઈ છે, અને કંકોત્રી મોકલવાની જરૂર નથી એ આવી જશે. ફ્રી હશે તો.”

હા,પણ આપણેતો કંકોત્રી મોકલવી જોઈએને !

એ થોડા દિવસો માટે રાજકોટ થી બહાર છે. એટલે...

સારું...

આભા ક્યારે આવે છે? એની ટીકીટ બૂક થઇ ગઈ?

હા,બે દિવસ પછી તે આવે છે.

કેવી અજીબ દુનિયા છે નહી! નિષ્ઠાના મમ્મીએ આશ્ચર્યપૂર્વક નિષ્ઠા સામે જોયું.

નિષ્ઠાને કશું સમજાણું નહિ એટલે પૂછ્યું , મતલબ?

કોણ ક્યાંથી મળી જાય અને આપણામાં ભળી જાય કઈ ખબર પડે નહી..

આ હકીકતને મારાથી વિશેષ કોણ જાણી શકે? મળી જાય , ભળી જાય અને છૂટી પણ જાય ... મનમાં ને મનમાં નિષ્ઠા બોલી પણ તેના મમ્મી તેને શું કહેવા માંગતા હતા તે તેને સ્પષ્ટ થતું નહોતું

કહેવા શું માંગે છે?

આભાનું કહું છું, અહી એક જ શહેરમાં રહેતા સંબંધીઓને પણ એકબીજાની પડી નથી હોતી અને એ દિલ્લીથી અહી આવે છે તારા લગ્નમાં. એકપણ વાર તમે મળ્યા નથી કે ફોનમાં વાત સુદ્ધાં કરી નથી.કેવો અનેરો સંબંધ છે તમારો!

સાચી વાત છે , મમ્મી સાચું કહું તો ક્યારેય તેની સાથે અજાણ્યું લાગ્યું જ નથી ભલે રૂબરૂ જોઈ નથી , અવાજ નથી સંભાળ્યો તો પણ હું જાણે એને વર્ષોથી ઓળખતી હોવ એવું લાગે છે. મારી જીંદગીમાં એનું એક અલગ સ્થાન છે જયારે હું કોઈ અસમંજસમાં હોવ ત્યારે હમેશા એને મને રાહ બતાવી છે. મારી રગ રગ થી એ વાકેફ છે અને હું પણ એની!

હશે કોઈ પાછલા જન્મનો નાતો તમારો. એમ કહીને એના મમ્મી ફરી પોતાના કામમાં પરોવાય ગયા.

અને નિષ્ઠાને ફરીથી શાશ્વતનો અવાજ સંભળાયો, આજ તો વાક્ય હતું શબ્દો ફેર હતા બસ, “ આપણું બાકી રહેતું હશે પાછલા જન્મનું, એટલે તો આપણે મળ્યા હશુ..”

***

હું આવીશ. તારીખ , સમય અને સ્થળ ?

બસ શાશ્વત આટલું જ ટાઇપ કરી શક્યો , અને એની આંખમાં ઝળઝળિયાં આવી ગયા... હવે નિષ્ઠા શું કહેશે તેની રાહ હતી.

આજે જ નિષ્ઠા પોતાના ફોન ને પોતાનાથી દુર જ રાખવાનું ચાલુ કર્યું હતું કારણકે, છેલા કેટલાક દિવસો થયા તેને દર પાંચમી મીનીટે ફોન ચેક કરવાની આદત થઇ ગઈ હતી. અને હમેશા એક જ ઉમ્મીદ હોઈ કે શાશ્વતનો મેસેજ આવ્યો કે નહી ? આટલા દિવસોમાં અસંખ્ય વાર વોટ્સએપ ખોલ્યું હતું ને શાશ્વત નું ચેટ બોક્ષ ખોલ્યું હતું ને અને ઘણી વાર ઘણું બધું ટાઇપ કરીને ફરીથી ઈરેસ મારીને એનું એ મૌન આશુમાં પડઘાયું હતું . અને હવે તેને શાશ્વતથી દુર જવાનું હતું અને આમ હર ક્ષણે શાશ્વતનુ સ્મરણ તેના દિલમાં રહેશે તો કદાચ તેના અને નિલયના સંબંધને ન્યાય નહિ આપી શકે એવા વિચારથી તેને જેમ બને એમ વ્યસ્ત રહેવાનો પ્રયત્ન કર્યો અને એ માટે પહેલા તો ફોનને પોતાનાથી દૂર કરી દીધો. પણ જેમ તે શાશ્વતથી દુર જવાની કોશિશ કરતી તેમ તેમ શાશ્વત તેના દિલો દિમાગ પર છવાય જતો, પહેલા તો ફક્ત તે જયારે એકલી હોઈ ત્યારે જ શાશ્વતને યાદ કરતી , તેનાં વિશે વિચારતી , તેની સાથે વિતાવેલી ક્ષણોને યાદ કરીને મલકાતી અને ક્યારેક તેના અભાવથી રડતી , અને સાવ તૂટી જતી તો પછી પોતાના જ ટુકડાઓને ભેગા કરીને ફરીથી જોડવાની કોશિશ કરતી. પણ આ બધું ફક્ત એકાંતમાં જ થતું પણ હવે તો ગમે ત્યારે તે શાશ્વતના સપનામાં અને તેની યાદોમાં ખોવાય જતી , અને આખોમાં ચોમાસું બેસતું અને લોકોને એવું લાગતું કે આ પિયર છોડવાનું દુખ છે! કોઈ ન સમજાતું કે આ એક જિંદગીને છોડીને બીજી જિંદગીને અપનાવવાનું દુખ છે.

લગભગ અઢી કલાક પસાર થઇ ચુક્યા હતા અને નિષ્ઠાનો કોઈ રીપ્લાઈ આવ્યો નહોતો અને આ અઢી કલાકમાં શાશ્વતે લગભગ અઢીશો વાર જોઈ લીધું હતું પણ હજુ મેસેજ સીન સુદ્ધાં થયો નહોતો.

એ દિવસે પણ એને આવું જ કર્યું હતું.

મહિના પછી હું રાજકોટ ફર્યો હતો, તેના ઇનકાર પછી ખુદને સંભાળવા અને તેને ભૂલવા હું ગયો હતો. પણ તેને મારાથી હું દુર કરી જ શક્યો નહોતો. કારણકે હું જાણતો જ હતો કે તે પણ મને પ્રેમ કરે જ છે પણ તે મને કહેવા માગતી નથી, પોતાની લાગણીઓને દફનાવા માંગે છે. મેં સતત તેને ઇગ્નોર કરી એક મહિના માં એક મિનીટ પણ વાત ન કરી પણ તે માની નહી , એ પણ મારા વગર ક્યાં રહી સકતી હતી. આ મહિના એક દિવસ એવો નહોતો કે તેનો મેસેજ ન આવ્યો હોઈ અને પરત ફર્યા પછી મેં મારી જાતને સમજાવી કે ચાલો પ્રેમ ના સહી દોસ્તી હી સહી વોહ મેંરે સાથ તો હૈ. અને મેં નોર્મલ થવાનો પ્રયત્ન કર્યો.

મને તમારી આદત થઇ ગઈ છે... તમારી સાથે વાત ન કરું તો દિવસ પૂરો થતો નથી. વાતો વાતોમાં નીષ્ઠાએ મને કહી દીધું

ઓહ.. એક દિવસ તું એમ કહીસ તો કે , u love me then...? bcz આદત થી જ love થાય છે.

dont worry, હું નહી કહું ક્યારેય.

કોઈ આટલું પથ્થર દિલ કઈ રીતે હોઈ શકે?

હું પથ્થરદિલ નથી .

હા, એ તો ખબર છે.

મારો પારો સાતમાં આસમાન પર હતો. મને ખુબજ ગુસ્સો આવતો હતો અને તેનાથી ડબલ પ્યાર પણ ઉભરતો હતો.

કેમ માનતી નથી તારે ફક્ત મને એક વાર જ કહેવાનું છે અને એના રિપ્લે બંધ થઇ ગયા. કેટલા ગાંડાની જેમ મેં મેસેજ કરી દીધા. અને લાસ્ટમાં કહી દીધું કે , anyway tomorrow will great day.

બીજે દિવસે સવારે મેં ફરીથી મેસેજ ચાલુ કર્યા.

હેલ્લો, શું વિચાર્યું?

વિચારવાનું બંધ કરી દીધું છે.

સરસ, લાગણીઓની વાતમાં મગજ બહુ ચલાવાય નહી.

તમે નહી સમજો ?
ના.

નિષ્ઠા એ ઘણું બધું ટાઇપ કર્યું પણ ફરી પાછુ ઇરેસ કર્યું. કઈ કહ્યા વગર તે ઓફ લાઈન થઇ ગઈ. બંને તરફ ખામોશી છવાઈ ગઈ.

હું હાર માનું તેમ નહોતો.

Do u feel anything special between us? Morethan friendship I mean!

Yes.

આટલું કહેવામાં કેટલી રાહ જોવડાવી મને?
હવે શાંતિ?

પરમ શાંતિ...

અને એક અનોખી સફર શરુ થઇ અમારી!!!!!!!!

***

કદાચ, લગ્નના કામોમાં વ્યસ્ત હશે પણ પહેલાતો બે મિનીટ પણ ન લાગતી મને જવાબ આપવામાં.ગમે તેટલી વ્યસ્ત હોઈ તો પણ મને એ તારત જ જવાબ આપતી. ખેર એને તો એક વર્ષ થઇ ગયું કે જયારે એના પ્રાયોરીટી લીસ્ટમાં પહેલો હું જ હતો , અથવા ફક્ત હું જ ... અને મારા લીસ્ટમાં એ ક્યારેક જ હોઈ અને એજ વાત ની તો એને હમેશા ફરિયાદ રહેતી. પણ એ ક્યારેય કશું બોલી જ નથી.

શાશ્વતના ફોનમાં નિષ્ઠાનું ચેટબોક્ષ ખૂલું જ મેસેજ સીન થયો..અને શાશ્વતના ધબકારા વધ્યા, કાશ એમ કહી દે મેરેજ કેન્સલ , કાશ એ ફરીથી મારી ઝીન્દગીમાં આવી જાય , કાશ એ પહેલાની જેમ જ ડગલે ને પગલે મારી ચિંતા કરે , કાશ એ દરોજ રાતે પૂછે જમ્યા કે નહી ? કાશ ફરી થી એ જુનો અધ્યાય નવેસરથી ખુલે.. કાશ.......

Nishtha is typing…

Sure?

Don’t you belive me?

વાત એમ નથી..

તો કેમ છે?

નિષ્ઠાનો કોઈ રીપ્લાઈ આવ્યો નહી , ધીમે ધીમે શાશ્વત હવે પોતાના પરથી કાબુ ગુમાવી રહ્યો હતો , તેને ગુસ્સો આવતો હતો. અને આ ગુસ્સો ઓફીસના સ્ટાફ ઉપર ઉતાર્યો, પહેલી વાર શાશ્વતે આટલી સખ્તાયથી કોઈ સ્ટાફ સાથે વાત કરી હતી એ પણ નાની અમથી ભૂલ માટે , મોટી મોટી ભૂલોને પણ નરમાઈસથી માફ કરતા શાશ્વતનું રૌદ્ર રૂપ પહેલી વાર જોવા મળ્યું હતું . ગુસ્સામાં જ શાશ્વત ઓફીસમાંથી નીકળી ગયો.

મારે તેને મારાથી દુર જવા દેવાની જરૂર જ નહોતી...પણ એની વાત પણ સાચી જ હતી. કોઈ ભવિષ્ય જ નહોતું અમારા સંબંધનું અને મેં જ એને કહ્યું હતું કે જેવી તમારી મરજી.

કઈ બાજુ કારને વાળી રહ્યો હતો એ શાશ્વતને પણ ખબર નહોતી. આજે શાશ્વત પર નિષ્ઠાનો પ્રેમ હાવી થયો હતો અને ચારેબાજુ ફક્ત નિષ્ઠા જ દેખાતી હતી ક્યારેક નિષ્ઠાની સાથે વિતાલેવી એ પળો , નિષ્ઠાનું હસવું , નાની નાની વાતમાં એનો ગુસ્સો કરવો અને પછી રડવું અને શાશ્વતને વળગી પડવું, બસ નિષ્ઠા જ નિષ્ઠા ... તે આખી દુનિયા ભૂલી ગયો હતો ક્યારેક નિષ્ઠાની યાદોમાં , નિષ્ઠાથી દુર તો પણ તેની નજીક વીતાવેલું એ એક વર્ષ પણ તેને યાદ આવતું હતું

***

નિષ્ઠા અસમંજસમાં હતી કે શાશ્વતને શું જવાબ આપે એટલે તેને એક વાર શાશ્વતને મળવાનો નિર્ણય કર્યો. બસ છેલ્લી વાર...

તેને શાશ્વતને ફોન કર્યો. પણ ફોન ઉપડ્યો નહી. લગભગ ત્રણ ચાર વખત ટ્રાય કરી પણ તે નિષ્ફળ રહી.

ફરીથી કોશિશ કરી. ફોન ઉપડ્યો પણ સામેથી કોઈ અજાણ્યો અવાજ આવ્યો , “ હાલો..”

નિષ્ઠાએ પૂછ્યું ,” શાશ્વત ક્યાં છે?”

એ સાયબ ક્યાંક ગયા છે. ખબર નહિ ક્યાં ગયા , કીધું’ય નહી ને ગુસ્સામાં ગયા. અને પાછો ફોન પણ ભૂલી ગયા.

નિષ્ઠા પરેશાન થઇ ગઈ. અને એને ફોન કાપી નાખ્યો.

શાશ્વત ,, ક્યાં ગયા હશો તમે? મારે મળવું છે .. પ્લીઝ, પ્લીઝ એક વાર.

લગભગ સાંજ ના છ વાગ્યા હતા , નિષ્ઠાની હાલત પણ શાશ્વત જેવી જ હતી. તેને રૂમમાં જી ને ડાયરી કાઢી અને શાશ્વતની યાદોને છાતી સરસી ચાંપીને તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. અચાનક તેને કૈક સુજ્યું અને હમેશની જેમ પોતાના આશુ લુચીને ઉભી થઇ અને અરીશા સામે જોઇને પોતાને જ આદેશ આપ્યો અને નક્કી કર્યું કે એ શાશ્વતને મળીને જ રહશે. એ ઘરે કહીને નીકળી કે તે તેની ફ્રેન્ડ ક્રિશ્નાના ઘરે જાય છે , ત્યાં તેની બધી ફ્રેન્ડસ ભેગી થવાની છે . કદાચ મોડું પણ થાય .

નિષ્ઠા શાશ્વતના એપાર્ટમેન્ટમાં પહોચી. અને પોતાની નિયમિત જગ્યાએ સ્કુટી પાર્ક કર્યું, વોચમેન ઓળખી ગયો. સર નથી ઉપર.

ખબર છે મને નિષ્ઠા એ જવાબ આપ્યો. ચાવી છે ?
ના .. હવે સર નથી રાખતા.

સારું, સામેના ફ્લેટમાં કોઈ રહે છે ?
ના.

ઓકે . સર આવે તો કહેતા નહી કે હું આવી છુ. હું ઉપર તેની રાહ જોવ છું .

નિષ્ઠા લીફ્ટ મારફતે ઉપર પહોચી.

બધું એવું જ હતું , હંમેશાની જેમ જ શાશ્વતનું ખાલી ટીફીન બહાર પડેલું હતું , એજ દરવાજો હતો અને કંકુથી લખેલ “ લાભ શુભ “ . હમેશની માફક તાજા ઘુટેલા નહોતા થોડા આછા પડી ગયા હતા. સામસામે બે ફ્લેટ હતા પરંતુ સામેના ઘરમાં કોઈ રહેતું નહોતું એટલે કોઇપણ સવાલો થવાનો કે કોઇપણ જાતની કોઈ પૂછપરછ કરશે એવો દર નિષ્ઠાને નહોતો. તેને દરવાજા પર પોતાના હાથ ફેરવ્યા અને એકવાર ડોરબેલ પર. આજે ડોરબેલ વગાડવાનો કોઈ મતલબ નહોતી કારણકે ડોરબેલનો અવાજ સંભાળીને કોઈ દરવાજો ખોલવા અવાવનું નહોતું અને શાશ્વતનો એ સ્મિત સભર પ્રેમથી આવકારતો ચહેરો પણ દેખાવાનો નહોતો. અને ન તો અંદર પ્રવેશતા જ શાશ્વતનું પ્રેમ ભર્યું આલિંગન મળવાનું હતું.

અરે ક્યારેક તો ડોરબેલ વગાડવાની પણ જરૂર ન પડતી. લીફ્ટ નો અવાજ સંભાળતા જ દરવાજો ખુલવાનો પણ અવાજ સંભાળતો અને દરવાજાની પાછળ ઇતન્ઝાર ભરેલી આંખો.

નિષ્ઠા ફ્લેટ ની નજીક જ સીડીના પગથીયા પર નિષ્ઠા બેસી ગઈ અને શાશ્વતની રાહ જોવા લાગી. તેને બસ શાશ્વતને મળવું હતું, શાશ્વત સાથે વાતો કરવી હતી, શાશ્વતને સંભાળવો હતો, અને પોતાને પણ તૂટવું હતું અને પછી શાશ્વતના હાથે પાછુ જોડાવું હતું. ફરીથી એજ હીચકા ઉપર બેસવું હતું, એવી જ રીતે શાશ્વતના ખભા પર પોતાનું માથું ઢાળીને અને કલાકો સુધી શાશ્વતનો હાથ પકડીને એમનમ મૌન બેસી રહેવું હતું. બસ છેલીવાર.
કલાક સુધી નિષ્ઠા એમ જ પગથીયા પર બેસી રહી પણ શાશ્વત આવ્યો નહી. નિષ્ઠાએ હજી રાહ જોવાનો નિશ્ચય કર્યો. નીષ્ઠાએ ઘરે ફોન કર્યો અને કહી દીધુ કે તેની બધી બહેનપણીઓ નાઈટ આઉટ કરવાનું નક્કી કર્યું છે તો તે અહી જ રહે છે. ઘરેથી પરવાનગી પણ મળી ગઈ.

શાશ્વતનો કોઈ અતોપતો નહોતો. તેને ફરીથી શાશ્વતને ફોન કર્યો પણ ફોન ફરીથી કોક બીજા વ્યક્તિ એ જ ઉપાડ્યો અને કહ્યું કે , સર હજુ આવ્યા નથી. આટલું કહીને ફોન કટ થઇ ગયો.

શાશ્વત અજાણ હતો કે નિષ્ઠા તેની રાહ જોવે છે અને તે તેના ઘરે પહોચી ગઈ છે .. તેને પણ નિષ્ઠાને મળવું હતું , નિષ્ઠાને જોવી હતી તેથી અજાણતા જ ગાડી નિષ્ઠાના ઘર તરફ વળી અને નિષ્ઠાના ઘરની સામે આવીને ઉભી રહી. અને તે પોતાનો ફોન શોધવા લાગ્યો.. પણ મળ્યો નહી અને યાદ આવ્યું કે તે ફોન ઓફીસમાં જ ભૂલીને આવ્યો છે, ફરીથી પોતાના પર ગુસ્સો આવ્યો અને તેને અંદર જઈ નિષ્ઠાને મળવાનું વિચાર્યું પરંતુ ઘરમાં ઘણી ચહેલ પહેલ હોવાથી તેને સીધું ઘરમાં જવાનું ટાળ્યું. અને તેને ગાડીને u turn મરાવ્યો.. હવે તેને કોઈ ઉપાય સુજતો નહોતો તેનાથી પોતાની લાગણીઓ જીરવાતી નહોતી, આ બધામાંથી બહાર આવવા એક જ રસ્તો દેખાયો. દારૂની બોટલ લીધી પણ ખોલતા જ નિષ્ઠા ના શબ્દો કાનમાં ગુંજ્યા , “i hate drinkers” બોટલ બંધ કરી ગાડીમાં મૂકીને તે ઘર તરફ વળ્યો .

નિષ્ઠા હજુ એમ જ પગથીયા પર બેઠી હતી. બહાર અંધારું પ્રસરી રહ્યું હતું સાથે સાથે નિષ્ઠાના મનમાં પણ ....