Tara Aavvano Aabhash books and stories free download online pdf in Gujarati

તારા આવવાનો આભાસ...

તારા આવવાનો અભાસ...... ૧

વર્ષ વીતી ગયું .

આજના દિવસે આપણે છેલી વાર મળ્યા હતા, યાદ છે?

હું પણ કેવી મગજ વગરની વાતો કરું છું , નહિ?

બધું જ યાદ હશે તમને તો પણ આવા મગજ વગરના સવાલો પુછવા એ મારી આદત છે . એ પણ તમને ખબર છે .

હું હજી આવી જ છું, મગજ વગર નું પ્રાણી!

હાહાહા...

આ વાતમાં તમે શું કહેશો એ પણ હું જાણું છું , “તમારી જિંદગી વહેમમાં જાય છે , તમારામાં મગજ નથી એવું જરા પણ લાગતું નથી!” એમજ કહેવું છે ને ત્તમારે?

તમને એમ જ લાગતું હશે ને કે આજે પણ મારા દિલ ઉપર દિમાગ હાવી થઇ જાય છે , હું દિલથી નહી પણ દિમાગ થી જીવું છું .

આ વાત ઉપર કેટલી લાંબી ચર્ચા કરી હતી આપણે ,પણ કોઈ ઉકેલ નહોતો આવ્યો. અને આપણે આ વાત મૂકી દીધી હતી . કોઈ જીત્યું નહી કે કોઈ હાર્યું નહી . આમ પણ પ્રેમમાં હાર જીત જેવું કઈ હોતું જ નથી .પ્રેમ માં બસ પ્રેમ જ હોઈ છે ,ફક્ત “પ્રેમ “ .

અને આપણે દિલ દિમાગ વાળી વાત મૂકી દીધી , પછી ક્યારેય આપણે એ વાત પર વાતો જ નહોતી કરી , આજે પણ આ વિષય મૂકી જ દઈએ .

કારણકે ફરી ફરી એક ને એક વાત કરવાથી જિંદગી બસ વાતોમાં જ જાય છે એને જીવી શકાતી નથી . જિંદગી વિચારોમાં ફસાઈને જીવવી જોઈએ નહી, પણ એને મન મુકીને માણવી જોઈએ . leave something and live everything whatever you like.

હું હજી એવી જ છું , જરા પણ બદલાઈ નથી . એ તો ખબર પડી જ ગઈ હશે , આટલી વાત કરી એમાં પણ મેં ફિલોસોફી ચાલુ કરી દીધી હે ને?
પણ હું બદલાઈ ગઈ છું , હવે હું મનમાની નથી કરતી , હવે હું પહેલા જેવી જીદ્દી નથી રહી , હવે મને ગુસ્સો નથી આવતો , વાત વાતમાં રડવું નથી આવતું . હવે મારી પાસે માટે એટલા બધા વિષયો પણ નથી હોતા વાતો કરવા માટે .

આ બધું ફક્ત એક વ્યક્તિ સાથે જ થતું , બસ એક જ વ્યક્તિ પાસે મારું વ્યક્તિત્વ બદલાય જતું , તેની પાસે હું જીદ કરતી ,મારી મનમાની ચલાવતી , તેના પર વાત વાતમાં ગુસ્સો કરતી , વિચાર્યા વગર ગમે તેવી વાતો કરતી . તેની સાથે વાત કરવા માટે કોઈ વિષયની જરૂર નહોતી . જે મારા નહોતા છતાં મારા લાગતા. જેની સામે એક ટીપીકલ છોકરી બની જતી .

એ વ્યક્તિ કોણ છે એ પણ તમને ખબર છે , એ ફક્ત અને ફક્ત તમે છો . પણ આ બધું છ મહિના પુરતું જ હતુ. જાણે એક સપનું હતું જે સવાર પડતા જ પૂરું થઇ ગયું. કે પછી મેં જ એ સપનાને પૂરું કરી દીધું.

આપણા અલગ થવાનું કારણ પણ હું જ છું , મેં જ ન મળવાનો નિર્ધાર કર્યો હતો ,તો પછી આ બધી વાતો કરીને શું ફાયદો?

આજે હું શું લખી રહી છું , એ મને પણ ભાન નથી. જે પણ લખાય છે એ વિચાર્યા વગર લખાય છે, જેમ હું તમને ગમે તે , ગમે ત્યારે કહી દેતી એવી રીતે આજે પણ ફક્ત મન ની જ વાતો લખાય છે. છેલ્લા એક વર્ષથી આ ડાયરીમાં ફક્ત તમારી જ યાદોને લખી છે અને દરોજજ આપણા ચેટીંગ ટાઇમ પર તમારી સાથે નહિ તો આ ડાયરી સાથે વાતો કરી લઉં છું , અને તમારી સાથે જ વાતો કરતી હોઈ એવો અનુભવ થાય છે ..પણ આજે થોડી વેહલી વાત કરવાની ઈચ્છા થઇ એટલે સાંજના છ વાગે જ ડાયરી લઈને બેસી ગઈ. બાકી દરરોજ રાતે ૧૦ પછી જ આ ડાયરી ખુલે અને મારું મન પણ.

તમે યાદ આવો છો એવું તો નહિ કહું , હું તમને ક્યારેય યાદ નથી કરતી અને ક્યારેય તમને ભૂલવાની કોશિશ પણ નથી કરતી . કારણકે , યાદ કરવું અને ભૂલી જવું એ બાબત બે અલગ વ્યક્તિઓ માટે લાગુ પડે છે .પણ માણસને ક્યારેય પોતાની જાતને યાદ કરવની જરૂર હોય છે ખરી? અને ભૂલવાની વાત તો આવે જ નહિ , માણસ પોતાની જાતથી જ દુર કેમ ભાગી શકે?
તમે મારી સાથે નથી , તો પણ મારી સાથે જ છો, એવો અહેસાસ થાય છે . અને જયારે જયારે એકલતા નો અનુભવ થાય છે , તે જ ક્ષણે તમારા આવવાનો અભાસ પણ થઇ જાય છે અને મારી એકલતામાં પણ તમારો અવાજ સંભળાય છે જે તમે મને વારે વારે કહેતા, “હું તમારી સાથે જ છું , don’t worry, and don’t think so much , just live life , I am always with you , I am always there, whenever you are!”

આ શબ્દો યાદ આવતા મારી એકલતા દૂર ભાગી જાય છે અને કોઈ પણ સમસ્યા હોઈ એનો ઉકેલ પણ મળી જાય છે.

એમ તો ના કહી શકું કે, તમારા વગર જીવતા શીખી ગઈ છું , પણ એટલું ચોક્કસ કહું કે હવે ફરિયાદો વગર જીવતા શીખી ગઈ છું .

ફરિયાદ પણ કોને કરું હવે? એટલે જ પરિસ્થિતિઓ વિષે ફરિયાદો કરવાનું બંધ કરીને એકલા હાથે એનો ઉકેલ મેળવતા શીખી લીધું છે.

તમે જ કહ્યું હતું ને , “આપણું કામ ફક્ત ફરજો નિભાવવાનું છે , ખોટી ફરિયાદો કરવાથી કઈ થવાનું નથી , જિંદગીમાં કેવા સંજોગો આવશે એ આપણા હાથમાં નથી , કદાચ બધાજ સંજોગો પ્રતિકુળ આવે, પણ પ્રતિકુળ સંજોગોને અનુકુળ કેમ બનાવવા એ માણસના હાથમાં છે .

એટલે જ વાસ્તવિકતા સ્વીકારીને જિંદગી જીવ્યા સિવાય કોઈ છૂટકો નથી.

જયારે મેં તમને મારો નિર્ણય કહ્યો હતો ત્યારે ફક્ત તમે એટલું જ બોલ્યા હતા, “હમેશાની જેમ તમે કહેશો એમ જ થશે, your happiness is my priority nothing else . મારે બસ તું ખુશ જોઈએ. જે પણ થાય, હું તમારી સાથે છું. અલગ થવાથી મારો પ્રેમ ખતમ થઇ જવાનો નથી. I love you forever.

કોઈ માણસ આટલું શાંત કઈ રીતે રહી શકે , એ મને આજે પણ નથી સમજાતું , શું સાચે તમને ગુસ્સો નહોતો આવ્યો? આ કેવો પ્રેમ હતો તમારો ?

તમારા પ્રેમ ઉપર મને ત્યારે પણ શક નહોતો , અને આજે પણ નથી , આજે પણ મારા ભાગનો સમય તમે મારા વિચારોમાં પસાર કરતા હશો ,એ મને વિશ્વાસ છે. તમે એ લખતા નહિ હો. કારણકે , તમને આ બધું નથી ગમતું .એક નંબરના આળસુ છો .

કેમ તમે ક્યારેય મને કઈ પણ કહેતા નહી?, બધીજ વાતમાં મારું જ માનતા. બસ બે જ વાક્ય મને સંભાળવા મળતા ,” હું તમારી સાથે છું.” અને “ તું કહીશ એમ જ થશે “

તમે મને ક્યારેક જ ‘તું’ કહીને બોલાવતા. બાકી હમેશા તમે મને ‘તમે’ કહીને જ બોલાવતા, તમે મારો એટલો જ આદર કરતા જેટલો હું તમારો કરતી .

કેમ તમે આવા હતા ?

શું કોઈ વ્યક્તિ આટલી નિસ્વાર્થ ભાવે પ્રેમ કરી શકે?

હવે તમે કેહ્શો કે , “જે સંબંધમાં કોઈ સ્વાર્થ ન હોઈ એને જ પ્રેમ કેહવાય ડાર્લિંગ. પ્રેમમાં કઈ પામવાનું કે ગુમાવવાનું હોતું જ નથી. પ્રેમમાં ફક્ત જેટલું પ્રેમથી જીવાય એટલું જીવવાનું હોઈ છે.’’

બરાબર ને ?

હજી કઈ આગળ લખે એ પહેલા જ અવાજ આવ્યો , “નિષ્ઠા..નીચે આવને બેટા કામ છે.

“નિષ્ઠા”....એ ખુબ સરળ સ્વભાવની યુવતી હતી . ઘરમાં બધાની લાડકી હતી. તેનું વ્યક્તિત્વ કોઈ પણ વ્યક્તિને પોતાના બનાવી લે તેવું હતું. વિચારોથી સમૃદ્ધ અને લાગણીથી ભરપુર . કોઇપણ વ્યક્તિ એકવાર મળે પછી એને ભૂલી શકે નહી. એ વિચારોથી મોર્ડન હતી તો પણ વડીલોનો ખુબ જ આદર કરતી.

નિષ્ઠા એ જવાબ આપ્યો, “ આવું ,ફાઈવ મિનીટ મમ્મી.”

ચાલો , મમ્મી બોલાવે છે , હવે જવું પડશે , હું નીચે જાવ છું, ઘણી વાતો બાકી છે કહેવાની , તમને ખબર છે એકવાર તમારી સામે બોલવાનું ચાલુ કરું પછી ચુપ થવું અઘરું છે પણ આજ માટે એટલું બસ.

કેમ થઇ ગઈ છું,ને સમજદાર?

આટલું લખીને નિષ્ઠા એ ડાયરી બંધ કરી દીધી અને તેને ટેબલના ડ્રોઅર મુકીને પોતાના રૂમ માંથી બહાર નીકળીને પગથીયા ઉતરતા ઉતરતા બોલી, “હા , મમ્મી બોલો શું કામ હતું ?”

જો બેટા આ મેહમાનોની યાદી બનાવી છે ,તું પણ જોઈ લે આમાં તારા ગ્રુપનું , કે તારું ઓળખીતું રહી જતું નથી ને? શાંતિથી જોજે, કોઈ રહી જવું ન જોઈએ , આખરે મારી દીકરીના લગ્ન છે , બધા ને બોલાવવાના છે . લીસ્ટ નિષ્ઠાના હાથમાં આપતા તેના મમ્મી બોલ્યા .

નિષ્ઠા : તમે બનાવ્યું હોઈ પછી એમાં થોડું કોઈ ભૂલાય, મમ્મી?

નિષ્ઠાના મમ્મી : ના, બેટા તો પણ એક વાર નજર નાખી લે . કદાચ કોઈ ભૂલી જતું હોઈ તો ?

નિષ્ઠા : સારું , જોઈ લઉં બસ ! બીજું કઈ કામ ?
નિષ્ઠાના મમ્મી : ના, હવે થોડું તારી પાસે કઈ કરાવાય? મહિનો છે હવે , પછી ...

( આટલું બોલતાની સાથે જ બંને માં દીકરીની આંખો ભરાય ગઈ અને બંને એકબીજાને સમજાવવાની કોશિશ કરવા લાગ્યા )

મમ્મી , જો એટલું ઈમોશનલ નહિ થવાનું,, હું કઈ પરણીને વિદેશ નથી જવાની ,કે આપણે મળી નહી શકીએ ,અને વિદેશ જતી હોઈ તો પણ આ ટેકનોલોજીનો જમાનો છે ,વિડીયો કોલિંગ એન્ડ ઓલ.. દરરોજ વાતો થાય , એકબીજાને જોઈ પણ શકાય..અને હું તો પહેલેથી જ કહું છું,કે મારે લગ્ન નથી કરવા ,, આ તો તમારે મને મોકલવી છે , એટલે જાવ છું , બાકી મને તો...

ઓલું કયું સેન્ટેન્સ બોલો છો તમે બધા હા, યાદ આવ્યું , “કન્યાદાન એ મહાદાન છે.” હજી વિચારી લો, સાચે મને મોકલી દેવી છે?

બંને એકબીજા સામે જોતા રહ્યા ...

આ તો હરખના આશુ છે, એક મોટી માથાકૂટ ઘરમાંથી જશે..કેમ સાચું ને મમ્મી? નિષ્ઠાના ભાઈએ થોડું વાતાવરણ હળવું કરવા મસ્તી કરી

હવે વિચારવાનું ના હોઈ અમારી મુસીબત બીજા માથે મુક્તા..

હું મુસીબત છું એમ ?

અને પછી પીલ્લો વોર ચાલુ થઇ ગઈ, ભાઈ બહેન વચ્ચે ...

મમ્મી તારા દીકરાને સમજાવી દેજે , હું જતી રહીશ ને પછી મારી કીમત થશે એને .. નિષ્ઠાએ ગુસ્સો સાથે કહ્યું .

બસ કરો બંને હવે, એકબીજા વિના એક્મીનીટ પણ ચાલતું નથી અને ..

મમ્મી એને જ તો પ્રેમ કેહવાય , બ્રધર-સિસ્ટર લવ યુ નો? નિષ્ઠાના ભાઈએ હસતા હસતા કહ્યું ..

બસ બસ હો હવે નિષ્ઠા તું લીસ્ટ ચેક કરી લે ..અને તું વિવેક (નિષ્ઠાનો ભાઈ) જેટલા કામ સોપ્યા હતા એટલા થઈ ગયા?

એટલી વારમાં નિષ્ઠાનો મોબાઇલમાં રીંગ આવી..

ઓહ કરો કરો વાત કરો જીજુ નો ફોન હશે,, ફરી થી વિવેકે મસ્તી શરુ કરી અને નિષ્ઠા પીલ્લો પ્રહાર કરે એટલી વાર માં વિવેક ગુમ થઇ ગયો .

નીષ્ઠાએ ઉપર જતા જતા કોલ રીસિવ કર્યો અને ફોનમાં વાતો શરુ કરી

હેલ્લો ,

સામેથી અવાજ આવ્યો , હાઈ શું ચાલે છે ?

બસ , તૈયારીઓ ..

શેની આપણા લગ્નની

ઓહ! મને તો જાણ જ નહોતી.

એમ ને ,તો સારું થયુંને મેં આપને જાણ કરી દીધી ..

હા હો બસ હવે જાન લઇને આવવાની રાહ જોવ છું.

શું કામ હતું એ કેહશો નિલય?

કઈ કામ નથી નિષ્ઠા , બસ અવાજ સાંભળવાનું મન થયું.. એટલે
અચ્છા! પણ મારે કામ છે ઇન્વીટેશન લીસ્ટ જોવાનું છે કોઈ બાકી નથી રહી જાતું ને ?સારું સારું બાબા પછી વાત તો
, તું જોઈ લે. બાય , સી યુ સૂન!

બાય.

નિષ્ઠા લીસ્ટ જોઈ રહી હતી અને બધા મિત્રોને યાદ કરતી ગઈ અને બધા વિષે વિચારતી ગઈ કોણ આવીને શું કહેશે?

કોણ આવશે ? અને કોણ બહાના બતાવશે ? અને બહાના શું હશે બધું જ એ વિચારતી ગઈ. અને મનમાં અને મન બધા મિત્રો સાથે વિતાવેલી ક્ષણો જીવાય ગઈ.

અમુક નામો એડ કર્યા. અને પછી લીસ્ટ સાચવીને રાખી દીધું.

અને પછી છાપા તરફ નજર ગઈ .

અરે, આજે તો મારે ન્યુઝ પેપર વાંચવાનું પણ બાકી છે , ચાલો વાચી લઈએ.

એક પછી એક પાના ફરતા ગયા.

અચાનક જ તે એક ખબર વાંચીને ગુસ્સે થઇ ગઈ અને ફરીથી ડાયરી હાથમાં લીધી અને લખવા માંડ્યું .

ફરીથી આજે એક પ્રેમી પંખીડાએ ડેમમાં ઝંપલાવ્યું..લોકો કેમ પોતાની જિંદગી ખતમ કરી નાખે છે ?પ્રેમના નામે પોતાની કાયરતા દેખાડે છે .

કેમ પ્રેમ બદનામ થાય છે? ફક્ત એકબીજાને પામી લેવાથી કે લગ્ન કરી લેવાથી શું પ્રેમ સફળ થઇ જાય છે? શું હમેશા સાથે રેહવું એજ પ્રેમ છે ?

લોકો કેમ પ્રેમને સમજતા નથી ,, શું પ્રેમ વ્યક્તિને મરણ તરફ પ્રેરે? મરી જવું , ભાગી જવું એ રસ્તો છે? શું પ્રેમ આટલો કાયર હોઈ શકે? આટલ
ું લખીને તેને આંખો બંધ કરી દીધી. પોતાની જાત સાથેજ વાતો શરુ કરી

તમે મારી સાથે જ છો ખબર છે અત્યારે તમે મને કેહશો કે , ‘શાંત દેવી શાંત.’ યે દુનિયા હૈ, યહા હરરોજ એક નયા તમાશા હોતા હૈ, ઔર યે તમાશે કે પીછે યા તો ઈશ્ક હોતા હૈ, યા ફિર ધર્મ .

પ્રેમ થઇ જવો આશાન છે પણ પ્રેમ કરીને જીવવું ખુબ મુશ્કિલ છે ,સાથે રહો કે દુર રહો , સંપર્કમાં રહો કે ના રહો.. એ બધું પરિસ્થિતિને આધારિત હોઈ છે. પણ પ્રેમ એક વાર થાય ગયો એટલે પછી એમાં ક્યારેય પૂર્ણવિરામ આવતું નથી કે નથી અલ્પવિરામ આવતું .

નિષ્ઠાના રૂમનું બારણું ખુલ્યું અને નીષ્ઠાએ ડાયરી ફરીથી ડ્રોઅરમાં મૂકી દીધી.

નિષ્ઠા , લીસ્ટ ચેક કર્યું? નિષ્ઠાના મમ્મીએ અંદર આવતા કહ્યું.

હા,મમ્મી થોડા નામો એડ કાર્ય છે જેને તમેં ઓળખાતા નહિ હો એટલે કદાચ નથી લખ્યા . લીસ્ટ આપતા નિષ્ઠા એ કહ્યું

એટલે જ કહ્યું હતું દીકરા કે તું જોઈ લે એકવાર . નિષ્ઠાના મમ્મી એ લીસ્ટ જોતા જોતા કહ્યું.

અરે, હજી આમાં એક વ્યક્તિ ભૂલાય છે . હું પણ ભૂલી ગઈ હતી અને તું પણ! સારું થયું અત્યરે યાદ આવ્યું. નિષ્ઠાના મમ્મીએ પેન માંગી અને કહ્યું એ કેમ ભૂલાય જાય તારાથી?

કોઈ નથી ભુલાતું મમ્મી મેં બરાબર ચેક કર્યું છે.

શાશ્વત ! ભૂલાય છે ને ? ક્યાં છે એ આજકાલ કોઈ અતોપતો જ નથી એનો ,બદલી થઇ ગઈ છે? હમણાં ઘણા સમયથી તો તારા મોઢે પણ એનું નામ નથી સાંભળ્યું , કોન્ટેક્ટ માં તો છે ને એ? બહુ માયાળુ માણસ છે , વાતોમાં કેટલી નિખાલસતા અને એકદમ સરળ સ્વભાવ . એટલા ઉચ્ચ હોદા ઉપર તો પણ ડાઉન ટુ અર્થ . છે ક્યાં એ?

ખબર નથી. બસ છેલ્લા પ્રશ્નનો ઉત્તર નિષ્ઠા એ આપ્યો .

શું કહાની હતી?

ક્રમશઃ...........................................

બીજા રસપ્રદ વિકલ્પો