Tara Aavano Abhas - 6 books and stories free download online pdf in Gujarati

તારા આવવાનો આભાસ ...૬

તારા આવવાનો આભાસ ... ૬

વાચક મિત્રોએ આગળના ભાગ વાચી જવા વિનંતી..

નિષ્ઠા સવારે કોલેજ માટે નીકળી હતી, શિયાળાની શરૂઆત હતી અને ઝાકળભર્યું વાતાવરણ હતું , ગુલાબી ઠંડીની મજા લેતી નિષ્ઠા ધીમે ધીમે સ્કુટી ચલાવી રહી હતી. આગળ જતી સ્કુલ રિક્ષમા પાછળ બેઠેલા ભૂલકાઓના નખરા જોઇને મનમાં ને મનમાં તે મલકાય રહી હતી ત્યાજ રસ્તાની ફૂટપાથ પર ઠીંગરાતા બાળપણને જોઈને તેનું હૃદય ભરાય આવતું હતું. કેમ બધાને સરખા નથી બનાવતો હે ભગવાન ! હજી ક્યાં સુધી આ બાળપણ રઝળતું રહેશે? ત્યાં જ ફોનમાં ગીત ગૂંજ્યું , ઓ રે લમ્હે તું કહી મત જા... નિષ્ઠાને ખબર પડી ગઈ કે શાશ્વતનો જ ફોન હશે, પણ તેને થોડું આશ્ચર્ય પણ થયું કારણકે શાશ્વત ક્યારેય સવારમાં ફોન કરતો નહી. નીષ્ઠાએ સ્કૂટી સાઈડમાં ઉભી રાખી અને ફોન ઉપાડ્યો..

નિષ્ઠા : હેલ્લો..ગૂડ મોર્નિંગ ..આજે તો સવાર સવાર માં મારી યાદ આવી ગઈ કે શું ? સૂર્ય તો પૂર્વમાં જ ઉગ્યો છે હો..

શાશ્વત : ક્યાં છો ? ઘરે આવી શકો અત્યારે ? એટલું બોલવામાં તો શાશ્વતને હાફ ચડી ગયો હતો.. અને ખુબજ ઉધરસ આવવા લાગી ..

નિષ્ઠા: શું થયું? મજા નથી?

શાશ્વત : if possible , please come soon. અને ફોન કપાઈ ગયો.

નિષ્ઠાને શાશ્વતની ખુબ જ ચિંતા થવા લાગી નીષ્ઠાએ શાશ્વતને ફોન લગાડવાની કોશિશ કરી પણ શાશ્વતે ફોન ના ઉપાડ્યો તેથી તે સીધી જ શાશ્વતના ઘરે પહોચી ગઈ. ફલેટનો દરવાજો ખુલો જ હતો. પણ શાશ્વત ક્યાય દેખાતો નહોતો. નિષ્ઠા એ શાશ્વતને શોધ્યો પણ તે ન મળ્યો. નિષ્ઠાનો ચહેરો રડમસ થઇ ગયો ત્યાં જ પાછળથી આવીને શાશ્વતે પોતાના હાથથી નિષ્ઠાની આંખો દબાવી દીધી અને કહ્યું thanks for coming.

નીષ્ઠાએ પોતાના હાથથી શાશ્વતના હાથ પોતાની આંખ પરથી હટાવી લીધા અને શાશ્વતની સામે ગુસ્સાથી જોયું what ? શું છે આ બધું ? ફોન પર નાટક કરવાની કઈ જરૂર હતી ? કેટલી ડરી ગઈ હતી ખબર છે ?

હા, ખબર છે. અને જો મેં નાટક ન કર્યું હોત તો શું તું અહી અત્યારે આવી હોત? હજાર સવાલ કર્યા હોત અને ન આવવાના બહાના બનાવ્યા હોત , શાશ્વતે નિષ્ઠાને પોતાની બાહોમાં લઇ લીધી.

પણ..

પણ બણ કઈ નહી , just hug me. જો ટેબલ પર કોઈક તારી રાહ જુએ છે?

નીષ્ઠાએ ડાઇનીંગ ટેબલ પર નજર કરી....

કેક ??

હા, કેક કાલે રાત્રે બહુ મન થયું હતું ને ?

હમમ...નિષ્ઠા કઈ બોલી શકી નહી બસ ફરીથી શાશ્વતને વળગી પડી .

શાશ્વત : ચાલો , હવે કેક રાહ જુએ છે ..

ભલે જુએ.... મને બગાડી રહ્યા છો તમે આગળ જતા મોંઘુ પડશે .. નીષ્ઠાએ ટાઈટ હગ કરતા કહ્યું..

શાશ્વત : મંજુર છે ...

નિષ્ઠા : આટલી સવાર સવારમાં કેક ક્યાં થી લાવ્યા ?

શાશ્વત : કાલે વાત વાતમાં તમે કહ્યું ત્યારે જ મંગાવી લીધી હતી.

નિષ્ઠા : હું ના આવી હોત તો ?

શાશ્વતે કઈ કહ્યા વગર જ કેકનો ટુકડો નિષ્ઠાના મોઢામાં મૂકી દીધો....

એટલામાં જ નિષ્ઠાના ફોનની રીંગ વાગી , અને નિષ્ઠા જાગી ગઈ. ફોન હાથમાં લીધો.. ફોન ની સ્ક્રીન નિલય નામ દર્શાવી રહ્યું હતું , તેથી ફોન રીસીવ કર્યા વિના છુટકો નહોતો.

ગૂડ મોર્નિંગ.. સામે થી નિલયનો અવાજ આવ્યો.

નિષ્ઠા એ પણ ગૂડ મોર્નિંગ વિશ કર્યું.

નિલયે નિષ્ઠાને યાદ કરાવ્યું કે , આજે નીલયના મમ્મીએ નિષ્ઠા અને નિલય સાથે શોપીંગમાં જવાનો પ્લાન બનાવ્યો હતો . તો એ જલ્દી તૈયાર થઇ જાય . નિષ્ઠા એ કહ્યું કે હા યાદ છે મને .

સારું મેડમ રેડી રહજો , દોઢ બે કલાકમાં ડ્રાઈવર તમને લેવા પહોચી જશે

ડ્રાઈવર?
હા તો હું તો ડ્રાઈવર જ કહેવાવને? સાસુ વહુને લઈને બજારમાં નીકળવાનું ,, એ કહે તેમ કરવાનું ગાડી ચલાવો એટલે ચાલવાની અને એ કહે ઉભી રાખો એટલે ઉભી રાખવાની.. આ બાજુ લઈલો અન એતે બાજુ લઈલો..

તો વાંધો નહી ડ્રાઈવર સાહેબ આપ ન આવતા , હું ને મમ્મી જઈ આવશુ બસ..

ના ના..હું આવીશ. હું તો મજાક કરતો હતો.

ચાલો હવે હું તૈયાર થઇ જાઉં?

હાજી..

અને ફોન કટ થયો.

નિષ્ઠા એ સ્વપ્નની દુનિયા માંથી ફરીથી હકીકતની દુનિયામાં પ્રયાણ કર્યું . સુતા સુતા જ અરીસા તરફ નજર ગઈ અને પોતાની જાત ને કહ્યું ,

સપનું હતું .....પણ લાગ્યું કે ફરીથી એજ દિવસો પાછા આવી ગયા..ફક્ત એમ જ કહી દીધું હતું કે અત્યારે કેક ખાવાની ઈચ્છા થાય છે અને .... આગળના શબ્દો નિષ્ઠાની આંખોમાંથી નીકળ્યા અને પડખું ફરી ગઈ . ફરીથી સુવાનો પ્રયત્ન કર્યો પણ રાતે શાશ્વત સાથે થયેલી વાતો યાદ આવી અને ફરી થી મનમાં એજ સવાલો થયા કે શાશ્વત શું જવાબ આપશે? એ આવશે? આવે તો કમસેકમ એક વાર તો એને જોઈ શકાય..ફરીથી ફોન ચેક કર્યો પણ શાશ્વતનો કોઈ મેસેજ હતો નહી.

પણ એક મેસેજ હતો આભા નો... આભા ગુપ્તા ....

આજે નિષ્ઠાને આભા સાથે વાત કરવાનું મન થયું, જયારે કોઈ વાત પોતાનાઓને કરી શકાતી નથી એ અજનબીને આશાની થી કરી શકાય છે.

આભા અને નિષ્ઠા બને એકબીજાને twiterની દુનિયામાં મળેલા બે અજનબી મિત્રો હતા. જે ક્યારેય વાસ્તવિક દુનિયામાં મળ્યા નહોતા. આભા એ દિલ્લીમાં રહેતી અને નિષ્ઠા રાજકોટમાં.

આભા અને નિષ્ઠામાં ઘણી સામ્યતા હતી , લગભગ બનેની પસંદ અને ના પસંદ સરખી જ હતી. બનેના ફેવરીટ હીરો પણ એક જ હતો અને બને ના મિલનનું કારણ પણ એક જ હતું.. અને એ બનેની વાતોનો વિષય પણ એક જ હતો. અને તેના વિષે વાત કરતા કરતા બને એ ક્યારે પોતાની જિંદગીના સિક્રેટ શેર કરી લીધા હતા એ તે બને પણ ખબર નહોતી. બનેને એકબીજા પર પૂરો વિશ્વાસ હતો અને બને આશાનીથી જે વાત કોઈને ના કહી શકતા હોઈ એ વાત એકબીજાને કહી દેતા. બને એ ક્યારેય એકબીજાનો અવાજ સાંભળ્યો નહોતો પણ તેઓ એકબીજાના સ્વભાવથી સંપૂર્ણપણે પરિચિત હતા. એકબીજાના મનની વાત તરત જ જાણી જતા.

જયારે નિષ્ઠા અને શાશ્વતના પ્રેમની શરૂઆત થઇ નહોતી એ પહેલા જ નિષ્ઠાની વાત પરથી આભા જાણી ગઈ હતી કે નિષ્ઠાના મનમાં શાશ્વત વિષે ભાવો જાગી ગયા છે, અને આ વિષે સાવચેત રહેવા અભાએ નિષ્ઠાને ચેતવી હતી. કારણકે આભા યાદોનું એકાંત જાણતી હતી અને આ બાબતે તેને નિષ્ઠાને ઘણી સમજાવી હતી. નીષ્ઠાએ આભાને કહ્યું હતું કે , તે વાસ્તવિકતાને જાણે છે અને તે શાશ્વતને ફક્ત મિત્રની દ્રષ્ટી એજ જુએ છે. આ સંબંધનું કોઈ અસ્તિત્વ નથી.

તો પણ આભા એ નિષ્ઠાને શાશ્વતથી દૂર રહેવા કહ્યું હતું . કારણકે પ્રેમ સામે બધી જ સમજદારી હારી જાય છે. આભાએ નિષ્ઠાને શાશ્વત સાથે ધીમે ધીમે કોન્ટેક્ટ ઓછો કરવા સલાહ આપી હતી.

પણ જેમ જેમ નિષ્ઠા શાશ્વતથી દૂર જવાનો પ્રયત્ન કરતી તેમ તેમ તે શાશ્વતની નજીક જઈ રહી હતી . અને જયારે તેની અને શાશ્વતની પ્રેમની શરૂઆત થઇ એ વાત તેને આભાને કરી નહોતી. અને આ એક જ વાત હતી કે નિષ્ઠાની જિંદગી વિષે જેની આભાને ખબર નહોતી. પરંતુ આભા નિષ્ઠાને પ્રેમ વિષે વાકેફ તો હતી જ પણ તેને લાગ્યું હતું કે નિષ્ઠા આ વાતને થોડા સમય માં ભૂલી જશે અને જીંદગીમાં આગળ વધી જશે. પણ બન્યું હતું તો સાવ ઉલટું જ.

આજે નિષ્ઠાને પોતાના મન ની વાત આભને કરાવી હતી , સાથે ડર હતો કે , આભા તેના વિષે શું વિચારશે? ક્યાંક એ તેની દોસ્તી ન ગુમાવી બેસે કે તેનો વિશ્વાસ ન ગુમાવી બેસે.

મનમાં વિચારોના ઝંઝાવાત ચાલુ થયા ...અને ફરીથી ભગવાન સામે ફરિયાદો ચાલુ થઇ...

બેડની સામે રહેલા વોલ પેન્ટિંગ માં રાધા કૃષ્ણનો દો દેહ એક પ્રાણ વાળો ફોટો હતો જેને લાકડાની ફ્રેમમાં મઢેલો હતો અને બારીમાંથી આવતો પ્રકાશ છબીમાં મઢેલા આભલા પર પડતા પરાવર્તિત થઈને નિષ્ઠાની આંખમાં આવતો હતો.

શું મજા આવે છે ? તને મને હેરાન કરવામાં? હજુ કેટલા twist n turn બાકી છે મારી જીંદગીમાં . હજી કેટલા અધ્યાયો જીવવાના છે મારે ?

ગોકુલ છોડી ગયો ત્યારે તને શું દુખ નહોતું થયું ? તને પણ દ્વારિકા વસાવવામાં તકલીફ પડી હશે ને?
તો પછી કેમ???

વિરહની વેદનાથી તો તું પણ વાકેફ જ છે ને ....

હવે કઈ કહેવું નથી, ફરિયાદો કરીને જિંદગી જીવવાનું બંધ કર્યું છે , શાશ્વતને પ્રોમિસ કર્યું છે એટલે બાકી ...તું સાંભળી સાંભળીને થાકી જઈસ એટલી ફરિયાદો છે

આ જન્મમાં તો માફ કર્યો જા next time ધ્યાન રાખજે , i mean to say આવતા જન્મમા. હું તો ક્યારેય આવા જન્મમાં માનતી નથી પણ શાશ્વતના પ્રોમિસ પર ભરોષો છે.

પછી પોતાને જ દિલાસો આપી અને એક આશા મન માં રાખી , તે પથારીમાંથી ઉભી થઇ. ઇસીકા નામ ઝીંદગી હૈ,, ચાલો જીવી નાખીએ.. આખી રાતના આશુને થોડાક સ્મિતના તડકામાં સુકવી નાખ્યા અને નાહીને તૈયાર થઇ મુરજાઈ ગયેલા ચહેરા પર થોડો મેક અપ કરીને તે રૂમમાંથી બહાર નીકળી...

શાશ્વત હજી પથારીમાં જ હતો, અને હજી તે વર્તમાનમાં પાછો ફરી શક્યો નહોતો. અને ફરવા પણ માંગતો નહોતો.

શાશ્વત : હેલ્લો..

નિષ્ઠા : હેલ્લો..

શાશ્વત : શું ચાલે ..

નિષ્ઠા : બસ શાંતિ તમારે

શાશ્વત : પરમશાંતિ

ક્યારે જવું છે ?

નિષ્ઠા : ક્યાં

શાશ્વત : લોંગ ડ્રાઈવ, ડીનર? પાર્ટી બાકી છે ...યાદ છે ને ?

નિષ્ઠા : હા બિલકુલ.. આવી જાઓ ઘરે એટલે આપી દઉં.

શાશ્વત : ના ના આપને ક્યાંક બહાર જાસુ.

નિષ્ઠા : સોરી.

શાશ્વત : ફોર વોટ?

નિષ્ઠા : Plz don’t mind ,I cant come.

શાશ્વત : Never mind…say else whats going on?

નિષ્ઠા : Nothing..

કેટલું સરળતાથી મેં પૂછી લીધું હતું અને કેવી નાદાનીથી એને ના પણ કહી દીધી હતી અને કારણ હતું ઘરેથી રાજા નહી મળે... અને પાછો હુય ડોબો હતો કે એમાં ઘરે કહેવાની શું જરૂર છે?
હું ઘરે કીધા વગર ક્યાય જતી નથી..એ કદાચ સમજી જ નહોતી... કેટલો સમય લાગ્યો હતો એને મારી વાતને સમજવામાં.. હું પણ પાગલ હતો કે મેં ....અરે મે તો એની સાથે વાત કરવાની જ બંધ કરી દીધી હતી... મેસેજના રિપ્લે નહિ કરવાના એ ૧૫ – ૨૦ મેસેજ કરે પછી ફક્ત નાનો એવો રિપ્લે કરી દેવાનો.. એક દિવસ પણ નહોતો થયો કે એ મારા કઈ કહ્યા વગર જાણી ગઈ હતી કે મને ખોટું લાગ્યું છે ... એને તો ભોળપણમાં જ કહી દીધું હતું કે ભલે હું તમને સારી રીતે ઓળખતી હોવ પણ તમને કોઈ મારી ઘરે ઓળખાતું નથી એટલે કદાચ તમારી સાથે બહાર જવાની ના પાડે અને મેં કહી દીધું કે એમાં ઘરે પૂછવાની શું જરૂર છે?

હું ઘરે કહ્યા વિના ક્યાય જતી નથી..

હશે.

કેટલી પારદર્શકતા હતી. પણ હું ક્યાં કઈ સમજી શક્યો હતો.

હું મનમાં એવું લઈને બેઠો કે એને મારામાં કોઈ રસ જ નથી. મારો પ્રપોસલ એને રીજેક્ટ કર્યો. પણ એ તો ફક્ત મને સારો મિત્ર જ ગણતી હતી અને હું વધારે વિચારી બેઠો હતો.. પણ ક્યાંક ને ક્યાંક એના મનમાં પણ મારા પ્રત્યે એજ લાગણી હતી પણ એ સમજી નહોતી.અને સમજી હોઈ તો પણ મને કેહવા નહોતી માંગતી.પણ મારાથી દુર તો એ પણ નહોતી રહી શકતી. મેં તો સાવ કોન્ટેક્ટ ઓછો જ કરવાનું નક્કી કરી નાખ્યું હતું. અને પણ એ માની જ નહોતી. હું પ્રેમની વાતો કરતો અને એ મિત્રતાની...મેં એને વાત વાત માં કહી દીધું હતું કે , આપણે હમેશા સારા મિત્રો જ રહી શકીશું બસ. અને જવાબ આપ્યો defenetly. અને હું તો સાવ તૂટી ગયો હતો. સારું હોત કે ત્યારે જ હું જિંદગીની વાસ્તવિકતાને સમજી શક્યો હોત અને એની મિત્રતા સ્વીકારી લીધી હોત તો હમેશા .... પણ હું ક્યાં માન્યો હતો? એક વાર તેને ખયાલ આવી ગયો કે હું મારા દિલમાં એના પ્રત્યે શું લાગણી છે અને બીજે દિવસે બેધડક મને પૂછી લીધું હતું અને મેં કહી દીધું હતું હું ફક્ત મજાક કરતો હતો. એ તો કરી શકું ને? હમમ.. અને વળી પછી પાછુ તેને કહી પણ દીધું કે એ મજાક નહોતી એ તો મને પણ ખબર છે. અને મેં કહી દીધું હા એ સાચું જ હતું તો શું?

તો કઈ નહિ. i don’t belive in loveship… I only belive in friendship...

અને મેં ગુસ્સે થઈને કહી દીધું , સારું તો તમે કહો એમ બસ....

અને તેને ફક્ત એટલું કહ્યું કે, એજ આપણા માટે સારું છે..આ વાત કાશ ત્યારે સમજાય હોત મને

અને એ વાતનો અંત આવ્યો. મેં એને કેટલી દુખી કરી હતી.. હું તેને ઇગ્નોર જ કરવા લાગ્યો હતો, અને કેવો રૂડ બિહેવ કરતો.. પણ એનો બિહેવિયર તો ક્યારેય નહોતો બદલાયો અને ધીમે ધીમે હું પણ જાણી ગયો કે, નિષ્ઠાના મનમાં પણ મારા માટે એજ લાગણી છે જે તેના માતે મારા મનમાં છે. તો પણ મેં તેને કેટલી હેરાન કરી હતી? ત્યારે પણ તેના કરતા હું વધારે દુખી થયો હતો, હું તેને દુખી કરતો હતો કે પોતાને જ તકલીફ પહોચાડતો હતો..ત્યારે પણ હું તુટતો હતો અને આજે પણ ... પણ આ બને તુટન વચ્નેનું જોડાણ એ અતુટ હતું , હું તેની નજીક તો પળવારમાં જ પહોચી ગયો હતો પણ નજીકથી પાસે પહોચવું બહુ કઠીન હતું મારે એની લાગણીઓને વાચા આપવી હતી , હું જે મહેસુસ કરતો હતો એ મારે તેની પાસે બોલાવવું હતું અને મારે પણ કહેવું જ હતું. કાશ ત્યારે મેં આ વાસ્તવિકતાને સમજી હોત તો આટલી દૂરતા ન આવી હોત અમારી વચ્ચે..

કોઈ બંધન વગરનો સંબંધ એ મારું જીવન હતું, હવે તો ફક્ત શ્વાસ લઉં છું. જીવતો તો હું નિષ્ઠા સાથે અને નિષ્ઠા માટે જ હતો..પણ શ્વાસ તો લેવા જ પડશે , જવાબદારીઓ નિભાવવાની જ છે...મૂકી દઉં બધુ , દોડી ને જતો રહુ નિષ્ઠા પાસે... ?

ત્યાં જ નિષ્ઠાનો ચેહરો શાશ્વતની સામે આવ્યો અને નીષ્ઠાએ માંગેલુ વચન પણ..

ક્રમશ :

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED