ઇચ્છાઓ ને પગલે પગલે...
મહાલય જેવા મકાન ની પાછળ ના ભાગ માં રહેલી ચોકડી માં એંઠા-બદબૂદાર વાસણો નો ઢગ ખડકાયેલો હતો..અને માખીઓ ની મીજબાની ચાલી રહી હતી.મહેરા કમર પર હાથ ટેકવી ને વાસણો ને ગુસ્સા ભરી એકધારી નજર થી તાકી રહી...જાણે હમણા જ બે ડગલા ચાલી ને જોર થી એક લાત વાસણો ના ઢગલા ને મારશે...લાત મારવાના ખ્યાલ પછી ની ક્ષણે જાણે એને બીજો ખ્યાલ આવ્યો કે બધા જ વાસણો-એંઠવાડ ચોકડી ની બહાર વીખરાઇ જશે...અને જોર થી ખખડાટ થશે,,,આ બધો અવાજ સાંભળી ને આ ઘર અને વાસણો ની માલકણ આવી ને લાંબુ ભાષણ આપશે..,કકળાટ કરશે...,અને પૈસા તો ચોક્કસ કાપી જ લેવાની..પણ કાઢી તો નહી જ મુકે...કેમ કે એનુ શરિર એવુ નથી કે એ કામ કરી શકે અને ‘સારી-કામવાળી’ ની અછત ની સમસ્યા અહીં પણ હતી જ..!
એ ચોકડી તરફ આગળ વધી...નળ ખોલી ને મોટુ ટબ પાણી ભરાવા મુક્યું..ફરીથી વાસણો ભુલી ને પાણી સાથે રમત કરવા લાગી..હલકા હાથે નળ માંથી પાણી રોકવાની રમત...પાણી નો એક ફુવારો એના ચહેરા પર પડયો...એકલી-એકલી જ ખડખડાટ હસવા લાગી..કમરે વીંટળાયેલી મેલીઘેલી ચીંથરા જેવી ઓઢણી ના છેડા થી મોં લુછ્યુ..અને ઓઢણી નો છેડો સુંઘ્યો...જોર થી શ્વાસ લીધો...ફરીથી એ જ છેડો સુંઘ્યો..આ પહેલા એ સુગ નામ ના શબ્દ થી જ અજાણ હતી...!?પણ આજે એને પહેલા ઓઢણી અને પછી કમીઝ નો છેડો સુંઘી જોયો..સલવાર ની દશા નાક સુધી લાવવા જેવી જ ન’તી અને સલવાર સુંઘવા નીચે સુધી નમે એવી એ મુરખ પણ ન’તી જ..!એને પહેરેલા કપડા નું અવલોકન છોડી ને વાસણ માંથી એંઠવાડ સાફ કરવાનું શરૂ કર્યું.
આ મહેરા નહાવાની આળસુ તો હતી જ..અને એની ચાલી માં અઠવાડિયે એક જ વાર પાણી આવતુ..તો એ નહાવાનું અઠવાડિયા માં એક જ વાર રાખતી...ગંધાતો-ગોબરો દેખાવ એક જોતા એની માટે આશીર્વાદ સમાન જ હતો...આ રીતે એ એની જાત સાચવી શકતી હતી...પણ એનેય ખબર જ હતી કદાચ કે દરરોજ નહાવાથી શરિર નો કાળો રંગ તો ઉતરવાનો ન’તો જ..!મોટી કાળી આંખો સિવાય એનામા બીજુ કંઇ નોંધ પાત્ર હતુ જ નહી...પણ એની આંખો ધારી ને જોવાની ફુરસદ કોની પાસે હોય ?વાસણ ધોતા ભીના થયેલા હાથ પર બીજા હાથ ની આંગળી ઘસી જોઇ...મેલ ની પરત જામી હતી...થોડુ વધારે ઘસતા મેલ ના પોપડા વળવા લાગ્યા..એને મજા આવી...થોડુ વધારે જોર થી ઘસ્યુ પછી નખ થી મેલ ઉખાડવા લાગી..કાળી ચામડી પર લાલ ચકામા પડી ગયા...મેલ નીકળવાનુ બંધ ન થયુ ત્યાં સુધી ઘસતી જ રહી...ઉભા પગે વાસણ ઘસવા બેઠી હતી.. હાથ ના મેલ પરથી હટી ને એની નજર એની છાતી પર ગઇ.છાતી સાથે ઘુંટણ અડતા હતા...મોટા ગળા વાળા કમીઝ માથી સ્તન નો ઉભાર દેખાતો હતો...આછા હાસ્ય સાથે એને છાતી અને ઘુંટણ વડે નવી રમત માંડી..ઘડી માં ઘુંટણ છાતી પાસે લાવે અને ઘડીક માં દુર કરે...ટી.વી.માં એને જોયુ હતુ એટલુ ખુબસુરત તો ન’તુ જ...પણ એને થયું કે સ્તન થોડા ગોરા હોત તો વધારે સેક્સી લાગત...બન્ને સ્તન ના ઉભાર વચ્ચે થી જતી પાતળી લાઇન પર આંગળી ફેરવી...ઘુંટણ દુર કરી હાથ થી રમત શરૂ કરી..!અચાનક એને લાગ્યું કે બે આંખો એને તાકી રહી છે...પાછળ ના બંગલા ના ઉપરના માળ ની બારી તરફ નજર કરી...કાળો પડછાયો ત્વરાથી ત્યાથી હટતો જોયો...એને કોઇ ફર્ક નહોતો પડ્યો...કોઇ જોવે તોય શું અને ન જોવે તોય શું..!જોકે અંદર-અંદર ખુશી તો થઇ જ કે ચાલો કોઇએ તો ધ્યાન આપ્યુ...આ કાળી મેલીઘેલી ચામડી ની અંદર એક સાચુકલી છોકરી જીવે છે..એવી તો કોઇ કલ્પના પણ ન કરી શકે...એને માણસો સાથે ના લગાવ ની આદત હજી પડી ન હતી...એને બીજા ના ઘરો માં જમા થયેલ કચરો-લોકો ના ગંધાતા મેલા કપડા-એંઠા વાસણો-કીચન અને સ્ટોર રૂમ ની ગંદકી માં જન્મેલા વંદા અને મોટી મોટી દિવાલો પર ઝુલતા કરોળીયા ના જાળા સાથે લગાવ હતો...લોકો ની સહાનુભુતિ ની એને જરૂર ન હતી..એ એના માં જ મસ્ત રહેતી...કામ થી કંટાળતી તો એ પોતાના જ શરિર સાથે રમત કરતા શીખી ગઇ હતી..આ રમત ની એક આછી ઝલક એક ઓળો જોઇ ગયો હતો...પણ એને એની ચિંતા જરાય ન’તી...એ એનુ કામ સમેટી એના રસ્તે ચાલી નીકળી..કાળઝાળ તડકા ની પરવા કર્યા વિના એ ડામર ના રસ્તા પર ચાલતી રહી..એને ક્યાં ચામડી બળવાની કે કાળી પડવાની ફીકર હતી..!?
દરરોજ ની જેમ ઘરો માં કામ પતાવ્યુ..થાક એના શરિર માંથી ખારુ પાણી થઇ નીતરતો હતો..એણે એની નજર પેલી બારી તરફ કરી...જાણી જોઇ ને જ તો...!આજે કોઇ પડછાયો ન હતો..એ તો આખે આખો પુરૂષ હતો...કોઇ ની સામે હસવાની મહેરા ની આદત ન હતી..એ માત્ર અરિસા મા પોતાની સામે જોઇ ને જ હસતી...પણ આજે એના હોઠ બંન્ને ખુણે થી વંકાઇ ઉઠયા...
પેલો પુરૂષ પણ હસ્યો...અને બારી માંથી ખસી ગયો...મહેરા એ હાથ-પગ ધોયા..ખાસા એવા કપડા પલળ્યા..અને કંઇ પણ વિચાર્યા વગર એ સામે ના સામે ના ઘર ની ઉપર તરફ જતા દાદર તરફ વળી..કોઇ જોશે તો બોલશે એની પરવા કર્યા વિના..એના આશ્ચર્ય સાથે પેલુ બારણુ ખુલ્લુ જ હતુ અને પેલો માણસ પણ ત્યાં જ હતો એની તરફ બે આંખો એકધારી નજર થી તાકી રહી હતી...પરસેવા નો એક રેલો એના વાળ માંથી સરતો સરતો એની પીઠ પર રેલાઇ ગયો..જાણે પીઠ ઉપર કોઇ આંગળીઓ ફેરવી રહ્યુ હોય એમ મહેરા ને લાગ્યુ...પોતાનુ જ ઘર હોય એમ એ અંદર આવી ગઇ..એક અજીબ આવેગ એના શરિર માંથી ઉઠતો હતો..એ પોતાના જ શરિર સાથે રમી ને કંટાળી હતી કદાચ...એને એ ઉત્તેજના વાળી ક્ષણો માંથી સાચે પસાર થવુ હતું..એ અનુભવ કરવો હતો જે એની ઉંમર ની છોકરીઓ એમના પ્રેમી સાથે..,સ્ત્રીઓ એમના પતિ સાથે..,અને વૈશ્યાઓ એમના ઘરાક સાથે કરતી હોય છે..મહેરા આ ત્રણ માંથી એકેય ન હતી...તો કોણ હતી એ..??!એ લાંબુ વિચારવાના મુડ માં ન હતી..એ બાથરૂમ માં ગઇ...પરસેવા-પાણી થી લથબથ ગંધાતા કપડા ઉતાર્યા... બાથરૂમ નો દરવાજો ખુલ્લો જ રાખી ને...વાળ ધોયા..,અને નહાઇ..થોડી કાળાશ ને બાદ કરતા શરિર એકદમ ભરાવદાર અને મોહક હતું...પેલો આંખો પહોળી કરીને આ માયા ને જોઇ રહ્યો..પહેલી વાર જોઇ ત્યારથી જ આ છોકરી તરફ એને આકર્ષણ થયું હતુ..પણ આ બધુ તો એની કલ્પના બહાર નું હતુ...એ પણ પોતાની જાત ને રોકી ન શક્યો..
રૂમ નો દરવાજો બંધ કર્યો...
અને એક પણ ક્ષણ બરબાદ કર્યા વગર એને મહેરા ને ભીંસી નાખી...મહેરા પણ જાણે બીજી વાર મળવાનું ના હોય અને કોઇ ભુખ્યુ ખાવા પર તુટી પડે એમ વર્તી રહી...બંન્ને બાથરૂમ ની ફર્શ પર હતા..જાણે વર્ષો થી એકબીજા ના સહવાસ માં રહ્યા હોય એમ જ..એક વિચિત્ર આશ્ચર્ય...હજી સુધી બંન્ને વચ્ચે એક પણ હરફ ઉચ્ચારાયો ન હતો...માત્ર એક નજર...એક સ્મિત...ભરપુર સેક્સુઆલીટી...!!
એ મહેરા ને ઉંચકી ને બહાર આવ્યો અને એને પલંગ પર સુવડાવી...ખુબ જ કાળજી થી...હજી પણ બંન્ને જણ એકબીજા ને એક ધારી નજર થી તાકી જ રહ્યા હતા...આ એક એવો સમય હતો જેને બે માંથી કોઇએ કલ્પ્યો ન હતો...પ્રેમ નામ ના શબ્દ થી જોજનો દુર...સુંદરતા ની વ્યાખ્યા મહેરા ના રૂપ થી સાવ અલગ હતી..
મહેરા નો સંતોષ એના સ્મિત માં ઝળહળતો હતો...
મહેરા એ કંઇક બોલવા હોઠ ઉઘાડ્યા....પણ શબ્દ બહાર આવે એ પહેલા જ એના હોઠ સિવાઇ ગયા...થોડી વાર રહી ને એણે એક હાથ માથા પર ટેકવ્યો અને મહેરા તરફ ફરી ને સુતા સુતા મહેરા ને તાકી રહ્યો....બીજો હાથ મહેરા ના વાળ માંથી...ચહેરા પર...ગળા પર...પછી એના સ્તન પર આવી ને અટકી ગયા....એને કદાચ મહેરા ની હરકતો યાદ આવી ગઇ હતી...ફરી થી ઉત્તેજના અનુભવી...
એ મહેરા તરફ થોડુ વધારે ઝુક્યો..એના શરિર ની ખુશ્બૂ એના શ્વાસ મા ભરી રહ્યો..
“હું તથાગત...”
“અને હું મહેરા...!”પહેલા બંન્ને જણે એકબીજા સાથે શરિર ની ઓળખાણ કરાવી અને પછી નામ ની આપ-લે કરી...
“તું શું કરતી હતી ગઇકાલે ??” આખરે વાતચીત ની શરૂઆત થઇ જ ગઇ
“જે તમે જોયુ એ...!!” મહેરા આટલુ બોલી ને બીજી તરફ પડખુ ફેરવવા ગઇ પણ તથાગતે એની પકડ વધારે મજબુત કરી અને એ પડખુ ફરી જ ના શકી...
તથાગત નો હાથ જાણે મહેરા ના શરિર ના રસ્તા થી પરિચિત હોય એમ જ ફરી રહ્યો..સ્તન પર થી એના પેટ પર અને એથી પણ નીચે..મહેરા નુ શરિર પણ તથાગત ના સ્પર્શ થી ખીલી ઉઠયુ...એ માણી રહી આ સ્પર્શ ને...કલ્પના માં જીવેલો સમય એ હકીકત માં માણી રહી હતી જાણે...એના શ્વાસ-ઉચ્છવાસ થી ઉપર નીચે થતી એની છાતી તરફ જોઇ ને એને એના જ કરેલા અટકચાળા યાદ આવ્યા..બંન્ને ની નજર ફરી એક થઇ...બંન્ને ખડખડાટ હસી ઉઠ્યા...બંન્ને કદાચ એક જ સમયે એક જ વાત યાદ કરી રહ્યા હતા...ફરી થી એ જ ક્રિયા શરૂ થઇ....હવે મહેરા શાંત હતી..
***
હવે,દરરોજ બપોરે મહેરા બધી જગ્યા પર કામ પતાવી ને તથાગત ની રૂમ પર આવી જાય.. અને વહેલી સવારે એના ઘરે જાય...તથાગતે એને રૂમ ની બીજી ચાવી આપી રાખી હતી..રૂમ ની સાફસુફી કરવા ના બહાને..! અચાનક જ શરૂ થયેલુ ‘કંઇક’ ક્યાં જઇ ને અટકશે એની ખબર મહેરાને ન હતી...એ મનોમન ઇચ્છી રહી હતી કે સમય ત્યાં જ રોકાઇ જાય...એ ખુશ હતી..હવે એને પોતાની જાતને-શરિર ને ખુશ રાખવાની મહેનત કરવી પડતી નહી...એ કામ હવે તથાગત કરતો...
પણ..,થોડા દિવસ થી તથાગત નું વર્તન બદલાઇ ગયુ...એ નૂરી સાથે થોડો અતડો રહેવા લાગ્યો...અને આમ પણ બંન્ને વચ્ચે ખાસ વાતો થતી જ નહી..એને મહેરા ને કહી દીધુ કે હવે સફાઇ કરવા આવવાની જરૂર નથી...પણ છત્તાય મહેરા એના સમયે આવી જ જતી...અને તથાગત મહેરાને જોઇ ને જાત ને રોકી શકતો નહી...બધુ પત્યા પછી એ મહેરા ને હડસેલી ને ઉભો થઇ જતો અને રૂમ ની બહાર નીકળી જતો...એ સમજી ન’તી શકતી કે તથાગત આ રીતે કેમ વર્તી રહ્યો છે...એ કોઇ પણ રીતે તથાગત ને ખુશ રાખવાનો પ્રયત્ન કર્યા કરતી પણ દીવસે-દીવસે તથાગત ની તોછડાઇ વધતી ગઇ...મહેરા કદાચ સ્વમાન નામ ના શબ્દ થી અપરિચિત હતી...
“આપણે અહી જ અટકી જઇયે તો સારુ રહેશે...એમ પણ અહી હું લાંબા સમય માટે નથી..અને તારી સાથે સંબંધ આગળ વધારવા નો કોઇ મતલબ નથી..!” તથાગતે એક દિવસ થોડા ચોખ્ખા શબ્દો માં કહ્યુ
“તમે કયા સબંધ ની વાત કરો છો?હું પણ કોઇ મતલબ થી તમારી પાસે ન’તી આવી...કંઇ પણ વિચાર્યા વગર એમ જ આવી ગઇ હતી...અને મને એનો કોઇ અફસોસ નથી...” મહેરા એ પણ ચોખ્ખા શબ્દો માં કહ્યુતથાગત મહેરાને જોઇ રહ્યો...એની પાસે ગયો અને એને પલંગ તરફ ધકેલી....મહેરા ખડખડાટ હસવા લાગી...
સવાર માં મહેરા ઉઠી...તથાગત રૂમ માં ન હતો....એ રૂમ માં સફાઇ કરી ને બીજા ઘરો માં કામ કરવા નીકળી ગઇ...સાંજે ફરી પાછી તથાગત ની રૂમ પર આવી...તાળા માં ચાવી નાખી...એનું ધ્યાન ગયુ કે ત્યાંતો બીજુ જ તાળુ લાગેલુ હતુ...
એનુ હ્રદય એક ધબકારો ચુકી ગયું...એની આંખો માં પાણી આવી ગયું...એનુ મન કળી ગયું કે તથાગત એને કીધા વગર ચાલ્યો ગયો...નીચે રહેતા બેન ઉપર આવ્યા અને એમને કીધુ કે તથાગત થોડા સમય માટે જ કામ થી આ શહેર માં આવ્યો હતો...અને ચાલ્યો પણ ગયો...મહેરા માટે પૈસા પણ આપી ગયો હતો...મહેરા એ પૈસા લઇ ને દાદર ઉતરી ગઇ..એ હજી પણ આઘાત માં હતી...!
આવા કારણ થી કામ કરવાનું તો છોડાય નહી..તો એ એના કામ માં મન પરોવવાનો પ્રયત્ન કરવા લાગી...ફરીથી એને એના શરિર સાથેની ગમ્મ્ત શરૂ કરી દીધી...એક દિવસ એ આમ જ વાસણો ઘસતી જતી હતી અને પોતાના જ શરિર સાથે અડપલા કરે જતી હતી...અને કોઇ એને જોઇ રહ્યુ હતું....એને ઉપર જોયુ....બે આંખો હસી રહી હતી....
તથાગત નહી....આ તો કોઇ બીજુ જ હતું...મહેરા એ વિચારી લીધુ...કપડા ભીના કરી ને ફરી ઉપર જવાનું...!
***