Ganika books and stories free download online pdf in Gujarati

ગણિકા.. !

जीस्म बेचा हैं मैंने.… रुह नही अब तक...

इन्सान तो मैं भी तेरी तरहा ही हुं

फीर भी आ जाती हैं मुझे शर्म कभी कभी...

इसीलीये तेरे दिये घाँव पर मैं उफ्फ नही करती...

खुन जैसा कुछ़ मेरा भी नीकलता हैं और दर्द भी हो जाता हैं जरा सा... !!

લાવણ્યા.... લાગે છે એની માં એ એનુ નામ બરાબર વિચારી ને જ રાખ્યું હશે... એની તાંબાવર્ણી ચામડી માંથી લાવણ્ય ઝરતું હતું... સફેદ સુતરાઉ નો પારદર્શક બ્લાઉઝ અને ચણિયા ભેર એના ભીના લાંબા.. કાળા વાળ માં કાંસકો ફેરવતી, લાકડા ના અદ્‌ભુત કોતરણી વાળા આદમ કદ ના અરિસા સામે એના પ્રતિબિંબ સામે એકીટશે જોતી હતી... અરિસો એને એક રાજવી શેઠ ને ખુશ કરવા બદલ ભેટ માં મળ્યો હતો... આમ તો એ ઘર માં પડેલી બધી જ વસ્તુ ઓ મુલ્યવાન હતી.. ભેટ માં જ મળી હતી ને !!

બસ આ એક ઘર જ જાણે ઉદાસી નું આવરણ ઓઢી ને બેઠું બેઠું કંઇક વિચારતું હતું... એનાથી આ કીમતી વસ્તુઓ નો ભાર ન'તો વેઠાતો જાણે.. ! દિવાલ પર ઉખડેલા પોપડા.., ગંદી ફર્શ.., અને મેલા પડદા... એક અજીબ વાસ મારતી હતી.. આમ તો એ અત્તર ની સુંગધ હતી.. પણ ખુશનુમા ન હતી... બંધિયાર વાતાવરણ... ચોખ્ખી હવા અંદર આવી ને ગોંધાઇ જતી હતી અને બહાર નીકળવા માટે જાણે તરફડિયા મારતી હતી... !

પશ્ચિમ બંગાળના કોલકતા શહેર નો સોનાગાછી વિસ્તાર... દેહવ્યાપાર માટે વગોવાયેલો વિસ્તાર... અહીં માણસ નું મુલ્ય ન હતું... મુલ્ય માત્ર એના શરિર નું હતું... લાવણ્યા ને બધી જ કીમતી વસ્તુઓ એના શરિર ના બદલા માં જ મળી હતી... એટલે કે એને પૈસા તો મળતા જ હતા પણ જો કોઇક ઘરાક વધારે ખુશ થઈ જાય અને અમીર ઘરાના નો હોય તો પૈસા અને મહામુલી વસ્તુઓ પણ આપી દેતા હતા...

લાવ્ણ્યા જન્મી ત્યાર થી જ અહીં હતી એની માં પણ આ જ ઘર માં હતી અને બદનસીબે એની માં એ જ એને આ વ્યવસાય માં ધકેલી હતી અને શીખવાડ્યું પણ હતુ કે ઘરાકો ગ્રાહકો ને કંઇ રીતે ખુશ કરવા.. !!

બે માળ ના ઘરો ની હરોળ અને પાતળી ગલીઓ વાળા આ વિસ્તાર માં રાતે દિવસ પડે છે... બધી જ તવાયફો જાત જાત ના શણગાર સજી ને બહાર આવી જતી.. અહીં રસ્તા માં જ બધી સ્ત્રીઓ મેકઅપ કરતી અને ઘરાકો ની રાહ જોતી... લાવણ્યા પણ એમાંની જ એક હતી...

નીચે ગલી માંથી કોઇક એ લાવણ્યા ના નામ ની બુમ પાડી... "નીચે આ જા તેરી ગાડી આ ગઈ... !"

અને એ વિચાર તંદ્રા માંથી જાગી અને ભીના વાળ ને લીધે ભીનો થયેલો બ્લાઉઝ કાઢ્યો અને એની આંગળીઓ એના જ શરિર પર ફરવા લાગી અને ફરી એ વિચારતંદ્રા માં સરી પડી...

ફરી થી બુમ આવી. એ સાડી લપેટી ને બહાર આવી : "અરે ઉનકો બોલ થોડી દેર લગેગી... ઔર તું ઉપર આજા.. "

લાવ્ણ્યા ઝટપટ તૈયાર થવા લાગી..

ભપકાદાર કલર ની સાડી કાઢી અને ચીવટ થી પહેરી..

એટલા માં ચંદા આવી.. કપાળ પર આવતી લટો ને ઉલાળી ને લહેકા માં બોલી : "અરે વાહ.. મેરી છમ્મકછલ્લો.. !"

અને લાવણ્યા ની સાડી સરખી કરવા લાગી..

"તુઝે તો અચ્છા કોન્ટ્રાક્ટ મીલ ગયા હૈ.. કૈસે રીઝાયા ઉસ શેઠ કો તુને ??

લાવણ્યા : મર્દ લોગ કો જ્યાદા સવાલ પુછને વાલે ઔરતે પસંદ નહી આતી.. ઔર મે જ્યાદા બાત નહી કરતી શાયદ ઇસીલીયે .. !"

ચંદા ": હા.. પર મૈં તો બોલે બીના નહી રહે શકતી.. વૈસે તેરા શેઠ તો દિખને મે અચ્છા હૈ ઔર પઢા-લીખા ભી લગતા હૈ.. પર કુછ પ્રોટેક્શન લેતા હૈ કી નહી ??

મૈં તો પહેલે હી બોલ દેતી હું અગર પ્રોટેક્શન હૈ તો કપડે ઉતારુ નહી તો પ્લાન કેન્સલ.. !ઔર કુછ આદમી તો યે સુનકે હી ભડક જાતે હૈં.. તબ મુઝે બડી હસી આતી હૈ.. પર ક્યાં કરું ડર લગતા હૈ... ધ્યાન રખના પડતા હૈ.. !અપની યે બાજુ વાલી મૌસી કી હાલત દેખી હૈ તુને ??ન હોસ્પિટલ જાતી હૈ ના દર્દ સહન કર પાતી હૈં.. ઉસે હી નહી પતા હૈ ઉસકો હુઆ ક્યા હૈં.. !

ઉમ્ર બઢને પર ના કામ મીલતા હૈં ના ઇઝ્ઝત.. ! હમ જૈસી ઔરતો કી યહી જીંદગી હૈ... !! અચ્છા હૈ તેરી માં જલ્દી મર ગઈ... "

ચંદા ની લાંબી લચક વાત અને અગણિત પ્રશ્નો સાંભળી ને પણ લાવણ્યા ચુપ જ રહી.. એક કઠપુતળી ની જેમ જ ઉભી રહી.. પણ એની માં ની વાત સાંભળી ને એની આંખો નુ તળાવ છલકાઇ ઉઠયું...

અને વાત કરતા કરતા માં તો ચંદાએ એ કઠપુતળી ને તૈયાર પણ કરી દીધી.. !!

વાળ નો ઢીલો ચોટલો ગુંથી ને ગુચ્છેદાર ગજરો લગાવ્યો.. મોં પર પાવડર નો થપેડો કર્યો. કાળી ચામડી પર સફેદ ધબ્બા પડી ગયા.. ઘાટા લાલ કલર ની લિપસ્ટીક લગાવી ફરી થોડો મેકઅપ કર્યો... અને ચાંલ્લો કર્યો... ફટાફટ ઘણા બધા ઘરેણા પણ પહેરાવી દીધા..

અહીં બધીઓ ને આવી જ તૈયાર થવાની આદત હતી..

જાણે એની થોડી વાર પહેલા ની સુંદરતા ગંદી ફર્શ પર ઢોળાઇ ગઇ... !!

એક જુગુપ્સાપ્રેરક દેખાવ લઇ ને એ ગાડી માં બેઠી....

એક રાત્રે એ નીચે ઘરાક ની રાહ જોઇ ને ઉભી હતી. એક ગાડી પાસે આવી ને ઉભી રહી. દરવાજો ખુલ્યો... અને એ અંદર બેસી ગઈ.. એ શેઠ એક સરકારી અમલદાર હતા. કોલકતા બદલી થઈ હતી અને એકલા જ રહેતા હતા.. એ એને એમના મહેલ જેવા ઘરે લઇ ગયા.. બસ, ત્યાર થી નક્કી થઈ ગયું હતું કે અઠવાડીયા ના ચાર દિવસ એ શેઠ ના ઘરે જવાનું. સાંજે ડ્રાઇવર આવી ને લઇ જાય અને સવાર માં પાછી મુકી જાય... દામ સારો એવો મળતો હતો... આ બાબત માં બીજી તવાયફો કરતા પોતે થોડી નસીબદાર છે એમ લાવણ્યા મન માં ને મન માં માનતી હતી... !!

આવી જ એક સાંજ... ગાડી લેવા આવી. એના એરિયા થી ગાડી થોડે જ દુર ગઇ. રસ્તા માં ટોળુ કોઇ ને ઘેરી ને ઉભુ હતુ. કુતુહલ વશ લાવણ્યા એ ગાડી ઉભી રખાવી અને નીચે ઉતરી.. ટોળા માં પેસવા પ્રયત્ન કરતી હતી કે ટોળુ એની મેળે જ વીખરાઇ ગયું એને જોઇ ને જ કદાચ... એ થોડી ભોંઠી પડી ગઇ.. !

છત્તાય એ આગળ વધી ને જોયું તો એક બીમાર વ્રુદ્ધ કણસતો પડ્યો હતો... એને ડ્રાઇવર ની મદદ થી વ્રુદ્ધ ને ગાડી માં સુવડાવ્યો.

એ વિચારવા લાગી "જ્યારે હું બુઢ્ઢી થઈશ ત્યારે મારી હાલત કદાચ આવી જ થશે... હું રસ્તા પર પડી પડી કણસી રહી હોઇશ અને ટોળુ મારી પર હસતું હશે... અને આને જો હું સારવાર અપાવુ તો કદાચ ભગવાન મારું કરેલું યાદ રાખે અને મારું મૌત સુધારે... "

હજી પણ ટોળા ની નજર એની તરફ જ હતી.

કોઇક ટોળા માંથી બોલી ઉઠ્યું : "હવે વૈશ્યાઓ એ પણ સમાજ સેવા શરૂ કરી દીધી. " અને હસવા ના અવાજો એની પીઠ પાછળ શુળ ની જેમ ભોંકાવા લાગ્યા....

એ બધો તમાશો અવગણી ને એ ગાડી માં ગોઠવાઇ...

દવાખાના માં પણ દાખલ થતી વખતે દરવાન એને રોકી ને હસતો હસતો બોલ્યો : "ઓ મેડમ... અંદર ક્યાં જાવ છો આ દવાખાનુ છેં તમારો બિઝનેશ અહીં નહી થાય.. !"

ડ્રાઇવરે લાવ્ણ્યા ને ઇશારા થી ગાડી માં બેસવા કહ્યું.

ગાડી માં બેસી ને એને અરિસો કાઢ્યો અને ચહેરો જોવા લાગી પોતાના જ દેખાવ પર એને ચીતરી ચડી... જાણે એનુ વૈશ્યા હોવુ એના ચહેરા પર લખેલુ હતુ અને લોકો એને વાંચી લેતા હતા.. સાડી ના છેડા થી ઘસી ને મેકઅપ સાફ કર્યો.. લાલ લિસોટા પડી ગયા.., હોઠ પર થી લિપસ્ટીક લુછી નાખી.., ગજરો ખેંચી ને કાઢ્યો અને ગાડી ની બહાર ફેંકી દીધો.., બધા જ ઘરેણા ઉતારી નાખ્યા... ફરી અરિસા માં ચહેરો જોયો.. સંતોષ થયો..

ડ્રાઇવર આવી ગયો હતો એની પાસે થી પેલા ડોશા ની તબિયત વિશે થોડા સવાલ કરી ને કાલે ફરી દવાખાને આવવાનો નિશ્ચય કર્યો...

ગાડી શેઠ ના ઘર તરફ ચાલી... ખાસુ મોડુ થયું હતું તો થોડી બીક પણ લાગી કે ખબર નહી શેઠ કેવું વર્તન કરશે.. બધો શણગાર પણ ઉતારી નાખ્યો હતો...

ગાડી બંગલા ના કંમ્પાઉન્ડ માં આવી ને ઉભી રહી.. એ દબાતે પગલે અંદર દાખલ થઈ... સીડીઓ ચડી ને કાયમ ના કમરા માં દાખલ થઈ.. સ્મશાનવત્‌ શાંતિ એને વીંટળાઇ જતી હતી અને એના ઝાંઝર ના ઝણકાર ની સાથે જ ખરી પણ પડતી હતી.. !!

શેઠ સાહેબ આરામ ખુરશી આંખો મીંચી પડ્યા હતા..

દરવાજો બંધ કરવાનું એને યાદ ના રહ્યું.... એ સામે આવી ને ઉભી રહી.. શેઠે આંખો ખોલી ને કડપ ભરી નજરે એની સામે જોયું... લાવણ્યા કંઇક બોલવા ગઇ પણ શેઠે એને હાથ ઉંચો કરી ને બોલતા રોકી...

"તને બોલવા નો અધિકાર જ નથી... " આ વાક્ય એ બોલ્યા તો નહી પણ એને જાતે જ સમજાઇ ગયું...

શેઠે ઉભા થઈ ને એને કમર થી પકડી ને નજાકત થી પલંગ પર બેસાડી અને એ પણ બાજુ માં જ બેઠા અને ધીરે થી બોલ્યા : "આજે ચહેરો ઉદાસ છે... અને એકદમ સાફ છે.. આ ઉદાસી અને ચુપ્પી તને વધારે ખુબસુરત બનાવે છે.... "

આટલુ બોલી ને ઉભા થયા...

લાવણ્યા ની આંખો માંથી વેદના થી છલોછલ બે આંસુ એના ગાલ પર રેલાઇ ને એની સાડી પર પડ્યા... અને શોષાઇ ગયા... !

ખુલ્લો રાખી ને આવી હતી એ દરવાજો પણ બંધ થઈ ગયો... !!

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED