ઘુઘવતાં સાગરનું મૌન ૬ Sapana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઘુઘવતાં સાગરનું મૌન ૬

આજની સવારમાં સન્નાટો હતો.કાંઇક અજુગતું બનવાનો ભણકારો હતો..એક ઉદાસી હતી..આજની સવાર ઘણાં જીવનને બદલી નાખવાની છે...જીવન..કેવું હોય છે..બાળક જન્મ લે ત્યારથી તે મરે ત્યાં સુધી અનિશ્ચિતતા માં જીવન ગુજારે છે.મોત એક જ નિશ્ચિત છે બાકી જીવન અનિશ્ચિત....કાલ શું થવાનું..કોઈને ખબર નથી..રાજા રામને પણ ક્યાં ખબર હતી કે ધોબી આવશે સીતાને અગ્નિપરીક્ષા આપવી પડશે..ન જાણ્યું જાનકીનાથે કાલે શું થશે..તો સામાન્ય માણસની તો શું વિસાત? અને રાવણના મહેલમાં રહી આવેલી સીતાને તો ધરતી એ સમાવી લીધી પણ નેહાને કોઈ ધરતી સમાવાની નથી..એ નેહાને ખાતરી છે ..? અને આકાશ કોઈ રામ નથી અને એ કોઈ સીતા નથી..અને રામે પણ સીતા પર વિશ્વાસ ક્યાં કર્યો? સમાજને બતાવવા પણ અગ્નિપરીક્ષા તો થઈને...

નેહા બેડમાંથી ઊભી થઈ..સાગર શા માટે અહીં આવ્યો હશે??? મેં એને ના કહેલી..હવે મારી જિંદગી વધારે મુશ્કેલીમાં મુકાઈ જશે..જો આકાશ અને સાગર સામસામે આવી ગયાં તો??? શું થશે રામ જાણે...આકાશ માટે નાસ્તાની તૈયારી કરવા ગઈ રમાનબેનને સલાહ સુચન આપી..રુમમા આવી તો આકાશ મહેશભાઈ સાથે વાત કરી રહ્યો હતો..આજ ચોક્કસ મળવાં આવીશ...નેહાનું હ્રદય ધડકન ચૂકી ગયું..મારી નાની સરખી ભૂલ નું કેવું ખરાબ પરિણામ આવ્યું મારે પતિવ્રતા સ્ત્રી ના નીયમોનુ ઉલ્લંઘન કરવાનું ન હતું..મારે મારી વેદના હ્રદયમાં ધરપી દેવાની હતી. મારે સાગરને મળીને આ ચર્ચા કરવાની જ ન હતી.પણ મારું જીવન વિખેરાઈ ગયું હતું..કોઇ તો હોય કે જેને હ્રદયની વાત કરી શકાય.!!! મા બાપ ને કાંઈ કહી શકતી નથી સગા વહાલાને કહેવાય નહી..સહેલીઓમાં મોટી મોટી વાતો થઈ ગઈ છે કે નેહા ખૂબ સુખી ઘરમાં પરણી છે. એક સાગર જ હતો કે જેને દિલની વાત કહી હળવી બની શકતી હતી..અને હા મન વિચલિત પણ થયું હતું..માં બનવા માટે.. પણ સમયસર ચેતી બન્ને પાપ કરતાં બચી ગયાં હતાં..પણ કોણ માનશે ...કાશ આકાશ મને એક બાળક આપી શક્યો હોત્!!! તો એનાં બધાં જુલમ હસતાં મોઢે સ્વીકારી લેત...અને એ બાળકને ઉછેરવામાં મારા દિવસ રાત એક કરી દેત્...પણ .હે ઈશ્વર!! બધી કસોટી મારા માટે જ છે???

નાસ્તો કરી આકાશ નીકળી ગયો. નેહા પણ તૈયાર થવાં લાગી..સાસુ માં પણ આજ કાલ મામાજી ને ત્યાં ગયાં છે.. એટલે કોઇ રોક ટોક ના હતી..સાગરને ફોન કર્યો..સાગરને રેસ્ટોરાન્ટનું નામ આપ્યું..દૂર હતી આ રેસ્ટોરાન્ટ જેથી કોઈ ઓળખીતું જોઈ ના જાય.. કૉલેજમાં હતી ત્યારે સાગર ને મળવા કેટલી ઉત્સુક રહેતી...મન નાચી ઊઠતું..પણ આજ મન ઉદાસીથી ઘેરાઈ ગયું

હતું..સાગર શું કહેશે..એ મને આકાશને છોડવાં કહે શે તો???ે તો મારા થી બનવાનું નથી...જો એવું કરવું હોત તો સુહાગરાત ના દિવસે જ નીકળી ગઈ હો હવે તો પડ્યું પાનું નીભાવવાનું જ છે..સાગર આ સમયે ખોટો આવ્યો છે..અને હું પણ સાગરની વાત નકારી શકતી નથી...પણ એ મારા માટે આટલી દૂરથી આવ્યો..હોટલમાં ઊતર્યો અને હું મળવા પણ ના જાઉં???પણ આ મારી બીજી ભૂલ થઈ રહી છે એવું કેમ લાગે છે.... હે ઈશ્વર મને કાંઈ સમજણ પડતી નથી..શું કરું?? શું કરું??નેહાને માથાંની નસ ફાટી જશે એવું લાગતું હતું...

નેહા રેસ્ટોરાન્ટમાં પહોંચી ગઈ..સાગર બેચેની થી એની રાહ જોતો હતો..બન્ને એક બુથમાં જઈને બેઠાં..સાગરે પછ્યું," નેહા, કેમ છે??" એનાં અવાજમાં કંપ હતો.. નેહાનાં ગળામાં ભરાયેલો ડૂમો..ડૂસકાં બની ગયો..નેહા માંદ માંડ બોલી," સાગર, આકાશ મહેશને મળવા ગયો છે...મહેશ મને સારો માણસ લાગતો નથી..નક્કી એ આકાશને હોટલની વાત કરી દેશે..અને પછી...પછી... બસ.." નેહા આગળ વાકય પૂરું ના કરી શકી.." સાગરે એને ધીરજ આપતાં કહ્યુ," જે બન્યું નથી એની કલ્પના કરી ઉદાસ ના થા.. અને એમ સાગરની કેદ માથી તને છોડાવવાં આવ્યો છું..એ માણસ ઇન્સાન કહેવડાવવા લાયક નથી..મને નવાઈ લે છે તે આટલા વરસ કેવી રીતે કાઢ્યાં???" નેહા સ્વસ્થ થતાં બોલી, "સાગર, ઉદાસી મારી પાકી સહેલી, મને એનાં વગર એને મારાં વગર ના ચાલે!!! રહી હિમતની વાત તો દરેક સ્ત્રી મનથી ખૂબ કમજોર હોય છે.. સમાજથી ખૂબ ડરતી હોય છે..અને સમાજે બનાવેલા લગ્નરૂપી બંધનમાંથી નીકળવું સહેલું નથી....ને જેવો પતિ અને સાસરું મળ્યું એને કિસ્મત માની સ્વીકારી લેતી હો છે હું પણ એક એવી કમજોર સ્ત્રી છું...આકાશ વગરનું મારું જીવન કલ્પી શકતી નથી.." સાગરે મક્કમતા થી કહ્યુ," જે લગ્ન જીવનમાં તમારું અસ્તિત્વ દબાવી દેવામાં આવે એ અને સતત જુલમ કરવામાં આવતો હોય અને માનસિક પીડા અને વેદના આપવામાં આવતી હોય એ બંધન તોડવામાં જ ભલાઈ છે..જો સાંભળ આજ આકાશ તને મહેશભાઈની વાત લઈને કાંઈ કહે તો તું સીધી મારી પાસે આવજે અને હાં હું તારા ઘેરથી બહુ દૂર નથી ટેક્સીમાં પાંચ મિનિટમાં તારે ત્યાં આવી શકીશ...કોઈ પ્રોબલેમ થાય તો મને તરત ફોન કરજે અને હિંમતથી જે સત્ય છે એ બતાવજે ...ગભરાતી નહી..I will be always there for you.." નેહાએ આંખો લૂંછી..કોફી પી બન્ને નીકળ્યાં. નેહાનાં પગમાં જાણે મણ મણના તોક મુકાઈ ગયાં હતાં પગ ઊપડતાં ન હતાં ઘરે જવાં માટે..ગુનાહ અને અપરાધની ભાવના એનાં પગને રોકી રહી હતી..ગુનો સાગરને મળવાનો..એક પ્રેમીને મળવાનો..જેને દિલથી ચાહતી હતી..પણ આ સમાજે પરિણીત સ્ત્રી માટે પ્રેમીને મળવું એ અપરાધ ઠેરવ્યો છે.એ ભાવનામાં પીસાતી એ ઘર તરફ જવાં નીકળી.

નેહા સાગરને મળીને ઘેર જવાં નીકળી...પગ જાણે સાંકળથી બંધાઈ ગયાં હોય એમ લાગતું હતું..પગ પાછાં પડતાં હતાં..પણ ઘેર પહોંચી ગઈ. આકાશની કાર બહાર પાર્ક કરેલી હતી...નેહાને જાણે ચક્કર આવી ગયાં..બસ બધું ખલાસ થઈ ગયું..કાંઈ બચ્યું નહી સાત વરસની

મહેનત પર પાણી ફરી વળ્યું...મા બાપની ઈજ્જત ધૂળમાં મળી જશે...પગ ઘસડતી એ ઘરમાં દાખલ થઈ...આકાશ...સોફા પર બેઠો હતો...નેહાએ સ્મિત કરવાં પ્રયત્ન કર્યો...આકાશ ધૂઆ ફૂઆ દેખાતો હતો..

આકાશે પૂછ્યું," ક્યાંથી આવે છે, નેહા..." અવાજમાં કડકાઈ હતી..નેહા સમજી ગઈ..કહ્યુ," બજારમાં ગઈ હતી..." આકાશ ધડાકથી ઊભો થઈ ગયો..નેહાની નજીક આવ્યો...એનાં ઘૂંઘરાળા વાળ જોરથી પકડી ત્રાડ પાડી," સાચું બોલ નહીંતર ગળું દબાવી દઈશ...સાચું બોલ્...સાલ્લી આવારાગર્દી કરે છે સાગર સાથે..."

નેહા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. " છોડ.. આકાશ મારા વાળ તણાઈ જાય છે..તું સમજે છે એવું કાંઈ નથી...મારી વાત તો સાંભળ..." આકાશે ફરી ત્રાડ પાડી..." હોટલમાં જાય છે રેસ્ટોરન્ટમાં જાય છે...સાલી મારી પીઠ પાછળ શું શું કરે છે...." એમ કહીને નેહાને જમીન પર પટકી...નેહાએ આકાશનાં પગ પકડી લીધાં..રડતાં રડતાં બોલી, " આકાશ મને માફ કરી દે..પણ તું મારી પૂરી વાત તો સાંભળ...વાત તો સાંભળ..." આકાશે નેહાનાં બરડામાં જોરથી લાત મારી...મારે તારી કોઈ વાત સાંભળવી નથી સાલી ચારિત્ર્યહીન....તારા..મા બાપના સંસ્કાર જોઈ લીધાં...લગન પહેલાં પણ શું શું નહી કર્યુ હોય્... નેહા રડતી રહી કાંઈ બોલી શકી નહી.. આકાશ એને બોલવા જ દેતો ન હતો....મૌન બની બધાં આરોપ સાંભળતી ગઈ...આકાશ એકવાર મને બોલવાં દે તો હું ખુલાસો કરું...પણ આકાશ્...બોલતો રહ્યો," જો ઘરની બહાર પગ મૂક્યા છે તો...તારું ગળું દબાવી દઈશ...શું સમજે છે તારા મનમાં મારા પૈસે રંગરેલિયો મનાવે છે...વાહ પતિ ગમતો નથી પ્રેમી સાથે ફરે છે...તું જો તું જો તારા કેવા હાલ હવાલ કરું છું....શું સાબિત કરવાં માંગે છે??? હે હું નપુસંક છું...તારી ઈચ્છા પૂરી નથી કરી શકતો એટલે પ્રેમી રાખે છે....સાલી વૈશ્યા....

નેહા..બે પગ વચે માથું છુપાવી રડતી રહી...હે ભગવાન એક વાર આકાશ શાંતિથી મને સાંભળી લે..બસ એક વાર...બસ એક વાર...આકાશ પગથી પાટૂં મારી બેડરુમમાં ગયો...સર્વનાશ થઈ ગયો..હવે કાંઈ નહી સુધરે...આકાશ એક વાર મારી વાત પણ સાંભળી લે....પણ આકાશ ભાનમાં ન હતો ગુસ્સાથી આખો ધુજી રહ્યો હતો..નેહા લીવીંગરુમમાં ઘૂંટણિયાવાળી બેસી રહી....સાગરને ફોન કરે..??? ના ના આકાશ સાંભળી લેશે તો....ના ના આ કિસ્સાથી સાગરને દૂર જ રાખવો છે...આંખોમાંથી આંસું વહી રહ્યા હતાં. અસહાય બની ગઈ હતી...જાણે આખી દુનિયામાં એકલી...કોઈ નથી પોતાનું કોની પાસે જાય કોને કહે??? એક દોસ્ત હતો...સાગર એ પણ હવે નથી....હે ઈશ્વર..શા માટે આવી કસોટી કરે છે..શા માટે? આખી રાત એ જમીન પર સૂઈ રહી કોઈ પૂછવાં પણ ના આવ્યું...કે તું જમી?? કે તને પાણી જોઈએ છે કે...તને ઊંઘ નથી આવતી??? આવી કોઈ આશા આકાશ પાસેથી રાખી ના શકાય...કદી આકાશે એનાં માથાં પર પ્રેમથી હાથ નથી ફેરવ્યો...કદી વહાલ નથી કર્યું..હા પોતાની વાસના પૂરી કરવાં ઘણી વાર એનાં શરીરને પીંખી નાખ્યું છે..પણ પ્રેમથી વહાલથી હાથ પકડ્યો નથી...એનાં શરીરનો

દુરુપયોગ કર્યો છે..પણ આત્મા સુધી ક્યારેય પહોંચ્યો નથી..આવી વ્યકિતનું મારા જીવનમાં હોવું ના હોવું બન્ને સરખું છે...હું ડરવાની નથી..આ સંબંધનાં જાળાં તોડવા જ રહ્યા..

અંદરથી આકાશનાં નસકોરાનો અવાજ આવતો હતો. નેહાએ સાગરનો નંબર ડાયલ કર્યો...સાગરે ફોન ઊપાડ્યો..." સાગર, મને છોડાવ અહીંથી...આ કેદમાંથી નહીંતર હું મરી જઈશ..ગૂંગળાઈને..." સાગરે કહ્યુ," હું હાલ આવું છું..હું તારાં માટે જ આટલી દૂર આવ્યો છું..મારું દિલ કહેતું હતું કે નેહાને મારી જરૂર છે દિલથી દિલની રાહ (માર્ગ) હોય છે..." નેહા એ કહ્યુ ના તું સવારે જ આવજે આકાશ જાય ત્યારબાદ લગભગ નવ વાગે...હું તારી સાથે ચાલી નીકળીશ..હું આવી રીતે ગુંગળાઇને મરવા નથી માંગતી...મારા મા બાપ દુખી થઈ જશે અને..હું આકાશનાં જુલમ પણ નહીં સહન કરું..." નેહાએ ફોન રાખી દીધૉ...એને ખૂબ શાંતિ લાગતી હતી..મન એક મક્કમ નિર્ણય પર આવી ગયું હતું...બસ...આ બીચારાપણૂ છોડવાનો સમય આવી ગયો છે...આકાશનાં બધા જુલમ સહન કર્યા...હવે બસ...વધારે નહીં...સમાજને જે કહેવું હોય તે કહે....સમાજના માથાં પર આકાશ નામનો ડાઘ છે..હું નથી...જે પુરુષ સ્ત્રીની આમન્યા નથી કરી શકતો...માન નથી આપી શક્તો..અને પોતાની જીવન સંગિની સાથે રમત રમે છે...અને મહેણા ટોણા મારી એની આત્માને છલની કર્યા કરે છે,એવા પુરુષ સમાજનાં માથાં પર ધબ્બો છે....અને સ્ત્રીનો જન્મસિદ્ધ હક માતા બનવાનો છે ..એનાં માટે કોઈ પ્રયત્ન નથી કરતો...હા બાળક થવું કે ના થવું એ ભગવાનની મરજી છે પણ ડોકટર પાસે જવું એવાં જરૂરી પગલાં તો લેવાની ઈન્સાનની ફરજ છે..ઉલ્ટા સ્ત્રીને ઊતારી પાડે છે...હે ઈશ્વર આ માણસ સાથે રહીને હું શું કરું?? મારું કોઈ ભવિષ્ય આ માણસમાં મને નથી દેખાતું ઊલટાનું લાગે છે કે જો બે ચાર વરસ વધારે અહીં કાઢીશ તો..કાં તો મેન્ટલ હોસ્પીટલમાં પહોંચી જઈશ અથવા મૃત્યુને ઘાટ ચડી જઈશ...ના ના આ અત્યાચાર હું નહી સહન કરું...આ નો અંત આવવો જ જોઇએ અને આવશે કાલે સવારે હું સાગર સાથે ઊપડી જઈશ હું સાગર પર બોજ નહીં બનું પણ..આ કેદમાંથી નીકળી હું મમ્મી પપ્પા પાસે જઈશ...બસ નરકમાંથી સવારે નીકળી જઈશ આકાશના નામ સાથે આકાશ સાથે કોઈ લાગણી કે પ્રેમ રહ્યા નથી....નેહા સ્વસ્થ થઈ..સોફામાં જઈ સૂઈ ગઈ...કાલની ઉષા નવાં સૂરજ લઈ આવવાની હતી...