Ghugavta sagar nu maun -2 books and stories free download online pdf in Gujarati

ઘુઘવતાં સાગરનું મૌન - ૨

નેહા જ્યારે સાગરને મૂકી પોતાની કાકી ને ત્યાં આવી આંખો સૂજી ગઈ હતી.આખા રસ્તે રડતી હતી.સાગરે કેમ મારાં માટે આવું વિચાર્યુ હશે..મારે મારી વાત એને કરવી જોઈયે કે નહી ..ના હવે હું એને કાંઇ નહી કહું... એ મને સમજી જ નહી શકે..કદી મારી હાલત જાણી જ નહી શકે..મારે મારી વાત કોઈને ના કહેવી જોઇએ ખાસ કરીને કોઈ પુરુષને નહી જ..

એણે ડોરબેલ મારી કાકીએ દરવાજો ખોલ્યો," કેમ નેહા, શું થયું?" અને આટલી વાર કેમ થઈ ? તે કહ્યુ હતું કે સહેલીને મળવા જાય છે..કેમ છે તારી સહેલી?"આટલા બધાં સામટા સવાલોના જવાબ નેહાને આપવાં ન હતાં. પણ પરાણે હોઠ ખોલી ને કહ્યુ" મજામા છે અને અમે વાતો કરતા હતા એટ્લે વાર થઈ.કાકી, કાલે મારે એનાં ઘરે જમવા જવાનુ છે અને વિચારૂ છું કે તેને ત્યાં કાલે રહી જાઊં કારણકે લગ્ન પછી અમે સાથે રહ્યા જ નથી." નેહા એ ગભરાતા ગભરાતા કહ્યુ..એ જુઠુ બોલવામા જરાપણ હોશિયાર ના હતી.તરત પકડાઈ જાય..પણ કાકી થોડા ભોળા..કહે કાંઇ નહી બેન ,સારું જ છે મિત્રોને તો મળતાં રહેવું જોઈએ..નેહા એ હાશકારો કર્યો..વિધવા કાકીને મનાવવી અઘરી ના પડી.કાકીએ ખાવાં માટે આગ્રહ કર્યો પણ એનું દિલ ક્યાંય લાગતું ના હતું.

એ પથારીમાં જઈને પડી...સાડી કાઢવાના પણ હોશ ના હતાં.જાણે શરીરમાં થી કોઇએ શક્તિ ખેંચી લીધી હતી...સાગર એને કેટલો કંટ્રોલ કરતો હતો. એનું અસ્તિતવ જાણે સાગરની લહેરોમાં વહી જતું હતું.."હું શુંકામ નબળી પડું છું?..સાગર એક પરાયો પુરુષ છે. એને જોઇને જાણે લોહી ખળ ખળવાનું મૂકી દે છે..શ્વાસો પર મારો અંકુશ રહેતો નથી. દિલમાં ધડકનો જોરથી ધબકે છે. અને હું એક અસહાય બાળકની જેમ ચાલી નીકળુ છું..મારે ..મારે એને મળવું જ ના જોઈએ ...હા બસ સવારે ફોન કરી દઈશ ..કે હું નથી આવવાની..બસ એ જ બરાબર છે..થાક હતો છતાં આંખો બંધ થતી ના હતી...એક તરફ સાગરનો પ્રેમ અને બીજી તરફ આકાશ સાથે બેવફાઈનો ડર..દિલ બે તરફથી ખેંચાઈ રહ્યુ હતું...વળી આકાશની બેવફાઈ યાદ આવી નેહાનો ચહેરો બદલાઈ ગયો...કડવાશ ચહેરા પર ઉતરી આવી..કેટલો વિશ્વાસ કર્યો હતો.આકાશ પર ..પણ એક વારમાં સર્વનાશ થઈ ગયો...કાચનું વાંસણ એવું તુટ્યું કે ફરી જોડાણું નહી ...ભગવાન સર્વ દુખ મારાં ભાગમાં જ આવવાના હતાં. નેહાની આંખની કિનારીથી આંસું ની ધાર વહેતી રહી..ક્યારે એની આંખો મળી ગઈ એને પણ ખબર ના પડી..

ચોરસ બારીમાથી સૂરજનાં કિરણો નેહાના ચહેરા ઉપર પડ્યાં.એ એકદમ સફાળી બેઠી થઈ ગઈ..રાતે કરેલાં બધાં નિર્ણયો ભૂલાઈ ગયાં.સાગરને ફોન કરીને ના પાડવાને બદલે એ સાગરને મળવાં માટે ઉતાવળ કરવા લાગી..જલ્દી જલ્દી શાવર લઈ..આસમાની રંગની સાડી પહેરી...ગળામાં નાની મોતીની સેર અને કાનમાં મેચીંગ ઈયરીંગસ પહેર્યા...હાથમાં મોતીની બંગડી..ચહેરા ઉપર લાઈટ મેક અપ અને અણીયાળી આંખમાં કાજલ.. સફેદ રંગનુ પર્સ અને બગલ થેલામાં એક જોડી કપડા નાંખી એ ઓરડાની બહાર નીકળી..કાકીએ પરાણે ચા પીવડાવી. કાકીને સમજ પડતી ના હતી કે.. નેહા આટલી બેબાકળી કેમ દેખાય છે..હશે કાઈ નહી આકાશે કૈક કહ્યુ હશે...નેહા નીકળી પડી..પિયા મિલનકો જાના...કેવી લાગણી થતી હતી..પાછી અઢાર વરસની પ્રથમ કોલેજમાં પગ મૂક્યો ત્યારની નેહા. અહાહા સમય થંભી જતો હોય તો કેટ્લું સારું???પણ ના સમય નથી થોભતો...અથવા સમય સ્થિર છે પણ આપણા દિવસો, મહીનાઓ અને વરસો પસાર થાય છે અને આપણું જીવન પલટાયા કરે છે...સાગરનાં જીવનમાથી કયારે આકાશના જીવનમા આવી ગઈ..અને એક એક પળ યાદ છે...કેવી રીતે સાગરનો હાથ છૂટી ગયો હતો...હમ બેવફા હરગીઝ ના થે પર હમ વફા કર ના સકે...નેહાએ ટિસ્યુ લઈ આંખ લૂંછી નાંખી..

હોલી ડે ઈનના દરવાજા પાસે રીક્ષા ઊભી રહી..પૈસા આપી એ હોલી ડે ઇનના દરવાજામાં દાખલ થઈ સામે સાગર ઊભો હતો એજ વિશ્વાસવાળુ મંદ હાસ્ય..નેહાનું હ્રદય ધડકન ચૂકી ગયું..પગ પાછાં પડવાં લાગ્યાં પણ હિમત કરીને દરવાજા પાસે આવી એક ફિકુ સ્મિત કર્યુ. સાગર એની મથામણ બરાબર સમજતો હતો..હાથ લાંબો કર્યો..બન્ને સાથે રિસેપ્શનિસ્ટ પાસે ગયાં...સાગર પહેલેથી થોડો શરમાળ નેહાએ હિમત એકઠી કરી, one room please.." રિસેપ્શનિસ્ટે ઊંચું જોયા વગર પૂછ્યું," name please.." નેહાએ અચકાતા અચકાતા કહ્યુ," સાગર પારેખ એન્ડ મીસિસ સાગર પારેખ." આટલું બોલતા તો જાણે થાકી ગઈ..રિસેપ્શનિસ્ટે સરનામું પૂછ્યુ..એ થોડી ગભરાઈ..સાગરે સંભાળી લીધું પોતાનું સરનામુ લખાવી દીધું...એણે ચાવી આપી ..વેઈટર રુમ બતાવવા આવ્યો..રુમ ખોલી બન્ને રુમમાં આવ્યાં.વેઇટરને ટીપ આપી રવાના કર્યો..

નેહા બેડ ઉપર ફસકાઈ પડી..સાગર દૂર આરામ ખુરશી પર બેસી ગયો..થોડીવાર આંખો બંધ કરી લીધી...મૌન છવાયેલું હતું કોને શું બોલવું કાઈ સમજ પડતી ન હતી...એક સમય હતો નેહાને ચૂપ કરવાં મોઢે હાથ દબાવવો પડતો હતો. હવે એવી ચૂપ થઈ છ કે મોઢામાં આંગળી નાંખવી પડશે. સાગરનાં ચહેરા પર સ્મિત આવી ગયું. એણે કહ્યુ," નેહા," નેહા એકદમ જાણે સપનામાં થી જાગી પડી.નેહાએ હુંકાર ભર્યો..." તને ભૂખ લાગી છે?" નેહા એ નોરમલ થતાં કહ્યુ હા કૈક ઓર્ડર કરી દેઈએ બહાર જવાનો મુડ નથી..સાગરે ફોન ઊપાડીને ખાવાનું ઓર્ડર કર્યુ. એ બાથરુમમાં ગયો..નેહા હજું પોતાની લાગણીઓનું વિષ્લેશણ કરી રહી હતી..

ખાવાનુ આવ્યું ..બન્ને એ થોડું થોડું ખાધું..પણ વાતચીત આગાળ વધતી ના હતી.બન્ને થાક્યા હતાં.સાંજ પડવાં આવી હતી. સાગરે કહ્યુ," ચાલ થોડીવાર બહાર જઈયે દરિયા કિનારે કે મુવીમાં...નેહા કાઈ બોલી નહી ..બન્ને દરિયા કિનારે ગયા.થોડીવારના મૌન પછી નેહાએ પૂછ્યું.."સાગર, તે મને કેમ છોડી દીધી?" સાગર અચકાયો.."નેહા, એ બધી વાત હવે ભૂલી જા..તું તારા સંસારમાં સુખી છે..હું મારાં સંસારમાં.." નેહા રડી પડી.." તે કેમ માની લીધું હું સુખી છું???તું સુખી હઈશ પણ મારાં સુખ વિષે તને કેવી રીતે ખબર પડી?" સાગરે કહ્યુ," જેવી રીતે તું શણગારાયેલી રહે છે...હસતી રહે છે..માની લીધું કે તું સુખી છે.." નેહાની ઉદાસ આંખોમાં..આંસું તગતગી ગયું," સાગર, આ સાગરનાં મૌન તને સંભળાય છે કે એનો ઘૂધવાટ જ નજર આવે છે?"અને સાગરનાં મૌન સમજતાં શીખ સાગર...બધાં સ્મિતમાં સુખ નથી છૂપાએલું..એ સ્મિતની વ્યથા સમજ.." સાગર ચૂપ થઈ ગયો એનાં હૈયામાં પણ ઉલ્કાપાત મચી ગયો...બન્ને સૂરજ ઢળતા હોટેલમાં આવ્યાં.મૌનની દિવાલ ફરી ચણાઈ ગઈ...

રુમમાં આવ્યાં પછી..નેહાના દિલમાં હજારો સવાલ જવાબ હતાં...માણસ પોતાના પહેલાં પ્રેમને આસાનીથી ભૂલી જતાં હશે..સાગર કેટલો શાંત લાગતો હતો?? શું એનાં દિલમાં ઘૂઘવતાં સાગર છે? એનાં મૌનમાં ઘણી ફરિયાદો છે? લાગણીઓના મોજા ઊછળે છે? કે પછી સુકાયેલા રણ છે હ્રદયમાં, જેમાં દુખોની ડમરીઓ સિવાય કાંઈ ઊડતું નથી.વિરાની છવાયેલી છે.સાગરનું મૌન સમજાતું ન હતું.

બન્ને રુમમાં આવ્યાં.નેહાનું દિલ ધડકી ગયું.વાતની શરુઆત કેવી રીતે કરું? સાગર મને ખોટી રીતે નહીં લેને? સાગર આરામ ખુરશી પર બેસી ગયો.નેહાએ એક ઊંડો શ્વાસ લઈને આંખો બંધ કરી લીધી. બેડ ઉપર ઉભડક બેઠી હતી.સાગર એકીટશે એને નીરખી રહ્યો હતો...મારો પહેલો પ્રેમ...કેટલાં જતન કર્યા હતાં. એને પરવાન ચઢાવવા માટે..અને હાથ છૂટી ગયાં..કોલેજમાં પણ બધાં કહેતા હતાં,"સાગર અને નેહાની જોડી અતૂટ છે...અને કોઈની નજર લાગી ગઈ ગઈ..આ જોડી પર બસ એક નાનકડો અકસ્માત અને બધું વેર વિખેર થઈ ગયું હતું..

સાગરને બરાબર યાદ છે જિંદગીનો એ દિવસ જ્યારે એની દુનિયા લૂટાઈ ગઈ હતી. હા એ દિવસે એ અને નેહા કેન્ટીનમાં બેઠા બેઠા કોફી પીતાં હતાં.અને હસી મજાક અને જોક્સ ચાલી રહ્યા હતાં..સાગર પણ શરારતી આંખોથી નેહાનું દિલ લૂટી રહ્યો હતો.અને નેહા તો સાગર ઉપર વારી વારી જતી હતી. એવામાં સામેથી સ્નેહલ આવ્યો..થોડો ગભરાયેલો લાગતો હતો..સાગરે પૂછ્યુ," કેમ સ્નેહલ આટલો ઘભરાયેલો લાગે છે? સ્નેહલે કહ્યુ," તારા પપ્પા..તારાં પપ્પા....."સાગર ઝટકાથી ઊભો થઈ ગયો હતો..અને નેહાનો પકડેલો હાથ છૂટી ગયો એનું ધ્યાન પણ ના રહ્યુ.સાગરે સ્નેહલને હમમચાવી નાંખ્યો."શું થયું મારાં પપ્પાને? શું થયું??સ્નેહલે અચકાતાં કહ્યુ..." એક ટ્રકે તારા પપ્પાના સ્કુટરને ટક્કર મારી તારા પપ્પાને બધાં ભેગા થઈ હોસ્પીટલ લઈ ગયા છે...તું જલ્દી ચાલ.." સ્નેહલ સાગરનો હાથ ખેંચી લઈ ગયો...એ હોસ્પીટલ પહોંચ્યો ત્યારે પપ્પા છેલ્લ્લાં શ્વાસ લઈ રહ્યા હતાં..પપ્પા..પપ્પા..સાગરની આંખમાથી અનરાધાર આંસું પડી રહ્યા હતાં..પપ્પાએ શ્વાસ છોડતાં પહેલાં સાગર પાસે વચન લીધું કે એના બે નાનાં ભાઈ અને બહેનને બરાબર ભણાવશે અને એક પિતા જેટલો પ્રેમ અને સ્નેહ આપશે..માનું ધ્યાન રાખશે..અને કોલેજમાં જતો સાગર રાતોરાત એક અલ્લડ યુવાન મટી અને એક પ્રોઢ માણસ બની ગયો.

નેહાએ જ્યારે આ સમાચાર સાંભળ્યાં.એ સાગરને ઘરે સાગરને મળવા દોડી આવી અને સાગરને હિમત રાખવાં સલાહ આપી પણ સાગર એકદમ મૌન થઈ ગયો હતો..નેહાની સામે આંખ ઉઠાવીને જોતો પણ ના હતો..નેહાને ડર લાગી રહ્યો હતો.સાગરની આંખોમાં આ અજનબીપણું ક્યાથી આવ્યું? નેહાને ખબર ન હતી કે એની પણ દુનિયા લૂટાઈ જવાની તૈયારીમા હતી..સાગર એનાં પ્રેમને લૂટાવી દેવાનો હતો...સાગરે કહ્યુ," નેહા, આવતી કાલે તું મને એકલી મળ તારી સાથે વાત કરવી છે...અને બીજે દિવસે જ્યારે બન્ને છેલ્લીવાર મળ્યાં તો નેહાનાં દિલ ઉપર વીજળી પડી..સાગરે કોલેજ છોડવાનો અને દુકાન પર બેસી જવાનો નિર્ણય લીધો હતો..પણ તેમ છતાં નેહા પોતાનાં પ્રેમનો ભોગ આપવાં તૈયાર ન હતી. પણ સાગરે જ્યાં સુધી ભાઈઓ અને બહેન ભણી ના લે લગ્ન કરવાં નહી એવો નિર્ણય લીધો હતો....નેહા આસું સારતી રહી..સાગરનો હાથ છોડતી ના હતી.પણ સાગર એક્દમ મૌન હતો...નજર જમીનમાં ગડી ગઈ હતી...જાણે જમીનને નજરથી ખોદી નાંખવાં માંગતો હોય...અને બન્ને છૂટા પડી ગયાં..

"સાગર," નેહાનો અવાજ સાંભળી એકદમ જાણે સપનાંમાંથી જાગી ગયો. એને પોતાની ભીની આંખો લૂછી "તને ખબર છે મેં તને અહીં શા માટે બોલાવ્યો છે?" નેહાએ પૂછ્યું..સાગરે નકારમાં માથું હલાવ્યુ..." આજ હું તને મારી વાત કહીશ..પચીસ વરસ પહેલાં જ્યારે તું મને છોડી ગયો....અને નેહા જાણે પચીસ વરસ પહેલાં ની દુનિયામાં ચાલી ગઈ.જ્યારે સાગર એનો હાથ છોડી દૂર દૂર ગયો હતો.

સાગરે એનાં પ્રેમને ઠુકરાવી દીધો..અને હતાશ નેહા ઘરે આવી ગઈ..મમ્મી પપ્પા સમજી શકતાં ન હતાં..હસતી રમતી ચંચળ નેહાને શું થયું છે...વારમવાર એકનો એક સવાલ કરવાં છતાં કોઈ જવાબ મળતો ના હતો.નેહાને આત્મહત્યા કરવાનો વિચાર પણ આવ્યો..પણ મા બાપની પ્રેમ ભરી નજર જોઈ પોતાની જાતને સંભાળી લેતી..મારાં મા બાપ સાથે એવો અન્યાય કરવાનો મને કોઇ હક નથી એમણે મને જન્મ આપ્યો..ઊછેરીને મોટી કરી..અને અનહદ પ્રેમ આપ્યો એમનાં દિલને દુખ શી રીતે પહોંચાડું?? એ રડીને બેસી જતી.સાગરનો વિરહ ઊધઈની જેમ એના હ્રદયને ખોતરી રહ્યો હતો. જેમ તેમ કરીને કોલેજનું છેલ્લું વરસ ખતમ કર્યુ..નેહાનાં પપ્પા શાંતીલાલ અને મા પ્રભાબેનનું સમાજમાં ખૂબ માન પાન..પૈસે ટકે સુખી અને સ્વભાવે પણ નિર્મળ અને શાંત. અને નેહા મોડલ જેવી દેખાવડી...નેહા માટે ઘણાં માંગા આવવાં લાગ્યાં...અને એક છોકરો આકાશ પપ્પાને પસંદ પડી ગયો..એકદમ હોંશિયાર અને બિઝનેસ મેન..દેખાવડો...મા બાપનો એકનો એક દીકરો..અને દિલ્હીમાં સરસ મારૂતીની ડીલરશીપનો ધંધો..નેહાને તો કોઈમાં રસ ના હતો..પપ્પા કહે ત્યાં પરણી જવાનું હતું...એણે હા પાડી દીધી..ખૂબ ધામધૂમથી નેહાના લગ્ન આકાશ સાથે થઈ ગયાં..નેહા પોતાનું દિલ પાછળ સાગરનાં આંગણમાં મૂકી દિલ્હી આવી ગઈ..

આકાશ વિચીત્ર સ્વભાવનો હતો એ નેહાને સુહાગરાતના ખબર પડી ગઈ..જ્યારે આકાશે એને સુહાગરાતે મહેણું માર્યુ કે કેટલાં મિત્રોને લઈને ફરતી હતી..નેહાએ વિચિત્ર નજરથી આકાશ સામે જોયું?? એ પોતનો ભૂતકાળ પાછળ મૂકી નવેસરથી જીવન વિતાવવાં માંગતી હતી. સાગરની યાદને આજ પછી દિલમાંથી ફગાવી દેવા માંગતી હતી...એ શરમાઈ ગઈ...કાઈ બોલી શકી નહીં...આકાશે કહ્યુ," નેહા, આજ આપણાં જીવનની શરુઆત થઈ છે આપણે એક બીજા સાથે પ્રમાણીકતા થી આપણાં જીવનની વાત કરી લઈએ જેથી આગળ જતાં આપણી વચે કોઈ રહસ્ય ના રહે..ચાલ મારી વાત પહેલાં કહું મારી એક મિત્ર હતી પણ સંજોગોવશાત અમારા લગન થઈ ના શક્યા...પણ અમારાં સંબંધ પતિ-પત્નિ જેવાં જ હતા...ચાલ હવે તારી વાત કહે.." આટલું કહી એ લુચ્ચું હસ્યો..નેહા એ અચકાતા અચકાતા કહ્યુ," મારે એક મિત્ર હતો, હું એને ચાહતી હતી..પણ અમારી વચે શારિરીક કોઈ સંબંધ ન હતાં."આટલું કહેતા કહેતા એની છાતી ધમણની જેમ ફૂલી ગઈ હતી...પણ આકાશ ખડખડાટ હસી પડ્યો...એટલે એ પણ મલકાઈ...તરત આકાશ બોલ્યો," જોયું મારું એક જુઠાણું તારા સત્યને કેવું બહાર લઈ આવ્યું? નેહા અવાચક થઈને આકાશને તાકી રહી...એ સાગર વિષે ઊલટ તપાસ કરવાં લાગ્યો...ઉદાસીનતા નેહાને ઘેરી વળી...સુહાગરાતમાં આવી બધી વાતોની આશા કોઈ કુંવારિકા નથી રાખતી..હવે શું??? તીર કમાનમાંથી નીકળી ગયું હતું...હવે નેહા કાંઈ કરી શકે નહીં . આકાશ બોલ્યો," મને ખબર હતી તારા જેવી ખૂબસૂરત છોકરીને 'બોય ફ્રેન્ડ' ના હોય તે તો હું માનવાં તૈયાર જ ન હતો..હવે તારે મોઢે આ વાત સાંભળી તો...તો હવે મજા આવશે..."
નેહા તો શુન્યમન્સક થઈ આકાશની વાત સાંભળી રહી...આકાશે એનો હાથ હાથમાં લીધો અને કહ્યુ..." સાગરે આ હાથ પક્ડેલો??નેહાના ઓષ્ટને ચુંબન કરી કહ્યુ," આ હોઠોનું રસપાન સાગરે કેટલી વાર કર્યુ છે??? નેહાની આંખોનાં આંસું જાણે સુકાઈ ગયાં...

એનાં મગજમાં જગજીતસીંહની એક ગઝલ એક શેર યાદ આવી ગયો..
વસ્લકી રાત ઔર ઈતની મુખ્તસર?
દિન ગીને જાતે થે ઈસ દિનકે લિયે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED