Jina Isi Ka Nam He books and stories free download online pdf in Gujarati

Jina Isi Ka Nam He

જીના ઈસી કા નામ હૈ...

-ઃ લેખક :-

ડા. યોગેન્દ્ગ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

જીના ઈસી કા નામ હૈ...

ગયે વરસે ઈકોતેર વરસની ઉંમરે મને એક તુક્કો સૂઝ્‌યો. ગુજરાતી માધ્યમમાં ભણતાં બાળકો પણ બે-ચાર વરસની પ્રવૃત્તિમય, આનંદપૂર્ણ તાલીમની મદદથી અંગ્રેજી માધ્યમનાં બાળકો જેટલું જ સારૂં અંગ્રેજી વાપરી શકે કે નહીં? થોડાં બાળકો એકઠાં કરી મ્ૈંન્ૈંદ્ગય્ેંછન્ ર્ઝ્રંસ્સ્ેંદ્ગૈંઝ્રછ્‌ૈંફઈ સ્ઈ્‌ર્ૐંડ્ઢ (દ્‌વિભાષી પ્રત્યાયનપદ્ધતિ) થી પ્રયોગ શરૂ કર્યો. લપસણી, હિંચકા, ચગડોળ ખાતાં-ખાતાં, અનેક રમતો રમતાં, વાર્તાઓ સાંભળતાં, જોડકણાં ગાતાં, પત્તાં અને અન્ય પ્રકારનાં કાર્ડઝની રમતો રમતાં-રમતાં બાળકો અંગ્રેજીમાં સાંભળી-સમજતાં અને બોલતાં થઈ ગયાં, વાંચતાં થઈ ગયાં.

આ વરસે એને થોડું વધુ ઔપચારિક સ્વરૂપ આપવાનું નક્કી કર્યું. આ સઘળી કામગીરીમાં એક બાળક શ્રીધરની મમ્મી કશું કહ્યાં વિના હોંશેહોંશે સામેલ થાય. બીજાં બાળકોનાં મમ્મી-પપ્પા તો સમય થાય ત્યારે બાળકોને બગીચામાં મૂકી જાય, સમય પૂરો થાય ત્યારે બગીચામાંથી લઈ જાય, પણ શ્રીધરની મમ્મી પૂરો સમય હાજર રહે, બધી રમતોને સમજે, પ્રવૃત્તિઓમાંથી હું બાળકોને ભાષાના કેવા કેવા વપરાશ માટે સજ્જ કરૂં છું તે અવલોકે અને તે વિશે પ્રશ્નો પૂછે. એકવાર મેં પૂછયું કે હજાર કામ પડતાં મૂકીને આવો સમય ફાળવવો કઈ રીતે શક્ય બને છે? તો કહે, “શીખવાની એક પણ તક કોઈ પણ ભોગે જવા દેવાય જ નહીં.”

ગુલાબ, જાસૂદ, એકઝોરા, ગુલાબી-લાલ કરેણ, બારમાસી, મોગરા જૂઈ, સૂરજમુખી, ગલગોટાનાં ફૂલો આવકારતાં હતાં. વડ, લીમડો, પીપળો, આસોપાલવ, સરગવો બોરસલ્લી, બદામ, જાંબુડો, બીલી, આંબળાં વગેરેનાં ખભા સુધી વધવા આવેલાં વૃક્ષો અને તુલસી, નાગોડ, શતાવરી, બ્રાહ્‌મી, ભીંડીપીપર, લીલી ચા, મીઠો લીમડો, ફુદીનો, ચંપો વેગેરેના છોડ લહેરાઈ રહ્યા હતા.

પછી ખબર પડી કે એ પોતે શિક્ષિકા છે, આંબાવાડીના રાજીવનગર ખાતે ગયે જ વરસે શરૂ થયેલી એલિસબ્રિજ મ્યુનિ. શાળા નં. ૩૦ના કાર્યકારી આચાર્ય છે. આજુબાજુ છ જેટલી ખાનગી પ્રાથમિક શાળાઓ છતાં ઘેર ઘેર ફરી માત્ર બે જ શિક્ષિકાઓએ બસો પંચોતેર બાળકોથી શાળાને કિલ્લોલતી કરી દીધી. બે જ શિક્ષકો ધો-૧થી ૫(પાંચ)નાં બાળકોને ભણાવે, નવી થતી શાળાનાં બાંધકામ માટે દોડાદોડી કરે પછી સાત વર્ગો થયા અને ત્રણ શિક્ષકો થયા.

સ્કૂલ-બોર્ડે બજેટ પ્રમાણે થોડું ફર્ન્િાચર આપ્યું. ભાવનગરના વેપારી ગગજીભાઈ સુતરિયાએ શાળાને દત્તક લેવાની દરખાસ્ત મૂકી સો નંગ અદ્યતન ડિઝાઈનની બેન્ચીઝ ભેટ આપી. અન્ય દાતાઓએ ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ જેવી રમતોનાં સાધનો અને બાળકોને મધ્યાહ્‌ન ભોજન માટે ત્રણસો નંગ બુફેડિશ, બાર ગ્લાસ, સોળ બાઉલ, આઠ કડછા, આઠ ભાતિયાં, આઠ સ્ટીલની ડોલો, આઠ ચમચા ભેટ આપ્યાં. બાળકોનાં ભોજન માટે ઓગણત્રીસ તિથિઓ નોંધાઈ.

બેય શિક્ષકોય કંઈ પાછા ન પડયાં. શ્રીધરનાં મમ્મી નિકેતાબેને કાર્યકારી આચાર્ય તરીકે પોતાના તરફથી સંગીતનાં સાધનો, ફર્સ્ટએઈડ બોક્સ, તિજોરી, ટેબલ, રિવોલ્વિંગ ચેર, ટેપરેકોર્ડર, ભીંત-ઘડિયાળ, ચાર મોટાં પાથરણાં, સાઉન્ડ સિસ્ટમ ભેટ આપ્યાં. તો તેમનાં સાથી શિક્ષિકા પ્રીતિબેને બે તિજોરી, બે ઓફિસટેબલ, પાંચ ખુરશી, બે લોંખડના ઘોડા ભેટ આપ્યાં.

જુદા જુદા ક્યારાઓમાં પાલક, મેથી, લસણ, કોથમીર, રીંગણ, મરચી, ટામેટાં, ભીંડા, તુરિયાં, ગલકાં, દૂધી જેવાં શાકભાજીનાં છોડ-વેલા પાંગરી રહ્યા હતા. મને થયું બાળકોનું ખરૂં ભણતર આ બગીચામાં જ થતું હશે. જેમણે આવા સરસ ફૂલ ખીલવ્યાં તે બાળકોને વિકસાવવામાં કઈ રીતે પાછાં પડે?

બપોરે ૧૨-૦૦ વાગે પ્રાર્થના સાથે શાળા શરૂ થાય. મધ્યાહ્‌ન ભોજન પછી ય સાંજે સાડા પાંચ સુધી બાળકો શાળામાં હાજર રહે. જોતજોતામાં વરસ પૂરૂં થયું.

આ વરસે ૧૩/૬/૨૦૧૨ના રોજ શાળાના સ્થાપનાદિનને એક વરસ પૂરૂં થયું તે નિમિત્તે સ્થાપનાદિનની ઉજવણી થઈ. મને અને મિત્ર ડો. રતિલાલ બોરિસાગરને બોલાવેલા. હું સ્વતંત્ર-ટેવવશ પંદરેક મિનિટ વહેલો પહોંચી ગયો. નવું સરસ મકાન, મંડપ બાંધેલો, ચારે બાજુ દીવાલ, વ્યવસ્થિત રસ્તા અને મનહર બગીચો, ચોકીદાર સમજ્યો કે કોઈ સજ્જન છે એટલે રોક્યો-ટોક્યો નહીં. બાળકો અને શિક્ષકો તૈયારીમાં દોડાદોડી કરતાં હતાં.

મેં ચૂપચાપ પ્રવેશી બગીચો જોયો. ગુલાબ, જાસૂદ, એકઝોરા, ગુલાબી-લાલ કરેણ, બારમાસી, મોગરા જૂઈ, સૂરજમુખી, ગલગોટાનાં ફૂલો આવકારતાં હતાં. વડ, લીમડો, પીપળો, આસોપાલવ, સરગવો બોરસલ્લી, બદામ, જાંબુડો, બીલી, આંબળાં વગેરેનાં ખભા સુધી વધવા આવેલાં વૃક્ષો અને તુલસી, નાગોડ, શતાવરી, બ્રાહ્‌મી, ભીંડીપીપર, લીલી ચા, મીઠો લીમડો, ફુદીનો, ચંપો વેગેરેના છોડ લહેરાઈ રહ્યાં હતાં. બધાં વૃક્ષ-છોડની આગળ કાર્ડ ઉપર તેમનાં નામ લખેલાં હતાં. એ જ રીતે જુદા જુદા ક્યારાઓમાં પાલક, મેથી, લસણ, કોથમીર, રીંગણ, મરચી, ટામેટાં, ભીંડા, તુરિયાં, ગલકાં, દૂધી જેવાં શાકભાજીનાં છોડ-વેલા પાંગરી રહ્યાં હતાં. મને થયું બાળકોનું ખરૂં ભણતર આ બગીચામાં જ થતું હશે. જેમણે આવા સરસ ફૂલ ખીલવ્યાં તે બાળકોને વિકસાવવામાં કઈ રીતે પાછાં પડે?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED