વાસનાની નિયતી - 7 Nimish Thakar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાસનાની નિયતી - 7

વાસનાની નિયતી - 7

નિમીષ ઠાકર

વાર્તા વિશે : આ વાર્તા સોરઠ પ્રદેશનાં એક ગામની સત્યઘટના પર આધારિત છે. આ ઘટનાનાં પત્રો હાલ ભાવનગરમાં રહે છે. તમામ પાત્રો અને ગામોનાં નામો બદલી નાંખવામાં આવ્યા છે. જોકે, જેનીલની ઘટનાનો ભાગ સંપૂર્ણપણે કાલ્પનિક છે. પરંતુ ત્યારબાદ તોરલનું ખેતરમાં કામ કરતા મજૂર સાથેનું તેમજ અન્ય સ્ખલનની ઘટનાઓ સાવ સાચી છે. વાસના કેવી રીતે ચારિત્રયહીનતાનું સ્વરૂપ ધારણ કરી લે છે. એ દર્શાવવાનો આ પ્રયાસ છે. આ ઘટનાને વાર્તાનું સ્વરૂપ આપવાનો ઉદ્દેશ આજની ભોગવાદી યુવા પેઢીને તેનાં દુષ્પરિણામો વિશે માહિતગાર કરવાનો છે. આપનાં પ્રતિભાવો કે સુચનો આપવાનુ઼ ચૂકશો નહીં. “ ”

***

રામકો બારણું ખોલી મકાનમાં દાખલ થયો. બારણું ખુલ્લું જ હતું. તોરલે દિવાલને અઢેલીને રાખેલો ઘોડો મેડી પાસે લાવવા ઇશારાથી કહ્યું. રામકાએ ઘોડો મેડી પાસે ગોઠવ્યો. ખેતરમાં કામ કરતાં કરતાં મકાનમાં પ્રવેશેલા રામકાનાં શરીર પરથી પરસેવાનાં રેલા વહી રહ્યા હતા. તેની છાતી હાંફતી હતી. શરીર પર ચરબીનું નામો નીશાન નહોતું. સ્લીમ બોડી અને મજબૂર સ્નાયુ ધરાવતો રામકો વાને જરા ઘેરા રંગનો હતો. આમ છત્તાં મન પર વાસના સવાર થઇ હોય એવી યૌવનાની કામેચ્છા સંતોષવા માટેનું આદર્શ ફીગર તે ધરાવતો હતો.

તોરલ તેના પર ચઢી ગઇ અને બેત્રણ ગોદડાં, ગાદલાં અને ઓશીકાં નીચે ફેંક્યા. ઘોડો ડગમગતો હોવાથી રામકાએ તેને પકડી રાખ્યો હતો. એક પગથિયું ઉતરી તોરલે સીધુંજ રામકા પર પડતું મૂક્યું. રામકો અચાનક શરીર પર આવેલા વજનથી બઘવાયો. તેણે બેલેન્સ ગુમાવ્યું. અને જમીન પર પછડાયો. તોરલ તેના શરીર પર આવી પડી હતી. તેને થોડી પીડા થઇ. પણ ઝડપથી કળ પણ વળી ગઇ. તોરલનાં મખમલી સ્પર્શે તેના શરીરમાં ઝણઝણાટી તો ફેલાવી જ દીધી. આમ છત્તાં માલિકની દિકરી સામે નજર ન બગાડાય એમ માની તેણે બે હાથ જમીન પર ટેકવી ઉભા થવા પ્રયત્ન કર્યો. તોરલ હજીયે તેના શરીર પર જ હતી. અને તરસી આંખે જોઇ રહી હતી. રામકો તેનું મન કળી ગયો. આમ છત્તાં ન જોયું કરી તેને અળગી કરવા પ્રયત્ન કર્યો. હવે તોરલ રીતસરની રામકાને બાઝી પડી.

આ શું કરો છો ? રામકો છોભીલો પડી ગયો.

તોરલ કાંઇ બોલવાનાં મૂડમાં નહોતી. તે એક સિંહણની જેમ કામાંગીની બની ગઇ હતી. રામકાનાં બંને હાથ હજુયે જમીન પર ટેકવેલા હતા. તોરલ તેની છાતીને ભીંસ આપી બંને હાથ તેની પીઠ પાછળ લઇ જઇ બથ ભરી લીધી. અને જોશથી પોતાની મખમલી કાયાનું રામકાનાં લોખંડી શરીર સાથે મર્દન કરવા લાગી. સાથે તે રામકાની છાતી, ગળા, કાનની બુટ, ગાલ, હડપચી, જેવા ભાગો પર જોશથી ચુંબન કરવા લાગી. આ તરફ રામકો પોતાનાં પર અચાનક થયેલા મખમલી વાર સામે મન પર ઝાઝો કાબુ રાખી શક્યો નહીં. તેણે પણ બંને હાથ જમીન પરથી ખસેડી તોરલને વળગી પડ્યો. બંને મકાનની સીમેન્ટવાળી ફર્શ પર લેટી ગયાં. થોડીવાર ફોરપ્લેનો આનંદ માણ્યા પછી બંનેએ એકબીજા સામે જોયું. નજરો ટકરાઇ. બંનેની નજરોમાં ભારોભાર કામવાસના સળવળતી હતી. તેઓએ ખાટલા સામે જોયું. અને પછી ઉભા થયા. તોરલ રામકાનાં શરીર પરથી ધીમે રહીને ઉભી થઇ. રામકાએ પણ ઉભા થઇ પહેલાં મકાનનું બારણું વાસી દીધું. અને બંને ફરીથી વળગી પડ્યાં. ઉભા ઉભા જ તોરલે રામકાનાં પેન્ટની ક્લીપ અને પછી ચેન ખોલી નાંખી. તો રામકાએ પણ તોરલનાં શરીર પરથી ધીમે ધીમે એક પછી એક કપડાં દૂર કર્યા. એજ હાલતમાં તેઓએ ખાટલામાં પડતું મૂક્યું. બરાબર અડધી કલાક સુધી બંને યુવાન શરીરો એક બીજા સાથે ઘસાતાં રહ્યા. બંને વચ્ચે પ્રેમ લેશમાત્ર નહોતો. માત્રને માત્ર તત્પૂરતી મનમાં ઉદ્ભવેલી કામવાસના સંતોષવાની જ તાલાવેલી લાગી હતી. એક પુરુષ અને એક સ્ત્રી, પ્રકૃતિએ સર્જેલા શરીરોમાં મૂકેલું કામવાસનાનું તત્વ સાપની જેમ લબકારા મારી રહ્યું હતું. તોરલ વાસનાનાં લબકારા લેતી ઉંહકારા કરતી રહી. અને રામકો તેની રૂપાળી કાયાને ભોગવતો રહ્યો. બંનેએ ભરપૂર શરીર સુખ માણ્યા પછી જાણેકે, સંતોષનો ઓડકાર ખાતાં ઉઠ્યા. રામકાએ તોરલને કહ્યું, તારા બાપાએ મને તારા પર નજર રાખવા કહ્યું છે.

શું કહીને ? તોરલે તેની ઉઘાડી છાતી પર કોમળ હાથ ફેરવતાં પૂછ્યું.

એજકે, તું ખેતરે હોય ત્યારે તને એકલી ક્યાંય જવા નથી દેવાની. મકાનની બારે નીકળવું હોય તોય મારી સાથે જ જવાનું.

મારું એક કામ કરીશ ? તોરલની આંખમાં ચમકારો આવ્યો.

હવે તો તું કે ને હું ન કરું ? રામકાએ હસીને જવાબ આપ્યો. બસ, મને ખુશ કરતી રેજે. કહી તેણે પણ તોરલનો ગાલ પંપાળ્યો.

તારે મને બસ, હું કહું ત્યારે બહાર જવા દેવાની. એ પણ એકલી. હું પાછી આવી જઇશ એની ગેરંટી. તોરલ જયદેવને મળવાના પેંતરા ગોઠવતી હતી. પોતાના પર ઘરનાં લોકોએ મૂકેલી કડક ચોકીને કેવી રીતે ધરાશાયી કરી એ વાત પર તે મનોમન મલકાતી હતી. તેણે બસ રામકાની શરીર ભૂખ સંતોષવાની હતી. જોકે, કામવાસનાનો આ અતિરેક તેના જીંદગીભરનાં પસ્તાવાનું કારણ કેવી રીતે બનવાનો હતો. એની તેને કલ્પના યે નહોતી.

ભલે. કહી રામકો ઉઠ્યો. અને પેન્ટ પહેરી મકાનની બહાર નિકળ્યો અને બારણું બહારથી બંધ કરી પાવડો ઉઠાવીને કામે વળગી ગયો. એટલીવાર બીજા મજૂરો દૂર હતા. અને ખુદ તોરલનાં બાપા ખેતરનાં બીજા શેઢે રોટલા ખાધા પછી આરામ ફરમાવતા હતા. આથી દિકરી અને પોતાનાં દાડિયા વચ્ચે ખેલાયેલા વાસનાનાં ખેલથી તેઓ બેખબર હતા.

જ્યારે તોરલ કુંડાળામાં પગ પાડી ચૂકી હતી. મન પર સવાર થયેલી કામવાસના પાસે તે પોતાનું ચારિત્ર્ય હારી ગઇ હતી. તેના મનમાં જયદેવ પ્રત્યેનો પ્રેમ હજુયે અકબંધજ હતો. અને જીવનસાથી તરીકે હજુયે તેની જ કલ્પના હતી. પરંતુ માનવીની જે રીતે ભૂખ, તરસ, નિદ્રા, જેવી શારિરીક જરૂરિયાતો હોય છે એવીજ કામવાસનાની જરૂરિયાત હવે તેના જીવનમાં પ્રવેશી ચૂકી હતી. સૌપ્રથમ વખત જયદેવ સાથે સંવનન માણ્યા બાદ તેની આદત પડી ગઇ હતી. પરંતુ હવે તો એ ન હોય તો વાસના કેવી રીતે સંતોષવી તેનો રસ્તો પણ તોરલને જડી ગયો હતો. એટલુંજ નહીં, એ રસ્તે ચાલી નિકળવામાં તેને જરાય સંકોચ પણ નહોતો રહ્યો. એક રીતે ચારિત્ર્યભ્રષ્ટ થવામાં તે જયદેવની સાથે થઇ ગઇ હતી. જયદેવે તોરલ પહેલાં વાલી સાથે શરીરસુખ માણી ચૂક્યો હતો. તો તોરલે પણ હવે બીજા પુરૂષનું પડખું સેવી લીધું હતું. જ્યારે તોરલ સાથે શરીર સુખ માણનાર રામકા માટે સ્ત્રી સહવાસ નવી વાત નહોતી. તેના કબિલામાં સાથી સાથે શયન કરવાની વાત નવી નહોતી. હા એટલું ખરું કે, બીજી કોમની અને કબિલા બહારની સ્ત્રી સાથેનો આ પહેલો સંગ હતો. મહિનાઓથી એકલતા વેઠતા રામકા માટે આ અનુભવ રોમાંચક હતો. તેને જાણે કે, ગોળનું દડબું મળી ગયું હતું. ઉજળી કાયા ધરાવતી તોરલે સામે ચાલીને તેને આનંદ આપ્યો હતો. વળી આવો મોકો અનેક વખત મળવાનો હતો. તે મનોમન ખુશ થતો હતો.

આ તરફ જયદેવ ઘણા દિવસથી તોરલને મળ્યો ન હોઇ તે પણ બેચેન હતો. પણ ક્યાંય મેળ નહોતો ખાતો. તેને તોરલનાં પરિવારજનોનો ડર નહોતો. પણ તે નહોતો ઇચ્છતો કે પોતાની પ્રેયસીને તેના પરિવારજનોનાં મેણાં-ટોણાંનો ભોગ બનવું પડે. એવામાં એક દિવસ તોરલની બહેનપણી નિતા તેને મળી ગઇ. જયદેવે તેને ખબર પૂછ્યા. નિતા સમજી ગઇ. જયદેવ કોઇપણ યુવતીને આકર્ષી શકે એવું શરીર સૌષ્ઠવ ધરાવતો હતો. વગડાનાં એ રસ્તે બીજું કોઇ નહોતું આથી નિતા સાથે ઉભો રહીને વાત કરે તો ખાસ વાંધો નહોતો. તોરલનાં પરિવારજનોએ તેના પર ચોકી પહેરો મૂકી દીધાની વાત તેણે જયદેવને કરી. કોઇ રસ્તો સૂઝે તો પોતે તોરલ સુધી વાત પહોંચાડવાની પણ નિતાએ ખાત્રી આપી. અને બંને છૂટાં પડ્યાં. જયદેવને હવે ઝટ તોરલ સાથે લગ્ન કરવા હતા. જોકે, હજુ એ માટે ઘણી લાંબી મજલ કાપવી પડે એમ હતી. હજુ તેણે કમાવાનું હતું. પોતાનાં પગ પર ઉભા થવું પડે એમ હતું. આથી તેણે દારૂડિયા મિત્રોને મળવાનું પણ ઓછું કરી નાંખ્યું. તેમાંયે તોરલને મળ્યા પછી તો તેણે દારૂ-જુગારની પ્રવૃત્તિઓ બંધજ કરી દીધી હતી.

***

લવલી અને જેનીલ હવે રોજ મળવા લાગ્યા હતા. બંને રાજકોટનાં મલ્ટીપ્લેક્સ, રેસ્ટોરન્ટમાં ફરતા અને ભાવિનાં શમણાં જોવા લાગ્યા હતા. એક દિવસ લવલી જેનીલને પોતાને ઘેર પણ લઇ ગઇ હતી. અને તેના મમ્મી-પપ્પાને ઓળખાણ પણ કરાવી. જેનીલ જેવો ભણેલો-ગણેલો અને પાછો અમેરીકામાં સેટલ થયેલો મુરતિયો તેમને પણ પસંદ પડી ગયો હતો. આથી બંને માટે એ મોરચો સલામત હતો.

એક દિવસ જેનીલે અમેરિકા ફોન લગાડ્યો.

હેલ્લો મમ્મી.

હા બેટા બોલ. જેનીલની મમ્મી વિદ્યાબેને જવાબ આપ્યો.

મમ્મી મેં અહીં છોકરી શોધી લીધી છે. હું તને વોટ્સએપ પર ફોટો મોકલું છું. પપ્પાને બતાવી દેજે.

મારો દિકરો છોકરીનાં મામલે આટલો ફોરવર્ડ કેવી રીતે થઇ ગયો ? જેનીલનાં મમ્મીએ આનંદાશ્ચર્ય સાથે પૂછ્યું.

મમ્મા, એ લાંબી વાત છે. અત્યારે તો ફક્ત તું છોકરી જોઇ લે.

ઓકે બાબા, જોઇ લઇશ. તને ગમી એટલું જ અમારા માટે પૂરતું છે. માસી કેમ છે ? વિદ્યાબેને પોતાની બહેનનાં સમાચાર પૂછ્યા.

એકદમ મજામાં. બસ, હવે ફોન મૂકું છું. પછી વાત કરીશ. કહી જેનીલે ફોન કટ કર્યો. અને તેણે લવલીને ફોન લગાવ્યો. હવે બંને આખો દિવસ ચેટીંગ, ફોન પર વ્યસ્ત રહેતાં. મળવાનું તો રોજ રાખતાં.

હાય. જેનીલનો ફોન રીસીવ કરતાં લવલી બોલી.

શું કરે છે ?

બસ. જો ઘરમાં જ છું. લવલીએ જવાબ આપ્યો.

મળી શકીએ ? જેનીલે પૂછ્યું.

ઓકે. હું તને લેવા આવું છું. પછી ઇન્દ્રોડા પાર્કમાં બેસીએ. કહી લવલીએ ફોન મૂક્યો.

કલાક પછી બંને ઇન્દ્રોડા પાર્કમાં ગુટરગૂ કરતાં એકબીજામાં ખોવાઇ ગયા હતા.

તું મને મેરેજ પછી આટલોજ લવ કરીશને ? લવલી બોલી.

તને કોઇ શંકા છે ? તેની સામે જોતાં જેનીલે સવાલ કર્યો. બંને એક ઝાડનાં થડનો ટેકો લઇને જમીન પરજ બેઠા હતા. જેનીલે એક હાથ લવલીનાં ખભે રાખ્યો હતો. લવલી લગભગ તેના પર ઢળીને બેઠી હતી.

મેરેજ પહેલાં તો બધાંજ આવું કહે.

તને કોણે કહ્યું ?

બધા મીન્સ બધા. મારી કેટલીય ફ્રેન્ડઝે લવ મેરેજ કર્યા છે. એમાંથી એક બેનો લવજ મેરેજ પછીયે અકબંધ છે. બાકીનાં બધાજ ઝઘડે છે.

હું તને બીજા બધા જેવો લાગું છું ? જેનીલે તેને પૂછ્યું.

ના. પણ મેરેજ પછી એવો બની ગયો તો ? લવલીએ હાથમાં નીચે પડેલી સૂકી ડાળખી રમાડતાં કહ્યું.

કેવો બની ગયો ?

બીજા જેવો. મારી સાથે ઝઘડવાનું, મારવાનુંને એવું બધું તો તું નહીં કરેને ?

ગોડ પ્રોમીસ ડાર્લીંગ. હું તને મેરેજ પછીએ આટલોજ પ્રેમ કરતો રહીશ. બસ.

આટલો એટલે કેટલો ? લવલીએ પૂછ્યું.

આટલો એટલે….કહી જેનીલે થોડી આમતેમ નજર દોડાવવાનો ડોળ કર્યો અને પછી એકદમજ લવલીનો ચહેરો નજીક લાવી તેના હોઠ પર પોતાના હોઠ ચાંપી દીધા. સાથે તેના બંને હાથ લવલીની પીઠ પાછળ લઇ જઇ તેને આલીંગનમાં લઇ લીધી. જેનીલ લવલીનાં સરભર્યા હોઠોને માણતો રહ્યો. તો લવલી જેનીલનાં સખત હોઠની અણિયાળી ધારનો આનંદ લેતી રહી. તેના બંને હાથ જેનીલનાં માથા પાછળ લઇ જઇ તેના વાળને પસવારતી હતી. તો જેનીલ પણ લવલીની પીઠ પર હાથ ફેરવતો ભીંસ વધારતો જતો હતો. અને પોતાની છાતીને સ્પર્શતા લવલીનાં વક્ષસ્થળની અણીનો કરંટ અનુભવતો હતો. બંને પ્રેમીઓ પોતાનાં શરીરમાં પ્રેમની તાજગી અનુભવી રહ્યા હતા. બંને સંસ્કારી પરિવારમાંથી આવતા હતા. વાસનાનું તત્વ તેમના પ્રેમમાં નહોતું. માત્રને માત્ર પોતાનાં સાથીને વધુને વધુ પ્રેમ આપવાની ભાવના બંનેનાં મનમાં દોડી રહી હતી. ઘણીવાર સુધી પ્રેમની સ્પર્શાનુભૂતિ માણ્યા બાદ તેઓ સ્હેજ છૂટા પડ્યાં. બંનેની નજરો એકબીજામાં જડાઇ ગઇ હતી. જાણેકે, એકબીજાનાં મનની વાતનું તેઓ નજરોનાં તારથી આદાનપ્રદાન કરી રહ્યાં હતા. બંને માટે જીવનનો આ પ્રથમ પ્રેમ હતો. જે લગ્નમાં પરિણમવાનો હતો. જયદેવ-તોરલ અને જેનીલ-લવલી બંને પ્રેમીઓ જ હતા. પરંતુ તેઓમાં આસમાન જમીનનો તફાવત હતો. જયદેવ કે તોરલ બેમાંથી એકેયને પોતાનો પ્રેમ લગ્નમાં પરિણમશે તેની ખાત્રી નહોતી. હા, એ માટે તેઓ કોઇપણ હદે જવા તૈયાર હતા ખરા. પણ કાલની કોઇને ખબર નહોતી. આથીજ તેઓ પોતાનાં વર્તમાનને માણવા શરીર સુખનો સહારો લઇ રહ્યા હતા. અને તેમાં તેઓ ચારિત્ર્યહીનતાનાં મુલકમાં પ્રવેશી ચૂક્યા હતા. એથી વિપરીત જેનીલ અને લવલીને ખબર હતી કે તેઓ પરણવાનાં છે. અને તેમાં કોઇ અડચણ નથી. આથી તેઓએ પોતાનાં શરીરનાં આવેગો પર સંસ્કારની લગામ મૂકી દીધી હતી. જેને તેઓ કોઇ સંજોગોમાં તોડવા નહોતા માંગતા. હા, સાથીને ચુંબન કરવા જેટલા ફોરવર્ડ તેઓ જરૂર હતા. અને એ પણ સરાજાહેર નહીં.

***

તોરલ નદીએ ન્હાવા ગઇ ત્યારે નીતા તેને મળી. ન્હાતી વખતે તો બીજી મહિલાઓ સાથે હતી. એટલે કશી વાત ન થઇ. પણ તોરલ અને નીતા કપડાં બદલવા સાથેજ ભેખડની ઓથે ગયાં. ત્યારે નીતાએ જ વાત છેડી.

જયદેવ મળ્યો તો. તેણે સીધીજ તોરલને માહિતી આપી. સાંભળી તોરલે ચોંકીને તેની સામે જોયું.

ક્યાં ?

સીમમાં. તને બહુ યાદ કરે છે. મળવું છે. કેમેય કરીને.

એને કહેજે આવતીકાલે બપોરે 1 વાગ્યે કાયમની જગ્યાએ.

ક્યાં ? નીતાએ પૂછ્યું.

તોરલ જવાબ ગળી ગઇ. પોતે જયદેવને મળવા ક્યાં જાય છે એ તે કળાવા દેવા માંગતી નહોતી. તેણે ફક્ત એટલુંજ કહ્યું, તું આટલું કહીશ એટલે એ સમજી જશે.

ભલે. કહી નીતાએ વાત ટૂંકાવી.

બીજા દિવસે બપોરે બાપાને જમાડ્યા પછી તોરલ એક વાગ્યાની વાટ જોવા લાગી. જયદેવની વાડીએ જાય તો ત્યાં બીજા જોઇ જાય. એને બદલે તેણે જ્યાં બંનેએ બીજી અનેક વખત સંવનન કર્યું હતું એ સ્થળે મળવા કહ્યું. જયદેવને તો આમેય ક્યાંય પણ જવામાં વાંધોજ નહોતો. આથી તે ત્યાં સમયે પહોંચી ગયો હતો. આ બાજુ તોરલે પિતાને જમાડ્યા બાદ તેના પિતાએ ફરીથી તેને ઘરમાં બંધ કરી બહારથી આગળિયો મારી દીધો હતો. અને રામકાને તેનું ધ્યાન રાખવા ઇશારાથી સમજાવી દીધું હતું. તોરલ મનોમન મલકાઇ. તેને વાડીએથી જયદેવને આપેલા સ્થળે પહોંચવામાં અડધી કલાકથી વધુ સમય લાગે એમ નહોતો. તેણે સાડા બાર વાગ્યે રામકાને સીસકારો કરીને બોલાવ્યો. રામકો બારીની નજીક આવ્યો. તોરલે આંખો નચાવી બહાર જવા દેવા કહ્યું. રામકાએ તેને આદિવાસી સ્ત્રીનાં ચણિયો-ચોળી અને ચૂંદડી આપ્યાં. તોરલ રાજી થઇ ગઇ. તેણે ખાસ તો પરિવારજનોની નજરથી બચીને જયદેવને મળવા જવાનું હતું. આથી હોંશે હોંશે આદિવાસી કપડાં પહેરી લીધા. રામકાએ આસપાસ જોઇ આગળિયો ખોલી તેને બહાર કાઢી ફરી બારણું વાસીને આગળિયો વાસી દીધો. અને તોરલ ઝડપભેર પોતાનાં પિયુને મળવા જવા ચાલી નિકળી. તેની ચાલમાં ઉચાટ હતો. ચૂંદડી માથે ઓઢી તેનો એક છેડો તેણે મોઢામાં દબાવી રાખ્યો હતો.

(ક્રમશ:)