સાગર ઠાકર
મો. ૯૮૯૮૯૪ર૦૦૪ (લેખક પોરબંદરમાં એબીપી ન્યુઝ ચેનલનાં કોરસપોન્ડન્ટ તરીકે કાર્યરત છે)
વાર્તા વિશે : આ વાર્તા સોરઠ પ્રદેશનાં એક ગામની સત્ય ઘટના પર આધારિત છે. આ ઘટનાનાં પાત્રો હાલ ભાવનગરમાં રહે છે. તમામ પાત્ર અને ગામનાં નામો પણ બદલી નાંખવામાં આવ્યા છે. આ સત્યઘટનાને વાર્તાનું સ્વરુપ આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ આજની ભોગવાદી યુવા પેઢીને તેનાં દુષ્પરિણામો વિશે માહિતગાર કરવાની છે.“ ” ‘ ’
પ્રકરણ - ૩
બીજા દિવસે બંને ફરી મળ્યાં. સ્થળ બદલાયું હતું. પરંતુ બંનેનાં મનમાં એકબીજા પ્રત્યેની લાગણી વધી હતી. જયદેવ અને તોરલ, બંનેએ આખી રાત સ્વપ્નસૃષ્ટિમાં જ ખોવાઈને વિતાવી હતી. સવારનો પ્હોર હતો. ગામની સીમમાં આવેલા આ સ્થળે બંનેનું મિલન ખાનગી રહી શકે એમ હતું. ઝાડી-ઝાંખરાની આડશ ગામનાં પ્રેમીઓ માટે આશીર્વાદ સમી હતી. બંને એક સ્થળે બેઠાં. જયદેવ તોરલની સામે એકીટશે જોઈ રહ્યો હતો. સવારનો કુણો તડકો તોરલનાં ચહેરાને ઉજાળતો હતો. તેની ગોરી લીસી ત્વચા ચમકતી હતી. જાણે જયદેવની મર્દાના નજર ન જીરવાતી હોય એમ તે શરમાઈ ગઈ. જયદેવે બંને હાથો વડે તેના ચહેરાને હથેળીમાં લઈ ઉંચો કર્યો અને તેના હોઠ પર પોતાનાં હોઠ મૂકી દીધા. પ્રેમ ક્રીડાનાં આ પ્રથમ તબક્કા દરમ્યાન જયદેવનાં મનમાં ગઈકાલે માણેલી પળો જીવંત થઈ ઉઠી. તેના હાથ તોરલનાં શરીરનાં અંગો પર ફરવા લાગ્યા. સામે તોરલનાં શરીરમાં પણ ગરમી આવવા લાગી. બંનેનાં પગ એકબીજા સાથે આંટી લઈ ગયા. બે દેખાવડાં યુવાન શરીરોમાં કામાગ્નિ પૂરેપૂરો પ્રજ્જવલિત થઈ ઉઠ્્યો હતો. ફરીથી બંને અનાવૃત્ત થઈ ગયાં અને ભરપૂર શરીર સુખ માણ્યું. ચરમસીમાની પરિતૃપ્તિનો અહેસાસ કર્યા બાદ બંને ઉઠ્્યાં અને પોતપોતાને ઘેર ચાલી ગયાં.
તોરલનાં મનમાં યુવાનીનું જોશ ઉછાળા મારવા લાગ્યું હતું. મનમાં મલકાતી અને પગમાં અજબ જેવી ચાલ સાથે તે ઘેર આવી. હજુ યુવાનીનાં ઉંબરે પગ દેતી તોરલને છેલ્લા બે દિવસમાં બે વખત માણેલો જયદેવનો સહવાસ મનમાં અજબ જેવી લાગણીઓ જન્માવી રહ્યોે હતો. તેની આખી દુનિયા રંગીન બની ગઈ હતી. એકલી પડે ત્યારે મનોમન હસી પડતી. અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઈને શરમાઈ જતી. જોકે, ઘરમાં બધાની હાજરીમાં તેણે છેલ્લા ર૪ કલાક દરમ્યાન ખુબજ સાવચેતી રાખી હતી. બે દિવસ પછી તેણે પોતાનાં પિત્રાઈ ભાઈનાં લગ્નમાં રાજકોટ જવાનું હતું. હજુ થોડા દિવસો પહેલાં લગ્નમાં મ્હાલવાનાં ઉમંગને બદલે તેના મનમાં ચાર દિવસ સુધી જયદેવનો વિરહ કેવી રીતે જીરવવો તેની ચિંતા હતી. તેને કેવી રીતે કહેવું એ તોરલ વિચારી રહી હતી. ઘેર આવીને તે વાડીએ જવા નિકળી. રસ્તામાં તે જયદેવને મળીને પોતાને રાજકોટ જવાનું હોવાની વિગતો આપવા માંગતી હતી. ગઈકાલે તો આજ સમયે તે રસ્તે મળી ગયો. હવે તેને મળવા કેમ બોલાવવો ?
આ તરફ જયદેવ પણ હવે તોરલને મળવા ક્યાં બોલાવવી ? કોઈ એક કાયમી સ્થળ ક્યાં રાખવું. ઈમરજન્સીમાં મળવાની ઈચ્છા થાય તો કેવી રીતે એકબીજાને સમાચાર પહોેંચાડવા તેનો પ્લાન આકાર લેવા માંડ્્યો. તેને એટલી ખબર હતી કે, રોજ સવારે નિત્યક્રમ પતાવીને તે વાડીએ જાય છે અને બપોરે પાછી આવે છે. આથી બંને વખતે ગામથી બહારજ તેનો ભેટો થઈ શકે. એજ બંને માટે અનુકૂળ હતું. બે જુદી જુદી યુવતીઓ સાથે શરીરસુખ માણ્યા પછી તેના મનમાં હવે કોઈપણ સ્ત્રીને બોલાવવાનો સંકોચ નહોતો રહ્યો. મનમાં વિજાતીય આકર્ષણ પણ ઉછાળા મારવા લાગ્યું હતું. ઘેર આવીને તેણે નાસ્તો કરી સીમની વાટ પકડી. આજે તેણે પોતાની વાડીમાં કામ કરતા માણસો પર દેખરેખ રાખવા જવાનું હતું. પિતા ડ્્રીપ ઈરીગેશનની લોન માટે તાલુકા મથકે ગયા હતા. તે વાડીએ ગયો. આખો દિવસ તેણે તોરલનાં વિચારોમાંજ ગાળ્યો. બીજા દિવસે તેણે સવારેજ તોરલને મળવાનું નક્કી કર્યર્ુર્ં.
સવારે બંને મળ્યાં. જયદેવ સીધોજ તોરલને વળગી પડ્્યો. તોરલે તેની છાતીમાં માથું ટેકવી ધીમેથી પોતાને ૪ દિવસ માટે રાજકોટ જવાની વાત કરી. જયદેવે નિઃશ્વાસ નાંખી કહ્યું, “તું નહીંં જાય તો નહીં ચાલે ?”
“મારે બ્હાનું શું બતાવવું ? ” તોરલ બોલી. પછી કહે, “આમેય વિરહ પછીની મુલાકાતની મજા કંઈ ઔરજ હશે.”
“પણ ચાર દિવસ કાઢવા કેવી રીતે ? તારો તો લગ્નમાં સમય નિકળી જશે. અહીં મારી શી હાલત થશે તેની ખબર છે ?” જયદેવ બોલ્યો.
“છો થતી. આ ૪ દિવસમાં ખબર પડી જશે મને ખરેખર પ્રેમ કરો છો કે પછી... ?” તોરલે વાક્ય અધૂરું છોડ્્યું.
“પછી ?એટલે ?” જયદેવે તેની સામે જોઈને પૂછ્્યું.
“મને ખરેખર પ્રેમ કરો છો કે માત્ર મજા કરવા મળો છો એનીયે આ ચાર દિવસમાં ખબર પડી જશે.” તોરલે કહ્યું.
“તારા સમ. તને જોઈ ત્યારથી હું પાગલ થઈ ગયો છું તોરલ. તને નદીએ મળ્યો ત્યારેય મજા કરવાનો ઈરાદો નહોતો. પણ પછી...” જયદેવ વિહ્વળ થઈને બોલ્યો. તોરલનાં મનનાં તાર રણઝણી ઉઠ્્યા. આ શબ્દો તેને જયદેવનાં મોઢે સાંભળવા હતા. જયદેવ આગળ બોલે એ પહેલાંજ તોરલે તેના હોઠ પર આંગળી મૂકી દીધી. અને બોલી, “મને ખબર છે મારા પ્રિયતમ તમને મારા પર પ્રેમ છે એ તો હું નદીએજ કળી ગઈ હતી.” એટલામાં દૂરથી કોઈ વાતચીત કરતું આ તરફ આવતું હોય એવો અવાજ સંભળાયો. બંનેએ ચમકીને જોયું તો ગામની બે મહિલા આ તરફ આવતી હતી. બંનેના હાથમાં પાણીનાં ડબલાં હતા. નાછૂટકે બંનેએ છૂટા પડવું પડ્્યું. અને રાજકોટથી આવીને બીજે દિવસે સવારે અહીંજ મળવાનું નક્કી કરી બેઉ ત્યાંથી પોતપોતાને ઘેર જતા રહ્યા.
(ક્રમશઃ)