વાસનાની નિયતી - 9 Nimish Thakar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાસનાની નિયતી - 9

વાસનાની નિયતી - 9

નિમીષ ઠાકર

વાર્તા વિશે : જયદેવ પોલીસ ટ્રેનીંગમાં જતાં તોરલ અને તે છૂટા પડે છે. બંને વિરહની આગમાં શેકાઇ રહ્યા છે. અત્યાર સુધીનું બંનેનું સ્ખલન અને તેને લીધે તોરલને બે વખત એબોર્શન કરાવવું પડ્યું હતું. લગ્ન પહેલાં બેફામ બનીને શરીર સંબંધો બાંધવાને પગલે તોરલે તો પોતાનું ચારિત્ર પણ ગુમાવી દીધું છે. હવે આગળ…

***

તોરલ એકલી પડતી ત્યારે જયદેવનાં વિચારોમાં ખોવાઇ જતી. હવે જોકે, તે વાડીએ પણ ઓછી જતી. તેને ઘરમાં પણ કપડાં ધોવા, કચરાં કાઢવા જેવી જવાબદારી સોંપી દેવાઇ હતી. ક્યારેક બાપા વાડીએ લઇ જતા. ચોકીપહેરો હવે બંધ થઇ ગયો હતો. કારણકે, જયદેવ ગામમાં દેખાતો નહોતો. વળી ગામડામાં તો કોઇને સરકારી નોકરી મળે એટલે આસપાસનાં 8-10 ગામોમાં ખબર પડી જતી. એવુંજ મંગલપુરમાં બન્યું હતું. જયદેવ ટ્રેનીંગમાં ગયાની વાત આસપાસનાં ગામોમાં પણ ફેલાઇ ગઇ હતી. તોરલનાં ઘરમાં પણ બધાને આ વાતની ખબર પડી ગઇ હતી.

એક દિવસ તોરલ વાડીએ ગઇ હતી. બપોરનાં સમયે વાડીના મકાનમાં તે એકલીજ હતી. બાપા બીજા શેઢે જરા આડા પડ્યા હતા. એવામાં કોઇએ બારણું ખખડાવ્યું. તોરલે બારણું ખોલ્યું, સામે રામકો ઉભો હતો.

“અંદર આવવાનું નહીં કહે.” રામકાએ સુચક સ્મિત વેરતાં કહ્યં.

તોરલ તેના ઇરાદા સમજી ગઇ. હવે જોકે, તેને રામકાની કોઇ જરૂર નહોતી રહી. પણ અત્યાર સુધીમાં થયેલાં સ્ખલન, ખુદ રામકાએ પોતાની સાથે માણેલો શરીર સંબંધ એ બંને વચ્ચેજ હતો. એ માટે પણ રામકાનું મોઢું બંધ રાખવું જરૂરી હતું.

“શું છે ?” રામકાની ઇચ્છા કળી જવા છત્તાં તોરલે વેધક નજરે જોતાં કહ્યું.

“ઘરવાળી હમણાં નથી. તને પણ ઘણાં વખતે જોઇ એટલે રહેવાયું નહીં.” સામે કામુકતાથી હસતાં રામકો બોલ્યો. અગાઉ અનાયાસે બંને વચ્ચે સંબંધ બંધાયો એ વખતે ખુદ તોરલે એ ઘડીને માણી હતી. ખેતરમાં પરસેવો પાડીને સખ્ત બનેલા રામકાનાં શરીરનો આવેગ, પરસેવાની વાસ તેને ઉત્તેજીત કરી મૂકતા. બાદમાં જોકે, તોરલને જયદેવને મળવા જવા દેવા માટે પોતાનું શરીર રામકાને ધરી દેવું પડ્યું હતું. તોરલનું મન-હૃદય ભલે જયદેવને જ પ્રેમ કરતું, પણ શરીરનાં આવેગો મન પર સવાર થઇ જાય ત્યારે તે કોઇ પુરૂષનો સંગાથ ઝંખતી. છેલ્લા થોડા વખતથી પોતે જાતને કાબૂમાં રાખી હતી. પણ આજે રામકો આવતાં શરીરની વૃત્તિઓ સ્પ્રીંગની માફક ઉછળી. તેણે પણ રામકા સામે સુચક સ્મિત કર્યું. સાથે આસપાસમાં જોયું.

“નથી કોઇ. હું ખાત્રી કરીનેજ આ બાજુ આવ્યો છું.” તોરલના મનમાં કોઇ જોઇ જશેનો ડર ન રહે એ માટે રામકો બોલ્યો. અને તેણે અંદર આવી બારણાને સ્ટોપર ચઢાવી.

રામકાએ તોરલને બારણા પાસેજ આશ્લેશમાં લઇ લીધી. અને તેના ગળા, હડપચી, કાનની બુટ પાસે જોશભેર ચૂંબનો કરવા લાગ્યો. તોરલનો કામાગ્નિ પણ ભડકી ઉઠતાં તેણે પણ બંને હાથો રામકાની બગલમાંથી પીઠ પાછળ લઇ જઇ ખભા પકડી લીધા અને વેલની માફક રામકાને વળગી ગઇ. થોડીવાર સુધી ચુંબનોનો સિલસિલો ચાલતો રહ્યો. પછી ધીમેથી રામકાએ તેને બંને હાથો વડે ઉંચકી ખાટલામાં સુવડાવી તેના કપડાં કાઢ્યા. તોરલે તેને પૂરો સાથ આપ્યો. રામકાએ પણ પોતાનાં કપડાં કાઢી નાંખ્યા. અને બંને નગ્ન શરીરો એકબીજાને મસળવા લાગ્યા. અડધી કલાક સુધી બંનેએ મનભરીને શરીર સુખ માણ્યું. જાણે કેટલાય દિવસનો ભૂખ્યો માનવી પકવાનનો થાળ આરોગીને અનુભવે એવો સંતોષ માણતો રામકો ઉભો થયો, કપડાં પહેર્યાં અને ત્યાંથી નિકળી ગયો. તોરલે પણ ઘણા વખતે શરીર સુખ માણ્યું હતું. લેડી ડોક્ટરની ના છતાં તેણે રામકા સાથે અસુરક્ષિત સેક્સ માણ્યું હોવાથી તેણે વાડીના મકાનમાં સંતાડી રાખેલી ગર્ભનિરોધક ગોળી લઇ લીધી. સેક્સ માણ્યા બાદ એ ખાટલા પર જ તે નિંરાંતે ઉંઘી ગઇ.

***

આ તરફ જયદેવ જૂનાગઢની પોલીસ ટ્રેનીંગ કોલેજમાં તનતોડ મહેનત કરતો. તેના મનમાં માત્રને માત્ર તોરલ સાથે લગ્ન કરવાની ધૂન હતી. પોતે જો સારું કમાતો હોય તો જ બંને તોરલ સાથે ભાગીને લગ્ન કર્યા બાદ બંનેનો સંસાર ચાલી શકે. ક્યાંય ચૂક ન થાય એનું તે ધ્યાન રાખતો. ભલે એસએસસી સુધી ભણ્યો. પણ મન લગાવીને તે ક્યારેય અભ્યાસ ન કરતો એ વાત અહીં તેને નડી. જોકે, સાથેનાં લોકો પાસેથી રાત્રે બેસીને તે કાયદાની કલમો સમજવાનું અને સારું લખાણ કરતાં શીખ્યો. બાકી ફિલ્ડ ટ્રેનીંગ, પરેડ, ફાયરીંગ પ્રેક્ટીસ, કોમ્બેટ ટ્રેનીંગમાં તો તે આગળ રહેતો.

***

રાજકોટમાં જેનીલ અને લવલીએ ભરપૂર પ્રેમની પળો માણ્યા બાદ હવે લગ્ન પણ થઇ ગયાં હતા. અને બંને અમેરિકા પણ ઉપડી ગયાં હતા.

તો તોરલનાં લગ્ન માટે પરિવારમાં જોરશોરથી વાતો ચાલતી હતી. એક દિવસ તોરલને જોવા મિહીર નામનો છોકરો પરિવાર સાથે મંગલપુર આવ્યો. તોરલની સુંદરતા તેને આકર્ષી ગઇ. તોરલ પણ તેની નજરો કળી ગઇ હતી. ગામડામાં લગ્ન ન થયા હોય ત્યાં સુધી છોકરો-છોકરી એકલા ફરવા ન જાય એ રિવાજ હજી ઘણી જગ્યાએ ચાલુ છે. અથી બંનેને એકબીજા સાથે વાત કરવાનું ઘરમાંજ ગોઠવાયું.

“મને તમે ખુબજ ગમી ગયા છો. હુ઼ તમને પસંદ કરું છું.” મિહીરે એકલા પડતાંજ મનની વાત તોરલને કહી દીધી.

“મારામાં અવું તે શું ગમ્યું ?” તોરલે સામો સવાલ કર્યો.

“એમ કહો તમારામાં શું નથી ?” મિહીર હજુયે તોરલના રુપનાજ ઘેનમાં હતો. તોરલ જોકે, પોતે તેની સાથે લગ્ન કરવા માંગતી હોવાની કે પોતે જયદેવના પ્રેમમાં હોવાની વાત કહી શકે એમ નહોતી. પોતાને લીધે સમાજમાં બાપાનું નામ ખરાબ થાય એ આજની તકે ઇચ્છતી નહોતી. જોકે, જયદેવ સાથે પ્રેમ લગ્ન બાદ પોતાનો પરિવાર સંબંધ કાપીજ નાંખશે એ વાતની તેને ખાત્રી હતી. પણ પુત્રી તરીકે સામે ચાલીને અત્યારના સંજોગોમાં બદનામી વ્હોરવાની તેની ઇચ્છા નહોતી. પછી બંનેએ એકબીજાના શોખની વાત કરી.

બંને બહાર આવ્યા બાદ મિહીરે પરિવારજનો તરફ પોતાની સંમતિનો સંકેત કર્યો. જોકે, મિહીરની માતાને તોરલની આંખોની ચમક, શરીરનાં ભરાયેલા અંગો, બોલ ચાલ, વગેરે જોઇને કાંઇક ખટક્યું. આથી વાતનો દોર સંભાળી ત્યાંથી નિકળતી વખતે સિફતપૂર્વક પછીથી જવાબ દેશું એમ કહીને વિદાય લીધી. તોરલ વિશે ગામમાં તપાસ કરાવવા તેણે પોતાના ભાઇનાં સગાંને પુછપરછ કરાવી. તોરલ-જયદેવ ભલે કોઇની નજરે ન ચઢ્યા હોય પણ ઘણાંને બંને વચ્ચેના સંબંધો વચ્ચે જે શંકા હતી એ મિહીરની માતા સુધી પહોંચીજ ગઇ. આમ ત્યાંથી પણ ના અાવી ગઇ. માતા-પિતા વચ્ચે મિહીર તરફથી ના આવી હોવાની થતી વાતો સાંભળી તોરલે પણ હાશકારો અનુભવ્યો.

***

(ક્રમશ:)