બાળકની ઝડપી સફળતા માતા-પિતા
દરેક સફળ બાળકની પાછળ પોતાના માતા-પિતા નો થોડોઘણો હાથ, તેમજ પોતે પણ જવાબદાર હોય છે. આજ સુધીના ઇતિહાસમાંજોવા જઈએ, તો સફળ થયેલા કોઈ પણ વ્યક્તિ પોતાને મળેલી સફળતા પાછળ પોતાના માતા-પિતાનો ફાળો ગણાવતા હોય છે. તે ઉપરાંત પોતાના માતા અથવા પિતાનાંમાંથી કોઈ પણ પ્રેરણા અથવા તો તેમને મળેલા સંસ્કાર અથવા તો ઉમદા ગુણોમાંથી બાળક સમાજમાં પોતાની સિદ્ધિ (તેજ,આવડત,કળા,કૌશલ્ય) ઝળહળતી જ્યોતિની માફક બતાવતા હોય છે.જેમ કે, શિવાજી તેમની માતા જીજાબાઇના ઉમદા સંસ્કારોથી ભારતમાં પોતાના નામનો ભવ્ય ઇતિહાસ લખી ગયા છે.
પરંતુ, આજની આ ૨૧ મી સદી એટલે જ્ઞાનની સદી, અને આ સમયે હરીફાઈમાંથી (compitition) આગળ વધવાનું છે. અને અને આ સમય દરમિયાન દરેક માતા-પિતાને થાય કે મારુ બાળક ભણે-ગણે અને સમાજમાં આગળ આવી સારું જીવન જીવે, એવી ઈચ્છા થાય, તે વાત પણ સ્વાભાવિક છે.એના માટે દરેક વળી પોતાના બાળકોને સારી શાળા તથા કોલેજોમાં જાય અને સહેલાઈથી વગર ડૉનેશને એડમિશન મળી જાય, તેવી ઈચ્છા ધરાવતા હોય છે.તે ઉપરાંત તે પોતાનું તેમજ માતા-પિતા નું નામ સમાજમાં રોશન કરે અને બાળક સિદ્ધિના શિખરો પાર કરે એવી ઈચ્છા હોય છે. અને પોતે બાળકોને પોતાના દિવસો યાદ કરતા કહેતા હોય છે, કે અમારે પણ ભણવું હતું .ત્યારે આર્થિક પરિસ્થિતિને કારણે ભણતર છોડી ધીધુ . અથવા તો અમુક વાલીઓ એમ કહે છે, અમને ભણાવતા હતા, ત્યારે અમે ભણ્યા નહીં ,અત્યારે બહુ યાદ આવે છે. તમારે વગર કામ ભણવાનું છે. અમારે તો તો ભેંસો સર્વ તેમજ વાડીના કામે જવાનું અને ભણવાનું હતું, ત્યારે તમારે તો ખાલી ભણવાનું જ છે, તો પણ નથી ભણી શકતા,એવા જાત- જાત ના કારણો કહેતા હોય છે.
આજના આ હરીફાઈમાંથી (compitition)ના યુગમા માતા-પિતા પોતાના બાળકને ભણાવવા કોઈ ઉચ્ચ તેમજ ફેમસ હોય તેવી શાળા-કોલેજો અને કલાસીસોમાં મોકલે છે. વાલીઓ પોતાના શોખ તેમજ ભોગવાજેવી અન્ય સવલતો ભોગવવાને બદલે બાળકના આગળના જીવનનો વિચાર કરી, તેની પાછળ ખર્ચે છે. ઘણી જગ્યાએ તો એવું પણ જોવા મળે છે, કે બાળકને શાળાએથી ઘરે આવે એટલે રૂમમાં બેસાડી, માત્ર હોમ-વર્ક અને વાંચન જ કરાવે છે. બાળકને બહાર નીકળવા પણ દેતા નથી કેદીની જેમ ૮/૮ ના ઓરડામાં ગોંધી રાખવામાં આવે છે.બસ વાંચો ને લખો બીજી કઈ વાત જ નહીં, બહાર ની દુનિયા તો જોવાની જ નહીં. માત્ર વાંચવાને લખવા માં મશગુલ રાખે છે. અને ન આવડે તો તેને મારે પણ છે. આવા સમય બાળકનું મગજ માત્ર ગોખણિયા ભણતરનું જ મનન રાખે છે. ગણતર નું નહીં.
જો બાળકને કઈ પણ વસ્તુ ન આવડે અથવા આપણા કહ્યા પ્રમાણે કાર્ય ન કરતા હોય તેવા સમયે બાળકને મારવા ને બદલે તેને સમજો,તેને પ્રેમ કરો, અને તેને સમજાવો તેમેની સાથે ગુસ્સા વાળું વર્તન કરવાને બદલે પ્રેમથી વાત કરો અને તમે પણ જાણો જ છવો જો પ્રેમથી વર્તન કરતા હોઈએ તો ગમે તેવો દુશ્મન પણ મિત્ર બની જાય છે. એ વાત તો બધા જાણીએ જ છીએ.
જો તમે જેમ તમારા બાળકને મારશો, તેમ તેને, મરખવાની ટેવ પડતી જશે. ત્યારે બાળકનું મગજ માત્ર શિક્ષણ માટે ભણવાનું જ મનન રાખે છે. પરંતુ ગણતર નહીં. અને જો બાળકને તમે માત્ર માર્યા જ કરશો અને રૂમમાં પુરી ગોંધી રાખશો, તો પેલા તો તેને (બાળકને) માર ખાવાની ટેવ પડી જશે. તે ઉપરાંત બાળકને એકલ વાયુ લાગે છે. તેના કારણે તેનો સ્વભાવમાં પણ ચિડાચ આવે છે. તેવું ના બને તે માટે બાળકને થોડો રમવા માટે પણ સમય આપો. તેથી બાળક ઉત્સાહી બને . અનેક સારા નરસા મિત્રો બનશે. એના માંથી જ બાળક ઘણા જીવન ના સારા નરસા પાસાઓ ઓળખી શકશે, તે કૈક જાણી શકશે,પામી પણ શકશે.એ બધાજ ગુણો, તેને સમાજ માં અથવા તો કોઈ પણ જગ્યાએ જશે, તો તેને કામ આવશે. એમાંથી વાલીએ જ બાળકને એવા સંસ્કાર આપવાના કે બાળક સારા-નરસા મિત્રોનો સંગ કરીને તેમાં રહેલા સારા સંસ્કાર સ્વીકારે તેમજ ઘરના સભ્યોની સાથે પણ સારા વિચારો અને જ્ઞાન ની વાતો થશે તો તે વધારે હળવો અને ઉત્સાહી બનશે તેમજ બાળકની વૃત્તિમાં પણ પરિવર્તન આવશે.
આજ જોવા જઈએ તો બાળક શાળા અને શાળાએ થી ઘરે, અને વળી પાછો ઘરે થી ટ્યૂશનમાં. આમ ભણવા કરતા જવા આવવા માંથી બાળક ઉચોજ઼ નથી આવતો. પરંતુ, જે મુખ્ય વાત એ કહેવા માંગુ છું. કે, આજ બધા વાલીઓની એવી ઈચ્છા છે, કે મારુ બાળક ઊંચા પગાર વળી ઊંચી નોકરી કરે.!! જયારે બાળક નાનો હોય ત્યારે કોઈ વાલી એમ સામેચાલી ને નહિ કે, મારો બાળક ક્રિકેટર કે ફૂટબોલર અથવા તો કોઈ સારો રમતવીર બનશે, અથવાતો એક સારો સૈનિક બની દેશની રક્ષા કરશે ,એવું કહેવા વાળું તો ભાગ્યે કોઈ જ હશે. દરેક વાલીએ મારો દીકરો કે દીકરી સારો એન્જીનીયર,ડોક્ટર,વકીલ,CS ,CA બનશે.સૌપ્રથમ, વાલીએ એવું વિચારવું જોઈએ કે, બાળક શું વિચારે છે? એને, શું બનવું છે? બાળકે, શું કરવું છે ?એ વિષે એને નાનપણથીજ પૂછવું જોઈએ. અને બાળકના જવાબ મુજબ તેમનામાં છુપાયેલી શક્તિ જાણવી જોઈએ અને એના ઉપર ભાર મૂકી એ વિષય પર આગળ વધે તેમજ તે માટે તેને તેવા પ્રોત્સાહનો આપવા જોઈએ જેથી બાળક નાનપણ થી જ પોતાના સપના સાકાર કરે આવી જ રીતે ભારતના ઇતિહાસ માં અમર થઈ ગયેલા ઘણા મહાનપુરુષો છે. અને આજે પણ દરેક ના ગુણો ગવાય છે.
સત્ય અને અહિંસા ના માર્ગ પર ચાલનારા ગાંધી, નાપણથીજ સામાજિક કાર્યો માં રસ હતો પણ તેના પિતા તેને વકીલ બનવા માંગતા હતા. પણ, એ વકીલ બન્યા પછી, પણ તેને વકીલાત થોડા સમય સુધીજ કરી, અને આખરે તેને પોતાના રસ મુજબ સામાજિક કાર્યો કરી પોતાનું મહાન ઇતિહાસ નું પાનું રચ્યું છે. તેવી, જ રીતે બીજું ઉદાહરણ તેની વિપરીત છે. ભારતના મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારા ભાઈ તેમના પિતા તેમને કઈ પણ નવી વસ્તુ, અથવા તો રમકડાં લાવી આપતા. તો તે, તોડી નાખતા અને તેમાંથી જ તેના કરતા સારી વસ્તુ બનાવી નાખતા. તે જયારે તોડતા ત્યારે એના માતા-પિતા તેને કઈ કહેતા નહીં, પરંતુ પ્રોત્સાહન આપતા અને કહેતા કે અરે વાહ! મારા દીકરાએ કેવું સરસ બનાવ્યું છે. પરંતુ, આજે કોઈ વાલી એના બાળક માટે કઈ રમકડું લાવી આપે, ને બાળક તેને ખોલે ,તો હજુ પપ્પા ને ખબર પણ ની હોય મમ્મી પેલા બે તમાચા આપીદે અને ખીજવવા નું ચાલુ કરી દે. પછી બાળક કૈક નવું કરવા માં પણ ડર લાગે. તેને થાય હમણાં, મને કોઈ ખિજવાસે અને આમ બાળક પ્રોસ્તાહન મળવાને બદલે નિરુસ્તાહી બની જાય છે.
જયારે બાળક શાળા કે કોલેજમાં કે, અન્ય કોઈ જગ્યાએ પોતાન ભૂમિકા ભજવી, સારું એવું પર્ફોમન્સ કરે, પછી ભલે નંબર ન પણ આવે, અને આવે ત્યારે, ઇનામ મળે ત્યારે એની ખશીનો કોઈ પાર હોતો નથી. તે મન માં ને મન માં, હરખાતો હોય છે .અને, એને થાય કે, આ સમાચાર મારા ઘરે આપું ,અને એ ભી ખુશ થાય એમ સમજી એ હરખાતો હરખાતો ઘરે આવે છે. ઘર ની નજીક આવે ત્યારે તે ઝડપથી મોટા પગલાં ભરતો અને મલકાતો બિચારો ઘરે આવે છે. અને એમ થતું હોય છે કે, "તેને જાણે, કોઈ ગઠ જીતી લીધો ન હોય".? પરંતુ જયારે ઘરે આવે અને ઘરમાં ભાઈ, બહેન,માતા-પિતા ને કહે કે 'હું કબડી ખો-ખો માં અથવા તો અન્ય એકટીવીટી માં પેલો આવ્યો છું'.ત્યારે જે, બાળકના મનમાં આનંદ ના જે ઘૂંટડા આવતા હોય, એવી ચેહરા પર ખુશી હોય છે, એવો સામે જવાબ ન મળે 'ત્યારે બાળકના મોં પરથી બધી ખુશી અલિપ્ત થાય જાય છે'. Jyaaro Garo Aavao tyaaro baaLaknao pappaa Aqavaa taao Anya saByaAo saaroa jvaaba Aapaoઅને કહે, વાહ! મારા દીકરા 'સરસ' આવી જ રીતે પ્રગતિ કરતો જા. સારું કર્યું, એમ કહ્યું હોય તો બાળક નું કમસે-કમ દિલ તો ના દુભાત. તે ઉપરાંત બાળક માં પોતાના માં રહેલી છુપાયેલી શક્તિ બહાર નીકળવા ને બદલે અંદર ને અંદર બહાર આવ્યા પહેલા જ નાશ પામે છે.બાળક અંદરથી જ માનસિક તણાવ નો ભોગ બને છે.જયારે પણ બાળક સારું કામ કરે ત્યારે તેને પ્રોત્સાહિત કરવાનું કદી ન ભૂલતા .
તમારું બાળક કદી પણ ડાન્સ કોમ્પિટિશનમાં કે વકૃત્વ સ્પર્ધા માં કદી ભાગ ન લેતો હોય અને પ્રથમ જ પોતાનું પર્ફોમન્સ આપે. તે પછી સારું ન હોય તો પણ તેને એમ નહિ કહેવાનું સારું હતું એમ કહી થોડો અહીં તકલીફ પડતી હતી આવતી વખતે તે ભૂલ સુધારી આનાથી પણ સારું પર્ફોમન્સ આપજે એવું જ કહેવાનું મને મારુ પોતાનું જ કહું તો મને પણ ભણવા કરતા એટર પ્રવુતિ માં જ ભાગ લેતો અને શાળા કોલેજ માં મારુ નામ તો શિક્ષક પેલેથી જ લખી નાખતા અને હું ઇનામ પણ ઘણી વાર મેળવતો. પણ આવી બધી હિમ્મત મને મારા ઘર માં થી તો પ્રોત્સાહિત કરતું જ નહીં મારા ઘર માં બસ ટકા સારા આવવા જોઈએ બીજું કઈ ની પણ આજ ભણવા કરતા ઈતર પ્રવુતિ માં જે ભાગ લીધો એનટી જ હું થોડી સફળ તા મેળવી શક્યો છું મારુ ભણતર તો મને કઈ કામ જ નથી આવ્યું.
હું પણ જયારે ભણતર સિવાય ની અન્ય પ્રવુતિ માં ભાગ લઇ ઇનામ અથવા સર્ટિફિકેટ મોજ થી લઇ ઘરે જતો, એટલે જાણે ઇન્કમ ટેક્સ વાળની નોટિસ મળી હોય એવું લાગતું ને મારા મોટા બાપા તો મને એમ જ કહેતા "આમા જેટલા હોશિયાર છવો એટલા ભણવા માં થાવ ને" એવું સાંભળી હું પણ નરવશ થઇ જતો.ત્યારે મને લાગતું કે મને સમજવા વાળું કોઈ છે, જ નહીં માતા પિતા ના પ્રેમ થી તો વંચિત માતા પિતા હોવા છતાં થઇ ગયેલો. મને હંમેશા એકલું-એકલું જ લાગતું.ઇમલાગતું કે આ દુનિયા માં મને સમાજવા વાળું કોઈ છે જ નહીં . હું તો દરેક વાલી ને વિનંતી કરું છું કે તમારું બાળક પ્રાથમિક શિક્ષણ સુધી તો તમારી સાથે જ રાખજો. બાળક ને તમે સમજજો તે પ્રેમ ના ભૂખ્યા છે, તેને જો પ્રેમ મળશે ને તો એ બધું મેળવી લેશે. એને તમારા થોડા માર્ગદર્શન ની જરૂર છે.પછી તમારે એની સાથે નથી ચાલવા નું, એ તમને ચાલતો દેખાશે અને તમને ગર્વ થશે. પણ મને મારા શિક્ષકો અને મારા મિત્રો એ બહુ પ્રોત્સાહિત કર્યો અને મને વધારે સમાજમાં કઈ અલગ જ કળા અને કૌશલ્યથી આગળ વધવાની પ્રેરણા મળતી ગઈ. તેથી હું મારા દરેક શાળા અને કોલેજ ના મિત્રોને અને શિક્ષકોને ધન્યવાદ કહેવા માંગુ છું.
મને એક વાર એક વાલી એ પ્રશ્ન કરેલો કે મને મારો છોકરો સમજતો જ નથી.? તે અમારું કઈ માનતો જ નથી? અમારે શું કરવું ?? ત્યારે મેં એ વાલી ને એક જ પ્રશ્ન કર્યો કે તમે કદી તમારા દીકરા ને સમજ્યા ? તમે કદી પાસે બેસીને પ્રેમ થી પૂછ્યું કે બેટા તારે શું કરવું છે ? તારે શું જોઈએ છે ? કદી તેના માથા પાર વહાલથી હાથ ફેરવ્યો? તમારો દીકરો કે દીકરી છે, તેને તમે નાની ઉમર નો હોય કે મોટી વહાલ થી વાત કરી? ભલે તમારું સંતાનને દિલ થી તમારી પાસે રહે એવો પ્રયત્ન કર્યો. આજે ક્યાં ગયો હતો ? ત્યાં મજા આવી હતી કે નય? ક્યારેકે એને તમે મિત્રો સાથે ફરવા મોકલો ? તમારી સાથે પણ લઇ જાવ ? પેલા તમે તમારા બાળક ના વિચાર ને જાણો અને એ વિચાર પાછળ તમે, શું કરી શકો છો? જયારે તમે તમારા બાળક ને સમજી જશો ને ત્યારે તમારું બાળક તમને સમજી જશે. તમે કહેશો તેમ કરશે. ખરેખર બાળક ની સફળતા માતા-પિતા ના હાથમાં જ રહેલી હોય છે. તેના માટે એક ઉદાહરણ જોઈએ.
જયારે તમારું બાળક શાળામાં કદી પણ ૫૦ થી ૦ ટકા ઉપર લાવ્યો ન હોય અને મહેનત થી ૭૦ ઉપર ટકા લાવે, ત્યારે સામાન્ય રીતે બાળક ખુશ થઇ ને પરિણામ ઘરે બતાવે, ત્યારે ઘરે વળી, એમ કે, એટલા ટકે શું થાય? જો પેલો બાલો ૯૦ ટકા લાવ્યો. ત્યારે બાળક ની ખુશી ખીલેલું ફૂલ કરમાઈ જાય, તેમ તેની ખુશી કરમાઈ જાય છે. જો ઓછા ટકા આવતા હોય તેનાથી ઓછા આવે તોય બિચારા ને સાંભળવા નું. અને વધારે આવે તો પણ બિચારાએ સાંભળવા નું.અને આજ, રીતે બાળક ના મનમાં ખરાબ છાપ ઉભી થાય છે. ત્યારે, બાળક નું મન અધોગતિ એટલે રસહીન ભણતર થઇ જાય છે. બાળક નો ઉસ્તાહ મરી જાય છે. ને તે ભણવા ખાતર જ ભણે છે. વળી એવું નથી વિચારતા કે મારા બાળક કદી એટલા બધા ટકા લાવ્યો જ નથી. અને આ વખતે લાવ્યો, તેવા સમયે તે પોતાની ‘વાહ’ સાંભળવા માંગતો હોય છે પણ બાળક નો ઉસ્તાહ વધારવા ને બદલે અપને તેને મારી નાખીયે છીએ. આવા દાખલા તો ઘણી જગ્યાએ થાય ગયેલા છે. તમે બધા ગાડી તો ચલાવતા જ હશો., તો તમે જયારે ગાડી સ્ટાર્ટ કરો અને ડાયરેક્ટ ચોથા કે ત્રીજા ગિયર માં ચલાવશો તો તે ચાલશે? ના! તમને બધા ને ખબર છે, તો શું કામ તમે તમારા બાળક ને હેરાન કરો છો?તેને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધારો જેમ ગાડી પેલા માંથી બીજા અને બીજા માંથી ત્રીજા એમ બાળક ને પણ ધીરે ધીરે પ્રેમ થી ગાઈડ કરો ૫૦ થી ૫૫ ટકા તેનાથી ૬૦ થી ૬૫ એમ કરતા કરતા એક દિવસ તમારો બાળક સારા માર્ક લાવશે. એ પણ સારી કેળવણી થી અને મહેનત થી તેમની બુદ્ધિ નો પણ વિકાસ થશે તેને પદ્ધતિ સાર નું જ્ઞાન આપો. એ જરૂર સફળતા ના શિખર ને ઓળંગી જશે.
બાળક તો ભગવાનનું કુમળું ફૂલ છે. તે હંમેશા પ્રેમના ભૂખ્યા હોય છે. જો બાળક ને પ્રેમથી અને ધીરજતાથી સારી કેળવણી આપવામાં આવશે તો બાળક જરૂર સિદ્ધિના શિખરો પાર કરશે. બાળકને કદી પણ મારવા પડે ત્યારે મારજો પણ નાની નાની વાતો માં તો જરાય નહીં તમારા બાળક માટે અમૃત વાક્યો કે જે કદી ના કરજો-
-વાત વાત માં ખિજાશો નહિ.
-વાત વાત માં ઉતારી પાડશો નહિ .
-કારણ વગર મારશો નહો.
-વાત વાત માં ડરાવશો નહિ.
-મહેમાન કે મિત્રો ની સામે વગોણાં કરશો નહિ.
-ખોટા વધારે પડતા વખાણ પણ કરશો નહિ.
-નાટક સીને માં તરફ ઓછા પણ સંસ્કાર અને અધ્યાત્મ તરફ વાળજો.
-બાળક સાથે ઘરમાં સારા પુસ્તક નું વાંચન કરજો.
-દરરોજ થોડો સમય બાળક સાથે વિતાવી બાળકને સમજજો.
-બાળક ને મેણાં-ટોણા મારશો નહિ.
-થાય એટલો પ્રેમ કરજો
ઉપર ની બાબત તમે તમારા બાળક સાથે વર્તન કરશો તો બાળક નો સ્વભાવ ચીડિયો થઇ જશે અને મારશો તો માર ખાવાની ટેવ પડી જશે. હા, અને એ વાત ચોક્કચ છે, જયારે બાળક હદ વટાવી જાય ત્યારે દંડ ની નીતિ અપનાવી પડે તો અપનાવજો. પણ મેણાં -ટોણા કદી ન મારતા. પરંતુ બાળક ને શાંતિ ધીરજતાથી સમજાવવામાં આવે તો તે જરૂર સમજશે.
તે ઉપરાંત અંત માં એટલું જ કહેવું છે. કે તમારા દુઃખ સહન કરી શકે અને સુખમાં છલકાઈ ન જાય તેવી ટેવ પાડજો. એને સામે ચાલી ને દુઃખ પણ આપજો અને તેનાથી નીકળી શકે તે માટે પૂરતું માર્ગદર્શન પણ આપજો.તેની દરેક જીદ ને પુરી ના કરજો એને ના સાંભળવાની પણ ટેવ પડાવજો. જેથી કરીને તમારું બાળક સારી અથવા ખરાબ સ્થિતિ માં હોય ત્યારે તે મહેનત કરી ગમે તેવા કપરા ચડાણ ચડી જાય અને દેશ માટે સમાજ માટે એવું કામ કઈ કરી શકે તેનાથી એક ઇતિહાસ લખી તમારું અને તમારા કુટુંબ નું નામ રોશન કરે જય હિન્દ જય ભારત-