ઘુઘવતાં સાગરનું મૌન - 4 Sapana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

ઘુઘવતાં સાગરનું મૌન - 4

નેહા અને આકાશ દિલ્હી આવી ગયાં. દિવસો વીતી જાય..અને અંતર ઘટવાને બદલે વધતું જાય..ઘણીવાર કિસ્મત પણ કેવાં ખેલ ખેલે છે..બે તદ્દન જુદાં વિચાર ધરાવતી વ્યક્તિઓને એક સાથે મૂકી દે છે...અને પછી તમાશો જુએ છે...નેહા અને આકાશ બન્ને તદ્દન જુદાં સ્વભાવનાં અને બન્ને એક ગાંઠથી બંધાઈ ગયાં હતાં..સાગરની યાદ સલામત હતી...આકાશ સાગરને એનાં મગજમાંથી કે દિલમાંથી હટવા નહોતો દેતો..અને હવે એનો ઈલાજ પણ ન હતો..દિવસો આવે અને જાય અને સાગર પ્રત્યે પ્રેમ વધતો જાય અને એની ઊણપ અને કમી દિલમાં ઘર કરતી જાય...બા બાપુજી વૃધ્ધ થતાં જાય અને દીકરીનો ખોળો ક્યારે ભરાય એની રાહમાં આંખોના દીવા ઝાંખા કરતાં જાય.સાસુમાં પણ આકાશનો વંશવેલો જોવા તલપાપડ થાય..

"બેટા નેહા, આજ ચાલ તને સારી ડોકટર પાસે લઈ જાઉં..મારી ઓળખીતી છે અને વરસોથી બાળકો ના થતા હોય એવા દંપતિને પણ એના ઇલાજથી બાળકો થયાં છે." "બા, મારાં નસીબમાં હશે તો બાળક થશે...મારે કોઈ ડોકટર પાસે નથી જવું..વળી અમારા લગ્નને હજું છ વરસ જ થયાં છે..અને આકાશ પણ બાળકમાં રસ નથી લેતો..તો..." નેહાએ ઉદાસ સ્વરમાં જણાવ્યું..પણ બા ક્યાં માને એમ હતાં? ડો શાહની કલીનીકમાં લઈ ગયા..નેહાની તપાસ થઈ ..બધું નોરમલ હતું..કોઈ કારણ ના હતું કે નેહાને બાળક ના થાય..ડો.શાહે જણાવ્યું કે આકાશને કોઈ સારા ડોકટરને બતાવો...

આકાશને કોણ કહે ડોકટર પાસે જવા માટે? દિલમાં હજારો તીર ખૂંચી જાય છે. જિંદગીમાં બસ આ બાકી હતું?? હવે આ એક નવી મુસીબત આવી ચડી..બા રોજ સમજાવે કે આકાશ સાથે વાત કર પણ આકાશ સાથે ક્યાં નજીકનાં સંબંધ છે...આ અંતર ઓછું થાય તો હું કાંઇક કહું ને....પણ હવે વાત કર્યા વગર છૂટકો જ નથી...આકાશ સવારે ઊઠ્યો..નેહા ચા લઈને રૂમમા આવી..આજનું પેપર પણ આપ્યું..ચા પી રહેલા આકાશ તરફ નેહા તાકી રહી હતી..આકાશને પણ આ વાતની ખબર હતી..ત્રાસી આંખે જોઈ એણે પૂછ્યું," કાંઈ કામ છે?"..નેહા ચોંકી ગઈ," ના, ના, ના..હા આ તો બાએ કહેવાં કહ્યુ એટલે..."
"શું કહેવાં કહ્યુ?" "એ તો હું અને બા ડોકટર પાસે ગયાં હતા..ગાયનીક પાસે...મારું બધું નોરમલ છે..ડોકટર કહે છે કે આકાશને ડોકટર પાસે મોક્લો...!!" અચકાતાં અચકાતાં નેહા બોલી..આકાશ એકદમ ઊભો થઈ ગયો.." મારામાં ખોટ છે તું એમ કહેવાં માંગે છે?? મારામાં દોષ છે??? કદી નહી મારે કોઇ પ્રોબલેમ નથી અને મારે કોઈ ડોકટર પાસે જવું નથી અને તારા જેવી સ્ત્રી સાથે મારે બાળકો જોઈતાં પણ નથી સમજી?" નેહાની આંખોમાંથી
ટપ ટપ આંસું પડી રહ્યા હતાં...અપમાન..અપમાન...અપમાન...અપમાન ક્યાં સુધી સહન કરું..??

થોડાં સમય સુધી નેહા કોઈ સવાલ કરે તો એને કહેતી કે અમારે હાલ બાળકો નથી જોઇતા..પણ ધીરે ધીરે કહેવાં લાગી કે પોતાને પ્રોબલેમ છે..પીરીયડ બરાબર નથી..વિગેરે વિગેરે..પણ કદી આકાશનું નામ ના લીધું કે પ્રોબલેમ આકાશમાં છે...શ્વાસોમાં ઘુંટાતી પીડા...ગળામાં બાજેલા ડૂમા અને થીજેલાં અશ્રુ આંખોમાં.. સ્થિર બની ગયેલી નેહા જાણે માટીની મૂરત બની ગઈ હતી.હવે કોઈ લાગણી સ્પર્શતી નથી. હવે કોઈ અપમાન લાગતું નથી..હવે કદાચ અંદર કૈંક મરી ગયું છે..કોઈ આશા કોઈ કારણ જીવવા માટે લાગતું નથી..હતાશાનાં અરણ્યો છે અને પ્રેમનાં વૃક્ષો વગરનાં જંગલો છે. ખારાં પાણીનો વરસાદ અને સિતારા, સૂરજ અને ચંદ્ર વગરનું આકાશ...કાળા ડિબાંગ દિવસો અને પ્રાણવાયુ વગરની રાત્રી...

મોતકા ઝહેર હૈ હવાઓમે અબ કહાં જાકે સાંસ લી જાયે????
બા રોજ પૂછે," આકાશને વાત કરી?" માથું ધૂણાવી જુઠ્ઠું બોલતાં બચી જાય...હવે સાસુમા પણ બેટા બેટા કહેવાનું છોડી વાત વાતમાં મહેણાં મારતા હતાં..માં મટીને સાસુ બની ગયાં હતાં..બાને કાંઈ પણ કહેવાય નહીં..એમની તબિયત પણ સારી નથી રહેતી અને પપ્પાને કહું તો પપ્પા હાથ પકડીને ઘરે જ લઈ આવે...બસ દિલમાં જ્વાળામુખી લઈને ફરતી હતી..આકાશ ડોકટર પાસે નહીં જાય..એક બાળક હોય તો કદાચ જીવનમાં જીવ આવે ..થોડો આનંદ છવાઈ જાય. કૈંક બદલાવ આવે ઘર હર્યુ ભર્યુ થઈ જાય. એની પાપા પગલીથી ઘરમાં ઘરમાં અને હ્રદયમાં ઝનકાર થઈ જાય..એનાં ખડખડાટ હાસ્યથી 'આકાશનિવાસ' ગુંજી ઊઠે..પણ આકાશનો ઈગો એને ડોકટર પાસે જતાં રોકતો હતો..અને કૈંક એવું નીકળ્યું તો નેહા પાસે એને નીચાં જોવાં જેવું થાય એની ઈજ્જત શું રહી જાય?? ના ના એ કદી ડોક્ટર પાસે નહી જાય..ડોકટર વળી શું કરી લેવાનો જ્યારે નસિબ જ વાંકાં હોય તો...આ નેહા ઘરમાં આવી ત્યારથી જીવનનું સુખ લૂંટાઈ ગયું..કેવાં મહુરતે આવી છે..

એ મોલમાંથી નીકળી રહી હતી..હાથમાં શોપીંગની બેગો હતી..અને સામેથી એણે પોતાની કોલેજની સહેલી અવનીને જોઈ..અવની સાગરની કઝિન હતી..આંગળી પકડીને એક ચારેક વરસનો દીકરો હતો.નેહાએ અવનીને બૂમ મારી,"અવની..અવની!!" અવનીએ પાછળ ફરીને જોયું...નેહા..નેહા.. અને બન્ને સહેલીનાં ચહેરા ઉપર ઉલ્હાસ ઊછળી આવ્યો..નેહા તો હાથમાંથી બેગો ફેંકી અવનીને ભેટી પડી..અવની પણ...જુનાં મિત્રો કોલેજનાં મિત્રો જેવી દોસ્તી ક્યારેય મળતી નથી..ઘણાં મિત્રો બને છે પણ જે પ્રેમ અને નિસ્વાર્થપણું આ મિત્રતામાં હોય છે એ ક્યાંય જોવાં મળતુ નથી..પણ અફસોસની વાત છે કે આ દિવસો આ મિત્રતા લગ્ન પછી સાવ વિસરાઈ જાય છે..પણ જ્યારે મિત્રો ફરી મળે ત્યારે ફરી એજ નિર્દોષતા અને એજ પ્રેમ ઊભરાઈ આવે છે.

નેહા એક શ્વાસે અવની અવની એમ બોલી રહી હતી..છેલ્લે થોડી શાંત થઈ એટલે કહ્યુ," અવની, મારું ઘર બાજુમાં જ છે..ચાલ તું ચા પીને જજે અને મારાં સાસુ સસરા સાથે મુલાકાત કરજે...મજા આવશે..ચાલ મારો પેલેસ તો જોઈ લે..ચાલ ચાલ..અરે આ ભૂલકું તારું છે..વાહ આ તો મરફીના બાબા કરતા પણ હેન્ડસમ છે વાહ ભઈ વાહ...બોલ બેટા તારું નામ શું છે?? હું તારી માસી છું.."બાળક માની સાડી સાથે લીપેટાઈ ગયું.. અવની કહે, "ચાલ, થોડીવાર માટે આવું છું..જલ્દી નીકળવું પડશે નહીતર મારાં 'એ' છે ને મારાં વગર જમતાં પણ નથી..પણ વચન આપું છું કે એમની સાથે જરૂર સમય કાઢીને આવીશ તારાં 'એ' ઘરે હશે ત્યારે..આપણે એ લોકોને મિત્રો બનાવી આપવાનાં પછી તો રોજ મુલાકાત થઈ શકે "

અવની અને નેહા બન્ને નેહાની કારમાં બેસીને આકાશ નિવાસે પહોંચી ગયાં..સાસુમાં ઘરે હતાં..નેહાએ ઓળખાણ કરાવી કે મારી બચપણની મિત્ર છે અને કોલેજમાં પણ સાથે ગયેલાં અને હવે અહીંથી બહું દૂર નથી રહેતી ચાંદનીચોકની બાજુમાં રહે છે..નેહાની આંખોમાં ચમક આવી ગઈ હતી જાણે કોઈ ખોવાયેલો ખજાનો મળી આવ્યો હોય...બન્ને સહેલી વાતો કરતી બેસી રહી..અને નાનો બાબો પવન અહીં તહી દોડાદૉડી કરી રમી રહ્યો હતો.

એટલાંમાં આકાશની કાર આવી..નેહા એકદમ ખુશ હતી..આકાશ આવ્યો..નેહા એકદમ દરવાજા પાસે ધસી ગઈ..આકાશનાં હાથમાંથી બ્રીફકેસ લઈ લીધી અને કહ્યુ," આકાશ, જુઓ કોણ આવ્યું છે? મારી બચપણની સહેલી અવની..અને આ જુઓ એમનો મરફી બાબો પવન."અવની સ્મિત કરતી ઊભી થઈ ગઈ અને આકાશની સામે આવી ગઈ..નમસ્તે કરી..હાથ પણ લંબાવ્યો..પણ આકાશે હાથ લાંબો ના કર્યો..અવની થોડી ક્ષોભિત થઈ ગઈ..અને આકાશે અછડતું સ્મિત કર્યુ. અને બુટ કાઢવાં સોફા પર બેસી ગયો.અને કહ્યુ," તો આ તારી કોલેજની મિત્ર છે? નેહાએ હકારમાં માથું હલાવ્યું..આકાશે કહ્યુ," હમ્મ તો તો તારાં કોલેજનાં બધાં મિત્રોને જાણતી હશે કેમ? નેહાનાં ચહેરા પર ભય છવાઈ ગયો..એ જાણતી હતી આના પછીનો સવાલ...હકારમાં માથું હલાવ્યુ..

"તો શ્રીમતી અવની, સાગરનાં શું ખબર છે?? સાગરને તો ઓળખો છો ને આપ??" અવનીએ અચકાતાં અચકાતાં નેહાની સામે જોઈને કહ્યુ," હા, સાગર મજામાં છે એક બાળકનો પિતા બની ગયો છે...એ મારો કઝિન થાય છે." અવનીએ લાચારીથી નેહા સામે જોયું. નેહા ચૂપ હતી..અવની પણ ઊભી થઈ ગઈ,"ચાલ નેહા નીકળું સમીર રાહ જોતાં હશે..ફરી આવીશ સમીરને લઈને.." અવની પવનને ઊંચકીને દરવાજા તરફ ચાલવાં લાગી, " આવજો આકાશજી,ક્યારેક નેહાને લઈને અમારે ઘરે પણ આવજો..સમીરને પણ ગમશે.."નેહાએ ડ્રાઈવરને અવનીને મૂકી આવવા કહ્યુ,પણ અવનીએ મનાઈ કરી દીધી અને રીક્ષા લઈ નીકળી ગઈ...

નેહા ઘરમાં આવી એટલે આકાશ વરસી પડ્યો.."ખૂબ વાતો કરીને સહેલી સાથે..સાગરની વાતો..હું તને હેરાન કરું છું એની વાતો...સાસુની વાતો...હવે તો મજા પડી..મારાં ઘરમાં રહીને મારી વાતો??? આ નહીં ચાલે સમજી..ઘરમાં જો કોઈને લઈ આવી છે તો ખૈર નથી તારી...અને આ છોકરાએ કેટલો કચરો કર્યો છે..કોઈ મેનર્સ જ નથી.."નેહા અવાક બની આકાશને સાંભળી રહી હતી...આકાશ કેટલો ક્રૂર હતો..માનવ પ્રત્યે અને ખાસ પોતાની પત્નિ સાથે આવો વહેવાર???નેહાનાં ચહેરા પરનું હાસ્ય આકાશથી જોયું ના ગયુ. નેહા રુમમાં દોડી ગઈ ઓશીકાની અંદર માથું દબાવી ક્યાંય સુધી મુંગી મુંગી રડતી રહી..અહીં કોઈ પૂછવાંવાળું ન હતુ કે તું જમીકે નહીં? આવું જીવતર??? નેહા મનમા વિચારતી રહી મારાં અસ્તિત્વની કોઈને પડી નથી મારું હોવું ના હોવું..કોને ફરક છે??? આ જિંદગીનો અંત લાવી દઉં...નેહા ધીરેથી ઊઠીને મેડીસીન કેબીનેટ પાસે પહોંચી ગઈ..ધ્રુજતાં હાથે ઊંઘની ગોળીઓ હથેળીમાં લીધી.....

ધ્રુજતાં હાથે નેહાએ મેડીસીન કેબીનેટમાંથી ઊંઘની ગોળીની બોટલ કાઢી...એક સાથે હથેળી ઉપર ૨૦ જેટલી ગોળી લીધી.આંખોમાંથી અનરાધાર આંસુંની વર્ષા થઈ રહી હતી..આ જીવન મા બાપે આપ્યું અને ખૂબ પ્રેમથી સાચવ્યું..અને રસ્તામાં સાગરનો પ્રેમ પણ મળી ગયો.પણ આકાશનું દિલ ના જીતી શકી...જીવવું દુષ્વાર થઈ ગયું છે...ના ના આ રીતે જિંદગી નહીં નીકળે..આમ જ જીવનનો અંત આવી જાય અને આકાશની મારાંથી જાન છૂટે..આ એક જ ઉપાય છે બસ..પણ મમ્મી પપ્પા..મમ્મી મમ્મી તું બહું દુઃખ ના લગાડતી તારી દીકરી તારી લાડલી જાય છે આ દુનિયાથી...સાગર તને ભૂલવાની બધી કોશીશો નાકામયાબ થઈ ગઈ માફ કરજે..હું કોઈને દોષ નથી આપતી...કિસ્મતનો દોષ...સુખી રહેજે જ્યાં રહે ત્યાં...ધ્રુજતાં ધ્રુજતામ પાણીનો ગ્લાસ ભર્યો..અને બધી ગોળીઓ પાણી સાથે ગળે ઉતારી..આંખો લૂંછતીં પથારીમાં જઈને સુઈ ગઈ.

આકાશ રુમમાં આવ્યો તો હજું બબડતો હતો..અવની અને એનો કઝિન સાગર..."હું જાણું છું શું કામ અવનીને લઈ આવી ..સંદેશાઓ આપવાં.. કે મારો પતિ મને કેટલો હેરાન કરે છે...તો જા ને જતી રહે તારાં સાગર પાસે...એ કોઇ તને અપનાવોનો નથી....એને તારી કાંઈ પડી નથી..અને પડી હોત તો તને છોડત શા માટે...આ તો મારાં કિસ્મતમાં હતું ..મારાં માથે આવીને પડી...સાંભળે છે...જા તારે જવું હોય તો ..કાલે જ જતી રહે...સુવાનો ઢોંગ કરે છે...સા..લી..આ તો નવું નાટક..." આકાશે એનાં ઉપરથી ચાદર ખેંચી લીધી...નેહા જરા પણ હલી નહીં..આકાશે નેહાનાણ વાળ પકડી લીધાં પણ નેહા અચેત થઈને પથારીમાં પટકાઈ...હવે આકાશને લાગ્યું કે કાઈક ખોટું થયું છે...આકાશે એને હચમચાવી નાંખી..પણ નેહા જવાબ નહોતી આપતી..આકાશે નાક પર આંગળી રાખી ધીમાં ધીમાં શ્વાસ ચાલતાં હતાં...

એમ્બ્યુલન્સ આવી...નેહાને હોસ્પીટલમાં લઈ ગયાં.. બધી દવા ઉલ્ટી કરાવી ડોકટરે કાઢી નાંખી...નેહાની હાલત ઉલ્ટી કરી કરીને ખરાબ થઈ ગઈ હતી...મોઢામા ટ્યુબ ભરાવી આંતરડા સાફ કર્ય્..મોં આખું ફૂલી ગયું હતું...ડોકટરે પોલીસને ના બોલાવ્યો આકાશે પૈસા આપી બધાંને ચૂપ કરી દીધાં.કારમાં નેહાને બેસાડી ઘર તરફ રવાના થયો. રસ્તામાં નેહાને આશ્વાસન આપવાને બદલે આખે રસ્તે કઈ ને કઈ સંભાળતો રહ્યો..કે અમારી ઈજજતનું પણ ના જોયું..કેટલી સ્વાર્થી છે..મા બાપનું નામ બોળ્યું..એવું તો શું કહી દીધું? મૂળ વાત સાગરની યાદ આવી હશે બેન બા ને ભલે ને આકાશ બદનાં થાય્...મરી જ ગઈ હોત તો સારું હતું..." નેહા ખૂબ થાકેલી હતી જાણે કાંઈ એને સંભળાતું ન હતું. એ આંખો બંધ કરીને વિચારી રહી હતી.." મોતની કેટલી નજીક જઈને આવી..પણ યમરાજાએ પાછી જિંદગી તરફ ધકેલી દીધી...

ઘરે પહૉચ્યા ત્યાં મમ્મી અને પપ્પા આવી ગયાં હતાં.મમ્મી તો નેહાને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી.."મારી દીકરી મારી દીકરી...આવું કામ કેમ કરવું પડ્યું.ાવું કરતાં પહેલાં મમ્મીને તો મળવું હતું..અરેરે મને કેટલું દુઃખ થશે એ ના વિચાર્યુ??" નેહા ખૂબ થી ગઈ હતી..એનો હાથ પકડીને પથારીમાં સુવાડી દીધી..ડ્રોઈંગરુમમાં આવી..નેહાનાં પપ્પાએ આકાશની સામે જૉઇને સીધૉ સવાલ કર્યો.. " આકાશ બેટા તમારી વચે કાઈં ઝગડો થયો? આવું પગલું નેહાએ કેમ ભર્યું? આકાશ એકદમ ગુસ્સે થયો..અને શાંતિલાલને એલફેલ બોલવા લાગ્યો..." તમારી દીકરીને કોઈ સંસ્કાર આપ્યાં નથી...કુંવારી હતી ત્યારે બીજા પુરુષને પ્રેમ કરતી હતી..અને આજ હવે એની બહેન સાથે સંદેશા મોકલે છે...?? તમારી દીકરીને લઈ જાઓ મને આ બબાલ જોઈતી જ નથી.." શાંતિલાલ શાંત હતાં..મારી દીકરીને હું સારી રીતે જાણું છું...એને કોઇ સાથે પ્રેમ હશે તો પણ એ બધું ભૂલાડીને તમારે ઘરે આવી હશે..અને કદી પાછું ફરીને એ દીશામાં જોતી પણ નહી હોય..કોઈ બીજું જ કારણ હશે..."

"તો તમને શું લાગે છે મારો વાંક છે? મેં એને મારી કૂટી?? મેં શું કર્યુ છે એક મહેલ જેવાં ઘરમાં રાખી બધાં સુખ આપ્યાં છે..આવી નગુણી કોઈ જોઈ નથી.."પ્રભાબેન શાંતિલાલને શાંત પાડવાની કોશિશ કરતાં હતાં.ગમે તેમ તોયે જમાઈ છે...શાંતિલાલ ચૂપચાપ જમાઈની વાત સામ્ભળી રહ્યા. પ્રભાબેને આકાશની મમ્મી આશાબેનને કહ્યુ કે એમને વાંધો ના હોય તો નેહાને થોડા દિવસ માટે સાથે લઈ જાય.એ સાંભળી આકાશ ઉખળી પડ્યો." તમને એમ છે અમે તમારી દીકરીને મારી નાંખીશું?" પ્રભાબેન" ના ના જમાઈ એવું નથી .થોડું વાતાવરણ બદલાય જરા સારું લાગે એટલે કહ્યુ હતું.આકાશે કહ્યુ," જો આજ નેહાને લઈ જાવ તો નેવકી રાખશો...ફરી મૂકવાં આવતાં નહી!!" આકાશ કારની ચાવી લઈને રૂમમાંથી બહાર ચાલ્યો ગયો.

શાંતિલાલ અને પ્રભાબેન અવાક બનીને આકાશને બહાર જતાં જોઈ રહ્યા.દીકરીને ક્યા વરાવી દીધી..મારી લાડલીને...અરેરે નરકમાં ધકેલી દીધી...લોકોને કેવાં ધારતાં હોઈએ અને કેવાં નીકળે છે..આકાશ માનસીક રોગથી પીડાતો હતો..તેથી નેહાને એક પણ સુખનો શ્વાસ લેવાં દેતો ન હતો.અને જ્યારથી ખબર પડી હતીકે નેહા તો મા બનવાને લાયક છે પણ ખોટ એનામાં છે ત્યારથી નેહાનું જીવવાનું હરામ થઈ ગયું હતું...શાંતિલાલ અને પ્રભાબેન આ બધી વાતોથી અજાણ નેહાની ક્યાં ભૂલ થઈ હશે એ વિચારમાં પડી ગયાં...

નેહાએ અચાનક સાગરનાં ખોળામાંથી માથું ઊંચું કર્યુ અને સાગરની આંખોમાં આંખો નાંખી અને કહ્યુ," સાગર, તે મને શા માટે છોડી???સાગર તે કેવો અનર્થ કર્યો છે તને ખબર જ નથી..તારાં લીધે હું એક એવાં માણસ સાથે ફસાઈ ગઈ છું...જે પાષાણ હ્રદયી છે...એનાં પર શબ્દની લાગણીની પ્રેમની કૉઇ અસર નથી થતી..અને મારે એની સાથે આજીવન પસાર કરવાનું છે...સાગર સાગર એને કાઈ ફરક ના પડ્યોકે મેં આત્મહત્યા કરવા

પ્રયત્ન કર્યો...માણસનાં જીવની એને મન કોઈ કિમત નથી...સાગર સાગર સાગર!!" નેહાના ડૂસકાં શમતા ના હતાં.સાગરે ફરી નેહાને છાતી સરસી ચાંપી દીધી..બન્ને મૌન બની ક્યાય સુધી બેસી રહ્યા....હોટલનાં રુમની ઘડિયાળનો ટક ટક અવાજ આવી રહ્યો હતો...બહાર ચાંદની ગેલેરીમાંથી અંદર આવવાની કોશીશ કરી રહી હતી..રાત ઢળતી હતી વાત હજું અધૂરી હતી...