Reverse Love Story - 2 books and stories free download online pdf in Gujarati

રીવર્સ લવ સ્ટોરી - EP : 02

Reverse Love story

અલિના અને ગુરુમન

(EP: 02)

નિશાંત ઠાકર

ચેપ્ટરઃ ૦૨ (બુક)

૩૦ જુન, ૨૦૧૬

ચોમાશુ પણ પોલીટ્રીશયન જેવુ થઇ ગયુ છે. માત્ર મોટા-મોટા અવાજ કરે છે, વાદળો ધેરાઇ છે પણ વરસતો નથી. મારી છત્રી છેલ્લા દસ દિવસથી વર્જિન જ છે. તે કોરી આવે છે ને કોરી જ જાય છે. હું મારી લાઇબ્રેરી પોહચયો. હું છેલ્લા ૧૨ વર્ષથી આ લાઇબ્રેરી ચલાવુ છુ. હુ દરોજ ની જેમ ૭ થી ૧૦ મીનીટ લેટ હતો અને તેના કારણે ગેઇટ પાસે થોડી વધારે ભીડ જમા થઇ ગઇ હતી. મને વાંચવાનો જરાય શોખ ના હતો, એક- બે વાર બુક વાંચવાનો પ્રયત્ન કરેલો પણ મને બુક વાંચવાથી ધેન ચડી જાય છે પછીથી મે તેમાં માથુ મારવાનુ મુકી દિધુ હતુ. આ લાઇબ્રેરી તો મે મારી અલિનાની યાદમાં બનાવી હતી. જેને હુ પ્રેમ કરતો હતો. એ ક્યાં હશે?? એ જીવતી હશે કે નહી તેની પણ મને ખબર ના હતી..અને જીવતી હશે તો પણ તે કદાચ મને ભુલી પણ ગઇ હશે.

મે લાઇબ્રેરીનો ગેઇટ ખોલી મારા પી.સી ઉપર બેસી ગયો ને મારા પી.સી ની પાસે બુકની એન્ટ્રી કરવા લાઇન લાગી ગઇ. લાઇનના છેલ્લે અકિરા હતી. એ જ અકિરા જે મને જરાઇ ગમતી ના હતી કારણ કે તે મને સતત હેરાન કર્યા કરતી હતી. તેની આંખો જો અલિના જેવી ના હોત તો હુ એને લાઇબ્રેરીમાં ધુસવા પણ ના દેત. જેવી તે પી.સી પાસે પોહ્ચી તેણે બોલવાનુ ચાલુ કરી દિધુ.

“ આવડી ઉમર થઇ, હવે તમે ક્યારે સુધરશો દાદુ?? ક્યારેક તો વેહલા આવો”

મને આ કારણે જ આવી ચબાવલી છોકરી નથી ગમતી.

ગુરુમનઃ “ હુ ડેટ પર ગયો હતો, માટે લેટ થયો..હ્મ્મ્મ્મ્મ્મ્મ.”

અકિરા પોતાની મોટી આંખોને વધારે મોટી કરી ને બોલીઃ “ઓહ્હ્હ્હ્હ… વાળ જોયા છે તમે તમારા, કોઇ ડોશી તમારી સામે જોવે પણ નહી”

મને ખબર હતી એ મને બોલવામાં નહી પોહચવ દે માટે હુ આગળ કાંઇ બોલ્યો જ નહી.

અકિરાઃ “ આ બુકની એન્ટ્રી કરી આપો.. ‘વેર ઇઝ માઇ લવ’….”

ગુરુમનઃ “ ખબર નહી કેમ, તમારી જનરેશનને આવી ફાલતુ લવસ્ટોરીવાળી જ નોવેલ ગમે છે? આ દેશમાં બીજા ટોપીક પર પણ બુક લખાય છે.”

અકિરાઃ “ઓહ્હ્હ્હ..પ્લીઝ.. તમે આપણા મીડીયા જેવુ ના કરો, ખબર હોઇ નહી કાંઇ ને મોટી વાતો કરવી. એન્ડ બાય ધ વે આ બુક ને ઑથર બને મારા ફેવરીટ છે તો આના વિશે કાંઇ ના બોલો… દાદા”

ગુરુમનઃ “ અરે આ બુક સીસ્ટમાં જ નથી બતાવતી..ક્યાંથી ચોરી લાવી તુ..??

અકિરાઃ “ઓહ્હ દાદુ, ન્યુ બુક છે ..ઑથર સેક્સનમાં સર્ચ કરો ને.. અલિના શેખ ઓથર ને બુક નુ નેમ વેર ઇઝ માઇ લવ.

ગુરુમને સર્ચ કર્યુ. ૪-૫ સેકેન્ડ પછી ગુરુમને પી.સી સામે જોયુ ને પછી અકિરાની સામે જોયુ. અકિરાને થોડીવાર તો કાંઇ સમજાતુ નહી. તેણે અચાનક પોતાની મોટી આંખો ને વધારે મોટી કરીને બોલી “ નો,નો,નો,નો… એ ના હોય એણે બુક હાથમાં લીધીને ઊંધી કરી, તેમાં ઑથરનો ફોટૉ હતો.

ગુરુમને એ તે ફોટો જોયો. તે એ જ હતી, ગુરુમનની અલિના.. જેને તે ચાહતો હતો. ગુરુમનની જે જાન હતી. ૩૦વર્ષ પેહ્લા બને કશ્મીરની ખીણોમાં ફર્યા હતા. તે એ જ અલિના હતી જેના માટે હજી સુધી તેણે લગ્ન પણ નોહતો કર્યા ને તેણે આપેલા વચન પ્રમાણે આ લાઇબ્રેરી ખોલી હતી. એ તે જ ગુરુમનની ‘ધ અલિના’ હતી.

ગુરુમનની આંખોમાં આંશુ આવી ગયા તેની નજરની સામે થી તે સમયે પસાર થવા લાગયો જે તેણે અલિના સાથે ગુજાર્યો હતો.તેની આંખમાંથી એક ટીપુ, કોટનની ને ઇસ્ત્રી કરેલી સાડી પેહરેલી અલિનાના ફોટો પર પડ્યુ. ત્યાં અકિરા જોરથી બોલી ને ગુરુમનના વિચારો તુટ્યા..

અકિરાઃ “ ઓહ્, દાદુ આ તમારી અલિના છે…વાઉવ..

ગુરુમનઃ “ આનો કોન્ટેક કરવો હોઇ તો…??? ના, ના એને હુ યાદ હોઇશ એ પણ આટ્લા વર્ષો પછી?? એક વાર વાત કરવાની ના તે થોડી પાડ્શે.. હુ મારી જાત સાથે આવી વાત કરતો હતો ત્યાં અકિરા બોલીઃ “ તેનુ એક ઇ-મેઇલ આઇ ડી છે બાકી કોઇ કોન્ટેક કરવાનો રસ્તો નથી… પણ દાદુ એ બહુ ફેમેશ રાઇટર છે તે તમને આન્સર આપશે?

ગુરુમનઃ “ જેને હું ચાહતો હતો એવી જ અલિના હશે તો તે ચોક્ક્શ આપશે.. હુ કહુ તુ તે લખ ને ..”

મને અહિ કાંઇ ખાસ મઝા નથી આવતી પણ ઇન્ડિયામાં હું એકલી રહી શકુ તેમ ન હ્તી. ગુરુમન વગરની અલિના ઇન્ડિયામાં એકલી શુ કરે .માટે જ છેલ્લા ૩૦ વર્ષોથી હું અહી જ રહુ છુ અને મને ગમે તેવી નોવેલ લખુ છુ. આમ તો હું મારા પબ્લીશરને ખાસ ગમતી નથી કારણકે હું બીજા લેખકની જેમ મોર્કેટીંગમાં બહુ માનતી નથી. તે મને દોડાવ્યા રાખે છે ને હુ તેની પાછળ ચાલ્યે રાખુ છુ. મારી ઇચ્છા ન હ્તી છતાં પણ તે લોકો એ મારુ એક ઇ-મેઇલ આઇડી બનાવી દિધુ છે. હુ અઠ્વાડીયે ફી હોવ ત્યારે એકાદવાર જોવ છુ. મોટા ભાગે તેમાં તમે બહુ સારુ લખો છો ને એવી જ વાતો લખેલી હોય છે. ત્યાં મારી નજર એક મેઇલ પર પડી. કોઇ અકિરા કરીને છોકરીનો હતો તેના સબ્જેક્ટમાં લખ્યુ હતુ ‘ મને સ્ટોરી કરતા લેખક વધારે પંસદ છે’ … મને તેમાં રસ પડ્યો ને મે તે મેઇલ ઓપન કર્યો..

“ તુઝસે દુરી કા એહ્સાસ સતાતા થા,

તેરે સાથ ગુજરા હુવા હર લમ્હા યાદ આતા થા.

જબ ભી કોશીશ કી તુઝ્કો ભુલાને કી…

તુ ઓર જ્યાદા દિલ કે કરીબ આતા થા.”

એ જ, જે તારા વગર જીવતો ગુરુમન..

ગુરુમન…ગુરુમન….ગુરુમન… હુ આટલુ જ બોલી શકી. મને એ દિવસો યાદ આવ્યા જ્યારે અમે પેહલી વાર મળ્યા હતા.

++++++++++++++++++

ચેપ્ટરઃ ૦૧ (Beginning)

તારીખઃ ૪ સ્પ્ટેમબર ૧૯૮૩

જો તમે કાશ્મીર સાથે પ્રેમ ના કરી શકો, તો તમે લાઇફમાં કોઇ બીજા સાથે પણ નહી કરી શકો. કાશ્મીર વિશે એવુ કેહવાય છે કે, ભગવાન સર્વગમાં રહીને કંટાળી ગયા હતા અને તેને ધરતી પર થોડો સમય વિતાવવાનો થોડો સમય વિચાર્યુ. ધરતી પર રેહવા માટે તેણે જે ધરતી પર સર્વગ બનાવ્યુ એ ઍટલે કાશ્મીર. કાશ્મીર સાથે મને લવ એટ ફસર્ટ સાઇટ થયુ છે. આજથી પાંચ દિવસ પેહલા મે કાશ્મીરને પેહલી વાર જોયુ ને મને તેની સાથે પ્યાર થઇ ગયો. કાશ્મીરની એ ફેફસાની આરપાર નીકળતી ઠંડી હવા, ઉગતો તેનો લાલ સુરજ, એ મઝાના પહાડો અને તેના વાંકા-ચૂકા રસ્તાઓ… અને તેની સ્ત્રીઓ…… મને હજી તેનો અનુભવ ન હતો પણ થવાનો ચોકક્શ હતો. કાશ્મીર પ્રત્યનો પ્યાર મારો લાંબો સમય મારો ટકવાનો ન હતો. કારણકે મને પ્યાર થવાનો હતો અને તે જ મારી જીંદગી બદલવાનો હતો. ૪ સ્પ્ટેમબર હ્જુ સુધી સામાન્ય જ હતી, જ્યાં સુધી મે તેને જોઇ ન હતી.

હું દરોજની જેમ એક વ્રુક્ષ પર બેઠો હતો.ત્યાંથી મને કાશ્મીર દેખાતુ ,મને ત્યાં બેસવુ ગમતુ માટે આજે પણ હું ત્યાં જ બેઠો હતો. ત્યાં મારી નજર એક ધેટાના ટોળા પર પડી. એક છોકરી તે ધેટાના ટોળાને લઇને મારી તરફ આવતી હતી અને હુ તેની તરફ ખેચાતો હતો. મે તેને જોઇ…………………………………….. એ કાશ્મીર કરતા પણ વધારે સુંદર હતી. તેને જોઇ વિચાર આવ્યો કે, લેખકો કદાચ બાય બોર્ન જન્મતા હશે પણ શાયરો તો આવી કોઇ ખૂબસુરતી જોઇને જ બનતા હશે.

એના એ કાશ્મીરના સફરજન કરતા પણ વધારે લાલ ગાલ, એની મોટીને ગોળ આંખો, પકડીને પાછળ વ્યવસ્થીત બાંધેલા વાળ ને તેના ગાલ પર રેહેલુ નાનુ તલ.. બસ તેવુ જ થાય કે તેને જોયા જ કરુ.. કાશ હું ધેટુ હોત……… એ મારા વ્રુક્ષ નીચેથી પસાર થઇ ગઇ . એક સ્વપ્ન પુરુ કર્યુ હોય તેવુ લાગ્યુ. તેને વધારે જોવા માટે હુ ઝાડની બીજી ડાળ પર ચડવા ગયો ને ધ……ડા…..મ દઇને નીચે પડ્યો. અવાજ ના કારણે તેણે પાછળ ફરીને મને જોયો, એ હસી જે નહી તે ખબર નથી પણ તેણે પાછળ જોયુ ને ફરીથી ચાલવા લાગી અને મને કાશ્મીરમાં જન્ન્ત મળી ગઇ.

હું દેખાવમાં સારી હતી ને તેની મને ખબર પણ હતી. મે તો મારા અબુ ને અમ્મી ને કોઇ દિવસ જોયા નથી પણ મારી ચાચીજાન કેહતી કે તુ તારી અમ્મી જેવી જ દેખાઇ છે. મારી આસપાસ હમેશા ૩-૪ છોકરા ચક્કર મારતા, પણ મને તેમાંથી કોઇ ગમતો નહી. પણ પેલાની વાત તો કાંઇ ઓર જ છે તે કેવો મઝાનો છે. એ છેલ્લા ૨૨ દિવસથી મારા માટે ઝાડ પરથી પડે છે. એ મને બહુ ગમે છે જ્યારે તે ખુલ્લુ મોં રાખી ને હસે છે, ત્યારે તે કેવો મઝાનો લાગે છે. પણ ગઇકાલે તો તેણે હદ જ કરી નાખી “ અલિના, જ્યાં સુધી તુ મને હા નહી પાડે ત્યાં સુધી હું આવી રીતે જ પડતો રહીશ.” … અરે, તેને મારુ નામ કેવી રીતે ખબર પડી હશે?? મારી ફેન્ડ્ર રુબીના તો એવુ જ કે છે કે તેને પણ તેની સાથે પ્યાર થઇ ગયો છે, જો જો તુ કેવુ શરમાઇ છે. માટે હું તે જ ઝાડ પર આવી હતી જે ઝાડ પર તે રોજ બેસતો. જ્યારે મે તેને ‘હા’કહી ત્યારે તે મારી સામે ગાંડાની જેમ કુદ્યો હતો ને તેને જોઇ ને હુ બહુ હસી હતી, એ કેવો નાના બાળક જેવો નિદોર્ષ હતો. તેણે મારી આંખમાં જોયુ ને મે તેની આંખમાં જોયુ અને તે મને ભેટી પડ્યો.તેના ટચથી મારા રુવાડાં ઉભા થઇ ગયા. વાતાવરણ હવે માત્ર બહારથી જ ઠંડુ હતુ….

અમે મળવા લાગ્યા, દરોજ બસ આવી જ રીતે. .હું હમેંશા તેની છાતી પર માથુ રાખીને વાતો કરતી, અમારા ફ્યુચરની… અમે ધરડાં થઇ ને કેવા લાગીશુ એની, એના સપનાની, મારા સપનાની, એ મારી આંગળી સાથે રમતો ને હું સતત બોલ્યા રાખતી. પણ અચનાક વાતાવરણ બદલાયુ ને ગુરુમને તેના ધર પંજાબ જવાનુ થયુ. પંજાબમાં કાંઇ હુલ્લ્ડ ફાટી નીકળ્યા હતા. અમે છેલ્લે દિવસે એકબીજા ના ધરનુ એડેસ લીધુ કે અમે એકબીજા ને લેટર લખીશુ. ગુરુમને મારા કપાળ પર કિસ કરીને કહ્યુ કે “ આપણે ફરી મળિશુ ‘મારી અલિના’”. તેને પર રડવુ હતુ પણ હું રડતી હતી માટે તે કદાચ મારી સામે રડયો નહી. અને તે જતો રહ્યો……. હમેશા કોઇને મળ્વાની ખુશી કરતા જુદા થવાનુ દુઃખ વધારે હોઇ છે એ મને સમજાણુ….

પંજાબમાં તે સમયે સીચવેશન બહુ ખરાબ થઇ ગઇ હતી. હજારો લોકોએ પોતાના ધર ગુમાવી દિધા હતા. પોલીશ ગમે તે વ્યકિત ને જેલમાં નાખી દેતી હતી. મને ચિંતા એ જ વાત હતી કે ગુરુમન ને તો કાંઇ થયુ નહી હોય ને, કારણ્કે તેનો છેલ્લા ૮ મહિનાથી કોઇ લેટર ના હતો. મે તેને ૩ પત્રો લખ્યા હતા પણ કોઇનો જ્વાબ હ્જુ સુધી આવ્યો ના હતો. માટે જ હું પિકનીક પર જાવ છુ તેવુ કહી ને હું ને રુબીના બને પંજાબ આવ્યા હતા. મે ગુરુમન નુ ધર જોયુ તેનુ આખુ ધર જર્જરીત થઇ ગયુ હતુ.તેના ધરમાં ભયંકર આગ લાગી ગઇ હતી ને કોઇ જીવતુ બચ્યુ ના હતુ એવુ મે જ્યારે સાંભળ્યુ ત્યારે હુ ત્યાં જ ઢળી પડી….

મારી આખી લાઇફ ચેન્જ થઇ ગઇ હતી જ્યારે હું ૨ વર્ષ પછી જેલમાંથી બહાર આવ્યો. પંજાબ ઇતિહાશ ના એ સોથી મોટા હુલ્લ્ડ હતા. મારા અને આવા કેટલાય ફેમેલીને બસ આવી રીતે જ જેલમાં નાખી દિધા હતા કે પછી જીવતા સળગાવી દિધા હતા.હું તુટી ગયો હતો, મારા પરીવારમાંથી કોઇ બચ્યુ ના હતુ. મારી બસ એક જ આશા હતી ‘અલિના’ .હું જ્યારે કાશ્મીર પોહચ્યો ત્યારે ખબર પડી કે તેનો પરીવાર એક વર્ષ પેહેલા જ ભારત છોડીને જતો રહ્યો છે. હું તુટી ગયો હતો. હું સાવ એક્લો થઇ ગયો હતો. મને ધણીવાર આત્મહત્યા ના વિચાર આવતા. પણ જ્યારે હું આંખ બંધ કરી હાથમાં બ્લેડ લેતો ત્યારે મને હસતો ને મોટી આંખવાળો અલિનાનો ચેહરો દેખાતો અને હું તે આત્મહત્યા કરી ગુમાવવા નોહતો માંગતો. તારા સિવાય બીજા કોઇ જોડે મેરેજ નહી કરુ એ વાયદૉ નીભાવવા માટે હુ જીવવાનો હતો, તેની લાઇબ્રેરી બનાવવા માટે હું જીવવાનો હતો,તેની સાથે વીતાવેલી દરેક યાદ ને ફરી પાછી વાગોળવા માટે હું જીવવાનો હતો…… અને અંતે તે મને ચોક્ક્શ ફરી મળશે તે આશામાં હું જીવવાનો હતો……….

**********************************************************************

તારીખઃ ૪ સ્પ્ટેમબર ૨૦૧૬

…………………………….બાકીના લોકો માટે આ સામાન્ય વરસાદ હતો પણ આ બને માટે નહી. બને બેચ પર બેઠા હતા. ગુરુમન ના હાથ પકડીને તેના ભીના ખંભા પર અલિના માથુ ઢાળીને બેઠી હતી. ગાર્ડનમાં કોઇ હતુ નહી અને હોઇ તો પણ તેને હવે પરવા ન હતી કારણ કે તે ગુરુમન સાથે હતી. બને ૩૦ વર્ષ પછી આવી રીતે મળ્તા હતા

“Stories have always end, but love stories doesn’t”

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED