Arrange love story Nishant દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Arrange love story

Arrange

Love story

EP: 02

આશ્કા પોતાનો પ્લેન બ્લ્યુ કલરનો નાઇટડ્રેસ પેહરીને તેના બેડ પર બેઠી-બેઠી પોતાના હાથની રીંગ જોતી હતી. આજે તેની સગાઇને પંદર દિવસ જેવા થઇ ગયા હતા. ત્યાં સામેના બેડ પર બેઠેલી યામી હસતા હસતા બોલી. “જીજુએ જો પાછુ વ્હોટએપ સ્ટેટ્સ બદલ્યુ…

love is just like drug, you feel like a haven on earth.”

યામી આશ્કા સામે જોઇ બોલી શુ દી?? તુ આટલી બોરીંગ થઇ ગઇ..આ જો જીજુ રોજ કેટ્લા સ્ટેટ્સ ચેન્જ કરે છે ને તુ Following with the flow કેટલા ટાઇમથી એક જ છે.

ત્યાં આશ્કાનો સાઇલેન્ટ ને વાઈબેટ્વાળા ફૉનમાં નીલ કોલીંગ લખેલુ આવ્યુ. આશ્કાએ પોતાનો ફોન હાથમાં લઇ રાઈટ સ્વેપ કર્યુ.

નીલઃ “હાયયય…”

આશ્કાઃ “હમમમ..”

નીલઃ “શુ કરતી હતી?”

આશકાઃ “કાંઇ નહી બસ બેઠી છુ.”

નીલઃ “હમમ, સારુ . હુ હમણા જ જમીને ઉભો થયો. તે જમી લીધુ?”

આશ્કાઃ “હમમમ..”

નીલઃ “યાર લોકો ફોનમાં કલાક કલાક શુ વાતો કરતા હશે? આપણી પાસે કાંઇ વાત જ નથી?”

આશ્કાઃ “હમ, લગ્નનુ શોપીંગ કેવુ ચાલે છે તમારુ?

નીલઃ “મમ્મી થોડુ થોડુ બધુ ભેગુ કરે છે,બાકી તો આપણે ભેગા જવાના ને ?

આશકાઃ “તમે આવના?”

નીલઃ “સવાલ જ ઉભો નથી થવાનો, તુ આવવાની હોય તો હુ આવુ જ ને.. શેરવાની પણ લેવાની છે ને ..તુ ચોઇસ કરાવીશ ને?

આશ્કાઃ “હા, પાકુ.”

નીલઃ “બોલ બાકી શુ ચાલે? અરે તારે કોઇ ફેન્ડ્ર નથી? હું કોઇને ઑળખતો પણ નથી.

આશકાને તેનો ફેન્ડ્ર આવી ગયો ને બે-ત્રણ સેક્ન્ડ વિચારીને બોલીઃ “ના, એવુ કોઇ ક્લોઝ નથી”

નીલઃ “ અરે મારે તેને એક વાત કેવી છે?પણ બીક પણ લાગે છે કે તને નહી ગમે તો અને અંદરથી ગીલ્ટી જેવુ પણ થાય છે કે તને તો કેહવુ જ જોઇ. રીલેશનમાં બધુ ક્લીયર હોવુ જોઇ તો જ તે લાંબો ટકે.

આશ્કાઃ “હમમ, બોલો શુ કેહવુ છે?”

નીલઃ “ સાચુ કહુ તો આઇ રીયલી લાઇક યુ. તુ સાચેજ બહુ મસ્ત દેખાય છે.મારા ફોનની બેટરી તારા ફોટા જોવામાં જ જતી રહે છે. હું પેહલા આટલો બધો કાળો નોહતો લાગતો પણ હવે તારી સાથેના સગાઇ ના ફૉટામાં બહુ લાગુ છુ.. બે-ત્રણ સેકન્ડ નીલ પછી કાંઇ ના બોલ્યો.

આશ્કાઃ “આ કેહવુ હતુ?”

નીલઃ “ ના,…….. હું સીગરેટ પીવુ છુ”

૫ સેક્ન્ડ ફોનમાં કોઇ બોલ્યુ નહી. બોલવાનો વારો હતો આશ્કાનો પણ નીલે જ ચાલુ રાખ્યુ.. પણ હવે મુકી પણ દઇશ.. આ તો મને લાગ્યુ કે તને કેહવુ જોઇ તો મે કીધુ..”

આશ્કાને તેની કોલેજમાં ટ્રાઇ કરેલી સીગરેટ્નો ક્શ યાદ આવ્યો..અને શુ કેહવુ તેને ખબર ના પડી.

નીલઃ “અરે આશુ. કાંઇ તો બોલ… ના ગમ્યુ કે….તને ના કીધુ હોત તો સારુ થાત એવો વિચાર આવે છે.

આશ્કાઃ “એવુ નથી, સારુ થયુ કે કહી દિધુ.”

નીલએ પોતાના જાડી ફેમવાળા ચશ્માને સરખા કરતા બોલ્યોઃ “મને ખબર જ હતી કે તુ મારી વાત સમજી જ જઇશ”

આશ્કાઃ “હમમમ”

નીલઃ “ આશ્કા, મારી આશ્કા..”

ત્યાં રુમમાં યામી થોડા ગુસ્સામાં આવી ને પોતાનો મોબાઇલ તેના બેડ પર પછાડ્યો.

આશ્કાઃ “શુ થયુ??”

નીલઃ “મને કાંઇ નથી થયુ પણ લાગે છે, હવે કાંઇક થશે તારી સાથે વાત કરીને.”

આશ્કાઃ “અરે તમને નહી, યામીને કહુ છુ”

યામીઃ “અરે યાર, ખોટો ઇગો કેટલો બતાવે છે”

આશ્કા કાંઇ ના બોલી.

નીલઃ “શુ થયુ?”

આશ્કાઃ “કાંઇ નહી”

નીલઃ “કોને ઇગો બતાવે છે??”

આશ્કાઃ “અરે તેની તો રોજ ની લપ છે , તેના બી.એફ સાથે.”

નીલઃ “અરે તેને બી.એફ પણ છે”

આશ્કા થોડી વાર કાંઇ બોલી નહી ને પછી બોલી હા..

નીલઃ “ઓહહહ….”

આશ્કા, યામીને જોતી હતી, યામી તેનો ગુસ્સો તે તેના ટેડીબર પર ઉતારતી હતી.

નીલઃ “આજકાલ આ બધુ કોમન થઇ ગયુ છે.. આપણા ટાઇમમાં આવુ કાંઇ ન હતુ કાં??”

આશ્કા માટે બોલવા માટે ધણુ બધુ હતુ પણ તે કાંઇ બોલી નહિ.

નીલઃ “મે એક છોકરીને પ્રપોઝ કર્યુ હતુ , ૧ યરમાં

આશ્કાઃ “કેટલો ટાઇમ તમે લોકો રીલેશનમાં હતા.”

નીલઃ “અરે, કાંઇ રીલેશન-્ફીલેશનમાં ન હતા. એણે મને ના પાડી દિધી હતી.

આશ્કાને આનો જવાબ શુ દેવો તે ખબર ના પડી. માટે તે કાંઇ આગળ ના બોલી.

નીલઃ “તને પણ કોઇ છોકરાએ પણ પ્રપોઝ તો કર્યુ હશે ને?

આશ્કા થોડી મુઝાઇ ગઇ. તેને શુ સાચુ કેહવુ કે ખોટુ…. ના, મારે એવુ કોઇ ન હતુ… પછી આશ્કાએ ટોપીક ચેન્જ કરવા માટે બોલીઃ “મમ્મી ને પપ્પા શુ કરે છે?”

નીલઃ “કાંઇ નહી, ટી.વી જોવે છે”

આશ્કાઃ “હમમમ.. હું તેમને કરુ પાછો ફોન.

નીલઃ “કેમ..? ઓ,કે સારુ કરને…

થોડીવાર પછી તેની સગાઇના ફોટા પોતાના મોબાઇલમાં ઝુમ કરીને જોતો હતો. ત્યાં આશકા નો ફોન આવ્યો.

નીલઃ “ બોલ, બોલ કેમ ફોન મુકી દિધો હતો”

આશ્કાઃ” હું તમને એક વાત કેહવા માગુ છુ. સમજવાની ટ્રાઇ કરજો. તમે સાચુ કેહતા હતા કે રીલેશનમાં બધુ કીલયર રેહવુ જોઇ તો જ રીલેશન લાંબો ટકે.”

નીલઃ “હમા, બોલ”

આશ્કાઃ “ખબર નથી કે મારે આ વાત તમને કેહવી જોઇ જે ના કેહવી જોઇ…….વાત એમ છે કે મારે પાસ્ટમાં એક બી.એફ હતો.

બનેં શાંત થઇ ગયા. આશ્કાએ નીલના જવાબ નો વેઈટ કરતી હતી ને નીલ પોતે શુ જવાબ આપશે તે શોધતો હતો.

આશ્કાઃ “અત્યારે તો બધુ પતી ગયુ છે. પણ તમે પણ મને તમારી સીગરેટ્વાળી વાત કહી તો મને થયુ કે મારે તમને આ વાત કેહવી જોઇ…માટે તે વિચારવા જ ફોન કાપી નાખ્યો હતો.

નીલ ને નોહતુ ગમ્યુ કે નોહતુ સમજાતુ કે શુ બોલવુ…. થોડીવાર પછી તે બોલ્યો “હમ્મ.. શુ નામ હતુ?

આશ્કાએ પોતાના ગાલ પર અવેલી લટને કાન પાછળ મુકતા બોલીઃ “તે મારી કોલેજમાં હતો, અભીશેક.

નીલઃ “હમમ, સારુ તો આપણે હવે ખરીદી કરવા માટે મંગળવારે મળીએ.”

આશ્કાઃ “હમ..મારા મમ્મીને કદાચ મારા માસી આવાના.”

નીલઃ “ ભકિત આવાની છે, કારણ કે તેને બધી ખરીદી બાકી જ છે ને”

આશ્કાઃ “સારુ, તો ગુડનાઈટ”

નીલઃ “ગુડ્નાઇટ”

આશ્કાને પોતાની વાત નીલને કહી પણ નીલને તે વાત ગમી તો ન હતી અને આશ્કાએ આખી વાત કહી પણ ના હતી.

અભીશેક ને આશ્કા ૩ યરથી રીલેશનશીપમાં હતા. બે મહીના પેહલા અભીશેક ના પેરેન્સ અભિ માટે માગું લઇને આવ્યા હતા. અભિ ના પેરેન્સને આશ્કા અને આભિ ના રીલેશનની ખબર જ હતી પણ તેને આશ્કા ગમતી ના હતી. અને અભિએ પણ આશ્કાને કહી દિધુ હતુ કે હુ મારા મોમ-ડેડ વિરુધ્ધ નહી જાવ, આપણે કોઇ વચલો રસ્તો નીકાળિશુ. પણ કાંઇ થયુ નહી. આશ્કાએ તો એમ જ નીલને જોવાની હા પાડી દિધી હતી પણ જે દિવશે નીલ આશ્કાને જોવા આવ્યો ત્યારે અભિનો ફોન આવ્યો હતો કે મારા મોમ-ડેડએ મને પુછ્યા વગર છોકરીને હા પાડી દિધી છે.

આશ્કાઃ “અરે તેમ તને કોઇ પુછ્યા વગર થોડી હા પાડી દે??

અભિઃ “અરે સાચુ આશુ, પણ કોઇ માનતુ જ નથી

આશ્કાઃ “તારે બીજા કોઇને મનાવા નથી બસ મને જ મનાવી છે. સારુ તો ગુડબાઇ..

અને તેને નીલને સગાઇ માટે હા પાડી દિધી.

*************************************************************************

મંગળવારે સવારે વિશાલ ભકિતને મુકવા નીલના ધરે પોહ્ચી ગયો હતો. નવ વાગ્યા હોવા છતા પણ નીલ હ્જી નાહયા વગર સોફા પર બેઠો બેઠો અબિશેક શાહ નુ ફેસબુક પોફાઇલ જોતો હતો.

નીલઃ “ડોફો, હેપ્પી દિવાલી લખે છે તો પણ ૩૦૦ લાઇક ને આપણે અહિયા ફિલોસોફી ના ક્વોટ મુકીને થાકી ગયા છતાં પણ ૨૦ લાઇક નથી આવતી.”

ત્યાં બાજુમાં બેઠેલો વિશાલ બોલ્યોઃ શુ??

નીલઃ “અરે કાંઇ નહી જીજુ”

વિશાલઃ “આજે આશ્કાને મળવાના એમ ને?? કૅટ્લામી વાર મળો છો?

નીલઃ “અરે જીજુ શુ કેટ્લામીવાર, પેહલીવાર મળિએ છીએ, જોબમાં રજા ક્યા આપે?

વિશાલઃ “ઓહ્હ, અમારે ધંધામાં આવી તકલીફ નહી, અમે ગમે ત્યારે ફરવા બહાર જઇ શકીએ”

ભકિતીએ વિશાલ સામે જોયુને વિશાલ આગળ કાંઇ બોલ્યો નહી

વિશાલઃ “સારુ ચાલો તો હુ નીકળુ”

ત્યાં બાથરુમમાંથી અરવીન્દભાઈ ટુવાલમાંથી પેહરીને નીકળ્યા ને બોલ્યાઃ “બસ કુમાર જવુ જ છે?

વિશાલઃ “હા પપ્પા” પછી વિશાલ નીકળી ગયો. નીલ ફોનમાં ચોટેલો જોઇ કવિતાબેન બોલ્યાઃ “ઓછી વાતો કરો આજે મળ્વાના જ છો” અને પછી પાછા પોતાના જ જોક પર હસ્યા.

ત્યાં બીજીબાજુ આશ્કાના ધરમાં તેના પપ્પા અને યામી નાસ્તો કરતા હતા અને આશ્કા એમ જ ડાઇનીંગ ટેબલ પર બેઠી હતી. યામીને કોલેજ જવાની ઉતાવળ હતી ને બોગસ જ્ગ્યાથી મારે કાંઇ જ લેવુ નથી તે તેણે કહી જ દિધુ હતુ. હું પપ્પા સાથે જઇને વસ્તુ લઇ આવીશ એવુ યામી એ કેહ્યુ હોવાથી વંદનાબેહને તેની સાથે લપ નોહતા કરતા.

વંદનાબેનઃ “આતો છોકરાને ખરીદી કરવી ગમે માટે આપણે જવુ પડે બાકી આપણને તો રસ જ નહી ખરીદી નહી”

યામી ને આશ્કાએ તેની મમ્મી સામે જોયુ. ત્યાં આશ્કાનો ટેબલ પર પડેલો સાયલન્ટ ફોનમાં એક નંબર આવ્યો.આ એજ નંબર હતો કે એક ટાઇમ એ આ નંબર જોઇ આશ્કા રાજી થઇ જતી.

બીજીબાજુ નીલ નાહીને નીક્ળ્યો.બાથરુમમાં સોરી આશુ કહી ને એક સીગરેટ પી લીધી હતી .કવિતાબેન કિશોરભાઇ પાસે જેટલા રુપીયા આપ્યા તેનાથી વધારે રુપીયાની ડિમાન્ડ કરતા હતા.ભકિત સવારની ચા ત્રીજીવખત બનાવવા માટે રસોડામાં ગઇ હતી.

**************************************************************************

આશ્કાને નીલ મોટી દુકાનમાં બે અલગ-અલગ ખુરશી પર બેઠા હતા.દુકાનદાર માવો થુકીને આશ્કા સામે જોઇને બોલ્યો કે વર-વધુના કપડા છેલ્લે લેજો પેહલા બીજી બધી ખરીદી કરી લો. આમ પણ નીલને કાંઇ ખરીદીમાં કાંઇ રસ હતો નહીને આશ્કા ને લેવો ન હતો. આશ્કાને નીલને બાજુમાં બેઠા હતા માટે નીલથી ચુપ રેહવાતુ ન હતુ ને આશ્કા કાંઇ બોલતી ના હતી.

નીલઃ “અરે તારો ફોન કેમ બંધ આવતો હતો? મે ટ્રાઇ કરી હતી કે તુ ક્યા પોહચી હતી તે પુછવા માટે

આશ્કાઃ “અરે હા, સ્વીચઓફ થઇ ગયો છે”

ત્યાં એક વેઇટર આવ્યો ને આ બને ને પાણી આપ્યુ ને બોલ્યો કે બનેની જોડી સારી લાગે છે.તે આ વાત બધા કપલને કેહતો કારણકે તે તેની જોબ હતી.

નીલ થોડો હવામાં આવી ગયો. તે બોલ્યો “ઓહહ થેક્ન્યુ થેક્ન્યુ..”

ત્યાં વંદનાબેન આવ્યા ને આશ્કાને કહ્યુઃ “આ લે યામી નો ફોન છે, તારુ કાંઇ કામ છે”

આશ્કા એ હમમમમ, સારુ , ઓહ્હ ઠીક છે.. વાત કરી પછી તેણે પોતાનો ફોન સ્વીચઓન કર્યો. નીલ બાજુમાં બેઠો બેઠો જોતો હતો તેને પુછવુ હતુ કે શુ થયુ પણ તેણે પુછ્યુ નહી.

આશ્કાનો ફોન સ્વીચઓન થયોને એક નંબર પરથી ફોન આવ્યો. તે એજ નંબર હતો જે આશ્કા પર સતત ફોન આવતા હતા. આશ્કા ઉભી થઇને બહાર જતી રહી.

એક તો નીલને પેહલેથી જ નોહતુ સમજાતુ કે શુ થાય છે ને પાછુ આશ્કાના આવા બેહેવ્યરથી તે વધારે મુઝાઇ ગયો. તેને કાંઇ વિચાર નોહતો આવતો તે શોપનુ ઉપરનુ પી.ઓ.પી જોતો હતો. બે-ત્રણ મીનીટ જેવુ થયુ હતુ પણ નીલને તે બહુ લાંબી લાગતી હતી. થોડીવાર થઇ આશ્કા હજી પણ આવી ન હતી નીલથી હવે રેહવાયુ નહી તે ઉભો થઇને બહાર નીકળ્યો.

આશ્કા ઉધુ મો રાખીને વાત કરતી હતી તેને ખબર ના હતી કે નીલ તેની પાછળ જ ઉભો છે.

આશ્કાઃ “હા, થેક્ન્યુ અભિ,લવ યુ હુ સમજી ગઇ પણ હવે પોબ્લેમ એ જ છે કે મારી સગાઇ થઇ ગઇ છે. તે પણ તોડવી પડ્શેને..

આશ્કાને થયુ કે કોઇ પાછળ ઉભુ છે તેણે પાછળ જોયુ તો નીલ ઉભો હ્તો.

આશ્કાઃ “અરે , પ્લીઝ નીલ સમજ….મોમ ને ડેડ્ને કેહતો નહી.

નીલ ઝડપથી શોપમાં ગયો ને તેની મોમ ને જોઇ બોલ્યોઃ “હું આ સગાઇ તોડુ છુ”

************************************************************************ (To be count..)

EP:૦૩(છેલ્લા એપીસોડ) માં વાંચો

નીલએ સગાઇ તોડી નાખી તો લગ્ન બનેના કેવી રીતે થશે.. શુ આશ્કા નીલને પ્યાર કરી શક્શે કે પછી કોઇ એવી મજબૂરીમાં નીલ સાથે મેરેજ કરશે?? નીલ આશ્કા સાથે હવે મેરેજ કરવા એગ્રી થશે?? બનેના ફેમેલી આશ્કાને અભિની વાત જાણીને શુ કરશે??