Arrange
Love story
EP: 03
[એક-બે વર્ષ પેહલા]
યુવાન આશ્કા કોલેજમાં પોતાના ક્લાશમાં બીજી બેન્ચ પર બેઠી છેલ્લા પેઝ પર ૧૦મી વાર પોતાના love parentage ગણતી હતી. હમાણ જ કપાવેલા વાળાના સ્ટેપ એકદમ પરફેકટ દેખાતા હતા અને કદાચ એકાદ માપ નાનુ જ લીધુ હોય તેટલુ ટાઇટ જીન્સ પેહરીને આશ્કા બેઠી હતી.હાથમાં અલગ અલગ કલરના ધણા બધા બ્લેટ પેહરયા હતા. આશ્કાનુ ધ્યાન બારી બહાર ગયુ. બહાર અભિષેક ઉભો હતો. આશ્કાએ પોતાની બાજુમાં બેઠેલી છોકરીને હાથથી ધક્કો મારીને કહ્યુ કે મારુ બેગ લેતી આવજે, હું જાવ છુ. પછી મેડમ પાસે વોસરુમ જવાનુ બહાનું આપી બહાર જતી રહી.
કોલેજના એક ખૂણાવાળા ગાર્ડ્નમાં આશ્કાની આંખો બંધ હતીને તેની સામે રેહલા અભિષેકની પણ આંખો બંધ હતી.અભિષેકનો એક હાથ હમાણા જ કપાવેલા આશ્કાના વાળની અંદર હતો અને બીજો હાથ………………… બનેનાં હોઠ એકબીજાના હોઠની અંદર હતા.થોડીવાર પછી આશ્કાએ કિસ છોડાવી ને આંખો ખોલી. આશ્કાના હોઠ પીન્કમાંથી લાલ થઇ ગયા હતા.
આશ્કાઃ “અભિ, મારે તેને એક વાત કેહવી છે”
અભિષેકઃ “બોલ..”
આશ્કાઃ “મારી લાસ્ટ કઝીનના પણ મેરેજ થઇ ગયા. હવે બધા મને એમ જ કહે છે કે હવે તો તારો જ વારો છે”
અભિષેકઃ “હા, તો?”
આશ્કાઃ “હા, તો તુ તૈયાર જ છો ને ??”
અભિષેકઃ “હું તો છુ જ ને અને મારે ધરે તો ખબર જ છે ને કે આપણે લવ અરેન્જ મરેજ કરવાના…. મારી આશુકડી.. અને બીજા કોઇની તાકાત છે કે તને મારા જેટલો લવ કરી શકે.
આશ્કા થોડી શરમાઇ ગઇ પછી તેણે પોતાની ધડિયાલમાં જોયુને બોલી
ઓહહ્હ ૧૧ વાગી ગયા મારે કોલેજ જવુ પડ્શે.મારુ બેગ પણ ત્યાં જ છે.
અભિષેકઃ “ અરે હ્જુ ૧૧ વાગવામાં ૧૦ મીનીટની વાર છે, આપણી પાસે હજુ ૧૦ મીનીટ છે.”
આશ્કાએ પોતાનો નીચેનો હોઠ પોતાના દાંતથી દબાવ્યો ને થોડુ હસી…..
[Current situation-- અત્યારે]
આશ્કા હાથમાં મોટો મોબાઇલ ને તેનાથી પણ મોટુ પર્સ રાખી ને ડ્રેશ પેહરીને ઉભી હતી.ત્યાં સામેથી એક કાર આવી, આશ્કા તે કારને સારી રીતે ઓળખતી જ હતી.કાર ઉભી રહીને આશ્કા તેની અંદર બેસી ગઇ. ડ્રાઇવર સીટ પર અભિષેક બેઠેલો હતો તે બોલ્યો “ શું થયુ પછી તે લોકો ક્યાં સુધી માન્યા??”
આશ્કાઃ “અરે તે લોકોને તો વધારે તેની પડી છે કે મારી સગાઇ તુટી ગઇ છે, તે લોકો તેમાંથી બહાર આવે પછી કાંઇક કહુ”
અભિષેકઃ “અરે, પેલા મુરખાએ કહી જ દિધુ હશે, સગાઇ શુ કામ તોડી , આપણા વિશે… તારા મોમ-ડેડ ને .
આશ્કાઃ “અરે ના,કાંઇ કીધુ જ નથી. કાંઇ રીઝન આપ્યા વગર જ સગાઇ તોડી નાખી ઍટ્લે જ મોમ-ડૅડ વધારે અપસેટ છે.
અભિષેકઃ “અરે કાંઇ નહી, આપણે પાછો કંઇક રસ્તો કાઢીશુ.. હમેંશાની જેમ…… મને તો એ વાતનુ હસવુ આવે છે કે પેલા ને પોતાની જાત પર વિશ્વાશ કેમ આવ્યો કે તે એને હા પાડી દિધી હતી… ‘ધ આશ્કા’ એ હા પાડી વિશ્વાશ આવે જ કેમ.. તે મને પણ હા પાડવામાં ૨ મહિના લઇ લીધા હતા….તો તે વળી શુ ચીઝ હતી..
આશ્કા કાંઇ બોલી નહી.
અભિષેકે પોતાનુ ચાલુ રાખ્યુઃ “પેહલા આ બધુ શાંત થઇ જવા દે.મારા મોમ-ડેડ તો માની જ ગયા છે અને તારાને પણ આપણે મનાવી લઇશુ.”
-------------------****--------------------------*****----------------------*****-------
ભકિતી થોડા મોટા અવાજે તેના ભાઇ નીલને ધમકાવતી હતીઃ “તુ મને કહીશ કે આ સગાઇ તે શું કામ તોડી? તને આ બધી રમત લાગે છે…. પેલી કાંઇ બોલી જ હશે અને તે સગાઈ તોડી નાખી.. વાઉવ.. મેચ્યોર થા હવે તુ, થોડોક..
નીલ સ્ટુલ પર બેઠો હતો . નીલના મોમ-ડેડ ધરે ના હતા. તે લોકો નીલ સાથે ઝગડો કરીને થાકી ગયા હતા. માટે જ હવે ભકિતી આવી હતી નીલને સમજાવવા માટે ને પુછવા માટે કે તેણે શું કામ સગાઇ તોડી નાખી?
ભકિતીને લાગ્યુ કે ગુસ્સાથી આ વાત વધારે બગડશે. માટે જ તેણે ધીમા અવાજે નીલની પાસે જઇને કહ્યુ.
ભકિતીઃ “અરે મને કે તો ખરા કે તે શુ કામ સગાઇ તોડી નાખી?”
નીલ નકારાત્મક રીતે હસ્યો ને બોલ્યો તે માત્ર એટલુ જ બોલી કે પ્લીઝ મારા મોમ-ડેડને કેહતો નહી.
નીલએ પોતાના ખીસ્સામાંથી સીગરેટ કાઢીને મોં માં મુકી. તેણે લાઇટર શોધવા માટે ફરી ખીસ્સામાં હાથ નાખ્યો.
ભકિતીઃ “એએએઅએ તુ સીગરેટ પીવે છે?”
નીલએ કાંઇ જવાબ ના આપ્યો.
ભકિતીઃ “વાઉવ.. તુ ક્યો નીલ છો. જે ગમે ત્યારે મઝા આવે ત્યારે સગાઇ તોડી નાખે , સીગરેટ પીવે છે. મને એમ કે વિશાલ્ ને જ આવી ટેવ છે, પણ તુ ભી
નીલને ભકિતીની વાતમા રસ ન હતો.ભકિતીએ બોલવાનુ ચાલુ જ રાખ્યુ.
ભકિતીઃ “અરે કેવી સરસ છોકરી એ હા પાડી હતી. હજી ટાઇમ છે, મૂરખ ના થા. મમ્મી ને પપ્પા સાથે વાત કરી લે. તે લોકોના પણ ફોન એ જ આવે છે કે શુ થયુ….?અહિયા બધા તારુ ટેન્શન લે છે ને તુ મોઝથી સીગરેટ પીવે છે. વાહ,…. તારે પાછુ કેહ્વુ તો છે જ નહી કે શુ થયુ?
નીલ ફસટેડ થયો હોય તે અવાજમાં બોલ્યો મને બધા શુ પુછો છો, કે શુ થયુ? શુ થયુ?? પેલી ને પુછો ને…
ભકિતીને લાગ્યુ કે હવે નીલ પાસેથી વાત જાણી શકાશે, માટે તેણે થોડા નીચા અવાજે બોલીઃ “શુ પુછુ આશ્કાને , લાવ ફોન, હું પુછી લવ
નીલ કાંઇ બોલ્યો નહી.
ભકિતીઃ ચાલ, ફોન કરી જ લવ. તેણે ટેબલ પાસે રહેલો ફોન ઉપાડ્યો ને તેનુ લોક ખોલીને બોલીઃ “શુ પુછવુ છે”
નીલને લાગયુ કે તે સાચેજ ફોન કરી દેશે.
નીલ થોડો ગુસ્સામાં આવી ગયોને મોટા અવાજે બોલ્યોઃ “હા, તો તુ તેને પુછી જ લે કે તેણે મને હા શું કામ પાડી??? કેવી વાહિયાત વાત માં તેણે મારો યુઝ કર્યો ને મારી મઝાક બનાવી નાખી..પુછ તેને, તારે પુછવુ જ છે ને તો પુછ…..
ભકિતીને થયુ કે નીલ હવે બધુ કહી જ દેશે માટે તેણે ફોન પાછો ટેબલ પર મુકી દિધોને નીલની પાસે આવીને બેસી ગઇ.
નીલઃ “તને ખબર છે તેણે મને હા, કામ પાડી??
-------------------*****-----------------*****----------------*****----------------------
ભકિતીઃ “ઓહહ, આવડી મોટી વાત છે ને તુ હવે મને કહે છે, વાંક તો તેનો જ છે ને બધા તારી માથે માટલા ફોડે છે.મમ્મી-પપ્પા ને કેહવા દે.
નીલ શાંત અવાજે બોલ્યોઃ “અરે તુ મમ્મી-પપ્પા ને કહીશ, તે લોકો તેના મમ્મી-પપ્પા ને કેહશે અને આશુ………આશ્કાએ ના પાડી છે કે પ્લીઝ મોમ-ડૅડને કાંઇ ના કેહતો
ભકિતી બસ નીલની સામે જ જોતી હતી
નીલઃ “સાચુ કહુ તો મને ખબર નથી કે મને શુ થાય છે, પણ કાંઇ ગમતુ જ નથી..
ભકિતી તો બસ નીલની સામે જ જોતી રહી.
નીલઃ “તેને મારી સાથે આવુ શું કામ કર્યુ એ વાત નો ગુસ્સો પણ આવે છે. કોઇવાર એવુ થાય કે મોબાઇલ પછાડીને તોડી નાખુ અને કોઇવાર એવુ થાય કે યાર આમા મારો શુ વાંક હતો? હમણા તેના મોમ-ડેડ્ને કહુ તો તેણે મારી સાથે જ મેરેજ કરવા પડે પણ નહી, મારે એ રીતે નહી જોઇતી આશકા,..મારે તો તે હસતી હસતી આવે તે રીતે જ જોઇ છે… ખબર નહી આ કુલ ડુડ અભિષેક ક્યાંથી આવી ગયો વચ્ચે….”
નીલ પછી થોડા ધીમા અવાજે બોલ્યો “ કા પછી હું જ વચ્ચે આવી ગયો”
પછી થોડીવાર ભકિતીને નીલ બને માંથી કોઇ કાંઇ ના બોલ્યુ..
ભકિતીઃ “ એક વાત કહુ, નીલ મને અત્યારે એવુ લાગે છે કે તારે આશ્કા હ્જુ જોઇએ છે.
નીલઃ “ના,ના હવે નથી જોઇતી.”
ભકિતીઃ “તો તુ એને હેરાન કેમ નથી કરતો, કહી દે બધાને સાચુ શું છે”
નીલઃ “ના”
ભકિતીઃ “કેમ??”
નીલઃ “બસ, ના”
ભકિતીઃ “તુ ના એટલા માટે પાડે છે, કારણ કે તુ હજુ તેને ચાહે છે”
નીલઃ “નથી, કરતો ના તો કીધી, પણ મારે તેને હેરાન નથી કરવી……. તેને કીધુ હતુ કે પ્લીઝ મોમ-ડેડને ના કેહતો”
ભકિતીઃ “વાઉવ, નીલ યુ આર સ્ટીલ ઇન લવ…. તેની એક લાઇન બચાવવા માટે તુ બધાનુ સાંભળે છે”
નીલ કાંઇ બોલતો ના હતો, તે જસ્ટ બેઠો હતો..
ભકિતીઃ “અરે, નીલ કાંઇક તો બોલ..”
નીલઃ “અરે હવે તે મને મળે કે ના મળે, તેને ગમતો હવે અભિષેક પાછો આવી ગયો છે…”
ભકિતીઃ “ તો પછી તુ તેને કેમ બચાવે છે”
નીલઃ “તે મને ખબર નથી”
ભકિતીઃ “અરે ગાંડા, બીકોઝ યુ સ્ટીલ લવ હર”
નીલઃ “હા, પણ હવે તેનાથી કાંઇ ફરક નથી પડતો…તે તો હવે અભિષેક સાથે જ મેરેજ કરશે ને”
ભકિતીઃ “તારો પોબ્લેમ જ આ…. તે કોની સાથે મેરેજ કરશે તે તેને નક્કી કરવા દે.. તુ માત્ર તેને રીયલાઇઝ તો કરાવ કે તે આ બધુ તેના માટે કર્યુ છે.”
નીલઃ “પણ તેનો કાંઇ ફાયદો નથી”
ભકિતીઃ “તેનુ કાંઇ નુકશાન પણ નથી ને…”
નીલઃ “અરે જવા દે ને, ભકિતી મારે તને કાંઇ હવે નથી કેહવુ..”
ભકિતીઃ “લાઇફ ભલે નીલ બહુ લાંબી હોય પણ ચાન્સ તો બહુ ઓછા જ મળે છે..જો તુ એક સેકેન્ડ તારો કમ્ફર્ટ ઝોન મુકીને હિમ્મત બતાવ, તો લાઇફ આપણે ને જેમ જોઇતી હોય તેમ થાય….્બાકી લાઇફ તો ચાલવાની જ છે.. તુ નહી લે તો લોકો તારા ડીસીઝન લેવા માટે બેઠા જ છે…. જો આપણે ઝીદ નહી કરીએ તો આપણને ધારેલી લાઇફ કોઇ દિવસ નથી મળવાની… નીલ સંબધ પ્યારથી નથી ચાલતા, તે હમેશા જીદથી જ ચાલે છે… તુ તારુ ડિસીઝન લે નહીતર તેને ખબર જ છે કે કોઇના ડીસીઝન વાળી લાઇફ કેવી હોય…”
ભકિતીના મોબાઇલમાં કોઇ નોટીફીકેશન આવી ને તેના ફોનના વોલપેપર પર રાખેલો વિશાલનો ફોટો દેખાયો..
ભકિતીઃ “મારા લાઇફ ની કાંઇ ફરીયાદ નથી કરતી પણ, વિશાલ જેટલા મમ્મી-પપ્પાને ગમેલો તેટલો મને નહી ગમેલો..પણ સારો છોકરો છે…સારો છોકરો છે..તેવુ કહી ને….. બાકીનુ તો તુ બધુ જાણે જ છે ….અત્યારનુ ને પેહલાનુ ……..તો મારી વાત બસ તે જ છે કે ,ચાલ માની લે કે આશકા તો તારી સાથે મેરેજ તો નહી કરે પણ તુ તારી વાત તો કર…. તેને પાંચેક વર્ષ પછી યાદ આવે તો એમ યાદ ના આવવો જોઇએ કે કોઇ સાથે સગાઇ થઇ હતી…પણ તેમ યાદ આવવો જોઇએ કે જેને સગાઇ તોડી તે મારી સાથે લવ તો કરતો જ”
નીલ કાંઇ બોલતો ન હતો તે માત્ર ભકિતીની વાતો સાંભળતો જ હતો.
ભકિતીઃ “બોલ તો હવે તુ શુ કરીશ”
નીલઃ “શુ કરુ હું”
ત્યાં પડેલો નીલનો ફોન વાઇબ્રેટ થયો તેમાં લખ્યુ હતુ કે ‘આશુ કોલીગ’
---------------------*****-------------------------****----------------------*****---------
અભિષેકએ આશ્કાને ડ્રોપ કરીને જતો રહયો હતો.આશ્કા ધરે કોઇ સાથે કંઇ વાત કર્યા વગર તે ઉપર પોતાના રુમમાં જતી રહી.
તેના મમ્મી-પપ્પાએ પુછવાની બહુ ટ્ર્રાઇ કરી પણ તેણે કાંઇ જવાબ ના આપ્યા.
ત્યાં અભિષેકનો ફોન આવ્યો.. “તને કોઇ હેરાન નથી કરતુ ને” તે આવા ફોન કરતો થોડી-થોડી સમયે….
આશ્કાના ધરનુ વાતાવરણ બહુ ખરાબ હતુ. તેના મમ્મી જોર – જોરથી બોલતા હતા કે કેવો સારો છોકરો હતો… શુ થયુ આ બધુ…તેણે ધણીવાર રડી પણ લીધુ હતુ..ને તેને શાંત કરવા યામી પણ રડી હતી..
આશ્કા અભિષેક સાથે ફોનમાં વાત કરતી હતી..
આશ્કાઃ “અત્યારે ધરમાં પરીસ્થિતી બહુ ખરાબ છે પણ થોડા દિવસોમા બધુ નોર્મલ થઇ જશે..”
ત્યાં તેના રુમનો દરવાજો જોરથી ખુલ્યો ને યામી અંદર આવી..
યામીઃ “શું છે દી તારે..”
આશ્કાઃ “મારે શું છે..??”
યામીઃ “મને ખબર છે કે આ બધુ શુ કામ થાય છે …પેલા તારા ‘એકક્ષ’ નો ફોન પેલા મારા પર જ આવેલો ને…………….
આશ્કાઃ “હા, તો સામેવાળા એ સગાઇ તોડી છે… મે નહી…”
યામીઃ “ઓ..જીજુને ખબર પડી ગઇ હશે એટલે તોડી નાખી હશે..પણ આપણા મોમ-્ડેડ ને તો તુ સાચુ કહી દે…તે લોકો તો સામેવાળાને જ ખરાબ માને છે પણ એક્ચીયુલમાં તો કાંઇક અલગ જ છે..તુ આપણા મોમ-્ડેડ્ને સાચુ કહી દે હવે તો…”
આશ્કાઃ “અરે …..હવે કહુ તો પરીસ્થિતી વધારે બગડ્શે..”
યામી કંટાળેલા અવાજ બોલીને જોરથી તેના બેડ પર બેઠીઃ “અરે દી…એક તો ખબર નહી કે તેને કેમ કાંઇ ફીલ નહિ થતુ..પણ મને જીજુ માટે બહુ ખરાબ ફીલ થાઇ છે.”
આશ્કાઃ “એ તો તે તારા જીજુ નથી અને બધુ થોડા દિવસોમાં બધુ નોર્મલ થઇ જશે..”
યામીઃ “તારે કાંઇ વાત થઇ..”
આશ્કાઃ “કોની સાથે નીલ સાથે…ના કેમ..”
યામીઃ “યાર તેને તે સોરી કીધુ કે તે પણ નથી કીધુ…”
આશ્કા વિચારતી હતી, ત્યાં તેને ઓચીતુ યાદ આવ્યુ કે અભિષેકનો ફોન ચાલુ હતો અને તે બધુ આ સાંભળતો હતો..”
યામીઃ “તારે તેને સોરી તો કેહવુ જ જોઇએ..”
આશ્કા કાંઇ બોલતી ના હ્તી..
યામીઃ “તે ક્યારનો તારા માટે ગાળો ખાય છે.. મને તો એમ કે તે તેની સાથે વાત કરી ને સમજાવી હશે કે પ્લીઝ કોઇને કાંઇ કેહતો નહી તેવુ……મને એમ કે તુ મારા કરતા ભી મોટા પોબ્લેમમાં છો… ને થોડી સિરીયઝ છો..પણ …તારે જેની સાથે મેરેજ કરવા હોય તેની સાથે કર પણ પેલા ને સોરી તો કે…..
આશ્કાએ પોતાનો હાથમાં રહેલો ફોન કાન પર રાખયો..
આશ્કાઃ “હલ્લો…”
અભિષેકઃ “કોન્ફરશમાં લે..”
યામી જોતી હતી ને આશ્કાએ નીલને ફોન લગાડયો…
---------------***---------------------*********--------------------------****-----------
નીલઃ હલ્લો..
આશ્કાઃ “આશ્કા બોલુ..”
પાછળથી ધીમે થી ભકિતી બોલી કે સ્પીકર પર કર..
નીલઃ “હમ્મ્મ”
આશ્કાઃ “મારે તને સોરી કેહવુ છે”
નીલઃ “તો ક્યાં લેવા આવુ તારુ સોરી હું”
આશ્કાને એમ કે ફોન માં જ પતી જશે પણ નીલએ સામેથી કીધુ કે ક્યાં લેવા આવુ તો આશ્કાને કાંઇક બહાર મળ્વુ જ પડ્શે.
આશ્કાઃ “પેલા કોફી શોપ પર.તમારા ઓફીસની પાસે છે ને તેમાં”
નીલઃ “ઓકે”
આશ્કાઃ “આજે સાંજે ૬ વાગ્યે..અને પ્લીઝ આપણા બને વચ્ચે જ વાત રાખજે , ફેમેલીને ખબર પડ્શે તો બહુ મોટૉ ઝગડૉ થશે…”
-----------------****-------------------------****-------------------****--------------
નીલ ૬ વાગ્યે કોફીશોપમાં બેઠો હતો, આશ્કા ૬;૧૦ એ આવી. નીલએ આશ્કાને જોઇ. તેણે સાદા કપડા પેહર્યા હતા.પણ તે દરવખતની જેમ બહુ મસ્ત જ લાગતી હતી. નીલને એકવાર થયુ કે ‘કાશ તેની લાઇફમાંથી છેલ્લા ત્રણ-ચાર દિવસ ડીલીટ કરી દે’….નીલને આંખ હટાવતી ન હતી પણ આશ્કાની પાછળ આવતા અભિષેક પર નજર પડી.
અભિષેક્ને આશ્કા સાથે આવવુ જ હતુ..તારી સાથે હું આવુ તો શું પોબ્લેમ છે, તેવી અભિષેક્ની દલીલ સામે આશ્કા કાંઇ બોલી ના હતિ.
નીલને જરાય ગમતુ ના હતુ પણ નીલ સાથે ધણા સમયથી તેને ગમે તેવુ ક્યાં થતુ હતુ.
આશ્કા નીલની સામે આવીને બેસી ગઇ.તેનુ પર્સ તેના ટેબલ પર મુકયુ. તેની બાજુમાં અભિષેક બેસી ગયો.
અભિષેકએ નીલ સામે જોયુ…પાતળો કાળો અને છેલ્લા બે-ત્રણના ઉજાગરા થી તે સાચેજ બહુ ખરાબ લાગતો હતો.નીલએ અભિષેક સામે જોવુ પણ ના હતુ..તેણે આશ્કા સામે જોયુ ને બોલ્યોઃ “કાંઇ ઓર્ડર આપવો હોય તો આપી દો..મે મારો ઓર્ડર આપી દિધો છે.”
થોડીવાર બધા શાંત થઇ ગયા.
આશ્કાઃ “આ અભિષેક છે, મે તમને કિધુ હતુ ને..”
નીલઃ “હાય,…”
અભિષેકએ માત્ર ડોકુ હલાવ્યુને કીધુ હાય..
પાછા બધા શાંત થઇ ગયા.
અભિષેક ધીમેથી આશ્કાના કાન માં બોલ્યો
અભિષેકઃ “તુ આને શુ કામ ‘તમે’-‘તમે’ કહે છે, તે તો ‘તુ’ ને પણ લાયક નથી.
આશ્કાઃ “થોડીવાર શાંતી રાખને .”
થોડીવાર પાછા કોઇ કાંઇ ના બોલ્યુ..
આશ્કાઃ “અમારે થોડુ અહિ આવવામાં લેટ થઇ ગયુ..” પછીતે એકાદ સેકેન્ડ રોકાઈને બોલી ; “અને સોરી હો આ બધા માટે… મારો ઇન્ટેન્શન ખરાબ ના હતો પણ તમે હેરાન થઇ ગયા..”
નીલ થોડા કટાક્ષમાં હસ્યો ને બોલ્યોઃ “થોડો વધારે જ થઇ ગયો..”
આશ્કાને એપોલોજી માટે સોરીથી મોટો શબ્દ મળતો ના હતો માટે તે શાંત હતી. ત્યાં અભિષેકએ પાછુ ધીરેથી આશ્કાના કાનમાં બોલ્યો… “અરે તેના શુઝ પણ ડુબલીકેટ છે….”
આશ્કાઃ “પ્લીઝ તુ થોડીવાર શાંત થા ને..”
નીલ આ લોકોને અંદર-અંદર વાત કરતા જોઇ થોડો વધારે ગુસ્સે થયો ને બોલ્યોઃ “તમે લોકો તમારી પર્સનલ વાતો કરો હું નીકળુ તો..”
અભિષેકઃ “હા, સારુ તુ તારે નીકળ”
નીલ ઉભા થતા થતા આશ્કા સામે જોયુ, અભિષેક બોલતો હતો છતા પણ તેના તરફ ધ્યાન પણ ના આપ્યુ..
આશ્કા કાંઇ બોલવા માગતી પણ તે બોલી નહી..
અભિષેકઃ “એયયય..તુ તારી કોફીનુ બીલ તો આપજો કે પછી અમારે પૈસે કોફી પીવા જ આવેલો..”
નીલઃ “હું તેને બોલાવતો નથી તો પ્લીઝ તુ પણ મને કાંઇ ના કે..”
અભિષેકઃ “તુ મને બોલાવી પણ ના શકે..”
નીલને ઝગડો કરવામાં જરાઇ રશ ના હતો. પણ અભિષેક તેને હેરાન જ કરતો હતો માટે તેણે ત્યાંથી ચાલયા જવુ જ વધારે સારુ સમજાયુ..અને નીલ ત્યાંથી ચાલવા લાગ્યો…
અભિષેક પાછળથી બોલયો “ ખબર નહી શું વિચારતો હશે જ્યારે આશ્કાએ તને હા પાડી..તુ તો આશ્કાને ડીઝવ પણ નથી કરતો..આશ્કા અભિષેકને ના બોલવાની ટ્રાઇ કરતી હતી પણ તે સતત બોઅલ્તો જ હતો..નીલ ઉભો રહી ગયો ને પાછળ જોઇ ફર્યો..
નીલઃ “કોણ – કોને ડીઝવ કરે છે તે તુ નક્કી ના કર…તે આશ્કાને જે પરીસ્થિતી માં નાખી હતી તેના કરતા તો સારીમાં જ હું રાખીશ….
આશ્કા નીલ સામે જ જોતી હતી ને નીલને પણ આશકા સામે જોવુ હતુ પણ ન જોયુ..
અભિષેકઃ “ઓહ્હ્હ..હલ્લો મીસ્ટર ફકીર…તારી એક સગાઇ તો તુટી ગઇ છે ને તેને જોઇ લાગતુ પણ નથી કે તારી બીજીવાર થશે પણ નહી..અને હવા તો જો કરે…અને હું શુ આશ્કાને સારી રીતે ના રાખી ના શકુ…અમે છેલ્લા કેટલાય વર્ષોથી રીલેશનમાં છીએ…અને તે આશ્કા માટે શ કર્યુ છે…?તુ બેસ, બેસ તને સમજાવુ..આશ્કાના દરેક બર્થડે પર સોથી પેહલી વિશ મારી જ હોઇ છે..તુ શુ આશ્કાને સારી રીતે શકીશ….તારી પાસે કેટ્લા મની છે..?? તુ આશ્કાને શુ ખુશી આપવાનો ..પેહલી તારીખે સેલેરી લાવીશ ને દસમીએ તો પતી પણ જશે ..પછી..?? મારે પાસે પ્લાન છે..૫ વર્ષ પછીનો, ૧૦ વર્ષ પછીનો..હુ મારુ એમ્પાયર ઉભુ કરીશ.. તુ શુ કરીશ…..તારાથી વધારે આશ્કાને હુ દરેક સારી રીતે રાખી શકીશ…ને તુ મને કહે છે કે હુ ડીઝવ નથી કરતો……
તને આશ્કા વિશે શું ખબર છે???
તેનુ ફેવરીટ મુવી કયુ છે તેને ખબર છે..?? કેપટન અમેરીકા…તેને કઇ જગ્યાએ ફરવા જવુ છે તે પણ તેને ખબર છે…’એલ.એ’ …હું જ આશકાને સારી રીતે રાખી શકુ..
અભિષેક બોલતો અટકી ગયો ને પછી શાંત થઇને બેસી ગયો..તેને તેના પોકેટ માંથી સીગરેટ નીકાળી… નીલએ તેની સામે જોયુને પછી આશ્કા સામે જોઇ કટાક્ષમાં હસ્યો..
પછી તે શાંત અવાજે બોલ્યો…” મારે તને જરાઇ સાબીત નોહતુ કરવુ..પણ તે જ સાબીત કરી આપ્યુ..તે જે તારુ લાંબુ લીસ્ટ આપ્યુ તેમાં આશ્કાની તો ક્યાંય વાત જ નથીને ..તારા પ્લાનીગની વાત છે,તારી ગાડીની વાત છે..તુ કેટલુ કમાશે તેની વાત છે.. આમાં આશ્કાની ક્યાય વાત જ નથી..આ બધુ તુ તારા માટે કરશ .. આશ્કા માટે નહી..
આશ્કા નીલને બસ સતત જોતી જ હતી…
નીલએ પોતાનુ ચાલુ રાખ્યુ.. “કે પેહલા આશ્કાને સરખી ઓળખ….પછી તેને લવ કરવાની વાતો કર…૪-૫ વર્ષથી રીલેશનમાં છે તો એવુ જરુરી નથી કે લાંબી રીલેશન હોય તો સારી જ હોય… હા, ભલે હું પેહલી તારીખે સેલેરી લાવીશ અને ૧૦મી તારીખે પુરી થઇ જશે…પણ તેને લવ તો કરતો જ રહીશ…્લવ કરવા માટે તારીખો ના હોય…્મારે કાંઇ તારા જેવુ એમ્પાયર ઉભુ નથી કરવુ મારે તો બસ આશ્કા સાથે વુધ્ધ થવુ છે…૫ વર્ષ પછી કે ૧૦ વર્ષ પછી મારી પાસે શુ હશે તે મને ખબર નથી પણ મારે શુ જોઇ છે તે હું તને કહુ…આશ્કા જેવા જ લાગ્તા ૧-૨ બાળકો, જેનુ નાક, કાન ને ચેહરો આશ્કા જેવો જ હોય, તેનો અવાજ પણ આશ્કા જેવો જ હોય….બસ મારુ તો પાછળ નામ જ જોઇ છે…
નીલએ આશ્કા સામે જોયુ ને આશ્કાના ફેસ એક્સપ્રેશન જોઇ નીલ થોડો શાંત થઇ ગયો..આશ્કા સતત તેને જોતી હતી..તેને હવે આ ઝગડો બંધ નોહતો કરવો..તેને હવે નીલને બોલવા દેવો હતો …આશકા ને કોઇ પોતાનુ બોલતુ હોઇ તેવુ પેહલીવાર ફીલ થયુ હતુ..
નીલ આશ્કાને જોઇ પોતે શુ બોલતો હતો તે ભુલી ગયો…. તેને આશ્કા સાચેજ આજે બહુ સારી લાગવા લાગી હતી..
અચાનક તેને યાદ આવ્યુ કે તે કાંઇક બોલતો હતો….. તેને આશ્કા સામેથી નજર નોહતી હટાવી પણ તેને આજે જે આશ્કા વિશે જે ફીલ કરતો હતો તે બધુ કહી દેવુ હતુ..
નીલઃ “અરે હા…
નીલના અવાજ પરથી જરાઇ એવુ સાબીત નોહતુ થતુ કે તેણે સાબીત કરવુ હતુ કે તે આશ્કાને કેટલો ડીઝવ કરે છે..તે તો બસ પોતાની વાત જ કેહતો હતો..
નીલઃ “અરે હા….આશ્કાનુ ફેવરીટ મુવી ‘ફીલપડ’ છે ને તેને ‘એલ.એ’ નહી પણ પેરીશ ફરવા જવુ છે….તે બધા તો તારા સપના હતા… આશુ ના નહી…
નીલના અવાજમાં એક પ્રકારનો હક હતો.. અભિષેક એ આશ્કા સામે જોયુ ને તેને સમજાય ગયુ હતુ કે આ કોન્ફીડસ નીલને ક્યાથી આવ્યો હતો…
નીલએ આશ્કા સામે જોયુને આશ્કાએ નીલ સામે. નીલને હવે આંખ હટાવવી ન હતી, ક્યારે પણ નહી.
અભિષેકએ બનેને એકબીજાની સામેની જોતા જોયા.આશ્કાએ પોતાનો હાથ ટેબલ પર પડેલા નીલના હાથ પર મુક્યો.તેને યાદ ના હતુ કે બાજુમાં અભિષેક પણ છે અથવા તેને યાદ કરવુ પણ ના હતુ…
અભિષેક ગુસ્સામાં ઉભો થઇને ચાલવા લાગ્યો…
નીલનુ ધ્યાન અભિષેક પર ગયુ,તેને પાછળથી ચાલતો જોઇ ‘મફતની કોફી’ વાળો ડાયલોગ મારવાનુ મન થયુ પણ તેણે આશ્કા સામે જોયુને અભિષેક પર ધ્યાન ના આપ્યુ.
આશ્કા થોડુ હસીને ,નીલ પાછો પેહલાની જેમ ઓગળી ગયો……….
----------------------*****--------------------*****----------------------****------------
[મંડપ]
આશ્કાએ મંડપમાં લાલ શેરવાની પેહરી હસતા ચેહરાવાળો નીલને જોયો.આશ્કાએ નીલ સામે જોયુને સ્માઇલ કર્ય…નીલનુ સ્માઇલ તો ધણા સમયથી ચાલતુ જ હતુ….તેના લવની જેમ…..
“અસ્તુ”