Arrange Love story (EP:01) books and stories free download online pdf in Gujarati

Arrange Love story (EP:01)

Arrange

Love story

EP: 01

(Arrange meeting)

એક લગ્નનો મંડપ બંધાયેલો હતો.વરરાજાની ખુરશી પર નવી નક્કોર શેરવાની પેહરીને નીલ બેઠો હતો..નીલ દેખાવમાં થોડૉ વધારે પાતળો હતો ને થોડો ક્રુષ્ણ જેવો કલર હતો.ડોક્ટરએ પણ કહી દિધુ હતુ કે આ નંબર નહી ઉતરે માટે આંખ પર જાડા કાચના ચશ્મા પેહરી ને મોં પર મોટી સ્માઈલ આપી ને બેઠૉ હતો.

ત્યાં ગોરમહારાજ બોલ્યા “કન્યા પધરાવો સાવધાન”!!!બધાએ કન્યા ને જોવા માટે આંખો પોહળી કરી લીધી.ત્યાં ક્ન્યા આવી.કન્યાની આજુ-બાજુમાં જરુર કરતા વધારે મેક-અપ કરીને થોડી છોકરીઓ ચાલતી હતી.કન્યા વિશે શુ કેહવુ..તે હમેશાની જેમ માલ જ લાગતી હતી.તેણે પેહરેલી ચોલીમાં તેના દેખાતા પેટ નો નાનકડો ભાગ તેના ચેહરા કરતા પણ વ્હાઇટ હતો.આવી છોકરીને નીલ masturbation માં પણ વિચારતો નહી હોય. તો પછી નીલ અને આશ્કા મળ્યા કેવી રીતે?તે જાણવા ચાલો એક વર્ષ પેહલા……

*********************************************************************************************************

નીલ ટોઇલેટમાં બેઠૉ-બેઠો સીગરેટ પીતો હતો અને ત્યાં બહારથી તેની મમ્મીએ (કવિતાબેન) જોરથી અવાજ કર્યો. “હવે નીલ કેટલી વાર હોય? ભકિત ને વિશાલ પણ આવતા જ હશે”. ભકિત ને વિશાલ નીલની બહેન અને જીજાજી છે. ત્યાં પાછો અવાજ આવ્યો “તારા પપ્પા તૈયાર થઈ ને બેસી ગયા છે.તારે તો બધી જ વાતમાં લપ હોય છે.ક્યુ કામ તે ટાઇમસર કર્યુ છે.છોકરીવાળા ને પાંચ વાગ્યા નો ટાઇમ આપ્યો હતો ને પાંચ તો અહિંયા જ થવા આવ્યા”.નીલએ કંટાળી ને અડધી સીગરેટ ફ્લશ કરી ને બહાર નીકળી ગયો.

નીલઃ”મમ્મી થોડી શાંતી રાખ ને”

કવિતાબેન નીલને જોઇ પાછા ત્રાસદાયક અવાજમાં બોલ્યા “અરેરેરે!!! આ છોકરો હજી તૈયાર નથી થયો?શુ કરવાનુ આનુ… સાંભળો છો હવે તેમ જ કાંઇ આને સમજાવો.

નીલને તેના મમ્મી ને પપ્પાની વાતો સાંભળવામાં રસ નોહતો તે તૈયાર થવા માટે પોતાના રુમ તરફ જતો રહ્યો.ત્યાં વિશાલને ભકતી ગાડી લઇ ને નીલના ધરે પોહચી ગયા.

[ત્યાં બીજુ બાજુ આશ્કાના ધરે]

આશ્કાએ ઉજાગરાની કે રોઇને લાલ આંખો કરી હતી.એ તેના સફેદ ચેહરા પર જરાઇ સારી લાગતી નોહતી.આશ્કાની બાજુમાં તેની નાની બહેન યામી બેઠી હતી ને તે પોતાના ફોનમાં કાંઇક કરતી હતી.તેની બાજુની રુમમાં આશ્કાના પેરેન્શ (વંદનાબેન ને કિશોરભાઇ)વાત કરતા હતા.

વંદનાબેનઃ “ હમાણા તો આ છોકરી લગ્ન કરવાની ના પાડ્તી હતી કે હ્જી વાર છે,મારે હમાણા નથી કરવા અને અચાનક તમે પુછ્યુ ને તેણે છોકરો જોવાની હા કેમ પાડી દિધી?”

કિશોરભાઇ “આજ-કાલના છોકરાવ નુ આવુ જ હોય.આજે ના પાડે ને કાલે હા પાડે.આશ્કાને છોકરૉ ગમશે તો જ આપણે વાત આગળ ચલાવીશુ”

વંદનાબેનઃ “પણ તમને તો આશ્કાના સ્વભાવની ખબર જ છે ને” તેની વાત કાપતા જ કિશોરભાઈ બોલ્યા “તુ ખોટી ચીન્તા ના કર. હમણા જ છોકરાવાળા આવતા જ હશે.તને એવુ કાંઇ લાગતુ હોય તો આશ્કા સાથે વાત કરી લે.

વંદનાબેન આશ્કાના રુમમાં ગયાને આશ્કાની બાજુમાં બેશી ને બોલ્યા “ બેટા, છોકરો ગમે તો જ હા પાડ્જે. ચીન્તા ના કરતી કાંઇ.છોકરો આમ તો સારી કંપનીમાં જ નોકરી કરે છે અને તેની સેલેરી તારા પપ્પા જેટ્લી જ છે તે પણ આવડી નાની ઉમરે.તેને એક બેહન છે પણ તેના પણ લગ્ન થઇ ગયા છે.”

આશ્કા ચીડાતા અવાજે બોલી “પેહલા કહો છો ગમે તો જ હા પાડ્જે ને પછી પાછા ફાયદા પણ ગણાવો છો.”

વંદનાબેન “બેટા, અમે તો તારા સારા માટે….

વાત કાપીને આશ્કાઃ “ હા, હા, બધા લોકોને મારુ સારુ જ કરવુ છે.મને તો એ જ તકલીફ છે.

ત્યાં મોબાઈલ માંથી માથુ ઉચુ કરીને યામી બોલી “ Di,what’s wrong with u?”

આશ્કાઃ “ What’s wrong with me? તુ હવે રેહવા દે. તેને આ મોબાઇલ સીવાય બીજુ કાંઇ દેખાઇ છે? આખો દિવસ મોબાઇલ-મોબાઇલ-મોબાઇલ

યામી “મોમને મારી શુ કમ્પલેઇન કરે છે?તારી વાત કહુ,આખી રાત ફોનમાં શુ કરે છે?

વંદનાબેન “બને હવે લડવાનુ બંધ કરો ને તુ આશ્કા બેટા તૈયાર થા.

[નીલ ના ધરે]

નીલના ધરેથી બધા વિશાલની કારમાં બેસી ને આશ્કાના ધર બાજુ જવા નીક્ળ્યા.નીલ ને ક્યા બેસવુ જોઇ તેવી દલીલો થઇ પણ દરવખત ની જેમ તેની મમ્મી કવિતાબેનએ કીધુ તેમ જ થયુ અને નીલ આગળ બેઠો ને વિશાલ કાર ચલાવતો હતો.

ત્યાં ભક્તી એ નીલને કીધુ “કેવી છોકરી લાગી”

વિશાલએ મઝાક કરતા કીધુ “ફોટા પરથી ખબર પડે.. શુ કે નીલ??”

કવિતાબેન “અરે ના, ના બહુ મસ્ત છે.નમણી પણ છે ને ભકિતી જેવી રુપાડી પણ છે.પાછી બે જ બેહનો!! નીલ તો હા પાડી જ દેવાનો છે.

નીલ (ધીમા અવાજે) “પેહલા જોવા તો દો”

કવિતાબેન “હે….? એમાં જોવાની શુ? હા,જ હોય .ઉમર જતા વાર નથી લાગતી”

નીલ “ મને મારી લાઇફ ના ડિસીઝન તો લેવા દો”

કવિતાબેન “એમાં શુ તારી લાઇફ અને મારી લાઇફ. મા-બાપ છોકરા માટે સારુ જ વિચારતા હોય. જો અમે કવિતાનુ કેવુ ગોઠ્વ્યુ.

ભકતી કોઇને ખબર ના પડે તેમ નીચુ જોઇ ગઇ ને વિશાલે રીઅર મીરર માંથી ભકતી ને જોઇ.

પછી કાંઇ ખાસ વાત ના થઇ.અડધો કલાક્માં બધા આશ્કાના ધરના સોફા પર બેઠા હતા અને કવિતાબેન બધાનો પરીચય આપતા હતા. આ અમારા જમાઇ વિશાલકુમાર આ અમારી દિકરી ભકતી.ગામમાં જ સાસરે છે અને આ અમારો નીલ.નીલ જેમ ઇન્ટરવ્યુમાં એચ.આરવાળા ને સ્માઇલ આપતો હતો તેવી જ સ્માઇલ આપતો હતો.નીલ એન્ડ ફેમેલીને છોકરી જોવાની ઉતાવળ હતી પણ આશ્કાના મમ્મી વંદનાબેન તમે બધા શુ લેશો તે પુછતા હતા.ચા કે કોફી?

ત્યાં કવિતાબેન કોઇ બોલે તેની પેહલા “ અમે તો ધરે પણ ચા પીતા નથી કોફી ચાલ્શે પણ અમારા નીલ માટે ઠુંડુ લાવજો. તેને શુ કાંઇ જ વ્ય્શન નથી.તે હોસ્ટેલમાં ભણ્યો છે પણ સંસ્કાર તો ધરના જ હો.ત્યાં નીલને ઉધરસ આવી ને તેણે ફરી થી ચેક કરી લીધુ કે તેના હાથમાંથી સીગરેટની વાસ તો નથી આવતી ને. ત્યાં કિશોરભાઈ એ આશ્કાને બોલાવી.

આશ્કા મરુન કલરનો ધેરવાળો ડ્રેશ પેહરીને હાથમાં ડીશ લઇને ફુલ ટુ ટ્રેડીશનલ એન્ટી મારી.નીલ ને કોઇએ સ્ટ્રેચયુ કીધુ હોયે તેવી રીતે ત્યાં જ ચોટી ગયો.અને આશ્કા બધાની સાથે ત્યાં બેઠી.થોડી વાર રુટીન વાતો ચાલી ત્યાં યામી આશ્કાનો ફોન તેના હાથમાં આપતા બોલી “ક્યારનો ફોન વાગે છે” કિશોરભાઇએ યામી સામે ડોળા કાઢવા નો પ્રયત્ન કર્યો પણ યામી ને તેની સામે જોવામાં રસ પણ નોહતો ને તે પાછી પોતાના રુમ બાજુ જતી રહી.વંદનાબેન એ આશ્કા ને કીધુ કે આપણુ ધર બતાવ નીલને.આશ્કા મોબાઇલમાં ધ્યાન આપતા આપતા બોલી “તમારે ધર જોવુ છે…?આવો અચાનક પ્રશ્ન તેની સામે આવ્શે તેવી તેણે વિચર્યુ નોહતુ. ત્યાં આશ્કાના મમ્મી વંદનાબેન બોલ્યા “હા,બેટા હા બતાવ” .આ બનેને વાતો કરવા માટે મોકલ્યા.

નીલ ને આશ્કા બને આશ્કાના રુમમાં બેઠા હતા.વાતાવરણ માં શાંતી હતી,માત્ર થોડી થોડી વારે સાયન્લમાં રહેલો આશ્કાના ફોનનો અવાજ આવતો હતો.નીલએ ખોખારો ખાઇને વાત કરવાની શરુઆત કરી. “તમે આની પેહલા કોઇ છોકરો જોયો છે”? આશ્કા એ માત્ર નકારમાં ડોકુ હલાવ્યુ.નીલ એ થોડીવાર પછી પાછી વાત કરવા બોલ્યો “તમને તો મારા વિશે ખબર જ હશે ને.. બિજુ કાંઇ તમારે પુછવુ હોય તો?”ત્યાં આશ્કાનો પાછો ફોન વાઇબ્રેટ થયો ને આશ્કા બોલી “એક મીનીટ, હુ વાત કરી લઉ” નીલ કાંઇ જવાબ આપે તેની પેહલા આશ્કા ઉભી થઇને બાથરુમમાં જતી રહી.

નીલ થોડીવાર આમતેમ રુમ જોતો હતો.ત્યાં બાથરુમનો દરવાજો ખુલ્યો.થોડો જોરથી ખુલ્યો હોય તેવુ નીલને લાગ્યુ.આશ્કા ગુસ્સામાં હતી ને તેની આંખ લાલ હતી અને આ વખતે આંખ રોઇને જ થઇ હતી.આશ્કા થોડી ઉતાવળમાં બોલી “તમારે કાંઇ પુછવુ છે?” નીલએ કીધુ “ના મારે કાંઇ નથી પુછવુ.મને તો તમે ગમો જ છો.મારી તો હા જ છે.”

આશ્કાના ગાલ પર તેની આંખમાંથી એક આંસુનુ ટીપુ પડ્યુ ને તે થોડી જીદમાં બોલી “મારી પણ હા છે.”

(To be count..)

EP:02 માં વાંચો

આશ્કાએ શુ કામ ઓચીંતી નીલ ને હા પાડી? આશ્કાનો સ્વભાવ નીલ ને તેના ફેમેલીને અનુકુળ આવ્શે? આવા બે જુદા-જુદા સ્વભાવવાળા વ્યકતીને પ્યાર કેવી રીતે થશે?તે જાણ્વા વાંચો Arrange lovestory (EP:02-arrange date)

બીજા રસપ્રદ વિકલ્પો