વિપશ્યના - ૩ Bansi Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિપશ્યના - ૩

વિપશ્યના ૩

વિપશ્યના ભાગ 2 અને શ્રી સત્યનારાયણજી ગોઈન્કા ના પ્રવચન આધારિત ભાગ ૩.

અજ્ઞાનતાથી વશ આપણે પ્રતિક્રિયા રત હોઈએ છીએ, તો પોતાની હાની કરીએ છીએ અને બીજાની પણ. જયારે સચ્ચાઈ, જેવી છે એવી, જોવાની પ્રજ્ઞા જાગૃત થાય છે તો અંધ પ્રતિક્રિયાનો સ્વભાવ દૂર થતો જાય છે. ત્યાર પછી આપણે સાચી ક્રિયા કરતા થઈએ છીએ - એવાં કામ કરીએ છીએ કે જેનો ઉદગમ સચ્ચાઈને જોનાર અને સમજનાર ચિત્તમાં થતો હોય છે. આવાં કામ સકારાત્મક અને સુર્જનાત્મક હોય છે, આત્મહિતકારી તથા પરહિતકારી.

દરેક સંત પુરુષની શિક્ષા રહી છે કે પોતાની જાતને જાણવી, ઓળખવી. પરંતુ કેવળ કલ્પના, વિચાર કે અનુમાનના સ્તર પર નહીં, ભાવિક થઈને કે ભક્તિભાવથી નહીં, જે સાંભળ્યું છે કે વાંચ્યું છે એના પ્રત્યે અંધમાન્યતાના કારણસર નહીં. આવું જ્ઞાન કાંઈ કામનું નથી હોતું. પોતાની સચ્ચાઈને તો અનુભવના સ્તર પર જાણવી જરૂરી છે. શરીર અને મન વચ્ચેના પરસ્પર સંબંધનો પ્રત્યક્ષ અનુભવ કરવો જરૂરી છે. આ અનુભવોના સહારે આપણે પોતાના દુઃખોથી મુક્તિ મેળવી શકીશું.

પોતાના વિષે આ ક્ષણનું જે પણ સત્ય છે, બિલકુલ જે છે બસ તે જ, જોવું, તેના સાચા સ્વભાવને જાણવું, સમજવું, એ જ વિપશ્યના છે. ભગવાન બુદ્ધના સમયની ભારતની જનભાષામાં જોવાને કહેતા હતા પસ્સના (પશ્યના / passana), ખુલ્લી આંખોથી જે સામાન્યત: જોઈએ છીએ તે. પરંતુ વિપસ્સના (વિપશ્યના) નો અર્થ થાય છે કે જે વસ્તુ જેવી છે એને એવી જ એના સાચા રૂપમાં જોવી, કેવળ ઉપર ઉપરથી જે પ્રતિત થાય છે તે નહીં. ભાસમાન સત્યથી પર સમગ્ર શરીર અને મનના વિષે પરમાર્થ સત્યને જાણવું એ આવશ્યક છે. જયારે આપણે આ સચ્ચાઈનો અનુભવ કરીએ છીએ ત્યારે આપણો અંધ પ્રતિક્રિયાનો સ્વભાવ બદલાય છે, વિકારોનું પ્રજનન બંધ થાય છે, અને આપોઆપ જુના વિકારોનું નિર્મૂલન થતું જાય છે. આપણે દુઃખોથી છુટકારો પામીએ છીએ અને સાચા સુખનો અનુભવ કરવા લાગીએ છીએ.

વિપશ્યના સાધના ની શિબિરમાં અપાતા પ્રશિક્ષણના ત્રણ સોપાન છે. એક, એવા શારીરિક અને વાચિક કર્મોથી વિરત રહો કે જેનાથી બીજાની સુખ-શાંતિનો ભંગ થતો હોય. વિકારોથી મુક્તિ મેળવવાનો અભ્યાસ આપણે કરી શકવાના નથી જો બીજી બાજુ આપણા શારીરિક અને વાચિક કર્મો દ્વારા વિકારોનું સંવર્ધન થઇ રહ્યું હોય. આ કારણસર શીલની આચાર સંહિતા આ અભ્યાસનું પહેલું મહત્વપૂર્ણ સોપાન છે. જીવ-હત્યા, ચોરી, કામસંબંધી મિથ્યાચાર, અસત્ય ભાષણ અને નશાના સેવનથી વિરત રહેવું - આ શીલોનું પાલન નિષ્ઠાપૂર્વક કરવાનો નિર્ધાર કરવાનો હોય છે. શીલ પાલનના કારણે મન કેટલીક હદ સુધી શાંત થાય છે અને આ પછી આગળનું કામ કરવાનું સંભવ બનતું હોય છે.

આગલું સોપાન છે, આ જંગલી મનને એક (શ્વાસના) આલંબન પર લગાવીને વશ કરવું. જેટલું બની શકે એટલું, લાંબામાં લાંબો સમય, મનને શ્વાસ પર ટકાવી રાખવાનો અભ્યાસ કરવાનો હોય છે. આ શ્વાસની કસરત નથી કે શ્વાસનું નિયંત્રણ નથી. પરંતુ નૈસર્ગિક શ્વાસને જોવાનો હોય છે, જેવો છે તેવો, જેવો જે રીતે અંદર આવી રહ્યોં છે, જેવો જે રીતે બહાર જઈ રહ્યોં છે. આ અભ્યાસથી મન ઘણું શાંત પડતું જાય છે અને તીવ્ર વિકારોથી અભિભૂત થતું હોતું નથી. સાથે સાથે મન એકાગ્ર થાય છે, તીક્ષ્ણ થાય છે, પ્રજ્ઞાના કામને લાયક થતું જાય છે.

શીલ અને મનને વશ કરવાના આ બે સોપાન એમના પોતાનામાં જરૂરી પણ છે અને લાભદાયી પણ. પરંતુ જો આપણે ત્રીજું પગલું નહી ઉઠાવીએ તો વિકારોનું દમન માત્ર થઈને રહી જશે. આ ત્રીજું પગલું, ત્રીજું સોપાન એ છે કે પોતાના વિષેની સચ્ચાઈને જાણીને વિકારોના નિર્મૂલન દ્વારા મનનું શુધ્ધિકરણ. આ વિપશ્યના છે - સંવેદનાના રૂપમાં પ્રકટ થતા સતત પરિવર્તનશીલ મન અને શરીરના પરસ્પર સંબંધને સુવ્યવસ્થિત વિધિથી અને સમતાથી જોતા પોતાના વિષેની સચ્ચાઈનો અનુભવ કરવો. આ ભગવાન બુદ્ધની શિક્ષાનું ચરમબિંદુ છે - આત્મનિરીક્ષણ દ્વારા આત્મશુધ્ધિ.

બધા આ વિદ્યાનો અભ્યાસ કરી શકે છે. બધા દુખીયારા છે. આ સાર્વજનીન રોગનો ઉપાય પણ સાર્વજનીન હોવો જોઈએ, નહી કે સાંપ્રદાયિક. જયારે કોઈ ક્રોધથી પીડિત થતું હોય છે તો એ બુદ્ધ ક્રોધ, હિંદુ ક્રોધ કે ઈસાઈ ક્રોધ નથી હોતો. ક્રોધ ક્રોધ છે. ક્રોધ ને કારણે જે વ્યાકુળતા આવે છે, એને ઈસાઈ, યહુદી કે મુસ્લિમ વ્યાકુળતા નહી કહી શકાય. રોગ સાર્વજનીન છે. ઉપાય પણ સાર્વજનીન હોવો જોઈએ.

વિપશ્યના આવો સાર્વજનીન ઉપાય છે. બીજાની સુખ શાંતિ ભંગ ના કરવી એ શીલ પાલનનો કોઈ વિરોધ નહી કરે. મનને વશમાં કરવાના અભ્યાસનો કોઈ વિરોધ નહી કરે. પોતાના વિષેની સચ્ચાઈને જણાવતી પ્રજ્ઞાનો, જેનાથી મનના વિકાર દૂર થતા હોય છે, કોઈ વિરોધ નહી કરે. વિપશ્યના સાર્વજનીન વિદ્યા છે.

અંદરની સચ્ચાઈ, સત્ય જેવું છે એવું, આપણે પોતે પ્રત્યક્ષ અનુભવથી જાણવાનું છે. ધીરજપૂર્વક પ્રયત્ન કરતા કરતા આપણે વિકારોથી મુક્તિ મેળવવાની છે. સ્થુળ ભાસમાન સત્યથી શરુઆત કરીને સાધક શરીર અને મનના પરમસત્ય સુધી પહોંચે છે. ત્યાર પછી આનાથી પણ આગળ, સમય અને સ્થાનની પર, સંસ્કૃત સાપેક્ષ જગતની પર - વિકારોથી પૂર્ણ મુક્તિનું સત્ય, બધા દુઃખોથી પૂર્ણ મુક્તિનું સત્ય, આ પરમસત્યને ભલે કોઈ પણ નામે ઓળખીએ - બધાના માટે આ અંતિમ લક્ષ્ય છે. આમ આપને તમામ માહિતી વિપશ્યના વિષે મેળવી આપને બધા એ જીવનમાં જાણ્યું હશે કે જીવનમાં જયારે દુઃખ આવે ત્યારે અનુભવ પ્રાપ્ત થાય છે, અનુભવ દ્વારા સરળતા પ્રાપ્ત થાય છે. જીવનમાં એક અવસ્થા એવી આવે છે. કે જ્યાં દુઃખ પણ નથી થતું અને સુખ પણ નથી થતું. જીવમાં આવા અનેકો અનુભવ આપણને થયા હશે પણ અંતર થી મળેલું સુખ ખુબજ સુંદર હોય છે, તે કોઈ છીનવી નથી શકતું, જીવનમાં અનેકો વસ્તુ દુર થાય છે અને અનેઓ વસ્તુ પ્રાપ્ત થાય છે. તો વિપશ્યના તે બધી સમ્વેદના થી પરે થતા શીખવે છે. જીવનમાં ખુબજ સરળતા થી જીવન જીવતા શીખવે છે.

આ બધીજ માહિતી પ્રાપ્ત થયા બાદ મનમાં ઘણા પ્રશ્નો નો ઉદ્ભવ થયો હશે તે બધાજ પ્રશ્ન ના જવાબ મેળવા પણ ખુબજ જરૂરી હોય છે. તો તે બાધજ જવાબ વિપશ્યના ભાગ 4 માં મળશે તો મારી વિનંતી છે. કે એક વાર વિપશ્યના માં જાઓ અને જીવનને સ્વસ્થ સુંદર અને શાંતિમય બનાવાનો પ્રયાસ કરીએ, જીવનમાં એક પ્રયાસ કરવાથી ઘણું પ્રાપ્ત થાય છે અને અનુભવ પણ પ્રાપ્ત થાય છે. એક અનુભવ જીવનમાં ઘણું શીખવી જાય છે.

વિપશ્યના દ્વારા જીવનમાં અનેકો ફેરફાર જોવા મળે છે. કહે છે, કે જયારે પુણ્ય નો ઘડો ભરાય છે, ત્યારે વિપશ્યનામાં જવા મળે છે. તો વિપશ્યનામાં જીવન જીવતા શીખવું તે ખુબજ મહત્વનું છે. વર્તમાન સમય એવો છે, કે આ બધી વાત માં લોકો ધ્યાન નથી આપતા પરંતુ પૂરું જગન ફરીને અંત તો ત્યાજ છે, લોકો પોતાની માનસિક અવસ્થાથી ખુબજ પીડાય છે, અને તેમાં પણ હાલના યુવક યુવતીઓ પ્રેમ માં બ્રેકપ થાય છે. તો ખુબજ નિરાશામાં આવી જાય છે. અને પોતાના જીવનમાંથી રસ જાણે જતો રહે છે. પરંતુ તે અંત નથી તેથી પોતાના જીવનને ક્યાં રસ્તે વળવું તે આપના હાથમાં હોય છે.

વિપશ્યના ભાગ 4 માં પ્રશ્નો અને તેના જવાબ ની માહિતી મળશે.

Banny dave