ત્રાટક રહસ્ય
આપણે ત્રાટક રહસ્ય વિષે જો વાત કરીએ તો મનમાં ઘણા વિચારો ઉદ્ભવે છે, કે આ ત્રાટક સુ હશે તે કેમ થતું હશે તેનાથી સુ ફાયદા થતા હશે કઈ નુકશાન તો નઈ થતું હોય ને પણ નહિ ત્રાટક એક જાદુઈ વસ્તુ જેવું કામ કરે છે આતંરિક શકતી વિક્શાવવાનું કાર્ય કરે છે, જીવન માં એકાગ્રતા અને તેજ પૂરું પડે છે, આજના આ સમય માં ત્રાટક નું મહત્વ ઘણું જોવા મળે છે ત્રાટક આંતર દ્રષ્ટિ અને બાહ્ય દ્રષ્ટિને વિકસાવે છે. આપણે મનુષ્ય હમેશા આ સમાજ અને આજની આ ફાસ્ટ દુનિયામાં ખુબજ વ્યસ્ત હોયે છીએ પરંતુ આપણે કોય દિવસ આપણા માટે સમય નથી કાઢ્યો કર કોય દિવસ આ બધી વસ્તુઓ વિષે વિચાર્યું પણ નથી પરંતુ આજના જીવન માં પોતાનું મહત્વ ખાસ કરીને પોતાના આંતરિક પાવર ની ખુબજ જરૂર હોય છે, તે આપણને ખરાબ વસ્તુઓ થી દુર રાખે છે સાથે સાથે રક્ષા પણ કરે છે તો આવીજ એક ત્રાટક વિષે વાત કરીએ
બ્રિટિશ સરકાર દ્વારા ‘knight’ ના ખિતાબથી વિભૂષિત થયેલા અને હોંગકોંગમાં સ્થાયી થયેલા ડૉ. એલેક્ઝાન્ડર કેનન આત્મતત્ત્વના પ્રખર અભ્યાસુ હતા. તેમણે આંતરદ્રષ્ટિ તથા અદ્રશ્ય શક્તિના વિકાસ અર્થે ચીન અને તિબેટનો વારંવાર પ્રવાસ કર્યોહતો. એકવાર તિબેટના એક લામાના નિમંત્રણને માન આપી સપરિવાર ત્યાં જવા નીકળ્યા, પરંતુ રસ્તામાં એક અગાઢ ખાઈ આવતી હતી. તે પસાર કરવી અતિ દુર્ગમ હતી. તેવામાં તેમની નજર દૂર ઊભેલા એક લામા ઉપર પડી. લામાએ પરિવારના અન્ય સદસ્યોને પાસેના ગામમાં રોકાઈ જવાનું સૂચન કરી ડૉ. કેનનને પોતાની સાથે લીધા. ખાઈ સુધી પહોંચ્યા પછી કેનનને શરીર હલકું કરી દેવા યોગ સાધનાની કેટલીક પ્રક્રિયા અને પ્રાણાયમ વિધિ કરવા કહ્યું.
શરીર એકદમ હળવુંફૂલ જેવું બની જાય અને હવામાં અઘ્ધર રહીને જ ખાઈ પાર તરી જવાની શક્તિ પ્રાપ્ત કરવાની આ પ્રક્રિયા હતી. લામાના નિર્દેશ મુજબ ક્રિયા કર્યા પછી ડૉ. કેનને આંખો બંધ કરી. થોડીવાર ઘ્યાનસ્થ સ્થિતિ કેળવ્યા બાદ આંખો ખોલી ત્યારે તેઓ ખાઈની પેલે પાર હતા! પછી બંને જણ મઠ ઉપર પહોંચ્યા.
ડૉ. કેનને ‘Invisible Influence’માં આ રોચક ઘટના વર્ણવતાં આગળ લખ્યું છે કે તે પછી લામાએ ડૉક્ટરી પરીક્ષણ માટે કફનમાં લપેટેલું એક શબ તેમની સમક્ષ લાવી મૂક્યું. જેનું મૃત્યુ ઓછામાં ઓછા ૨૪ કલાક પહેલાં થયું હોવું જોઈએ તેવું તારણ કાઢવામાં આવ્યું. લામા કોઈ મંત્ર ગણગણીને તે મડદા ઉપર પોતાની દ્રષ્ટિ સ્થિર કરી ત્રાટક કરતા હોય તેમ લાગ્યું. તેઓ મડદાને ઉદ્દેશીને બોલ્યા, ‘ઊઠો ભાઈ! બહુ સમયથી સૂતેલા પડ્યા છો.’ અને તરત જ પેલા મૃતકે આંખો ખોલી. તેનામાં જીવનો સંચાર થતો હોય તેમ ચારે બાજુ નજર દોડાવી તે બેઠું થઈ ગયું.
જીવતા થયેલા મડદાએ કેનન પાસે જઈ અભિવાદન કર્યું. ત્યાં જ તેઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ ફાટી આંખે જોતા જ રહ્યા. આ તે જ વ્યક્તિ હતી જેમણે કેનનને થોડીવાર પહેલાં જ ખાઈ પાર કરવામાં મદદ કરી હતી!મઠાધીશ લામાએ બતાવ્યું કે આ વ્યક્તિનું મૃત્યુ થયે સાત વર્ષ થઈ ગયાં છે, અને આ રીતે સેંકડો વર્ષો સુધી મડદાને સંગ્રહી શકાય છે. તેની પાસેથી કામ પણ લઈ શકાય છે. વાર્તાલાપ દરમિયાન લામા કેનનના મનની વાત જાણી લેતા હતા. તેમનામાં ઉદ્ભવેલી શંકાઓનો જવાબ પણ આપી દેતા હતા.
આ બધો ત્રાટક વિદ્યાનો પ્રભાવ હતો. કેનન તે પછી મઠાધીશ લામા પાસેથી ત્રાટક વિદ્યાના પાઠ શીખ્યા. તે ઘ્યાન સાધનાનો જ એક ભાગ છે તેમ જણાવી નોંઘ્યું છે કે, ‘લામા સાધકો સૂર્યોદયના એક કલાક પહેલાં ત્રાટકનો અભ્યાસ શરૂ કરે છે અને સૂર્યોદય થવાના સમયે બંધ કરે છે. તેઓ શ્વેત પાષાણ, સ્ફટિક પાષાણ કે શાલિગ્રામને નેત્ર સમાન ઊંચાઈએ બે ફૂટના અંતરે રાખી એકીટસે તેને જોઈ રહે છે. જ્યાં સુધી આંખો થાકી ન જાય ત્યાં સુધી આ અભ્યાસ ચાલે છે. આ પ્રમાણે પથ્થર ઉપર દ્રષ્ટિ સ્થિર કરવાનો અભ્યાસ પતે એટલે ઘીનો દીવો પ્રગટાવીને જ્યોત ઉપર તથા તે પછી હડપચીને કંઠકૂપ સાથે જોઈને નાસિકાના અગ્રભાગે દ્રષ્ટિ સ્થિર કરવાનો પ્રયોગ કરે છે.
આ પ્રાથમિક અભ્યાસ પૂર્ણ થતાં ગોળ ગુંબજ, દૂરનાં વૃક્ષો, આકાશના તારા-ચંદ્રમા વગેરે પર દ્રષ્ટિ સ્થિર કરવાની સાધના કરે છે. તે પછી તીવ્ર જ્યોતવાળા પદાર્થો પર ત્રાટક કરે છે. આટલું દ્રઢતાપૂર્ણ પાર કર્યા પછી સૂર્યદર્શન કરવા પ્રયત્ન કરે છે. સૂર્યની સામે દ્રષ્ટિ સ્થિર કરવી એ અત્યંત જોખમી છે. તેનાથી સૂર્યાંધતા આવી શકે છે, માટે કોઈ સિદ્ધયોગ ગુરુના માર્ગદર્શન વિના આ પ્રયોગો કરવા સલાહભર્યું નથી.’
યોગશાસ્ત્રોમાં ઘ્યાનબિંદુ સાધનાનું વર્ણન હોય છે. તેમાં ખુલ્લી આંખે કોઈ મૂર્તિ, ચિત્ર, બિંદુ અથવા જ્યોતનું ઘ્યાન કરવાનો નિર્દેશ હોય છે. તે સિદ્ધ થતાં બંને ભ્રમરોની વચ્ચે જે ત્રીજું નેત્ર (આજ્ઞાચક્ર) આવેલું છે, તે ખૂલી જાય છે. આમ થતાં શક્તિ-સામર્થ્ય તેમજ માનવીની સઘળી કામનાઓનું સમાધાન મેળવી શકાય છે. ત્રાટક સાધનાથી કુંડલિની જાગરણની પ્રક્રિયા સ્વયં ઘટવાની શરૂ થાય છે. જ્યારે કુંડલિની આજ્ઞાચક્ર વીંધીને આગળ વધે છે, ત્યારે સાધક ઊર્જાવાન બને છે. આ સ્થિતિને યોગી મહાત્માઓ શામ્ભવી મુદ્રા કહે છે. જ્યાં સુધી આંસુ ન વહે ત્યાં સુધી દ્રષ્ટિ સ્થિર (ત્રાટક) કરવાથી નેત્રદોષોનું નિવારણ થાય છે. દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે
આમ ત્રાટક ના ઘણા પ્રભાવ છે અને તે ત્રાટક શીખવું આજના મનુષ્ય માટે ખુબજ મહત્વ નું છે, આમ ત્રતાકના બીજા પણ ઘણા ફાયદા છે, ત્રાટક દ્વારા આકર્ષણ પણ વધે છે, કોઈ વ્યક્તિ ત્રાટક કરનાર ની આંખમાં આંખ મિલાવીને પણ વાત ના કરી શકે તેવું તેજ વધે છે, આંખનું એકાગ્રતા ખુબજ આવે છે, અને જીવન માં ઘણા ફેરફાર આવે છે, આંતરિક શક્તિઓ વિકાસ પામે છે, આપણી સામે વાત કરતા વ્યક્તિ ના વિચારો સમજવામાં સરળતા થાય છે, આમ આપણા ઋષિ મુની ઓ ની સાધના ના ઘણા પ્રકાર હતા તેમાંથી એક ત્રાટક પણ કહેવામાં આવે છે, આપણા ચેહરામાં સોઉથી વધુ આકર્ષણ નું કેન્દ્ર આંખ હોય છે, તો વિચારો કે તેનુજ તે આંખ નું જ અનોખું તેજ હોય તો સોનામાં સુગંધ જેવું બને છે,
જીવન માં એકાગ્રતા ખુબજ જરૂરી છે આજના સમયને આપણે સ્માર્ટયુગ તરીકે જાણીએ તો પણ કઈ ખોટું નથી આજના સમય માં બધાના હાથમાં ફોન હોય છે અને તેમાં આપણે શોશિયલ મીડિયા તે તો પૂરી રીતે જાણીએ છીએ તો બધાની વચે રહીને કામ કરવું ખુબજ અઘરું બની જાય છે, આજકાલ નાના બાળકોમાં પણ એકાગ્રતા જોવા નથી મળતી નાના બાળકો પણ ફોન માં ગેમ્સ રમતા થાય ગયા છે કે આપણી શેરીમાં રમતી ગેમો ભૂલી ગયા છે તો આજના આ સમય કે સ્માર્ટયુગ માં આપણે ધ્યાન,યોગ,પ્રણયમ,કે ત્રાટક, આ બધું ખુબજ જરૂરી બની ચુક્ર્યું છે.જીવન માં સ્પિચ્યુઅલ પાવર હોવો ખુબજ જરૂરી છે સાથે સાથે પૂજા પથ તે બધું મન ની શાંતિ અને પોતાની રક્ષા માટે ખુબજ જરૂરી બની ચુક્યું છે, આમ જીવન માં થોડો સમય આપણા માટે પણ મહત્વ નું હોય છે, સાથે સાથે આપણી બાજુ માં બાળકોને બેસાડીને પણ જો તેને પણ સીખ્વાડવામાં આવે તો તેના જીવન માં પણ આગળ માટે ખુબજ સારું છે આમ જીવન માં સ્પ્રિચ્યુઅલ પાવર નો દીપ પ્રગટાવવો ખુબજ જરૂરી બની ચ્ય્ક્યું છે.
Banny dave
9408054696