તારા આવવાનો આભાસ... - 3 Dr.Shivangi Mandviya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારા આવવાનો આભાસ... - 3

તારા આવવાનો અભાસ ...૩

શહેરમાં તોફાનો થઇ રહ્યા હતા , ઠેર – ઠેર દેખાવો થઇ રહ્યા હતા. આજે ગુજરાતનું એ રૂપ ફરીથી ઉજાગર થઇ રહ્યું હતું જે છેલા બાર વર્ષથી કોઈએ જોયું જ નહોતું . ગુજરાતની શાંતિ ડહોળાય રહી હતી.

રાજકોટમાં પણ દેખાવો શરુ થઇ ગયા હતા , r.m.t.s ના બસ સ્ટોપ પર તોડફોડ થઇ રહી રહી હતી . આ બધું કાલે રાતે જ ચાલુ થઇ ગયું હતું .

પણ નિષ્ઠાઆ બધી વાત થી બેખબર હતી તેણે ન તો news update હતા , કે ન તો સવારે છાપું વાંચ્યું કે નહોતી એક પણ ન્યુઝ ચેનલ જોઈ એટલે એને ખબર નહોતી .

નિષ્ઠાના મમ્મી સગાસંબંધીઓને ફોન કરી રહ્યા હતા અને લગ્નનું ભાવ ભર્યું આમત્રણ આપી રહ્યા હતા , કંકોત્રીતો આવશે જ તો પણ હું અગાઉ થી કહી દઉં છું , કોઈ બહાનું ચાલવાનું નથી. અને સાથે સાથે બીજા શહેરોમાં રહેતા સંબંધીઓના શહેરની સ્થિતિ પણ પૂછી રહ્યા હતા.

એટલામાં નિષ્ઠા પણ નીચે આવી , અને મમ્મીની બાજુમાં બેસી ગઈ , ત્યાં જ નિષ્ઠાના મમ્મીએ શાશ્વતના નંબર માગ્યા. અને પૂછ્યું કે વાત થઇ કઈ ?

મેં મેસેજ કર્યો હતો ,પણ કઈ જવાબ નથી આવ્યો ,કદાચ હવે એ મને ઓળખાતા નહી હોઈ .નીષ્ઠાએ જવાબ આપ્યો .

ક્યારે કર્યો હતો?

કાલે રાતે

ક્યાંથી જવાબ આપે એ ? કાલ થી બધેજ તોફાનો શરુ થઇ ગયા છે , લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. અને આજે રાજકોટ બંધનું એલાન છે. એ ફ્રી નહી હોઈ.

જયારે નિષ્ઠાના મમ્મી એ કહ્યું ત્યારે નિષ્ઠાને ખબર પડી કે રાજકોટમાં તોફાન ફાટી નીકળ્યું છે , બસો સળગાવાય છે અને લોકો રસ્તા પર ઉતરી ગયા છે. નિષ્ઠાને સમજાય ગયું કે શાશ્વતનો રીપ્લાઈ હજુ સુધી કેમ નહોતો આવ્યો . શાશ્વતએ એક ઉચ્ચ સરકારી અધિકારી હતો તેને કોઇપણ સમસ્યા આવે તેમાં તાત્કાલિક ખડે પગે હાજર રહેવું પડતું અને આ વાત નિષ્ઠા બરાબર સમજાતી હતી. એને પણ ક્યારેય શાશ્વતને એની ફરજ બજાવવામાં રોક્યો નહોતો , જયારે શાશ્વત કેહ્તોકે મારા કામને લીધે હું તને સમય પણ નથી આપી શકતો ત્યારે નિષ્ઠા કેહતી કે , ‘your work is first nothing else,I’ll never complaint regarding this, don’t worry .’

નિષ્ઠા અને શાશ્વત બંને એકબીજાનો ખુબ જ આદર કરતા હતા , ક્યારેય એકબીજા પ્રત્યે એકપણ ફરીયાદ નહોતી. એકબીજાન સ્વભાવને , એકબીજાની ટેવો ને કુટેવોને , ગમા – અણગમાને સારી રીતે ઓળખાતા હતા ,એમના પ્રેમમાં ક્યારેય કોઈ વિવાદોને સ્થાન જ નહોતું. હા, ક્યારેક ક્યારેંક બને એકબીજાથી નારાજ થઇ જતા પણ એ નારાજગી પણ એકબીજાથી નહી પણ એકબીજાના માટે હોતી.

પણ બને વચ્ચે ક્યારેય પોતપોતાનો અહં નહોતો આવ્યો .

ધીમે ધીમે શહેર શાંત થતું હતું , અને રાત થવા આવી હતી.

નિષ્ઠાના મોબાઇલમાં ઘણા મેસેજ હતા , પણ તેને એકપણ મેસેજ જોયો નહોતો , એને બસ એક શાશ્વતના મેસેજની જ રાહ હતી.

રાતના ૧૦ વાગ્યા હતા . આજે નીષ્ઠાએ નિલય સાથે એકવાર પણ વાત નહોતી કરી ,એને નીલયના મેસેજ પણ જોયા નહોતા. એટલે નીલયનો ફોન આવ્યો, નિષ્ઠાને ફોન રીસીવ કરવાની ઈચ્છા નહોતી , પણ નિલય એનો મંગેતર તો હતો જ પણ સાથે સાથે એનો ફ્રેન્ડ પણ હતો , સગાઇ થી તો આજ સુધીની સફરમાં નિષ્ઠાના હ્દયમાં એ એક ખાસ પ્રકારનું સ્થાન મેળવી ચુક્યો હતો .

નીષ્ઠાએ ફોન રીસીવ કર્યો.

ક્યા બાત હૈ મેડમ ,અભી સે હમે નઝર અંદાઝ કિયા જા રહા હૈ? નિલયએ તેના અંદાજમાં કહ્યું

કોન કર રહા હૈ આપકો નઝરઅંદાજ , અગર કોઈ કરના ચાહે ફિર ભી નહી કર સકતા , નીષ્ઠાએ નીલયના અંદાજમાં જ જવાબ આપ્યો.

અચ્છા જી!!!!! આખા દિવસમાં કેમ એકપણ મેસેજ નહિ કે એકપણ વાર કોલ પણ નહી , નિલયે થોડી નારાજગી વ્યક્ત કરતા કહ્યું .

બસ , એમ જ . થોડા દિવસો તો મારા પરિવાર સાથે રહી લઉં ને, પછી તો તમારી સાથે જ વાતો કરવાની છે જીવનભર..નિષ્ઠાને કઈ જવાબ ન સુજ્યો એટલે આવું કહી દીધું.

સારું મન ભરીને રહી લે.

હમમમ....

ચાલો , થોડું કામ છે પછી વાતો કરશું ..પણ હવે આ એક મહિનો જલ્દી જાય તો સારું . નિલયએ પોતાની અધૂરાઈ દર્શાવતા કહ્યું .

સમય ક્યાં કોઈ દિવસ રોકાયો છે. સમય જ સમયને બદલાવતો જાય છે .. આ મહિનો પણ....નિષ્ઠા હજી પોતાના વાક્યો પુરા કરે એ પહેલા નિલયે એને રોકતા કહ્યું, બસ બસ. અત્યારે તારું જ્ઞાન તારી પાસે રાખ મારે જરૂર નથી. ફિલોસોફી સંભાળવા આખી જિંદગી પડી છે મારી પાસે . અત્યારે તો બસ ઓન્લી લવ ટોક .બીજું કઈ નહિ.

અચ્છા બાબા ...એસ યુ વિશ ! ચલો ગૂડ નાઈટ..

ગૂડ ગર્લ . જલ્દી સમજી જાય... ગૂડ નાઈટ. બાય.

માણસના દિલમાં અનેક સ્થાન હોઈ છે અને એ દરેક ખૂણા પર અલગ અલગ વ્યક્તિઓ રહેતા હોઈ છે. અને એ અલગ અલગ વ્યક્તિઓ વચ્ચે સરખામણી કરવી એ મુર્ખામી ભર્યું હોઈ છે. કારણ કે કોઈ એક વ્યક્તિ એ બીજી વ્યક્તિનું સ્થાન ક્યારેય ભરી શકે નહિ. હા, નવું સ્થાન બનાવી શકે છે પણ કોઈ ની જગ્યા ભરી શકતો નથી. અને એક વ્યક્તિને ખુશ કરવા માટે તે બીજી વ્યક્તિને દુખી કરી શકે નહિ . એવું જ નિષ્ઠાના જીવનમાં પણ હતું . જ્યારથી નિલય તેની જીંદગીમાં આવ્યો ત્યારથી તેણે પોતાના આગવા સ્વભાવ અને વહેવારથી નિષ્ઠાના દિલમાં એક નવું સ્થાન બનાવ્યું હતું, પણ તે શાશ્વતનું સ્થાન ક્યારેય લઇ શક્યો નહોતો. જયારે પહેલી વાર તે નિષ્ઠાને જોવા આવ્યો ત્યારે જ પોતાની વાતોથી તેને નિષ્ઠાને આકર્ષી હતી. નીષ્ઠાએ ક્યારેય તેની સરખામણી શાશ્વત સાથે કરી નહોતી. નિષ્ઠાના મતે દરેક વ્યક્તિ પોતાનું અલગ વ્યક્તિત્વ ધરાવતું હોઈ છે. અને કોઈ બે વ્યક્તિમાં ક્યારેય સામ્યતાઓ હોતી નથી. નિષ્ઠા નિલય નો ખુબ જ આદર કરતી .તેને નીલયનું બિન્દાસ પણું ગમતું . ક્યારેય તેને નિલય નો ચહેરો ઉદાસ જોયો નહોતો. નીષ્ઠાએ નીલયને શાશ્વત વિષે કઈ કહ્યું નહોતું .એનો મતલબ એવો નથી કે તે નીલય ને છેતરી રહી હતી પણ નિષ્ઠા અને શાશ્વતની દુનિયામાં એ બને સિવાય કોઈ ત્રીજી વ્યક્તિને સ્થાન નહોતું. એવી જ રીતે નિલય અને નિષ્ઠાની દુનિયામાં પણ શાશ્વતને સ્થાન નહોતું .

આજે નિષ્ઠાને કઈ સુજતુ નહતું શું કરે , શું નહિ? આજે ડાયરી લખતા લખતા શાશ્વત સાથે વાતો કરવાનું પણ મન થતું નહોતું અને આજે શાશ્વત સાથે જ વાતો કરવી હતી.

શું ફરીથી મેસેજ કરું ? ના એ બીઝી હશે . અને જો ઘરે હશે તો આરામ કરતા હશે . આખો દિવસની દોડાદોડી અને કામ પછી થાકી ગયા હશે . મગજમાં ઘણી મથામણો ચાલતી હતી અને હદયમાં બસ એક જ ઈચ્છા હતી કે શાશ્વત સાથે વાત થઇ જાય.

અચાનક જ તેના મોબાઈલમાં સોંગ વાગ્યું , “ ઓ રે લમ્હે તું કહી મત જા...” આ મોબાઈલની રીંગટોન હતી. જેને સ્પેશિયલ શાશ્વતના નંબર ઉપર સેટ કરી હતી. શાશ્વત નો કોલ આવે કે મેસેજ આવે આજ સોંગ વાગતું.

તરત જ નીષ્ઠાએ મેસેજ જોયો , “નમસ્કાર” શાશ્વતનો મેસેજ હતો. નિષ્ઠાના ચેહરા પર આપમેળે જ સ્મિત ઉભરાય આવ્યું . હજી is typing … એવું ચાલુ જ હતું. તેથી નીષ્ઠાએ કઈ કેહવાને બદલે શાશ્વતના મેસેજની જ રાહ જોઈ . પણ આ થોડી ક્ષણો પ એનાથી જીરવાતી નહોતી . આજે આ સેકન્ડો તેને વર્ષો સમાન લગતી હતી. આખું વર્ષ તો પસાર થઇ ગયું હતું પણ આ મિનીટ પસાર કરવી તેના માટે ઘણી મુશ્કિલ હતી.

“ સોરી , કાલે આપનો મેસેજ આવ્યો હતો પણ ત્યારે જ ફોન આવ્યો , અને મારે જવું પડ્યું . એટલે રીપ્લાઈ ના થઇ શક્યો. હાઉ આર યુ નિષ્ઠા?”

હવે નિષ્ઠા શું જવાબ આપે , વાત આગળ કેમ વધારે ? એ તેને સમજાતું નહોતું . કોઈ માણસ આટલું શાંત કઈ રીતે હો શકે . મને લાગ્યું કે મારાથી નારાજ હશે , ગુસ્સે હશે પણ ...... આજે એક વર્ષ પછી પણ એવું જ વર્તન .

બીજી બાજુ શાશ્વત પણ નિષ્ઠાના મન ની સ્થિતિ જાણતો હતો, એને ખબર હતી કે નિષ્ઠા અત્યારે શું વિચારતી હશે ? નિષ્ઠાના જાણતા તો ઘણા લોકો હતા પણ નિષ્ઠાને સમજતો ફક્ત શાશ્વત હતો. તેથી શાશ્વતે જ વાત આગળ વધારી.

શું ચાલે છે ? હવે તો કોલેજ પૂરી થઇ ગઈ હશે ને? ઇન્ટરશીપ પણ પૂરી થઇ ગઈ હશે ને ? ડોકટર બની ગયા એમ ને ? શું કરો છો આજકાલ? હજી પણ લખો છો કે નહી?એક સાથે ઘણા બધા પ્રશ્નો પૂછી લીધા
જેથી નિષ્ઠાને વાત શરુ કરવામાં આશાની રહે. કારણકે શાશ્વત એ સારી રીતે જાણતો હતો કે નિષ્ઠા એમ તરત જ કોઈ વાત નહી કહે કારણ કે નિષ્ઠા પોતાના મનની સ્થિતિની ક્યારેય કોઈને જાણ થવા દેતી નહી, તેને કહેવું તો ઘણું બધું હોઈ છે પણ ક્યારેય ખુલીની પોતાની લાગણીઓને દર્શાવતી નહી. અને ખાસ કરીને જયારે તે દુખી હોઈ , કે મન માં કઈ ચાલી રહ્યું હોઈ ત્યારે પોતાની વ્યથા એ કોઈ સાથે શેર કરતી નહી , પણ નિષ્ઠાના મનની વાત તેની પાસે કેમ બોલાવવી એ શાશ્વત સારી રીતે જાણતો હતો.

હા.. નિષ્ઠા એ ફક્ત એટલો જ રીપ્લાઈ આપ્યો. મનમાં તો ઘણું હતું પણ કેમ કેહવું એ સમજાતું નહોતું.

આટલા બધા સવાલો ના જવાબમાં ફક્ત હા? શું વાત છે બોલો . મને કઈપણ કેહવામાં હજીપણ વિચારવું પડે છે તમારે ,કહી દો જે મનમાં હોઈ તે કંઈપણ વિચાર્યા વગર . શાશ્વતે કહ્યું.

નિષ્ઠાથી હવે પોતાને રોકી સકતી નહોતી. તેને શાશ્વતને ફોન લગાડ્યો . પણ તે હેલ્લો સિવાય આગળ કઈ બોલી શકી નહી .

એટલે શાશ્વતે જ પૂછ્યું , “ હજી હું યાદ છું ? મને એમ કે..”

હજી શાશ્વત પોતાની વાત પૂરી કરે એ પહેલા જ નીષ્ઠાએ શાશ્વતને રોક્યો , શું હું તમને યાદ નથી?

તમને શું લાગે છે?

અને થોડી વાર બંને ચુપ થઇ ગયા.

શું કરો છો? નિષ્ઠા એ પૂછ્યું

કઈ નહી,, તમારી સાથે વાતો. શાશ્વતે હસતા હસતા જવાબ આપ્યો.

નિષ્ઠા : એ પહેલા શું કરતા હતા ?

શાશ્વત : બસ એજ . શું થયું ? આર યુ ઓલ રાઈટ?નિષ્ઠા : હમમ..

શાશ્વત : હજી એવા જ છો , જરાપણ નથી બદલાયા .

નિષ્ઠા : તમને કેમ ખબર કે હું નથી બદલાઈ ? હું સાવ બદલાઈ ગઈ છું .

શાશ્વત : ના, નથી બદલાયા. ભલે વરસદિવસ થયા ન મળ્યા હોઈ, but till I can feel you . આખી દુનિયાથી છુપાવી શકશો પણ મારાથી નહી , બોલો શું થયું છે ?

નિષ્ઠાને હજી કશું સમજાતું નહોતું, શાશ્વત હજી પણ ફક્ત એના અવાજ પરથી તેના મનમાં શું ચાલે છે એ જાણી જતો હતો. નિષ્ઠા

શાશ્વતને કેમ કહે કે મહિના પછી પોતાના લગ્ન છે . તેથી સીધું જ કહી દેવાનું વિચાર્યું , આમ પણ તે શાશ્વતથી જાજા સમય સુધી કોઈ વાત છુપાવી શકતી નહોતી , અને એ છુપાવા પણ માગતી નહોતી . .

નિષ્ઠા : મમ્મી તમારા નંબર માંગે છે? આપું?
શાશ્વત : કેમ શું થયું ?

શાશ્વતને જાણ તો હતી જ કે નિષ્ઠાના લગ્ન નક્કી થઇ ગયા છે પણ તે નિષ્ઠા પાસે સાંભળવા માંગતો હતો .

એને તમને આમંત્રણ આપવું છે , નીષ્ઠાએ ડૂસકું ભરતા કચવાતા મને કહ્યું .

શેનું આમંત્રણ? તમારા લગ્ન નું ? શાશ્વતે સામેથી જ નિષ્ઠાને પૂછી લીધું

અને બંને વચ્ચે ફરી વાર એક ચુપકીદી છવાય ગઈ

સફરની શરૂઆત થઇ ત્યારથીજ બંને જાણતા હતા કે આ સફર એ મંજીલ વગરની સફર છે બસ ફક્ત જ્યાં સુધી સાથે ચલાય તેટલું ચાલવાનું છે અને એક વણાક એવો આવસે જ્યાંથી બંનેના રસ્તા અલગ અલગ અંનત દિશામાં ફંટાશે.

શાશ્વત એક પરણિત વ્યક્તિ હતો , પણ પ્રેમ એ એવું ફૂલ હોઈ છે જે ગમે ત્યાં ખીલી જાય છે , પણ તેની સુંદરતા અને ખુશ્બુને સાચવવી એ બધાના વાતની હાથ હોતી નથી .

બનેને ખબર હતી , કહેવાય છે ને કે નિર્દોષ લાગણીઓ ત્યા જ નામી જાય છે , જે નસીબમાં નથી હોતું તે જ ગમી જાય છે.

આ વાત નિષ્ઠાને પણ ખબર હતી, બને એ ક્યારેય કોઈ પ્રેમની મર્યાદાને તોડી નહોતી , નિષ્ઠાએ બધી વાતોને જાણીને શાશ્વતનો પ્રેમ સ્વીકાર્યો હતો. શાશ્વતે નિષ્ઠાથી ક્યારેય એ વાત છુપાવી નહોતી કે તે પરણિત છે. નિષ્ઠા એ ક્યારેય શાશ્વતના અંગત જીવનમાં દખલગીરી કરી નહોતી, કે તેની જવાબદારી નિભાવવામાં રોક્યો.

શાશ્વત અને નિષ્ઠા બનેની મુલાકાત ક્યાં , કેવી રીતે થઇ એ તો એ બંને પણ જાણતા નહોતા. બનેને એકબીજાની આદત કેવી રીતે થઇ અને પ્રેમની શરૂઆત ક્યારે , કેવી રીતે થઇ.બનેને કઈ જ ખ્યાલ નહોતો આવ્યો. પ્રેમ હમેશા અજાણતા જ થયો હોઈ છે , પણ બધું જાણતા હોવા છતાં એ પ્રેમ ને નિભાવવો અઘરો હોઈ છે . તમે જેને તમારી જાતથી પણ વધારે ચાહતા હોઈ અને તમને એ પણ ખબ હોઈ કે એ ક્યારેય તમારા થવાના નથી તો પણ સતત એનેજ પ્રેમ કરવો એ ઘણો અઘરો હોઈ છે. જેટલો નસીબમાં સાથ લખ્યો છે, તેટલું સાથે જીવીને , યાદો ભેગી કરીને પોતાની જીંદગીમાં આગળ વધી જવાનું હોઈ છે. અને યાદોને સહારે આખું જીવન જીવી લેવાનું હોઈ છે .

જેના વગર આજે એક મિનીટ પણ કાઢવી મુશ્કિલ હોઈ , તેના વગર આખી જિંદગી કાઢવી પડશે એકબીજાના હોવા છતાં , એકબીજાની જિંદગી પર એકબીજાનો હક નહી

હોય. બને બધું જ જાણતા હતા ,તો પણ બને એકબીજાને પ્રેમ કરતા હતા. કદાચ આને જ સાચો પ્રેમ કહેવાય , જ્યાં કોઈ ફરિયાદ ના હોઈ , જ્યાં કઈ પામવાની ઘેલછા ના હોઈ,, સાથે રહે કે દુર રહે પણ એકબીજા પ્રત્યેનો પ્રેમ ક્યારેય એકબીજા માટે એકેય પ્રકારનું બંધન ના બંને.

નિષ્ઠા જયારે એવું વાંચતી કે પ્રેમમાં નિષ્ફળ જનારા યુવકે કે યુવતી એ આત્મહત્યાનો પ્રયાસ કર્યો, “ત્યારે હમેશા શાશ્વતને પ્રશ્ન કરતી, શું પ્રેમમાં નિષ્ફળતા કે સફળતા જેવું કઈ હોઈ છે ? ત્યારે શાશ્વત જવાબ આપતો કે..........

ક્રમશ:..........