તેરે બીના ઝિન્દગી ઝિન્દગી નહી Karishma Thakrar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

તેરે બીના ઝિન્દગી ઝિન્દગી નહી

તેરે બીના ઝિન્દગી ઝિન્દગી નહી

દોલત અને શોહરત ને પામવાની દોડમાં ક્યારેક એવું બને છે કે બંને મળી જવા છતાં એક એવો ખાલીપો, એક એવો શૂન્યાવકાશ રહી જાય છે કે જે સુખને બદલે સન્નાટો સર્જી દે છે, બહારથી વૈભવી અને મશહુર લગતી સેલીબ્રીટીઓની લાઈફ સ્ટાઈલ ની પાછળ એવી ગમગીની છવાયેલી હોય છે કે, લાખ્ખો ચાહકો અને કરોડો રૂપિયા હોવા છતાં બેચેની દૂર થતી નથી.

હાર્ટએટેક થી મૃત્યુ પામેલા એક જમાનાના મશહુર અભિનેત્રી સુચિત્રાસેનની ફિલ્મી કરિયર બહુ દમદાર રહી છે. તેની બાવન બંગાળી ફિલ્મો અને પોણો ડઝન હિન્દી ફિલ્મો વિશે બધા જાણે છે, ફિલ્મ 'આંધી' માં ઇન્દિરા ગાંધીના પાત્રને આરતી દેવી તરીકે તેમણે એવી રીતે ભજવેલું કે છેક રશિયા સુધી તેમની નામનાં થયેલી, પરંતુ તેમનું ખુદનું જીવન પણ કોઈ પડદા ઉપર ચમક દમક ધરાવતી ફિલ્મોને બદલે ટ્રેજેડી ના બેકગ્રાઉન્ડ વાળું રહ્યું હતું....

૨૫ વર્ષ સુધીની ઝળહળતી કારકિર્દી પછી સુચિત્રા એ અચાનક જ એકાંતવાસ પસંદ કર્યો હતો. ત્યાં સુધી કે જ્યરે તેમણે કોલકતાની હોસ્પિટલ માં દાખલ કરાયા ત્યારે પણ તેમણે આ સમાચારો જાહેર થવા દીધા ન હતા.

ત્રણ દાયકાથી જાહેર જીવથી તેમણે એટલી હદે દુરી બનાવી રાખેલી કે તેમની પુત્રી મૂન મૂન સેન અને મોડેલ પૌત્રીઓ રીયપ-રાયમા પણ આ અંતર ને ઘટાડી શક્યા ન હતા એ 'કવીન્સ ઓફ હાર્ટસ' હતા પરંતુ તેમના હાર્ટ માં કેવી લાગણીઓ ઉછળતી હતી તેના ઉપર તેણે છેક સુધી પડદો ઢાંકી રાખ્યો હતો. દુર્ગાપૂજા વખતે બંગાળ માં તેમના ચહેરા ની આઇડેન્ટિટી રહેતી હતી. આમ છતાં એ સમયે પણ જાહેર માં દેખાતા ન હતા છેલ્લે રામકૃષ્ણ મિશનના ભરત મહારાજનો દેહાંત થયો ત્યારે તે બેલૂર મઠ ખાતે દેખાયા હતાં, બાકી કોઈ કહે છે કે, તેમણે પૂરું જીવન પ્રાર્થના અને ઘ્યાનને સમર્પિત કરી દીધું હતું. આ વૈરાગ પાછળ વેદનાની વાતો ધરબાયેલી છે.

૧૮ વર્ષની વયે ધનાઢ્ય સેન પરિવાર માં તેમના લગ્ન થયેલા, સામાન્ય રીતે લગ્ન પછી અભિનેત્રી ની કારકિર્દી પૂર્ણ થતી હોય છે પરંતુ સૂચિત્ર ને મૂન મૂન સેનનો જન્મ થયો ત્યાં સુધી તેણે એક પણ ફિલ્મ માં કામ કર્યુ ન હતું. લગ્ન ના પાંચ વર્ષ બાદ સેન પરિવાર ની પૂત્રવધુ ફિલ્મોમાં આવી અને બંગાળ માં રોમેન્ટિક ફિલ્મોનો એક એવો યુગ શરૂ થયો કે એક દાયકામાં સૂચિત્ર સેન નું નામ કાનનદેવી જેવી વિખ્યાત અભિનેત્રી ની જેમ ગૂંજતું થઇ ગયું એક તરફ શોહરત કદમ ચૂમતી હતી, તો બીજી તરફ રીયલ સાથીદાર (પતિ દીબાનાથ) કરતા તેમની ઓન રીલ (પડદા પર) જોડી અભિનેતા ઉતમ કુમાર સાથે જબરદસ્ત ધૂમ મચાવવા માંડી હતી.

એક ગૃહિણી અને પૂત્રવધુ મટીને તે હવે નંબર વન હીરોઈન હતી.. એવા અહેવાલો વહેતા થયેલા કે તેની શોહરત ના કારણે જ તેનું લગ્નજીવન ભંગાણના આરે આવીને ઉભું રહી ગયું હતું, પડદા પર પ્રેમિકા અને પત્રી તરીકે સફળ નિવડેલી સૂચિત્રા તેના વાસ્તવિક જીવન માં વધુ ને વધુ નિષ્ફળ બનવા માંડી હતી, એક તરફ નિર્દેશકો ની કતાર લાગતી હતી, તેની પાસે દરેક નિર્દેશકો ની ચોઈસ સૂચિત્ર હતી, તે એટલી હદે બીઝી હતી કે લીજેન્ડરી ડાયરેક્ટર સત્યજીત રેની ફિલ્મ "દેવી ચૌધરાની" માટે તે તારીખ આપી શકી ન હતી, પણ સૂચિત્રા ના જીવનને મળતી આવે છે. ગાયિકા બનવા નીકળેલી સૂચિત્રા ને અહીં પત્ની જયાના સ્થાને મુકવામાં આવે અને અહમ થી આગબબુલા થતા પતિ અમિતાભ ને મૂલવવામાં આવે.... સૂચિત્રા નું નામ તેના ફિલ્મી પાર્ટનર ઉતમ કુમાર સાથે પણ જોડી દેવાયું હતું. પર બંગાળી ફિલ્મોમાંથી તેણે ૩૦ માં ઉતમ કુમાર સાથે કામ કયું હતું.

હિન્દી ફિલ્મ જગત ની એ પ્રથમ 'પારો' હતાં. ૧૯૫૫ બિમલ રોયે બનાવેલી 'દેવદાસ' માં દિલીપ કુમાર ની સામે પાર્વતી ચક્રવર્તી (પારો) ની જોડીએ ધૂમ મચાવી હતી. ચંદ્રમુખી તરીકે વૈજયંતી માલા કરતા પણ સૂચિત્ર વધુ છવાઈ ગયા હતાં.

સુચિત્રા સેનને મોટા ભાગના લોકો ફિલ્મ 'આંધી' થી ઓળખે છે... સ્વ. વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ને કેન્દ્ર માં રાખીને ગુલઝારે નિર્દેશિત કરેલા આ પોલીટીકલ ડ્રામા માં પોલીટીશ્યન આતરી દેવી તરીકે સુચિત્રાને બેસ્ટ એક્ટ્રેસ જ્યારે જે.કે. તરીકે સંજીવકુમાર ને બેસ્ટ એક્ટર નો એવોર્ડ મળેલો. વર્ષ ૨૦૦૫ માં દાદાસાહેબ ફાળકે એવોર્ડ માટે તેમની પસંદગી થઇ હતી. પરંતુ શરત એ હતી કે, રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ સ્વીકારવા તેમણે દિલ્હી આવવું પડે... આ શરત તેમને ફાવી નહી અને બાદમાં આ એવોર્ડ શ્યામ બેનેગલ ને અપાયો. જે રીતે ૨૦૧૨ માં અભિનેતા પ્રાણ ના નિવાસસ્થાને જઈ એવોર્ડ અપાયો તેવું સુચિત્રા ના કિસ્સામાં ન થયું તે અફસોસ ની વાત છે.

સુચિત્રા ને પબ્લીસીટી અને પબ્લિક રીલેશન ફાવતું ન હતું. આજે આંતરરાષ્ટ્રીય એવોર્ડ માટે ફિલ્મી હસ્તિઓ માર્કેટિંગ સ્ટ્રેટેજિસ્ટ ને રોકે છે. પરંતુ, ૧૯૬૩ માં સુચિત્રા ને મોસ્કો ફિલ્મ ફેસ્ટીવલ માં બંગાળી ફિલ્મ 'સાત પકડે બાંધા' માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો હતો, કોઈ ભારતીય અભિનેત્રી નું આ પ્રકારનું એ પ્રથમ બહુમાન હતું.

સુચિત્રા એ ૨૫ વર્ષ ની ફિલ્મ કરિયર માં માત્ર ૮ હિન્દી ફિલ્મો કરી પરંતુ તેના અભિનય અને એક મેક થી ચડિયાતા ગીતો આજે પણ યાદગાર છે. ફિલ્મ 'આંધી' નું તેરે બીજા જિંદગી સે કોઈ શીકવા તો નહી...

કે પછી ૧૯૬૬ માં અસીત સેન નિર્દેશીત 'મમતા' નું ગીત 'રહે ના રહે હમ, મહકા કરેંગે બનકે ક્લી બનકે શમા...' અને આ જ ફિલ્મમાં લતા મંગેશકર-હેમંત કુમાર ના યુગલ સ્વર માં ગવાયેલું 'છુપા લો યુ દિલમે પ્યાર મેરા...' આજે પણ ભૂલી શકાય તેમ નથી.

સુચિત્રા સેને સપ્તપદી,સરહદ,બમ્બઈકા બાબુ, ચમ્પાકલી, મુસાફિર જેવી ફિલ્મોમાં કામ કયું હતું. પૂરા દેશમાં તેમની એક અવિસ્મરણીય ઈમેજ હતી, પરંતુ તેને ખુદને શું પસંદ હતું અથવા તો એવું શું બન્યું કે ૧૯૮૦ પછી તેમને પ્રસિદ્ધિ થી ભારોભાર એલર્જી થઇ ગઈ ?

કોઈ પણ સેલિબ્રિટી લોકોની ચાહના ન મળે અને ગુમનામીની ગર્તામાં ધકેલાઈ જાય તેવા તો ઘણા કિસ્સા છે, પરંતુ કેમેરામેન દરવાજે પ્રતીક્ષા કરતા હોય છતાં વિનમ્રતા પૂર્વક બહાર ન જ આવે તેવી સેલિબ્રિટી બહુ ઓછી હોય છે. મૌસમી ચેટર્જી તેમને અભિનય ની જીવતી પાઠશાળા ગણાવે છે. પરંતુ જિંદગી ના છેલ્લા વર્ષોમાં એ અભિનેત્રી ને બદલે કોઈ સાધિકા જેવું જીવ્યા હતાં. એમણે કદી પોતાની જીવન ની કિતાબ ખોલી જ નહી... દેશ-વિદેશના પત્રકારો એ તેમની આત્મકથા, બાયોગ્રાફીમાં દિલચસ્પી દર્શાવેલી, પરંતુ ન તો તેમણે ભવ્ય ભુતકાળ ને ઉખેળ્યો કે ન વર્તમાન વિષે કશું કહ્યું.

દિલીપકુમાર, દેવ આનંદ, અશોકકુમાર જેવાં અભિનેતાઓ સાથે કામ કરી ચૂકેલા સુચિત્રા એ ફિલ્મ જગતના તેમના સાથીઓ સાથેના સંપર્કો પણ સ્વેચ્છા એ કાપી નાખેલા... લગ્ન પછી ફિલ્મી કરિયર અને ફિલ્મી કરિયર પછી સાધના જેવાં ટ્વિસ્ટ માટે ફિલ્મો જવાબદાર હતી ? ફિલ્મી સફળતા કે પછી સંબંધો ના આટાપાટા ? રહસ્યો ના પડદા કદાચ હવે રહસ્ય જ રહી જશે.

આપણે સામાન્ય રીતે સેલિબ્રિટીઓને મળતા નામ અને દામ થી અંજાઈ જતા હોઈએ છીએ. કરોડો ચાહકો તેમના માનીતા સિતારાઓ સૌથી સુખી માનતા હોય છે. પરંતુ પ્રસિદ્ધિ નો નશો અને સફળતા ની ટોચ બહુ બિહામણા છે.- દોલત અને શોહરત ની સાથે સાથે કેટલીયે એવી ચીજો પણ આવી જાય છે. જેણે ઝીરવવી મુશ્કેલ હોય છે.

'આંધી' માં સંજીવકુમાર તેને કહે છે 'યે જો ચાંદ હે ઉસે રાત મેં દેખના, યે દિનમે નહી નીકલતા..' સુચિત્રા કહે છે 'યે તો રોજ નીકલતા હોગા' સંજીવકુમાર નો અફલાતૂન જવાબ હોય છે, 'હાં, લેકિન બીચમે અમાવસ્ય આ જાતી હૈ વેસે તો અમાવસ્ય ૧૫ દિનકી હોતી હૈ, પર ઈસ બાર બહોત લંબી થી...'

રીલ લાઈફ માં ચાંદની જેવી કરિયર પછી સુચિત્રા સેનની જિંદગી ના અંતિમ સમય નો એકાંતવાસ મહિના, વર્ષો અને પછી તો દાયકાઓ સુધી લંબાઈ ગાયો હતો. ફિલ્મી હસ્તિઓ માટે પ્રસિદ્ધિ જ પ્રાણવાયુ હોય છે અને તેના ચાહકો જ તેની જીવાદોરી હોય છે.

કલ કિસી ઓરને ખરીદ લીયા, તો શિકવા મત કરના

ઇસીલિયે હમ પહલે, તેરે શહરમેં બિકને આયે હૈ...

  • Karishma Thakrar