મરના મના હૈ Karishma Thakrar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મરના મના હૈ

મરના મના હૈ

જીવનને શાંતિપૂર્ણ રીતે પસાર કરવાની રીત એ છે કે પોતાની મુશ્કેલીઓનું મુલ્ય વધારીને ન આંકો, પરંતુ વાસ્તવમાં જેટલું છે તેટલું જ સમજો. હમણાં હમણાં પરીક્ષામાં નબળા પ્રદર્શન ને વધુ પડતું દિલ ઉપર લઇ ને નાસીપાસ થઇ જતા વિદ્યાર્થીઓના કિસ્સાઓ ચિંતા સર્જી રહ્યા છે.

નાપાસ થવાના ભયે વિદ્યાર્થીનું માનસિક સંતુલન ડગી જાય છે, નિષ્ફળતા તેને વજ્રઘાત જેવી લાગે છે. તે વિચારે છે કે દુનિયા મને ધિક્કારશે, મિત્રવર્તુળ શું કહેશે, સગાસબંધીઓ તિરસ્કાર કરશે.. આવા વિચારોને કારણે તે મુશ્કેલી ને વાસ્તવિક રીતે હોય તેના કરતાં પણ મોટી ગણી લે છે.

ઉન્નતી ની આકાંક્ષા રાખવી એ મનુષ્ય નો સ્વાભાવિક ગુણ છે. તેણે આગળ વધવું જ જોઈએ, પરંતુ જ્યારે મનુષ્ય નું સંકલ્પબળ જાગૃત હોય ત્યારે જ આ સંભવ છે. સંકલ્પ દ્વારા પ્રત્યેક મનુષ્ય સફળતા મેળવી શકે છે. એક માણસ હતો જેણે પત્ની દ્વારા મહામૂર્ખ કહેવામાં આવ્યો, ખરાબ રીતે તિરસ્કૃત કરવામાં આવ્યો. આ વાત એના ગુપ્ત મન માં ચોટી ગઈ. તેણે બહુ ખરાબ લાગ્યું. તેણે પત્નીને છોડી અને મોટી ઉમરે વિદ્યા અધ્યનન માં લાગી ગયો. લાંબા ગાળાના અભ્યાસ અને અટલ સંકલ્પબળ થી તે સંસ્કૃત નો મહાકવિ કાલિદાસ બન્યો. તેના ગુપ્ત મનમાં કાવ્યશક્તિ નો બૃહદ ભંડાર છૂપાયેલો હતો.

ઉદાસીનતા અને મુડદાલપણું છોડી ને ઉંચે ઉઠવાની કલ્પના મન:ક્ષેત્ર ને સતેજ કરે છે. તેનાથી સાહસ, શૌર્ય, નિપૂણતા જેવાં ગુણોનો આવિર્ભાવ થાય છે. આપણી અંદર એક મહાનચેતના કામ કરી રહી છે. તેની શક્તિ અનંત છે. તેનો આશ્રય ગ્રહણ કરીએ તો પ્રત્યક્ષ આત્મવિશ્વાસ જાગી જશે. આજે આપણે જે કાઈ છીએ, આપણા જીવન ને જે કાઈ સ્થિતિ માં રાખી રહ્યા છીએ, તે આપણા અંગત વિચારોનું પરિણામ છે. જેવો વિચાર હશે, તેવી જ રીતે ભવિષ્યનું નિર્માણ પણ થશે.

જે દિવસો માં સમુદ્રની લંબાઈ-પહોળાઈ એશિયાની આસપાસ એક હજાર માઈલ સુધીની માનવામાં આવતી હતી. અને સમુદ્રનો કિનારો હીન સમજવામાં આવતો હતો, તે દિવસોમાં ૧૮ વર્ષના કોલંબસ ની કલ્પના અમેરિકા સુધી જઈ પહોચી હતી, પણ એકલો શું કરે ? કોઈ સાથી તો જોઈએ ને ! પોર્ટુગીઝો એ તેણે આશ્વાસન આપીને તેના નકશા ચોરી લીધા આટલી પરીશાની છતાં કોલંબસ એ અમેરિકા શોધી કાઢ્યું ઓછામાં ઓછા સાધનો થી પણ પ્રબળ સાહસ ની મદદ થી મોટા મોટા મહત્વપૂર્ણ કાર્ય કરી શકાય છે. પ્રત્યેક ની અંદર અસાધારણ શક્તિઓ પડેલી હોય છે. પરંતુ નાની મોટી વિપત્તિ આવે ત્યારે આ અમોઘશસ્ત્ર હોવા છતાં મોટાભાગના લોકો ખુદને સાધારણ પ્રાણી જ માણવા માંડે છે. વિકટ પરિસ્થિતિ વખતે મનમાં આશા અને ઉત્સાહ રાખીને સુંદર ભવિષ્ય ની કલ્પના કરવી જોઈએ.

જેના મનમાં ભય હોય તેમણે સ્વામી વિવેકાનંદ ને વાંચવા જોઈએ. સ્વામીજી લખે છે “વેદો માં એક શબ્દ વારંવાર આવે છે : ‘નિર્ભયતા’ કોઈ પણ જાતનો દર ન રાખો ભય એ નબળાઈ ની નિશાની છે. દુનિયા મશ્કરી કરે કે તિરસ્કાર, તેની પરવા કર્યા વિના માણસે પિતાનું કર્તવ્ય બજાવવું જોઈએ. તમે જેના જેના સ્વપ્ન સેવો કે વિચાર કરો તે તે તમે સર્જો છો. તમે જો નર્ક સર્જ્યું હોય તો મુઆ પછી તમે નર્ક માં જશો. તમારે જો વિચાર કરવા જ હોય તો સારા વિચાર કરો, મહાન વિચાર કરો. તમે નિર્બળ ક્ષુદ્ર કીડા છો એમ શા માટે માની લેવું ? અમે નિર્બળ છીએ, એક કહેવાથી આપણે નિર્બળ જ બનતા જઈએ છીએ. સુધરતા જતા નથી. તમારે સર્વ પ્રકારના ભય થી પર જવાનું છે. દ્રઢતા નું સ્થાન બીજું કોઈ લઇ શકતું નથી. જો તમે તમારી જાત ને દુર્બળ માનશો તો તમે દુર્બળ બનશો ; જો તમે પોતાને સબળ માનશો તો તમે સબળ બનશો જે કાઈ શક્તિ અને સહાય તમારે જોઈએ તે તમારી પોતાની અંદર જ છે, માટે તમારું ભાવિ તમે પોતે જ ઘડો.

આવી પરિસ્થિતિ ઓ ક્યારેક આવી જતી હોય છે. માર્ક્સ ઓછા આવે છે, બાળક માં ચંચળતા વધુ હોય છે. પણ જિંદગી ની રેસ ત્યાં હાર્યા ન કહેવાય. ખરેખરી પરીક્ષાઓ અભ્યાસ ની પરીક્ષાઓ પૂરી થાય પછી શરૂ થાય છે તો આવી પરીક્ષાઓ કરતાં તે વધુ અઘરી હોવાની જ. કારણ કે આ પરીક્ષાઓ માં સિલેબસ આપવામાં આવે છે આપણ ને વાંચવા માટે સમય આપવામાં આવે છે પ્રિપેરેશન માટે ટાઈમ હોય છે ત્યારે પરીક્ષા આવે છે. પણ પછી ની પરીક્ષાઓ માં સરપ્રાઈઝ ટેસ્ટ જ આવશે અને તેના પરિણામ પરથી આપણે તૈયારી કરવાની રહે છે. માર્ક્સ કદાચ ઓછા આવે તો માતા પિતા એ ખીજવા ને બદલે આશ્વાશન આપવું જોઈએ. પોઝીટીવ વાત કરવાથી ઘણો ફેર પડી જ જાય છે. અંતે બધી જ વાતો નું સમાધાન તો એક બીજા વાતચિત કરી લે તેમાં જ રહેલું છે. તો પોતાનાં બાળક સાથે તેના અભ્યાસ ને લગતી વાત કરો, ક્યારેક બાળકો ને પોતાની રીતે કામ કરવાની છૂટ આપો. બાળકોના સારા વ્યવહાર માટે તેમણે પુરસ્કૃત કરો, મહત્વપૂર્ણ નિર્ણયો માં તેમને સામેલ કરો. તેમનામાં આત્મવિશ્વાસ ની ભાવના જગાવો. બીજા બાળકો સાથે પોતાનાં બાળકો ની સરખામણી ન કરો. બાળકો ની સાથે નમ્રતા પુર્વક વ્યવહાર કરો. તેમનો સ્વીકાર કરતાં નવી ચીજો શીખવામાં, નવું જાણવામાં મદદ કરો. બાળક આપણું છે તો તેમની સામે પોતાનાં અહંકાર ને કદી ન લાવો... એ હંમેશા ખુલી ને જીવતું હોય છે.. તો તેને તેની રીતે જીવવા દો... આપણો મગજ ગુસ્સા માં હોય તો તેના પર ગુસ્સો ન ઉતારો.. નહીતર તેનું બાળપણ છીનવાઈ જશે..

દેશના વાલીઓ એ વાત થી હજુ અજાણ છે કે, બાળક ની માનસિક, શારીરિક અને સામાજિક ત્રણેય પ્રકારનાં કારણો હોય છે. પરીક્ષા માં ઓછા માર્ક્સ હોય તો બાળક ને ખીજાવા ને બદલે તે વાત બાજુ પર મૂકી, તેણે આગળ શું કરવું તે માટે જાણવા ની કોશિશ કરવી જોઈએ. બાળકો માં ડીપ્રેશન નું વધુમાં વધુ દેખાતું એક કારણ એ લાગ્યું કે. માતા-પિતા જ તેના પાસેથી વધુ અપેક્ષાઓ જતાવે છે. ક્યારેક બાળક ને એ.બી.સી.ડી. મોડી યાદ રહે તો એનો મતલબ એવું ન હોય કે તેને આવડશે જ નહિ...! ઓશો તેવું કહે છે કે ચૌદ વર્ષ સુધી બાળક પર દબાણ ન કરો... તેને કુદરત તરફ લઇ જાઓ તેને વહેતી ધારાઓ બતાવો, તેને નદીઓ નું નિર્મળ જળ બતાવો, પર્વતો બતાવો..વૃક્ષો, પક્ષીઓ વગેરે વગેરે. આનાં થી તેની ક્રિએટીવીટી વધે.

પરીક્ષાઓ જિંદગી માં ઘણી આવી હશે અને આવશે પણ. તો હારવાનું નથી., તેની સામે થવાનું હોય છે. સૂર્ય નું કામ તડકો આપવાનું જ હોય, પણ તેની સામે પણ ધોમ ધક્ધખતા ઉનાળા માં કોઈ વૃક્ષ નીચે ઉભા રહેવાથી છાયો અને ઠંડક તો મળે જ. ફક્ત, ઉભા જ થવું પડે, જીતવા માટે. બાકી, આવી પરીક્ષાઓ માં ઓછા માર્ક્સ આવવાથી આપણી અંદર કશું નથી., તેવું સાબિત થઇ જતું નથી. એટલે જ કદાચ અબ્દુલ કલામ કહેતા કે, “ સફળતા કરતાં નિષ્ફળતા મેળવી હોય તેની કહાની ઓ વધારે વાંચવી જેથી તમને પ્રેરણા મળશે.”

Your mind is a powerful thing, when you fill it. With positive thoughts your life will start to change.

  • કરિશ્મા ઠકરાર