Napas Nishadiyo books and stories free download online pdf in Gujarati

નાપાસ નિશાળીયો

નાપાસ નિશાળો

નિશાળોમાં એડમિશન ની મોસમ પૂરબહાર માં ખીલી છે. સંચાલકો કરોડો રૂપીયા વસુલવામાં અને પછી આ રકમ ક્યાં રોકવી તેની મથામણ માં વ્યસ્ત છે. માબાપો પેટે પતા બાંધી એકત્ર કરેલી જમા પુંજી ખાનગી શાળાઓને આપી અને પોતાનાં સંતાનો કઈક બનશે તેવી આશા સાથે નિરાંત નો ઓડકાર લઇ રહ્યા છે. વાલીઓ ભ્રમમાં છે. અને શાળા સંચાલકો આ ભ્રમનો ભરપુર લાભ લઇ રહ્યા છે. બાકી તે બરાબર જાણે છે કે ઉજ્જવળ પરિણામમાં શાળાનો ફાળો જુજ અને વિદ્યાર્થીની આંતરિક શક્તિ જ મહત્વ ની હોય છે. સ્ટ્રીટલાઈટ નાં અજવાળે ભણનારા મિસાઈલમેન અબ્દુલ કલામ કે પછી રાજકોટ ની સદર માં આવેલી સરકારી શાળામાં ભણનારા ઝવેરચંદ મેઘાણી ને કોઈ ખાનગી ટ્યુશનબાજ ની જરૂર પાડી ન હતી. આપણી શિક્ષણ સંસ્થાઓ અને પધ્ધતી બન્ને વિશે વિચારવાની જરૂરત છે પરંતુ ખરેખર જ એવું કરવામાં આવે તો કૈક નાં કપડા ઉતરી જાય અને બધ્ધા ઠાઠમાઠ બરખાસ્ત થઇ જાય !

ભારતમાં ફાઈવ સ્ટાર હોટેલો જેવી નિશાળો ની આ નિષ્ફળતા છે. વિદ્યાર્થીઓ ને પરીક્ષાઓ થકી માપતી આ નિશાળો પોતે નાપાસ છે. તાજેતરમાં જાહેર થયેલા ૭૪ દેશોન્બા રીપોર્ટ માં ભારતની કેળવણી છેક છેલ્લે થી બીજા ક્રમે આવી છે તેણે સંપૂર્ણ સત્ય ન માનીએ તો પણ શિક્ષણ વિભાગના કુંભકર્ણ ને ઢંઢોળવા નો સમય પાકી ગયો છે.

દેશનો સાક્ષરતા ડર ૭૪% છે શાળામાં ભણતા પ્રત્યેક બાળક માટે રૂ| ૬૩૦૦ નો ખર્ચ કરવામાં આવે છે. એજ્યુકેશન સેસ પેટે નાગરિકો પાસેથી રૂ.૪૮૦૦૦ કરોડ વસુલનારી સરકારે હિસાબ આપવો જોઈએ કે આટલા રૂપિયા ખર્ચવાનું પરિણામ શું ?

દેશમાં ૧૮ થી ઉપરની વયના ૩૦ કરોડ બેરોજગારો છે. દેશના જી.ડી.પી. નો ૩.૧૩% ખર્ચ શિક્ષણ માટે થાય છે. આમ છતાં આપણું ભણતર માત્ર કિર્ગીસ્તાન થી જ સારૂ હોય એ સારી વાત નથી. સર્વેમાં તો એવું બહાર આવ્યું છે કે, ભૂતાન માં આપણા કરતાં ઓછો ખર્ચ થાય છે, છતાં ત્યાં કેળવણી નાં ઉજળા પરિણામો મળે છે.

જેવી રીતે વર્ગશિક્ષણ મહત્વનું છે એ જ રીતે વર્ગ ની બહાર જાતે અવલોકન કરવાનું વિદ્યાર્થીઓ ને શીખવવું જોઈએ. સૈધાંતિક ભાર ઓછો કરી ને ક્રિયાત્મક શિક્ષણ પ્રયોગો, કોયડા ઉકેલ અને જૂથ કાર્ય ઉપર ભાર મુકાવો જોઈએ. ઉચ્ચ શિક્ષણ માં વિદ્યાર્થી ને આત્મનિર્ભર બનવા માટે ની માનસિક સજ્જતા મળવી જોઈએ.

દેશમાં દર વર્ષે ૨૦ લાખ ગ્રેજ્યુએટ બહાર પડે છે, ૬.૫૦ લાખને ઈજનેરી ની પદવી મળે છે. દેશમાં ૫૩૦ યુનિવર્સીટી અને ૨૬૦૦૦ કોલેજ છે. પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એસસમેન્ટ નાં મતે વિશ્વની ટોપ-૨૦૦ કોલેજ માં ભારત ક્યાં’યે દેખાતું નથી. આઈ.આઈ.ટી. મુંબઈ નો ક્રમ છેક ૩૧૭ મો આવે છે. આ ક્રમાંક માત્ર ટકાવારી નહી પરંતુ વિદ્યાર્થી નાં ઓવરઓલ મૂલ્યાંકન પરથી અપાયા છે.

‘સાચું ભારત ગામડામાં વસે છે’ એવું કહેવાય તો છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોની અડધોઅડધ નિશાળોમાં એક ખંડમાં જુદા-જુદા ધોરણ નાં વિદ્યાર્થીઓ ને ભણાવવા પડે છે. માત્ર એક તૃતીયાંશ નિશાળોમાં જ કોમ્પ્યુટર છે. નવા ટ્રેન્ડ મૂજબન ખાનગી શાળાઓ ગ્રામ્ય માર્કેટમાં ઘુસી છે. ૨૫ ટકા ગ્રામ્ય બાળકો ખાનગી શાળામાં ભણે છે. દેશ ની માત્ર ૭ % ગ્રામ્ય નિશાળોમાં કોમ્પ્યુટર છે. ત્રીજું ધોરણ ભણતા માત્ર ૨૯% વિદ્યાર્થીઓ ગણિત નાં પાયાથી વાકેફ હોય છે.

દેશમાં ૮ લાખ પ્રાથમિક અને ૩.૨૦ લાખ ઉચ્ચ માધ્યમિક શાળાઓ ધમધમે છે. સર્વશિક્ષા અભિયાન નાં એક દાયકામાં ૬ થી ૧૪ વર્ષના બધા બાળકોને ભણવાનો હક્ક મળેલો છે. પરંતુ વર્ગખંડો માં શું ભણાવવું અને બાળકો નું ઘડતર કેમ કરવું તેનું ચિત્ર બહુ ધૂંધળું છે.

ભારતીય તરીકે કોઈ પણ દેશવાસી ઓને આધુનિક યુગમાં શિક્ષણ નાં આવા ચિતાર થી ચિંતા જ થાય કારણ કે, જ્યારે અક્ષરજ્ઞાન ન હતું ત્યારે ૫ હજાર વર્ષ પહેલાનું આપણું પંચાગ એટલે કે, લોકભોગ્ય વિજ્ઞાન બોલે છે કે, સૂર્ય ક્યાં છે, ચંદ્ર ક્યાં છે. ૧૭૫ વર્ષ પહેલા વિશ્વના કુલ ઉત્પાદન માં આપણો હિસ્સો ૨૫ ટકા હતો અને વિશ્વની કુલ નિકાસ માં આપણો હિસ્સો ૩૩ ટકા હતો. સોના-ચાંદી ની ભસ્મ અને સોના ચાંદી નાં તારવાળી સાડી આપણી સમૃદ્ધિ નો અનેરો પુરાવો છે.

ખગોળ, ગણિત, વ્યાકરણ, ભૌતિક અને ધાતુ શાસ્ત્ર માં આપણા પ્રાચીન વૈજ્ઞાનિકો જગદગુરુ રહ્યા છે, પરંતુ આને આપણે માત્ર ટકાવારી ની લ્હાય માં બુદ્ધિ ધન ને તેજસ્વીતાનો સાચો ઢોળ આપી શકતા નથી. ૧૯૪૭ માં શિક્ષણ માટે ૧૫૧ કરોડ નો ખર્ચ થતો હતો આજે પ્રત્યેક બાળકદીઠ સરકાર રૂ. ૬૩૦૦ ખર્ચે છે છતાં કેળવણી નાં મામલે આપણે ભૂતાન થી પણ પાછળ છીએ.

આપણો દેશ આઝાદ થયો અને પહેલી પંચવર્ષીય યોજના બની ત્યારે કુલ રાષ્ટ્રીય ઉત્પાદન ની ૦.૬૪ % રકમ જ કેળવણી પાચળ વપરાતી હતી. તેને રૂપિયામાં આંકીએ તો રૂ.૧૫૧ કરોડ નો ખર્ચ કરવામાં આવ્યો હતો. આજે ખર્ચ તો અબજોમાં થાય છે. પરંતુ શિક્ષણ નું માળખું હજુ અંગ્રેજો એ બાંધેલી ઝંઝીર જેવું જ છે. બ્રિટીશ સરકારે આપણ ને સ્વતંત્રતા આપતા પહેલા ૧૯૪૬ માં યુનેસ્કોના સભ્ય બનાવી દીધા જે આજે પણ આપણા શિક્ષણતંત્ર ને કઠપુતળી ની જેમ નચાવે છે.

કહેવા માટે તો આપણે સ્વતંત્ર છીએ પરંતુ ઠેર-ઠેર અંગ્રેજી શિક્ષણ નાં વાવાઝોડા માં આપણે એક નવા જ પ્રકાર ની માનસિક ગુલામીને ગળે વલઘડા રહ્યા છીએ.

ઝંઝીર ને આભૂષણ માનવાની ગંભીર ભૂલ આપણ ને બહુ ભારે પાડી શકે તેમ છે.

શિક્ષક નું સ્થાન સાધુ ની જેમ જ ખુબ ઊંચું છે. કોઈનું પણ માનસ પરિવર્તન તે કરી શકે છે. બાળકોના માનસ માં નીતિના પાયા ઉપર કેળવણીની ઈમારત ખડી કરવાનું સામર્થ્ય તેનામાં હોવું જોઈએ. નાલંદા વિદ્યાપીઠ અને ગુરુકુળો થી વિખ્યાત હિન્દુસ્તાન માં આજે શાળાઓ ક્યાં થાપ ખાઈ રહી છે એ સમજવું રહ્યું !

વિદ્યાર્થીને ભણવાનું ગમવા માંડે અને એક ગમતી પ્રવૃત્તિ તરીકે તે ઉલ્લાસ થી જ્ઞાન મેળવે એ પદ્ધતિ જ શ્રેષ્ઠ ગણાય પરંતુ એવું થતું નથી... શિક્ષકે જ્યારે તમામ વિદ્યાર્થીઓ ને પોતાનાં ગમતા સ્થળ નું ચિત્ર દોરવાનું કહ્યું ત્યારે કોઈએ, બગીચો, થીયેટર, મેદાન વગેરે દોર્ય પરંતુ કોઈએ શાળાનું ચિત્ર ન દોર્યું...

ખરેખર તો શાળાના સંચાલકો એ આ બાબત ને ગંભીર ગણી આત્મમંથન કરવું જોઈએ પરંતુ આજ ની શાળાઓ કોઈ ઋષિ મુનિઓની પાઠશાળા નથી... એ તો ટંકશાળ છે. વિદ્યાથીઓ બિચારા એક બોજ ની જેમ શિક્ષણ ને વહન કરે છે. જેના કારણે ગોખણપટ્ટી સિવાય નાં સાવ સામાન્ય જ્ઞાન કે સહજ ઘટનાઓ વિશે પણ આપણા તરુણો અજાણ હોય છે.

આજે રવિવાર રજાનો દિવસ છે, પરંતુ કોણ જાણે છે કે રવિવાર ની રજા ભારતમાં કોણે લાગુ પાડી ? માથું ખંજવાળતા હોય તો અટકી જજો... માજી ખોરાક પ્રધાન જનાબ રફી અહમદ કીડવાઈ એ આ પ્રથા પાડી છે, જેનો આજે જન્મ દિવસ પણ છે.

આપણી શિક્ષણ પદ્ધતિ માં વિદ્યાર્થીઓ ને સાવ સીધા સાદા જીવન ઉપયોગી તોર ત્રિકા શીખડાવવામાં આવતા નથી. કેવી રીતે ધીરજ રાખવી અને કેવી રીતે નિષ્ફળતાને પચાવવી એ જીવન માં બેહદ જરૂરી હોવા છતાં શાળાઓ ને એવું શિક્ષણ આપવામાં રસ નથી. આજની શાળાઓ કદાચ વિદ્યાર્થીઓ ને જીનીયસ તો પુરવાર કરી દેશે પરંતુ ઝમીર વિશે ઝંઝોળવા માં નિષ્ફળ જાય છે.

  • કરિશ્મા ઠકરાર
  • બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED