કોલેજ લાઈફ-2
અર્પણ
મારી સાથે એન્જીનીયરીંગ કરેલા મિત્રોને.
મારી સાથે મને હંમેશા સપોર્ટ કરતા મારા વાચક મિત્રોને.
પ્રસ્તાવના
ઘણીવાર સ્ટોરીઝ વાંચીને હંમેશા પૂછવામાં આવતો પ્રશ્ન “આ સ્ટોરી તમારા લાઈફની છે? હા! આ સ્ટોરી અમે માણેલા કોલેજના દિવસોની છે. સ્ટોરીમાં ઘણી એવી વસ્તુ છે કે તમને ગમે કે ના પણ ગમે. હા પણ તમને આ વાંચીને તમારા કોલેજના દિવસો યાદ આવશે તે પાક્કું છે દોસ્ત. 3 Idiots મારી ફેવરીટ મુવી છે. તેમ આશા રાખું કે આ સ્ટોરી પણ તમારી ફેવરીટ બંને. ફ્રેન્ડ નામનો શબ્દ અમે અહી ઘોળીને પી ગયા છીએ પછી સુખ હોય કે દુઃખ કોઈની પણ પરવા નથી કરી.
હાસ્યની સાથે જિંદગી જીવવાના અમુક ફંડા પણ છે. તો તૈયાર થઇ જાઓ કોલેજ લવ માટે.
હા, એક વાત તો રહી ગઈ કે કોલેજમાં અમારાથી કોઈ લવમાં પડે છે કે નહિ તે એક સસ્પેન્સ છે.
રાત્રીના 10 વાગ્યા હતા અને હર્ષદનો મારા પર ફોન આવ્યો. “ભાઈ! રીઝલ્ટ આવી ગયું છે.” એટલું કહીને તેને ફોન મૂકી દીધો. તેને એક ટેવ હતી. તે પહેલા મારું રીઝલ્ટ જુવે પછી પોતાનું. તેને ફોનમાં કાઈ કહ્યું નહિ એટલે મને ખબર પડી ગઈ કે ભાઈ આપણી તો એકાદ બે માં લાગેલી જ છે. મે તરત જ GTUની વેબસાઈટ ખોલી. ત્યારે જે કોઈ તામારા હૃદયના ધબકારા માપે તો બોસ હાઈ લેવલ પર હોય તે પાક્કું. રીઝ્લ્ટના દિવસે તેમાં ખુબ લોડીંગ રહેતું એટલે સતત પાંચમી વાર પ્રયાસ કર્યા bad મારું રીઝલ્ટ ખુલ્યું. લાલ અક્ષરે લખેલું હતું “Sorry! You have not cleared this exam.” એની મને સાચે જ લાગેલી હતી. તે હતી MOS માં. સાલું બહુ દુઃખ થયું અને થોડું રડવું પણ આવેલું. પણ અમને 1st યરમાં કહેલું કે “કોઈમાં બેક્લોક આવે તો ડરવાનું નહિ. બીજીવાર આપી દેવાની.” પછી whats app માં બીજાના રીઝલ્ટ જોયા. મારા પાંચમાંથી ચાર ફ્રેન્ડ ફેઈલ થયા હતા અને એક જ પાસ હતો. તે ભડવીર હતા અમારા ‘દીનાભાઇ’. સાલું ફરીથી દુઃખ થયું એક કેમ બાકી રહી ગયો? સીનીયારોમાંથી શીખવા મળેલું કે કોઈ પાસ થાય તો પાર્ટી તો બનતી હૈ! અને અમે 4 ફેઈલ અને 1 પાસની પાર્ટી કરી. કેવું અજીબ લાગે નહિ. ફેઈલની પાર્ટી!
* * *
2nd year B.E. Mechanical
બીજા વર્ષમાં આવ્યા એટલે હવે તો સીનીયર થઇ ગયા બોસ! પણ અમારી કોલેજમાં તો બધા જ સરખા હતા. બીજા વર્ષનો પહેલો દિવસ હતો. અમે પાંચેય ટોઇલેટમાં ઉભા હતા. ત્યાં જ કવાડ બોલ્યો “નવું એડમીશન અને નવી બેચ આવશે. કોલેજમાં નવી ગર્લ્સ પણ આવશે.” ત્યારે અમે નક્કી કરેલું કે ભાઈ લીન ખુબ મારવાની પણ ચાર વર્ષ સુધી આપણી લાઇફમાં કોઈ છોકરી આવવી જોઈં નહિ. પાચેયે પ્રોમિસ કરેલું એટલે પત્યું.
કોલેજ લાઈફ જિંદગીના કેટલાય સુખ દુઃખ લઈને આવે છે. પણ હંમેશા હસતા રહેવું આવું આ દોસ્તોએ મને શીખવાડી હતી.
બીજા વર્ષમાં હતા એટલે લગભગ અમારી ઉમર ૨૦ જેટલી હતી. હોર્મોન્સ નામનો કીડો પણ અમને પજવતો હતો એટલે અખા ક્લાસમાં પૂછ્યા કરતા કે “ભાઈ પોર્ન પડેલું છે. હોઈ તો આપને પ્લીઝ” સાલો એક છોકરો એવો હતો કે તેની પાસે ગજબનું કલેક્શન હતું. આખી 1TB ની હાર્ડડિસ્ક ભરેલી હતી અને એ પણ પછી HDમાં. મિયા ખલીફા, સની લીયોની, એલેટા ઓશન, લીસા એન વગેરે જેવી તેની હાર્ડડિસ્કમાં પડી રહેતી. ખાલી પેનડ્રાઈવ આપવાની અને ફેવરીટ પોર્નસ્ટારનું નામ આપવાનું એટલે એ બધું સમજી જાય.
બીજા વર્ષમાં હતો એટલે મને થતું કે સાલું પાર્ટ ટાઇમ જોબ કરીએ તો થોડા પૈસા પણ મળે, પણ કોઈ જગ્યાએ સેટીંગના પડ્યું. તેમાં પણ ત્રીજા સેમેસ્ટરનું રીઝલ્ટ આવ્યું. બાપુ! આપણે તેમાં ત્રણમાં ઉંડી ગયા હતા. ધોબીકા કુત્તા ના ઘરકા ના ઘાટકા જેવી પરિસ્થિતિ આવી. તે દિવસે નક્કી કરેલું કે સાલું હવે બહુ થયું. હવે ક્યારેય ફેઈલ થઈશ નહિ અને કૃપા ભોલેનાથકી ક્યારેય થયો પણ નહિ.
* * *
અમારી કોલેજમાં આ વર્ષે ટેક-ફેસ્ટ મનાવવાનું નક્કી કર્યું હતું. સાલું પેલી વાર એનું નામ સાંભળ્યું હતું. જેવું નામ તેનાથી વિપરીત કામ. ટેક-ફેસ્ટ એટલે પૈસાનો ધુમાડો. સ્ટુડન્ટ પોતાની 2000 રૂપિયામાં બનાવેલી 4 પૈડાવાળી નાની રમકડા જેવી કાર લઈને આવે અને તેને જુદી જ રીતે રજુ કરે. હવે આને કોણ સમજાવે કે ભાઈ ચાઈનાનું 500 રુપીયાવાળું રમકડું લઇ આવોને તો પણ કેટલી મોજ પડી દે. અમે ત્યારે એક જ કામ કર્યું ‘બોસ! લાઈન મારવાનું’ કોઈ છોકરી બાજુમાંથી નીકળે એટલે તરત જ કોમેન્ટ પાસ થાય. તેમની કેટલીક છોકરીઓ ગાલ આપતી તો કેટલીક હસીને ચાલી જતી.
અમારા મીકેનીકલ ડીવીઝનની એકઝેટ સામે કોમ્પુટર ડીવીઝન હતો. એટલે માલનું તો કીડીયારું ઉભરાયેલું હતું. મીકેનીકલના છોકરાઓ કોમ્પુટરની છોકરીઓ સામે લાઈન મારીને ફ્રેશ થઇ જતા. અમુક તો કોમ્પુટરની છોકરીઓ સાથે સેટિંગ પાડીને ફરતા. નવાઈની વાત તો એ લાગી કે કોઈ પણ છોકરો પોતાની G.F. સાથે જતો હોય તો આપણને બોલાવે પણ નહિ. એની જાતને એમ સમજતો હશેને કે આપણે એશ્વર્યા પટાવી છે.
બીજા વર્ષમાં પણ પહેલા વર્ષ જેવું જ ધમાલવેડામાં કાઠીયાવાડી ગેન્ગનો પહેલો નંબર આવતો. ક્યારેક સારા મેડમ આવી જતા ત્યારે આખો લેકચર તેને જોવામાં નીકળી જતો. પણ સરલોકો આવે એટલે માથાનો દુખાવો. લેકચર પતાવવા કંઈક તો કરવું પડેને ભાઈ. ક્યારેક છેલ્લી બેચ પર બેસીને મુવી જોતા તો ક્યારેક કાગળનો ડૂચો મોમાં નાખીને બોડ પર જોરથી ફેકતા.
કોલેજ લાઇફમાં હું એકપણ સરના ટચમાં ના આવ્યો. કોઈ એવો સર મળ્યો જ નહી કે જે દિલની આરપાર નીકળી જાય. બધા જ તેનું કામ પતાવીને ચાલ્યા જતા. તે લોકો એવું માનતા કે સ્ટુડન્ટ અને ટીચર વચ્ચે ડીસટન્સ રહેવું જોઈએ. અરે! કાહેકા ડીસટન્સ રે ભાઈ?
એક દિવસ અમે લોકો લેક્તર ભરતા હતા. ત્યાં તો એક નવા પ્રોફેસરની એન્ટ્રી થઇ. મને થયું કે ચાલો કંઈક નવું શીખવા મળશે. પ્રોફેસર પોતે હિન્દી બોલતા. તેમને ગુજરાતી બરોબર આવડતું ના હતું. અમારા પાંચમાંથી દર્શનને ઉભો કર્યો અને પૂછ્યું “ચલો મુજે બતાઓ ઓટોમોબાઈલ ક્યાં હૈ?” અમારા દર્શનભાઈએ તો કાઠીયાવાડીમાં ચાલુ કર્યું. સરે કહ્યું હિન્દીમાં બોલ. દર્શનભાઈ બોલ્યા “સર થોડા-થોડા હિન્દી આતા હે. ઓટોમોબાઈલ કુછ નહિ હૈ સર. હં ઓટોમે બેઠકર મોબાઈલ યુઝ કરતે હે, ઉસે ઓટોમોબાઈલ કહેતે હે.” મારાથી બોલી ગયું “એની માને શું બોલે છે? ઓટોમોબાઈલ એટલે ગાડીનું પૂછે છે.” સરનો મગજ સાતમાં આસમાને હતો. તરત જ બોલ્યા “Get out of my class and never attend my lecture,”
દર્શન: Why sir?
સર: ખોટી માથાકૂટ ના કર. નિકળ બહાર.
દર્શનભાઈ ધીમે-ધીમે બહાર નીકળી ગયા. પાછો બહાર જઈને અમને ઈશારો કરે કે સાલો લખણ ખોટો.
બીજું વર્ષ પતવા આવ્યું હતું અને એકઝામ બાકી હતી. બોસ! આ વખતે મારે 10 પેપર આપવાના હતા.મે પહેલેથી જ નક્કી કર્યું હતું. ૧૦ માંથી એકપણમાં ફેઈલ થઈશ નહિ. ગાંડી મહેનત કરી. સતત 1 મહિનો ચાલી. જયારે એક્ઝામ આવે ત્યારે સ્ટુડન્ટના ચહેરા જોવા જેવા હોય છે. બિચારા એકદમ માયુશ. ડર નામનો ફીવર તેમના આખા ચહેરા પર હોય. પણ અમારું ગ્રુપ જરા હટકે હતું. એક્ઝામમાં ડબલ મોજ કરતા. બીજા સ્ટુડન્ટણે પણ હસાવતા. કેટલાયે દિવસ પછી સ્માઈલ આવે તેમના ચહેરા પર.
બીજા વર્ષનું રીઝલ્ટ આવ્યું. આ વખતે બાજી મારી દીધી. બધું જ ક્લીયર બોસ! અમારા ગ્રુપમાં બધા જ પાસ થઇ ગયા? ના હોય એલા! હા બધા જ પાસ થઇ ગયા હતા. અને તે સાંજે પાર્ટી કરી અમે.
* * *
Mechanical 3rd year
જિંદગી ફૂલ સ્પીડમાં બુલેટ ટ્રેનની જેમ જતી હતી સાથે સાથે કોલેજ લાઈફ પણ. ત્રીજું વર્ષ આવ્યું એટલે અમને બધી જ ખબર હતી કોલેજ વિશે. બધું જ જાણતા થઇ ગયા હતા. અમુક સારો હવે નામથી ઓળખતા થઇ ગયા હતા. તો અમુક કાઠીયાવાડીથી ઓળખતા હતા.
એક દિવસ અમારું ગ્રુપ છેલ્લા લેક્તર સુધી બેઠા હતા. ફક્ત પાંચ જ વ્યક્તિ હતા. ક્લાસમાં સર પણ સારા હતા. ભણવાની તો વાત આવે જ નહિ. એટલે અમે સર લોકોના પગાર વિશે પૂછતાં હતા. સ્વાભાવિક છે કે આપણને ઈચ્છા થાય કે આ લોકોપ કેટલું કમાતા હશે? તેઓની લાઈફ સ્ટાઈલ કેવી હશે? આ બધી વાતો ઊંડાણપૂર્વક અમે જાણવા માંગતા હતા. સરે થોડીક વાતો કહી અને થોડીક ઇગ્નોર કરી. પણ એક વાત જાણીને ઝટકો લાગ્યો. સરને અમે બીજા સર વિશે પુછતા હતા એટલે એણે જવાબ આપ્યો કે “તે તો સાવ નાગો માણસ છે. સાળાને કઈ ખબર પડે જ નહિ અને વચ્ચે વચ્ચે ડબકા માર્યા કરે.
હા ભાઈ, હું પણ એવું મનુ છું કે દરેક કોલેજમાં એક સર બીજા સરની કાપતા હશે.તે લોકો આટલા મેચ્યોર થઈને આવું કરે તે નવાઈ લાગી મને. સર લોકો પાસેથી શીખવા મળ્યું કે તમે ગમે ત્યાં જાવ તમારાથી વિરુદ્ધ ચાલવાવાળા માણસો તમને ભટકાઈ જ જાય છે. તેને હેન્ડલ કરવા પડશે તમારે. પછી તે ભલે 25 વર્ષનો યુવાન હોય કે 45 વર્ષનો વૃદ્ધ.
આજે જયારે નવસારીથી સુરત જવા માટે ઉભા હતા ત્યારે સ્ટેશન પર એક મસ્ત ફટકો જોયો. અમારાથી એક બોલ્યો “એની મને શું માલ છે?” મે કહ્યું “સાલા કંટ્રોલમાં રે. અહિયાં બધા જુવે છે.” તે બોલ્યો “ભાડમાં જાય તે બધા. મને જોવા દે.” અમે નક્કી કરેલું કે તે જે ડબ્બામાં ચડશે તે ડબ્બામાં આપણે પણ ચડવાનું. ટ્રેન આવી. તે ડબ્બામાં ચડવા લાગી. મધપૂડાની સાથે મધમાખી પણ ગઈ. હવે અમે બધા એક જ ડબ્બામાં એક સાથે ઉભા હતા. પેલીએ પોતાનો ફોન કાઢ્યો અને ‘COC’ રમવા લાગી. અમે બધા આ જોતા હતા ત્યાં ગધીયાભાઈની કોમેન્ટ આવી “કેટલામું સ્ટેજ રમે છે ભૌતિક?” હું મનમાં જ બોલ્યો “મને શું ખબર? તું જાતે જ પૂછી લે ને?” પેલીએ તો તેનો ફોન મારા હાથમાં આપીની કહ્યું “આ લે! જોઈ લે.” મે ફોન જોયો. લેવલ ગયું ભાડમાં તરત જ કી-પેડ શોધવા લાગ્યો. તેણે કહ્યું “નહિ મળે.” મે કહ્યું “શું નહિ મળે?” પેલીએ કહ્યું “કી-પેડ” મે કહ્યું “તો તારે કી-પેડની જરૂર જ નથી પડતી એમને.” પેલીએ કહ્યું ”ના.” ત્યાં દીનાભાઇ બોલ્યા “એલાઓ સુરત આવી ગયું.” એની મને આટલું જલ્દી કેમ આવી ગયું. હજુ તો આ માલ સાથે વાત કરવાની છે. હું મનમાં જ બબડ્યો. સાલું બધું જ પાણીમાં ગયું. તે પણ ચાલી ગઈ. ગેમ ઓવર.
* * *
ત્રીજા વર્ષની સાથે સાથે કેટલાક પ્રશ્નો અને કઠણાઈઓનો સામનો કરવો પડ્યો હતો. સૌથી મોટી કઠણાઈ હતી અમારા પ્રદીપભાઈની. ભાઈને લવ થઇ ગયો હતો જે અમારા નિયમની વિરુદ્ધ હતો. પણ અમે ચલાવી લીધું. પણ જયારે તેની લવ સ્ટોરી સામે આવી ત્યારે તેને રુવાડા ઉભી કરી દીધા. તેના માટે હું બુક લખવાનો છું ‘Blind love’ જે આવતા વર્ષે પબ્લીશ કરવાનો છું.
તો તૈયાર રહો ત્રીજા ભાગ માટે......