કોલેજ લાઈફ - 1 Bhautik Dholariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોલેજ લાઈફ - 1

કૉલેજ લવ-1

અર્પણ

મારી સાથે એન્જીનીયરીંગ કરેલા મિત્રોને.

મારી સાથે મને હંમેશા સપોર્ટ કરતા મારા વાચક મિત્રોને.

પ્રસ્તાવના

ઘણીવાર સ્ટોરીઝ વાંચીને હંમેશા પૂછવામાં આવતો પ્રશ્ન “આ સ્ટોરી તમારા લાઈફની છે? હા! આ સ્ટોરી અમે માણેલા કોલેજના દિવસોની છે. સ્ટોરીમાં ઘણી એવી વસ્તુ છે કે તમને ગમે કે ના પણ ગમે. હા પણ તમને આ વાંચીને તમારા કોલેજના દિવસો યાદ આવશે તે પાક્કું છે દોસ્ત. 3 Idiots મારી ફેવરીટ મુવી છે. તેમ આશા રાખું કે આ સ્ટોરી પણ તમારી ફેવરીટ બંને. ફ્રેન્ડ નામનો શબ્દ અમે અહી ઘોળીને પી ગયા છીએ પછી સુખ હોય કે દુઃખ કોઈની પણ પરવા નથી કરી.

હાસ્યની સાથે જિંદગી જીવવાના અમુક ફંડા પણ છે. તો તૈયાર થઇ જાઓ કોલેજ લવ માટે.

હા, એક વાત તો રહી ગઈ કે કોલેજમાં અમારાથી કોઈ લવમાં પડે છે કે નહિ તે એક સસ્પેન્સ છે.

“ભાઈ! એન્જીનીયરીંગમાં કયું ફિલ્ડ સારું?”

12 સાયન્સ પછી કેટલાયને પુછાયેલો પ્રશ્ન હતો. બધાના જવાબો અલગ-અલગ. એકે મસ્ત આન્સર આપ્યો. “તારું દિલ શું કહે છે? તેને પૂછ અને ચાલ્યો જા તેમાં.” ત્યારે બહુ હસવું આવેલું. પછી મનમાંજ બોલ્યો “તબલોભાઈને આન્સર મળવાનો.” દિલ એક જ કામ કરે છે, છોકરીઓ પટાવવાનું. ભારે જહેમતથી ફિલ્ડ નક્કી કરેલું, ‘The Great Mechanical’ હવે બીજો પ્રશ્ન હતો “ભાઈ! કોલેજ કઈ સારી રહેશે?” ત્યારે એવા નામ સાંભળવા મળેલા કે ફરીથી હસવું આવેલું. તબલોભાઈણે એવી કોલેજ મળવાની કારણકે એક નઝર પરસેન્ટેજ પર પણ કરવી પડે. ફરીથી ભારે જહેમત bad કોલેજ નક્કી કરી. કોળી પટેલ ટ્રસ્ટ સંચાલિત મહાત્મા ગાંધી ઇન્સ્ટીટયુટ એન્ડ રીસર્ચ સેન્ટર, નવસારી. જેટલું મોટું નામ એટલું જ નાનું કામ.

પહેલો દિવસ કોલેજનો કોણ ભૂલી શકે યાર? પહેલી જ વાર જીંદગીમાં સુરત રેલ્વે સ્ટેશન જોયેલું. મારાથી અનાયાસે જ બોલી ગયું “કવાડ! એની મને અહિયાં તો માલ જ માલ છે.” (કવાડ હર્ષદ જે મારો મિત્ર છે મારા કહેવાથી તેને પણ આ કોલેજ સિલેક્ટ કરેલી.) હા, તે સ્ટેશન હતું એટલે સમાજના ત્રણેય વર્ગો ત્યાં જોવા મળતા.

  • ઉચ્ચ વર્ગના લોકો, જે ગોગલ્સ, વાળને કલર કરાવેલા, અને દરરોજ મેકઅપથી લથબથતા કરેલા ચહેરા, સાથે એપલનો i-phone તેની બ્રાંડ એમ્બેસેડર તરીકે રહેતા.
  • મધ્યમ વર્ગના લોકો. આ લોકો ઉચ્ચ વર્ગના લોકોને જોઇને “BC! આપણી લાઈફ ક્યારે આવી થશે?” એમ કહીને નિસાસો નાખતા, પણ દિલના ચોખ્ખા હોવાને કારણે સપનાઓ જોતા અને લાગી પડતા તેની પાછળ.
  • છેલ્લે ગરીબ વર્ગ. વિખરાયેલા વાળ , બંને હાથ ફેલાવીને ઉપરના બંને વર્ગ પાસે અપેક્ષાથી કંઈક માંગતા. કોઈ આપે તો ઠીક છે નહીતર પોતાની બનાવેલી કેસેટ સંભળાવતા આહલ વધવાનું. બંને વર્ગ કરતા સૌથી સારી લાઈફ એ લોકો જીવતા હોય તેવું મને લાગે છે.
  • ક્યારેક સ્ટેશન પર કોઈ સારા ભાભીના દર્શન થતા ત્યારે આખો દિવસ સારો જશે એમ લાગતું પણ તે તદન ખોટું હતું.

    *1st year of B.E. Mechanical*

    જીંદગીમાં પહેલીવાર નવસારી જોયું. દરેક શહેરમાં અલગ-અલગ રૂલ્સ હોય તેમ અહિયાં પણ રૂલ્સ હતા. કોલેજ જવા માટે રિક્ષામાં બેઠા, ઘેટા-બકરાને પૂરે તેમ અહી રિક્ષવાળા દરેક રીક્ષામાં 6 જણાને જ બેસવાનું અને તો જ રિક્ષા ઉપાડે. અમારા થોબડા જોઇને રિક્ષાવાળો ભાઈ પણ સમજી ગયો અને પૂછ્યું “નવા લગતા છો. કોલેજમાં ન્યુ એડ્મીશન?” અમે બાઘાની જેમ તેની same જોતા રહ્યા અને હું બોલ્યો “હા! કાકા ન્યુ એડ્મીશન છે.” કાકા બોલ્યા “આ સાઉન્ડની પીન છે. આ લ્યો, અને વગાડો ટમારે જે સોંગ વગાડવા હોય ટે.” મે કવાડને કહ્યું “ઈલ્યા આ તો નવું છે અહિયાં.” અને વગાડવા માંડ્યો 3 ઇડીયટના સોંગ. સોન્ગ્સ સાભાળતા-સાંભળતા જ કોલેજ આવી. વરસાદ પડતા જ ભીની માટીની સુગંધ આવે તેમ અમને પણ કોલેજની સુગંધ આવી. બધા સીનીયર લોકો અમારું સ્વાગત કરવાના હોય તેમ અમારી સામું જોતા હતા. અમે અંદર પ્રવેશ્યા ત્યાં જ એક કપલ ઉભું હતું. તે છોકરી પેલા છોકરાના વાળ સરખા કરતી હતી. અમારા માટે આ બધું અજીબ હતું.

    * * *

    પહેલા દિવસનો પહેલો લેકચર હતો. ત્યાં એક મેડમ આવ્યા અને ઈંગ્લીશ ફાડવા લાગ્યા. હવે આ ડોબીને કોણ સમજાવે કે અમારા ગુજરાતી મીડીયમવાળાણે ઇંગ્લીશની બારક્ષરી પણ આવડતી ના હતી. ત્યાં જ એક અમારામાનો ડોબો ઉભો થયો અને બોલ્યો “ગુજરાતીમાં બોલો તો કંઈક ખબર પડે!” અને પેલી મેડમ તેની same જોતી રહી. જાણે તેને કહ્યું હોય કે “Will you marry me?” મેડમે ચાલુ કર્યું “ચાલો બોયઝ પોત-પોતાનો intoduction કરાવો.” ક્લાસમાં એક પછી એકનો વારો આવ્યો. છેલ્લે હું ઉભો થયો અને બોલ્યો “માય નેમ ઈઝ ભૌતિક પટેલ એન્ડ આઈ એમ ફ્રોમ સુરત” પેલી ડોબી અવાજ પરથી જ વર્તી ગઈ અને બોલી “કાઠીયાવાડી છો ને? ક્યાં વરાછાથી આવટા છો?” હું બોલ્યો “યસ મેમ.” ત્યારે સમાજ પડી કે આ કોલેજમાં કાથીયાવાદીનું નામ પડતા જ લોકો ડરે છે. અમારા પૂર્વજો અહી યુદ્ધ કરીને ના ગયા હોય તેમ. છેલ્લે બધું જ પૂરું થયું. સળી મુતરડી લાગી હતી એટલે ટોઇલેટ તરફ ગયો. અંદર ગયો ત્યારે નવાઈ લાગી. સાલી ગજબની સીસ્ટમ હતી ને અહિયાં તો. પછી ખબર પડી. બહાર આવીને જોયું તો ઉપર પાટિયું હતું ‘girls.’ તરત જ બોલી ગયું “એની માને બચી ગયો કે કોઈ છોકરી ના આવી.” આજુબાજુ જોઇને શરમને મારે ત્યાંથી જલ્દી ભાગ્યો.

    કોલેજમાં આવીને એક વસ્તુ બહુ જ ગમી કે અહિયાં દરેક જાતિના વિદ્યાર્થીઓ ભણતા. હિંદુ, મુસ્લિમ, પંજાબી વગેરે. તેમના પાસેથી હું કંઈક શીખવાની આશા રાખતો. તે લોકો પણ નીસ્વાર્થ ભાવે બધું કહેતા. અબ્બાસ અને અનીશ મુસ્લિમ હતા એટલે તે લોકોએ બધું કીધું પણ ખરું.

    ક્લાસમાં જે સર કે મેડમ આવતા તે બધા ઇંગ્લીશમાં જ બોલતા અને ઈંગ્લીશ મીડીયમવાળા એ લોકોના આન્સર આપીને પોતાનો રોફ જમાવતા. એ લોકો આન્સર આપતા અને વળી કોલાર ઉચો કરીને બધાને બતાવે કે હું ઈંગ્લીશ મીડીયમવાળો છું. જેમ-જેમ દિવસો જતા તેમ-તેમ અમારી વેલ્યુ સેન્સેક્ષના પારાની જેમ નીચે આવતી ગઈ.

    અમે મીકેનીકલવાળા એટલે ક્લાસમાં માંડ બે કે ત્રણ girls હોય. ત્યારે થતું કે સાલું છોકરી નામનું વસ્તુ આપણા ભાગ્યમાં જ નથી. ક્યારેક ક્યારેક એવા સર આવી જતા કે મોઢાંમાંથી બોલી જતું કે “એ ભાઈ આને કોણે સર બનાવ્યો હશે? આના કરતા તો મે સારું ભણાવી શકતે.”

    પહેલા વર્ષમાં હું બીજા ચાર મિત્રોના સંપર્કમાં આવ્યો. જે મારી લાઈફનો ટર્નીંગ પોઈન્ટ હતો. પ્રદીપ ગઢિયા, રવિ, દર્શન અને દીનાભાઇ. સળી એક થી એક ચડિયાતી નોટ. અમારાં પાંચનું ગ્રુપ રહેતું. મિત્રતા નામની વસ્તુ મને આ પાંચમાંથી શીખવા મળ્યું હતું. ગાઢ સબંધો, કોઈ જ સ્વાર્થ નહિ, બધાને પેટ પકડીને હસાવવાનું. ક્યાય પણ જવું હોય તો પાંચેય સાથે જ જતા. ક્લાસ બંક કરવા માટે પણ કવાડ તત્પર રહેતો. પણ પહેલું વર્ષ હતું, સીરીયસલી ભણતા અમે લોકો.

    પ્રદીપ તો પ્યોર કાઠીયાવાડનું પાણી. મૂળ અમરેલીથી નવસારી કોલેજ માટે આવેલો. તેના ધમાંલાવેડાથી આખી કોલેજ તેને જાણતી. તે અમરેલીની વાતો કર્યા કરે. મારે ત્યાં આમ ને તેમ. પણ તેના ફેકા સાંભળવાની મજા આવતી. પહેલા વર્ષમાં અમારા ગ્રુપમાંથી કોઈ એકને પ્રિન્સીપાલ પાસે જવાનું થાય જ. અમારા ગુના જ એવા હોય કે જેમ કે કોઈ ક્લાસમાં આવે તરત જ અમે શરૂ કરી દેતા “આવો! આવો! શું લેશો ચા-પાણી કે નાસ્તા?” ક્યારેક કાગળના વિમાનો ક્લાસમાં ઉડતા હોય તો ક્યારેક જોરથી રાડો પાડીને પેન મોઢામાં નાખીને બેસી જવાનું એટલે કોઈને ખબર જ ના પડે, તો ક્યારેક કોઈ બીજાની એટેન્ડસ પુરાવતા, તો ક્યારેક કોઈની અણી કાઢવામાં આખું ગ્રુપ માથે ચડી જતું.

    એક વાત મને મારા કલાસે શીખવાડી. અમારો ક્લાસ હંમેશા એક-બીજાની મદદ કરતો. કોઈ ગુનો ભલે કોઈ એક વ્યક્તિએ કર્યો હોય પણ સજા આખો ક્લાસ ભોગવતો. તેમાં પણ કાઠીયાવાડી ગ્રુપના ગુના વધારે જ હોય. યુનિયન નામનો શબ્દ અમારા ક્લાસમાં જાણે દુધમાં સાકરની જેમ ભળી ગયો હતો. બોસ! આ મીકેનીકલનો X ડીવીઝન હતો જે ક્યારેય તુટશે નહિ.

    1st યર પૂરું જ થઇ ગયું હતું, પણ એક્ઝામ નામનો કીડો હજુ બાકી હતો. પહેલું વર્ષ એટલે મન લગાડીને મહેનત કરી હતી પણ ઇંગ્લીશમાં હજુ ફાવટ આવી ના હતી. ખુબ વાચ્યું અમે લોકોંએ સારા માર્ક્સ મેળવવા માટે. અમે લોકો એક્ઝામ આપવા માટે ક્લાસમાં ગયા. ત્યાં એન્ટર થયા પછી ખબર પડી કે અહી તો ISIS ના સૌનિકો ટ્રેનીંગ લેતા હોય તેવો માહોલ હતો. અમે બધા ક્લાસમાં બેઠા. બગદાદીના વડાએ સૂચનાઓ આપવાનું ચાલુ કર્યું, “કોઈએ ફોન પાસે રાખવો નહિ, પોતાના હથિયાર (પેન, પેન્સિલ, રબર) જાતે જ લાવવાના, કોઈની પાસે માંગવાના નહિ, આજુબાજુમાં નજર કરવી નહિ અને જો કોઈ ચીટીંગ કરતા પકડાશે તો બે વર્ષ માટે બેન થઇ જશે. અમે લોકોએ લખવાનું શરૂ કર્યું. બગદાદીનો મેઈન વાળો ક્લાસમાં આવ્યો અને એક રાઉન્ડ મારીને ચલ્યો ગયો. આવી જ રીતે અમે બધી એક્ઝામ આપી.

    હવે પછીના દિવસો બહુ જ કપરા હતા. સબમીશન, વાઈવા આવે. તમારી પાસે ત્રણ કે ચાર બગદાદી એજન્ટો બેઠા હોય. તેને પોતાને પણ કોન્સેપ્ટ ખબર ના હોય પણ મને બધું જ આવડે છે એવો દંભ કરતા. એક પછી એક સવાલોનો મારો કરતા અને અમે બેસી રહેતા. બફ્હું જ પૂરું થયું હવે વાટ હતી ફાઈનલ રીઝલ્ટની. અમારા રીઝલ્ટ તમને કહીશ પણ પાર્ટ-2 માં. હજી તો ઘણી લાંબી સફર છે દોસ્ત.

    To be continue…..