એક લેખકની લવસ્ટોરી Bhautik Dholariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક લેખકની લવસ્ટોરી

એક લેખકની Love Story.

“મમ્મી હું લગ્ન નહિ કરું” એક 25 વર્ષનો યુવાન તેના મમ્મી-પપ્પાને આજીજી કરી રહ્યો હતો. મંજરી આંખો સિક્સ પેક ધરાવતો, પરફેક્ટ બોડી જે સીરીયલના એકટર જેવો, જોતા જ મનમાં ગમી જાય તેવો મનન તેના મમ્મી-પપ્પા જોડે વાતો કરી રહ્યો હતો.

“શું બોલે છે તું? ભાનમાં તો છેને. દારૂ પીને તો નથી આવ્યો ને?” મનનના પપ્પા રમેશભાઈએ ઠપકો આપતા કહ્યું. મનનને મારવા ઉઠાવેલો હાથ પાછો ખેચીને બીજી તરફ ચાલ્યા ગયા રમેશભાઈ.

“હું વાત કરું છું ને.” કોકિલાબેને બાજી સંભાળતા રમેશભાઈને કહ્યું.

“શું વાત કરીશ તું તેના જોડે. તારા આ લાડ-પ્યારની તો અસર છે. તારામાં જો અક્કલ હોત તો આ દિવસો ના જોવા પડ્યા હોત.” અત્યારે રમેશભાઈનો પારો સાતમાં આસમાંને હતો. તેની આંખો સિંહની જેમ ગર્જના કરતી અને હમણા જ કોઈનો જીવ લેવા સક્ષમ હતી.

“બેટા શું થયું મને કહીશ.” કોકીલાબેન પ્રશ્નાથ નજરે મનન સામે જોઇને બોલ્યા.

મનન હજુ ચુપ હતો.

“બેટા તારી મને પણ નહિ જણાવે. હું તારી હેલ્પ કરીશ બસ. આ મારું પ્રોમીસ છે તને.”

મનનની બહેન નિવા આ બધું જોઈ રહી હતી. તેને પણ ન હોતી ખબર કે આવો બોમ્બ-ધડાકો ફૂટવાનો છે ઘરમાં.

મનન ચુપી તોડીને બોલ્યો “ મમ્મી હું તે છોકરીને દિલ દઈને છું જે ક્યારનીયે બીજાની થઇ ચુકી છે. પણ હું મોડો પડ્યો મમ્મી. તે બીજાને દિલ દઈને બેઠી છે. મમ્મી આ એ છોકરી છે કે જેણે હું દિલો-જાનથી પ્રેમ કરુ છું અને તે જ તો કીધું છે ને પ્રેમ તો રાધ-કૃષ્ણ જેવો હોવો જોઈંએ. પણ મમ્મી તારા કૃષ્ણની રાધા નહિ મળે. એટલે જ આ કૃષ્ણ જિંદગીભર લગ્ન નહિ કરે.” મનન આ બધું એકી શ્વાસે બોલી ગયો. તેના કપાળ પર પરસેવાના બુંદો છવાઈ ગયા. તે હજુ હાફતો હતો.

કોકીલાબેન: બેટા શું બોલે છે તું? તું ભાનમાં તો છે ને? કોણ છે એ છોકરી મને કહે જોઈ. હું અને તારા પપ્પા તેની જોડે વાતો કરીશું. તેને મનાવીશું. કદાચ તે માની જાય.

મનન: બધું જ તૂટી ગયું છે મમ્મી. આપણે મોડા પડ્યા છીએ. કદાચ તારા દીકરાના ભાગ્યમાં જ આવું લખ્યું હશે. જીંદગીમાં કોઈને પ્રેમ ન હતો કર્યો આ છોકરી સિવાય મમ્મી.

(મનન આમ તો એન્જીનીયર હતો. તેને જીંદગીમાં ઘણું struggle કર્યું હતું. પણ કોણ જાણે આ વાત તેના દિલમાં ઉતારી ગઈ હતી. આ વાત તેને રાત્રે સુવા દેતી ન હતી. કોલેજમાં ઘણી છોકરીઓ તેની પાછળ પડતી હતી પણ તે કોઈને જ રિસ્પોન્સ આપતો ન હતો. તેને મન મુકીને માણી હતી કોલેજ પણ તેના boy friends સાથે.)

રમેશભાઈ(ગુસ્સાથી): હા! આ બધું સંભાળવા જ તો અમે તને મોટો કર્યો હતો, તને એન્જીનીયર બનાવ્યો હતો. મને લાગતું જ હતું કે દબાયેલી સ્પ્રિંગ ક્યારેક ઉછળે અને ઉછાળી પણ ખરી સાલી! અને અમારા પેટની આરપાર જતી રહી.

રમેશભાઈનો હાથ મનનના ગાલ પર પડે ત્યાં જ રીવા આવી ગઈ.

રીવા: પપ્પા, please ગુસ્સો ના કરશો. હું ભાઈ સાથે વાત કરીશ. તે મારી બધી જ વાત મને છે. હું તેને સમજાવવાનો પ્રયત્ન કરીશ.

(મનન ત્યાંથી પોતાના બેડરૂમમાં ચાલ્યો ગયો. પોતાના બેડરૂમના દરવાજાને જોરથી ધક્કો માર્યો ધડામ! દઈને અવાજ આવ્યો.)

કોકીલાબેન તેની પાસે જતા હતા પરંતુ રમેશભાઈએ રોક્યા.

રમેશભાઈ: રહેવા દે આજની રાત. તેને એકલો રહેવા દે. એટલે તેને ભાન આવે.

કોકીલાબેન: તમે પણ ગજબ છો. 25 વર્ષના જુવાનજોધ દીકરા પર હાથ ઉપાડો છો. શરમ નથી આવતી તમને.

રમેશભાઈ: તું અહીંથી જતી રહે નહીતર તું અહીંથી રોતી રોતી અંદર જઇશ.

મનન અત્યારે બેડરૂમમાં પોતાની ચેર પર બેઠો હતો. મહેકના વિચારો કરતો હતો. પહેલો દિવસ કે મહેક કોઈ બસ સ્ટેશને ઉભી હતી અને બસની રાહ જોઈ રહી હતી. તેની પાછળ જ મનન હતો જે અત્યારે મહેકને પુરેપુરી જોઈ રહ્યો હતો. તેના ખુલ્લા વાળ, નમણો ચહેરો, તેના કાન પરના earings, પર્સ, મોબાઈલ અને સાદગીથી તરબરતી આ છોકરી. અચાનક જ બસ આવી ગઈને મહેક ચાલી ગઈ. મહેક બસની વિન્ડોસીટ પર બેઠી અને બસ ત્યાંથી ચાલી ન ગઈ ત્યાં સુધી મનન જોતો જ રહ્યો. તેની હિંમત જ ના ચાલી મહેકને કહેવાની કે હું તને પ્રેમ કરું છું! અને આ બાજુ મહેક પણ મનનને હમેશા જોતી રહી. તેને ખબર હતી કે આ મને કઈક કહેવા માંગે છે. તેને પણ મનન ગમતો. પણ હવે શરૂવાત કોણ કરે કહેવાની? આ સવાલ કઠીન હતો.

એક દિવસ મનન અને મહેક સાથે બસમાં ચડ્યા અને સીટ પણ પાસે-પાસેની આવી હતી. હજારો વિચાર કરતા મનનથી હવે રહેવાયું નહિ. તેને અચાનક જ પૂછી નાખ્યું. “I want to friendship with you” અને મહેકને પોતાનો નંબર આપ્યો. ત્યારે મહેક કઈ જ બોલી ન હતી. આગળ સ્ટેશન આવ્યું. મહેક ત્યાં ઉતારી ગઈ. મનન મનમાં જ બબડ્યો “ગજબ છે આ છોકરી. હા કે ના answer તો આપવો જોઈએ.”

* * *

આજે ત્રણ દિવસ થઇ ગયા હતા હજી સુધી મહેકે કોલ કે મેસેજ કર્યો ના હતો. મનન હંમેશાની જેમ laptop પર ફિલ્મ Xman જોતો હતો. ત્યાં જ તેના મોબાઈલની રીંગ વાગી. મનને ફોન ઉપાડ્યો.

મનન: Who are you?

મહેક:you know very well.

મનન: ઓહ! અચ્છા તું છે મહેક.

મહેક: હમમ

મનન: તો ત્યારે બસમાં કેમ કઈ આન્સર ના આપ્યો.

મહેક: અરે મારે ઓફિસનું ટેન્શન હતું. અને ત્યારે મારો મૂડ ઓફ હતો.

મનન: ok! as you wish

મહેક: હા એ તો મારી જ wish હોય ણે. એમાં કોઈ બીજાની wish થોડી હોય

મનન: By the way, તું શેની જોબ કરે છે.

મહેક: હું બેંકમાં કામ કરું છું.

મનન: oh thats good. પણ તને કહું બેંક એકદમ બોરિંગ જગ્યા છે.

મહેક: તે કઈ રીતે?

મહેક: અરે! આખી જિંદગી જેની(પૈસા) પાછળ આપણે દોડ્યા હોય તેને આપણે બીજાને આપવાના. અને પાછું લાઈનમાં ઉભું રહેવાનું. સામેવાળાનો ચહેરો સારો હોય તો સારું નહીતર તે પણ આપણને ગાળો આપતો હોય તેમ પૈસાની સ્લીપ પર પોતાનો સિક્કો મારે. મને તો એમ જ લાગે કે કોઈએ માર્યું કે શું? So, I hate this type of job. કઈ આનંદ જેવું હોય જ નહિ. લડતા- ઝઘડતા કસ્ટમર, કોઈ લોન લેવા માટે આખો જીવ રેડી દે તો પણ ના મળે અરે! આ બધું બોરિંગ નથી તો શું છે? યાર!

મહેક: બસ બસ કેટલી મજાક ઉડાવીશ. તારા શબ્દો પરથી એવું લાગે છે કે તારી પાસે સારો એવો શબ્દભંડોળ છે અને તું શું કરે છે?

મનન: ઓહ! સોરી આટલું બધું બોલી ગયો. હું એક writer છું એટલે અમારું નક્કી જ ન હોઈ બોલવામાં.

મહેક: oh! You are writer. It’s awesome.

મનન: હમમ

મહેક: તારી બુકનું નામ તો કહે,

મનન: મે હજુ પબ્લીશ નથી કરી, પણ તું માતૃભારતીમાંથી મારી બુક વાચી શકે છે.

મહેક: તે વળી શું છે?

મનન: તે એક એપ્લીકેશન છે, તેમાં મારી ત્રણ બુક છે. જોઈ લે જે કઈ કઈ છે?

મહેક: હા! ચોક્કસ.

મનન: તને વાંચવું ગમે છે?

મહેક: હા, ખુબ જ.

મનન: ok તો હવે જામશે.

મહેક: Bye. ફોન મુકું છું. હવે મારા પપ્પા આવી ગયા છે.

* * *

મનન હજુ ચેર પર જ બેઠો હતો. આ બધું યાદ કરીને તે નિસાસો નાખતો હતો. તે ઉભો થઈને કાચ તરફ ગયો. ઓહ! મનન writer અને એક પાગલ છોકરો, જે કોઈ છોકરી પાછળ પડ્યો છે. કાચમાંથી મનનનું પ્રતિબિંબ બોલી રહ્યું હતું.

મનન: શું પ્રેમ કરવો કઈ ગુનો છે? મહેક આવું કરત તે મને ખબર ના હતી.

મનનનું પ્રતિબિંબ: કઈ જ ગુનો નથી દોસ્ત. તે તારી હાલત જોઈ છે. અને એક writer પોતાના પુસ્તકને જ પ્રેમ કરે છે તું જ બોલ્યો હતો નહિ મનન.

મનન: હા બોલ્યો હતો. પણ હવે શું? જે થવાનું હતું તે થઇ ગયું.

પાછળ પ્રતિબિંબ અદ્રશ્ય થઇ ગયું. મનનને પરિસ્થિતિનું ભાન થયું. પોતે જ્યાં ઉભો હતો ત્યાંથી બહાર નિકળ્યો અને અગાશી ઉપર ચડ્યો. ખુલ્લા આશમાંનને જોયું. બધું જ વેરાન લાગતું હતું. ફરીથી વિચાર શરૂ થયા.

(મનન મહેકને કોફીશોપ પર બોલાવે છે.)

મહેક: શું ચાલે છે ? લેખક્સાહેબ.

મનન: કઈ જ નહિ, મારી કલમ અને હું ચાલુ છું.

મહેક: oh! Good.

મનન: તારી જોબ કેવી ચાલે છે. બધું બરાબર છે ને?

મહેક: હા. કેમ આવું પૂછે છે?

મનન: Just! I said that. મહેક મારે તને કઇક કહેવું છે. તું નારાજ નહિ થતી.

મહેક: ok.

મનન: you give me a promise.

મહેક: ok, baba. Tell me what are you saying me.

મનન: I love you Mahek.

(મહેક થોડી ક્ષણો માટે ચુપ થઇ જાય છે.)

મનન: કઈક તો બોલ મહેક.

મહેક: આપણે હવે જવું જોઈએ. તને શું લાગે છે?

મનન: હા જઈશું. પણ હજી તે જવાબ આપ્યો નથી.

મહેક: અત્યારે મારે ઘરે જવું છે.

મનન: ok. Bye.

* * *

મનન અગાશીના પર ઉભો હતો. ત્યાં જ તેને પોકેટમાંથી સિગારેટ કાઢી સળગાવી. સિગારેટનો કશ મારી અને તેમાંથી નીકળતા આકાશમાં નીકળી ગયા. શા માટે હું તે છોકરીના પ્રેમમાં પડ્યો? I love you શબ્દ વેડફવા માટે ધિક્કાર છે મનન તારી જાત પર. સારી જિંદગી જીવતો મનન અત્યારે બાયલો થઇ ગયો છે. તારા મિત્રોને શું જવાબ આપીશ કે તું બાયલો છે.

રાત્રીનો 1 વાગ્યો હતો. મનન હવે તેના બેડ પર હતો. અત્યાર સુધીમાં કેટલાય પડખા ફેરવી ચુક્યો હતો પણ ઊંઘ આવતી ન હતી. ફરીથી વિચાર શરૂ થયા. મનને મહેકને બીજા દિવસે કરેલો ફોન યાદ આવ્યો.

મનન: તે મને આન્સર કેમ ના આપ્યો?

મહેક: મારે વિચારવાનો સમય જોઈતો હતો.

મનન: ઓહ! કેટલું વિચારીશ? આટલું તો લેખક પણ નથી વિચારતો.

મહેક: એ બધું છોડ. Happy Bday dear Manan

મનન: Thank you.

મહેક: ચલ તારો બર્થડે છે ને, હું પાર્ટી આપીશ આજે.

મનન: Are you Mad? હું છોકરીઓ પાસેથી પાર્ટી-બાર્ટી નથી લેતો.

મહેક: નહિ હું આપીશ તને, આપણે બંને PVR માં મળીયે. મે ઓનલાઈન મુવી ટીકીટ લીધી છે.

મનન: Ohk! તો પછી ટાઈમે આવજે ડોબી!

મહેક: Mind your language.

મનન: મારા માઈન્ડમાં તું જ છે.

મનન PVRમાં પહોચી ગયો હતો. મનન મનમાં જ બોલ્યો “ખબર જ હતી લેટ જ આવવાની છે.”

તેને મહેકને ફોન કર્યો.

મનન: હેલો ક્યાં છે તું મહેક?

મહેક: તારી એકદમ પાછળ.

મનન: ઓહ તેરી! આપ આ ચુકે હે?

મહેક: કબ સે યહા ખડી હું. અરે મારે તને જોવો હતો મન ભરીને. કેટલો હેન્ડસમ લાગે છે તું. I love you Manan.

મનન: love you 2, 3, 4,.....10.

મહેક: ગાંડો થઇ ગયો છે કે શું?

મનન: હા! તું કયું મુવી જોવા લાવી છું તું?

મહેક: હમારી અધુરી કહાની.

(મનન પોતાના બેડ પરથી અચાનક જ જાગી ગયો. હા, આપણી કહાની અધુરી જ છે મહેક. કોને ખબર આ મુવી આપણને જ દઝાડશે.)

બંનેએ એકબીજાનો હાથ પકડીને આખું મુવી જોયું. કેટલો પ્રેમ એક દિવસમાં જ છલક્યો. સાંજે બંને એક હોટલમાં ગયા. મનને કેક કાપી બંનેએ ખુબ એન્જોય કર્યું આ બધું. પછી બંને છુટા પડ્યા.

મનન: ઓહ! મહેક.

મહેક: હા, બોલને.

મનન: I love you.

મહેક: I love you too. By, Gn.

* * *

(રાત્રીના 2 વાગ્યા હતા. મનન પાછો પોતાની યાદમાં ખોવાઈ ગયો.)

આ રીલેશનશીપને 6 મહિના પુરા થયા હતા. બંને એકબીજાથી ખુશ હતા. કદાચ આ લગ્ન જીવનમાં પણ પરિણમેત. પણ કોણ જાણે આ બંનેણે કોની નજર લાગી ગઈ.

એક દિવસ બંને પાર્ટીમાં ગયા હતા. ફૂલ મસ્તી, ડાન્સ, અને ભરપુર ડ્રામા ચાલતો હતો. એ વખતે મનન બધું ભૂલીને એક કોલેજની ફ્રેન્ડ સાથે ડાન્સ કરી રહ્યો હતો. અત્યારે મનન ભાન ભૂલી ચુક્યો હતો. તેણે તે છોકરીના હોઠ પર ચુંબન કર્યું. સામેના છેડેથી પણ કોઈ રીએકશન ન હતું.

મહેક તે બંનેને જોઈ રહી. તે ડઘાઈ ગઈ હતી આ બંનેને જોઈને. તે પાર્ટી છોડીને ચાલી ગઈ. જયારે મનન તો તેની મોજમાં જ મસ્ત હતો. બધું પૂરું થયું. મનન હવે મહેકને શોધતો હતો. તેણે મોબાઈલ કાઢ્યો. તેમાં એક મેસેજ હતો.”હું નીકળી ગઈ છું. મને માથામાં પેઈન થતું હતું.” મનને મેસેજ કર્યો “ok”

તે પછીના દિવસોમાં મહેકનું અજીબ વર્તન હતું. તે વાત કરતી ન હતી. ના કોલ કે ના મેસેજ. એક દિવસ તેનો મેસેજ આવ્યો મનન પર “મનન મને ભૂલી જજે. મારે બોયફ્રેન્ડ છે. તે મને પ્રેમ કરે છે. હું પણ તેને પ્રેમ કરું છું.”

રાત્રીના 2:૩૦ વાગ્યા હતા. મનને હવે ઊંઘની ગોળી લીધી અને સુઈ ગયો.

* * *

મનન સવારે 9 વાગ્યે ઉઠ્યો. તરત જ મહેકને ફોન કર્યો.

મનન: મહેક, હું આજે તને મળવા માંગું છું.

મહેક: Sorry, મારી પાસે ટાઇમ નથી.

મનન: પ્લીસ મહેક, છેલ્લી વાર મળી લે.

મહેક: ok ચાલ. પેલા ગાર્ડન પર આવી જજે.

મનન: ok.

(અત્યારે બંને ગાર્ડન પર ઉભા હતા. કોણ બોલવાની શરૂઆત કરે તે જ ખબર પડતી ના હતી.)

મનન: મહેક, હું તારા વિના જીવી નહિ શકું. PLZ મહેક.

મહેક: જીવવું પડે મનન. અમુક સંજોગો જ એવા હોય છે. આખી જિંદગી કોઈના પર બેસી ના રહેવાય.

મનન(રડમસ અવાજે): પ્લીસ મને માફ કરી દે.

મહેક: સોરી, એ આપણો past હતો. ભૂલી જા એ બધું.

મનન પગ નીચે નાખીને, માથું ઊંધું રાખીને રડતો હતો. તેનો શર્ટ આંસુઓથી ભીનો થઇ ગયો હતો.

અચાનક જ મહેક આવી અને તેને ભેટી પડી.

મહેક: I love you Mann. મનન મારે તને અહેસાસ કરાવવો હતો કે પ્રેમ શું છે. તે રાત્રે તે જ કહ્યું હતું કે પ્રેમ એકદમ વાહિયાત છે, એટલે મારે આ બધું કરવું પડ્યું. હું ન હતી ઇચ્છતી કે મારો મનન કોઈ બીજા સાથે આવું કરે.

મનન: Sorry Mahek. I promise you. This type of behavior never repeat again.

મહેકે તેના ગાલ પર ચુંબન કર્યું અને આંસુ લૂછ્યા. બંને હાથ પકડીને ચાલવા લાગ્યા.