અમુક સંબંધો હોય છે... - 12 Dharmishtha parekh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 2

    સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રા...

  • horror story

    હવે હું તમને એક નાની ભયાવહ વાર્તા સાંપડું છું:એક ગામમાં, રાત...

  • ઢીંગલી

    શિખા ને ઉનાળાનું વેકેશન પડ્યું હતું, તે હવે ચોથા ધોરણમાં આવવ...

  • હમસફર - 18

    વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ...

  • ફરે તે ફરફરે - 12

    ફરે તે ફરફરે - ૧૨   એકતો ત્રણ ચાર હજાર ફુટ ઉપર ગાડી ગોળ...

શ્રેણી
શેયર કરો

અમુક સંબંધો હોય છે... - 12

Bhag 12

આગળ ભાગ ૧૧ માં આપે જોયું કે, જાનવી સાથે ફોન પર વાત કર્યા બાદ એન્જલ પોતાની જાત સાથે વાતો કરતા પાર્કિંગમાં સ્કુટી તરફ જાય છે, “બસ એન્જલ.. બહુ થયું હવે, તને એકવાર કહ્યું ને કે આ પ્રેમનું પંચનામું આપણને નો પચે. અને શું ખબર કે આ પ્રેમ છે કે ફક્ત એક પ્રકારનું આકર્ષણ જ છે..!” તે પોતાના પર્સ માંથી ઈયરફોન બહાર કાઢી મોબાઈલમાં જોડી એફ એમ ચાલુ કરી, સ્કુટી લઇ ત્યાંથી ઘેર જવા નીકળે છે. ઈયરફોન કાનમાં લગાવતા જ તેમને સોંગ સંભળાય છે, “જાને કયું લોગ મહોબત કિયા કરતે હે, દિલકે બદલે મેં દર્દે દિલ લિયા કરતે હે”

હવે આગળ

સોંગ સાંભળતા જાનવીને ગુસ્સો આવે છે, “પ્રેમ... પ્રેમ...પ્રેમ, આ પ્રેમે તો આજે ઉપાડો લીધો છે. તે કાનમાંથી ઈયરફોન કાઢી પર્સમાં મુકે છે અને સ્કુટી ફૂલ સ્પીડમાં ચલાવી ઘેર પહોચે છે. જાનવી અને અનમોલને રોમેન્ટીંક મુડમાં જોઈ એન્જલના મનમાં પણ ક્યાંકને ક્યાંક કોઈક પુરુષનો પ્રેમ પામવાની ભાવના જાગે છે. એન્જલને જોતા જ જાનવી અને અનમોલ એકી સાથે બોલી ઉઠે છે, “બેટા... તું આવી ગઈ”

“લાગે છે કે મેં તમને ડીસ્ટર્બ કર્યા છે, એમ સોરી” આટલું કહી એન્જલ નીચી નજર કરી સ્માઈલ આપતા પોતાના રૂમમાં જતી રહે છે. આજે પહેલી વાર તેમને પોતાનો ચહેરો વારંવાર અરીસામાં જોવાનું મન થઇ રહ્યું હતું. ફરી તેમના કાનમાં નયનના એ જ વાક્યો ગુંજી રહ્યા હતા, “ તું કાલ કરતા આજે ખુબ સુંદર લાગે છે”

થોડીવાર બાદ તેમની નજર બાજુના ટેબલ પર પડેલ પોતાના જ ફોટાની ફોટોફ્રેમ પર પડતા ફરી તે પોતાની જાત સાથે વાતો કરવા લાગે છે. તેમનું દિલ નયનનો પ્રેમ પામવા આતુર હતું જયારે દિમાગ નયનથી દુર રહેવાની સલાહ આપી રહ્યું હતું.

“એન્જલ તારે કરીના, કેટરીના કે કરિશ્મા નથી બનવાનું સમજી ! તારે તો કિરણ બેદી બનીને મમ્મી પપ્પાનું સપનું પૂરું કરવાનું છે”

“મમ્મી પપ્પાનું સપનું તો હું નયનનો પ્રેમ પામ્યા બાદ પણ પૂરું કરી શકું ને..!”

“લગ્ન બાદ કદી કોઈના સપના પુરા નથી થયા સમજી ! એમને તો દાટવા જ પડે છે”

“લગ્ન તો મમ્મીએ પણ પપ્પા સાથે કર્યા છે ને ! તો શું પપ્પાએ મમ્મીના સપના દાટી દીધા છે ? પપ્પાએ તો મમ્મીના દરેક સપના પુરા જ કર્યા છે ને!”

“દરેક પુરુષ પપ્પા જેવો પ્રેમાળ હોય એ જરૂરી નથી, આજના પુરુષને પત્નીના રૂપમાં કામવાળી જ જોઈતી હોય છે”

દિલ અને દિમાગ વચ્ચે ચાલી રહેલ પ્રશ્નોના યુદ્ધ માંથી બહાર આવવા એન્જલ લેપટોપ પર ફેસબુક ઓપન કરે છે. આ તરફ નયનના મનમાં પણ ક્યાંકને ક્યાંક એન્જલના જ વિચારો ચાલી રહ્યા હતા. આજકાલ માણસને શોધવા માટે ફેસબુક જ કાફી છે. તે સર્ચમાં જઈ એન્જલ શાહ લખી એન્જલને કોન્ટેક કરવાની કોશીસ કરે છે. એન્જલે પ્રોફાઈલ ફોટો પોતાનો જ રાખ્યો હતો માટે નયન આસાનીથી ફેસબુક પર એન્જલને શોધી લે છે. એન્જલની પ્રોફાઈલ જોયા બાદ નયન તેને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલે છે. આ તરફ એન્જલના મનમાં પણ ક્યાંકને ક્યાંક નયન વશી ચુક્યો હતો. માટે તે નયનની પ્રોફાઈલ જોયા વિના માત્ર નામ વાંચીને જ રીક્વેસ્ટ એક્સેપ કરી લે છે. એન્જલને ઓનલાઈન જોતા નયન મેસેજ કરે છે,“હાય, ઓળખાણ પડી?”

નયનનો મેસેજ વાચતા એન્જલ તરત જ રીપલે આપે છે, “ઓળખાણ પડી હોય તો જ તારી ફ્રેન્ડ રીક્વેસ્ટ એક્સેપ કરી હોય ને!”

“હા એ પણ ખરું... શું કરસ? તારો પ્રોફાઈલ ફોટો સુપર છે”

“ઓનલાઈન લાઈન છું તો સ્વાભાવિક છે કે કોઈ સાથે ચેટ જ કરી રહી હોઈશ, અને હું જ સુપર છું તો મારો પ્રોફાઈલ ફોટો પણ સુપર જ હોવાનો ને”

“હા એ પણ ખરું... કોની સાથે ચેટ કરશ?”

“તને શું વારે વારે ‘ખરું’ બોલવાની આદત છે? અને હું કોઈની પણ સાથે વાત કરું તારે શું?

“હા એ પણ ખરું, મારે શું...!”

“તું પાછું ‘ખરું’ બોલ્યો?”

“તને ‘ખરું’ નો અર્થ ખબર છે?”

“ના.. તુ જ કઈ દે ‘ખરું’ નો અર્થ”

“’ખરું’ એટલે ‘સાચું’, છોકરીને પટાવવી હોય તો એમની દરેક ખોટી વાતને પણ સાચી માનવી જ પડે”

“મને તો તું પહેલીવાર મળ્યો ત્યારે જ ખબર પડી ગઈ હતી કે તું મારા પર લાઈન મારે છે”

“અરે યાર... તારો રેડીયો પાછો ચાલુ થઇ ગયો!, ફરી પાછી એ જ વાત પર આવી ગઈ કે હું તારા પર લાઈન મારું છું. શું એક છોકરો અને એક છોકરી બેસ્ટ ફ્રેન્ડ ન બની શકે?”

“જબ એક લડકા એક લડકી સે મિલતા હે પહેલી બાર,

તો ક્યાં હોતા હે, બોલો યાર

ઈસ્ક વિસ્ક, પ્યાર વ્યાર”

“તારા પર તો ફિલ્મનું ભૂત સવાર લાગે છે”

“મારા નાની મારા મમ્મીને હમેશા કહેતા, “બેટા... દારૂ અને દેતવા ભેગા થાય એટલે શળગ્યા વિના રહી જ ના શકે”

દસ મિનીટ સુધી નયનનો કોઈ જ રીપલે ન આવતા એન્જલ એકી સાથે વીસ પચ્ચીસ મેસેજ કરે છે, “ હેલ્લો... હેલ્લો...હેલ્લો... ક્યાં ખોવાઈ ગયો! જવાબ તો આપ”

એકી સાથે આટલા મેસેજ જોઈ નયન રીપલે આપે છે, “રીપલે શું આપું? તારે ક્યાં સીધી રીતે વાત જ કરવી છે! તું તો મને હવસખોર જ સમજે છે”

“હા એ પણ ખરું”

“શું વાત છે..! તું પણ મારો ડાયલોગ બોલવા લાગી”

“સોબત તેવી અસર”

“એક વાત પૂછું તને?”

“એક નહિ દસ પૂછ” એન્જલે યસની નીસાની સેન્ડ કરતા કહ્યું.

“રાતે અગિયારથી બારની વચ્ચે તારા શરીરમાં ભૂત આવે છે?”

“તે મને ભૂત કહી!”

“ના ના તને કાઈ ભૂત થોડીને કેહવાય, તું તો ભૂતની પણ માં છો” નયને સ્માઈલ આપતા કહ્યું.

“ભૂતને ભૂતની માં જ સાચવી શકે, બીજા કોઈ જેવાતેવાનું કામ નથી”

“તું સાચવીસ મને આજીવન? બનીશ મારી લાઈફ પાર્ટનર?” will you marry me?”

“ફેસબુક પર ‘I like you’, ‘I miss you’, અને ‘I love you’કહેનાર તો અનેક જોયા છે પણ પહેલી જ વારમાં ‘Will you marry me’ કહેનાર તો પેલી જ વાર જોયો.

“એક નજરમે ભી પ્યાર હોતા હે, મેને સુના હે”

“મેને ભી સુના હે... પણ મિસ્ટર આ વાતો ફક્ત ફિલ્મોમાં જ સાર્રી લાગે, વાસ્તવિક જીવનમાં નહી. અને તને મારામાં એવું તે શું દેખાયું કે સીધું જ મેરેજ માટે પ્રપોઝ કરી દીધું?”

પાચ મિનીટ સુધી નયનનો કોઈ જ મેસેજ ન આવતા એન્જલે ગુસ્સો કરતા કહ્યું, “બસ એટલી વારમાં જ પ્રેમનું ભૂત ઉતરી ગયું”

“અરે યાર... થોડીવાર તો શાંતિ રાખ. મોબાઈલની બેટરી સાવ લો છે માટે ચાર્જમાં મુક્યો હતો ફોન”

“તો ચોખવટ કરાય ને..!”

“કરી તો ખરા”

“એ તો હવે કરી. તારે મોબાઈલ ચાર્જમાં મુકતા પહેલા જ ચોખવટ કરવી જોઈતી હતી ને..! કારણ વિનાના મેસેજ કરીને મને પણ આંગળી દુખે છે”

“મેસેજ કરવામાં તારી આંગળી દુખે છે પણ બોલવામાં તારું મોઢું નથી થાકતું..!”

“તું મને પૂછશ કે જણાવશ?”

“તું જે સમજ એ... અને તું રોજ આટલું બોલશ કે આજે કોઈ ખાસ દિવસ છે?”

“મારું તો આ રોજનું જ છે, પણ તને ના ગમતું હોય તો હું કોઈ બીજા સાથે વાત કરું હો”

નયનને દિલથી તો એન્જલ સાથે વાત કરવી ખુબ જ ગમતી હતી માટે તે કટાક્ષમાં કહે છે, “બીજા સાથે વાત કરીને શા માટે એમનું પણ માથું દુખાડે છે !”

“તને મારી વાતથી માથું દુખે છે તો શા માટે મારી સાથે વાત કરે છે..! સુઈ જા ને છાનોમાનો. ગુડ નાઈટ”

“પ્લીસ એક વોઈસ મેસેજ કરને, પછી સુઈ જઈશ”

“તને તો હું ભૂત જેવી લાગુ છું ને..! તો શું તું ભૂતનો અવાજ સાંભળીને આખી રાત સુઈ શકીશ?”

“બાળપણથી જ મારી માં મને સુવડાવતી વખતે કહેતી, ‘બેટા.. સુઈ જા નહિ તો ભૂત આવશે’ માટે ભૂતના ડરથી જ હું સુઈ જતો”

“મારે તને ડરાવીને નહિ પણ પ્રેમથી સુવડાવો છે” એન્જલ એક વોઈસ મેસેજ કરતા ખુબ જ પ્રેમથી કહે છે, “ગુડ નાઈટ, શુભરાત્રી”

આટલું કહ્યા બાદ એન્જલ ઓફ લાઈન થઇ જાય છે પણ નયનને બિલકુલ ઊંઘ નથી આવતી. તે વારંવાર એન્જલનો વોઈસ જ સાંભળ્યા કરે છે. રાત્રીના બે વાગી ચુક્યા હતા આમ છતાં અનમોલ ઓનલાઈન રહી એન્જલના ઓનલાઈન થવાની રાહ જોઈ રહ્યો હતો. આ તરફ આજે એન્જલની ઊંઘ પણ વારે વારે ઉડી જતી હતી. એમના મનમાં નયનના દરેક મેસેજ ફરીફરીને વાચવાની ઈચ્છા જાગે છે. તે લેપટોપ ઓન કરી ફેસબુક ઓપન કરે છે. નયનને ઓનલાઈન જોતા જ તે મેસેજ કરે છે, “અલ્યા.. તું હજી જાગશ? કોના પર લાઈન મારી રહ્યો છો?”

એન્જલનો મેસેજ આવતા જ નયન આતુરતાથી મેસેજ કરે છે, “તારામાં પાછું ભૂત આવી ગયું એમ ને..! અરે હું તારા જ મેસેજની રાહ જોઈ રહ્યો હતો. અને તું પણ આટલી મોડી રાત્રે કેમ ફરી ઓનલાઈન છો? કોને પટાવે છે?”

“દેખો યાર... ‘હમારા દિલ એક ખુલી કિતાબ હે, જો દિલમે હે વહી ઝુબાન પર હે’ હું સુઈ જ ગઈ હતી પણ ઊંઘમાં જ તારો ચહેરો દેખાયો માટે તારા મેસેજ વાંચવાનું મન થઇ ગયું. ‘I LIKE YOU’ & ‘I MISS YOU’”

નયને એક વોઈસ મેસેજ કરતા પોતાના દિલની વાત એક સેકન્ડમાં જ કહી નાખી, ‘I LOVE YOU’

“મિસ્ટર... ફક્ત પ્રેમથી જ પેટ ન ભરાય, કઈ કામ ધંધો કરે છે કે પછી બાપના પૈસે જ લીલાલેર?”

“તે મારી પ્રોફાઈલ નથી જોય?”

“ના”

“પ્રોફાઈલ જોયા વિના જ તે મારી ફ્રેન્ડ રીક્વેસ્ટ એક્સેપ કરી લીધી?”

“હા”

“કેમ?”

“ખબર નહિ”

“કાલ સવાર સુધીમાં કારણ શોધીને મને કહેજે ઓકે.. મારે કારણ જાણવું છે”

“કારણ શોધવા માટે હું આખી રાત ઉજાગરો કરું એમ..! એ પણ તારા માટે?”

“માય સ્વીટ હાર્ટ.. એને ઉજાગરો ન કહેવાય, પણ જાગરણ કહેવાય. જે હાલ તું કરી જ રહી છો”

“હું કઈ તારા માટે ઉજાગરા કે જાગરણ નથી કરવાની સમજ્યો..! બાય,, ગુડ નાઈટ”

“ઓકે ઓકે સુઈ જજે, પણ એટલું કઈ દે કાલ મળીશ કે નહી?”

“હા મળીશ”

“ક્યાં મળીશ? ક્યારે મળીશ?”

“વહી જહાં કોઈ, આતા જાતા નહી”

“શું વાત છે...! હું તો તને કિરણ બેદી સમજતો હતો પણ તું તો કરીના કપૂર નીકળી. ‘જબ વી મેટ’ ફિલ્મમાં જે રીતે કરીનાએ સાહિદ કપૂરને કિસ કરી હતી એવી કિસ કરવાનો ઈરાદો તો નથી ને..!”

“ઓહ...મિસ્ટર... કઈ આડું અવળું નહિ વિચાર. અને એક વાત યાદ રાખજે કે મને પણ ‘જબ વી મેટ’ ફિલ્મની ગીતની જેમ કરાટે આવડે છે સમજ્યો..!”

“તો તું એવું કહેવા માંગે છે કે હું તારી છેડતી કરીશ તો તું મને ધોઈ નાખીસ એમ?”

“યસ...યસ...યસ...”

“ઓહ, મેડમ... મારે તારી છેડતી કરવી પણ નથી”

“તું ધારે તો પણ મારી છેડતી નહિ કરી શકે”

“તું મને તારી છેડતી કરવા ચાવી ભરે છે?”

“ચાવી નથી ભરતી, પણ તે પૂછ્યું કે કાલે ક્યાં મળીશ? તો મારાથી કહેવાય ગયું કે, ‘વહી જહાં કોઈ, આતા જાતા નહિ’ તો ખબર નહિ તું મારા વિશે શું શું વિચારતો હોઈશ..!”

“હું તો તારા વિશે કઈ જ નથી વિચારતો, પણ ખબર નહિ તું મારા વિશે શું વિચારે છે..! હું એ પ્રકારનો માણસ નથી સમજી..!”

“તો એવું કેમ કહ્યું કે, ‘શું વાત છે...! હું તો તને કિરણ બેદી સમજતો હતો પણ તું તો કરીના કપૂર નીકળી. ‘જબ વી મેટ’ ફિલ્મમાં જે રીતે કરીનાએ સાહિદ કપૂરને કિસ કરી હતી એવી કિસ કરવાનો ઈરાદો તો નથી ને..!’”

“અરે એ તો હું બે ઘડી મજાક કરતો હતો”

“તો ઠીક છે......હાયલા...........”

“હાયલા....?કેમ શું થયું?” નયને આશ્ચર્યથી પૂછ્યું.

“ઉપરના બધા મેસેજ તો વાચ” એન્જલે સ્માઈલ આપતા કહ્યું.

“કેમ શું થયું?”

“આપણે બંને તો ‘જબ વી મેટ’ ફિલ્મના આદિત્ય અને ગીતની જેમ જ વાત કરી રહ્યા છીએ. તે આ ફિલ્મ જોય છે?”

“હા દસથી વધુ વાર જોઈ છે, આ ફિલ્મ મારું ફેવરીટ છે”

“હાયલ.... આ ફિલ્મ તો મારું પણ ખુબ જ ફેવરીટ છે હો. તે તો આ ફિલ્મ ફક્ત દસ વાર જ જોઈ છે ને...!મેં તો આ ફિલ્મ વીસથી પણ વધુ વાર જોઈ નાખી હશે, માટે જ તો આ ફિલ્મના બધા જ ડાયલોગ મોઢે યાદ છે”

“મને પણ બધા જ ડાયલોગ મોઢે છે, તો કાલે ફરી આજ ફિલ્મ આપણે બંને સાથે જોઈએ?”

“ડન... તો કાલે મળીએ સાંજે છ થી નવના સો મા”

“પણ ક્યાં મળીશું?”

“ત્યાં જ્યાં દુર દુર સુધી કોઈ જ ના હોય, ફક્ત કુદરતી વાતાવરણ હોય”

“ઓકે... ચાલ હવે સુઈ જા. ગુડ નાઈટ”

“ગુડ નાઈટ નહિ, ગુડ મોર્નિંગ બોલ. ઘડીયારમાં જો... સવારના પાચ વાગી ગયા છે”

“શું????? ઓહ માય ગોડ... મારે તો આઠ વાગે એક જરૂરી મીટીંગ એટેન કરવાની છે”

“તો એમાં આટલું ટેન્સન શા માટે લે છે...! હજુ તો ત્રણ કલાકની વાર છે”

“એ તો મને પણ ખબર છે, પણ મીટીંગ એટેન કરવા માટે મગજ તો ઠેકાણે હોવું જોઈએ ને..! અત્યારે મારું માથું સખત દુખે છે. મીટીંગ કેમ એટેન કરીશ?”

“તું એક કામ કર.. બે કલાક સુઈ જા. થોડો ફ્રેશ થઇ જઈશ”

“હા એ ખરું.. ચાલ ત્યારે બાય, સાંજે મળ્યા”

નયન ૭:૩૦ વાગ્યાનો આલારામ મૂકી મોબાઈલ ચાર્જમાં રાખીને થોડીવાર સુઈ જાય છે.

ક્રમશ: ..........

( મિત્રો, પ્રસ્તુત સ્ટોરી આપને પસંદ આવી રહી હોય અને આગળ પણ વાચવા ઉત્સુક હોય તો વોટ્સઅપ પર મને મેસેજ કરી આપનો અભિપ્રાય જણાવવા વિનંતી.)

ધર્મિષ્ઠા પારેખ

8460603192