અમુક સંબંધો હોય છે... Dharmishtha parekh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

અમુક સંબંધો હોય છે...

Bhag 10

આગળ ભાગ ૯ માં આપે જોયું કે. જાનવી પાસેથી બીજા બાળક વિશેની વાત સાંભળતા અનમોલ ત્યાંથી ગુસ્સામાં બહાર જતો રહે છે. જાનવી અનમોલને મનાવવા તેમની પાછળ જતા કહે છે, “એન્જલને હવે એક ભાઈની જરૂર છે. અને સમય જતા એન્જલ મોટી થતા એમને સાસરે વળાવ્યા બાદ આપણું કોણ?”

જાનવીને આગળ બોલતી અટકાવતા અનમોલે ખુબ જ ગુસ્સામાં કહ્યું, “બસ... જાનવી... બહુ થયું હવે. આજ પછી બીજા બાળક વિશે કદી કઈ જ નહિ વિચારતી સમજી ! મારી દુનિયા તારાથી જ શરુ થઇ હતી અને તારા અને એન્જલના સથવારે જ પૂર્ણ થશે. મારા જીવનમાં તમારા બે સિવાય ત્રીજી કોઈ પણ વ્યક્તિ માટે કોઈ જ સ્થાન નથી”

“હું મારા અને એન્જલ પ્રત્યેના તમારા પ્રેમની કદર કરું છું. પણ આવનાર વ્યક્તિ પણ તમારું અને મારું જ અંશ હશે ને!

“પણ એ શક્ય નથી”

જાનવીએ ગુસ્સા સાથે જીદ કરતા કહ્યું, “પણ કેમ શક્ય નથી! મારે હજુ એક બીજું બાળક જોઈએ છે બસ..”

જાનવીના મોઢે વારંવાર એક જ વાત સાંભળતા અનમોલની આંખમાં આંસુ આવી જાય છે. તેમના હાથ અને પગ ધ્રુજવા લાગે છે. આજે પહેલીવાર અનમોલની આંખ માંથી અવિરત વહી રહેલ આંસુ જોઈ જાનવી ખુબ ગભરાય જાય છે. તે અનમોલના આંસુ લુછતા પૂછે છે, “શું વાત છે અનમોલ? તમે જરૂર મારાથી કઈક છુપાવી રહ્યા છો”

હવે આગળ

અનમોલ જાનવીને બાહોમાં ભરતા ગાઢ આલિંગનમાં લઇ કહે છે, “ જાનું... એન્જલના જન્મ બાદ તું હવે બીજા બાળકને જન્મ આપવા શક્ષમ નથી રહી.”

આજ સુધી અનમોલની તમામ વાતો જાનવીના ચહેરા પર સ્મિત લાવતી પણ આજે અનમોલનું એક નાનું વાક્ય જાનવીને જીવનના સૌથી મોટા દુઃખનો અહેસાસ કરાવી રહ્યું હતું. જાનવીના દુઃખનો અહેસાસ થતા જાણે તેમના આંસુ પણ આંખ માંથી બહાર આવતા પહેલા આંખમાં જ થંભી ગયા હતા. થોડીવાર માટે તે અનમોલની બાહોમાં જાણે સર્વસ્વ ભૂલવા માગતી હતી. પણ અચાનક ડોરબેલનો અવાજ સંભળાતા અનમોલે જાનવીને પોતાનાથી દુર કરતા કહ્યું, “જાનવી... સંભાળ તારી જાતને. એન્જલ આવી ગઈ લાગે છે. તે દરવાજો ખોલવા બેડ પરથી ઉભો થાય છે છે ત્યાં જ જાનવી તેમને અટકાવતા માસુમ સ્વરમાં કહે છે, “સવારે એન્જલે પુછેલ પ્રશ્નનો શું જવાબ આપીશ?”

મેઈન ગેટ ખુલ્લો હોવાથી સુનીતા એન્જલને ગેટ પર છોડીને જ જતી રહે છે. એન્જલ મમ્મી પપ્પાને બોલાવતી ઉપર બેડરૂમમાં આવે છે. જાનવીનો ઉદાસ ચહેરો જોઈ એન્જલે પૂછ્યું, “પપ્પા... મમ્મીને શું થયું છે? તે કેમ સ્ટેચ્યુ બનીને બેઠી છે?”

અનમોલે એન્જલને પોતાના ખોળામાં લઇ વ્હાલ કરતા કહ્યું, “બેટા..., મેં તારી મમ્મીને સ્ટેચ્યુ કહ્યું છે”

અનમોલની વાત સાંભળતા એન્જલ અનમોલને પણ સ્ટેચ્યુ કહ્યું છે. બંનેને સ્ટેચ્યુ થયેલ જોઈ એન્જલ ખડખડાટ હસતા કહે છે, “ મમ્મી પપ્પા તમે બંને સાથે કેટલા સુંદર લાગો છો” તેમને અનમોલના ખિસ્સા માંથી મોબાઈલ લઇ ફોટો પાડ્યો અને મોટેથી ‘ગો’ કહ્યું.

એન્જલને વાતની કઈ જ જાણ ન થાય એ માટે અનમોલે વાત બદલવા પૂછ્યું, “હા તો મારી પ્રિન્સેસ... કેવો રહ્યો તમારો આજનો દિવસ અને કેવી રહી તમારા ફ્રેન્ડની બર્થડે પાર્ટી?”

“હેપી એન્ડ સેડ”

“અરે, કેમ... શું થયું?

“પપ્પા... શરૂવાતમાં તો પાર્ટીમાં ખુબ મજા આવી રહી હતી પણ....”

“પણ, શું...બેટા, લાઈટ જતી રહી હતી પાર્ટીમાં?”

“શું પપ્પા તમે પણ... લાઈટ તો હતી જ પણ ક્રિષ્નાના ભાઈએ અમારા બધા જ રમકડા તોડી નાખ્યા. અને મેં ક્રિષ્નાને જે ઢીંગલી દુલ્હન બનાવીની ગીફ્ટમાં આપી હતી એમના પર કેક લગાવીને એમના કપડા સાવ ગંદા કરી નાખ્યા”

એન્જલે એક નજર જાનવી તરફ કરતા કહ્યું, “ અરે... પપ્પા... તમેં મમ્મીને તો ‘ગો’ કહો. એ તો હજુ સ્ટેચ્યુ જ બનીને બેઠી છે. મારે મમ્મી સાથે વાત કરવી છે”

“પ્રિન્સેસ... હજુ થોડીવાર મમ્મીને સ્ટેચ્યુ જ રહેવા દે ને. તારી મમ્મી સ્ટેચ્યુમાં જ મસ્ત લાગે છે. ‘ગો’ કહીસ તો ફરી તારા પર ગુસ્સો કરશે અને તને ચોકલેટ પણ નહિ ખાવા દે, આલે તારી ચોકલેટ” અનમોલે ખિસ્સા માંથી ચોકલેટ કાઢતા કહ્યું.

“ભલે...ભલે...ભલે... મારે ફક્ત મમ્મી સાથે જ વાત કરવી છે” એન્જલે પગ પછાડતા કહ્યું.

અનમોલે જાનવી સામે જોઈ ઈસારો કરતા કહ્યું, ‘ગો’

એન્જલની ખુશીને ધ્યાનમાં રાખતા જાનવી થોડીવાર માટે પોતાનું બધું જ દુઃખ ભૂલી જાય છે. તે એન્જલને પોતાના ખોળામાં બેસાડતા આંખોમાં આંસુ સાથે ખુબ વાહલ કરતા કહે છે, “ મારી ઢીંગલીને શું વાત કરવી છે મમ્મી સાથે?”

એન્જલે પણ જાનવીને વાહલ કરતા કહ્યું, “મમ્મી... મેં તને સવારે પૂછ્યું હતું ને કે, ફેમીલી તો ચાર લોકોથી બને છે તો આપણે કેમ હજુ ત્રણ જ છીએ? ચોથી વ્યક્તિ કોણ છે? ક્યારે આવશે?”

એન્જલના મોઢે ફરી એજ વાક્યો સાંભળતા જાનવીને ડૂમો ભરાય આવે છે. શબ્દો બહાર આવતા આવતા જ અટકી જાય છે ‘બ..બ..બેટા....’

જાનવીનું આખું વાક્ય સાંભળતા પહેલા જ એન્જલે કહ્યું,” મમ્મી... એ ચોથી વ્યક્તિ ભાઈ જ હશે ને? સારું થયું કે આપણી ફેમીલીમાં આપણે ત્રણ જ છીએ. નહિ તો ક્રિષ્નાના ભાઈની જેમ મારો ભાઈ પણ મારા બધા જ રમકડા તોડી નાખત. સારું થયું કે મારે કોઈ જ ભાઈ નથી”

એન્જલની વાત સાંભળતા જાનવીની આંખમાં છુપાયેલ આંસુ બહાર આવી તેમના ગાલ પરથી પસાર થઇ એન્જલના ચહેરા પર પડે છે. એન્જલે આંસુ લુછતા પૂછ્યું, “મમ્મી... તું કેમ રડે છે?”

જાનવી પાસે એન્જલના આ સવાલનો કોઈ જ જવાબ ન હતો. તે એક નજર અનમોલ તરફ કરે છે. અનમોલે એન્જલને જાનવીના ખોળા માંથી પોતાના ખોળામાં બેસાડતા કહ્યું, “બેટા... આજે તારી મમ્મીએ એટલી તીખી પાણીપુરી ખાધી છે કે એમની આંખ માંથી હજુ પાણી જ નીકળી રહ્યા છે”

“શું...! તમે બંને એકલા જ પાણીપુરી ખાઈ આવ્યા?” એન્જલે ગુસ્સે થતા કહ્યું.

“મારી પ્રિન્સેસને પણ પાણીપુરી ખાવી હતી !”

“હા તો ખાવી જ હોય ને...!”

જાનવીએ પોતાના આંસુ લુછતા કહ્યું, “તો ચાલો અત્યારે જ”

અનમોલ અને એન્જલ એકી સાથે જ બોલ્યા, “ક્યાં.....?”

જાનવીએ એન્જલના ગાલ પર ચુંબન કરતા કહ્યું, “પાણીપુરી ખાવા”

“હા તો ચાલો” અનમોલે ખિસ્સા માંથી કારની ચાવી બહાર કાઢતા કહ્યું.

સાથે પાણીપુરી ખાતા ખાતા અનમોલ ત્રણેનો સાથે એક સેલ્ફી ફોટો પાડી સોસ્યલ મીડિયા પર અપલોડ કરતા લખે છે “ઇટ્સ માય ફેમીલી, હેપી ફેમીલી એન્ડ કમ્પ્લીટ ફેમીલી”

ત્રણે આજ રીતે ખુશી ખુશી પોતાના જીવનની નૌકાને પ્રેમના પ્રવાહમાં આગળ વહાવી રહ્યા હતા. ધીમે ધીમે દિવસો પસાર થતા એન્જલ યૌવનના ઉંબરે પગ મુકે છે. તેમનું યૌવન સોળે કળાએ ખીલી રહ્યું હતું. એન્જલમાં ક્યાંકને ક્યાંક જાનવીનું જ પ્રતિબિંબ જલકી રહ્યું હતું. જાનવી એન્જલને મમતાની સાથે સાથે એક બેસ્ટ ફ્રેન્ડ તરીકેની મીઠી હૂફ પણ આપી રહી હતી. એન્જલ દિવસ દરમ્યાન બનેન તમામ નાની મોટી વાતો જાનવી સાથે સેર કરતી. બંને ક્યારેક સાથે મુવી જોવા જતા તો ક્યારેક લોંગ ડ્રાઈવ પર જતા. જયારે પણ બંને કોઈ પાર્ટીમાં જતા ત્યારે લોકો તેમને માં દીકરી નહિ પણ ફ્રેન્ડ જ સમજતા. સમય ઘણો વીતી ચુક્યો હતો આમ છતાં જાનવી પહેલા જેવી જ સ્લીમ દેખાઈ રહી હતી. જાનવી અને એન્જલના ચપ્પલનું માપ એક જ હતું, કપડાનું માપ પણ એક જ રહેતું. પરિણામે એન્જલ ક્યારેક જીદ કરીને જાનવીને જીન્સ અને ટીશર્ટ પહેરવા મજબુર કરી દેતી. બંને એકબીજાના પુરક હતા. એન્જલના જીવનમાં પ્રથમ સ્થાન જાનવીનું હતું. તેમના જીવનનું અસ્તિત્વ અને તેમનું સર્વસ્વ એક માત્ર તેમના માતાપિતા જ હતા.

પણ કહેવા છે ને કે સમય અને સંજોગો બદલાતા સંબંધોમાં રહેલ પ્રેમ અને લાગણી પણ બદલાય છે. એન્જલના જીવનમાં નમનનું આગમન થતા જાનવી અને અનમોલ પ્રત્યેના એન્જલના વર્તનમાં પરિવર્તન આવવા લાગે છે. આજ સુધી પોતાની માં સાથે તમામ વાતો સેર કરનાર એન્જલ હવે માં સામે જુઠ્ઠું બોલતા પણ અચકાતી નથી. નયન માટે તે કોઈ પણ પરિસ્થિતિ સામે નમવા તૈયાર હતી.

એન્જલ અને નયનની પ્રથમ મુલાકાત થીયેટરમાં થઇ હતી. મોટાભાગની ફિલ્મો તો એન્જલ પોતાની માં સાથે જ જોવા જતી. જયારે પણ કોઈ નવું ફિલ્મ લાગે કે તરત જ એન્જલ પહેલા જ સો નો બે ટીકીટો ઓનલાઈન બૂક કરાવી લેતી અને જાનવી સાથે ફિલ્મ જોઈ આવતી. આ વખતે પણ તેમને જાનવીને પૂછ્યા વિના જ ફિલ્મની બે ટીકીટ બુક કરાવી લીધી હતી, પણ સંજોગોવશ આ વખતે જાનવી એન્જલ સાથે ફિલ્મ જોવા જઈ શકે તેમ નથી. માટે એન્જલ એકલી જ ફિલ્મ જોવા જતી રહે છે. ફિલ્મ શરૂ થવામાં હજુ અડધા કલાકની વાર હતી ત્યાં જ ટીકીટ બારી પર હાઉસફુલનું લેબલ મારી દેવાયું હતું. બ્લેકમાં પણ આ સો ની ટીકીટ મળવી ખુબ મુશ્કેલ હતી. એન્જલ કેન્ટીનમાં પાણીની બોટલ અને થોડો નાસ્તો લેવા જઈ રહી હતી ત્યાં જ એમની નજર એક ખુબ જ હેન્ડસમ યુવાન પર પડે છે. તે બેલ્કમાં ટીકીટ વહેચી રહેલ માણસ પાસે બે હાથ જોડીને ટીકીટ ખરીદવા આજીજી કરી રહ્યો હતો. એન્જલ પાસે આ ફિલ્મની બે ટીકીટ હતી માટે તે એક ટીકીટ પેલા યુવાનને આપે છે. તે યુવાન ખિસ્સા માંથી પર્સ કાઢતા એન્જલને પૂછું છે, “થેન્કયુ સો મચ... કેટલા પૈસા આપવાના?”

એન્જલે પેલા યુવાન પર ગુસ્સો કરતા કહ્યું, “ઓહ...હેલ્લો મિસ્ટર.... હું કઈ અહી બ્લેકમાં ટીકીટ નથી વહેચી રહી સમજ્યા...! આ તો મારી પાસે એક ટીકીટ એક્સ્ટ્રા હતી માટે તને આપી દીધી. મેં જોયું... તું ટીકીટ મેળવવા કેટલી વિનંતી કરી રહ્યો હતો”

પેલા યુવાને પર્સ ખિસ્સામાં મુકતા કહ્યું, “ઓહ... એમ સો સોરી.......એન્ડ થેન્કયુ થેન્કયુ થેન્કયુ સો મચ”

“તું પણ ફિલ્મો પાછળ મારા જેટલો જ પાગલ લાગે છે”

“આપણુ જીવન પણ તો એક ફિલ્મ જ છે ને...!

“અરે વાહ.. શું વાત છે, તું પણ મારા મમ્મીની જેમ લેખક લાગે છે”

“લેખક તો નથી પણ ફિલ્મો જોઈ જોઇને ફિલ્મી ડાયલોગ બોલવાની આડત પડી ગઈ છે”

“મારા પપ્પાની જેમ” એન્જલે હસતા કહ્યું.

“તે કહ્યું કે તું પણ મારા મમ્મીની જેમ લેખક છે... તો શું તારા મમ્મી સાચે જ લેખક છે?”

“તો શું હું ખોટું બોલું છું...!

“ઓહ... નાઈસ, શું નામ છે તારા મમ્મીનું?

“જાનવી... લેખક જાનવી શાહ”

“ઓહહ્હ્હ...માય ગોડ, સાચે જ લેખક જાનવી શાહ તારા મમ્મી છે અને તું એમની દીકરી છો?”

“કોઈ શક...?” એન્જલે પોતાની જાત પર ગર્વ કરતા કહ્યું.

“તું એકવાર મને તારા મમ્મી સાથે મુલાકાત કરાવીશ, અથવા એમની સાથે ફોન પર વાત કરાવીશ? હું એમનો ખુબ જ મોટો ફ્રેન્ડ છું. એમનું દરેક લખાણ ખુબ જ હૃદયસ્પર્શી હોય છે”

“હા એ તો છે જ... આખરે મમ્મી કોની છે! તું મને તારો મોબાઈલ નંબર આપ. હું ઘરે જઈને મારા મમ્મી સાથે તારી વાત કરાવી આપીશ.

“થેન્કયુ સો મચ યાર”

“યાર...! હું તારી યાર નથી સમજ્યો?... ક્યાંક તું મારા પર લાઈન તો નથી મારી રહ્યો ને...!

“હું શું કામ તારા પર લાઈન મારું...!

“જો હું તારા જેવા છોકરાઓને ખુબ સારી રીતે ઓળખું છું સમજ્યો?”

“તું શું પોતાની જાતને આલિયા ભટ્ટ સમજે છે?”

“આલિયા તો મારી પાસે પાણી ભરે... હું તો એન્જલ શાહ છું”

એન્જલનું આ વાક્ય સાંભળતા પેલા યુવાનના ચહેરા પર થોડું સ્મિત ફરકી આવે છે. તેને મજાક કરતા પૂછ્યું, “તું પોતાની જાતને ખુબ જ પસંદ કરે છે ને?”

“એ પણ કઈ પૂછવાનું હોય...! જો આપણે જ આપણી જાતને માન નહિ આપીએ તો સમાજ ક્યાંથી આપણને સન્માન અપાવશે..!

“તેરી બાતમેં દમ તો હે. આઈ લાઇક યોર થીંકીંગ”

“બસ હવે વધુ લાઈન નહિ માર, ચાલ અંદર ફિલ્મ શરુ થઇ ગઈ લાગે છે”

બંને કેન્ટીન માંથી નાસ્તો અને પાણીની બોટલ લઇ અંદર જાય છે. એન્જલના હાથમાં એકી સાથે પાચ છ વેફરના પેકેટ જોઈ પેલા યુવાને આશ્ચર્યથી પૂછ્યું, “તું અહી ફિલ્મ જોવા આવી છે કે સાંજનું ડીનર કરવા..! આટલો નાસ્તો?”

એન્જલે વેફરનું પેકેટ તોડી એક ચિપ્સ મોઢામાં નાખતા કહ્યું,”તું તારું કામ કાર સમજ્યો..! તું અહી ફિલ્મ જોવા આવ્યો છે ને..! તો ચુપચાપ ફિલ્મ જોયા કર અને મને ખાવા દે. ભૂખ્યા પેટે ભજન ના થાય સમજ્યો”

“પણ તારે ક્યાં અહી ભજન કરવા છે”

“તું તો ક્યારનો મારા નાસ્તા પાછળ જ પડી ગયો છો? તું આ બધું છોડ અને ટીકીટમાં જોતો ખરો કે આપણા સીટ નંબર કેટલા છે. અંધારામાં તો કઈ જ નથી દેખાતું. તારા લીધે ફિલ્મ પણ થોડું જતું રહ્યું”

“ઓહ... મેડમ મારા લીધે નહિ ઓકે...!

બંને મોબાઈલમાં લાઈટ કરી પોતાની સીટ શોધી બેસી જાય છે. એન્જલે ચિપ્સ ખાતા અને કોલ્ડીંક પીતા કહ્યું, “હાય... આઈ એમ એન્જલ શાહ, એન્ડ યુ?”

“ઓહ મેડમ, તમે બહાર અનેક વાર આપનું નામ જણાવી ચુક્યા છો. આઈ એમ નયન, નયન પરીખ” પેલા યુવાને પોતાનો પરિચય આપતા જણાવ્યું.

ક્રમશ: ..........

( મિત્રો, પ્રસ્તુત સ્ટોરી આપને પસંદ આવી રહી હોય અને આગળ પણ વાચવા ઉત્સુક હોય તો વોટ્સઅપ પર મને મેસેજ કરી આપનો અભિપ્રાય જણાવવા વિનંતી.)

ધર્મિષ્ઠા પારેખ

૮૪૬૦૬૦૩૧૯૨