કર્મનું ફળ Parul Barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • આત્મજા - ભાગ 12

  આત્મજા ભાગ 12“શું બોલી તું..? મગજ ખરાબ થઈ ગયા છે..? મગજ ખરાબ...

 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

શ્રેણી
શેયર કરો

કર્મનું ફળ

કર્મનું ફળ .....

એ કટકે કટકે મારી રહી હતી. એની આસપાસની દુનિયા એને જીવતે જેવી ગોદા મારી મારી બાળી રહી હતી. છતાં મૌનનો મુખવાટો ઓઢી ચૂપચાપ સુજાતા એના કામમાં,એની ફરજમાં ક્યાય પાછી પાની નહોતી કરતી.

જે દિવસથી પરણીને આવી તે દિવસથી ઇનો રઝળપાટ શરૂ થયો છે જે આજ સુધી એનો પીછો છોડતો નથી. સંબંધોની સફરમાં એ માઈલો દૂર નીકળી ગઈ છે જ્યાં તેના પોતાનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી.ક્યારેક હુફનું વાદળ બને તો ક્યારેક મમતાની છાય , ક્યારેક લાગણીની ઓકળી ઘૂટે તો ક્યારેક હેતની હેલી વરસાવે બસ એમને એમ એ પોતાનું સર્વસ્વ લૂટાવતી રહતી. પણ કાયમ એની ભીતર એક ટીસ તરફડતી રહેતી.એની છાતીમાં ભરેલો જ્વાળામુખી કદાચ હવે બધી સીમા વટાવી ક્યારે ફાટી નીકળશે કઈ કહેવાય નહીં એવું લાગતું હતું. છતાય હુકમનું પાલન અને લાજ મર્યાદાની સીમા છેડો હજી છૂટતો નહોતો . એનો મલાજો જાળવતી સુજાતા વરસોથી જાતને ઝંખનાના નહોર ભરાવી વેદનાને વેતરતી રહેતી.

“મૂરખ,બુધ્ધિ વગરની,કાશી જ ગતાગમ કે ખબર તને પડતી નથી,સાવ ગવારની ગવાર રહેવાની,” આ શબ્દોનો મારો કાયમ એની છાતીને વિધતો રહેતો પણ....મુકેશ એનો પતિ હતો અને પતિની આજ્ઞાનું પાલન મૂંગા મોઢે કરવાનું માએ શીખવ્યું હતું જે એ કરી રહી છે.

સુજાતા સારા ઘરની સંસ્કારી દીકરી હતી અને માવતરની વાતને ગાંઠે બાંધી જીવનમાં આવતા ઉતરચઢાવને પોતાની સૂઝબુઝથી થરલ બનાવટતી રહેતી.આજે લગ્નને 27 વરસ થયા છે છાતા ઘણી પરિવારની તમામ જવાબદારી હસતાં મોઢે પતિની ગાળો ખાઈને નિભાવે છે.

જ્યારે સુજાતા પરણીને તેના સાસરીમાં આવી ત્યારે તેનું ઘર ખૂબ જ ગરીબ હતું. ઘરમાં બે જેઠ અને જેઠાણી એક દિયર એક નણંદ ,સાસુ સસરા અને મુકેશ તથા સુજાતા .એક રૂમ રસોડાનું ઘર 6 બાય 6 નું રસોડુ ને 10 બાય 10 નો બેઠક રૂમ એમાય લાજનો ઘૂમટો અને અવાજ બહાર ના આવવો જોઈએ એ હુકમનું પાલન કરવાની તીખી ફરજ તો ખરી જ.બાપના ઘરે જાહોજલાલીમાં ઉછરેલી સુજાતાને શરૂઆતમાં તો જેલ જેવુ લાગતું. મોટા ઘરની મોભાદારની દીકરી ગરીબના ઘરે ક્યાથી હોય ? આ કેમનું બન્યું ? બધા જ આ વાત પર વિચારતા. રૂપ રૂપનો અંબાર ,ગુણ નો ભંડાર કોઈ રીતે આઘાર અને મુકેશની સાથે સુજાતનો મેળ ખાય તેમ નહોતો મુકેશ ને તો એના મિત્રો હસતાં હસતાં કહી ડેટા બાપુ કાગડો દહીથરું લઈ ગયો.....ને મુકેશ એ વાતને કોલર ઊચા કરી ગૌરવથી આંખ મિચકારી હસી કાઢતો.

સુજાતાના પિતા એક ધનાઢ્ય કુટુંબના હતા એમને એમ હતું કે પૈસાદારના ઘરે મારી દીકરી આપીશ તો એને મારા આપેલાની કોઈ કિમત નહીં હોય ગરીબના ઘરે આપું તો એહ ઘર ઊચું આવે ને મારી દીકરીને સાચવે એનું માન વધે ...પણ આ બાબતે મનસુખલાલ (સુજાતાના પાપા )ખોટા પડ્યા॰

મોટા ઘરની છોકરી હોય તો એના ઘરની અહી તો આપણાં ઘરે આવી એટલે આપણાં વટ હુકમમાં જીવવાનું. વળી ઉપરથી મરચું મીઠું ભભરાવવા વાળા કહે ; ‘જો જો હો મોટા ઘરની છોકરી છે ક્યાક મનનું ધાર્યું કરી છોકરાને હાથમાંથી પડાવી ના લે.” ને પછી જુદા જુદા ઘણા દાખલા આપી પાકું મગજમાં ઠસાવે કે પૈસાદારની છોકરીઓના ખર્ચા વધારે હોય સાચવજો નહિતર છોકરાને બાવો કરશે.” બિચારી સુજાતા કરે તો કરે શું? આ બધી વાતો યાદ આવતા સુજાતા ને થતું “ સ્ત્રીસશક્તિકારણ ની વાતો મોરચામાં ને ટી.વી. ઉપર જ સારી લાગે છે બાકી જે લોકો આ કામમાં જોડાએલા છે એમના જ ઘરમાં સહુથી વધારે સ્ત્રીઓનું શોષણ થાય છે.

મુકેશ સમાજ સુધારાની ઓફિસમાં કામ કરતો હતો ને એજ સુજાતા ઉપર સહુથી વધારે અત્યાચાર કરતો હતો.લગ્નની પહેલી રાતે મુકેશે જ્યારે સુજાતાને એમ પુછ્યું કે ; “ તારે કોઈ મિત્ર કે અતીત હોય તો મને કહી દેજે .” ત્યારે સુજાતાને થયું કે આ ભણેલો અભણ માણસ છે ને વહેમિલો પણ ખરો જ .એણે ત્યાંથી જ અનુમાન લગાવી દીઠું કે જીવનમાં બહુ જ વંટોળોનો સામનો કરવાનો છે.

આ 27 વરસમાં સુજાતાએ મુકેશના સ્વભાવમાં ઘણો બદલાવ લાવવાની કોશિશ કરી અને થોડી ઘણી કામિયાબ પણ નીવડી છતાં ક્યારેક મુકેશ પોતાનો ઓરીજનલ સ્વભાવ પર આવી જ જાય એમાં મીનમેખ નહીં.

જ્યારે સુજાતા એ પહેલા ખોળે ફૂલ જેવી દીકરી મિતુને જન્મ આપ્યો ત્યારે સાસુ અને સસરા તેમજ મુકેશ પણ દીકરાની અપેક્ષા સાથે સુજાતા પર નારાજ થઈ ગયા હતા અને ઘરમાં તથા દવાખાનામાં કાકરાટ કરી મૂકી સુજાતા અને તેની મમ્મીને રડાવી હતી. વેદનાના વમળોમાં વિટાએલી સુજાતા આજે થોડી આઝાદી ભોગવી રહી છે ..

મિતુના જન્મ પછી 6 વરસે રાજ દીકરાનો જન્મ અને તે દિવસે ઘરમાં અનેરો અવસર હતો એક માં માટે દીકરો હોય કે દીકરી એક અમુલ્ય અવસર જ હોય છે. એક જીવ માથી બીજા જીવની પ્રાપ્તિ એ કઈ નાની સુની વાત નથી.પણ આ અજજડ લોકોને કોણ સમજાવે.

એમાય વહેમનું ઝાડ મુકેશ ...કોણ આવ્યું હતું ? શું કહેતું હતું? તે શા માટે આવ્યું હતું ? તું ત્યાં કેમ જોઈ રહી છે? એને ઓળખે છે ? ક્યાં ગઈ હતી ? કોઈ મળ્યું હતું ? કોનો ફોન હતો ? ડીલેટ તો નથી કર્યો ને ? તે આજે માથું કેમ ધોયું કઈ નવીનતા છે શું ? શરૂઆતમાં આવા ઘણા ઘણા પ્રશ્નોનાં ચાબખા ખાઈને સુજાતા લોહીલુહાણ થઈ જતી પણ પછી ચામડી બહેરી થઈ ગઈ .....મુકેશ ચાબખા માર્યા કરેને સુજાતા ખાધા કરે....ક્યારેક હદ ઉપર જાય ત્યારે સુજાતા જગલી બની જતી અને બોલતી ; “તમારા લોકો સાથે તમારા જેમ જ જીવાય નહિતર હું તો વહેલી ઉકલી જઈશ ને બાળકોનું કોણ થાય ? “ આજે એનામાં એક પડકાર છીલવાની હિમ્મત આવ ગઈ છે અને એ એણે એના પુખ્તવયના બાળકો પાસેથી મેળવી ઉપરાંત ગીતા, રામાયણ તેમજ એવા બીજા ઘણા પૂસ્તકોના વાંચનથી મળ્યું છે. સુજાતા સારું ભણેલી હતી પરંતુ આવી પરિસ્થિતિમાં તો નોકરીનું શું વિચારે ? પોતાની તમામ ઇચ્છાઓનું પોટલુવાળી મનના માળીયામાં ભંડારી દીધું હતું. પણ હવે ઘણા વરસથી મૂકી રાખેલા એ પોટલાને કાઢવાનો સમય પાકી ગયો હતો. મુકેશનું જોર પણ હવે ઓસરી ગયું હતું.સાસુ સસરા દેવ દિશા એ ગયા. જેઠ જેઠાણી તેમજ દિયર અને નણંદ પણ પોતાના સ્વાર્થને સાચવી ઘર માંડી લીધું. સહુ સહુનો માળો સાચવી પોતાના સ્વાર્થનું વિચારવા લાગ્યા ત્યારે મુકેશને ભાન થયું .

“ મે તને બહુ કનડી કેમ ?” એવું ક્યારેક મૂડ આવી જાય તો મુકેશ કંફેશન કરતો. ને એ વાતને સુજાતા “ સમય સમય બળવાન હે નહીં મનુષ બળવાન “ એમ બોલી મજાકમાં ઉડાડી દેતી. 80% સુધારો પણ 20% નો વારો આવે એટલે મુકેશ કોઈનો નહીં....આજે સુજાતા ઘરે બેઠા કોમ્યુટર વર્ક કરે છે ને થોડા ઘણા પૈસા હાથ ખર્ચી માટે કાઢી નાખે દિવસે દિવસે એનું કામ વધતું જાય છે ને સારી આવક ઊભી થાય છે.. પણ મુકેશનું વહેમુપણું ક્યારેક સુજાતાને જીવ ઉપર લઈ જાય. “ પંખે લટકી જાઉં ? કે પછી ઝેર ઘોળી લઉં ? આટલી ઉમરે હવે આ બધુ શોભે ખરું?” ને વળી પાછી બાળકોનું કાચું કચિયારું ઘર યાદ કરી જાતને સંભાળી લે....

એકવાર રોજની માફક મીતું અને રાજ કોલેજ ગયા હતા. મુકેશ એની ઓફિસે અને સુજાતા એકલી ઘરે લગભગ બપોરના બે વાગ્યા હશે ને મુકેશને પેટમાં સખત દુખાવો થયો એને ઘરે જ જવું પડે એવી પરિસ્થિતી સર્જાઈ અને એ ઘરે જવા નીકળ્યો. લગભગ આગણાંમાં પહોચ્યો હશે ને એના ઘરમાથી કોઈ પુરુષ અને સુજાતાના હસવાનો અવાજ આવ્યો....મુકેશ એકદમ એનું પેટનું દર્દ તો બાજુએ મૂકી વહેમના વમળમાં ભરાયો.એ ચૂપચાપ દરવાજા એ કાન માંડી ઊભો રહ્યો ને કોણ છે અંદર સુજાતા જોડે એ વિચારવા અને વાત સભાળવા પ્રયત્ન કરવા લાગ્યો.

“કેટલા સમય પછી મળ્યા કેમ?” કોઈ પુરુષ સુજાતાને કહેતો હતો. સભાળી મુકેશની આંખો પહોળી થઈ ગઈ અને પેટમાં ગરમ ગરમ તેલ રેડાયું...એને વધારે તળાવેલી જાગી કોણ છે આ વ્યકતી ? અવાજ જાણીતો જ લાગે છે....

“આમ તો એકબીજાને રોજ જોઈએ છીએ પરંતુ રૂબરૂ મળવાનો મોકો આજ પહેલીવાર મળ્યો ખરું ને?” રણકતી ઘૂઘરી જેવો મીઠો અવાજ સુજાતાનો જ હતો. એના અવાજમાં ખુશીનો રણકાર હતો.

“ હું આ સ્ત્રી માટે આટલા વરસથી જે વિચારતો હતો તે ખોટું છે ? કોણ છે આ નરાધમ ? એમની કામ લીલા આગળ વધે ને એમને રંગે હાથ પકડી લઉં ...પછી જો સુજાતાની વળે કરું...” મુકેશ દરવાજા એ કાન માંડી ભીતરના ઉકળાટને મનોમન ઠાલવતો હતો.

“ શું લેશો????”

“કઈ નહીં ...બસ અહીથી જતો હતો તો થયુ લાઓ તમને મળીને જાઉં....”

“સારું કર્યું ..પણ એમ સાવ એમને એમ ના જવાય....”

થોડીવાર એકદમ શાંતિ ફેલાઈ ગઈ...મુકેશના મનમાં થયું,” અંદર શું થતું હશે...?”

મુકેશની ધરપત ખૂટી ગઈ અને એને અંદર જવા પગ લંબાયો ને ...” લ્યો આ શરબત છે “

“ અરે ચાલશે કઈ લેવું જરૂરી છે..બસ મલાયું એટલું જ કાફી છે....”

અધખુલો દરવાજો ફટાક દઈને ખોલી નાખી મુકેશ ઘરમાં પ્રવેશ્યો ...એણે સોફામાં જોયું તો ધિરાજકાકા બેઠા હતા જે રોજ સુજાતાના ઘરની નજીક આવેલા મંદિરે દરશન કરવા આવતા... એકવાર સુજાતાને મળેલા અને એ તેમના ગામના છે એવું કીધેલું .આ વાત સુજાતા એ મુકેશને પણ કરેલી પણ કદી ધિરાજકાકાને મુકેશે જોયા નહોતા..ધિરાજકાકા ઘણીવાર રોડ પરથી પસાર થઈ ઘર તરફ નજર કરી જતાં રહેતા પણ આજે એમને સુજાતાની પાસે આવતા કોઈ રોકી ના શક્યું.....

એકાએક મુકેશને જોઈ સુજાતા ડઘાઈ ગઈ ...”તમે ? કેમ અત્યારે ? શું થયું ? “

“ હા અત્યારે ..પણ તું શું કરે છે ખરા બપોરે ? ને આ ભાઈ કોણ છે ? ધૂયાપૂયા થયેલા મુકેશને જોઈ શરબતનો અડધો ખાલી કરેલો ગ્લાસ ટીપોઇ ઉપર મૂકી ધિરાજકાકા ઊભા થઈ ગયા ...

“અરે... અરે ...ભાઈ હું ધીરજ તમારી બાજુની સોસાયટીમા રહું છુ ...સુજાતાબેન અમારા ગામના છે હું એમાના પાપાને ઓળખું છુ...એ મારી.......” ધિરાજકાકાનું વાક્ય પૂરું થાય એ પહેલા મુકેશ બોલ્યો ..” હા તે એવા તો કેટલાય એના ગામના છે તો શું એ બધાને ઘારમાં ઘાલ”વાના???

“ખરા બપોરે કોઇની ગેરહાજરીમાં આમ કોઈ એકલી સ્ત્રી સાથે વાતોના તડાકા ઉડાડવાને હું શું કહું???” પછી હથેળીની પહેલી આંગળી બતાવી મુકેશ તાડૂકયો ; “ મિસ્ટર તમે ગમે તે હોવ મને એનાથી કોઈ મતલબ નથી પણ મને તમારા તેવર મને ઠીક નથી લાગતા...”

“અરે...મુકેશ તમે શું બોલો છો ભાન છે તમને?..સુજાતા મુકેશને રોકવા આગળ વધી ત્યાતો...

“ સાલી હલકટ ...નિર્લજ...મારી ગેર હાજરીમાં આ ધંધા કરે છે??” મુકેશે સુજાતાના ગાલ ઉપર બે તમાચા લગાવી દીધા ....

“ માફ કરજો ભાઈ .....મારી ભૂલ થઈ મારે આમ કોઇની ગેરહાજરી અને બપોરના સમયે ના આવવું જોઈએ ..પણ” ધિરાજકાકાના ગળે ડૂમો બાઝી ગયો એ હાથ જોડી માથું ઝુકાવતાં ઝુકાવતાં જ ઘરની બહાર લથડતા પગલે નીકળી ગયા.......

સુજાતા પણ શરમની મારી બીજા રૂમમાં જતી રહી......સાંજે છોકરાઓ આવ્યા બધુ રાબેતા મુજબ ચૂપચાપ થયું...રાતની કાળાશ સુજાતાને કાયમની માફક દઝાડતી રહી....આખી રાત આંસુના તોરણ પાંપણ પર લટકાવતી સુજાતા ક્યારે સૂઈ ગઈ ખબર ના પડી....

“ મમ્મી.મમ્મી...ઊઠને આજ કેમ હજી સુધી ઊંઘે છે? ..સાંભળતો ખરી પેલા કામવાળા બેન શું કહે છે? આપણી બાજુની સોસાયટીમાં રહેતા પેલા તારા ગામના કાકા....”

માંડ માંડ આખો ખોલટી સુજાતાને ધ્રાસકો પડ્યો...ને એ લગભગ ચીસ પાડી ઉઠી..હે એ એ એ એ ..શું થયું એ કાકાને?

“શી ખબર, જો પેલા કામવાલાબેન કહેશે તને આખી ડિટેલ ..મારે કોલેજનું મોડુ થાય છે”....કહી મીતું એના રૂમમાં જતી રહી....

હાફલીફાફળી સુજાતા કપડાં સરખા કરતી દોડી કામવાળી બાઈ પાસે શું થયું ; ” ગંગાબાઇ ?” “ અરે બેન આપણી બાજુની સોસાયટીમાં રહેતા પેલા ધિરાજકાકા ખરાને એ કાલે રાત્રે જ... હાથના ઇશારાથી આકાશ સામે આંગળી કરતાં દેવલોક પામ્યાનો ઈશારો કર્યો..ને સુજાતા એકદમ ભાગી પડી હોય તેમ ભીતના ટેકે ટેકે સોફામાં જય ફસડાઈ પડી...

બે દિવસ પછી જ્યારે મુકેશ ઘરે આવ્યો ત્યારે એકદમ ઉદાસ અને ગમગીન હતો...સુજાતા એ પોતાની ફરજ અને પતિ પ્રત્યેના અપાર હેત સાથે પુછ્યું ; “ કેમ તમારી તબિયત સારી નથી? શું થયું છે તમને ? “

મુકેશે પોતાનું માથું સુજાતાના ખભે ઢાળી દીધું અને રડતાં રડતાં બોલ્યો ; “ સુજાતા મે તને ખૂબ જ હેરાન કરી છે અને એ પણ વગર વાંકે “

“ શું બોલો છો તમે ? ને આમ આટલા દુખી કેમ થાવ છો ? “ સુજાતા એ ખભે ઢાળેલા માથે હાથ ફેરવ્યો.

મુકેશે એની બેગમાથી બે કવર કાઢ્યા ..પહેલું કવર સુજાતાના હાથમાં મૂકી કહ્યું : “ સુજાતા મને માફ કરી દે, “

સુજાતા એ કહ્યું શું છે આ કવરમાં? કવર ખોલી સુજાતા આતુરતાથી વાચવા લાગી ; “ ભાઈ શ્રીમુકેશભાઇ , નમસ્કાર . મારે સંતાનમાં ફક્ત એક દીકરી જ હતી જે લગ્નના પાંચ વરસ પછી કાર એક્સિડંટમાં જમાઈ સાથે મૃત્યુ પામી હતી..મારી પત્ની પણ દીકરીના આઘાતમાં બે વરસ પછી દીકરીની પાસે વ્હાલ કરવા મને એકલો મૂકીને મરાઠી દૂર જતી રહી,,સુજાતાબેનમાં મને મારી દીકરી દેખાતી હતી ..આપના ઘરે હું આવ્યો તે દિવસે મારી દીકરીની પુણ્યતિથિ હતી . હું દીકરીની યાદમાં મારી જાતને રિકો ના શક્યો મને ખબર નહીં કે તમે આટલું ખરાબ સુજાતાબેન જેવી દેવી માટે વિચારશો...હું મારી સ્વેછાએ 5 લાખ સુજાતા દીકરાને આપું છુ જે એક બાપની ભેટ સમજી સ્વીકારી લેશો . બની શકે તો સુજાતાને દુખી ના કરતાં...લી॰.ધીરજલાલ “

લેટર વાંચતાં વાંચતાં સુજાતા ધ્રુસકેને ધ્રુસકે રડી પડી.

મુકેશે બીજું કવર સુજાતાના હાથમાં મૂકાતા કહ્યું ; “ ઈશ્વરના ઘેર દેર છે અંધેર નથી. સુજાતા એ કવર ખોલયુને એની આખોના અંધારા આવવા લાગ્યા એને જોરથી ચીસ પડી...” ના ના મુકેશ આવું ના બને.”

“ કેમ ના બને આ મારા કર્મોનું ફળ છે. મને બ્લડ કેન્સર છે. .....અને મુકેશ સુજાતાના પગમાં ફસડાઈ પડ્યો.......

પારૂલ બારોટ.

Parulbarot6@ gmail.com