મોંન્સુન માશૂકા Parul Barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોંન્સુન માશૂકા

મોન્સૂન માશૂકા....

આજની ચહલપહલ, દોડાદોડી અને સામાની વ્યસ્તતાને કારણે આભેથી ખરતા જઈરાશીના મોતીને ઝીલવાની કોઇની પણ પાસે ફુરસત નથી....હેલીમાં તરબોળ થઈ નખશિખ ભીતરથી પલળવું ગમે છે પ્રેમીકાને અને આવા મદમસ્ત મોસમમાં તો ભિજાયા વગર કેમ રહેવાય? આવી મદહોશ ઋતુને માનવી અને લીલોતરીને આંખોથી પી ને અંતરમાં ઉતારવી એ એક અમુલ્ય લહાવો છે.જે આનાથી દૂર એને જીવનમાં કાઇજ માણ્યું નથી . પાંદડાની કોરે ઝૂલતા જળના મોતી તોરણ બાંધે સમીરની થપાટે ચઢેલા વાદળાં હરખાઈ હરખાઈને વાછટની હેલે નાચતા નજરે પડે છે.વૃક્ષોની કયા મૂળથી માંડી ટગલી ડાળ સુધી રોમાંચિત થઈ ઊઠે છે..

“ મને ભીજવે તું તને વરસાદ ભીજવે”.....રમેશ પારેખની આપંક્તિ ને યાદ કરુને વાલમ સાથેના છાંન ગપાચિયા કરવાને મન લલચાય....આકાશી અમૃતમાં તરબતર સાજન સંગે મહેફિલ જમાવવી એટલે મબલખ ઐશ્વર્યને પામવા જેવો આનંદ લાગે.

પણ,હાય રે કિસ્મત ...આજે કામ ,કામ અને કામની વ્યસ્તતાથી ભરેલા લોકો આ મોઘામૂળા વરસાદની કિમત શુ જાણે? અને પ્રેમિકા અનાયાસે જ આ ગીત મમળાવવા લાગે...” હાય હાય યે મજબૂરી યે મોસમ ઓર યે દૂરી...મુજે પલ પલ યે તડપાએ તેરી ડો ટાકિયોકી નોકરિમે મેરા લખો કા સાવન જાયે....” ને તે છતાએ પ્રેમી આવી મઘમઘાતી, રણઝણતી ,ઝરમરતી પ્રપોઝલને ખૂબ જ રુડ અને સુસ્ક રીતે નકારી દેઅને કહે ; “ અરે,યાર શુ કરું એક પણ સીએલ બચી નથી ..ને વળી આવા હવાયા વાતાવરણમાં મને તો બહાર નીકળવું ગમતું નથી કોણ જાણે કેમ બહુ બેચેની લાગે છે અને સુસ્તી પણ ....પાછું આ ગંદકી અને કિચ્ચડથી મને ખૂબ ઘીન્ન આવે છે પાણી ભરેલા ખાબોચિયામાં પગ મુકુને કોઈ મચ્છર કરડી જાય ને બીમારી નોતરે પ્લીઝ ડીયર મારાથી નહીં બને આવવાનું ..” ને આટલું બોલતા બોલતા તો પ્રેમીનું મન વિહવળ અને ઉકળાટ ભર્યું થઈ જાય...

. પ્રિયતમાને ભીના ટહુકા કાને પડઘાયને કર્ણપટલમાં ગુદગુદી થાય નખશિખ રોમાન્સની કળિયો મહેકી ઊઠે

મહોરી ઊઠે ને બુંદોની ઝાંઝર પહેરી વરસાદમાં નાચી નાચીને ગાય ..” મૈ નાચુ આજ છમ છમ છમ ....છમ છમ છમ ...છમ છમ છમ છમ છમ .....”અહી પ્રેમિકા એની મસ્તીમાં મસ્ત થઈ મોસમની મહેફિલને મન મૂકી માણે છે એમાં ભિજાય છે અને તરબતર થઈ જાય છે .ભીની માટીની ખુશ્બુને આંતરમનના પ્રત્યેક ખૂણાને વરસાદ સાભાર કરી ઓતપ્રોત થાય છે.” આજ કલ પાઉં જામી પર નહીં પડતે મેરે ..બોલો દેખા હે કભી તુમને મુજે ઉડતે હુએ???હવાની કૂવારી લહેરખી સાથે પ્રેમિકા ઊડી રહી છે એના પ્રત્યેક અંગ અને ઉપાંગ વરસાદની બુંદોની માફક રણઝણી રહ્યા છે. કાળની કોઈને ખબર નથી આજ મળી છે મન ભરી માણી લો ..વરસાદી માહોલમાં એને દરેક વસ્તુ ,વ્યક્તિ અને પદાર્થ અવનવા વેશે શોભતા લાગે છે....ને તેથી જ એના હોઠ પર ગીતોની સરવાણી ફૂટતી જ રહે છે...” બડે અચ્છે લગતે હૈ ..યે ધરતી ,યે નદીયા ,યે રૈના ઓર તુમ ....” તું શબ્દમાં થોડી કસક આવે છે કારણ પ્રેમી સાથે નથી એને વરસાદમાં ભીજવું ગમતું નથી એને વરસાદની મોસમમાં ચીડ આવે છે...પ્રેમીનું માનવું એવું છે કે ; ‘કાદવ અને કિચ્ચડ ભરેલા પાણીમાં પલળાય નહીં તન્દુરસ્તી જોખમાય છે.બીમારીને નોતરું આપવા જેવુ લાગે છે. પરંતુ પ્રેમિકા આવા વાતાવરણમાં મોજ કરવી અને સંપૂર્ણ આહલાદકતા અનુભવવી એમ માને છે..પ્રેમિકાનું માનવું છે કે ;’ પ્રત્યેક ઋતુને મન ભરીને માણવી જોઈએ અને તો જ સાચું જીવન જીવ્યા એમ કહેવાય.’

મોસમની કુમાશ ચાખતી પ્રેમિકા મનોમન અકળાય ,વલોવાઈને વરસતા વરસાદમાં આખે આખી કાળઝાળ વિરહની આગમાં તડપી ઊઠે છે.એ એકાએક બાબડી ઊઠે છે અને પ્રિયતમને વધતી હોય તેમ બોલે છે ; “ થોડો સમય કાઢીને આવતો ખરો ! આ વરસાદની ભીનાશને માણતો ખરો ! સાચું કહું છુ એકવાર મારી સાથે તરબતર થઈ જા ..ભિજાઈ જા...પલળી જા...ઓગળી જા....ખરેખર તને અનહદ આનંદની પ્રાપ્તિ થશે...” આમ મોસમથી મોહિત થયેલી પ્રેમિકા ઝંખના અને ચાહનાની આગમાં બળે છે ...

સાહિત્યકારોએ વરસાદને ખોબલે ખોબલે વધાવ્યો છે.અકસરના શણગારથી સજાવ્યો છે. સંવેદનાના સૂર ભરીને ગાયો છે. એકાંતને ઘુટડે ઘુટડે પીવાની મોસમ એટલે મોન્સૂન. કોક્રીટના જંગલોને પોતાના અનોખા અંદાજથી ક્યારેક ફોરાં, ક્યારેક ટીપાં, ક્યારેક મુશળધાર વરસી નવા નકોર , ચોખ્ખા ચણાક કરી નવો ઓપ આપે નવું રૂપ અર્પે . પ્રેમીકાને રોમે રોમે ફોરાં ઝીલવા છે એને આલીશાન ફ્લેટની ગેલેરીમાં ઊભા ઊભા બંધ દરવાજે વરસાદને માણવો ગમતો નથી. લીલાછમ બગીચામાં પ્રત્યેક ફૂલ, પાન, વૃક્ષને ઓળખી , બોલાવી , પંપાળી , સ્પર્શીને મસ્તીની ફાંટ ભરવી છે. તે તાજી તાજી ડોકિયા કરતી કુપળોને જોઈ માદક નશો અનુભવે છે.

નહીં આવે? ખરેખર નહીં આવે? તો જા હું તો જાઉં છુ મારા વ્હાલા જનમ જનમના પ્રેમી વરસાદ સાથે પ્રેમ ગોષ્ઠી કરવા . તું નહીં આવે તો એમ ના સમજીશકે હું નહીં ભિજાઉ હવે તો હું મુક્તપણે વરસાદમાં ઓળઘોળ થઈ જઈશ .ને મારી તમન્નાને આરઝુને પૂરી કરીશ..વરસાદની સાથે ખુલ્લા રસ્તા ઉપર દોડીશ, ભીની ભીની સુગંધને ઘ્નાનેદ્રિયોથી હળું હળું આંતરમનના ઊંડાણે ખૂબ ઉંડે ઉતારીને આંખોથી ગાળી ગાળી મદમસ્ત બની અમ્રુત સમાં ઘુટડા ભરી ભરી હોશે હોશે પીશ .

વળી ચહેરા પર અવસાદની લાગણીઓનો દોરી સળવળતા મો મચકોડીને મનોમન બોલે ; “ તું નહીં આવે તો કઈ નૈ ..લેકિન ફિરભી તુંમ હોતે તો કઈ ઓર બાત હોતી .આવી મોસમમાં તો પિયુનો પ્રેમ પ્રેમીકાને વધારે ઉત્તેજિત કરી મૂકે પણ હાય રે કિસ્મત ..” લો આ ગઈ ઉનકી યાદ વો નહીં આયે ...” અને ઉન્માદ તથા અવસાદના ઘેરામાં પ્રેમિકા પ્રેમીને યાદ પણ કરે છે અને વરસાદને છોડી પણ નથી શકતી....

આ રેઇનકોટ અને છત્રીના સહારે વરસાદથી બચતા લોકોને જોઈ મને થાય છે કે જો વરસાદને ભરપૂર માણ્યો નથી તો જીવનના કોઈ આનંદને એમને માણ્યો નથી....ખુલ્લા આકાશની નીચે બંને હાથ ફેલાવી આંખો બંધ કરી બાથમાં ભરી લઉં આખુ ચોમાસુને મારા રોમ રોમમાથી ફૂટી નીકળે નવપલ્લવિત કુપલો ને હું એક ઘટાદાર વૃક્ષ બની જાઉં.પછી મારામાં કલરવનો પગરવ થાય અને હું વરસોથી તપતી ,તડપતી, તરસતી એક હિમ સામિ ટાઢકને મેળવું.

કાલ્પનિક દુનિયામાથી બહાર આવી પાછી વસવિકતાનો સ્વીકાર કરી મનને મુહોબ્બતના બાહુપાસમાં લઈ જાય છે. ભિજાયા પછી કોરા થવાની પણ એક ઓર મજા છે.ભીની લાટોમાં મોતી ગુથ્યાનું સપનું સાકાર થાયને પછી રૂમાલથી ઝાટકીને એને ખેરવવાની મઝા સાથે વાળમાં ઘૂમરાતી ભીની ભીની ખુશ્બૂમાં ખોવાઈ જતું મન પરમ શાંતિને ઝંખે છે.ધીમા અજવાસથી ભરેલા રૂમમાં હળવું હળવું વાગતું મધુર સંગીતની છોળો સૂના સદનમાં મીઠાશ ઘોળે છે. ગરમા ગરમ ચહા કે કોફીની લિજ્જત ઘૂટડે ઘૂટડે ફુદીના,તુલસી અને ઈલાયચી સાથે આદુની મૈત્રીને માણે છે. કોઇની રાહ મનની આહ કરતાં મોઘી લાગે .દિલનો દરવાજો એનેજ ઝંખે જેની હરદમ જરૂર છે.પોતે કરેલી વરસાદી મોજની વાતોની શેરીયત વહેચવા પ્રેમિકા તલપાપડ છે પ્રેમીની ઉત્કંઠ ચાહત માટે.

હવે, એક હાશકારો એક ઊંડો શ્વાસ અને બધુ જ હુફાળું હુફાળું અનુભવી સહેજ અંધારુ ઓઢીને બેઠેલા રૂમમાં મંદ મંદ ટેબલ લેંપના અજવાસ સાથે વ્હાલા વરસાદની મદકતાને ઝૂકી ઝૂકી સો સો સલામ ભરતી પ્રેમિકા એક મોસમી પુસ્તકના પાનાંઓમા ક્યાંક ખોવાઈ જાય છે.જ્યા મળે છે એકલતાની ભીડમાં અક્ષરનો સહવાસ...

પારૂલ બારોટ.

Parulbarot6@gmail.com