ટેકો Parul Barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • ભીતરમન - 1

  એક સુંદર આલીશાન હવેલીના સુંદર બગીચામાં એક સરસ સાગના લાકડામાં...

 • મારા અનુભવો - ભાગ 3

  ધારાવાહિક:- મારા અનુભવો ભાગ:- 3 શિર્ષક:- અતિથિ દેવો ભવ લેખક:...

 • ચુની

  "અરે, હાભળો સો?" "શ્યો મરી જ્યાં?" રસોડામાંથી ડોકિયું કરીને...

 • આત્મા નો પ્રેમ️ - 8

  નિયતિએ કહ્યું કે તું તો ભારે ડરપોક હેતુ આવી રીતે ડરી ડરીને આ...

 • નિસ્વાર્થ પ્રેમ

  તારો ને મારો એ નિસ્વાર્થ પ્રેમ ની ભાવનાયાદ આવે છે મને હરેક પ...

શ્રેણી
શેયર કરો

ટેકો

‘ટેકો ‘

‘ સાચું કહું તારામાં મેનેજમેંટનો અભાવ છે અથવા પછી અક્કલનો છાંટો નથી ર્યો ... ‘ ફોનના રિસીવરમાં બરાડતાં બરાડતાં રાહુલ બોલ્યો .

“અરે એવું નથી...” કામિનીએ હળવેથી મૃદુ અવાજમાં જવાબ આપ્યો ...

‘હવે રેવાદેને...મે તને કહ્યું હતું કે નિશા જાય તો એના હાથમાં 1000 રૂપિયા આપજે એને નોકરી મળી એની ખુશી માં ...તો શું તને આપવાની ખબર ના પડે ? તારું મગજ ક્યાં ફરે છે ? કાઇ ખબર જ નથી પડતી.’

‘હા.. હા.. તમારી વાત સાચી પણ હું ય હરખમાં ને હરખમાં ભૂલી ગઈ ...ફરી આવશે ત્યારે આપી દઇશું.એમાં શું થઈ ગયું ગોળ જ્યારે ખાઈએ ત્યારે ગળ્યો લાગે.”કામિની ફરી મૃદુતાથી બોલી.

‘ગોળ જ્યારે ખાઈએ ત્યારે ગાળ્યો લાગે ...બોલી મોટી પણ, એ કેમ ખબર નથી પડતી કે બધી વસ્તુ સમયે જ શોભે.કાઇ ગતાગમ પડતી તો નથી .. સાવ રોલી છે આ બૈરી ....’ ફરી ફોનમાં જ દાંત કચકચાવી દાઝ કાઢતો રાહુલ બોલ્યો.

અત્યાર સુધી સાભળી રહેલી કામિનીની કમાન છટકી આટલા શાના ઉકાળો છો?...એમાં તે શું મોટો ગુનો કરી દોધો છે? કે આભ ફાટી ગયું છે? મને ખબર છે મારે શું કરવાનું છે...જાણે આખી જિંદગી તમે જ ગાડું હંકાર્યું છે.....

‘બસ હવે લુલી બહુ બક બક કરતી થઈ ગઈ છે ...પાંખો આવી ગઈ છે ..મારી સામે જવાબ નહીં આપવાનો નહિતર .....

‘નહિતર શું કરશો? ઘરમાથી કાઢી મુકશોને? કાઢી મૂકો ચાલો હું ય જાઉં છુ તમારી કઈ હગલી આ ઘર ચલાવે છે?

‘મારે તારી સાથે ભોડા નથી કૂટવા ચલ ફોન મૂક....’ધડામ કરતું રાહુલે રિસીવર પછાડ્યું ને આ બાજુ કામિની એ પણ.....

રોજની બબાલ અને રોજની તકરાર.....શું છે તમારે બંનેને ? જય અકળાઈને બોલ્યો.

‘આ જોને તારા બાપા જાણે એજ હોશિયાર ને એજ ડાહ્યા ...આપણી તો કોઈ કિંમત જ નથી ....આખી જિંદગી એમની પાછળ ઘર પાછળ ને છોકરા પાછળ ફના કરી નાખી તોય બધા ને કાઇ ને કાઇ ઓછું જ પડે છે .મને ક્યારેય કોઈ એ પુછ્યું ; કે કામિની તારે શું જોઈએ છે? કે તારી શું ઇચ્છા છે?’ લગભગ રડ્મસ અવાજે કામિની તેના 16 વરસના દીકરા જય સામે હૈયા વરાળ ઠાલવતી હતી.

‘હા બોલ કામિની તારે શું જોઈએ છે? તારી શું ઇચ્છા છે?’ સોફા પર બેઠેલી(કામિની) મમ્મીનો હાથ પકડી તેના પગમાં બેસી જય તેને રીઝવવાનો પ્રયત્ન કરતો હતો.

‘મુકને મમ્મા આ બધી જળોજથા ...પપ્પા પણ આખો દિવસ કામ કરી કંટાળેલા હોય ..કોની પર ઉકળાટ કાઢે?’

‘હા તે બસ હું જ મળું છુ એમને?’ પોતાના ઉપર જ ગુસ્સે થવાય ને બાકી બહારના જોડે આમ બોલે તો તો ....જય એ આંખના ઇશારાથી આખ મિચકારીને હાથ વડે મેથી પાક મળે એવી મુદ્રા બતાવી....

કામિનીના ચહેરા ઉપર હાસ્યએ પીછી ફેરવી.......

‘તું જબરો છે હો જય’ .....કામિની જયના માથે હાથ ફેરવતા ફેરવતા બોલી....

‘દીકરો કોનો છુ?’ હસતાં હસતાં જય બોલ્યોને કામિની હળવી ટપલી જયના ગાલ પર મારતા બોલી; ‘બદમાશ કંપની ....

‘ચાલ હવે જલદી કર, તારે કોલેજ જવાનું મોડુ થશે....હજી ટિફિન ભરવાનું છે મારે ....નહિતર તમે પણ હમણાં ચાલુ થઈ જશો બૂમો પાડતા ......’ કામિની એ વોશબીજિંગમાં હાથ ધોતા ધોતા જાણે ટકોર કરી અને રસોડા તરફ વળી.....

‘હા...હા..મારી માં આ ઉઠ્યો....કહી ઉપરના રૂમમાં જતાં જતાં જય બોલ્યો; જો મમ્મી પંદર મિનિટમાં નીચે આવું છુ ટિફિન તૈયાર રાખજે હો......’

અને એના બોલતાની સાથે મમ્મી રસોડામાંથી વેલણ સાથે બહાર આવી..’.બદમાશ ઉભો રે....મારી પાસે જાદુઇ છડી નથી તે પંદર મિનિટમાં તારું ટિફિન થઈ જાય ...”

જય બે પગથિયાં ચડ્યો હશે તે પાછો વળી મમ્મીના બંને હાથ પકડી બાથમાં ભરી લીધી ....’ઑ મારી માં તું તો સાક્ષાત અન્નપૂર્ણા છે....તારો તો ડાબા હાથનો ખેલ છે.....’

‘સારું સારું ચલ હવે ,બહુ લાડ કરી દીધા તારે મોડુ થશે બેટા,’.....કામિનીએ જાણે ફરી યાદ દેવડાવ્યું .

‘ઓકે મોંમ’ ....કહી જાય ફટાફટ તૈયાર થવા ગયો.

આડણી ઉપર લોટનું લોયું મૂકી આખા બ્રહ્માણ્ડને ચીતરતી હોય એમરોટલી અને સંબંધોના વિવિધ સ્વાદ ને હળવે હાથે સંભાળતી શાકને ભરી ઉમળકા સહ કામિનીએ દીકરાનું ટિફિન તૈયાર કરી દીધું ...

જય ટિફિન લઈ બહાર નીકળ્યો અને કહેતો ગયો; પાછી વિચારોના હાસિયામાં ના જતી રહેતી હો..ચલ જય અંબે’

દીકરાની નજરથી નજર મિલાવી હાથ ઊચો કરો કામિની બોલી ; ‘ડોન્ટ વરી બેઠું....’

મેઇન દરવાજો બંધ કરી કામિની પ્પોતાના શીશ મહેલમાં પાછી વળી.....ઘડિયાળ સામે જોઈ બોલી; ‘ચાલો હવે સાંજને શણગારવાની બાકી રહી....’

વાસણનો ખડકલો લઈને કામિની જેવી ચોકડીમાં ઉતારી ત્યાં જ ડોરબેલ રણકી ઉઠ્યો ...ડિંગ ડોંગ ...ડિંગ ડોંગ...

‘કોણ આવ્યું હશે અત્યારે? પત્યું હવે કામનું મોડુ થવાનું ‘..મનમાં જ બબડતી કામિનીએ દરવાજો ખોલ્યો...

‘અલ્યા તમે ? કેમ જલદી આવી ગયા ? હજી તો હમણાં જ તો ગયા ને પાછા આવ્યા ...! શું આજે રજા છે? ‘ પ્રશ્નોનાં બાણ ચલાવતી કામિનીના ચહેરા ઉપર ખુશી દસ્તક દેતી હતી.....

બેગને કામિનીના હાથમાં આપતા રાહુલ બોલ્યો ; રાતનું ઠીક નથી યાર ..આખું શરીર દુખે છે .એમાને એમાં તારા ઉપર પણ ગુસ્સો કર્યો ...’સોફા પર જ પગ લાંબા કરી લંબાવતા રાહુલે કામિનીનો હાથ પોતાના હાથમાં લઈ ચુંબન કર્યું...’સોરી યાર ..’પછી એજ હાથ લઇ માથે મૂક્યો અને બોલ્યો;’ જો તો તાવ લાગે છે?’

કામિનીની તર્જની અને હથેળી એ રાહુલના કપાળને સ્પર્શી અને ; આય હાય બાપરે માથું ધખે છે ...કહેતા ગાલ પર ગળા,છાતી પર હાથ મૂકતા બેબાકળી થઈ કામિની ફરી બોલી ; ‘અલ્યા તમને તો સખત તાવ છે...એકદમ કેમ આમ થયું ? કાલે કશું બહાર ખાધું હતું?

‘ના ભાઈ ના સમય જ ક્યાં છે? આ ટિફિન ખાવાનો સમય નથી તે બીજું શું ખાઉ બહારનું?’ રાહુલ ઉહકારા ભરતો બોલ્યો.

ઠંડી લાગે છે ? માથું દબાવતા કામિની બોલી..

‘ના...મને આખૂ શરીર જ દુખે છે.’ મોઢાના હાવભાવ બદલાતા રાહુલ ધીમા અવાજે બોલ્યો.

‘એક મિનિટ..’.કામિનીએ ધીમે રહી પોતાનો હાથ માથા ઉપરથી લઈ ઊભી થઈ .. ‘એક મિનિટ હું આવું...”

પરાણે આંખ ખોલતા રાહુલ તૂટક તૂટક શબ્દોમાં બબડવા લાગ્યો ; ક્યાં...જાય...છે..પણ,’

‘આવું આવું બે મિનિટ ...’ હાલ જ આવી ..’ કહી કામિની રસોડામાં ધીમા ધીમા વાસણના અવાજે કઈક કામ કરવા લાગી......

‘સાભળે છે રાહુલ લે તો આ ઉકાળો પી લે ‘…હળવા હાથે સહેજ જગાડીને ખભામાથી ટેકો આપી રાહુલને ઊચો કરી સોફમાં બેઠો કર્યો...

‘શું છે? શું બનાવ્યું?’ રાહુલ કપ રકાબી સામે જોતાં ઉકાળો છે? હા... આ સારું કર્યું ...મને આનાથી તરત ફરક પડી જાય છે.’

કામિની એ પોતાના હાથમાં જ કપમાથી રકાબીમાં ઉકાળો કાઢી ફૂક મારી મારી સહેજ ઠંડો કરી રકાબી રાહુલના હોઠે ધરી.....

રાહુલ પણ ધ્રૂજતા હોઠે નાના બાળકની માફક ઉકાળો પી ગયો....રાહુલના પલળેલા હોઠ કામિની પોતાના દુપટ્ટાથી લૂછયા અને રાહુલે કામિનીના કપાળે હેત વરસાવી દીધું...

કપ રાકાબી બાજુની ટીપોઇ ઉપર મૂકી કામિની સોફામાં જ ગોઠવાઈ ગઈ ,,કામિનીના ખોળામાં રાહુલે માથું ઢાળી દીધું. પોતાની નાજુક હથેળી અને તર્જનીથી કામિની રાહુલનું માથું સહેલાવતી હતી.....આગળીઓના સ્પર્શથી રાહુલની આંખો ઘેરાવા લાગી....કામિની પણ રાહુલના વાળમાં આગળિયો ફેરવતી સોફા પર માથું ઢાળું આંખો બંધ કરી આરામ મેળવી રહી હતી....

અચાનક મોબાઇલની રિંગ રણકી ઉઠી...

બંને ઝબકીને જાગી ગયા ..રાહુલ પણ બેઠો થયા ને કામિની પણ ઝડપથી મોબાઈલ લેવા દોડી ...’ખરા બપોરે કોણ છે? ઊંઘ બગાડી, માંડ તમારી ને મારી આંખ મિચાઈ હતી....’મોબાઇલની સ્ક્રીન ઉપર નજર ફેરવતા કામિની રાહુલ સામે જોઈ બોલી; ‘આ તો જય છે ...’

સ્વિચ દબાવી કામિની બોલી ;’ હા બોલ બેટા શું હતું? ‘

‘કઈ નહીં બસ એમ જ ફોન કર્યો હતો, મમ્મી તું જમી ?

ના, બેટા હવે,

‘પણ ,ક્યારે જમીશ તું ...બે વાગ્યા ...’

ઘડિયાળ સામે નજર કરતાં કામિની બોલી ; હા બેટા જમી લઇશ...તારા પપ્પા ઘરે આવ્યા છે થોડી તબિયત નરમ છે .ઠીક થાય એટલે સાથે જમીશું....

‘મમ્મી કઈ વધારે તબિયત નથી બગડીને? નહિતર ઘરે આવી જાઉં...’

‘ના ના સારું છે’ .રાહુલે કામિની સામે નકારનો હાથ કર્યો ને કામિની વાત કરતાં કરતાં જ માથું હલાવી હામી ભરીને જયને જવાબ આપી દીધો.

‘ઓકે..સારું ચલ મારે લેકચરમાં જઉ છે જય અંબે ’સામેથી બીપ બીપ નો અવાજ કાનમાં અથડાવા લાગ્યો ને કામિનીએ પણ ફોન મૂકી દીધો.

રાહુલની સામે જોઈને કામિનીએ કહ્યું ;” તમને યાદ છે ? હજી કાલે તો બોલતા નહોતું આવડતું ,જય બોલતો થાય એ માટે બહુચરમાંની જીભ ચઢાવાની અને નડિયાદ સંતરામ મંદિરમાં બોર ઉછાળવાની આપણે બાધા રાખી હતી.”

‘આજે જીભની સાથે સાથે સમજણ પણ’...બોલતા બોલતા કામિનીનું ગળું ભરાઈ આવ્યું.તમને ખાબર નથી પણ તમે જ્યારે ફોનમાં મારી પર ગુસ્સો કર્યો ત્યારે હું ખુ દુખી થઈ ગઈ હતી ત્યારે મારો મિત્ર બની મને શિખામણ આપવા લાગ્યો હતો .’

રાહુલ ઊભો થયો અને કામિની ની નજીક આવ્યો’ આજ તો છે તારા સંસ્કાર અને સ્નેહ...જેના ટેકે આ ઘર, રાહુલ અને હું સલામત છીએ.....’

‘તમે કેમ ઊભા થયા બેસો હું દવા લઈ આવું પછી આપણે જમી લઈએ ....’ કામિનીના બંને ખભે બંને હાથ મૂકી રાહુલ એની આંખોમાં આંખો પરોવી બોલ્યો ; હવે મને સારું છે. પોતાના પડખામાં ભરતા ઊંડા શ્વાસ લઈ રાહુલે કહ્યું ; તું મારી સાથે છે તો મને તકલીફ ક્યાથી થાય? બીમારી તારો ઉકાળો પીને છુ થઈ ગઈ...’

‘હાશ જે થવું હોય તે મને થાય તમને અને રાહુલને....કામિની આગળ બોલે એ પહેલા રાહુલે તેના હોઠ પર આગળી ધરી દીધી .”એય....કામિની તુમ હમારે તંબુ કા બંબુ હો . અગર બંબુ ઝૂક ગયા તો તંબુ તૂટ જાએગા ડાર્લિંગ.”

બંને સાથે હસી પડ્યા....કામિની એ જમવાનું પીરસ્યું સાથે રેડિયો ચાલુ કર્યો..... ‘તેરા સાથ હૈ તો મુજે ક્યાં કમી હૈ અંધેરોસે ભી મિલ રહી રોશની હૈ તેરા સાથ હૈ તો......... ગીતના શબ્દોએ વાતાવરણમાં માધુર્ય ઉમેર્યું.....

પારૂલ બારોટ.