બે અનોખી નવલિકા - 2 Neha bhavesh parekh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

બે અનોખી નવલિકા - 2

વાવાઝોડું

‘મેં તને પહેલાં જ કીધું હતું કે આ માણસ ઉપર પાઇનોય ભરોસો કરાય એમ નથી, પણ તારામાં તો અક્કલ જ ક્યાં છે? ગમે એટલાં પાકાં બહેનપણાં હોય તોય શું થઈ ગયું? આ જમાનો જ નથી કોઈની દયા ખાવાનો. જોઈ લીધુંને આનું પરિણામ? ના ના, કરતાં આજે એક મહિનો થવા આવ્યો.’

સીમા બીચારી ચૂપચાપ સાંભળતી હતી. એનેય ખબર હતી કે રાકેશ કાંઈ ખોટો ન હતો.

‘જુઓ રાકેશ, હું આજે જ મધુને પૂછી લઉં છું કે ફાઇનલી અમને અમારા પૈસા પાછા ક્યારે મળશે? તમે જરાય ચિંતા ના કરો. પરેશભાઈ આમ થોડા લહાડિયા ખરા, પણ મધુનું કામ પાક્કું એમ પાછું. એ હિસાબમાં એકદમ ચોખ્ખી છે.’ સીમાએ પતિને શાંત પાડ્યો.

પોળમાં હવે તો ગણ્યાંગાંઠ્યાં આઠ-દસ મકાન બચ્યાં હતાં. એમાંથી સૌથી પહેલું મોટી હવેલી જેવું મકાન રાકેશ અને સીમાનું, જ્યારે છેલ્લું મકાન મધુ અને પરેશનું.બાકી ચારેય બાજુ આખી પોળ સોનીઓની દુકાનથી ભરાઈ ગઈ હતી. એમાંની એક દુકાન રાકેશની. બાપ-દાદાના સમયની દુકાન એને મહેનત કરીને ખાસ્સી જમાવી હતી.

પોળમાં આમ સંપ ઘણો. બપોર પડે એટલે બધી સ્ત્રીઓ ભેગી થઈને જાતજાતની અને ભાતભાતની વાતો કરે. એમાં મધુના હાથમાં તો જાણે જાદુ. એવા સરસ નાસ્તા બનાવીને ચખાડે કે બધા આંગળાં ચાટતાં રહી જાય. ઓટલે બેસીને બધી સ્ત્રીઓને જુદી જુદી વાનગીઓની રેસિપીય આપે. સીમાને એની જોડે ખૂબ ફાવતું. બંને પાકી બહેનપણીઓ બની ગઈ હતી.


મધુ પોતે સ્વભાવની ખૂબ ભલી, પણ એનો વર પરેશ કોઠાકબાડામાં નંબર વન. શેરબજારનું કરે, પણ કમાવા કરતાં ખોવાનું વધારે એટલે ઇસકી ટોપી ઉસકે સર એજ એનું કામ. આખી પોળમાં બધાને એના ધંધાની ખબર એટલે બધાને એની સાથે દૂરથી જ નમસ્કાર, પણ મધુના સ્વભાવના લીધે લોકો જતા આવતા કેમ છો? કેમ નહીં કરી બોલાવે.


બે-પાંચ હજાર રૂપિયાની મદદ તો કેટલીય વાર સીમાએ બહેનપણી મધુને કરી હતી અને દર વખતે મધુ સમયસર પૈસા પાછા આપી આવતી એટલે સીમાને મધુ પર પૂરો ભરોસો, પણ આ વખતે પૂરા પચાસ હજાર રૂપિયા સીમા પાસે માગતાં મધુનીય જીભ ઊપડતી ન હતી, પણ મને-કમને એ સીમા પાસે કરગરી, ‘સીમા, આ છેલ્લી વાર મદદ કરી દે. પરેશને મેં ઘણુંય સમજાવ્યા પણ મારું માન્યા જ નહીં ને શેરબજારના સટ્ટામાં પચાસ-હજાર ખોયા છે ને ઉઘરાણીવાળા રાત-દિવસ એમની આગળ-પાછળ ફર્યા કરે છે. હું તને 15 દિવસમાં તો ચોક્કસ ગમે તેમ કરીને પૈસા પાછા આપી દઈશ.મારી લાજ રાખી લે બહેન, પ્લીઝ.’

સીમા પોતેય મધુની આજીજી સાંભળી અવઢવમાં હતી કે શું કરું? આટલી મોટી રકમ માટે રાકેશને કેવી રીતે વાત કરું?


છેવટે હિંમત કરીને એને રાકેશને વાત કરીને મહા મુશ્કેલીએ એને મનાવીને પોતાની બહેનપણીને પચાસ હજાર રૂપિયાની મદદ કરી.
આમ કરતાં કરતાં આ વાતને આજે એક મહિનો થવા આવ્યો હોવા છતાં મધુ પૈસા પાછા આપવા ડોકાઈ ન હતી. રાકેશ એટલે જ અધીરો બન્યો હતો. તેની અધીરાઈ પણ વાજબી જ હતીને અને એટલે જ એને પત્નીને આજે બરાબરની ધમકાવી હતી.


બપોરે ઘરનું કામ પતાવી સીમા જ્યારે મધુના ઘેર પહોંચી ત્યારે ત્યાંનું વાતાવરણ જુદું જ હતું. અચાનક જ મધુના જીવનમાં વાવાઝોડું આવ્યું હતું. રડી રડીને મધુની આંખો સૂજી ગઈ હતી.
પરેશ અડધી રાત્રે મધુના બચેલા થોડા ઘણા દાગીના લઈને ઘર છોડીને ભાગી ગયો હતો.


‘સીમા, કેટલાય દિવસથી મને એમનું વર્તન અજુગતું લાગતું હતું, પણ સાવ આવું કરશે એની કલ્પના ન હતી. મને અધવચ્ચે સાવ આમ નોંધારી મૂકીને ચાલ્યા ગયા. કાયર નહીં તો.’ મધુની આંખો હજીય ભીની જ હતી.
‘સીમા, મારી બહેન, મને થોડો સમય આપ. હું મારા પતિ જેવી કાયર નથી. હું બને એટલા જલદી તારા રૂપિયા ચૂકવી દઈશ. બહેન, તેં મને હંમેશાં મદદ કરી છે. છેલ્લી વાર મારા પર ભરોસો રાખીશને?’ મધુ હવે રડી રડીને થાકી ગઈ હતી. આંસુ લૂછીને એને હવે મનથી મજબૂત થવાનું નક્કી કરી લીધું.


અને બીજા દિવસથી પતિએ ખોયેલી ઇજ્જત પાછી મેળવવા એને નવેસરથી જિંદગી જીવવાની શરૂઆત કરી. પોતાનામાં રહેલા હુન્નરને એને ખીલવવાનું નક્કી કર્યું.
પોતે છાનામાના બચાવેલા ત્રણ હજાર રૂપિયાને મૂડી તરીકે વાપરી એને નાસ્તા બનાવવાના ચાલુ કર્યા અને પછી પોળમાં આવેલી દુકાનોમાં વાજબી ભાવે પહોંચાડતી. રસોઈકળામાં તો એ પહેલેથી પાવરધી હતી જ. પછી ધીમે-ધીમે દુકાનોમાં ટિફિન સર્વિસ પણ ચાલુ કરી.


એકલે હાથે અનાજ, શાકભાજી લાવવાનું, એને સાફ કરી જમવાનું બનાવવું પછી દુકાનોમાં સમયસર ટિફિન પહોંચાડવાનું કામ અત્યંત મહેનત માગે તેમ હતું. છતાંય એ બધું કામ દોડી-દોડીને કરતી. જીવનમાં પ્રવેશેલા ઝંઝાવાતની સામે ટકી રહેવા એ પૂરી તાકાતથી એની સામે લડતી.
નફો ઓછો, દાનત ચોખ્ખી અને શુદ્ધ અને સ્વાદિષ્ટ ઘરનું જમવાનું મળતાં ધીમે ધીમે એનો ટિફિન સર્વિસનો ધંધો વધતો ગયો.મહિને પાંચ-સાત હજાર રૂપિયા કમાતાં એણે સૌથી પહેલાં બહેનપણી સીમાનું દેવું ચૂકતે કર્યું અને પતિએ ખોયેલી ઇજ્જત પાછી મેળવી. ધીમે ધીમે મધુની ડગમગતી જીવનનૈયાં કાળના પ્રવાહમાં સ્થિર થવા લાગી.
આટઆટલું થવા છતાં સીમાએ મધુ પર પૂરો ભરોસો રાખ્યો હતો. સામે એકલે હાથે ઝઝૂમી સખીનો ભરોસો અકબંધ રાખી મધુએ ખરેખર મિત્રતા નિભાવી જાણી. તેની આસપાસના લોકોમાં મિત્રતા અને વફાદારીનો દાખલો બેસાડ્યો હતો.


આમ કરતાં કરતાં દોઢ-બે વર્ષ વીતી ગયાં. અતિશય સંઘર્ષ પછી મધુ હવે પોતાના જીવનમાં ધીમે ધીમે સેટ થઈ રહી હતી. પરેશે એને જીવનના મધદરિયે એકલી અટૂલી છોડી દીધી હતી. એવા પતિ માટે હવે એને ના હતો પ્રેમ કે ના કોઈ ગુસ્સો. એ પતિની તમામ યાદો પોતાના જીવનમાંથી દૂર કરવા માગતી હતી.

અચાનક એક દિવસ બારી પાસે બેઠાં બેઠાં અનાજ વીણતી હતી, ત્યાં સામે એને ઘર તરફ વાવાઝોડું આવતું દેખાયું.ચશ્માં ઉતારીને મધુએ બારી બહાર નજર નાખીને ફરી વાર ખાતરી કરી કે એ પરેશ જ છેને, પણ આ વખતે મન મક્કમ કરીને પતિ નામનાં વાવાઝોડાને ફરીથી પોતાના જીવનમાં કદાપિ સ્થાન નહીં આપે એ નિર્ણય સાથે એને જોરથી બારી-બારણાં બંધ કરી દીધાં.

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ચંદનબા

'બેટા,તારે તો હજી જીવનની લાંબી મંજિલ કાપવાની છે,તું અમારી જરાય ચિંતા ના કરીશ અમે તો માં-દીકરી અમારા નસીબનું ફોડી લઈશું'. ચંદનબા એ હેતથી વહુના માથે હાથ ફેરવતાં કહ્યું . 'હા, ભાભી ,આમ ને આમ ક્યાં સુધી તમે વિધવાનું જીવન જીવશો? હવે,તમારે પણ તમારી જિંદગી વિશે વિચારવાનું હોય કે નહિ?' નણંદ મીનુ એ કટાક્ષ માં ભાભી ને કહ્યું .

માં-દીકરી બંને દિપતી ને બીજા લગ્ન માટે સમજાવતાં હતાં ,પણ બંને ની સમજાવવાની રીત અલગ હતી.

વાત જાણે એમ હતી કે ચંદન બેન અને નવીન ભાઈ ને બે સંતાનો . એમાં મોટો દીકરો પ્રદીપ સ્વભાવે શાંત,સમજુ અને ઠરેલ હતો જયારે મીનુ ચંચળ અને હાજર જવાબી . નાનપણથી જ મીનુ ને હરવા-ફરવા,સાજ -શણગાર નો ભારે શોખ . વળી એને કોઈની રોકટોક પણ પસંદ નહીં .

નવીનભાઈના મૃત્યુને આજકાલ કરતાં દસ વર્ષ વીતી ગયા. એમના પ્રોવિડન્ટ ફંડ ના પૈસામાંથી ચંદનબા એ બંને સંતાનોને ભણાવ્યાં। વળી જીવન ગુજારવા એ સાથે સાથે સિલાઈકામ પણ કરતાં . જોત-જોતામાં પ્રદીપ ગ્રેજ્યુએટ થઇ ગયો અને એને સારી નોકરી પણ મળી ગઈ અને મીનુ કોલેજમાં આવી ગઈ.

બે વર્ષ પછી પ્રદીપના લગ્ન લેવાયાં . વહુ દિપતી પણ ખૂબજ સુશીલ અને સંસ્કારી હતી.ઘરમાં આવતાની સાથે જ એને બધી જ જવાબદારીઓ હસતા મોઢે સ્વીકારી લીધી. ઘણા સમય પછી ચંદનબા ના જીવન માં સોના નો સૂરજ ઊગ્યો હતો.

પરંતુ ચંદનબા નું આ સુખ બહુ લાંબો સમય ચાલ્યું નહી . એક દિવસ ઓફિસે થી આવતા પ્રદીપના બાઈક નો ટ્રક સાથે અકસ્માત થતાં પ્રદીપનું મૃત્યુ થયું .

જુવાનજોધ દીકરો મૃત્યુ પામે એ દુઃખ એની માં માટે દુનિયાનાં તમામ દુઃખોથી ઉપર હોય છે. ચંદનબા આ કારમો આઘાત જીરવી તો ગયાં ,પણ દિપતી નું દુઃખ તેમનાથી છાનું ન હતું. વિધવાનું જીવન કેવું હોય છે એ ચંદનબા સારી પેઠે જાણતા હતા.વળી દિપતી એ તો હાજી જીવનની શરૂઆત કરી હતી.પ્રદીપ ને ગયે પણ આજકાલ કરતા એક વર્ષ થવા આવ્યું હતું અને એટલેજ માં-દીકરી દિપતી ને બીજા લગ્ન માટે સમજાવતાં હતા.

"ઠીક છે બા,પણ તમે વચન આપો કે પ્રદીપની પોલીસીના જે પૈસા આવ્યા છે એમાંથી મીનુ ના લગ્ન ધામધૂમથી કરશો ,મારે એમાંથી એક પૈસો પણ જોઈતો નથી." ઘણું વિચાર્યા પછી દિપતી એ જવાબ આપ્યો।છેવટે ચંદનબા એ એમની જ જ્ઞાતિમાંથી પોતાના દીકરા જેવો જ સંસ્કારી દીકરો સુનિલ દિપતી માટે શોધી કાઢ્યો . દિપતી અને સુનિલ ના સાદાઈથી લગ્ન કરાવ્યાં . બા એ દીકરીની જેમ દિપતી ને છાતી સરસી ચાંપી ને વિદાય આપી. હવે ચંદનબા ને દીકરી મીનુ ને જ સહારો હતો.પણ મીનુ તો હવે સાવ આઝાદ થઇ ગઈ હતી.એ તો પોતાની જિંદગી મસ્તીથી જીવતી હતી.પોતાની માં ની એને સહેજપણ પરવા ન હતી. એક દિવસ ઘરમાંથી પૈસા અને બધા દાગીના લઈને મીનુ એની સાથે ભણતા સોઉથ ઇન્ડિયન છોકરા સાથે ભાગી ગઈ.

'હે ભગવાન ! હજી મારી કેટલી કસોટી કરવાની બાકી છે ?,મેં એવા તે શું પાપ કર્યા છે કે મારે પેટે સંતાન સુખ જ નથી ,આ છોકરી એ તો સમાજ માં મારુ નાક કપાવ્યું છે ,હવે હું ખૂબ થાકી ગઈ છું ,ઈશ્વર તું મને ઊપાડી લે.'ચંદન બા કરુણ કલ્પાંત કરતા હતા.

'માં,તમે કેમ આવું બોલો છો? હજી હું તમારી દીકરી જીવતી છુ.'દિપતી એ ઘરમાં પ્રવેશતાં જ ચંદનબા ને કહ્યું .

માં,તમે મને પારકી ઘણી લીધી? તમે તો મને સમાચાર ના મોકલાવ્યા પણ મને બહારથી ખબર પડી.માં,જે થઇ ગયું એ ખૂબ ખરાબ થયું પણ હવે એનો અફસોસ કરવાનો કોઈ અર્થ નથી.' દિપતી એ બા ને હૈયા ધારણ આપી.

'આજથી તમે મારી સાથે મારા ઘેર રહેશો . સુનિલ ને પણ આમાં કોઈ વાંધો નથી . માં ,તમારા લીધે જ મારું જીવન આજે ખુશીઓ થી ભરેલું છે . માં તમે ના ન પાડશો, પ્લીસ એક દીકરી તમને વિનંતી કરે છે.'દિપતી એ ભાવુક્તાથી કહ્યું .

ચંદનબાની આંખોમાંથી આંસુ ટપકી પડ્યાં . દિપતી ને એ ભેટી પડ્યા . ‘ભગવાન મેં ખરેખર પુણ્ય કર્યા છે એટલે જ મને દીકરા અને દીકરી ના રૂપમાં દિપતી જેવી વહુ મળી.તને પામી ને હું ધન્ય થઇ ગઈ દીકરી।' મનમાં જ એ ગણગણ્યાં .

------------------------------------------------------------------------------------------------------------------------------------