સ્પેસ - અવકાશ Neha bhavesh parekh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

સ્પેસ - અવકાશ

સ્પેસ(અવકાશ)

"પંછી બનું ઊડતી ફીરુ મસ્ત ગગન મે આજ મેં આઝાદ હું દુનિયા કે ચમન મેં..." લતા મંગેશકર નું આ ફેમસ ગીત તો બધા ને યાદ જ હશે. અરે આ ગીત ગણગણવુ પણ બધા ને ગમતું જ હશે. બરાબર ને?

શું કામ નહી? જિંદગી એ કુદરતે આપેલી અમૂલ્ય ભેટ છે. દરેક માણસ એવું ઈચ્છતો હોય છે કે એના જીવન માં કોઈની રોકટોક, કોઈ ની દખલગીરી ના હોય. દરેક વ્યક્તિ ને પોતાનું જીવન પોતાની રીતે જીવવાનો અધિકાર છે. એટલીસ્ટ વ્યક્તિ ના સ્વતંત્ર વિચારો પર તો કોઈ ની પાબંદી શક્ય જ નથી.

અત્યાર ની જનરેશન માં બાળક જન્મે ત્યારથી જ એને બધું જાતે જ કરવું હોય છે. બે-ત્રણ વર્ષ નું થાય પછી પોતાને શું ખાવું, શું પહેરવું એ પણ તેઓ જાતે જ નક્કી કરતા હોય છે. બાળક ની પણ પોતાની એક ચોઈસ હોય છે. એમાં કશું જ ખોટું નથી.

પણ જયારે બાળક નાનું હોય ત્યારે એને એની ઉંમર પ્રમાણે યોગ્ય દિશા માં સમજણ આપવી એ દરેક માં-બાપ ની નૈતિક ફરજ છે, જેથી બાળક પોતાના રસ્તા પર ભટકી ના જાય.

પરંતુ બાળક જયારે ટીનએજ માં આવે છે ત્યારે બાળક ની જિંદગી એક નવો વળાંક લે છે. બાળક માં ઘણા બધા માનસિક અને શારીરિક ફેરફાર થાય છે. હવે એ પોતાની પસંદ ના પસંદ વિશે સજાગ હોય છે. નવા નવા સપનાઓ તેમના વિચારો માં આકાર લે છે. માતા-પિતા કરતા મિત્રો ની હાજરી, મિત્રો ની વાતો એમને વધુ ગમે છે.

વ્યક્તિ ના જીવન નો આ કાળ એટલો અગત્ય નો હોય છે કે એના ઉપરથી બાળક ના ભવિષ્ય નું નિર્માણ થતું હોય છે. ટીનએજ માં પેરેન્ટ્સ ની દરેકે દરેક વાત કે સલાહ બાળક ને ગમે જ એવું જરૂરી નથી. ત્યારે પેરેન્ટ્સે પણ બાળક ને સમજવાનો પૂરતો પ્રયત્ન કરવો જોઈએ.

પેરેન્ટ્સે ચોક્કસ પોતાના સંતાન ને જરૂરી સ્પેસ આપવી જોઈએ, જેથી સંતાન પોતાના નિર્ણય જાતે લઇ શકે. પેરેન્ટ્સે પોતાના સંતાન પર ભરોસો રાખવો પણ એટલો જ જરૂરી બને છે.

આ ઉંમર બાળક ના જીવન માં નવી દિશા લઇ ને આવે છે. એમાં બાળક નું ફ્રેન્ડ સર્કલ મહત્વ નો ભાગ ભજવે છે, સંતાન ના મિત્રો કેવા છે, એ મિત્રો નો તમારા સંતાન પર કેવો પ્રભાવ છે એ બધું જોવું પણ જરૂરી બને છે. એમના મિત્રો, મિત્રો ના ફોન નંબર તથા સરનામાં ની માહિતી પણ અચૂક રાખવી.

પેરેન્ટ્સ ને સંતાનો ના ગમા -અણગમા વિશે પણ જાણ હોવી જોઈએ વળી તેઓ એ સંતાનો સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો કારણકે ટીનએજ માં સંતાનો ને ફ્રેન્ડલી પેરેન્ટ્સ જ પસંદ હોય છે.

પેરેન્ટ્સે પોતાના દીકરા અથવા દીકરી ને એમના કરિયર ના નિર્ણયો પણ જાતે જ લેવાની છૂટછાટ આપવી. પણ હા જે તે વિષય નું માર્ગદર્શન અચૂક આપવું.

એકવાર કરિયર બની જાય અને નોકરી કે વેપાર માં સેટ થઇ જાય પછી આવે છે લગ્ન નો વારો.

લગ્ન એટલે શું? એક એવું મીંઢળ કે જેમાં માત્ર જોહુકમી જ હોય. એક એવું બંધન કે જેમાં માત્ર હું કહું એજ તારે કહેવાનું, મને ગમતું જ કરવાનું, મને ગમે એવા જ કપડાં તારે પહેરવાનાં, મને ભાવે એજ તારે બનાવાનું અને ખાવાનું. જેમાં ફક્ત અને ફક્ત જોર , જુલમ અમે જબરજસ્તી જ હોય.

લવમેરેજ હોય કે અરેન્જમેરેજ એક પાત્ર બીજા પાત્ર ને કોઈપણ વાત માં ખોટો ફોર્સ કરે તો એ લગ્ન જીવન સુખી નીવડે ખરું?

લગ્ન જીવન ના શરૂઆત ના તબક્કા માં પતિ હોય કે પત્ની પોતાના પાર્ટનર ની દરેકે દરેક નાની મોટી જરૂરિયાતો નો ખ્યાલ રાખે છે. પોતાના પાર્ટનર ને ગમતા શોખ પણ અપનાવે છે, પછી ભલે ને મન હોય કે ના હોય. પણ લગ્ન ના પાંચ-સાત વર્ષ પછી બાળકો ની જવાબદારી, ઘર નું કામ, ઓફિસ ના કામ એ બધી જવાબદારી વધતા પતિ-પત્ની ધીમે ધીમે રુટીન લાઈફ જીવવા માંડે છે.

પછી તો એકબીજાના ગમા -અણગમા ને નજર અંદાજ કરી એક યંત્રવત જીંદગી ચાલવા લાગે છે. એમાં કેટલાક ના જીવન માં શરૂ થાય છે મતભેદ અને મનભેદ.

ગમે એટલા ભણેલા-ગણેલા એજ્યુકેટેડ, સારામાં સારું કમાતા પુરુષો પણ ઘણી વખત પોતાની પત્ની ને પગ ની જૂતી સમજે છે. તેઓ માને છે કે પરણી ને લાવ્યા એટલેકે જાણે એમના પર ઉપકાર કર્યો હોય એમ વર્તે છે.

આખરે પત્નીને પણ પોતાની કાંઈક ઈચ્છા, કાંઈક અરમાન હોય છે. એમને પણ ક્યારેક એવું મન થાય છે કે પોતાનું ગમતું કાંઈક કરીએ કે પોતાના અધૂરા સપના ને સાકાર કરીએ. જીવન માં જવાબદારીઓ તો અવિરતપણે ચાલતી જ રહેવાની પણ પોતાના જીવન ને નવી દિશા આપવાની શરૂઆત તો કરવી જ જોઈએ ને? અને શું એમની ઈચ્છા પૂરી કરવા એમના પતિ શ્રી સાથ આપશે ખરા?

ખરેખર તો પતિ-પત્ની એ એકબીજા ને સ્પેસ આપવી જોઈએ. ઘણીવાર પુરુષો એવું વિચારતા હોય છે કે જો હું મારી પત્ની ને થોડીઘણી પણ છૂટછાટ આપીશ અને કદાચ જો એની કાર્ય ક્ષમતા વધી જાય ને મારા કરતા વધારે કમાવા લાગશે તો? જયારે ઘણી સ્ત્રીઓ એવું વિચારતી હોય છે કે સ્પેસ આપવાથી પોતાનો પાર્ટનર કોઈ બીજી સ્ત્રી ના લફડા માં પડશે તો? પરંતુ આ તદ્દન ખોટી વિચાર સરણી છે. બંને જણા ને એકબીજા પર પૂરો વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ અને સમજદારી ના પાયા પર તો લગ્ન જીવન ટકે છે.

અમુક વર્ષો સાથે રહ્યા પછી તો પતિ- પત્ની એકબીજાની પસંદ-ના પસંદ, ખામી કે ખૂબી ,એકબીજા ના સ્વભાવ કે હાવભાવ કે પછી આંખો ના ઈશારા બધું જ સારી રીતે સમજી જતા હોય છે.

અમારા એક મિત્ર એમની પત્ની ને એની ખાસ બહેનપણી જોડે પણ હળવા-મળવા ના દે કારણકે એની બહેનપણી એકદમ તડ ને ફ્ડ સ્વભાવ ની અને એકદમ બિંદાસ એટલે કે પોતાનું જીવન પોતાની રીતે જ જીવનારી હોય છે, તો આ મહાશય એવું વિચારે કે એની સાથે રહેવાથી રખે ને પોતાની પત્ની પણ એના જેવી થઇ જશે તો?

ખરેખર તો દરેક વ્યક્તિ માં સારા-નરસા ગુણ હોય છે. આપણે સામે વાળી વ્યક્તિ માંથી કેવા પ્રકારના ગુણ લેવા એ તો આપણા ઉપર આધાર છે. દરેક ને પોતાની લિમિટ ની ચોક્કસ ખબર હોવી જ જોઈએ એમાં કોઈ બે મત નથી.

પણ, જીવન માં ક્યારેક થોડું અંતર રાખવું પણ જરૂરી હોય છે. એકની એક ઘટમાળ થી થાકી જઈએ ત્યારે ક્યારેક એકલા રહેવાની પણ ઈચ્છા થાય. ક્યારેક પોતાના જૂના મિત્રો ને મળવા ની, એમની સાથે ફરવા જવાની કે જૂની યાદો તાજી કરવાની પણ મજા આવે.

પતિ ને ક્રિકેટ રમવાનો કે પછી બેચલર પાર્ટી કરવાનો શોખ હોય તો પત્ની એ હસી-ખુશી થી તેના માટે સહમતિ આપવી, જયારે સામે પક્ષે પતિ એ પણ પોતાની પત્ની ને એના શોખ પૂરા કરવામાં કે અધૂરા સપના સાકાર કરવા માં યોગ્ય સહકાર આપવો જોઈએ.

પતિ-પત્ની તો જીવનરથ ના બે પૈડા સમાન છે. બંને જણા સમજદારી પૂર્વક જો આગળ વધે તો તેમનું જીવન સ્વર્ગ બની જાય. જરૂર હોય છે તો માત્ર એકબીજા પ્રત્યે ના પ્રેમભર્યા હૂંફ ની.

મુઠ્ઠીભર સપનાઓ સાથે એક જોડી મુસ્કુરાહટ.......

જીવવા માંટે આનાથી વધારે કઈ જરૂર ખરી.....!

અને લાસ્ટ માં .....નિભાવી લઈશું એકબીજા ને તું થોડી હિંમત તો કર આજે,

નહીતો કાલે મનાવી લઈશું ખુદા ને.....

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------