LAKSHMI Kaushal Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

LAKSHMI

"LAKSHMI: A STORY OF HUMANITY"

By

Kaushal Patel

પાત્રોનો પરિચય:

લક્ષ્મી (કિન્નર)

દિયા (અનાથ છોકરી)

સાહિર (અનાથ છોકરો)

નૌશીન (અનાથ છોકરી)

ઝાકીર (નૌશીનનો નકલી પિતા)

સબીના (નૌશીનની નકલી માતા)

મકસુદ (બાળકોની લે-વેચ કરનાર)

બબલી (કિન્નર)

વાર્તાનો સારાંશ:

લક્ષ્મી જેવું નામ તેવા જ ગુણ. લક્ષ્મી નામ જોઇને થાય કે સુંદર કોઈ સ્ત્રી હશે પણ જોવા જઈએ તો લક્ષ્મી આ વાર્તામાં એક કિન્નર છે. કિન્નર સાંભળીને કેટલાક લોકો સ્ત્ભ્ધ થયી જતા હોય છે ને કેટલાક ડરી જતા હોય છે. પણ વાસ્તવ એ લોકો પણ મારા અને તમારા જેવા માનવતા ધરાવતા લોકો છે. લક્ષ્મી પણ એનું એક બહુ જ મોટું ઉદાહરણ છે. લક્ષ્મીની વાત પણ બહુ જ હ્રદયસ્પર્શી છે. લક્ષ્મીએ અમદાવાદ શેહરમાં રેહનાર એક કિન્નર છે. લક્ષ્મીની ખુશી તેના ત્રણ બાળકો છે. લાગતું હશે કે એક કિન્નર ને બાળકો કઈ રીતે પણ હા એ ભલે તેના પોતાના બાળકો નથી પરંતુ માનવતાનો ધર્મ લક્ષ્મીએ અહી પૂરેપૂરો નિભાવ્યો છે.

લક્ષ્મી પણ તેનું જીવન પણ બહુ શાંતિ અને ખુશીથી જીવતી હતી. પરંતુ જીવન ના વચલા સમયમાં તેને બે બાળકો મળ્યા જેમનું નામ દિયા અને સાહિર હતું. તેઓ મળ્યા ત્યારે દિયા 2 વર્ષની અને સાહિર 4 વર્ષ નો હતો. તે બંને માર્કેટમાં ભૂલા પડી ગયાં હતા. ત્યારે લક્ષ્મી તેના ઘરે જઈ રહી હતી અને તેને જોયું કે તેઓ બંને એકલા એકલા રડતા હતા અને તેમની આસપાસ કોઈ નહતું જે તેઓ બંને બાળકોની ભીની આંખોમાંથી નીકળેલા અશ્રું લુછી શકે ત્યારે લક્ષ્મીએ બંને બાળકોને પૂછવાની ઘણી કોશિશ કરી જ્યાં સાહિરને થોડું ઘણું બોલતા આવડતું હતું જેથી તેણે દિયા અને તેનું નામ લક્ષ્મીને કહ્યું અને તે બીજુ વધુ બોલી ના શક્યો. લક્ષ્મી સાહિર અને દિયાને લઇને પોલીસ સ્ટેશન ગયી ત્યારે પોલીસે લક્ષ્મી ને જણાવ્યું કે જ્યાં સુધી તેમના માતા-પિતા ના મળે ત્યાં સુધી બંને બાળકોને પોતાની સાથે રાખે. લક્ષ્મી થયું કે તે એક કિન્નર છે ને તો કઈ રીતે તે તેના ઘરે બંને બાળકો ને લઇ જઈ શકે પરંતુ તે અંતમાં તે બંનેને પોતાના ઘરે લઇ ગયી. આ વાતને 1 મહિનો થયી ગયો છતાં પોલીસને તે બંનેના માતા-પિતા વિષે જાણ ના થયી. પરંતુ લક્ષ્મી તે બંનેને પોતાના બાળકો ની જેમ રાખવા લાગી ભલે એ એક કિન્નર હોય છતાં ક્યારેય આ વાતની અફસોસ ન હતો. દિયા અને સાહિર પણ લક્ષ્મીને પોતાનો પરિવાર સમજવા લાગ્યા. લક્ષ્મી પોતાનું કામ કરીને તે બંને બાળકોને ભણાવતી તેમજ સારી રીતે રાખતી. બધું સારી રીતે ચાલી રહ્યું હતું ત્યારે અહી લક્ષ્મીએ બીજી એક અનાથને સહારો આપ્યો જેનું નામ નૌશીન હતું. લક્ષ્મીને એ પણ એકલી મળી હતી નૌશીન ત્યારે 5 વર્ષ ની હતી. નૌશીન પણ ધીમે ધીમે લક્ષ્મી સાથે અને અન્ય બે બાળકો સાથે રેહવા લાગી. લક્ષ્મી કોઈના લગ્ન પ્રસંગ કે અન્ય ખુશીઓના સમય એ પૈસા કમાતી અને તેનાથી ઘરનું ભાડું અને ત્રણે બાળકો ને ભણાવતી અને શાળાએ મોકલતી. સમય જતા ત્રણે બાળકો મોટા થવા લાગ્યા. આમ જોતા લક્ષ્મીને થયું કે હવે તેને કિન્નારોનો વિસ્તાર છોડી બીજે જવું જોઈએ. કારણકે લક્ષ્મીને થયું કે આ કિન્નારોનો રાત રાત સુધીના અવાજો અને બીજી બાબતો જે તે બાળકોના અભ્યાસને નુકશાન કરે છે. પરંતુ એક કિન્નર હોવાથી એટલા પૈસા પણ નહતા કે લક્ષ્મી પોતાનું ઘર ખરીદી શકે અને એવા કોઈ દલાલ પણ નહતા જે લક્ષ્મીને ભાડે ઘર અપાવી શકે. લક્ષ્મી ખુબજ વિચારોમાં હતી. દિયા, સાહિર અને નૌશીન ને તે રોજ નાસ્તાનો ડબ્બો અને સ્કૂલનું દફતર તૈયાર કરી નિશાળે મોકલતી. નૌશીનને ખબર પડતી હતી કે લક્ષ્મી દીદીને કેટલું સહન કરવું પડે છે. નૌશીન લક્ષ્મી પાસે થી રોજ 10 રૂપિયા લેતી જેની એ ચિપ્સ ખરીદતી કારણકે એ ચિપ્સમાંથી નૌશીન ને હતું કે કઈક મોટું ઇનામ મળશે જે લક્ષ્મી દીદીને નવું ઘર લેવામાં મદદ કરશે. નૌશીન રોજ ખરીદતી અને એક દિવસ નૌશીનને 15 લાખ રૂપિયાના ઇનામની કુપન નીકળી એને તરત જ લક્ષ્મી દીદી ને જણાવ્યું અને તે બહુ જ ખુશ થયી તેમજ ટૂંક સમય માં તેમના ત્યાં ઇનામ કંપની વાળા તેમજ પત્રકારો આવ્યા. તેઓએ લક્ષ્મી ને નૌશીન વિષે અને તેના વિષે કેટલાક સવાલો કર્યા અને લક્ષ્મી જે સત્ય હતું તે જણાવ્યું.

નૌશીનને ઇનામ મળ્યું એ વાત શેહર ના તમામ લોકોને સમાચાર પત્રક તેમજ ટેલીવિઝન ધ્વારા જાણ થયી. અહી એક તરફ નૌશીન, લક્ષ્મી અને તેના સાથે રેહતા બીજા બાળકો ખુશ હતા જયારે બીજી બાજુ આ વાતને જોઈ સડયંત્ર રચાતું હતું. ઝાકીર અને સબીના જે સમાચારમાં આ વાત જોઇને નૌશીન પાસે થી પૈસા પડાવવાનું સડયંત્ર રચતા હતા. ઝાકીર અને સબીના બંને બહુ જુના દોષિત કેદીઓ હતા જેમને ઘણા લોકોને છેતર્યા તેમજ ચોરી કરી હતી. પરંતુ કેટલાક સમયથી તેઓ કોઈ મોટી લાલચ શોધી રહ્યા હતા ત્યારે નૌશીન તેમના નજર સમક્ષ આવી. તેમને ખબર હતી કે નૌશીનાએ અનાથ છે અને તે લક્ષ્મીની પાસે ઘણાં સમયથી રહે છે. તેમને આ વાત નો ફાયદો ઉઠવ્યો અને નકલી માતા-પિતા બનવાનું વિચાર્યું. ઝાકીર અને સબીના એ નકલી જન્મનું પ્રમાણપત્ર અને નૌશીન અને લક્ષ્મીને છેતરવાનું સડયંત્ર રચ્યું. ઇનામ જીતી એ દિવસ ના પછી ના દિવસે સવારે ઝાકીર અને સબીના નકલી માતા-પિતા બની નકલી નૌશીનનું જન્મ પ્રમાણપત્ર બનાવી પહુંચ્યા. લક્ષ્મી સાથે તેમને વિગતવાર વાતચીત કરી અને જણાવ્યું કે નૌશીન તેમની દીકરી છે. લક્ષ્મીને તેજ સમયે આઘાત લાગ્યો પરંતુ તેણે વિચાર્યું કે નૌશીન તેની સાથે 7 વર્ષ રહી ત્યાં સુધી તેઓ કેમ આવ્યા નહિ તેને લેવા અને અત્યારે જ આવ્યા. ત્યારે ઝાકીર અને સબીનાએ ખોટેખોટી વાર્તાઓ બનાવી ને લક્ષ્મીને ખાતરી અપાવી પરંતુ લક્ષ્મી આ વાત માનવા તૈયાર જ નહોતી. જેથી તેઓ એ દિવસે તો પાછા ફર્યા પરંતુ બીજા દિવસે તેઓ પોલીસ સાથે લક્ષ્મીના ઘરે પહુંચ્યા અને લક્ષ્મીને પોલીસે જણાવ્યું કે નૌશીનના માતા-પિતા હોવાના દરેક પ્રમાણપત્રો સાચા છે જેથી નૌશીન હવે તેમની સાથે તેના ઘરે જઈ શકે છે. આ વાત સાંભળી લક્ષ્મી ખુબ જ દુઃખી થાય છે જાણે પોતાનું જ બાળક પોતાના થી દુર થતું હોય તેવું અનુભવે છે. લક્ષ્મીને ક્યાંક તો એવું થાય છે કે તે લોકો નૌશીનના માતા-પિતા નથી પરંતુ તે લાચાર હોય છે. નૌશીન ઝાકીર અને સબીના સાથે ઘરે જાય છે. શરૂઆત માં પૈસા ની લાલચ હોવાથી તેમનો વ્યવહાર બહુ જ સારો હોય છે પરંતુ જેમ જેમ ઇનામની રકમ આપવાના દિવસો નજીક આવતા હોય છે તેમ તેમ તેમના હાવભાવ બદલાય છે. અને ઝાકીર આગળ નું વિચારે છે કે એ પછી નૌશીનનું શું કરવું જેથી તે તેના મિત્ર મક્સુદને બોલાવે છે અને બધી વાત જણાવે છે. મક્સુદનું કામ નાના નાના બાળકોને લઈને ભીખ મંગાવવાનું હોય છે. મકસુદ સાથે ઝાકીર 100000 રૂપિયા માં ડીલ કરે છે આ દરમિયાન નૌશીન બધી વાતો સાંભળી જાય છે જેથી તેને ખબર પડી જાય છે કે ઝાકીર અને સબીના તેના અસલી માતા-પિતા હોવાનો અભિનય કરે છે. નૌશીન આ જોઇને બુમો પાડવા માંડે છે જેથી ઝાકીર તેને એક રૂમ માં પૂરી દે છે. અને તેને ધમકી આપે છે કે હવે જો તે કઈ પણ નાટક કરશે તો તે તેની લક્ષ્મી દીદી ને હેરાન કરશે. નૌશીન આ વાત ના લીધે ચુપચાપ રૂમ માં અવાજ કર્યા વિના રેહવા લાગે છે. એક દિવસ લક્ષ્મી તેની બીજી કિન્નર સહેલીઓ સાથે લગ્ન માટેની બક્ષિશ લેવા આવી હોય છે જ્યાં નૌશીનના નકલી માતા-પિતા રેહતા હોય છે. નૌશીનને તેના રૂમની બારી માંથી અવાજો સંભળાય છે અને તેને લાગે છે કે લક્ષ્મી દીદી અહિયાં જ ક્યાંક તેની આસપાસ છે. પછી તેને થોડીવાર માં જ લક્ષ્મી દીદી દેખાય છે જેથી તેને ખબર પડી જાય છે કે લક્ષ્મી દીદી ખરેખર અહિયાં જ છે. આ વાત સાથે જ તે બહાર નીકળવા માટે નો રસ્તો કાઢે છે અને ઝાકીર અને સબીના ને છળકપટ કરી નીકળી જાય છે. પછી તે લક્ષ્મી દીદી ને નીચે શોધવા લાગે છે જ્યાં તે લક્ષ્મી ને મળે તે પેહલા ઝાકીર અને સબીના જોઇને પહુંચી જાય છે. લક્ષ્મી તેના દિલ પર પત્થર રાખી નૌશીનને ધિક્કારે છે. જેથી નૌશીનના મનમાં થાય છે કે લક્ષ્મી દીદી તેને ભૂલી ગયા છે અને આગળ જોવા માંગતા નથી. નૌશીનને ખુબ જ ડરી ગયી હોય છે અને સાવ એકલી પડી ગયી હોય છે. ઇનામ આપવાની તારીખ ધીમે ધીમે નજીક આવે છે.

એક દિવસ લક્ષ્મીની કિન્નર સહેલી બબલી મક્સુદને નૌશીનના ઘરે જતા જોઈ જાય છે. બબલીને ખબર હોય છે કે મકસુદ ના ધંધા કેવા છે. જેથી તે ધીમે ધીમે મક્સુદનો પીછો કરે છે અને બંધ દરવાજે કાન રાખી મક્સુદની અને ઝાકીર સબીના ની વાતો સાંભળી લે છે. બબલી આ બધી વાત લક્ષ્મીને જણાવે છે. લક્ષ્મીનો સક હકીકતમાં બદલે છે જેથી તે બબલી તથા અન્ય સહેલીઓ ની મદદ થી મક્સુદને પકડી પાડે છે. મક્સુદને માર મારતા તે બધી વાત સાચે સાચી જણાવી દે છે. આખરે ઇનામ આપવો દિવસ આવે છે નૌશીન હજુ પણ લક્ષ્મી દીદી ની રાહ જ જોતી હોય છે જયારે ઝાકીર અને સબીના ઇનામ ના પૈસાની ઇનામ વિતરણ માટે કંપનીના ના મેનેજર પહુંચે છે અને નૌશીનને તેની જીતનું ઇનામ આપે છે. અહી લક્ષ્મી તેની કિન્નર સહેલીઓ સાથે મોઢું છુપાવી પહુંચે છે અને બક્ષિશ માંગણી કરે છે. નૌશીનને તરત જ ખબર પડી જાય છે કે આ અવાજ તેની દીદી લક્ષ્મીનો છે. ત્યારબાદ લક્ષ્મી મોઢા પરથી પડદો હટાવે છે અને મક્સુદને મીડિયા સમક્ષ રજુ કરે છે ને સંપૂર્ણ હકીકત જણાવવા કહે છે આ જોઈ ઝાકીર રોષે ભરાય છે અને તેની નજીક માં ઉભેલા પોલીસ પાસેથી બંદુક છીનવી નૌશીનને નિશાનો બનાવે છે. પરંતુ તુરંત જ કિન્નરોનું ટોળું તેના પર તૂટી પડે છે. અહી લક્ષ્મી નૌશીનને ઝાકીર અને સબીનાની માયાઝાળ માંથી બચાવે છે અને લોકો સમક્ષ સત્ય બહાર લાવે છે.

લક્ષ્મી ભલે એક કિન્નર જ કેમ ના હોય પણ તે ભલભલા માણસોને માનવતા અને કેળવણીનો પાઠ શીખવે છે.

“માનવતાની ક્યારેય જાતિ કે ધર્મ નથી હોતો.”