Four and Half Hour Kaushal Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Four and Half Hour

“FOUR AND HALF HOUR”

By

Kaushal Patel

પાત્રોનો પરિચય:

યુગલ નં:- 1

પર્વ પટેલ (ગુજરાત)

પ્રિયા ચોપરા (દિલ્હી)

યુગલ નં:- 2

કુંજ દેસાઈ (ગુજરાત)

ક્રિના શાહ (ગુજરાત)

વાર્તાનો સારાંશ:

"પ્રેમ" લાગે બે અક્ષરનો એક નાનકડો શબ્દ પણ જ્યારે બે લોકોનું મિલન થાય ત્યારે એ અમૂલ્ય શબ્દની કિંમત સમજાય છે. સાચા પ્રેમની શોધમાં લોકો ની જિંદગીની જિંદગીઓ વિતી જાય છે. અહીં એજ સાચા પ્રેમની શોધમાં બે દિલોનું જોત જોતામાં મિલન થાય છે.

વાર્તાની શરૂઆત પર્વ અને કુંજની બાળપણની ગાઢ મિત્રતાની સાથે થાય છે. પર્વ અને કુંજ બંને સારા સંસ્કારી ગુજરાતી પરિવાર માંથી આવે છે. તેઓ ભણવા તેમજ રમત-ગમત માં બધી રીતે આગળ હોય છે. પર્વ અને કુંજ તેમના જીવનની તમામ વાતો એકબીજાને શેર કરે છે.

સમય જતા પર્વ ના જીવનમાં પ્રિયા નું આગમન થાય છે. પર્વ ની પ્રિયા સાથે પેહલી મુલાકાત તેમના એક સામાન્ય મિત્ર દ્વારા થાય છે. ત્યારબાદ તેઓ ધીરે ધીરે એકબીજા સાથે વાતો અને મુલાકાતો કરતા રહે છે. તેમની આ મુલાકાતો ટૂંક સમય માં પ્રેમ માં પરિવર્તે છે. ત્યારબાદ પર્વ પ્રિયા ને વધુ ને વધુ સમય આપવા લાગે છે. આ જોઈ કુંજ ને ક્યાંક એકલું લાગે છે.

કુંજ થોડા સમય બાદ ઈન્ટરનેટ દ્વારા ક્રિના ને મળે છે. જ્યાં તેઓ એક બીજા સાથે ઘણી બધી વાતો શેર કરે છે, અને એકબીજા ની વાતો થી પ્રભાવિત થાય છે ત્યારબાદ કુંજ અને ક્રીના એકબીજા ના પ્રેમ માં પડે છે. જેથી તેઓ સાથે મળવા ની યોજના બનાવે છે. કુંજ તેની અને ક્રિના ની વાત પર્વ ને જણાવે છે. પર્વ કુંજ ને તેને એકવાર મળવા નું કહે છે ત્યાર બાદ આગળ વધવા ની સલાહ આપે છે.પર્વ અને કુંજ તેમની બંને ની ગર્લફ્રેન્ડ સાથે ફિલ્મ જોવા નો પ્લાન કરે છે. કુંજ તેના જીવન ની આ પ્રથમ ગર્લફ્રેન્ડ સાથે ની મુલાકાત ના લીધે વધુ ઉત્સાહિત હોય છે. પર્વ અને કુંજ બે દિવસ અગાઉ ફિલ્મ ટીકીટ લેવા જાય છે અને તેઓ બે દિવસ પછી મળવા માટે સારી યોજના તૈયાર કરે છે. ટીકીટ લીધા બાદ કુંજ ને ખાંસી થાય છે જેથી ગળા માં દુખાવો પણ શરુ થાય છે. તેના લીધે તે પછી ના દિવસે જ ડોક્ટર ને બતાવા જાય છે. ડોક્ટર દવા આપે છે અને ગળા માં દુખતું હોવા ના લીધે તેને રીપોર્ટસ કાઢવાનું કહે છે. કુંજ ક્રિનાને મળતા પેહલા ડોક્ટર એ કીધેલા રીપોર્ટસ ક્ઢાવા જાય છે.

વાર્તા ની વાસ્તવિક શરૂઆત અહીંથી થાય છે:-

કુંજ અને પર્વ તેમની રોમાંચક મુલાકાત માટે ગુલાબ નું ફૂલ અને ચોકલેટ લઇ આવે છે. કુંજ ક્રિના ને ફોન કરે છે અને તેને પૂછે છે કે, તે કેટલી વાર માં તે પહુંચશે ક્રિના કુંજ ને જવાબ માં કહે છે આજે તેના પપ્પા એ તેને ઘર ની બહાર નીકળવાની ના પડી છે. આ સાંભળી કુંજ ના મન માં ધ્રાસકો થાય છે અને કુંજ ક્રિના ને ફિલ્મ ની ટીકીટ અને બીજી વાતો જણાવે છે. ક્રિના કુંજ ને કહે છે કે પેહલા તેણે કોઈ મિત્ર સાથે તેના પપ્પા ને વાત કરાવી પડશે ત્યારબાદ કદાચ તેઓ આવવા દે. કુંજ તરત જ પર્વ ને ફોન કરી આ બધી વાત વિગત માં જણાવે છે. પર્વ બધી વાત સમજી પ્રિયા ને ક્રિના ની મિત્ર બનાવી તેના પપ્પા સાથે વાત કરવા નું કહે છે. પ્રિયા ક્રિના ના પપ્પા સાથે વાત કરે છે અને બધી વાત જણાવે છે જેના લીધે ક્રિના ને તેના પપ્પા જવા માટે હાં પડે છે. ક્રિના તેના ઘર થી નીકળે છે અને સાથે સાથે પર્વ અને કુંજ પણ પ્રિયા ને લેવા તેની હોસ્ટેલ પાસે પહુંચે છે. ત્યારબાદ તેઓ ક્રિના ને લેવા બસ-સ્ટોપ પાસે પહુંચે છે જ્યાં કુંજ ક્રિના ને તેમજ ક્રિના કુંજ ને ગુલાબ નું ફૂલ અને ચોકલેટ આપે છે. પછી તેઓ ત્યાંથી ફિલ્મ જોવા ની જગ્યા પર પહુંચે છે. ફિલ્મ જોવા પ્રવેશ કરતી વખતે ટીકીટ તપાસનાર જણાવે છે કે આ ટીકીટ તો કાલ ના શો ની છે. કુંજ અને પર્વ એ ઉતાવળ માં ને ઉતાવળ માં ટીકીટ જોયા વિના લઇ લીધી હોય છે. જેથી હવે તેમને તરત ના જ શો ની નવી ટીકીટ લેવી પડે છે. જેથી જે ફિલ્મ જોવા ગયા હોય છે તેની જગ્યા એ બીજી ફિલ્મ જોવી પડે છે. પછી તેઓ બીજી ફિલ્મ ની ટીકીટ સાથે અંદર પ્રવેશે છે અને ફિલ્મ ચાલુ થાય છે. ફિલ્મ ચાલુ થતા ક્રિના નો પરિચય કુંજ સાથે થાય છે. ફિલ્મ દરમિયાન કુંજ અને ક્રિના એકબીજાની ખુબ નજીક આવે છે. અને તેમના વચ્ચે કામુક વાતો શરુ થાય છે. ત્યારબાદ ઈન્ટરવલ પડે છે. ઈન્ટરવલ પડતા ની સાથે કુંજ પર્વ ને તેની સાથે બહાર નીકળવા નું કહે છે. બહાર નીકળ્યા બાદ કુંજ પર્વ ને ક્રિના ના હાવભાવ વિષે પૂછે છે. પર્વ કુંજ નો નાનપણ નો મિત્ર હોવાથી તેને સાચ્ચે સચ્ચી વાત કહે છે. અને હજુ ક્રિના ને વધુ ને વધુ સમજવા માટે કહે છે ત્યારબાદ તેઓ ઈન્ટરવલ પતતા ની સાથે અંદર પ્રવેશે છે. અંદર પ્રવેશી કુંજ ના મનમાં પર્વ એ કહેલી વાતો યાદ આવ્યા કરે છે. ક્રિના આ દરમિયાન ફિલ્મ ના અમુક દ્રશ્યો જોઈ કુંજ ને જણાવે છે કે, "બસ આપડે આપડો હનીમૂન અહીં જ માનવી શું". આ વાત સાંભળી કુંજ ના મન માં થાય છે કે આટલી જલ્દી ક્રિના તેને સરખી રીતે ઓળખ્યા વિના તેઓ ના ભવિષ્ય વિષે કઈ રીતે વિચારી શકે. આ સાથે ફિલ્મ પૂરી થાય છે.

ત્યારબાદ તેઓ બપોર નું ભોજન સાથે કરવા માટે રવાના થાય છે. કુંજ ના મન માં હજુ પણ ક્રિના માટે એટલો જ પ્રેમ હોય છે જેટલો તેને જોયા વગર હતો. કુંજ અને ક્રિના એકબીજા સારી રીતે સમજવા લાગે છે. ક્રિના કુંજ ને તેનો ભવિષ્ય નો પતિ જ સમજ્વા લાગે છે. પરંતુ કુંજ આટલી બધી ઉતાવળ કરવા માંગતો નથી. કુંજ ક્રિના ને સમજે છે પણ ભવિષ્ય ની વાત માં સેહજ પણ ઉતાવળ કરવા માંગતો નથી આ સાથે પર્વ, પ્રિયા, કુંજ અને ક્રિના સારા મિત્રો પણ બને છે. ભોજન કર્યા બાદ કુંજ ક્રિના ને છોડવા માટે જાય છે કુંજ ક્રિના ને છોડ્યા બાદ તેના રીપોર્ટસ લેવા જાય છે. આ રીપોર્ટસ તે તરત જ ડોક્ટર ને બતાવે છે. અને ત્યાં જ ધ્રાસકો વાગે છે અને કુંજ ના પગે થી જમીન સરકી જાય છે ડોક્ટર નું કેહવું છે કે ખાંસી અને ગળા માં થયેલ દુઃખાવો એ કેન્સર ની બીમારી છે. આ વાત સાંભળતા જ કુંજ ના મન માં ડર અનુભવાય છે અને તે આ વાત ની જાણ કોઈને કરતો નથી પરંતુ ક્રિના જે તેની જિંદગી કુંજ સાથે વિતાવા માંગે છે આ નો વિચાર કરી કુંજ ક્રિના તેને સંપૂર્ણ રીતે ભૂલી જાય તેવી યોજના બનાવે છે. કુંજ ક્રિના ને તરત જ ફોન કરે છે અને જણાવે છે કે "અત્યારે તેના ઘરે તેના મામી આવ્યા હતા અને તે તેની મમ્મી સાથે તેની સગાઇ કરવા વિષે ની વાત કરતા હતા કારણકે કુંજ ને ટૂંક સમય માં જ વિદેશ જવાનું નક્કી હોય છે. જેથી જતા પેહલા ખાલી સગાઇ કરવાનું તેના મમ્મી નું વિચારવું છે અને લગ્ન નું ત્યારબાદ આ બધી વાત કુંજ ક્રિના ને જણાવે છે અને કહે છે કે તેના મમ્મી સમાજ ની બહાર તેના લગ્ન થવા નહિ દે" બનાવેલી આ વાર્તા એ ક્રિના ને બહુ જ લાગી આવે છે અને તે કુંજ ને મનાવા ની કોશિશ કરે છે પરંતુ કુંજ ક્રિના ને જણાવે છે કે તેમનું કોઈ જ ભવિષ્ય સાથે નથી અને બધી વાતો ભૂલી જવા કહે છે. ક્રિના માટે કુંજ ને ભૂલવો એ ખુબ જ મોટી વાત છે ક્રિના એ તેના જીવન ના બધા સપના કુંજ સાથે ના જોયા હોય છે. છતાં પણ તે કહે છે હવે તે કુંજ ને જોવા પણ નથી માંગતી. આ વાત થી કુંજ ને પણ બહુ જ દુઃખ થાય છે કારણકે એક બાજુ કેન્સર નો પોઝીટીવ રીપોર્ટ અને બીજી બાજુ ક્રિના નો કુંજ તરફ નો અતુટ પ્રેમ. કુંજ ક્રિના એકબીજા ને ભૂલવા ની કોશિશ કરે છે પણ ક્યાંક તેમના દિલ માં આ વાત બહુ જ હેરાન કરે છે. અને તેઓ બંને સાડા ચાર કલાક ની આ વાતો બાદ કાયમી છુટા પડે છે.

30 દિવસ પછી ની વાત:-

ક્રિના તેની જિંદગી ખુશી થી જીવી રહી હોય છે પરંતુ હજુ પણ ક્યાંક કુંજ ની યાદ રહી ગયી હોય છે આ દરમિયાન ક્રિના સવાર ના સમયે છાપું વાંચતી હોય છે અને તે સમય તેની આંખો અશ્રું ભીની થયી જાય છે અને હૃદય ના ધબકારા ખુબ જ ઝડપથી વધવા લાગે છે. ક્રિના છાપાં માં કુંજ ના મૃત્યુ વિષે ની નોંધ વાંચે છે. અને ત્યારબાદ તે સતત રડવા લાગે છે પછી ક્રિના તરત જ પ્રિયા ને ફોન કરે છે અને આ વાત વિષે વિગતવાર પૂછે છે. પ્રિયા ક્રિના બધી વાત અને કુંજ ની કેન્સર ની બીમારી વિષે જણાવે છે. તે વખતે કુંજે કહેલી વાતો યાદ આવે છે ને ક્રિના ને એહસાસ થાય છે કે કુંજે કરેલો પ્યાર જરા પણ ખોટો નહતો પરંતુ તે કોઈને તેના દુઃખ વિષે બતાવ્યા વિના જ દુર કરી રહ્યો હતો.

5 વર્ષ પછી:-

સમય જતા ક્રિના ની ઉંમર લગ્ન કરવા લાયક થાય છે પરંતુ કુંજ ના મૃત્યુ નો આઘાત હજુ પણ તે તેના દિલ માંથી નીકળી શક્યો નથી. પરંતુ પરિવાર જનો ક્રિના ભૂતકાળ ભુલાવી જિંદગી આગળ વધારવા ની સલાહ આપે છે અને જોતજોતા માં ક્રિના ના લગ્ન લેવાય છે. કુંજ નો અંશ હજુ પણ તેના હૃદય માં રહી ગયો હોય છે

થોડા સમય બાદ તેના ત્યાં એક સંતાન જન્મ લે છે. ક્રિના આજ દિવસ સુધી કુંજ ને ભૂલી નથી શકતી જેથી કુંજ ની નિશાની પેટે તે તેના સંતાન નું નામ "કુંજ" પાડે છે. અને અહીં કુંજ નો ક્રિના માટે નો પ્રેમ અમર રહે છે.