Love your Perents books and stories free download online pdf in Gujarati

લવ યોર પેરેન્ટ્સ

લવ યોર પેરેન્ટ્સ

માતા પિતા અને સંતાન એ સંબંધ ની આપણે વાત કરીએ તો ઈશ્વર નાં સર્જન માં જો કોઈ શ્રેષ્ઠ સંબંધ હોય તો તે છે. માતા-પિતા અને સંતાન નો સંબંધ, નિસ્વાર્થ પ્રેમથી ભરેલો સંબંધ.

આ વાત ને આપણે વારે વારે યાદ કરીએ તો આપણ ને ઘણા ઘર એવા દેખાય આવે છે કે જ્યાં માં બાપ અને બાળકો વચ્ચેની ઝંખના માં એક તિરાડ દેખાઈ આવે છે. આપણે આજે આવી જ વાત કરીએ તો ભલે આજના આ ટેકનોલોજી નાં યુગ માં ઘણું બધું મેળવ્યુ. ઘણું બધું મેળવશું પણ ખરું, ક્યારેય આપણે એવો વિચાર કરીએ છીએ કે આપણા થી મેળવવાની જ લાલસા માં કેટલું બધું છુટી ગયું. જેનો આપણે ક્યારેય અફસોસ પણ નથી કરતા. આ દુનિયા માં જો માનવા જેવો પહેલો ઉપકાર હોય તો તે છે આપણા માં-બાપ નાં કે જેને આપણ ને કષ્ટો વેઠી ને આ દુનિયા માં એક શસક્ત માણસ બનાવી આપણી દુનિયા બનાવી એ માં-બાપ કે જે પોતાનાં સંતાન નાં હીત ખાતર પોતાનો ક્યાંય લેશમાત્ર પણ વિચાર કરતા નથી. કહેવાય છે ને કે “પત્થર એટલા પૂજ્ય દેવ ત્યારે દીઠું તમ મુખડું.” અને બીજું આ ભારત દેશ છે એટલે અહિયા જ્યાં સુધી બાળક પોતાનાં પગ પર ઉભું ન રહી જાય ત્યાં સુધી પપ્પા કમાય છે. પણ આજે માં-બાપ ઘરનો નકામો ખૂણો હોય એવા થઇ જાય ત્યારે વેદના સહેવાય નહી અને કહેવાય નહીં એવી હોય છે. એમ કહેવાય છે કે ભગવાન તો આપણા નસીબ માં સુખ દુઃખ બંને લખે છે. જ્યારે માં બાપ તો પોતાનાં સંતાન હંમેશા સુખી થાય તેવું જ ઈચ્છે છે. જ્યારે આ પૃથ્વી પર બાળક જન્મ લઇ ને આવે ત્યાર થી જ માં બાપ તેની સગવડતા માટે કેટલુંય કષ્ટ ઉઠાવે છે. આજના આ મોંઘવારી નાં જમાના માં સારા ભણતર ની વાતો થાય છે. ત્યાં માતા પિતા પોતાનાં બાળક માટે ઉચ્ચ શિક્ષણ ની વ્યવસ્થા માં પોતાની મરણ મૂડી પણ વેડફી નાખે છે. બસ આંખમાં એક જ સ્વપ્ન હોય છે. કે મારો દીકરો અથવા દીકરી ને હું શ્રેષ્ઠ શિક્ષણ આપી મારી ફરજ પૂરી કરું પરંતુ ઘણી વખત અને ઘણી જગ્યા એ આ જ સંતાનો માં-બાપ ને ન કહેવાનું કહે અને એને કઈ ખબર પડતી નથી. અથવા તો પોતે એના કરતા ચડીયાતા છે એવી ધૂન માં માં-બાપ નું અપમાન કરે છે તે બહુ જ શરમ જનક વાત છે. આ કોઈ શ્રેષ્ઠ શિક્ષણ ની વાત નથી કે આ કોઈ સભ્ય સમાજ ની પણ વાત નથી. હર હંમેશ ભલું ઇચ્છનારા માં-બાપ પોતાનાં સંતાનો નું અપમાન સહન કરી લે છે. ત્યારે એ કળકળતી વેદના નાં જવાબદાર કોણ છે. તે કોઈક દિવસ સમજાય તો સારૂ. માં-બાપ પોતાનાં સંતાનો ને પ્રેમ થી બે બોલ શિખામણ નાં આપે છે. ત્યારે એ જ સંતાનો એની અવગણના કરે છે. આજના આ મોર્ડન યુગ માં મોંઘીદાટ ફી પાછળ માં-બાપ પોતાની મિલકત નો એ વિચાર કર્યા વગર છોકરાઓ ને ઊંચું શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે પોતાનાં થી બનતા તમામ પ્રયત્નો કરે છે. અને જ્યારે એ જ ભણવાના સમયે પરીક્ષા નાં સમયે એ જ સંતાનો નો સમય ની બરબાદી કરે છે. મોબાઈલ, લેપટોપ, ટીવી આ બધા માં સમય વેડફી પોતાની કારકિર્દી વેડફી નાખે છે. એ સંતાનો ને લગીરે ય માં-બાપ ની શિખામણ ની અસર થતી નથી. ઘણી જગ્યાએ માં-બાપ નાં વારસા માટે કેવા કેવા લડાઈ ઝઘડા થાય છે. એક માં નાં ભાઈ ઓ નાં બોલવા પુરતોએ વહેવાર નથી હોતો. સમાજ માં ખુલ્લે આમ માં બાપ ની આબરુ ને ધજાગરા ચડાવે છે. સંપતિ તો દરેક સંતાન સાચવે પરંતુ જો માતા પિતા આપેલી શિખામણ સચવાઈ જાય ને તો આજના સંતાનો ને ક્યારેય કોર્ટ કચેરી કે વકીલ ની જરૂર પડે જ નહિ.

આજે ભણતર નાં ડર થી અને પરીક્ષા નાં ભય થી કોઈ કેટલા વિદ્યાર્થીઓ આપઘાત કરી નાખે છે. જરા પણ પરિવાર નો વિચાર કર્યા વગર ન કરવાનું કરી બેસે છે. જો તયરે એનામાં કોઈ દિવસ સાંભળેલી માં બાપ કે મોટાની શિખામણ સમજી ને તો આવા કિસ્સાઓ સમાજ માં બંને જ નહી. માં-બાપ પોતાનાં સંતાનોને નિદ્ર અને સત્યવક્તા બનાવવા માંગતા હોય છે. પરંતુ આજે ઘણી જગ્યા એ બીજા ની દોરવણી થી ચાલનારા છોકરાઓ પોતાની અંદર રહેલી આત્મશક્તિ અને માં-બાપ નાં લોહી નાં સંસ્કારો ભુલી અને ટી.વી. અને મોબાઈલ નાં વધુ પડતા ઉપયોગ થી પોતાનું કુમળું માણસ ધીરજ ખોઈ બેસે છે. પછી અજ્ઞાનતા ને આધારે પોતાનાં ઘર પરિવાર બરબાદ કરે છે. સારા પુસ્તકો વાંચવાને બદલે કુસંગ થી પ્રેરાઈ ને ભણતર ને બદલે બરબાદી નોતરે છે.

સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધીજી, મહાન વૈજ્ઞાનિકો ની વાતો તેને સમજાતી નથી. લાઇબ્રેરી માં શાંત ચિતે વાંચવું સમજવું સ્કૂલ, કોલેજ નાં નિયમો પાળવા ઉચ્ચ અભ્યાસ થી જ આગળ વધીએ એવું તેણે સમજાતું જ નથી. ભણે તે સુખી થાય એ વાત તેણે સમજાતી જ નથી. સમય લઈને માં-બાપ પાસે બેસી બે વાત ને સમજવાનો અને સમાધાન કરવાનો તેઓ પ્રયત્ન પણ થી કરતા.

આજે ઘણીવાર જગ્યાએ યુવાનોને સાચા રસ્તે વાળવા માટે કેટલાય પ્રયત્નો થાય છે. કારણ કે આ દેશ ને સાચા યુવાનો ની જરૂર છે. જ્યારે સાચા યુવાનો જાગશે ત્યારે સાચો પરિવર્તન નો સમય આવશે કૌટુંબિક સમસ્યા ઓ જે સર્જાઈ છે તે ઘણી અજ્ઞાનતા ને લીધે જ હોય છે. પછી આ જ સમસ્યા મોટું સ્વરૂપ લે છે. તેમાં બિચારા માંતા પિતા ને પીસવાનો વારો આવે છે. આપણે જોઈએ છીએ ઘણી જગ્યા એ બાપ દીકરો ભાઈ, ભાઈ ભાઈ, બહેન વચ્ચે અબોલો હોય છે. વડીલો ની અવગણના થાય છે. માં બાપ ને મળવાનો ટાઈમ નથી હોતો અને એ જ માં બાપ એ સમય ની રાહ જુએ છે કે મારી વેદના મારા વિચાર મારી શિખામણ મારો દીકરો કે દીકરી સાંભળે. પરંતુ આજના આ ઝડપી યુગ માં આપણે આપણી મર્યાદા આપણે આપણા પૂર્વજો નાં સંસ્કાર ઋષિ મુની ની વાતો ભૂલી ગયા છીએ. માં બાપ ને દેવ મન તેની પૂજા કર. તેની વાતોને તેની શિખામણ ને ધ્યાન પૂર્વક સાંભળી હૃદય માં ઉતાર આ બધું આપણે ભૂલતા જઈએ છીએ. ત્યારે માં બાપ ની વેદના તેનું જીવન તેણે નકામું લાગે છે.

હાં, એવું નથી, ઘણી જગ્યા એ આજે પણ સંતાનો ગર્વ થી કહે છે. કે અમારા શ્રેષ્ઠ ઘડતર માં માં બાપ નો જ ફાળો છે. ઘણી જગ્યા એ પોતાનાં સમાજ ને અને પોતાનાં કુટુંબ ને ઉપયોગી થવા સંતાનો દિવસ રાત જોયા વગર આર્થિક સંકડામણ હોવા છતાં આગળ વધે છે.

“ઉઠ જાગ મુસાફિર ભોરભયી

જો સોવત હૈ વો ખોવત હૈ”

એ વાત ને ઘ્યાન માં રાખી કેવા સારા સારા કાર્યો કરે છે. જે ખરેખર વંદનીય હોય છે. સારા પુસ્તકો માંથી સારામાં સારૂ જ્ઞાન મેળવી ઘણા યુવાનો કુટુંબ ને બદલી નાખે છે. ઘણી જગ્યા એ વડીલો નાં ઝઘડા પણ યુવાનો શાંત કરી નાખે છે.. પોતે પણ ભણે અને બીજા ને પણ ભણાવે તેવી લાગણી ઓ તેના સ્વભાવ માં હોય છે. અરે દરરોજ સાંજે પોતાનાં ઘર માં રામાયણ ગીતાની વાતો થાય છે તેના ઘર માં, બધા સાથે બેસી ને શાંતિ થી વાતો કરતા હોય છે. જિંદગી જીવતા હોય છે જોઈન ફેમિલી માં રહી ને પણ પ્રેમ કેળવી ને એક બીજા પ્રત્યે.

ઘર ને નંદનવન બનાવે છે. માં-બાપ ને સાંભળે છે. બોલવા ડે છે. માં-બાપ ની શિખામણ વરસમાં મળેલી સંપતિ કરતાય વધારે સાચવે છે. સંપતિ તો વેડફાઈ પણ જાય જો માં બાપે આપેલી શિખામણ ધીરજ અને જ્ઞાન ની વાતો આપણી પાસે હશે તો ગમે તેવી આફત માં આપણે ડગમગ નહી કરીએ, માં બાપ ની સારી વાતો સારા વિચાર ને જીવન માં ઉતારશું. ને તો આવનારી પેઢી ને પણ આપણે ઉપયોગી થઈશું. અને માં-બાપ નાં ઋણ માંથી થોડા મુક્ત થઈશું.

નદી નાં નીર તો વધે ને ઘટે પણ માં-બાપ નાં પ્રેમ માં ક્યારેય ભરતી કે ઓટ આવતા જ નથી.એ તો આપણે સમજવાનો પ્રયત્ન કરશું તેની શિખામણ ને હૃદય માં ઉતારશું તો એક કે બે નહી પરંતુ જીવન ની તમામ પરીક્ષાઓ માં આપણે ખરા ઉતરશું.

Love your parents. We are so busy growing up, we often forget they are also growing old.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED