Jivana ni Safadta books and stories free download online pdf in Gujarati

જીવન ની સફળતા

જીવન ની સફળતા

માનવી નું જીવન સુખ દુઃખ અને ચડતી પડતી સાથે એક તાંતણા માં વણાયેલું હોય છે. જન્મ થી મૃત્યુ સુધી આવનારા તમામ સુખ દુઃખ માનવીને ભોગવવા જ પડે છે. સુખનો રસ્તો આપણને સાવ સરળ અને સીધો લાગે છે. જ્યારે દુઃખ ની વાત આવે ત્યારે ડુંગર સમું દુઃખ માનવી ને હતાશ કરી પાયમાલ કરી નાખે છે. જિંદગી કોઈ ખેલ નથી આ જંગ છે આવું આપણે દરેક સમજીએ છીએ તેના તાંતણા બહુ મજબુત છે. તેમાં આપણે ઘસાતા જ રહેવાનું હોય છે. પણ જો આપણે તેનો સમજણ થી સામનો કરીશું તો બહુ ઝાઝી વાર નથી લગતી આપણને સફળતા મેળવવા માટે પણ વિના પ્રયત્ને આપણે સુખ માં રહેવાને ટેવાયેલા દુઃખ ને ગોઝારું ગણી તેની અવગણના કરીએ છીએ અને આજુબાજુ નું વાતાવરણ પણ આપણે ગમગીન કરી દઈએ છીએ.

આપણે જીવન ની સફળતા વિશે વાતો ઘણી સાંભળીએ છીએ કારણ કે આપણે સફળતા ના જ ચાહક છીએ કોઈને નિષ્ફળ થવું ગમતું જ નથી માણસ ની અંદર નિષ્ફળ થવું ગમતું જ નથી માણસ ની અંદર એક એવો અહમ બેઠો છે. જે તેને અસહાય હોય તો પણ સફળતા નું જ રટણ કરાવે છે જીતેલી બાજી હારી જઈ ફરી પાછા સફળ થનારા માણસો પાસે થી આપણ ને ઘણું શીખવા મળે છે તેનો જોસ-જુસ્સો તેને જીવન ની સફળતા પ્રાપ્ત કરાવે છે. તો સફળતા એટલે પહેલાતો આપણે કહેશું કે સાચો ધ્યેય. આપણે આપણું લક્ષ્ય આપણો ધ્યેય શું છે તે નક્કી કરવાનું છે. તેમાં પછી ડર કે પીછેહટ ન ચાલે. તેમાં કોઈની મદદ પણ ન જ ચાલે જો તે ધ્યેય સામાન્ય વ્યક્તિનો હોય કે પછી કોઈ શ્રીમંત વ્યક્તિ નો પણ લગન તેની પાછળ કઈક ખર્ચી નાખવાની વાત તે ધ્યેય પાછળ સમાજ કુટુંબ ને ઉપયોગી થાય તેવી વાત હોય તો પછી એ સફળતા સાર્થક થતા વાર નથી લગતી પહેલો તો આપણે કોણ છીએ આપણે શું કરવાનું છે તેનો જવાબ આપણે નક્કી કરવાનો છે આજની હરીફાઈ વાળી જિંદગી માં આપણે ટોપર બનવાનું છે.

ખંખેરી નાખું નકામી વાતું,

પછી આવ તને જિંદગી સ્વીકારું

બે બોલ મારા સાંભળ જે,

એક મહેનત ને બીજું ધ્યેય

આને મેળવવા જ રહ્યા.

પહેલા ખંખેરી નાખું નકામી વાતું,

પછી આવ જિંદગી તને સ્વીકારું.

અધિક સંપતિવાન માણસ ને બહુ દુઃખ વેઠવા નથી પડતા. જ્યારે મધ્યમ વર્ગીય સમાજમાં સુખ દુઃખ સિક્કાની બે બાજુ જેવા છે. તેમાં વિચારો થી તૂટી પડેલા માણસ પાસે સફળતા નું નામ નથી રહ્યું બસ ભાર વેઠી જિંદગી ને બોજ સમજી આગળ દિવસો પસાર કરે છે. પરંતુ જો તેમાં પણ કોઈ માણસ બરાબર સુખ દુઃખ ને સમજતો હોય તો તે તરત સમજી જાય છે કે સફળતા જીવનની શેમાં છે આજના યુગમાં મનથી દુઃખી થનારા માણસો ની કોઈ કમી નથી. હસવું તેના માટે અશક્ય બની ગયું છે. જરા જરા વાતમાં નિષ્ફળતા એ મનમાં કબજો કરી લીધો હોય છે. તેથી તેની વિદ્યાર્થી લાઈફ જ એવી ડામાડોળ હોય છે કે ન કરવાનું કરી બેસે છે. પરીક્ષા નો ડર વાલીનો ડર, મિત્રોનો ડર, સમાજનો ડર, કારકિર્દી નો ડર આ બધું તેના કુણા મગજને પોલું બનાવી દે છે. પરિણામે ધ્યેય નક્કી કરતાં પહેલા જ સફળતા ને બદલે નિષ્ફળતા મેળવી ને ન કરવાનું કરી લે છે પરંતુ સફળતા પ્રાપ્ત થયેલા ના જીવન ચરિત્રો વિશે વાત કરીએ તો કેટલાય દુઃખો વેઠી તેણે સફળતા મેળવી હોય છે.બાકી તો ખોટું કરીને મેળવેલી સફળતા તો સ્વાર્થ કહેવાય છે આવી સફળતા બહુ લાંબો સમય ટકતી નથી જીવન ની સફળતા તો આપણે જ નક્કી કરવાની છે કર્તવ્ય ની પરંપરા માં સફળતા પહેલું જ પગથીયું છે. આપણે કેટલીયવાર સાંભળ્યું છે કે અડગ મન ના માનવી ને હિમાલય પણ નડતો નથી. બસ નાની વાતમાં દુઃખી થવાને બદલે આપણે સાચી સફળતા શેમાં છે જો એ વાતને ઓળખી લઇ એ તો પછી આપઘાત કરનારા ની સંખ્યા માં ચોક્કસ ઘટાડો થઇ જાય આજે શારીરિક તકલીફ કરતાં માનસિક મુશ્કેલી ભોગવતા લોકોની સ્થિતિ બહુ જ દુઃખ દાયક છે. નિષ્ફળતા મળ્યા પછી આપણે તેણે ખંખેરી ને બેઠા થઇ જઈએ તો ચોક્કસ સફળતા મળશે જ અહંકાર ને બદલે ત્યાગ કરશું તો ઘણી બધી સફળતા મળી જાય આળસ ખંખેરી ને પરિશ્રમી બનશું તો સફળતા ચોક્કસ મળશે જ જીવન ની સફળતા હારમાં નથી જીતમાં જ છે. હાર-જીત નો અનુભવ થાય તો જ આપણ ને જીત માં મજા છે બાકી દુઃખ તો આવે ને જાય સુખ પણ દુઃખ નો મુગટ પહેરી ને જ આવે છે વરસો પછી આપણ ને આપણા થી કોઈ છુટો પડેલો મિત્ર મળે ત્યારે આપણ ને સહેજે એમ થાય આટલા વર્ષો દરમ્યાન આ મિત્ર ખરેખર ઘણો ક્વોલીફાઈડ અને સફળ થયો અને આપણે હિંમત ના અભાવે અને નિષ્ફળતા ની બીકે સફળતા શેમાં છે તે તો ભૂલી ગયા છતાંય “ઉઠ ઉભા થઈએ એવું વિચારી ને જો આપણે સફળતા વિશે નક્કી કરી લઈએ તો જરૂર આપણા માં પણ બદલાવ આવશે જ જીવન ની સફળતા સાચા વિચારો માં છે સારા બનવામાં છે. પડેલા ને ઉભા કરવામાં છે સમાજ કુટુંબ ને ઉપયોગી બનવામાં છે બે બોલ મીઠા બોલી બીજાને સાંભળવા માં છે. આપણી સફળતા માં બીજાનો કેટલો સહકાર છે તે વાત સમજવામાં છે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં છે સમયદાન આપવામાં છે.

એવું કહેવાય છે કે માનવ દેહ તો દેવો ને પણ દુર્લભ છે. પણ માણસ ને આ જીવન માં કાયક ઘટે છે તેવું હમેશા લાગ્યા જ કરે છે. મારી પાસે આ નથી તો પેલો બીજી બાજુ થી એક કહે છે મારે આ વાંધો છે અને આમને આમજ આ આઈસ્ક્રીમ જેવી જીંદગી ઓગળી જાય છે અને માણસ તેની મજા લઇ શકતો નથી. શું છે આ જીંદગી ખુબજ અમુલ્ય છે તે તો સાબિત જ છે. એક માનવ જીવ જ એવો છે જેના માં પરમાત્મા એ બુદ્ધિ આપી છે બાકીતો પોતાનો ખોરાક શોધી ખાવું-પીવું એવું બધું તો માણસ શું તે તો દરેક જીવ પોતાની જાતે કરી જ લે છે.

આ જીંદગી એક ઉત્સવ ની રીતે જીવો જાણે દરેક દિવસ એક દિવાળી છે જાણે દરેક દિવસ એક નાતાલ છે દોસ્તો જીંદગી જીવવા માટે છે તો પોતે પોતાની રીતે મજાથી જીવી લો ને શાને માટે ખોટી આડી-અવળી માથાકૂટ કરો છો જીંદગી ને કોઈ પણ પ્રકારની શરત વિના પ્રેમ કરો અને જે કરવાનું છે તેના માટે પુરતી મહેનત કરો અને પોતાની રીતે પોતાનું પૂરું કરીને જીંદગી ની મજા માંણો, અને જીંદગી ની બધી નૈતિક કાર્યો ની મજા માંણી લેવી જોઈએ. પોતાની રીતે પોતાનું કોઈ પણ કાર્ય કરો કોઈ પણ કામ નાનું નથી, દુનિયા ને જે બોલવું હોય તે બોલવા દો પોતાની રીતે પોતાની પ્રગતિ નું કાર્ય કરો. જીંદગી નો આનંદ માંણવા માટે દિવસ ના કોઈ દિવસ ખાલી બહાર તો નીકળજો એવું લાગશે કે જાણે વૃક્ષો આપણી સાથે વાત કરે છે, નદી ના વહેતા ઝરણા એમ કહેશે કે તું તારી રીતે આગળ વધ અમે તો આવા પથ્થરો ને પણ પાછળ રાખી ને આગળ નીકળી જઈએ છીએ.

મોહમ્મદ માંકડ સુખ વિશે ખુબ જ સરસ અને સહજ સમજાય તેવી સુંદર વાત કહે છે કે, “સુખ એટલે પોતાની પાસે રહેલા ફૂલો માંથી ગજરો બનાવવાની કળા.”

  • રીંકલ રાજા
  • બીજા રસપ્રદ વિકલ્પો