Aa kon sambhadshe books and stories free download online pdf in Gujarati

આ કોણ સંભાળશે

આ કોણ સંભાળશે ?

ઘણી બુક્સ માં આપણે વાંચીએ છીએ કે બાળક જેવું નિખાલસ કોઈ નહિ. બાળક એટલે મીઠું હાસ્ય. બાળકો તો પ્રભુના પયગંબર છે આવી હજારો વાતો થી આપણે બધા જ વંચિત છીએ. આજનો બાળક આવતી કાલનો ભવિષ્ય. નાગરિક વાંચવા માં મજા આવે પરંતુ વાસ્તવિકતા માં આપણે ડોકિયું કરીએ તો એવા કેટલાય બાળકો આપણ ને ફૂટપાથ પર જોવા મળશે જેનું બાળપણ બે પૈડાં વચ્ચે ગૂંગણાઈ ગયેલી વસ્તુ જેવું હોય છે.

આવા બાળકો ની વાત કરીએ તો સૌ પ્રથમ વાત છે બાળમજૂર ની આ કેવી કરૂણતા, કુદરત નું ફુલ કહેવાતું બાળક ભૂત ભવિસ્ય અને વર્તમાન ની કઈ સમજણ વિના બસ સાંજ પડે અને જે પાંચ પચ્ચીસ રૂપિયા મળે તેના માટે કેવા કેવા કામ કરતા હોય છે. હોટલમાં જઈએ તો હાથમાં કલમ ને બદલે કપડું લઇ ટેબલ સાફ કરતા જોવા મળે છે. એ ઉપરાંત લારી-ગલ્લા પર આવા નાના બાળકો કપ-રકાબી સાફ કરતા જોવા મળે આ દ્રશ્ય થી વિશેષ કરૂણ દ્રશ્ય આપણે જોયું હશે જાહેર માં દોરી પર ચાલતા બાળકો સર્કસ ના ખેલ કરતા જોવા મળશે. આવા બલમજૂરો ની આપણા દેશમાં કમી નથી. આવા બાળકો પ્રત્યે લાગણી સહાનુભૂતિ રાખી કદાચ કોઈ તેને ભણતર ના માર્ગ પર લઇ જાય તો કદાચ દસ માંથી ત્રણ ચાર તો સાચા નાગરિક બની જ જાય. તેની નિર્દોષ આંખો જોઈને કોઈ તેને કદાચ ચોકલેટ આઈસ્ક્રીમ ખવડાવી ખુશ રાખવાનો પ્રયત્ન કરશે પણ તેથી શું આ તો વાત છે. તેના ભવિષ્ય ની મોટા મહાનગરો માં તો બલમજૂર ની કોઈ કમી નથી માં બાપ ગરીબી અને લાચારી માં આવા બાળકો ને આવા કામ કરવા મજબુર કરે છે. ટાઢ તડકો વેઠતા આવા બાળકો નું બાળપણ તો જતું રહે પણ સમજણ કેળવણી ના અભાવે અભ્યાસ થી પણ વંચિત રહી જાય છે. પંડિત જવાહરલાલ નહેરુ ને બાળકો ખુબ ગમતા એ જ દેશના બાળકો પ્રત્યે આપણે પ્રેમ કરૂણા રાખીએ તો હજારો યજ્ઞો જેટલું પુણ્ય મેળવીએ. અને નશો ગુટખા જુગાર આવી બાબતોથી બાળકો બચી જાય. હલકી પ્રવૃત્તિ કરતા કરતા બાળકો આવી કુટેવો નો ભોગ બને છે. અને સૂર્ય ચંદ્ર જેવું તેજસ્વી જીવન જીવવાને બદલે આવા બાળકો મજૂરી કરતા કરતા યુવાની માં પહોંચતા જ ચોરી ના રવાડે ચડી જાય છે. હલકી પ્રવૃત્તિ ઓ તેના માનસ ને એવું બનાવી દે છે. કે આવા બાળમજૂરો કઈ પણ વિચાર્યા વગર ન કરવાનું કરે છે. અને નુકસાન સમાજના લોકો ને ભોગવવું પડે છે.

બાળમજૂર ને બંધ થઇ જાય તો સૌથી સારું થાય પણ આ કોણ સાંભળે અજ્ઞાન માં બાપ સંતાનો ના ભવિષ્ય નો વિચાર કર્યા વગર ઝૂંપડપટ્ટી માં રહીને પોતાના બાળકો ને આ જ શીખવાડે છે.

"ઝાઝા બાળ ઝાઝી ઝંઝાળ"

એ સૂત્ર કદાચ એને સમજાય તો વિશ્વ ની એ સૂત્ર કદાચ એને સમજાય તો વિશ્વ ની મોટી વિકટ સમસ્યા વસ્તી વધારો એક રાષ્ટ્રીય સમસ્યા પણ ઉકલી જાય. અને બેકારી ગરીબી ની સમસ્યા પણ ઓછી થાય. બાળમજૂરી સદંતર બંધ થાય એવું આપણે ઇચ્છતા હોઈએ તો આપણે એવા સંગઠન ઉભા કરીએ જ્યાં બાળકો પાયાનું ભણતર શરૂ કરે અને આના માટે સૌથી પહેલા આપણે એ માં બાપ ને જ જવાબદાર ગણીએ જે પોતાનાં સંતાનો ને સમજે અને ખરા માબાપ ની ભૂમિકા નિભાવે. મોંઘીદાટ સ્કૂલો મોંઘીદાટ ચોપડીઓ આ બધું કદાચ એના નસીબ માં ન હોય પરંતુ સદ્દનસીબે પ્રાથમિક જ્ઞાન તો એને આપીએ એના હાથમાં કપ રકાબી નહીં કલમ આપીએ એને ગણિત વિજ્ઞાન ની બુક આપીએ એ બાળમજૂર ને આપણે ધિક્કાર નહીં માન આપીએ. એવા બાળમજૂર ને આપણે જૂઠું નહિ પૌષ્ટિક ખોરાક આપીએ.આવા બાળકો ને આપણે આઈન્સ્ટાઈન અને થોમસ આલવા એડિસન જેવા વૈજ્ઞાનિકો ની વાતો કહીએ. એનો હાથ ઝાલીને આપણે સરકાર આજે જે ભણાવવા પાછળ ના સર્વ શિક્ષા અભિયાન જેવા પ્રયત્ન માં સહભાગી બનીએ.

આપણા પૂરતો જ વિચાર કરવાને બદલે આપણે સત્ય પ્રેમ કરુણા રાખી બાળ ઉદ્ધાર કરીએ ઉગતું ફુલ કચળવાને બદલે ખીલે તેવો પ્રયત્ન કરીએ. એના તકદીર ની રેખા બદલી આપણે તેને સ્કુલ ના આંગણામાં મુક્ત થઈએ આજનો માણસ પોતાનું જ વિચારતો રહે છે. જેથી ઠરીને ક્યાંય થી તે કાંઈ કરવા તૈયાર થતો નથી. આ દેશમાં તો ભગવાન એ બાળક બનીને આવવા તૈયાર છે. બાળમજૂરી ને દૂર કરવા કાંઈક પ્રયત્ન માં આપણે સફળ થશું તો આપણે પણ સમાજ ના શ્રેષ્ઠ નાગરિક તરીકે પુરવાર થશું.

દર 14 નવેમ્બર ના રોજ બાળ દિવસ ની સાથે સાથે બાળ અધિકાર દિન પણ મનાવવામાં આવે છે પણ આપણે ક્યારેય આવા દિવસો પર બે મિનિટ પણ વિચારતા નથી સરકાર એ તેમના માટે સર્વ શિક્ષા અભિયાન અને મધ્યાહ્ન ભોજન જેવી સગવડો ઉભી કરી છે જેમાં ચૌદ વર્ષ સુધી બાળક ને ભણવા માટે એક રૂપિયો પણ ચૂકવવો પડતો નથી. અને ભોજન પણ મફત આપે છે પણ માણસ ને શું થયું છે એક ગરીબ ના છોકરા ના મોઢા માંથી પણ ખોટા માણસો જેવું તેવું અનાજ હોય છે તે પણ જુટવી લે છે. આ માનવતા વળી કેવી ?

ઓશો તો ત્યાં સુધી કહે છે કે ચૌદ વર્ષ સુધી બાળક ને ભણવાનો બોજ પણ ઓછો આપો તેને પ્રકૃતિ ની સાથે ખીલવા દો ! તેને બાગ બગીચા બતાવો તેને નદી પર્વતો બતાવો ! તેને વહેતા ઝરણાં બતાવો વરસાદ માં ભીંજાવા દો ! આ ચૌદ વર્ષ સુધી તેને મોજ માં જીવવા દો... પણ આપણે ત્યાં 14 વર્ષ ના ચાઈલ્ડ લેબર રસ્તે રઝળતા મળે છે. ફરી બાળક બનવું બધાને ગમે .. ! પણ શું આવું બાળક બનવાનું કોઈ પસંદ કરશે ?

બાળમજૂરી એ આજનો વૈશ્વિક પ્રશ્ન છે. બાળમજૂરી નો સૌથી વધુ દર એશિયા ખંડ માં છે. 5 વર્ષ થી 17 વર્ષ સુધીના બાળકો માં ના 21 % બાળકો બાળમજૂર બની ચુક્યા હોય છે.

બાળમજૂરી ટાળવા ના ઉકેલ શું ?

1) બાળમજૂરી ના કાયદાઓ નું સરકાર દ્વારા જ સખત રીતે પાલન કારાવડાવવુ જોઈએ.

2) આ માટે સામાન્ય માણસો ને પણ જાગવું જોઈએ કે બાળક એ આવતીકાલ નું ભવિષ્ય છે.

3) બાળકો નહીં પણ નાગરિકો ને શ્રમિક તરીકે કામે રાખવા જોઈએ જેથી કરીને તે પોતાના સંતાનો ને પ્રાથમિક શિક્ષણ આપી શકે.

જો કોઈ છોકરો જે 14 વર્ષ નો છે તે રેસ્ટોરન્ટ માં કામ કરે છે તો તે આજના જમાના માં વધુ માં વધુ 2000 કમાઈ શકે છે જેના લીધે તેનો કદાચ સ્કુલ નો ટાઈમ જતો રહે છે. તેથી તે પ્રાથમિક શિક્ષણ લઇ નથી શકતો. એટલે સુધી કે તે વાંચી લખી પણ નથી શકતો તે જેમ જેમ મોટો થશે તો પણ તેનો વિકાસ થશે નહીં કારણ કે વિકાસ નો પાયો જ શિક્ષા છે. તો તેના બદલે જો ભાવિ પર ધ્યાન દેવામાં આવે તો તે તેના આખા કુટુંબ ને તારે...

Don’t ask children to take tool, instead send them to school. Make our future bright shape our future right.

  • રીંકલ રાજા
  • બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED