Dikari Boj nathi books and stories free download online pdf in Gujarati

દીકરી બોજ નથી

દીકરી બોજ નથી

આપણા સમાજ માં દીકરી ને તુલસી નો ક્યારો, સીતા સાવિત્રી, વ્હાલ નો દરિયો એવી સરસ ઉપમાં આપવામાં આવી છે. ખરેખર, સદીઓ થી સ્ત્રી એ શક્તિ છે. એમ માણવામાં આવે છે દીકરી બાપનો શ્વાસ છે ને માં નું હૃદય છે એમ કહેવામાં આવે છે. અને હવે તો દરેક ઘરમાં દીકરી નાં જન્મ ને પણ વધાવી લેવામાં આવ્યો છે.

ખરેખર, આપણે દીકરી ને બોજ ગણી એ તો બહુ ખરાબ કહેવાય દીકરી બોજ નથી એ વાત ને સાર્થક કરવા સરકાર પણ ઘણી કાર્યરત રહી છે. અને દીકરીઓ ભણી ગણી ને આગળ આવે માટે કઈ કેટલાય પગલા લેવાયા છે. આવા સભ્ય સમાજ ની અંદર જો આપણે દીકરી ને બોજ ગણીએ તો બહુ શરમજનક વાત કહેવાય આજે તો દુનિયાના તમામ ખૂણામાં કોઈ પણ ક્ષેત્ર માં તમે જાવ તો સ્ત્રીઓ ઘરમાં અને બહાર બન્ને જગ્યાએ પુરૂષ સમોવડી બની દરેક ક્ષેત્ર માં પોતાનું યોગદાન આપતી જ હોય છે.અને આપણા સમાજ ની અંદર પણ સ્ત્રીએ શક્તિ છે તે લાચાર નથી કમજોર નથી એવું સ્વીકારી લીધું છે. તે ખરેખર ખુબ જ આનંદ ની વાત છે. છતાંય આવા સમાજની અંદર ઘણાય કુટુંબ ની અંદર દિકરીઓ નો તિરસ્કાર કરવામાં આવે છે દીકરી નાં જન્મ ની અવગણ નાં કરવામાં આવે છે દીકરી બોજ છે. એમ સમજી એવા કૃત્ય કરવામાં આવે છે. જે આપણે સાંભળી એ તો ખુબ જ દુઃખ થાય જો કદાચ આવા અજ્ઞાન સમાજ માં નરી તું નારાયણી આ વાત સમજાય જાય તો કઈ કેટલીય દીકરીઓ આજે ભણી ગણી ને ઉજ્જવળ ભવિષ્ય કંડારી શકે પરંતુ સમાજ ની અંદર દીકરીઓને માન આપવાને બદલે દીકરી તો પારકી છે તેને આમ ન રહેવાય તેને આમ બહાર ન નીકળાય. તેનાથી આમ ભણાય તેનાથી આમ ન થાય તે વાતો એ લોકો નાં કાનમાં એટલી ઘર કરી ગઈ છે. કે તે બાંધ-છોડ કરવા તૈયાર જ નથી.

અરે આજે તો તમે જુઓ સ્ત્રીઓ ક્યાં પહોચી ગઈ છે. આપણા ગુજરાત નાં જ મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ આખરે તો એક સ્ત્રી જ છે ને. તમે હાઈસ્કુલ કોલેજો, હોસ્પિટલો ગમે તે જગ્યાએ જાવ દરેક ક્ષેત્ર માં સ્ત્રીઓ ફરજ બજાવતી જ હોય છે. અને આખરે તો શાસ્ત્ર માં પણ કહ્યું છે ને જ્યાં સ્ત્રી નું સન્માન થાય છે. ત્યાં ભગવાન નો વાસ થાય છે. શાસ્ત્રો માં એવો ઉલ્લેખ છે કે મહિષાસુર નામના રાક્ષસ ને મારવા માટે ભગવાન ને પણ શક્તિ ની જરૂર પાડી હતી અને ભગવાન પણ શક્તિ ને શરણે ગયા હતા. તો આજે આપણે દીકરી બોજ નથી એ વાત ને નકારી હજુ પણ દીકરીઓ માટે સારી તકો મળે એવું વિચારવું જોઈએ. “સૌ ભણે સૌ આગળ વધે.” એ વાત ને સાર્થક કરવા આપણે દીકરીઓના ભણતર પાછળ સારું યોગદાન આપશું તો હજુ આ સમાજ ખુબ આગળ આવશે આવનારી પેઢી માં દીકરીઓ ભણશે સમજશે તો ઘરના ઝઘડાઓ શાંત થશે કહેવાય છે કે અજ્ઞાનતા થી કોઈ મોટું દુઃખ નથી તો આ અજ્ઞાનતાને નાથવા આપણે કઈક તો પ્રયત્ન કરવા જ પડશે તો આપણે પેલું જ સુત્ર યાદ રાખી એ કે “લડકા લડકી એક સમાન” તો કદાચ દીકરી બોજ નથી એ૩ વાત ને આપણે સમજી શકીએ આજે સમાન ની અંદર ભણેલી દીકરી ઓ ઘણી એવી છે જે દીકરા નથી સાચવતા તે માં-બાપ ને દીકરીઓ સાચવે છે. અને દીકરા તરીકે ની ફરજ પૂરી પડે છે. આને દીકરી બોજ છે એવું આપણે કઈ રીતે કહી શકીએ. દીકરી બોજ નથી દીકરી તો નવી સોચ છે. ઘણી વખત આપણે ઘણી બાબતો થી દુઃખ થાય એવું પણ સાંભળી એ છીએ કે દહેજ નાં નામ પર સ્ત્રીઓને જીવતી સળગાવી દેવામાં આવે છે. બે ચાર વસ્તુઓ ની લાલચ સ્ત્રીને તેના પિયર મોકલી દેવામાં આવે છે. તેને ધાક-ધમકી આપી તેના જ ઘરના લોકો તેને માર-ઝૂડ કરી ખુબ ત્રાસ આપે છે વળી આ ત્રાસ આપવામાં તેનો પતિ પણ સામિલ હોય છે. આ તો કેવી વાત કહેવાય કે તેનું આખું જીવન રોળી નાખવામાં ઘણે લોકો અચકાતા જ નથી. એનાથી વધારે ખરાબ વાત કે ઘણી વખત કોઈ ની હેરાનગતિ નો ભાગ બનવો પડે છે તેનું સુરક્ષા સાચવવા ને બદલે તેનું ભોગ લેવાય છે આવું આપણે સાંભળી એ ત્યારે આપણને તો કદાચ થોડું દુઃખ થાય પછી તો આપણે ભૂલી પણ જવાના તો વિચાર કરો જેની બેન દીકરી માથે આ સમાજ ની અંદર જે જુલમ ગુજારવામાં આવે છે. તે દીકરીઓ નાં માં-બાપ ભાઈ બહેન ની દશા કેવી હશે ભલે આપણે ગમે તેટલા આગળ વધીએ ગમે તેટલી પ્રગતિ કરીએ પરંતુ જ્યાં સુધી આપણે દીકરીને જો બોજ ગણતા હોઈએ તો આપણે હજી આગળ વધ્યાં તેમ કહેવાય જ નહી.

દરેક વખતે અથાગ પરિશ્રમ કરીને આપણા સમાજ ની દીકરીઓ સારામાં સારા માર્ક્સ લાવે છે. ગરીબી નીચે જીવવા છતાં જાત મહેનત કરી આવી દીકરીઓ સમાજ નું ગૌરવ વધારે છે અને ઘણી સ્ત્રીઓ તો ઘર પરિવાર ને ધ્યાન માં રાખી એવા સારા કાર્ય કરે છે કે આપણને તેને સત્ સત્ નમન કરવાનું મન થઇ જાય છે. જો હજુ આપણા સમાજ ની અંદર ઘણી જગ્યા એ સ્ત્રી ની ઉપેક્ષા થાય છે. તેના અધિકાર છીનવી લેવામાં આવે છે. તેને બોજ ગણી જન્મતા થી સાથે જ ફેંકી દેવામાં આવે છે. દીકરાની તુલનામાં તેને હંમેશા નીચી ગણવામાં આવે છે. તેના ઉપર કઈક ફેરફાર થાય અને દીકરીએ બોજ નથી એ વાત સમજાય તો આપણે આપણો સમાજ અને આપણું રાષ્ટ્ર ખરેખર આગળ વધી જઈએ.

વળી, કોઈએ સાચું જ કહ્યું છે ને દરેક સફળ પુરુષ ની પાચળ એક સફળ સ્ત્રીઓ હાથ હોય જ છે. તો આમાં દીકરી બોજ છે એ વાત ખરેખર ખોટી છે. દીકરીને બોજ ગણવાને બદલે જો આપણે તેને તેના અધિકાર આપશું. તેને સમજશું તેની સ્વમાન ની રક્ષા કરશું તો આ પુરૂષ સમોવડી સ્ત્રીઓ ચોક્કસ નિર્ભય થઈને સમાજ માટે ઉપયોગી થઇ પડશે પરંતુ ઘણી શરમજનક વાતો હોય છે કે ઘણી જગ્યાએ દીકરીઓ ભણી શક્તિ નથી બહાર જઈ શક્તિ નથી. પોતાનું કૌશલ્ય પોતાની આવડત થી સમાજ નાં ડર થી તે ઘરમાં ઘરુકુકડી બની ને બેસી રહે છે. રોજ રોજ બનતા નવા કિસ્સામાં સ્ત્રીની સુરક્ષા સચવાવા બદલે ક્યારેક ખોરવાઈ જાય છે. આપણા જ સમાજ માં આવું થાય છે. ત્યારે વિચારી એ તો આપણે ખરેખર આગળ આવી શકશું ખરેખર આપણે શિક્ષિત છીએ. ખરેખર આપણે યોગ્ય છીએ તે વાત નો વિચાર કરવો જોઈએ. ફૂલ ને ખીલવા દો તેને મુરઝાવા ને બદલે તેનું સિંચન કરો તેનું જતન કરો તે બોજ નથી ઉજ્જવળ ભવિષ્ય નો અવાજ છે તેની અવગણના નહી તેની પ્રશંસા કરો.

ઘણી જગ્યા એ માં બાપ લાચાર થઇ જાય છે સમાજ માં એવા ખતરનાક કિસ્સા બને છે કે દીકરી ઓ ને ભણાવવાની, કમાવાની કે કઈ કરવાની વાત આવે તો માં બાપ માટે આ એક પ્રશ્ન બની જાય છે શું આપણે આમાં વિચાર કરીએ તો આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે સ્ત્રીની સલામતી વિશે વિચારવું જ જોઈશે. સમાજના અમુક તત્વો ને આપણે નાથવા જ પડશે સૌને અધિકાર મળે દીકરો દીકરી એક સમાન એ વાત નો આપણે આખરે સ્વીકાર કરવો જ પડશે. દીકરી એ કાઈ બોજ નથી એ વાક્ય ને એ સુત્ર ને આપણે ઘર ઘર સુધી પહોચતું કરવું પડશે સમાજ નાં દરેક ક્ષેત્ર માં સ્ત્રી એ સાચી શક્તિ બની ને ઉભી છે. તેનો આપણે સ્વીકાર કરવો જ પડશે સ્ત્રીને સલામતી માટે આપણે વાતો કરવાને બદલે વિચાર કરવો પડશે શાસ્ત્ર માં પણ સ્ત્રી ને દૈવી તરીકે ઉપમાં આપવામાં આવી છે

એટલે જ, દીકરી બોજ નથી દીકરી તો ત્યાગ છે. સમર્પણ છે. ન્યોચ્છાવર કરનારું પત્ર છે. ગરીબ પરિવાર ની દીકરી ઓએ પણ મહેનત કરી ને માતા-પિતા નું નામ રોશન કર્યુ છે. આપણે વાત કરીએ તો સ્વર્ગીય દિવાળી બેન ભીલ આમ જુઓ તો સામાન્ય ગણાતા ભીલ પરિવાર ની જ તેઓ દીકરી હતા પરંતુ પોતાનું નામ તેણે અમર ઈતિહાસ માં જોડી દીધું. ઝાંસીની રાની લક્ષ્મીબાઈ, સ્વ.ઇન્દીરા ગાંધી, સરોજીની નાયડું, પી.ટી. ઉષા આ બધા આખરે તો સ્ત્રી રત્નો જ કહેવાય.

ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય, પણ જે ઘરમાં દીકરી હશે તે ઘરની પરિસ્થિતિ દીકરી સંભાળી લેશે. પોતાની દરેક બાબત માં દીકરીઓ કરકસર કરી કાઈ ને કાઈ કરી દિકરીઓ પરિવાર ને ઉંચો લાવવામાં પ્રયત્ન શીલ બને છે. જો સમાજ ની અંદર વધુ યોગદાન હોય તો તે સ્ત્રી નું જ છે આવા શિક્ષિત યુગ માં દીકરીઓનું શોષણ થતું અટકે તે માટે આપણે સતત પ્રયત્નશીલ રહેવું પડશે. તેને હેરાન કરવી, મારી નાખવી, તેની સ્વતંત્રતાનો લાભ લેવો તે ખરેખર દુઃખદાયક પરિસ્થિતિ કહેવાય. તેને પણ ઉડવા દો તેને પણ શિકાર સર કરવા દો તેની પાંખો કાપી નાખવાનો સમાજ ને કોઈ અધિકાર નથી. તે તો કુદરત ની દેન છે. જો આ સમાજ ની અંદર સ્ત્રી ની શક્તિઓ જાગશે તો જ આ સમાજ માં રામ કૃષ્ણ આવશે તે સન્માન ને પાત્ર છે. તેને માન આપો તે નારી શક્તિ છે. તો તેને સાથ આપો. તેની છેડતી કરી તેના ચારિત્ર્ય ને ગંદુ થતા અટકાવો. સ્ત્રીની શક્તિ એ સાચી દ્રષ્ટિ છે. દીકરી તો સમાજ નું અને ઘરનું ગર્વ છે તે બોજ નથી.

અને છેલ્લે... બસ એક જ ઉદાહરણ... નીરજા.

  • રીંકલ રાજા
  • બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED