lekhika magezin lekhika દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

lekhika magezin

પ્રેમ, સાજીશ, રહસ્ય, શ્રદ્ધા, થી રચાયેલું આ લેખિકા મેગેઝીન આપને જરૂર પસંદ આવશે તેવી આશા સાથે, રજુ કરવામાં આવે છે.


લીવિન લાઈફ

લીવિન રિલેશન આજના સમય માં ખુબજ સામાન્ય ગણવામાં આવે છે, ઘણા લોકો લીવિન રિલેશન માં હોય છે, અને તે ખુશ પણ હોય છે, પરંતુ તે સંબંધ વિશ્વાસ ખુબજ જરૂરી હોય છે, નહિતર જીવન કેટલી હદે ખરાબ થાય શકે છે, તે તો વિચારોની બહાર જ છે, એક હકીકત ની વાત હું આપની સમક્ષ મૂકવા માગું છુ, જેની શરૂઆત તો ખુબજ સુંદર હતી પરંતુ તેનો અંત ખુબજ દુખદ હતો.

પ્રાચિ અને પ્રિયંક બંને કોલેજ માં મળ્યા હતા, સમય જતાં બંને ને પ્રેમ થયો, આજના સમય પ્રમાણે બંને ફોર્વ્ડ જીવન જીવતા હતા, તેથી બંને એ લીવિન માં સાથે રહવાનું શરૂ કર્યું, બંને ખુબજ ખુશ હતા, એક બીજાને ખુબજ પ્રેમ કર્તા હતા, અને બંને જોબ પણ કર્તા અને પોતાની એક સુંદર મજાની દુનિયામાં ખુબજ ખુશ હતા, પરંતુ તે બંને ના જીવનમાં અચાનક બદલાવ આવ્યો અને તે બંને ખુબજ દુખી હતા, એકવાર પ્રિયંક નો ભાઈ થોડા સમય માટે પ્રાચિ અને પ્રિયંક સાથે રેહવા આવ્યો, બધા સરખી ઉમરના હતા સાથે રેહતા, પરંતુ પ્રિયંક નો ભાઈ કબીર ખુબજ શાતીર હતો, કબીર ની નજર પ્રાચિ પર ખુબજ ખરાબ રીતે બગડી હતી, તે હમેશા પ્રાચિની નજીક રહેવાની કોશિશ કરતો, પ્રાચિ મન ની ખુબજ સાફ હતી, તેના મનમાં કબીર માટે આવો કોઈ વિચાર પણ ના હતો, તે તો પ્રિયંક ને ખુબજ પ્રેમ કરતી હતી, આમ ને આમ સમય જતાં કબીર પ્રિયંક અને પ્રાચિ વચે જગડાઓ થાય તેવી કોશિશ માં રહતો અને અંતે તે બંને વચે ખુબજ જગડાઓ થવા લાગ્યા , કોઈને કોઈ કારણ થી બંને એક બીજા સાથે જગડાઑ જ કર્તા કબીર આ બધુ જોઈને ખુબજ ખુશ થતો હતો અને કબીર પ્રાચિ અને પ્રિયંક બંને સાથે પ્રેમથી રહીને બંનેની મન ની વાત જાણતો , આમ કબીર એ એક વાર તો હદ જ કરી મૂકી પ્રિયંક પોતાના કામ થી બે દિવસ માટે બહાર ગયો હતો, તેથી કબીર અને પ્રાચિ એકલાજ હતા, તે વાત નો ફાયદો લેતા કબીર એ રાત ના સમયે પ્રાચિના દૂધમાં નશાની દવા મિક્ષ કરી હતી, અને પ્રાચિ હોશ માં ના હતી અને કબીર એ પ્રાચિનો બળાત્કાર કર્યો, પ્રાચિની જિંદગી ખુબજ ખરાબ થય રહી હતી, કબીર એ પ્રાચિ નો અને પોતાનો વિડીયો બનાવ્યો , બીજા દિવસ જ્યારે પ્રાચિ અને કબીર એકલા હોય છે, ત્યારે પણ આજ વસ્તુ કબીર કરે છે પ્રાચિનો બળાત્કાર કરે છે.

થોડા સમયબાદ કબીર પ્રાચિને બહાર મળવા બોલાવે છે, અને તેને વિડીયો બતાવીને બ્લેકમેલ કરે છે, અને કહે છે કે પ્રાચિ પ્રિયંકને છોડીને કબીર સાથે રહેવા માંડે, આ વાત સાંભડીને પ્રાચિ ખુબજ દુખી થાય છે, અને ખુબજ રડે છે અને કહે છે, કબીરને કે કબીર પ્રિયંક અને પ્રાચિના જીવન માથી ચાલ્યો જાય, પરંતુ કબીર કોય વાત સાંભળવા નથી માગતો કબીર પ્રાચિને ખુબજ મારે પણ છે, પરંતુ પ્રાચિ પ્રિયંક ને કશુજ નથી કેહતી કારણકે પ્રાચિ પ્રિયંકને ખુબજ પ્રેમ કરતી હોય છે, અને પ્રિયંકને આ બધી વાત નો ખ્યાલ આવતા તે પ્રાચિને છોડી ને ચાલ્યો જશે તો, આ વાત થી ડરીને કશુજ નથી કેહતી, અને આમને આમ તે સહન કરે છે, પ્રાચિ ખુબજ વિચલિત હોય છે, તે પોલીસ પાસે પણ નથી જય શક્તિ પોતાના બેડનામીના ડર થી તેથી તે કશુજ નથી કરી શક્તિ અને તે સુ કરે તેને કશુજ સમજમાં નોહતું આવતું, અને તે ડરી ડરીને જીવતી હતી, અંતે પ્રાચિ જિંદગી થી હરિને આત્માહત્યા કરે છે, પ્રેમ અને લાગણી એ પ્રાચિને મોતને ઘાટ ઉતારી પ્રાચિના જીવને મર્યા પછી પણ શાંતિ ના હતી, તે પ્રિયંકને ખુબજ પ્રેમ કરતી હતી, તેથી તે પ્રિયંક ની આજુ બાજુમાં જ ફર્યા કરે છે, અને પ્રાચિને માર્યા બાદ ખ્યાલ આવે છે, કે તેને ખોટા વ્યક્તિને પ્રેમ કર્યો હતો, કબીરને આ બધુ કરવા પાછળ પ્રિયંક નો હાથ હતો, અને તે ઘણી છોકરીઓ સાથે આવુજ કરે છે, પ્રાચિ ની આત્મા ખુબજ દુખી થાય છે, અને તે નકી કરે છે, કે તે કબીર અને પ્રિયંક ને છોડસે નહીં, પ્રાચિની આત્માએ કબીર અને પ્રિયંક ને ખુબજ ખરાબ રીતે મોતના ઘાટ ઉતાર્યા અને પ્રાચિ ની આત્મા તે ફ્લેટ માં ભટકતી હોય છે, તે ફ્લેટમાં કોઈ નથી રહી શકતું, પ્રાચિની આત્મા ખુબજ તડપી તડપીને તે ફ્લેટ માં રહે છે, તેથી તે ફ્લેટમાં કોઈ નથી રહી શકતું પ્રાચિ કોઈને હેરાન નથી કરતી પરંતુ તે ફ્લેટ માં નકારાત્મક ઉર્જા ખુબજ હોય છે, તેથી તે ફ્લેટમાં કોઈને શાંતિ નથી મળતી, આમ વર્ષો સુધી ત્યાં ને ત્યજ પ્રાચિની આત્મા ભટકે છે, તે દરમિયાન પણ એવું બને છે કે તેજ ફ્લેટમાં એક કપલ આવે છે, રેવા અને તે પણ લીવિન માં રેહતા હોય છે, તે બને પ્રેમ થી રહતા હોય છે, તો પ્રાચિ તેને શાંતિ થી રેહવા દે છે, હેરાન નથી કરતી પરંતુ પ્રાચિ જોડે જે બનાવ બન્યો હતો તેજ બનાવ ફ્લેટમાં રહતી યુવતી સાથે શરૂ થાય છે, ત્યારે તે પ્રાચિ વીફરે છે, અને ત્યાં રેહતા યુવકને ખુબજ હેરાન કરીને અંતે મોતના ઘાટ ઉતારે છે, આમ ત્યાં ફ્લેટમાં કોઈ નથી રહી શકતું અને પ્રાચિની આત્મા ખુબજ તડપી તડપીને ત્યાં સમય વિતાવે છે, પ્રાચિની આત્મા કારણ વગર કોઈને હેરાન નથી કરતી પરંતુ તેને શાંતિ નથી , પ્રાચિના પ્રેમ અને જીવન નો અંત તેને ખુબજ વિચલિત રાખે છે, અને અંતે ઘણા વર્ષો પછી પ્રાચિ માટે પણ સોનાનો સુરજ ઊગે છે.

એક વહલી સવારમાં ત્યાં કોઈ પંડિતજી આવે તે ખુબજ વિદ્વાન હોય છે, તેજ ફ્લેટની નીચે કોઈ સારો પ્રસંગ હોય છે, અને પ્રાચિ વડા ફ્લેટમાં પંડિતજીને ઉતારો આપવામાં આવે છે, પંડિતજી તે ફ્લેટમાં પગ રાખતાજ બધુ સમજી જાય છે, અને તે પંડિતજી પ્રાચિની નિર્દોષતાને પણ સમજે છે, તેથી રાતના સમયે પોતાની વિધ્યા દ્વારા પ્રાચિને બોલાવે છે, અને તે પંડિતજી પ્રાચિને મુક્તિ અપાવે છે, અને ઘણા વર્ષોના પરિશ્રમ બાદ પ્રાચિની આત્માને શાંતિ મળે છે.

હાલતા સમયમાં પ્રેમ કરવો અને તેમાં શારીરક સંબંધ બાંધવા તે બધુ સામાન્ય થય ચૂક્યું છે, અને મોટા મોટા શહેર માં આવી ઘણી વસ્તુઓ જોવા મેડ છે, અને ઘણા ના બનવાના બનાવો પણ બને છે, પરંતુ પ્રેમ માં જ્યારે દગો મળે ત્યારે, માર્યા બાદ પણ શાંતિ નથી મળતી તે પ્રાચિની વાત થી સારી રીતે સમજી શકાય છે, જીવન નો અંત સુ થાય છે, ક્યારે થાય છે, તે કશુજ નથી ખબર હોતી પરંતુ ક્યાં માર્ગ પર જ્વું તે ખુદ નક્કી કરવાનું હો છે, અને દરેક પ્રાચિને પંડિતજી નથી મળતા અને મુક્તિ નથી મળતી ઘણી તેવી આત્માઓ હશે જેનો અંત અને મુક્તિ નહીં મળી હોય, તેથી આ વાત માથી જીવનમાં ઘણી શીખ મળે છે, કે પ્રેમ કરવો પરંતુ આંધડો પ્રેમ ના કરવો તે હકીકત છે, અને ચેતીને રહવું તે પણ ખુબજ જરૂરી હોય છે, પ્રેયચીની આ સ્ટોરી માં ઘણી કરુણતા ઊભરી આવે છે.

વનરાજસિંહ ઝાલા

સાજિશ

આજના સમાજમાં અવેદ સંબંધ તે ખુબજ સામાન્ય બાબત બની ચૂકી છે,પરંતુ એક ઘરમાં દિયર અને ભાભી ના સંબંધ આટલે ઘણી મોટી વાત કહેવાય છે, અને સમાજ માં સ્વીકારવામાં આવતા નથી, અને આ સંબંધ નો અંત ખુબજ ખરાબ આવે છે, અને એક દ્રષ્ટિ થી વિચારીએ તો આ બધા પાછળ નું પણ કઈક કારણ હોય છે, કાતો પૈસા અને કાતો અસંતોષ તેથી આપણે આગળ જોશું કે આ કહાની માં શું વાત છે, આ કહાની સાક્ષી, જય, અને રોહિતની છે.

જય અને સાક્ષી બંને એક સાથે જોબ કરતાં હતા, અને સારા મિત્ર હતા, તેથી તે બંને સાથેને સાથે જ રહેતા, જય ખુબજ લાગણીશીલ વ્યક્તિ હતો, અને તેના ઘરમાં અને તેની ઓફિસ માં પણ ખુબજ વ્યવહારુ વ્યક્તિ હતો, પરંતુ સાક્ષીના મનમાં શું હતું તે માત્ર સાક્ષી જ જાણતી હતી, સાક્ષી અને જય બંને સાથે જ બહાર આવતા જતાં, સાક્ષી જયની નજીક આવનો ખુબજ પ્રયાસ કરતી, અને જય તે વાતને સાક્ષિનો પ્રેમ સમજતો, આમને આમ ઘણા સમય વીતી ગયો, અને સમય જતાં જય એ સાક્ષિને પોતાના પ્રેમ નો એજહાર કર્યો અને સાક્ષિને જે જોઈતું હતું તે તેને મળી ગયું, જય સાક્ષિને ખુબજ ખુશ રાખતો હતો, અને તેને સાચો અને નિર્દોષ પ્રેમ કરતો હતો, જય ની લાગણી માં સ્ત્યતા હતી, તે સાક્ષી માટે જીવન માં ગમે તે કરી શકતો હતો, જય ખુબજ ખુશ હતો, કે તેને પોતાના જીવનમાં પોતાને મન ગમતું પાત્ર મળ્યું જે તેના પ્રેમને સમજે છે, અને પ્રેમ કરે છે, પરંતુ તે ખુબજ ખોટા વહેમ માં હતો, જય સાથે જે બનવાનું હતું, તે જય એ સપનામાં પણ નહીં વિચાર્યું હોય, સાક્ષી અને જય બંને સાથે ઘણી જગ્યા એ ફરવા જતાં હતા, તે દરમિયાન સાક્ષી જય ના એક એક વાત પર ધ્યાન આપતી હતી, જય તેના માતા પિતા નો ખુબજ લાડકો હતો, અને જય એકજ પોતાના પરિવાર માટે લાગણી થી જોડાયેલો હતો તેથી જય ના પિતા એ પોતાના બધીજ ધન દોલત જય ના નામ પર કરી હતી, કદાચ તે લાલચ થી પણ સાક્ષી જય ને ચિટ કરતી હોય, ઘણા કારણ હોય શકે, કહે છેને કે હાલનો સમય એટલો ખરાબ છે, કે કોઈનો ભરોસો ના થય શકે પરંતુ પ્રેમ અંધડો છે, તે ખુબજ સાચી વાત છે, જય એ સાક્ષિને ને અંધ બનીને જ પ્રેમ કર્યો તેથી જય ને સાક્ષિની કોઈ પણ નબડી વાત દેખાતીજ ના હતી, સાક્ષી બધીજ રીતે જય ના પ્રેમ નો લાભ ઉઠાવતી હતી, પરંતુ જય તે વાતને નજર અંદાજ કરતો અને સાક્ષિ ની આ બધી વાતને ધ્યાન માં નોહતો લેતો, આમને આમ તે બંને ના લગ્ન નું નક્કી થવા લાગ્યું અને તે બંને લગ્ન ની ત્યારીમાં પડી ગયા, તે વાતને પણ ધ્યાન માં લઈને સાક્ષિએ જય ને લગ્ન ની ત્યારી માં ખુબજ ખર્ચો કરવો અને ઘણું બધુ ગોલ્ડ પણ લીધું, જય ખુશ હતો, કે લગ્ન ની ત્યારી છે તો ભલે ખર્ચો થાય, અને લગ્ન ની કંકોત્રી ને બધુ છાપાવ્યું અને આપણે જેમ આગળ વાત થાય તેમ જય નો નાનો ભાઈ બહાર થી આવ્યો તેનું નામ રોહિત હતું, રોહિત ને ઘરમાં કોઈ સાથે બનતું ના હતું, અને જય ની કામયાબી અને તેનું માન સન્માન જોઈને રોહિતને ખુબજ ખરાબ લાગતું તેથી રોહિતને જય સાથે પણ ના બનતું, પરંતુ લગ્ન ના કારણે રોહિત પોતાના ઘરે આવ્યો હતો, અને તે સમય કયો હતો, કે કોય ચમત્કાર થયો, રોહિત જય સાથે ખુબજ પ્રેમ થી રેહવા લાગ્યો આ વાત થી પણ જય ખુબજ ખુશ હતો, પરંતુ તેનું કારણ પણ જય એ નોહતું વિચાર્યું.

જય અને સાક્ષીના લગ્ન થયા થોડો સમય બધુ ખુબજ સારું ચાલ્યું બંને હનીમૂન માં ગયા અને જય ખુશ હતો પરંતુ અચાનક સાક્ષિનું વર્તન જય પ્રત્યે ખુબજ ખરાબ થવા લાગ્યું અને આ કારણ થી જય ખુબજ દુખી રહતો, અને તે ખુબજ ચિંતિત હતો કે સાક્ષિને સુ ઘટે છે કે સાક્ષી જય સાથે આવું ખરાબ વર્તન કરે છે, તે બધુ જાણવા છતાં પણ જય બધુ જતું કરતો હતો કે સમય જતાં બધુ સારું થાય જસે પણ જય ને ખ્યાલ ના હતો કે તેની સાથે શું થવાનું હતું, જય સાથે ધીરે ધીરે ખુબજ ખરાબ થવા લાગ્યું હતું, સાક્ષી હાથે કરીને તેવું વર્તન કરતી હતી કે જય ને સાક્ષી ઉપર શંકા ઉપજે અને જેમ સાક્ષી એ ધાર્યું હતું હતું તેવુજ થતું હતું, જય ને પણ સાક્ષી પણ ખુબજ શંકા થવા લાગી અને આ બધી શંકા નો ઉપયોગ કરીને બધી જગ્યા એ સાક્ષી જય ને ખોટો સાબિત કરવા લાગી, જય ખુબજ હેરાન થતો હતો કારણ કે તેને પ્રેમ માં દગો મળ્યો હતો અને તે થકી ગયો હતો, તે સાક્ષિને ઘણી વાર કહેતો કે સુકામ મારી સાથે આવું કરે છે પંતૂ સાક્ષી તેને કશું જવાબ ના આપતી,સમાજ સામે પાગલ સાબિત કરવા માગતી હતી, સાક્ષી જય ને પરંતુ તે દરમિયાન માં જય ના પિતાજી મૃત્યુ પામ્યા અને જય ના નામે તેના પિતાની જી બધીજ ધન દોલત થય ચૂકી હતી, અને જય પર હવે ખતરો વધુ મંદરવા લાગ્યો હતો, જય ને સાક્ષી ખુબજ હેરાન કરવા લાગી હતી, અને તેને પાગલ સાબિત કરવામાં કશુજ બાકી નોહતું રાખ્યું અને અંતે જય ને પાગલખાના ભેગો કરીને રહી સાક્ષી જય ના જવા બાદ સાક્ષી બહાર ના મર્દો સાથે હરવા ફરવા અને સરીરિક સંબંધ બાંધવા લાગી, સાક્ષી ના સાસુ ની નજર આ બધા પર હતી તેથી સાક્ષી ના સાસુ એ સાક્ષિને કહ્યું અને ખુબજ ખીજણા અને હવે સાક્ષિને તેની સાસુ પણ નળવા લાગી હતી તેથી સાક્ષી એ તેના સાસુને જેર આપીને મારી નાખ્યા, આ બધો ખ્યાલ જાણે હતો તે ખુબજ દુખી થતો હતો પરંતુ તેને બધા પાગલ સમજવા લાગ્યા હતા, આમ હવે તો સાક્ષિને કોઈજ કહવા માટે કે રોકવા માટે કોઈજ ના હતું, તેથી તે માન પ્રમાણે બધુ કરતી ડ્રિંક કરતી અને બધા પુરશો સાથે રેહતી અને તે ધંધો કરીને પણ પૈસા કમતી હતી, ખુબજ મોજ શોખ કરતી, અને જય ના ડોક્ટરને પણ પૈસા ખવડાવતી કે તે જય ને શોક આપ્યા કરે અને જય ને પાગલ સાબિત કરીને હોસ્પિટલ માજ રાખે આમ જય સાથે ખુબજ ખરાબ થતું હતું અને જય પાસે આ બધુ સહન કરવા સિવાય કશું વિકલ્પ ના હતો, જય એ પ્રેમ કરયો હતો તેની તેને ખુબજ મોટી સજા મળી હતી, સાક્ષી એ ખુબજ મોટો દગો કર્યો હતો, જય એ ખુબજ હીમત થી પાગલખાના માથી અને તે સંતાઈ રોહિત ને ફોન કરે છે, રોહિત જય ને મળવા આવે છે, અને રોહિત અને કહે છે કે મને પોલીસ સ્ટેશન લઇજા પરંતુ રોહિત જય ને પોલીસ સ્ટેશન નથી લઈ જતો ,હતો બેસાડી ડે છે, કે ભાઈ તમારી તબિયત સારી નથી અત્યારે આરામ કરો કાલે જાશું આમ જય ને એમ થાય છે, કે તેને સમજવા વાળું કોઈ છે, અને જય રાતે આરામથી ઊંઘી જાય છે.

સવારે જય જ્યારે જાગે છે ત્યારે તે સુ જોવે છે કે રોહિત ની સાથે સાક્ષી પણ હોય છે , અને બંને એ ભેગા થઈને જય ને બાંધી રાખે છે, જાણે આ જોઈને ખુબજ આચકો લાગે છે,કે તેનો પોતાનો ભાઈ પણ સાક્ષી સાથે છે, ખુબજ દુખી થઈને જય પૂછે છે કે મે સુ કર્યું છે, ત્યારે રોહિત કશું જવાબ નથી આપતો અને બધા કાગડ માં સહી કરાવીને બધા પૈસા પોતાના નામ કરી લે છે, અને અંતે જય ને મારી નાખે છે, પ્રેમ કર્યા નો ખુબજ ખરાબ અંત જય ભોગવે છે.

બંસી દવે

વિશ્વાસ

“વિશ્વાસ” જીવન માં વિશ્વાસ ની ખુબજ અહેમિયત હોય છે, તે આપણે ખુબજ સારી રીતે સમજી શકીએ છીએ, દરેક જીવન માં વિશ્વાસ ખુબજ જરૂરી છે વિશ્વાસ ને સંબંધ નો શ્વાસ કહેવામાં આવ્યો છે. કોઈ પણ સંબંધ માં વિશ્વાસ ના હોય તો તે સંબંધ નથી પણ તે એક સોદો કહેવામાં આવે છે, અને તે બંને વ્યક્તિ કકે જેના જીવન માં વિશ્વાસ નથી તે બંને વ્યક્તિ જીવન માં અધૂરા હોય છે. પણ આ “વિશ્વાસ” તે ખુબજ મહત્વતા તો ધરાવેજ છે પણ જો તે તૂટે છે ત્યારે માણસ ને હચમચાવી જાય છે અને તે વિશ્વાસ માં વિશ નો વાસ થય જાય છે,

આવીજ એક વાત કહું તો વિશ્વાસ ની જીવન માં કેટલી જરૂરિયાત છે તે એક હકીકત ની વાત છે તે જણાવીશ.

એક કપલ હતું તે એક બીજા ને ખુબજ પ્રેમ કરતા હતા તે પ્રેમી હતા, તે બને એક બીજા સાથે ખુબજ ખુશ હતા અને તે બંને ને એક બીજા ઉપર વિશ્વાસ પણ હતો, પણ જીવન માં જયારે વિશ્વ તૂટે ત્યારે ખુબજ દુખ થાય છે તે હકીકત છે તેમજ તે વચે નો વિશ્વાસ અમુક કારણ થી તૂટયો અને તે વચે નો પ્રેમ શંકા માં બદલાઈ ગયો અને તે બંને ના જીવન માં એક એક વાત માં શંકા ઘર કરી ચુકી અને એટલી નકારાત્મકતા જીવન માં આવી ગઈ કે આજ ના ટેકનોલોજી ના જમાનમાં એક એક વાત માં એક બીજાને લોકેશન અને ફોટા મોકલ તા થાય ગયા અને છતાં પણ મન માં એજ નાકારાત્મ્કતા અને તેજ વિશ્વાસ ના અભાવ ના કારણ થી બંને એક બીજાથી દુર તો થવા લાગ્યા પણ એક બીજા પ્રત્યે આમ ને આમ તે બંને એક બીજાને પ્રેમ તો કરતા હતા પણ તેમાં શંકા ના બીજ એટલા મજબુત થાય ગયા હતા કે તે બને એક બીજા સાથે પણ નોતા રહી શકતા અને એક બીજા વગર પણ જીવી ના શકતા આમ ને આમ જીવન માં શંકા જ હતી પણ જીવન એક અસમંજસ બની ચુક્યું હતું પણ તે બંને શું કરે જીવન માં તે બંને પોતાના ભૂતકાળ ના તૂટેલા વિશ્વાસ ના કારણે માનસિક તનાવ ભોગવી રહ્યા હતા તે બને ને સમજાતું નોતું કે તે અલગ રહે કે સાથે પણ ખબર નઈ તે બંને ને મનમાં એક આશા પણ હતી અને એક સુકુન પણ હતું કે હવે કઈ નઈ થાય કે જેથી દુખી થવું પડે. આમ કોઈ એ સાચુજ કહ્યું છે કે “ સો વાર શંકા કરીને મરવું તેના કરતા એક વાર વિશ્વાસ કરીને મરવું સારું” પણ તે એકવાર તો વિશ્વાસ રાખીને મારી ચુક્યા હતા હવે તે સુ કરે, આમ ને આમ તે બને ને એક બીજાના જીવન માં શંકા સિવાય કશું નોતું બસ એક જ વાત હતી કે કોઈ કોઈનો વિશ્વાસ નથી તોડતું ને અને તેના જીવન માં વિશ્વાસ નહિ પણ વિશ નો વાસ થાય ચુક્યો હતો.

આમ જીવન માં કોઈ નો વિશ્વાસ તૂટે છે ત્યારે માણસ ના જીવન માં વણાંક આવે છે અને કાતો તે માણસ તૂટી જાય છે, અને ભાંગી જાય અને જીવન માં એક નાસીપાસ ની ગ્રંથી બંધાય જાય છે તેથી કોઈ પર ક્રોધ હોય તો તેને સામે કહેવું પણ કોઈ નો વિશ્વાસ ના તોડવો, કારણ કે તે માણસ ના મનમાં થી વિશ્વાસ તૂટવાનો ઘા કદી નથી ભરાતો, તો જીવન માં આવું પાપ કદી ના કરું કે કોઈ ના જીવન માં નિરાશાનું કારણ ના બનવું જોઈએ,

જીવન માં વિશ્વાસ ના ઘણા બધા રૂપો હોય છે, પિતા પુત્રી નો વિશ્વાસ, પતિ પત્ની નો વિશ્વાસ, આવા જીવન માં દરેક સંબંધ વિશ્વાસ હોય છે, જયારે એક પિતા તેના બાળક ને રમાડવા માટે ઉછાળે છે ત્યારે તે ચિંતા નથી કરતુ કે તે પડી જશે પણ તે ખુબજ હશે છે કારણ કે તેને વિશ્વાસ હોય છે કે તેના પિતા તેને પડવા નહિ દે તેને સાચવશે તેના જીવ ની જેમ, આવોજ નાજુક વિશ્વાસ બધા ના અને દરેક ના જીવનમાં અને દરેક સંબંધ માં હોય છે, પણ તે જયારે તૂટે છે ત્યારે ખુબજ દુખ થાય છે, અને હેરાન પરેશાન થાય જાય છે. જીવન માં આવા ઘણા બધા નાજુક પલ અને નાજુક સંબંધ હોય છે, કે તે કોઈના જીવન માં જીવવાનું અને મરવું કારણ પણ બની શકે છે અને તે કારણ માં જીવન માં ઘણા વણાંક પણ આવે છે.

જયારે પતિ પત્ની ના વિશ્વાસ માં ખલેલ પોહ્ચે છે ત્યારે જીવન માં કાતો નિરાશા આવે છે અને કાતો બેદરકારી આવે છે, અને ઘણું દુખ પણ પોહ્ચે છે, અને આમાં બાળકો નો પણ વિશ્વાસ તૂટે છે કે તેના માતા પિતા સુખે થી રેશે તેનો પણ નઈ તે વિશ્વાસ તૂટે છે બાળકોનો તો તે ખુબજ દુખી થાય છે. વિશ્વાસ એક નાજુક કાંચ છે જે તૂટે તેના થી તૂટેલા કાંચ ખુબજ વાગે છે અને તે કાંચ આંખ ના આંસુ બનીને નીકળે છે, પણ જીવન માં ખુબ જ દુખ થાય છે જયારે વિશ્વાસ તૂટે છે.

જીવન ઘણું નાજુક છે, અને જીવન માં સારો ખરાબ સમય બધાનો આવે છે અને તે બધા સમય માંથી માણસ નીકળી શકે છે પણ ધીરજ સાથે ઈશ્વર ઉપર વિશ્વાસ હોય તો ઈશ્વર પર નો વિશ્વાસ કદી નથી તુટતો તે હમેશા માણસ ને ઉપર લાવે છે, અને આત્મવિશ્વાસ થી ભારીદે છે જીવન માં જેને ઈશ્વર પર વિશ્વાસ કર્યો તે હમેશા બધા ના વિશ્વાસ માં ખરા ઉતારે છે અને તે માણસ કદી કોઈ નો વિશ્વાસ તોડતો નથી તે હમેશા બધાને વિશ્વાસ આપે છે, અને જીવન માં જ્યરે કોઈ માણસ દુખી થાય છે, તે માણસ તેના મોહ અને આશા ના કારને દુખી થાય છે જે માણસ દુખી હોય ત્યરે તે માણસ પોતાની જાતને ખુબજ પ્રેમ કરે છે તે દેખાય છે, જીવન માં જ્યરે કોઈ વ્યક્તિ નું ધાર્યું ના થાય ત્યારે તે માણસ ખુબજ દુખી થાય છે કારણ કે તે તેના મન નો માલિક નહિ પણ ગુલામ હોય છે. આમ જીવન માં ક્યારે વિશ્વાસ તૂટે તો એક વિશ્વાસ તો કાયમ જ છે ઈશ્વર ઉપ્પર નો તેમ સમજવું અને દુખી ના થવું.આમ જીવન માં દુખી થવાનું કોઈ કારણ સામે આવે ત્યારે એક વિશ્વાસ છે જે અતુટ છે તે યાદ રાખવું અને આગળ વધી જવું ક્યારે પણ દુખી ના થવું કે મનમાં ગ્રંથી ના બાંધવી બાકી એ ગ્રંથી મારતા સમયે પણ શાંતિ નહિ આપે. હા જીવન માં બધો સમય સરખો નથી હોતો પણ તે જીવન માં ઈશ્વર અને આપણી સાથે છે તેમ સમજવું કારણ કે જીવન માં જયારે કોઈ વ્યક્તિ આપણો વિશ્વાસ તોડે છે ત્યારે તેના નસીબ માં આપણે નથી હોતા આપણા કર્મ અને આપણા નસીબ સરાજ છે તેમ સમજવું

વિશ્વાસ જીવન જીવાવનું કારણ પણ કોઈ છે કોઈ માટે તે યાદ રાખવું જરૂરી છે.

કાલિન્દી વ્યાસ

“હમ્પી”

આપણા ભારત મા ઘણા બધા એતિહાસિક સ્થળો જોવા મળે છે, અને તે એતિહાસિક સ્થળો પણ રહસ્ય થી ભરેલા હોય છે, એક એક મૂર્તિ તથા તેમાં એક એક રચનાઓ માં ઇતહાસ અને રહસ્ય છુપાયેલા હોય છે, અને તે ઇતહાસ તે રહસ્ય જાણે કઈ કેવા માગતું હોય તેવું મેહસુસ થાય છે, જાણે ઘણા રાઝ અને ઘણી વાતો નો સંગ્રહ નો અનુબહ્વ થાય છે, અને આપણા ભારત માં બધીજ પ્રકારના રહસ્ય જોવા મળે છે, કોઈ ધાર્મિક તો કોઈ આત્મા ને લગતા તો કોઈ એવું રહસ્ય કે જે બાર ના આવ્યું હોય અને તેમજ અકબંધ હોય, આમજ આપણા ભારત માં ઘણી વિવિધતા પણ જોવા મળે છે.

“હમ્પી” આવુજ એક એતિહાસિક સ્થળ છે જ્યાં કેહવામાં આવે છે, કે શિવ પાર્વતીજી ના વિવાહ ત્યાં થયા હતા અને તે મંદિર પણ ત્યાં છે તેનું નામ છે શ્રી વિરૂપાક્ષ, આવા અનેક મંદિરો અને તે મંદિરો ના ઇતહાસ હમ્પી માં જોવા અને જાણવા મળે છે.

કર્ણાટકમાં તુંગભદ્રા નદીના કિનારે હમ્પી આવેલું છે, હમ્પી માં આવેલા સુંદર મંદિરો અને પ્રતિમાઓ ને નિહાળવાનો આનંદ જ અનેરો હોય છે, વિજયનગર ની રાજધાની તરીકે હમ્પીનો ૧૩૩૬ થી ૧૫૬૫ સુવર્ણયુગ હતો, આમાં ચાર સત્તા એ શાશન કર્યું તેવું જાણવામાં આવે છે, સંગમાં,સલુકા,તુલુવા, અને અર્વીદુના ચાર સ્ત્તાધીસો હતા, વિજયનગરશાશન માં હમ્પી કોટન,ઘોડા,રત્નો,નું મુખ્ય વેચાણકેન્દ્ર હતું આમ વિજયાનાગરનું હમ્પી આજે પણ ખુબજ જાણીતું છે, અને હમ્પી માં વિજયાઉત્સવ માનવામાં આવે છે તે પણ જાણીતો છે,અને ત્યાનું દરોજી રીછ અભ્યારણ પણ જોવા લાયક છે.

આમ હમ્પી ધાર્મિકરીતે અને એતિહાસિક સ્થળ તરીકે ખુબજ જાણીતું છે.

સીમા જોશી

“ભુવાલમાતાનું રહસ્ય”

રહસ્ય આ શબ્દ સાંભળતાજ મનમાં ઘણા વિચારો આવે છે, સાથે સાથે મન તર્ક પણ કરે છે, પરંતુ આપણા મનુષ્ય તર્ક કુદરત પાસે નઈ સમાન હોય છે, કારણ કે કુદરત ને સમજવું સહેલું નથી નથી હોતું, કુદર ની રચના અને કુદરત ખુદ આપણા સમજ થી પરે હોય છે.

રાજેસ્થાન ના નાગોર જીલ્લામાં રિયા તાલુકામાં “ભુવાલ” નામ થી જાણીતું માતાકલી નું મંદિર આવેલું છે, અહી દેવી ભાવલ બિરાજમાન છે, જેના બે સ્વરૂપ છે એક માતાકાળી ના રૂપમાં અને બીજા બ્રમ્હાણી રૂપમાં, અહિયાં માતાકાલી અને માતાબ્રમ્હાણી સ્વયંભુ છે તેમ કહેવામાં આવે છે સ્વયંભુ એટલેકે આપમેળે પ્રગટ થયેલી પ્રતિમા જેની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં ના આવી હોય, અહિયાં માતાની પાસે બે દીવા પ્રગતાવામાં આવેછે તેના પ્રકાશ માં દર્શન થાય છે, આ મંદિર નું રહસ્ય એ છે કે અહિયાં માતાને મદિરા ધરવામાં આવે છે, અને તે મદિરા માતા ગ્રહણ કરે છે.

અમ કહે છે કે આ રહસ્ય માં વિજ્ઞાન પણ પાછળ છે માતાના પત્રમાં મદિરા પધારાવાતજ તે મદિરા ગાયબ થાય જાય છે, અને એક પણ ટીપું નીચે નથી પડતું, બધા ખુબજ શ્ર્ધાથી અહિયાં માતાની ભક્તિ કરે છે, અને માતા તે શ્ર્ધાનો ખુબજ પ્રેમ થી સ્વીકાર કરે છે, અહિયાં બીજી વાત એ પણ છે કે જે કોઈની માનતા હોય તે તેની માનતા થી વધુ કે ઓછો પ્રશાદ હોય તો માતા સ્વીકાર નથી કરતા, અને કોઈ તર્ક કરે છે કે કોઈ ભ્રષ્ટ વિચારવાળા વ્યક્તિ નો પ્રશાદ માતા ગ્રહણ નથી કરતા, અહિયાં પ્રશાદ ધરવાની વિધિમાં પ્રશાદ માં જો મદિરા હોય તો પૂજારીજી માતાના ચાંદી ના પત્રમાં મદિરા પીરસીને માતા મુખ પાસે ધારે છે અને પૂજારીજી પણ ત્યાં નથી જોતા અને માતા ને પ્રશાદ ને ગ્રહણ કરે છે, અને કોઈ ફળ અને મીઠાઈ પણ ધરાવી શકે છે, આનાથી વધુ સારા નસીબ આપણા ક્યાં હોય મિત્રો છે જ્યાં માતા ખુદ હાજીર હોય, બસ આ શ્રદ્ધા,ભક્તિ બધાથી પરે છે, આમાં કોઈ તર્ક ને સ્થાન નથી.

ખ્યાતી ભટ્ટ