નિર્ણય Suketu kothari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિર્ણય

એક નિર્ણય

વેહલી સવારે એક્દમજ આંખ ખુલી ગઈ ઘડિયાળ માં જોયું તો હજુ પરોઢના ના ૪ વાગ્યા હતા. ઉઠી ને બાથરૂમ માં ગયો અને બાથરૂમ ની સ્વીચ પાડી. મોઢું ધોઈ ને અરીશા માં જોયું તો એકદમ જ એનો હસતો ચેહરો સામે આવ્યો અને તેની સાથે સંકળાયેલી સારી અને ખરાબ તમામ યાદો અને યાદ આવ્યું એની સાથે નું બ્રેક અપ. બ્રેક અપ ના થાય એના માટે મેં એને ઘણી સમજાવી, એને મનાવવાની કોશિશ કરી, એને ગમતા ફૂલો આપ્યા એને ગમતી ગીફ્ટસ પણ આપી પણ હું એને મનાંવી ના શક્યો. મેં એને પૂછ્યું કે કેમ તું મારી સાથે આવુ વર્તન કરે છે અને તારે આ સબંધ કેમ અચાનક તોડી નાખવો છે પણ એને મને કઈ જવાબ ના આપ્યો અને કીધું કે મારા માતાપિતા એ મારા લગ્ન બીજા કોઈ જોડે નક્કી કરી દીધા છે આટલું કહી ને એ ત્યાંથી જતી રહી. કોઈ વ્યક્તિ આટલા વર્ષ નો પ્રેમ અને સબંધ થોડીકજ મીનીટો માં કેવી રીતે તોડી શકે. એ મારા વગર જીવવા સક્ષમ હતી પણ હું નઈ જેને હું પોતાના કરતા પણ વધારે પ્રેમ કરતો હતો અને એના વગર જીવન જીવવું અશક્ય લાગતું હતું માટે મેં એક નિર્ણય કર્યો “આત્મહત્યા” કરવાનો. ખુબજ હિંમત કરી ને ધાબા ઉપર ગયો. ધાબા ઉપર જતા એક એક પગથીયું મને એની સાથે વિતાવેલી એક એક ક્ષણ યાદ કરાવતું હતું.પણ છેવટે હિંમત કરી ને ધાબા ઉપર પહોચી ગયો. અને મારી હિંમત ખૂટી પડે એ પેહલા ધાબા પરથી કુદી પડ્યો. ધાબા ઉપર થી નીચે પડતા ખુબજ ઓછા સમય માં ફરીથી ઘણું બધું યાદ આવ્યું અને મારું માથું નીચે પટકાતા જ મારી આંખ ખુલી ગયી. આ એક સ્વપ્ન હતું પણ મારુ દુઃખ અને બ્રેંક અપ સાચું હતું.

ફરીથી ઊંઘવાનો પ્રયત્ન કર્યો પણ ઊંઘ ના આવી એટલે ઘરે થી નીકળી પડ્યો એ સપના ને હકીકત માં ફેરવવા, આત્મહત્યા કરવા. જે રેલ્વે ના પાટા પરથી ટ્રેન આવતી હતી ત્યાં ચાલવા લાગ્યો. ટ્રેન ની સ્પીડ મારા મન માં ચાલતા વિચારો જેટલીજ ઝડપી હતી. આજુ બાજુ થી બધા બુમો પાડતા હતા અને મને આવુ ના કરવા કેહતા હતા પણ મારું ધ્યાન ફક્ત ટ્રેન ની સામેજ હતું અને એકજ વિચાર આવતો હતો કે ટ્રેન બને એટલી ઝડપથી મારી તરફ આવે અને મને આ ઝીંદગી થી છુટકારો અપાવે. ટ્રેન એક હાથ જેટલીજ દુર હતી અને એક બાળકે મારો હાથ ખેચ્યો અને મને બચાવી લીધો. હું અને મારો હાથ ખેચનાર બંને પડી ગયા મને લાગ્યું મારી ગર્લફ્રેન્ડ મારી પાસે પાછી આવી ગઈ અને મને બચાવી લીધી પણ જયારે મેં ઉપર જોયું તો એ એક ૧૩-૧૪ વર્ષ નો ગરીબ બાળક હતો જેના શરીર પર પુરા કપડા નહોતા અને હાથ માં ભીખ માંગવાની કટોરી. મારો જીવ બચાવવાનું કારણ પૂછતા એને એ પ્રશ્ન નો જવાબ આપ્યા વગર ખાવા માટે પૈસા માગ્યા. એને ભૂખ ની તકલીફ એટલી હતી કે એને જીવ બચાવવાનો એહસાસ જ ન્હોતો. ત્યારે મને મારું દુઃખ એના દુઃખ સામે ઘણુ નાનું લાગ્યું. મેં ખિસ્સા માંથી બધાજ પૈસા બાળક ને આપી ઘરે જવા લાગ્યો. તે દરમ્યાન રસ્તા માં ભૂખ્યા, ગરીબ, અને નિસહાય લોકો ને જોયા (પહેલા આજ રીતે લોકો ને જોતો પણ આજ ની સવાર કઈક અલગ હતી.) વિચાર્યું કે ઝીંદગી આટલી સસ્તી કેવી રીતે હોઈ શકે? મને એમ થયું કે હું કોઈ એવા વ્યક્તિ માટે કેવી રીતે મરી શકુ જેને હું મરુ કે જીવું એના થી ફરકજ ના પડતો હોય પછી મને કોઈના માટે મર્યા કરતા કોઈ ના માટે જીવવાનું વધારે યોગ્ય લાગ્યું જેને હું મદદ કરી શકું. આજ વિચારે મારી ઝીંદગી બદલી.

બીજા માટે કશુક કરવાનો એક નિર્ણય કર્યો અને ખુબ મેહનત કરી ને પૈસા કમાવાનું ચાલુ કર્યું. એટલાજ માટે કદાચ ઉપરવાળાએ નસીબ નો સાથ પણ અપાવ્યો. સારા પૈસા કમાયા. જયારે તમારી સામે તમારું લક્ષ્ય હોય છે ત્યારે હિંમત અને મેહનત કરવાથી થાક નથી લાગતો. આ બધું ચાલતું હતું ત્યારે એક મિત્ર હમેશા મારી જોડે હતો જેને આ બધીજ ખબર હતી એને હિંમત આપી અને મારા માં વિશ્વાસ મુક્યો. જયારે તમારા કામ માં કોઈ વિશ્વાસ મુકે છે ત્યારે એ કામ સફળ થવાની શક્યતાઓ વધી જાય છે.

પણ મારી જોડે પણ એજ થયુ જે બીજા જોડે થાય છે પૈસા આવતાજ હું અભિમાની અને અહંકારી બની ગયો. પેલો મિત્ર મારી જોડે આવ્યો અને મને સમજાવાનો પ્રયત્ન કર્યો કે મારી જોડે શુ થએલું અને મે આમ મહેનત કરી ને આ પૈસા બીજા ની મદદ કરવા કમાયા છે. એ મને મારો રસ્તો યાદ કરાવતો હતો અને હુ એ બધુ જાણે સાંભળતો ના હાઉ એવી રીતે વર્તન કરતો રહ્યો અને હુ મારીજ રીતે જિંદગી જીવા લાગ્યો. પછી ઉપરવાળા એ તેમની હાજરી બતાવી અને મને મારૂ સ્થાન. મારા શરીર નો એક અંગ હમેશ માટે નકામો બનાવી દીધો. મને ડાબા હાથ પર પેરાલીસીસ નો અટેક આવ્યો. ઉપરવાળાનો આ બીજી વાર નો સંકેત હું સમજી ગયો. બીજી વાર નો સંકેત એટલા માટે કારણકે પહેલી વાર નો સંકેત આપનારો મારો મિત્ર હતો જેનું મે ના સાંભળ્યું. ઉપરવાળો આપળને આવીજ રીતે તો સમજાવે છે અને રસ્તો બતાવે છે પણ આપળે સમજી નથી શકતા. પેહલા એ કોઈ ના દ્વારા આપડને ઈશારો કરે છે કે તું જે કરી રહ્યો છે તે ખોટું છે પણ જ્યારે આપળે એનો આ ઈશારો નથી સમઝી સકતા ત્યારે એ પછી એની રીતે સમજાવે છે અને આપળને પછીજ આપળી ભૂલ સમજાય છે અને એણે આપેલી પ્રથમ ચેતવણી પણ. પણ ત્યાં સુધી બઉ મોડુ થઇ ગયુ હોય છે. આપળે જ્યારે એનો પ્રથમ ઈશારો સમઝતા થઇ જઈસુ ત્યારે ઝિંદગી ખુબ સરળ થઇ જશે. સાચુ અને ખોટુ વચ્ચે, સારુ અને ખરાબ વચ્ચે નિર્ણય કરવો સરળ થઇ જશે. મને આ એહસાસ મોડો થયો કે આ હું એજ રસ્તા પર પાછો જઈ રહ્યો છુ જેનો અંત મેં મારા સપના માં જોયેલો.

બસ હવે નક્કી કર્યું કોઈ ના માટે કશુક કરવાનું. એ બાળક યાદ આવ્યો જેને મારો જીવ બચાવેલો. મેં નક્કી કર્યું અનાથ અને ગરીબ બાળકો ને ભણાવીશ અને એમને એમના પગ પર ઉભા કરીશ. જેથિ એમને મોટા થઇ ને ભીખ ના માંગવી પડે. પૈસા હતા માટે એક સારી સ્કુલ ખોલી અને મફત શિક્ષણ આપવાનું ચાલુ કર્યું. મારુ આ કામ જોઇ ને મારા જેવા લોકો મારા આ કામ માં જોડાયા અને મને ઘણા શિક્ષક મળ્યા જેના કારણે હુ વધારે બાળકો ને ભણાવી શકયો. ભગવાનને આ બધી ખબર હશે માટેજ એમણે મારો જમણો હાથ સાજો રાખ્યો હશે જેથી હું લોકો ને શિક્ષણ આપી શકુ. માટેજ કેહવાય છે કે બધુ એના હાથ મા હોય છે.

ઘણા વર્ષો વીતી ગયા મારા વિદ્યાર્થી ને મારા સામે મોટા અને પોતાના પગ પર ઉભા થતા જોયા. એ દિવસે એહસાસ થયો કે ઝીંદગી ની કિંમત શુ હોય છે અને માગ્યા વગર કોઈ ને કશુક આપવાનું આનંદ શુ હોય છે.

સુકેતુ કોઠારી