પ્રેમ ની પરીભાષા Dharmesh Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ની પરીભાષા

માલવ આજે સવારે પૂજા કરી ને ઉઠ્યો જ હતો ને એનો ફોન આવ્યો, પહેલા તો કઈ ખબર નાપડી કે શું વાત કરે છે, કેમ કે તે રડતી હતી માંલાવે કહ્યું કે પેહેલા રડવા નું બંધ કર પછી વાત કર તો મને કઈ ખબર પડશે.... તો કનિકા શાંત થઇ ને બોલી કે મને કમલેશ વગર કઈ ગમતું નથી, બોવ ગભરાટ થાઇ છે, હવે મારું શું થશે મારું કોઈ નથી, મારા થી નથી રેહવાતું કઈ સમજ નથી પડતી એમ કરી ને પાછી રડી પડી તું મારા ઘરે આવ જો તને કઈ વાંધો નહોઇ તો , ત્યાં જ માલવ થોડો મુજાયો .... ને વિચર કર્યો કે શું કરું .... કનિકા એટલે મારી સ્કુલ અને કોલેજ ની મિત્ર ઘણા વર્ષો પછી આમતો મળિયા હતા ... હા હમણાં જ અમારું કોલેજ મિત્રો સાથે ફરવા ગયા ત્યારે બધાને માલવ બીજી વાર મળિયો હતો, ને બધાને નજીક થી ઓળખી શક્યો, તેમાં પણ અમારા ગ્રુપની શૈલજાને પણ માલવ બીજી વાર મળ્યો હતો કોલેજ ના દિવસો પછી ૨૪ વર્ષ પછી બધાં મિત્રો સાથે ફરવા પણ ગયા હતા ને તેજ પ્રથમ કોલેજ પછી ની મુલાકાત હતી આમતો વોઅટ્સેપ ગ્રુપ બનેલુ તેમાં વાતો થતી તેજ .... બધા મિત્રો માં માલવ, રાજુ, જીગર, પ્રજ્ઞેશ, ને સુનિલ આમ ૫ મિત્રો ની સાથે બીજા સ્ત્રીમિત્રો મળી ને ૧૫ જણ પણ હાલની આ મારામારી ની દુનિયા માં ૬ મિત્રો ભેગા થયા હતા ... આમ તો કનિકા ને માલવ સાથે ઘણું સારું ફાવતું હતું, એની વાતો, તેમજ જીવન હાલનાં આધુનિક જગત મુજબ ની હતી .... બધી રીતે પૂરી અને જિંદગીને બિનદાસ જીવવામાં માનતી એની વાતો પરથી ખબર પડી કે કનિકાએ દુનિયા ને વધુ નજીકથી જોઈ હતી, માલવને ખબર નહતી એનો આ ઉમરમાં પણ એક ખાસ મિત્ર હતો જેની સાથે જીવની બધીજ ખુશી મેળવતી હતી .... એના પતિના હોવા છતાં, માલવને જ આ વાત ની ખબર હતી, અમારા બધા મિત્રો માં હા એની ખાસ મિત્ર શૈલજા ને પણ આ વાત ની જાણ નહતી...ને કનિકા જાણવા પણ માંગતી નહતી, પણ મત્રો ની મુલાકાતો માં માલાવનો વર્ષો જુનો શૈલજા પ્રત્યેની લાગણી કે પ્રેમ પાછો જાગ્યો હતો, તેથી માલવ શૈલજા ને કનિકા ની કમલેશ સાથે ની વાત કરી હતી...., કનિકા આમતો યુ. કે . રેહતી પણ હાલ જ વાપી પોતાના ઘરે આવી હતી ત્યારે એનો ખાસ મિત્ર કમલેશ જે ઓસ્ટ્રેલીયા રેહતો તે પણ આવ્યો હતો ને એની સાથે છેલ્લા ૧૫ દિવસથી દિવસ ને રાત રેહતી હતી ,ઘરે શું કારણ આપતી તેતો ના ખબર પણ એના શોખ બધાં પુરા કરતી હતી ....

બસ આજ કારણ થી આજે આ સાવરમાં ફોન આવ્યો હતો ને તેના માટે માલવને ઘરે બોલાવતી હતી.... માલવ પણ ઘણો મુઝવણ માં હતો તો ,જતા પેહલા જ શૈલજા ને ફોન કરી ને બધી વાતો કરી કે કનિકાનો ફોને હતો અને મને ઘરે બોલાવે છે, તો શૈલજા એ કહ્યું કે તું કનિકા ને બને તો મારી ઘરે લઇ આવ.... પણ તું ત્યાં જઈ ને એની સાથે વાત કરી ને જાણ કે કનિકા શું કેવામાંગે છે તે જાણી લે પછી વાત .... આમ માલવ થોડો ગભરાતો ને મુઝાતો કનિકા ની ઘરે ગયો, દરવાજ પર જ કનિકા ઉભી હતી મને ઘર માં બોલાવી ને બધી વાતો કરી, વાતો સાંભળતા હું થોડો ગભરાયો કે આ ૪૨ વર્ષ ની ઉમર માં પણ આવો પ્રેમ થાઇ ખરો...!! કે કનિકા જેરીતે વાતો કરતી હતી તે મુજબ તો હાલના કોલેજ ના જુવાનીયા કરતા હશે કે કેમ તે જાણવાનો વિષય બનીગયો ....? હું એને થોડી ધીરજ આપી અને શૈલજા ના ઘરે જવાની વાત કરી તો તે માની ગઈ કે હા આપણે જશું , માલવે કહ્યું કે હું બપોરે ફોન કરીશ, એમ કરીને ૧ કલાકની વાતો પછી ત્યાંથી માલવ શોપ પર આવી ગયો, પણ માલવ ના મન માં તો ગૂંચવાડો વધી ગયો હતો કે આ કનિકા નો પ્રેમ પણ કેવો છે કે એને એના પતિ જોડેથી નથી મળ્યું તે કમલેશ પાસે મેળવી રહી હતી .... અને કમલેશ પણ એને પૂરો પ્રેમ આપી રહ્યો હતો, જે કનિકા ની વાતો થી જાણવા મળ્યું, માલવે શૈલજાને કહ્યું કે તે કનિકા ને લઇ તારા ઘરે આવીશું અને તમે બેનપણી ધરાઈ ને વાતો કરજો ને શૈલજા તું એની પાસે થી જે વાતો જાણવી હોઈતે જાણી લેજે કે કમલેશ સાથે એના સંબંધ શું છે ... આમ વાત કરી માલવ શોપ નું કામ -કાજ પતાવી ને કનિકા ને ઘરે થી લઇ શૈલજા ના ઘરે ગયા ...

આવત ને ૯ મહિના થઇ ગયા હતા બધા પોતપોતાના સંસાર માં સુખી થી જીવન જીવતા હતા ને એક મેક ને ફોને થી વાતો કરતી લેતા હતા ને વોટ્સેપ નું ગ્રુપ માં પણ બધા જ વાત કરી લેતા હતા પણ કનિકાની વાતો ની જાણ કોઈને નહતી ખબર કે કનિકા ધારવા કરતા વધુ આગળ નીકળી ગઈ હતી કમલેશ સાથે ના સંબંધ માં, દિવસ રાત ના વાતો ને મોબાઇલ ના નવા નવા એપ્લીકેશન ની મદદ થી કમલેશ સાથે શું શું કરતી તેની કોઈવાર માલવને જાણ કરતી , શૈલજા ને આ બધું કેવાંમાં કનિકા ને ડર હતો ને શૈલજા એને નથી સમજી શક્તિ, બસ આજ એની વાતો માલવ સાંભળતો ને એના પતિ સાથે ના સંબધો માં જે પણ ઉપણ હતી તે કમલેશ તરફથી મળતું હતું તે મેળવી ને કનિકા ગાડાની જેમ તેની સાથે વાતો કરતી ...

ધીરે ધીરે ની વાતો માં કનિકા એ માલવને એવાતો પણ જણાવી કે કમલેશ સાથેના રંગીન સમયોને મોબાઈલ માં કેદ કરી રાખ્યા હતા તેની વાતો કરી ... આ બધું જાણીય પછી પણ માળવે ઘણી વાર કીધું કે કોઈવાર તારે જીવાન માં મોટી તકલીફ ની આવે તો સારું આબધુ તારે જતું કરવું પડશે તું હજુ પણ તારા સંસાર માં પાછી ફરીજા પણ તે એકની બે ના થઈ, ને કમલેશ સાથે વધુ ને વધુ પ્રેમ માં પડતી ગઈ ને કનિકા કેહતી કે મારા પતિ એ નથી રાખી એવી કાળજી કમલેશ મને ખાલી ફોન પર વાતોકારી ને મને આપે છે , ને મારો પતિ કોઈવાર પણ મને પાણી પીધું કે નહીં તે પૂછતો નથી તો મારે શું કરવા નું ને મારા છોકરાવો ને પણ કઈ પડી નથી મારી હું મારા પતિ સાથે છેલ્લા ૧૮ વર્ષ થી રહું છું પણ કોઈવાર પણ મને પ્રેમ થી વાતો નથી કરી એના માટે તો ઓફીસ, ક્લબ ને દારૂ , સિગરેટ સિવાઈ કોઈ દિવસ મારા છોકરાવો સાથે બેસી ને વાતો નથી કરી કે નથી એમની સ્કૂલ કોલેજ માં ગયો આજ દિવસ સુધી, આજે મારો છોકરો ૨૨ વર્ષ નો થયો પણ કોઈ દિવસ બાપ જેવો સંબંધ નથી રાખ્યો .... ને મારી દીકરી પણ ૧૮ વર્ષ ની થઇ ગઈ છે... આમ અમારા જીવન માં મારા છોકરાવો પણ કેહતા થઇ ગયા કે તમારે સાથે બેસી ને તમારી મુશ્કેલી ઓને સમજી ને કઈ કરો , તમે અમને કઈ નથી આપ્યું તમારા ઝગડા થી અમે પણ ત્રાસી ગયા છે ... આમ ઘણી વાતો માલવ સાથે કનિકા એ કરતી , અને માલવ જેતે સમયે એને વાતો માં સાચો ખોટો વાતો માં આશ્વાસન આપતો રહેતો .

એક દિવસ પાછો કનિકા નો ફોન આવ્યો કે બધું પૂરું થઇ ગયું છે મારી જિંદગી પૂરી થઇ ગઈ છે મારી બધી વાતો નું મારા પરિવાર ને ખબર પડી ગઈ છે ને ખુબ મોટી મુશ્કેલી માં આવી પડી છું મને ઘરથી કાઠી મુકશે એમ લાગે છે પણ હું વિનંતી કરું છું, આમ સાંજે ખબર પડી કે કનિકા ના પતિ એ એને ઘરમાં રાખી તો છે, આમ કનિકા ની જિંદગી માં એક વિરામ જેવો આવી ગયો , એની સાથે વાતો કરતા માલવ ને ખબર પડી કે કનિકા ના પતિને મેડીકલ મુશ્કેલી છેલ્લાં ૧૮ વર્ષ થી છે જેની જાણ એના પતિને હોવા છતાં આજ દિન શુધી પોતાના મેડીકલ રીપોર્ટ નથી કરાવ્યા , આ બાબત કનિકા એ માલવને જયરે કરી ત્યારે માલવ ને થયું કે એક સ્ત્રીને બધું સુખ એના પતિ તરફથી જો મળતું હોઈ તો કોઈ સ્ત્રી એ બીજા પુરુષ પાસે પોતાની લાગણી માટે કે પ્રેમ માટે હાથ લંબાવ ની જરૂરત જ ના પડે ,

આખરે એક સ્ત્રી ને લગ્ન કરીય પછી પોતાના પતિ પાસેથી પ્રેમ ની સાથે બીજી પણ અપેક્ષાઓ હોઈ છે જે પુરુષે પૂરી કરવી જોયે અને આજ બાબત સ્ત્રી માટે બી એટલી જ લાગુ પડે છે, આમ પ્રેમ માટે સ્ત્રી અને પુરુષ બને જ એટલા જ પરસ્પર જવાબદાર છે.

*...ખુશમન*