આ ધર્મ, વિકાસ કે છેલ્લું ચરણ...!!! Dharmesh Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આ ધર્મ, વિકાસ કે છેલ્લું ચરણ...!!!

.?ધર્મેશ ગાંધી

આ ધર્મ, વિકાસ કે છેલ્લું ચરણ...!!!

આજ એક ચકલી ને તેનો માળો વીખેરતા જોઈ .. બાજુમાં બીજી બે ચકલી હતી જોવ છું એક જ ચકલી માળો વિખરતી હતી ... આમ જોતા પૂછવા નું મન થયું ને મેં એક માનવી એ કરી દીધી એક એના સ્વભાવ ની ટેવ મુજબ એક સવાલ કે કેમ ચકલી બેન આ શું કરો છો તમારા ઘર ને કેમ વિખેરો છો.., પેહલા તો કોઈ જવાબ ના આપ્યો હું થોડો ગુંચવ્યો .. પાછું પૂછું ચકીબેન ઓ ચકીબેન ... ત્યારે બાજુ માં જે ચકલી હતી તે બોલી ... "ભાઈ શ્રી હું ચકો છું મારી પત્ની ને સમજાવ છું પણ નથી સમજતી , ત્યાં તમે શું કામ આમ સવાલો કરી ને અમને વધુ દુઃખ આપો છો રેહવાદો આપ મનુષ્ય ને ક્યાં ફેર પડે છે.. અમારા જેવા બીજા પક્ષી ઓ નું શું થાય છે તે વિચાર કરવા નો ... "

હું થોડો મુંઝાયો મારો કે આમાં મનુષ્યો નો શું વાંક ... મેં પૂછ્યું કે ચકાભાઈ આમાં અમારો શું વાંક કે અમે મનુષ્યો એ એવું તે શું કર્યું કઈ કહેશો તો સારું ... ત્યાંજ હું કઈ વધુ બોલું તે પેહલા જ ચકાભાઈ બોલી પડ્યા ... " ભાઈ શું કહું તમને ને ક્યાંથી કહું બોલો ...આ તમે મનુષ્યો તો શું કરવા માંગો છો તે કઈ ખબર ના પડે ... વાતો બધી સુંદર સુંદર કરો છો પણ વાતો માત્ર બોલવા પૂરતી જ રાખો છો વિચારો બી માત્ર વિચાર પુરતોજ સીમિત રાખો છો ... મને કહો કેટલા વર્ષના થયા તમે કહો ... , હું કઈ વધુ વિચારવાનું છોડી ને કહ્યું ૪૫ વર્ષ થયા...ત્યાં જ ચકો બોલ્યો હવે મને કહો આ આટલા વર્ષ માં તમે શું ફેરફારો જોયા આ તમારા કહેવાતા મનુષ્યો એ શું શું કર્યું ને તમે શું જોતા આવ્યા કે તમને આ સમય માં બધું સારું સારું લાગે છે.. મેં કહયું ચકા ભાઈ જોવો મનુષ્યો કેટલી પ્રગતિ કરી છે ... નવા રસ્તા, મકાનો , મોટી મોટી સ્કૂલો, મોટી બહુમાળી મકાનો તેમજ ખાસ કરી ને ધર્મ ના પ્રચાર માટે મોટા મોટા મંદિરો બની રહ્યા છે, બીજી આવી કેટલી પ્રગતિ મનુષ્ય કરી રહ્યો છે ... ગામો પણ હવે આધુનિક થઇ રહ્યા છે ચારે દિશા માં સુંદર કામો થઇ રહ્યા છે ... આમ આપ સૌવ ને શું વાંધો હોઈ શકે ... હાલ માં જ દુનિયા નું મોટું મંદિર પણ અમે બનાવ્યું છે... હું થોડો વિચાર કરી ને કઈ કેવા માટે શ્વાસ લીધો ... પણ ત્યાંજ ચકલી પેહલીવાર બોલી ... ઓ ભાઈ શ્રી આપ ને વિનંતી કરું કે બસ હવે આબધું બંધ કરો તો સારું તમારો ખોટો દેખાવો બંધ કરો તો સારું બવ થયું બધું પ્રગતિ ને નામે ને ધર્મ ના નામે ખુબજ વિકાશ વિકાશ ની વાતો કરી તમે ... ખુબ ખુબ મોટા મોટા મકાનો, બહુમાળી મકાનો ને કેવા કેવા બિલ્ડીંગો બનાવ્યા ને પેલું શું શું હોલીડે હોમ ને ... હેપી હોમ ... ભાઈ પેહલા તમે મનુસ્યો હેપી થતા શીખો ને પછી આવી વાતો કરો તો સારું લાગે .. આ બધી વાતો કરવી બોવ સરસ છે ... ત્યારે હું ગભરાયો કે આ ચકીબેન તો આજે મારી ધૂળધાણી કાળી નાખવા ના...

હું તો હજી કઈ બીજું વિચારી ને બોલું ત્યાંતો એક કબુતર પેલા ચકલા ના કુટુંબ ની સાથે આવી બેઠું ...જે અમારી આ બધી વાતો સાંભળતું હતું ને મને કેહવા લાગ્યું કે "ભાઈ શ્રી આપ ની વાત ખુબ સરસ છે પ્રગતિની પણ તમે મનુષ્યો એ અમારો કોઈ વિચાર કર્યો છે... આ તમારા પેલા પતંગ ના તહેવાર માં અમારે માટે સરસ લાગણી ની વાતો કરો છો પણ એની વિરુદ્ધ કોઈ વાર વિચાર કર્યો કે તમારા વિકાસ ને લીધે અમારો નાશ થઇ રહ્યો છે ... તમારા નવા ઘરો બની રહ્યા છે ને અમારા તૂટી રહ્યા છે ... પછી અમે ક્યાં જઈશું કોઈ વાર વિચાર કર્યો છે ...પેલા તમારા ધર્મગુરુ ને પણ કહેજો કે મોટા મોટા મંદિર ને બનાવી ને પણ તમે અમારા ઘરો નો નાસ જ કર્યો છે ... ને એજ ધર્મગુરુ ને કે વો કે એવા બોધપાઠ આપો કે તમારા બાંધકામ ના વેપાર ને લીધે જે બીજા ના ઘરો નો જે નાશ થઇ છે ને તેની સામે પ્રતિજ્ઞા લેવડાવે નહીં કે હું પતંગ નહીં ચગાવીશ ...પેહલા પેલા ધર્મગુરુ ને કેવો નવા મંદિર ના બનાવો ને તમે તમારા બાંધકામ ના વેપાર પર કઈ વિચારી ને કરો જે થી અમારી દુનિયા પણ અમે સારી રીતે જીવી શકીયે ... આમ થાકી ને કબુતર રડી પડ્યું... હું પણ થોડો તૂટી પડ્યો મને પણ મન માં વિચાર આવ્યો કે વાત તો સાચી છે આ કબુતર ની આવું તો કોઈ દિવસ કોઈ ધર્મગુરુ કે અમને પણ આવો વિચાર ના આવ્યો કે કોઈ દિવસ કોઈ ૨ એકર માં કોઈ ૧૦૦ ઝાડ નથી રોપિયા કે નથી કોઈ આવા કામ કરિયા હા ને આ આવા મેસેજ જરૂર થી કરીયો ને પતંગ ના ચગાવાના ખોટા નિર્ણય કરીયા છે... હા તે દીવાસે હવે પેલા ડી. જે પણ વગાડીયે છે ને સાંજે ફટાકડા ફોડવા ના આના લીધે બી આબધાં પક્ષી ઊડતા જ દોરી માં ફસાઇ જાય છે.. હું તો આબધું કે જ શ્વાસ માં વિચારી રહ્યો હતો ને મારી નજર પાછી પડી તો કબુતર હજુ રડી રહ્યું હતું.....

... ભાગ - ૧....