અંક – 4
ભાગ – 4
સામાન્ય જીવન માં ઘણા તેવા બનાવો બને છે, જેનાથી રોજ બરોજની જીંદગીમાં ઘણી તકલીફો ઉભી થાય છે, અને જીવનમાં આ બધી બાબત થીં ચેતતું રહેવું તે ખુબજ મહત્વનું છે આવીજ અનોખી સ્ટોરી સાથે લેખિકા નું આ અનોખું મેગેઝીન આપણી સમક્ષ હાજર છે.
પત્ની કે ઝરીયો ધંધાનો
જીવનમાં પ્રેમ અને લગ્ન તે પ્રસંગ ખુબજ મહત્વના હોય છે, તેમાં પણ પ્રેમ થવો તે ઈશ્વરનું મોટું વરદાન સમજવામાં આવે છે, અને તેજ પ્રેમ માં જયારે દગો મળે ત્યારે જાણે જીવન નો અંત આવી જાય છે
સમર્પણ અને વિશ્વાહ એક કોલેગમાં સાથે ભણતા બન્ને ને પ્રેમ થયો, પોતાના સંબંધને સમય આપ્યા બાદ લગ્ન નું નકી કર્યું, સમર્પણ એકલોજ રેહતો હતો, પરિવારમાં કોઈ ના હતું અને વિશ્વાહ ના પરિવારમાંથી આજ બાબત ના કારણે કોઈ સંમતી નોહ્તું આપતું, વિશ્વાહ એ સમર્પણ ના વિશ્વાસમાં આવીને ભાગીને લગ્ન કરવાનું નક્કી કર્યું, થોડા સમય બાદ બન્ને એ ભાગીને લગ્ન કાર્ય અને બંને કોઈ બીજા શહેરમાં ભાગીને ચાલ્યા ગયા, વિશ્વાહ ખુબજ ખુશ હતી, લગ્નબાદ બંને હનીમૂન માટે ગયા, ત્યારે વિશ્વાહને સમર્પણ નો સાચો રંગ નજર આવ્યો, વિશ્વાહ ને ખ્યાલ આવ્યો કે સમર્પણ નું બધુજ નાટક હતું, સમર્પણ એ લગ્ન પ્રેમ ના કરને નોહતા કર્યા પણ તે વિશ્વાહ પાસે દેહ વ્યપાર કરાવી શકે તે માટે કર્યા હતા, સમર્પણ રોજ વિશ્વાહને ખુબજ હેરાન કરતો અને તેને મજબુર કરતો કે તે ગેરમર્દ સાથે સંબંધ બાંધે અને પૈસા કમાય, વિશ્વાહ ખુબજ ભાંગી ચુકીતી તેની પાસ પોતાના ઘરે જઈ શકે તે પણ રસ્તો ના હતો, તેથી તે ભાગીને પોલીસ પાસે જાય છે, અને બધુજ સાચું કહે છે, આ વાતની જાણ થતા સમર્પણ ભાગી ચુકે છે, અને પોલીસ તેને શોધે છે, અને વિશ્વાહને તેના ઘરે મુકવા જાય છે, અને માતાપિતાને સમજાવે છે, વિશ્વાહ પણ માફી માંગે છે. અને સમર્પણ ને પણ સજા મળે છે.
આમ વિશ્વાહ ના જીવન બરબાદ થય જાય છે, અને તેને પ્રેમ કરવાની આટલી મોટી સજા મળશે તે તેને કદી નોતું વિચાર્યું આમ જીવન માં પ્રેમ કોને કરવો તે પણ ખુબજ મહત્વતા ધરાવે છે.
બંસી દવે
હવસખોર ડોક્ટર
ડોક્ટરને ઈશ્વર સમાન ગણવામાં આવે છે, ઘણા ઉદાહરણો છેકે ડોક્ટર દ્વારા દર્દીના જીવ બચ્યા છે, અને ઘણા ડોકટરો સમાજ માટે ઘણું સારું કાર્ય પણ કરે છે, પરંતુ અમુક ડોકટરો એટલી હદે ખરાબ વિચારવાળા હોય છે, કે જેનાથી સમાજને ઘણી હાની પોહ્ચે છે, અને ડોક્ટર નામ, નો અર્થ બદલી જાય છે,
એક નાની બાળકી ૬ વર્ષની હતી, તેને ચામડીમાં થોડી તકલીફ હોય છે, તેથી તેની દવા ચાલુ હતી, તેથી તે બાળકીની માતા રોજ તેને ડોક્ટર પાસે લઇજતી ઘણા સમય થી દવા ચાલુ હતી, તેથી ઘણા સમય એવું પણ બનતું કે તે બાળકીને ડોક્ટર પાસ મુકીને પોતાના કામ પર ચાલ્યા જતા, આ દરમિયાન ડોક્ટરને ખરાબ વિચારો આવ્યા અને બાળકીને રોજ શારીરિક અડપલા કરતા અને બાળકી ઘરે વાત ના કરે તે માટે તેને ડરાવતા, આમ ઘણો સમય ચાલ્યું અને તે બાળકી માનસિક રીતે ખુબજ ભાંગી પડીતી, તેની સ્કુલ માંથી પણ ફરિયાદ આવતી કે તે કઈ ભણતીજ નથી,, અને ખુબજ ડરેલી રહે છે, આમ સમય જતા માતા બાળકીને ફરીવાર ડોક્ટર પાસે બાળકીને લઈને જાય છે, અને તે પોતાની નજરે જોવે છે, કે ડોક્ટર બાળકી સાથે શારીરિક અડપલા કરે છે, માતાને ખુબજ ગુસો આવે છે, અને તે ડોક્ટરને માર મારે છે, અને પોલીસ ને સોપી દે છે.
આમ જીવનમાં આપણી આજુ બાજુ ઘણા દુશ્મનો હોય છે, તેનાથી બચવું તે આપણા માટે ખુબજ જરૂરી હોય છે, અને બાળકોને પણ બચાવીને રાખવા તે પણ માતાપિતાની જવાબદારી હોય છે.
Banny dave
અંધશ્રદ્ધા
હાલનો સમય એટલો ખરાબ છે, કે અંધશ્રદ્ધા ના અનમ થી જીવન માં ઘણી ઉથલપાથલ મચી જાય છે, તેથી ચેતીને રેહવું ખુબજ જરૂરી છે, આમજ અંધશ્રદ્ધા રાખવી તે આજના સમય માં ખુબજ ભયજનક હોય છે,
જીવન માં જયારે નિરાશા ઘેરીલે છે, ત્યારે વ્યક્તિ કોઈપણ રસ્તો નથી છોડતો તેમાંથી એક અંધશ્રદ્ધા પણ આવે છે, એક દમ્પતિ હતું તેને બાળક નોહ્તું થતું, તેથી તે બન્ને ખુબજ નિરાશ હતાં, અને ઘણી દવાઓ કરાવી પંરતુ કોઈ પણ પરિણામ ના હતું, તેથી તે બન્ને એ બાળક દતક લેવાનું નકી કર્યુતું, પરંતુ એક સ્ત્રી બધુજ સહન કરે છે, પરંતુ તે જયારે પોતાના ગર્ભથી તે બાળકને જન્મ નથી આપી શકતી ત્યારે તે ખુબજ દુખી હોય છે, તેથી તે કોઈ પણ વાતનો સહારો લેછે, તેથી તેને કોઈ એ કોઈ ઢોંગી બાબા વિષે કહ્યું કે તે બધુજ સારું કરી દેશે, તેથી તે સ્ત્રી તે બાબા પાસ જાય છે, અને કહે છે, કે તેને જે તકલીફ હતી તે, તે ઢોંગી બાબા એ તે સ્ત્રીને અંધશ્રદ્ધા માં ડુબાડીને ખુબજ પૈસા લેવાનું શરુ કર્યું અને ખોટી લાલચ બતાવી કે તેને બાળક થાય જશે તેથી તે સ્ત્રી બાળકની લાલચમાં ઘણી વસ્તુ વેચીને તે બાબાને પૈસા આપતી અને પોતાના બધાજ દાગીના આપ્યા આ વાત તે સ્ત્રીના પોતીને ખ્યાલ આવતા તે પોલીસને જન કરે છે, અને તેની પત્નીને સમજાવે છે, કે અંધશ્રદ્ધા છે અને તેનાથી દુર રહેવું ખુબજ જરૂરી છે, બાકી ખુબજ દુખી થવાનો વારો આવે છે.
કાલિન્દી વ્યાસ
ગાંધીગીરી
ગાંધીગીરી આવા અનેક શબ્દોથી બધાલોકો પરિચિત હોય છે, ઘણા બધા ફિલ્મ માં પણ આવા શબ્દનો ઉપયોગ થયો હોય છે, પરંતુ અહિયાં એક ડોક્ટરની ગાંધીગીરી છે, ગાંધીગીરી એટલેકે બુદ્ધી અને ધીરજથી સામેના વ્યક્તિનું હિત કરવું.
કલીનીકમાં ડોક્ટર પોતાનું કામ કરતા હતા, ત્યાં એક મોટી ઉમરના દર્દી આવ્યા, અને તે મોટી ઉમરના દાદા ખુબજ જીદી હતા, ઉમર પ્રમાણે સ્વભાવ હતો, તે દાદાને કેન્સર હતું ગળાનું, ડોક્ટર પાસે આવ્યા અને સામે બેસીને કહ્યું જોવો ડોક્ટર મને ગળાનું કેન્સર છે, પણ મારે દવા નથી ખાવી અને હૂતો બધું જમીસ અને નસીબ હશે ત્યાં સુધી જીવીશ બાકી દાવાતો ખાઇશ નહિ, ડોક્ટર સમજી ગયા, કે ઘરના લોકો એ પરને મોકલ્યા છે, અને ડોકટરે ગાંધીગીરી વાપરી, ડોકટરે કહ્યું ભલે દાદા દવા ના ખાતા તમતમારે જાવ તમારા ઘરના ફોન નંબર આપતા જાવ, દાદા કે ઠીક છે આ લ્યો નંબર, ડોકટરે દાદાના ઘરે ફોન કરીને દવા મોકલાવી અને કહ્યું કે જમવામાં મિક્સ કરીને આપજો પણ દવા ખવડાવજો,
આ પ્રમાણે ડોકટરે ધીરજથી કામ લઈને તે દાદાની સારવાર કરી આમ ડોકટરના ધીરજ અને સારવાર કરવાની સારી ભાવના ના કારણે તે દાદા સારી રીતે જીવી શક્યા.
સીમા જોશી
પેહલું સુખ તે જાતે નર્યા
“પેહલું સુખ તે જાતે નર્યા” આપણા વડવાઓ પાસેથી આ કેહવત અનેક વાર સાંભળી હશે, અને આ વાત આપણે પણ ખુબજ સારી રીતે સમજીએ છીએ, કે શરીર થી સ્વસ્થ હશું તો સુખી રહીશું, પરંતુ આ વાતમાં પણ એક તર્ક થાય કે આપણે શરીર થી સુખી હોઈશું તો ડોક્ટર શું કરશે, અને આ વાત તો ડોકટરના મનમાં પણ હોતી હશેને, આ વાતના તર્કથી ઘણા તેવા કિસાઓ સામે આવે છે, કે વ્યક્તિ સ્વસ્થ હોય છે, વાતાવરણ ની અસરના કારણે થોડું શરદી તાવ હોય છે, અને ડોક્ટર પાસે જાય છે, તો ડોક્ટર પોતાનો ખર્ચને પોહચી વળવા તે દર્દીને ગેર માર્ગે દોરે છે, અને દવાઓ આપ્યા કરે છે, તો સમાજ આવા ડોક્ટરને સ્વીકારશે ખરા? આ વાતથી કોઈ ડોક્ટર પર લાંછન લાગવાની વાત નથી આવતી પરંતુ ઘણા કિસા જે નજર સમક્ષ આવ્યા છે, તેના પર દ્રષ્ટિ કરતા વાત કરીએ તો આ સમાજ એક ઈમાનદાર ડોક્ટરને ઝંખે છે.
આમ ઘણા કેસો આપણી સમક્ષ આવે છે, કે ડોકટરે ગેરમાર્ગે દોર્ય હોય કે નુકશાન થયું હોય, તેથીજ જીવનમાં ચેતીને રેહવું તે ખુબજ જરૂરી હોય છે, અને ઘણી વાતમાં ઝૂજબુજ થી પણ કામ લેવું જરૂરી હોય છે.
વનરાજસિંહ ઝાલા